Archive for ઓક્ટોબર, 2008

નુતન વર્ષાભિનંદન……HAPPY NEW YEAR

Happy Diwali! An elegant ecard to wish wisdom, prosperity and happiness on Diwali. 
 

નુતન વર્ષાભિનંદન……HAPPY NEW YEAR

આજે બુધવાર, ઓકટોબર,૨૯,૨૦૦૮ અને કર્તિક સુદ એકમ ૨૦૬૫ …યાને નવા વર્ષનો શુભ દિવસ. મને આનંદ છે તેમ તમને પણ આનંદ હશે જ ! ગઈ કાલે દિવાળીના દિવસે તમે સવારે વહેલા ઉઠ્યા અને પ્રભુને પ્રાર્થના પણ કરી હશે. તમે ફક્ત તમારા માટે કે તમારા પરિવાર માટે જ પ્રાર્થના કરી હોય તો મારી વિનંતી છે કે તમે ફરી પ્રભુ સાથે હ્રદયભાવે વાર્તાલાપ ( એ જ પ્રાર્થના ) કરો અને અન્યની સુખ્ શાંતી  માટે ” બે શબ્દો ” ભરી માંગ કરો….બસ, આટલું તમે કરશો તો મને ખુબ જ આનંદ હશે ! હવે, થોડો સમય તમે આનંદ માળ્યો……હવે, એક શાંત વાતાવરણમાં બેસી વિચારો…..આગલું વર્ષ કેવું ગયું ? શું કર્યું ? જે કંઈ કર્યું તેમાં કઈક સારૂ કર્યું ? જે કંઈ સારૂ કર્યું તેમાં ફક્ત તમારૂ કે તમારા પરિવારનું જ ભલુ હતું કે તમે અન્ય માટે પણ ભલુ કર્યું ? નિશ્વાર્થે જે કંઈ થોડું કર્યું હોય તો નવા વર્ષે વધુ કરવા સંક્લપ કરો…..અહી, મારૂ જ કાવ્ય જે મેં એક પોસ્ટરૂપે પ્રગટ કર્યું હતું તે યાદ આવ્યું અને ફરી પ્રગટ કર્યું છે. થોડા દિવસો પહેલા એક કાવ્ય રચના દ્વારા મેં આપ સૌને ” દિવાળી મુબારક ” અને ” નુતન વર્ષાભિનંદન ” પાઠવ્યા હોવા છતા આજે નવા વર્ષ ના શુભ દિવસે ફરી સાઈટ પર આવી શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું તે સ્વીકારશો………ચંદ્રવદન

નવા વર્ષના સંક્લ્પો
 images.jpg 

નવું વર્ષતો આવશે, જાશે અને ફરી આવશે,
અને, નવા વર્ષે કંઈક સંક્લ્પો તમારા હશે,
કરજો સંકલ્પો એવાં કે તમ જીવન સફળ બને !
પ્રથમ તમ દેહને નિહાળો તમે,
એ દેહની કાળજી રાખી છે તમે ?
નિયમીત હલંનચલન અને યોગ્ય ખોરાક,પાણી, દવા આપી
                             સેવા કરી છે દેહની ?
અચાનક દર્દ કે જાણેલ બિમારી માટે દવા ઈલાજો ભરી
                             સેવા કરી છે દેહની ?
સ્નાન,સ્વચ્છતાં અને યોગ્ય પહેરવેશ દ્વારા દેખભાળ
                                   કરી છે દેહની ?
કંઈક ખોટું કર્યું દેહ માટે,
તો, સંકલ્પ કરો કે ભૂલ એવી ના કરી દેહને સંભાળશો તમે!
                                   નવું વર્ષતો આવશે …(1)
હવે, તમ હ્રદય-આત્મા ને નિહાળો તમે,
હ્રદય-આત્માની કાળજી રાખી છે તમે ?
દુ:ખી,ગરીબ,ભુખ્યાને નિહાળી દયા,સેવા ભાવના પ્રગટાવી
                                          કદી હ્રદયમાં ?
અસ્ત્ય,ક્રોધ, અભિમાન કરી વેદના કરી આત્મમાં
જનક્લ્યાણ ભરી સેવા,પ્રભુશ્રધ્ધા ભરી ભક્તિ ભરી
                                       કદી હ્રદય-આત્મમાં ?
કંઈક ખોટું કર્યુ હ્રદય આત્મા માટે,
તો, સંકલ્પ કરો
 કે ભૂલ એવી ના કરી હ્રદય-આત્મા સંભાળશો તમે!
                                   નવું વર્ષતો આવશે … (2)
હર નવા વર્ષે સંકલ્પો કરતાં રહો તમો,
સંકલ્પો કરો એવાં કે જીવનમાં મધુરતા પામો તમો,
બસ, ચંદ્ર અરજ આટલી સ્વીકારી, જીવન સફળ કરજો તમો !
કાવ્ય રચના                               ડો.ચંદ્રવદન
ડીસેંમ્બર ૧૬, ૨૦૦૪   
 
 

ઓક્ટોબર 29, 2008 at 1:03 એ એમ (am) 32 comments

દિવાળી મુબારક…..DIWALI GREETINGS

 
 
 
 
Create Your Own Fireworks! A sparkling ecard to wish your friends/ family/ acquaintances/ dear ones on Diwali. 
 
 
 
 દિવાળી મુબારક…..DIWALI GREETINGS

આજે મંગળવાર, ઓકટોબર, ૨૦૦૮ અને આસો વદ  અમાસ   ૨૦૬૪…યાને દિવાળીનો શુભ દિવસ અને સવંત   ૨૦૬૪નો છેળ્લો દિવસ….તો ઘણા   જ આનંદનો દિવસ ! બહું જ સરસ વાત. પણ, તમે આજે શું કર્યું કે શું કરવાના એ પ્રષ્ન છે. વહેલા સવારે ઉઠ્યા ? પ્રભુને પ્રાર્થના કરી ? ચાલો, તમે આટલું કર્યું તો મને ઘણો જ આનંદ છે. હવે,તમે ખુશ રહો, પરિવારમાં સૌ ખુશ હોય અને તમે અન્ય ખુશ રહે એવા પ્રાર્થનાભર્યા વિચારો કરો તો મને ઘણો જ આનંદ હશે. દિવાળી આવે તે પહેલા જ મેં સૌને મારી પ્રગટ કરેલ પોસ્ટ દ્વારા મુબારક પાઠવ્યા હતા છતા આજના શુભ દિવસે ફરી સૌને સાઈટ પર મળવાનું મન થયું……અને, મેં મારા હૈયાના વિચારો શબ્દોમાં લખી દીધા. ……ચંદ્રવદન

ઓક્ટોબર 28, 2008 at 1:19 એ એમ (am) 22 comments

ગુજરાતી ઘરે દિવાળી અને નવા વર્ષનો આનંદ

 
 

ગુજરાતી ઘરે દિવાળી અને નવા વર્ષનો આનંદ

” દિવાળી આવશે ” એવા વિચારે, ઘરમાં આનંદ આનંદ થાય જો !
ઘરે ઘરે દિવાળીની તૈયારીઓ હોશે હોશે થાય જો !….૧
જે આનંદ નારીઓના હૈયે, એનું વર્ણન કેમ થાય જો ?
અને, બાળકોના હૈયે આનંદભરી આશાઓ વહેતી જાય જો !…૨
ઘર ઘરે નવી નવી મિઠાઈઓ સાથે ગુગરા કદી ના ભુલાય જો !
વાનગીઓ ખાવાની આશાઓ સાથે, ફટાકડા ફોડવા બાળકો તલપાપડ થાય જો !….૩
નારી- બાળ આનંદ સાથે, પુરૂષો પણ હૈયે ખુશીઓ લાવે જો !
નવા વર્ષના નવા નવા કપડા ખરીદી સાથે, મિઠાઈ ફટાકડા લાવે જો !….૪
હજુ દિવાળીનો દિવસ નહી ને દીવડા જ્યોત હોય જો !
એવા આંનંદમય વાતાવરણે, ચિંતાઓ દુર ભાગે જો !….૫
“લક્ષ્મી પુજન ” “ચોપડા પુજન ” સાથે, ગુજરાતી પરિવારે ભક્તિરસ ઉભરાય જો !
અને, નવા વર્ષને ભેટવા, સૌ આનંદમય હોય જો !…..૬
બસ, આવા વિચારોમાં ડુબી, ચંદ્રહૈયેથી આનંદ છલકાય જો !
” દિવાળી મુબારક ” અને ” નુતન વર્ષાભિનંદન ” સૌને કહેતો જાય જો !….૭
 
કાવ્ય રચના…..ઓકટોબર, ૧૦, ૨૦૦૮         ચંદ્રવદન 
 
 

બે શબ્દો

આજે દિવાળીનો શુભ દિવસ અને આ કાવ્ય રચના પ્રગટ કરતા ઘણો જ
આનંદ થાય છે…સૌને દિવાળીની શુભેચ્છાઓ અને નવું વર્ષ સર્વ પ્રકારે
આનંદમય, તંદુરસ્તીભર્યું અને લાભભર્યું નિવડે એવી મારી અંતરની
પ્રાથના છે……..ચંદ્રવદન
 
GREETINGS
As of October, 28th 2008 it the DIWALI & then the new Year of 2065 begins on October, 29th 2008.
WISHING YOU ALL HAPPY DIWALI & A PROSPEROUS NEW YEAR !
Dr.Chandravadan Mistry & Family.
ORIGINALLY INTENDED TO PUBLISH THIS POST ON THE DIWALI DAY….BUT NOW I AM PUBLISHING A BIT EARLIER DURING THE HAPPY PRE-DIWALI PERIOD & EXTENDING MY GREETINGS TO YOU ALL!
 
TODAY it is Saturday, October, 25th & it is VAAGBARASH…..& TOMORROW it wil be Sunday, October,26th & DHANTERASH……All the BEST WISHES !
 

ઓક્ટોબર 25, 2008 at 8:47 પી એમ(pm) 18 comments

જન્મ જયંતિ…શરદ પુનમ અને હું

જન્મ જયંતિ…શરદ પુનમ અને હું

આજે મારી તો આવતી કાલે તમારી..અને ગઈ કાલે કોઈની હશે.
આ પ્રમાણે, માનવીઓ આ જગતમાં જીવતા જીવતા ખુશી માણે.
કિન્તુ, પશુ,પ્રાણી, દરેક જીવનો જન્મ થયાના કારણે સૌની
” જન્મ જયંતિ ” તો હોય જ….શું માનવીઓ સિવાય બીજા જીવો
એને ઉજવતા હશે ? ખુશી અનુભવતા હશે ? કોઈ કહેશે કે આવો
પ્રષ્ન કરવો યોગ્ય ના કહેવાય…ત્યારે હું પ્રષ્ન કરૂં કે આપણા પુરાણોમાં
પુર્વ જન્મના ઉલ્લેખે પ્રાણી-વાચાનો ઉલ્લેખ કેમ કર્યો છે ?
ચાલો હવે, મારી જ વાત કરૂં….મારો જન્મ ઓકટોબર માસે અને
તારીખ પ્રમાણે એક જ દિવસ કિન્તુ, તીથી પ્રમાણે આ બેનો મેળ ના
રહે…તો શું જીવનના ઉલ્લેખમાં હવે તારીખનું મહત્વ વધ્યું ?
અને, આ વિષયે, મારો જન્મ ૧૯૪૩માં  શરદ પુનમ ના દિવસે
થયો હતો. આગલી પોસ્ટમાં ” શરદ પુનમની રાતે કાનો રાસ રમે “ના
કાવ્ય સાથે લખેલ ‘ બે શબ્દો “માં મેં લખ્યું  હતું કે શરદ પુનમના
દિવસે મને ખુબ જ ખુશી હોય અને કારણ કહ્યું ન હતું…..તો, હવે,
તમે જાણી ગયા ને?
આ વર્ષ મારી ૬૫મી જન્મ જયંતિ…..પણ, હું તો ઓછી વય
ગણું છું…..૧૯૮૯ના સેપ્ટેમ્બર ૧૭ના દિવસે જ્યારે પ્રભુક્રુપા
થકી મારૂં સફળતા સહીત હાર્ટનું  ઓપરેશન થયેલ અને મને
નવજીવન મળેલું ત્યારથી ફરી જન્મ ગણી હું પોતાને એક
બાળરૂપે નિહાળું છું. તો. એ આધારીત. ફક્ત ૧૯ વર્ષ થયા !
જય શ્રી કૃષ્ણ ! ….ચંદ્રવદન
FEW WORDS
This post was to be published earlier after SHADAD POONAM…..but I was away for several days away & just returned from SOUTH CAROLINA & I was wondering whether to publish it OR not……Then, I decided to publish it as a NEW POST…..I hope you all will receive it well…..Jai Shree Krishna!  >>>CHANDRAVADAN

BIRTHDAY…SHARAD POONAM & ME

I was born in Gujarat, India at Vesma..It was the month
of October & as per TITHI it was the day of SHARAD POONAN.
Now, you can understand my personal happiness each year
on the day of Sharad Poonan  Yes, the Date I wss born do not match
with Sharad Poonam Day but as long as I live Sharad Poonam
Day will  remain in my heart as the BIRTHDAY !
CHANDRAVADAN

ઓક્ટોબર 24, 2008 at 12:31 એ એમ (am) 10 comments

શરદ પુનમની રાતે કાનો રાસ રમે

 

 
 
 
 

શરદ પુનમની રાતે કાનો રાસ રમે

શરદ પુનમની રાતલડીએ…કાનો મારો તો રાસ રમે, રાસ રમે,
કાનો તો વ્રંદાવનમાં જાય રે રાધા સંગે,
એ તો રાસ રમે રાધા સંગે, રાધા સંગે,
હાલો….જોવાને જઈએ, જોવાને જઈએ !…..શરદ…૧
કાનો તો વ્રંદાવનમાં હવે ગોપ-ગોપીઓ સંગે,
એ તો રાસ રમે ગોપ-ગોપીઓ સંગે, ગોપ-ગોપીઓ સંગે,
હાલો…જોવાને જઈએ, જોવાને જઈએ !…શરદ….૨
આવ્યું છે જોવાને સારૂ ગોકુળીયુ ગામ રે
આવ્યા છે જોવાને દેવ-દેવીઓ આજ રે,
હાલો…જોવાને જઈએ, જોવાને જઈએ !….શરદ….૩
જાશો તમે તો કાનો મારો રમશે તમારી સંગે,
અને, ચંદ્ર કહે…તરશો તમે આ ભવસાગર કાના સંગે,
હાલો….જોવાને જઈએ, જોવાને જઈએ !….શરદ….૪
કાવ્ય રચના…ઓકટોબર, ૮, ૨૦૦૮   ચંદ્રવદન
 
 

બે શબ્દો

આજે શરદ પુનમના દિવસે આ પોસ્ટ પ્રગટ કરતા આનંદ થાય છે.
નવરાત્રી બાદ, આ શુભ દિવસ મારા હૈયામાંથી કદી ભુલાય તેમ નથી.
એનું શું કારણ એ આજે કહેવું નથી.
આ કાવ્ય રચનામાં શરદ પુનમ સાથે કાનાને જોડી મેં આપ સૌને
કૃષ્ણ- ક્રુપા મેળવવા બોલાવ્યા છે….તો, જરૂર વેબસાઈટ પર આવી
રચના વાંચી હૈયે કૃષ્ણ-સ્મરણ કરશો તો મને ખુબ જ ખુશી હશે.
જય શ્રી કૃષ્ણ સૌને ! …….ચંદ્રવદન
 
 
 
 
 
 

ઓક્ટોબર 14, 2008 at 12:46 પી એમ(pm) 6 comments

આજના દિવસની ખુશી

 

 
 

આજના દિવસની ખુશી

આજે “કોલંબસ ડે ” અને અમેરીકામાં એને એક “ફેડરલ હોલીડે “તરીકે
માનવામાં આવે છે. આ દિવસ દર વર્ષ ઓકટોબર માસે આવે. આ વર્ષ
સોમવાર, તારીખ, ૧૩. ૨૦૦૮ના દિવસે આ તહેવાર આવ્યો છે.
આજે આ પોસ્ટ પ્ર્ગટ કરતા હૈયે ખુબ જ ખુશી છે કારણ કે આજ દિવસે
મારો તારીખ પ્રમાણે જન્મદિવસ પણ છે. ફરી અવો સંગમ ક્યારે હશે
એની તો ખબર નથી.
આ મારી ૬૫મી વર્ષગાંઠ..આ દિવસ જોવાની તક પ્રભુએ જ આપી
છે. એ માટે હું પ્રભુનો પાડ માનું છું. હવે પછી કેટલી વર્ષગાંઠો હશે
એ હું ના જાણું…એ પ્રભુના હાથમાં છે !
આજે સૌને ” જય શ્ર્રી કૃષ્ણ ” અને પ્રાથના કે તમો ખુશીમાં હોય તો
તમારી ખુશીઓ વધે…..તમો કોઈક ચિંતામાં હોય તો તમારી ચિંતાઓ
દુર થય….અને,તમો પ્રભુપંથે ના હોય તો તમો ભક્તિના માર્ગે સફર્
કરવા પ્રભુ તમોને પ્રેરણા આપે !
બ્લોગ પર આવતા રહેશોને ?
ચંદ્રવદન

ઓક્ટોબર 13, 2008 at 2:31 એ એમ (am) 17 comments

વેબજગતમાં ચંદ્રપૂકારની સાઈટ

 

 

 

 
 
  
 
 
 
Blog of the Day: Chandra Pukar

icon1 tarun | icon2 Gujarati Blogs | icon4 10 1st, 2008| icon31 Comment »
The GujaratiBloggers blog of the day for Wednesday, October 1 is Chandra Pukar by Dr. Chandravadan Mistry.
On Chandra Pukar Dr. Mistry writes poems, cultural information, about various religious events and more.
chandra-pukar
He also keeps the blog updated with the festivals which are celebrated in Gujarat. And obviously the Chandra Pukar currently highlights the world’s longest dance festival Navratri.
This big blog has received more than 16,385 hits during its lifespan of about 1 year.
We have posted the profile of Dr. Mistry earlier.
You can read the latest blog post on Chandra Pukar “Navratri Re Avi” by clicking
www.chandrapukar.wordpress.com
 
 
 
 
 
 

હાસ્ય દરબાર

આજે છે આસો સુદ સાતમ.સાતમું નવલું નોરતું.તો આજે પ્રસ્તુત છે એક વધુ ગરબો.પણ જાણો છો આ ગરબાની વિશેષતા શું છે…? આ ગરબાના રચયિતા છે આપણા નવા મિત્ર ડો.ચંદ્રવદન મિસ્ત્રી. આમ પણ હવે જ્યારે ગુજરાતી સાહિત્યનો ચસકો લાગ્યો છે ત્યારથી ગુજરાતી રચના માણવા ખાંખાખોળા તો કરતો જ હોઉં છું તો આમ જ મને મલી ગયો ડો.ચંદ્રવદન મિસ્ત્રીનો બ્લોગ ચન્દ્રપુકાર.અને ખરેખર તેઓ ખૂબ સારી રચનાઓ લખે છે.અને બસ મન થયું કે તેમને મનના વિશ્વાસને દ્વારે આમંત્રણ પણ આપી દીધું.તેઓ અહીં આવ્યા અને મહેમાનગતી સાથે સાથે તેમની રચનાને મૂકવાની પરવાનગી પણ આપી તો માણો તેમના આ ગરબાને.અને હાં તેમના વિગતવાર રચનાઓને માણવા તેમના બ્લોગ ચન્દ્રપુકારની પણ મુલાકાત જરૂરથી લેજો.

 

 

કવિલોક

ગુજરાતી કવિતાનો રસથાળ

 

 

પ્રભુ તને કેવી રીતે ભજું? – ચંદ્રવદન મિસ્ત્રી (Chandravadan Mistry)

પ્રભુ તને કેવી રીતે ભજું?
પ્રભુ, તને કેવી રીતે ભજુ?
કોઈ કહે આમ કર,
કોઈ કહે તેમ કર,
હવે, તું જ કહે હું શું કરું ?.. ટેક
 

બે શબ્દો

આજે ગુરૂવાર, તારીખ ૯, ઓકટોબર, ૨૦૦૮ અને સવંત ૨૦૬૪ના આસો માસ વદ ૧૦
એટલે વિજયાદશમી / દશેરાનો શુભ દિવસ. ગઈ કાલે જ નવરાત્રી પુર્ણ થઈ. આજે
ચંદ્રપૂકારની વેબસાઈટ પર જે પોસ્ટ પ્રગટ કરી તેનાથી મને બહું જ આનંદ થાય છે.
પોસ્ટની શરૂઆતે શ્રી ગણેશનો ફોટો મુક્યો છે. આજે મેં આ પોસ્ટ શ્રી ગણેશનું સ્મરણ
કરી મુકી છે, તમે આ પોસ્ટ વાંચો ત્યારે શ્રી ગણેશના દર્શન કરી, વંદના કરી એમની
ક્રુપા મેળવી આ પોસ્ટ વાંચશો એવી આશા.
આ પોસ્ટમાં ૪ ઘટનાઓનું વર્ણન છે…..જે શક્ય થયું એમાં પ્રભુની ક્રુપા નિહાળવી રહે.
પ્રથંમ, તરૂણભાઈ પટૅલે જે  GUJARATIBLOGGERS.com નો બ્લોગ શરૂ કરેલ
એમાં ઓકટોબર, ૧, ૨૦૦૮ના દિવસે મારા બ્લોગ ચંદ્રપૂકાર ને BLOG of the DAY
તરીકે ગણી પોસ્ટ મુકી…..આ જ્યારે વાંચ્યું ત્યારે મારા હૈયે ખુશી હતી.
ત્યારબાદ,  ” હાસ્ય દરબાર “ની વેબસાઈટ પર તારીખ સેપ્ટેમ્બર,૨૭, ૨૦૦૮ના
દિવસે એક પોસ્ટ હતી તેમાં પ્રગટ કરેલ માહિતીમાં FASTEST GROWING
WORDPRESS.COM BLOGS ના લીસ્ટમાં ચંદ્રપુકાર સાઈટ બીજા નંબરે
હતી…..એ  જાણી, મારા હૈયે ઘણી જ ખુશી હતી.
ત્યારબાદ, ” મન નો વિશ્વાસ ” ની વેબસાઈટ પર ” સાતમું નોરતુ “ના પોસ્ટરૂપે
મારી રચના ” નવરાત્રી રે આવી ” પ્રગટ થઈ….એ વાંચી  મારા હૈયે ખુબ, ખુબ
ખુશી થઈ…અને ઘણા સમય પહેલા ” કવિલોક ” ની સાઈટ પર મારી એક રચના
” પ્રભુ તને કેવી રીતે ભજું ? “તેનું યાદ આવ્યું.  ” મન નો વિશ્વાસ “ના  હિતેશકુમાર
ચૌહાન તેમજ ” કવિલોક “ના દિલીપભાઈ પટેલ (બન્ને ડોકટરો )…આ બે વ્યક્તિઓને
રચના પ્રગટ કર્યાનો આભાર દર્શાવ્યો હતો.
હવે, તમે જે કોઈ આ પોસ્ટ વાંચશે તેઓ સૌને પ્રતિભાવ આપવા વિનતી છે. જે કંઈ
ચંદ્રપૂકાર સાઈટ દ્વારા શક્ય થયું તેમાં સૌનો ફાળો છે કારણ કે તમે જ મહેમાન બની
ફરી ફરી સાઈટ આવ્યા હતા અને બાળરૂપી સાઈટને પુષ્પ બનાવ્યું હતું. તમો સૌનો
હું ખુબ જ આભારીત છું…….ચંદ્રવદન
 

ઓક્ટોબર 9, 2008 at 12:16 પી એમ(pm) 4 comments

નવરાત્રી….NAVRARTI

 

આજે સોમવાર, અને નવરાત્રીનો સાતમો દિવસ…ાને બુધવાર,તારીખ ઓકટોબર,૭,૨૦૦૮ના રોજ આ વર્ષનો ઉતસવ સમાપ્ત થશે……તો, આજે આ પોસ્ટ પ્રગટ કરી સૌને “જય અંબે ” કહેવાની તક લીધી છે…..આશા છે કે સૌ પધારી વાંચશે, અને પ્રતિભવો પણ આપશે……ચંદવદન

 
 
 
 
 
 

નવરાત્રી….NAVRARTI

 
નવરાત્રીનો ઉત્સવ એટલે પ્રભુને માત-શક્તિમાં નિહાળી ઉજવવાના
દિવસો. હિન્દુ ધર્મની શરૂઆત કેવી રીતે થઈ તેની ચર્ચા કર્યા
વગર વિશ્વના માનવ ઈતિહાસને નિહાળીએ તો માનવીએ પ્રથંમ
સ્વીકાર એવો કર્યો કે એક મહાન વ્યક્તિ કે એક પરમ શક્તિ
આધારે જગતમાં બધું જ નભી રહ્યું છે પહેલા ધરતી પર
પર્વત, નદી, સાગર વિગેરેને મહા- શક્તિ સ્વરૂપ આપ્યું અને
એનું પુજન કર્યું….આકાશ તરફ નિહાળી ગ્રહો અને સુર્યનું
પુજન કર્યું……ત્યારબાદ, અનેક વિચારધારાના પરિણામે
” પરમ તત્વ “ને પ્રભુ કે બ્રહ્મ કે ઈશ્વર નામ મળ્યું. જે અનેક
નહી પણ ” એક છે “. અને માનવ બુધ્ધિ પ્રમાણે એ
પરમ તત્વને નર- નારી સ્વરૂપે નિહાળતા એમાં સમાયેલ
શક્તિ-ગુણોને નારી-સ્વરૂપે માતા સ્વરૂપ મળ્યું……એ
માતશક્તિ એ જ જગદંબા…જેને અંબા, દુર્ગા, બહુચરા
વિગેરે નામો આપવામાં આવ્યા.
” નવરાત્રી ” એટલે નવ રાત્રીઓ…..નવ દિવસ્રે રાત્રીના
સમયે માતાજીના ગુણલા બરબા ગાતા ગાતા ઉજવાય છે.
આ ઉત્સવ ગુજરાતમાં ઘણા જ આનંદથી ઉજવાય છે
જે થકી જ્યારે જ્યારે નવરાત્રીનું નામ બોલાય ત્યારે
ત્યારે ગુજરાત કે ગુજરાતીઓનું નામ આપોઆપ
જોડાય જાય છે….જાણે ગુજરાતીઓની એક ઓળખ
બની ગઈ છે.
જે પ્રમાણે માતાજીનો મહિમા ગુજરાતમાં નવરાત્રી
તરીકે ઉજવાય તે પ્રમાણે બંગાળ ઓરીસ્સા વિસ્તારે
” દુર્ગા પુજા ” ઉત્સાહથી ઉજવાય છે.હું જ્યારે
ઓરીસ્સાની મેડીકલ કોલેજમાં ભણતો હતો ત્યારે
દુર્ગા માતાની શરગાણેલી મુર્તિઓ ગામો ગામે
શહેરો શેહરે અનેક ઘર-આંગણે નિહાળવાનું
મારા ભાગ્યમાં હતું. આ કદી ના ભુલાશે.
નવરાત્રી બારે મેં મારી સમજ પ્રમાણે લખ્યું.
જો કઈક ભુલ થઈ હોય ક્ષમા ચાહું છું.
NAVRATRI
Navratri is the celebration of the Divine
as  the Motherly Figure ( MATAJI ). Since
this celebration lasts for 9 nights ( RATRI )
it is called  NAVRATRI. Each night of the
celebration is dedicated to the Mataji & expressed
as the folk-dance (GARBA ) in which the praises
to the Mataji are sung with the music. Each night
ends wth an AARTI (Prayer with the Lights )
After the 9 nights the 10th night is called DASHERO.
The Navratri Celebrations are very popular in GUjarat,
India. In West Bengal & Orissa region of India this
period is celebrated as DURGA PUJA.
To those, who can not read Gujarati I hope this
brief explanation in English is helpful & it is my
request to those who read this post encourage
their children to read this….& may the young
generation keep our rich heritage.
CHANDRAVADAN

ઓક્ટોબર 6, 2008 at 12:32 પી એમ(pm) 5 comments

ખોડીયાર માત રંગ

 

 

 
 
 
     ખોડીયાર માત રંગ
                રંગ લાગ્યો, રંગ લાગ્યો,
               ખોડીયાર માત, મને તારો રે રંગ લાગ્યો  (ટેક)
           
               તું છે મારી માવડી,
               ભવપાર તરવાની રે નાવડી,
                                   રંગ લાગ્યો…(૧)
               આ છે સંસાર- સાગર,
               તરવો છે,લઇ તારો રે મારગ,
                                   રંગ લાગ્યો…(૨)
               માતા તારી ક્રુપા છે અપરંપાર,
               ચંદ્ર કહે, લૈ શરણું તારૂ,હું તો તરીશ આ રે ભવસાર
                                                        રંગ લાગ્યો…(૩)
               કાવ્ય રચના
               માર્ચ ૩૦, ૧૯૮૮
 
 

બે શબ્દો

આજે નવરાત્રીનો ત્રીજો દિવસ,,,,,નવરાત્રીના દિવસો જે મેં

બચપણમાં ગુજરાતના વેસ્મા ગામના ભુરીયા ફળીયે નિહાળેલા

તે કદી પણ ભુલાય તેમ નથી.

અમારી કુળદેવી ખોડીયાર માતા છે…..નવરાત્રીના દિવસોમાં

કુળદેવીના  સ્મરણ સાથે, ફળીયા વચ્ચે માટલીઓ અને દીવાઓ

મુકી, ફળીયાવાસીઓ/ ગામવાસીઓ જે આનંદમાં ગરબાઓ ગાતા

તે કદી પણ ભુલાય તેમ નથી…એ દ્રશ્ય તો મારા હૈયામાં અમર

છે,

બસ, આ હ્રદયભાવથી જ “ખોડિયાર માત રંગ “ના કાવ્યની

રચના ૧૯૮૮માં થઈ હતી. નવરાત્રીના ઉત્સવે આ કાવ્ય

  ” ચંદપૂકાર ” પર પ્રગટ કરી, કુળદેવી ખોડીયાર માતાને

યાદ કરવાની તક લીધી છે. તમે અંબામાતાને કે તમારી

કુળદેવીને યાદ કરી, આ પોસ્ટ વાંચવા પધારશો….અને

“એ શબ્દો ” પતિભાવરૂપે આપશોને ?….ચંદ્રવદન

ઓક્ટોબર 2, 2008 at 2:14 પી એમ(pm) 5 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,630 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031