Posts filed under ‘Uncategorized’

હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં “મંડલ પુજા” ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY

 

Inline image 1

 

 

હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં  “મંડલ પુજા” ઉત્સવ

૨૦૧૫ના મે મહિનાના ત્રીજા અઠવાડીયે મંદિરમાં સ્થાપન થયેલી મુર્તિઓ માટે “પ્રાણ પ્રતિષ્ઠા”ની પુજા હતી અને ત્યારબાદ મંદિરના દ્વારો પ્રભુ-દર્શન માટે ખુલ્યા.

બેન્ગલોરથી આવેલા પૂજારી પંડીત સીવમુર્તિજીએ દરરોજ પ્રભુસેવા કરતા રહ્યા, અને પ્રભુભક્તો મંદિરે પધારી શ્રી વિષ્ણુજી અને અન્ય દેવ-મુર્તિઓને વંદન કરી પોત પોતાની રીતે પ્રાર્થનાઓ કરતા ખુશી અનુભવતા થયા.

આવા ભક્તિમય વાતાવરણમાં જે પ્રમાણે મંદિર પૂજારી જે ભાવ સાથે રોજની પૂજા કરતા તે નિહાળી સૌએ હૈયે આનંદ અનુભવ્યો.

રોજના ક્રમ પ્રમાણે પૂજા/પ્રાર્થના થતી રહી.

૧૭મી જુન ૨૦૧૫થી અધીક યાને પુરુસોત્તમ માસ શરૂ થતા, ભક્તોને “પુરુસોત્તમ માસ વૃત્ત કથાઓ”નું વાંચન કરવાનો નિર્ણય લીધો.

અને. મંદિર કમીટીએ શનિવાર અને ૧૧મી જુલાઈ ૨૦૧૫ના દિવસે “મંડલ પૂજા”ઉત્સવનું જાહેર કર્યું અને આ ચાર કલાકોની પૂજાવિધી વિષે સૌને જાણ કરી.

મંડલ પૂજા શું છે ?

“મંડલ” એ સંસ્ક્રૂત શબ્દ છે અને એનો  અંગ્રેજી અર્થ છે “સરકલ” (CIRCLE ) .

હિન્દુ વિચારધારા આધારે “મંડલ” એ એક ધર્મ કે વિધીના પ્રતિકરૂપે “બ્રહ્માંડ”ના દર્શન આપે છે. “કોસમીક” શક્તિરૂપે અનંત યાને “ઈનફીનીટી”(INFINITY) સાથે જોડી આપણે સૌને દેહ અને દેહની “અંદર અને બહાર”અને એનાથી પણ વધુ શક્તિનું પ્રમાણ આપે છે.

“મંડલ” અને આકારનો ઉલ્લેખ અને મહત્વ બૌધ ધર્મમાં અને અન્ય ધર્મોમાં પણ આપ્યું છે.

“મંડલ પૂજા”અને મંદિરમાં મુર્તિઓનું પૂજન વિષે શું ?

હિન્દુ ધર્મમાં દરેક માસ સાથે ધાર્મિક મહ્ત્વ જોડાયેલ છે.

કેરાલામાં ૪૧ દિવસની પૂજા તેમજ અન્ય ઉપવાસના સમય બાદ પ્રભુને માટે મહાપૂજા છે “મંગલ પૂજા” જે ૨૦૧૫માં “ઓનમ” બાદ ડીસેમ્બર ૨૦૧૫માં છે.

આપણા “હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલી”માં “પ્રાણ-પ્રતિષ્ઠા”ની પૂજા બાદ,શનિવાર ૧૧મી જુલાઈ ૨૦૧૫ના શુભ દિવસે આ પહેલી “મહાપૂજા” છે.

અત્યારે સેવા આપી રહેલા પૂજારી સીવમુર્તિજી સાથે બીજા બે પૂજારી સાથે મળીને મંદિરે “શ્રી વિષ્ણુજી” અને “ગણેશજી, શીવ પરિવાર, હનુમાનજી, રામ પરિવાર અને રાધા-કૃષ્ણ”ની પૂજા કરી “હવન” કરી મંત્રો સાથે પ્રાર્થના કરશે. પૂજા-વિધી આસરે ૪ કલાકોની હશે. બપોરે ૧૨ પછી આ પૂજા પુર્ણ થતા “મહા પ્રસાદ”રૂપે ભોજન હશે.

તો, આ ઉત્સવ માટે આશાઓ કેવી ?

એન્ટેલોપ વેલી વિસ્તારે જે રહે છે તેઓને વિનંતી કે શક્ય હોય તો ઉત્સાહ સાથે ભાગ લઈ આનંદ માણજો.

સાથે, સૌને બીજી વિનંતી >>> તમે મિત્રો કે સગાસ્નેહીઓને જાણતા હોય તો, આ ઉત્સવ વિષે કહી આમંત્રણ આપશો. એમને પણ “પૂજા” તેમજ “પ્રભુદર્શન”નો લ્હાવો મળે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

 

FEW WORDS…

What is the MANDALA PUJA ?

MANDAL is a Sanskrit Word meaning CIRCLE.

The CIRCLE without the BEGINNING or the END, representing the UNIVERSE as per the HINDU Philosophy.

In Hindu Scriptures, the MANDAL with the SQUARE with 4 GATES is seen.

In the BUDHDHA Dharma, and even in other religions, the importance of the MANDAL is noted.

In the COSMIC ENERGY sense, within & outside of the BODY and beyond the MIND it is the INFINITY.

 

 The Relation of the Mandala Puja at the Mandir and its Significance ?

The Hindu Calender regards ALL months with “some” religious significance, But…SOME MONTHS are very SPECIAL.

The Month of SHRAVAN….or every 3 years ADHIK or PURUSOTTAM Mas.

The Seasons play an important roles too.

In Kerala the coming of ONUM each year.The Temple @ Kerala will have the MANDALA PUJA in December 2015 after the celebration of the Onum.

For our Temple @ LANCASTER….the MANDALA PUJA is to be on SATURDAY,11th JULY 2015.

After the MAJOR PUJA of the PRAN PRATISTHA in May 2015, this will be the 1st MAHA PUJA of almost 4 hours conducted by 3 PUJARI.The Murti of Lord Vishnu & other Deities ( Ganesh, Shiv Parivar, Hanuman, Ram Parivar and Radha-Krishna) will be adored & prayed to with the sacred MANTRAS and then the HOMAM or the HAVAN with the sacred FIRE.

The Temple Pujari Pandit Sivmurty along with 2 others from other cities of U.S.A. will be involved in this Ceremony.

After the completion of the Puja, there will be the LUNCH as the MAHA-PRASAD.

 

What is my Appeal ?

Those who reside in the ANTELOPE VALLEY…please spare your time & attend the Ceremony. May you be INSPIRED by GOD.

Those of you who have the FRIENDS or RELATIVES nearby, please INFORM & INVITE them for this event.

May GOD’s BLESSINGS be showered on All !

 

Dr. Chandravadan Mistry

 

જુલાઇ 7, 2015 at 9:55 પી એમ(pm) 6 comments

હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં “પ્રાણપ્રતિષ્ઠા”નો ઉત્સવ

 

 

 

 

હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં “પ્રાણપ્રતિષ્ઠા”નો ઉત્સવ

“એન્ટેલોપ વેલી”નામે દક્ષિણ કેલીફોર્નીઆ સ્ટેટમાં એક વિસ્તાર છે, જેના બે મુખ્ય શહેરો છે (૧) લેન્કેસ્ટર  અને (૨) પામડેલ.

આ વિસ્તારે ૧૯૬૦ પછી અને ખાસ કરીને ૧૯૮૦ના સમયગાળામાં એનેક હિન્દુઓ સ્થાયી થઈ વસવાટ શરૂ કર્યો.

તેમ છતાં, આ વિસ્તારે એક પણ મંદિર ના હતું.

એવા સમયગાળામાં અનેક ધર્મ-પ્રેમીઓ લગભગ ૧૦૦ માઈલની ટ્રીપો કરી મંદિરો જઈ પ્રભુ-દર્શનની આશાઓ પુરી કરતા.

સૌના હૈયે એક જ વિચાર હતો “અહીં પણ એક મંદિર હોવું જોઈએ !”

૧૯૮૦ બાદ….આ વિચાર સૌના મનમાં “એક સ્વપના” રૂપે રહ્યો.

મારા મનમાં પણ એ જ વિચાર જાગૃત રહ્યો…..મને શ્રધ્ધા હતી કે “પ્રભુ-કૃપાથી એક દિવસ અહીં મંદિર હશે જ !”

૨૦૦૦ની સાલ શરૂ થઈ.

અહીં “ઈન્ડીયન કલચરલ એસોસીએશન”નામે સંસ્થા પણ હતી.

અને….એંતે ડો. અનિલ કુમારને પ્રભુપ્રેરણા મળી. અને એવી પ્રેરણા થકી એમણે પોતાની માલીકીની જમીન મંદિર માટે દાન આપવા નિર્ણય લીધો અને “અન્યને પ્રેરણા” આપી….અને આ માટે રસ જાગૃત રાખી એમણે અન્યને દાન સહકાર આપવા માટે પ્રેરણા આપી.

અને સર્વ મહેનતના ફળરૂપે જાન્યુઆરી,૧૪, ૨૦૧૩માં મંદિર બાંધકામ માટે લેન્કેસ્ટર શહેરે “ભૂમીપૂજન” થયું.

મંદિર બંધાતું રહ્યું.

અંતે …..મે ૨૦૧૫માં મુર્તિઓનું સ્થાપન બાદ, ૨૦મી મે, ૨૦૧૫થી ૨૪મી મે ૨૦૧૫ના દિવસોમાં “પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ”નું નક્કી થયું.

આ કાર્ય માટે મુખ્ય પૂજારી બેન્ગલોર શહેર નજીકના શંક્રાચાર્ય પીઠના આચાર્ય હતા. એમની સાથે  એમેરીકાથી જુદા જુદા શહેરોથી પધારેલ ૪ પંડિતો હતા. એમની સાથે હતા આ નવા મંદિરના પૂજારી (સીવમુર્તિજી ). આ પ્રમાણે ૫ પંડિતોએ આ પૂજા-ઉત્સવ માટે ભાગ લીધો હતો.

બુધવાર અને ૨૦મી મે ૨૦૧૫ ઃ

સવારે ૯ના સમયે, સ્વસ્તિ વચનમ, ગુરૂપ્રાર્થના, ગણેશ, અંબિકા પૂજા, મહાસંક્લપ, પુન્યહવાચનમ, દેવનંદી ગણપતિ હવન અને નવગ્રહ હવનનું કાર્ય પુર્ણ થયું.

એ બાદ બપોરના જમણરૂપી મહાપ્રસાદ.

 ત્યારબાદ,સાંજના ૬ કલાકે સ્થળશુધ્ધિ, અનકુરપના અને રક્ષગોહન હવન, સુદર્શનમ હવન અને વાસ્તુ હવનનું કાર્ય, અને અંતે પયસબલીદાન અને શુભવાક્યમની પૂજા.

એ બાદ,રાત્રીના ૯ પછી ભોજનરૂપી મહાપ્રસાદ.

ગુરૂવાર અને ૨૧મી મે, ૨૦૧૫

આ શુભ દિવસે પૂજાની શરૂઆત સવારે સાડા આઠ વાગે થઈ.

જેઓએ કળશ માટે દાન સહકારનો સંક્લપ લીધો હતો તે ૫૦ વ્યક્તિઓએ મંદિર પધારી, સંક્લપ માટે “કણકણબંધન” તેમજ જળ,ધાન્ય (ધન) અને સપ્તાધીવાસા પૂજામાં ભાગ લેવાની ઘડી હતી.

બપોરના ૧૨ બાદ ઃ 

ભોજનરૂપી મહાપસાદ.

સાંજના ૬ થી ૯ના સમયે  ઃ

“અધીવાસ હવન” અને “શિખરધીવાસ હવન”ની પૂજા સાથે વિવિધ પૂજાઓ

૯ કલાકના સમય બાદ ઃ

રાત્રીનું ભોજન યાને મહાપ્રસાદ.

શુક્રવાર અને ૨૨મી મે, ૨૦૧૫

સવારે ૪-૫ના સમયે “શાંતીપ્રાક્ષિત, પ્રતિસ્થા નદી સાધના, કળશવિધિ”હવનો સાથે વિષ્ણુનામોનું રટણ વિગેરે અનેક પૂજાઓ

બપોરના ૧૨ બાદ ઃ

બપોરનું મહાપ્રસાદરૂપી ભોજન

બપોરના ૧ પછી વિષ્ણુ સહસ્ત્ર નામ રટણ સંક્લપ અને શરૂઆત ( અનેકે જે માટે ભાગ લીધો )…..આવી શરૂઆત બાદ આ રટણ બીજા દિવસોએ ચાલુ રાખી કુલ્લે ૧૦૮ વાર કરવાનો સંક્લપ હતો.

સાંજના ૬-૯ના સમય દરમ્યાન અન્ય પૂજાઓ સાથે “પાલકી ઉત્સવ” હતો….વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની નાની મુર્તિઓ પાલકીમાં મુકી મંદિરના ફરતે ૩ પદક્ષિણા કરવામાં આવી. સૌએ પાલકી ઉંચવા માટે ભાગ લઈ આનંદ અનુભવ્યો.

સાંજના ૯ બાદ ઃ

મહાપ્રસાદરૂપી  ભોજન.

શનિવાર અને ૨૩મી મે, ૨૦૧૫

સવારે ૮થી ૧૨ના સમયમાં

એક અગત્યની પૂજારૂપે “રુદ્ર હવન” હતો.

બપોરના ૧૨ બાદ ઃ

બપોરના ભોજનરૂપે મહાપસાદ હતો.આ પ્રસાદ માટે ફાળો આપવાની તક અમારા પરિવારને મળી એ માટે મારા તેમજ પત્ની કમુના હૈયે ખુબ જ આનંદ હતો.

બપોર અને સાંજના સમયે ઃ

ભજન અને ભરત-નાટ્યમ વિગેરે નો કાર્યક્રમ હતો.

સાથે અનેક પૂજાઓ હતી ..તેમાં “કળશ-પૂજન” હતું

રાત્રીના ૯ના સમય બાદ ઃ

મહાપ્રસાદરૂપી ભોજન હતું.

રવિવાર અને ૨૪મી મે, ૨૦૧૫

આ શુભ દિવસે “મહાવિષ્ણુ હવન” અને “આધીવાસ હવન”સાથે કળશભિશેક વિગેરે પૂજાવિધિઓ હતી.

આ શુભ કાર્ય સાથે મંદિરનું ઉદઘાટન હતું.

બપોરના ૧૨ બાદ ઃ

જ્યારે પૂજાઓ પુર્ણ થઈ અને સૌએ આનંદ સાથે બપોરના ભોજનરૂપે મહાપ્રસાદ આરોગ્યો હતો.

અને….સાંજની “આરતી” માટે ભાગ લીધો હતો.

ઉપર મુજબ મેં ૫ દિવસના “મહોત્સવ”નું વર્ણન કર્યું.

 નવા મંદિરે થતી “પ્રાણપ્રતિષ્ઠા”પૂજામાં હાજરી આપી આનંદ મેળવાની ઘડી મારા જીવનમાં આ પ્રથમ હતી. મારા પત્ની કમુ માટે પણ આ પ્રથમ ઘડી હતી.

અમે બંને પોતાને “ભાગ્યશાળી” સમજીએ છીએ….કારણ કે આવી ઘડી કોઈકને જ મળે. તો, પ્રભુએ કરેલી “કૃપા” સમજીને હું પ્રભુનો પાડ માનું છું.

આ પ્રાણપ્રતિષઠાની પૂજાનું નક્કી કરવામાં આવ્યું તે પહેલા મે મહિનામાં જ શુભ દિવસોનું નક્કી કરી, મુર્તિઓની સ્થાપનાઓ થઈ હતી.

પ્રથમ મંદિરના મધ્યમમાં મોટી શ્રી વિષ્ણુ ભગવાનની મુખ્ય મુર્તિની સ્થાપના કરવામાં આવી.

ત્યારબાદ….શ્રી શીવ પરિવાર….શ્રી હનુમાન….શ્રી રામ પરિવાર….અને અંતે શ્રી રાધા-કૃષ્ણ.

મુખ્ય વિષ્ણુ-મુર્તિની બે બાજી ત્રણ ત્રણ ગોખલાઓ રાખ્યા છે તે પ્રમાણે કુલ્લે ૬ અન્ય મુર્તિઓ થાય તેમાંથી ૪ ઉપર મુજબ.

અને અંતે, ૨૦મી મે ૨૦૧૫ના દિવસે પૂજા શરૂ કરી, શ્રી ગણેશ અને શીવલીંગ સ્થાપન ૨૧મી મે ૨૦૧૫ થયું ( એક માતાની મુર્તિ ના આવી હતી એટલે માતાજીની મુર્તિનું સ્થાપન અને પ્રાણપ્રતિષ્ઠા પાછળથી થનાર છે )

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

In the past I had informed my Readers about a HINDU MANDIR  at LANCASTER of  the ANTELOPE VALLEY  Region of the SOUTHERN CALIFORNIA,U.S.A.

After the completion of the MANDIR CONSTRUCTION, and the installation of the MAIN Murti of VISHNU BHAGWAN, there were others Murti ( of GANESH, SHIV PARIVAR, HANUMAN, RAM PARIVAR and RADHA-KRISHNA, there was 5 days of PRANPRATISHTHA PUJA CEREMONY from 20th May 2015 till 24th May,2015.

These Ceremonies were done all the VEDIC RITUALS and the Main PRIEST was Shri SOMAIYAJI of the SHANKRACHARYA PITH close to BANGLORE. 4  other Priests of different  towns  of USA were there with the LOCAL MANDIR PRIEST by the name SIVAMURTY.

It was ONCE in a LIFETIME one is lucky to witness such an event. My wife & I along with OTHERS were LUCKY to be present for this EVENT.

One can go on the MANDIR WEBSITE below & know more at>>>

http://www.hindutempleav.org/the-temple.html

I hope you enjoyed this Post.

If you visit California, please VISIT our MANDIR and be BLESSED by the DIVINE.

Dr. Chandravadan Mistry

મે 28, 2015 at 1:59 પી એમ(pm) 17 comments

“મળવા જેવા માણસ”નામકરણે દાવડાજીની કલમે લખાયેલ વ્યક્તિ પરિચયનો ખજાનો

Image result for Man with Pen & Paper writing

 

 

 

“મળવા જેવા માણસ”નામકરણે દાવડાજીની કલમે લખાયેલ વ્યક્તિ પરિચયનો ખજાનો

 

એક દિવસ પીકે દાવડાજીનો ઈમેઈલ આવ્યો અને “મળવા જેવા માણસ” નામકરણે અન્ય વિષે લખવાની શરૂઆતમાં પ્રથમ “વિનોદ ગણત્રા”વિષે પરિચય હતો.

આ પહેલો લેખ વાંચી હું ઘણો જ ખુશ હતો.

આવી ખુશી સાથે મારા હૈયે બીજી વ્યક્તિની માહિતી જાણવા આતુરતા હતી.

એક પછી એક લેખ વાંચી નવી નવી વ્યક્તિઓ વિષે વાંચ્યું તેમાં થોડાને હું જાણતો હતો. જે કોઈને હું જાણતો હતો તેમના વિષે લેખરૂપે વાંચતા મને થયું કે “જે ના જાણતો હતો એવી માહિતી જાણી શક્યો”.આથી મારા હૈયે એક અનોખી ખુશી હતી.

૨૦૧૪માં આવા વ્યક્તિ પરિચયોના લેખોની શરૂઆત થયા બાદ નીચેની વ્યક્તિઓ વિષે જાણવા મળ્યું>>>>>

 

(૧) વિનોદ ગણાત્રા      (૨) હિમતલાલ જોષી       (૩) શરદ શાહ       (૪) ડો. કિશોર પટેલ         (૫) ગોવિન્દભાઈ પટેલ         (૬) બાર્બરા અને ડેવિડ         (૭) હરિકૃષ્ણ મજમુદાર         (૮) વલીભાઈ મુસા                                 

(૯) જીગ્નેશ અધ્યારૂ     ( ૧૦) વિજય શાહ      (૧૧) દિનેશ પાઠક      (૧૨) સુરેશ જાની       (૧૩) વિનોદ પટેલ      (૧૪) ડો. ચંદ્રવદન મિસ્ત્રી     (૧૫) ડો. દિનેશ શાહ       (૧૬) પ્રવિણ શાસ્ત્રી    (૧૭) મહેન્દ્ર મેહતા   

(૧૮) કૃષ્ણકાંત  ઉનડકટ       (૧૯) જયકાન્ત જાની   (૨૦) ડો. પ્રતાપ પંડ્યા       (૨૧) રમેશ પટેલ ( આકાશદીપ)   (૨૨) પારૂ કૃષ્ણકાન્ત પંડ્યા    (૨૩) અશોક મોઢવાડ       (૨૪) મેધલતા મહેતા    (૨૫) પી.કે. દાવડા

(૨૬)જુગલકિશોર વ્યાસ     (૨૭) દિપક ધોળકિયા    (૨૮)ચીમન પટેલ    (૨૯)દેવિકાબેન ધ્રુવ     (૩૦)નવીન બેન્કર   (૩૧) હિરલ શાહ    (૩૨) શંકુર સરવૈયા

 

 (૩૩) સુરેશચંદ્ર શેઠ      (૩૪)  રેખાબેન સિંધલ        (૩૫) ભુપેન્દ્ર રાઓલ      (૩૬)  ડો. ચિંતન વૈષ્ણવ   (૩૭) કેપ્ટન નરેન્દ્ર ફાણસે    (૩૮) અરવિંદ અડાલ   (૩૯) ગિરીશ ચિતલી     (૪૦) પ્રભુલાલ ટાટારીયા………………….

અને દાવડાજીની ઈચ્છા પ્રમાણે એમની કલમ ચાલુ રહે તો કુલ્લે ૫૦ વ્યક્તિઓનો પરિચય હશે.

હું તો એમના ઈમેઈલથી અજાણ કે જાણીતી વ્યક્તિ વિષેનું વાંચી આનંદ અનુભવતો. કોઈવાર તો “જાણેલી” વ્યક્તિ વિષે પણ નવી મહિતી મળ્યાનો અનુભવ થયો છે. આનું કારણ એટલું જ કે ” જ્યારે જ્યારે દાવડાજી હૈયે કોઈ વિષે જાણવાની ઈચ્છા જાગૃત થાય ત્યારે ત્યારે એમનો સ્વભાવ ઉંડાણમાં જઈ ખજાનો અને સત્ય મેળવવાની વૃત્તિ”

અનેકવાર, મેં દાવડાજી સાથે ફોન પર વાતો કરી.

મેં મળેલી માહિતી આધારે કાવ્યરૂપે કોઈ વ્યક્તિનું લખ્યું તે ભવિષ્યમાં જરૂરથી પ્રગટ કરવા વિચારૂં છું….પછી તો પ્રભુ ઈચ્છા પ્રમાણે જે થવાનું હશે તે થશે.

દાવડાજીએ લખેલા “વ્યક્તિ પરિચયો” અનેક બ્લોગો પર પોસ્ટોરૂપે પ્રગટ થઈ ચુક્યા છે અને એથી ગુજરાતી બ્લોગ જગતે વાંચ્યા જ હશે.

આ પોસ્ટ દ્વારા હું દાવડાજીને આ “ભગીરથ કાર્ય”માટે અભિનંદન પાઠવી નમન કરૂં છું

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Without creating a PERSONAL BLOG, Shree Purusottam K. Davda is very well known to MANY in the GUJARATI BLOG JAGAT.

His thinking is deep. His writings had impressed many.

His Email Communications had become the POPULAR POSTS on many Blogs.

The series of his Communications entitled “MALVA JEVA MANAS” meaning “INDIVIDUALS worth MEETING” had been published on several Blogs.

In this Post I am trying to INFORM my Readers of the INDIVIDUALS on whom he had written. Of 40, I feel honored to be ONE . I thank him for that.

I hope you enjoy this Post…prepared in the past & now belately published.

 

Dr. Chandravadan Mistry

 

 

 

મે 18, 2015 at 12:28 પી એમ(pm) 11 comments

ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્રી સાહિત્ય પરિષદ, પાલનપુરની ટ્રસ્ટ અને પુસ્તક પ્રકાશનનો યજ્ઞ !

PhotoScan

 

 

ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્રી સાહિત્ય પરિષદ, પાલનપુરની ટ્રસ્ટ અને પુસ્તક પ્રકાશનનો યજ્ઞ !

ગુજરાતી ભાષા પ્રત્યે મારો પ્રેમ છે ઉંડો.

આવા પ્રેમના કારણે, ગુજરાતી સાહિત્ય પ્રત્યે મારો પ્રેમ.

મુંબઈ રહીશ શ્રી વિનોદભાઈ પ્રજાપતિના સહકાર/માર્ગદર્શનથી મુંબઈમાં પ્રથમ સાહિત્ય ટ્રસ્ટ કરવાનો વિચાર અમલમાં મુકાયો.

આ ટ્રસ્ટનો હેતુ એટલો જ કે પ્રજાપતિ જ્ઞાતિમાં કોઈને પોતાના લેખો/કાવ્યો પુસ્તકરૂપે પ્રગટ કરવાની ઈચ્છા હોવા છતાં એવું કરવું અશક્ય હોય ત્યારે આ ટ્રસ્ટ દ્વારા એવી ઈચ્છા જ્ઞાતિજન પુર્ણ કરી શકે.

અને, ટ્રસ્ટની સ્થાપના બાદ, અનેક નાના પુસ્તકો પ્રગટ થયાની ખુશી હૈયે હતી.

૨૦૧૩માં જ્યારે હું ૭૦મી બર્થડેનું વિચારી રહ્યો હતો…ત્યારે મારા જીવન વિષે એક પુસ્તક પ્રગટ કરવાનો વિચાર આવ્યો. આ વિચાર મેં મારા મિત્ર ગોદડભાઈને જણાવ્યો…એમણે એને વધાવી લીધો. આ જીવન કહાણીની બુક તે જ “યાદોના ઉપવનમાં” .

આ પુસ્તક “ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્રી સાહિત્ય પરિષદ, પાલનપુર” દ્વારા પ્રથમ પ્રકાશન.

આ પુસ્તક બાદ શ્રી જયન્તીભાઈ પ્રજાપતિએ લખેલી બીજી પુસ્તક “પ્રભાતને પગલે”.

ત્યારબાદ, ૨૦૧૩ના ઓક્ટોબર માસે “ભક્તિભાવના ઝરણા” ની “રીપ્રીન્ટ” અંગ્રેજી/ગુજરાતીમાં.

અને, ૨૩મી નવેમ્બર,૨૦૧૪માં ત્રણ નવા પુસ્તકો (૧) ચાલને માણસ થઈ (૨) ચંદ્રપુકાર કહાની (૩) ચંદ્રપુકારનો સંસાર સ્નેહસાગર.

પુસ્તક શા માટે “સંસાર સ્નેહસાગર” નામે ?

મારા કાવ્યો દ્વારા કોઈની ઓળખ..કોઈને શ્રધ્ધાજંલી…..કોઈક ઘટનામાં પ્રભુની સર્જેલી ચીજોનું વર્ણન….અને અનેકમાં પ્રભુભક્તિનો ભાવ. આથી “સંસાર સ્નેહસાગર” નામ મને યોગ્ય લાગ્યું.

આ પ્રમાણે…. “અનામત ફંડ”ના વ્યાજમાંથી ભવિષ્યમાં અનેક નાની પુસ્તીકાઓ હશે !

આવા વિચાર સાથે ટ્રસ્ટ દ્વારા જે શક્ય થયું કે થશે તે માટે પ્રભુનો પાડ માની રહ્યો છું.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A TRUST @ Palanpur, Gujarat with the aim of ENCOURAGING LITERATURE in the COMMUNITY.

I had known of the POVERTY in Prajapati Community. I had also known of the TALENTED individuals in the Community who had the gift of expressing their THOUGHTS/FEELINGS  in WORDS & unable to publish as the BOOKS. These feelings can be POEMS ( Kavyo) or LEKHO ( Articles or Stories).

In 2013…as the Book on my Life was being published I thought of establishing the SAHITYA TRUST….and thus my Life’s Book was the 1st Publication of this Trust.

Then…other Publications.

It is my desire that MORE & MORE Community persons are inspired.

It is  our desire to publish ONE SMALL BOOK annually from the INTEREST INCOME of the FUND.

Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 11, 2015 at 12:50 પી એમ(pm) 11 comments

“ચંદ્રપૂકારનો સંસાર સ્નેહસાગર”નામે એક પુસ્તક વિષે

PhotoScan.jpg 2

 

 

“ચંદ્રપૂકારનો સંસાર સ્નેહસાગર”નામે એક પુસ્તક વિષે

ઉપરના નામકરણે એક પુસ્તક.

મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર અનેક કાવ્ય-પોસ્ટો પ્રગટ થયેલી તેમાંથી થોડા ચુંટેલા પુષ્પો.

આ “કાવ્ય સંગ્રહ”રૂપી પુસ્તકનું નામ “સંસાર સ્નેહસાગર” કેમ ?

મારા કાવ્યોમાં મિત્રતા વિષે….કોઈને અંજલીરૂપે….કોઈ અગત્યની વ્યક્તિ વિષે….અને જ્યારે માનવીઓ વિષે ના હતું ત્યારે પ્રભુએ જે રીતે જગતને શણગાર્યું તેની ખુશી હતી….કોઈવાર કાવ્યો સંસારમાં થયેલી ઘટનાઓ આધારીત હતા. આ બધી જ રચનાઓમાં મે સંસારમાં “સ્નેહ” જ નિહાળ્યો હતો. આવા વિચાર સાથે, આ પુસ્તકનું નામકરણ કરતા મારા હૈયે ફક્ત ખુશી જ છે.

એક વિચારને અમલ કરવો એ બીજી વાત. જ્યારે કાવ્યોને પુસ્તક સ્વરૂપ આપવું એવું મનમાં થયું ત્યારે મે એ વિષે પાલનપુર રહીશ મારા મિત્ર શ્રી ગોદડભાઈ સાગરસણિયાને કહ્યું ….એમણે વિચારને વધાવી લીધો અને એમના સુચન પ્રમાણે, પાલનપુરમાં જ શરૂ કરેલી સાહિત્ય પરિષદનામની ટ્રસ્ટ દ્વારા પ્રગટ કરવાનો નિર્ણય લીધો. તારીખ ૨૩મી નવેમ્બર,૨૦૧૪ના શુભ દિવસે આ પુસ્તક્નું વિમોચન થયું ત્યારે મારા હૈયે આનંદ હતો.

આ પુસ્તક અનેકને પ્રસાદીરૂપે વહેંચ્યું.થોડા બ્લોગ જગતના મિત્રોને પણ મળ્યું.

જે કોઈએ વાંચવાનો લ્હાવો લીધો તેઓને ગમે એવી આશાઓ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This is another Book published @ PALANPUR, GUJARAT.

It is the Book with the SELECTED POEMS I had published on mu Blog CHANDRAPUKAR since it was started in November of 2007.

The Poems in Gujarati are my way of expressing my FEELINGS from my HEART in WORDS.

Such expressions I call as KAVYO ( Poems) may be NOT really POEMS by the definition, but for me they ALL are.

Those who had the opportunity of reading this book can express their opinion about this Book…..those who had NOT read it, can imagine of my THOUGHTS in WORDS which  relates to INDIVIDUALS..EVENTS….ANJALI or the TRIBUTES to the Departed Souls….ALL pointing to SANSAR ( WORLD with HUMANITY )

Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 10, 2015 at 1:56 પી એમ(pm) 4 comments

” ‘ચંદ્રપૂકાર’ કહાની….બ્લોગ-એક ઝલક” પુસ્તક વિષે

PhotoScan.jpg 3

 

 

” ‘ચંદ્રપૂકાર’ કહાની….બ્લોગ-એક ઝલક” પુસ્તક વિષે

ઉપરના નામે એક નાની પુસ્તીકા.

એટલે …..મારી જ વિચારધારામાં મારા બ્લોગ “ચંદ્રપૂકાર”ને અન્યને જણાવવાનો મારો પ્રયાસ.

“ચંદ્રપૂકાર” નામે નવેમ્બર ૨૦૦૭માં મારા બ્લોગની શુભ શરૂઆત. ત્યારબાદ, મારા બ્લોગને જાણી અનેક પધાર્યા, અને અનેકે પ્રતિભાવો આપ્યા. અને, મારા હૈયે ઉત્સાહભર્યો આનંદ.

આ પ્રમાણે “ઈનટરનેટ”ના માધ્યમે મારા “હ્રદયની પૂકાર” શબ્દોમાં અનેકે માણી.

તેમ છતાં…..કોમ્પુટરના અજાણોએ મારા બ્લોગ વિષે જાણકારી ના હતી.

બસ…આવા વિચાર સાથે મેં મારા બ્લોગ વિષે એક નાની પુસ્તક દ્વારા જાણ કરવાનો નિર્ણય લીધો. એના પરિણામે આજે તમો આ પુસ્તક વિષે વાંચી રહ્યા છો.

પ્રથમ તો મારે મારા બ્લોગ પધારવાનું એડ્રેસ કહેવું હતું તો મે કહ્યું>>>.

http://www.chandrapukar.wordpress.com 

આટલા એડ્રેસે કોઈ પણ મારા બ્લોગ પર આવી શકે. આવ્યા બાદ, શું વાંચી શકે ?

એના જવાબરૂપે મે ૧૧ પાન વિષે કહ્યું….અને જીવન ઝરમર, ટુંકી વાર્તાઓ, સુવિચારો, કાવ્યો તેમજ પ્રજાપતિ સમાજ સાથેનો પત્ર-વહેવાર અને અન્ય “અનામી” પોસ્ટો કેવી રીતે વાંચવી તેનું કહ્યું….સાથે સાથે, કેટેગોરીરૂપે “માનવ તંદુરસ્તી”ની પોસ્ટોની જાણ કરી.

બસ….આવી જ માહિતી પુસ્તકરૂપે છે.

જે કોઈને આ પુસ્તક વાંચવા તક મળે તેઓ સૌને પુસ્તક ગમે એવી આશાઓ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

A small Book just informing of my Blog CHANDRAPUKAR.

It gives the idea to the Reader what is published on this Blog.

Those who are INTERNET & COMPUTER connected know about my Blog….but those who are NOT on the Computer are NOT aware of the Blog.

By this Book, I had tried to inform the public @ large and thus with the BLOG ADDRESS given invite them to my Blog.

Hope you will welcome this Book.

Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 9, 2015 at 1:10 પી એમ(pm) 9 comments

“ચાલને,માણસ થઈએ !”પુસ્તક-વાંચન !

scan

“ચાલને,માણસ થઈએ !”પુસ્તક-વાંચન !
“ચાલને, માણસ થઈએ !”નામે એક નાની પુસ્તિકા મારા હાથમાં આવતા, હું તરત એને વાંચવા લલચાયો.
આ પુસ્તિકાના લેખક હતા શ્રી રેવાભાઈ પ્રજાપતિ.
પાલનપુરમાં શરૂ કરેલ “ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્રી સાહિત્ય પરિષદ”નામની ટ્ર્સ્ટ દ્વારા આ ચોથું પુસ્તક હતું. પ્રજાપતિ જ્ઞાતિમાં જે કોઈને પોતાની વિચારધારા એક નાના પુસ્તકરૂપે પ્રગટ કરવા ઈચ્છા હોય અને એવું શક્ય કરવા શક્તિ ના હોય ત્યારે આ ટ્ર્સ્ટ દ્વારા એ શક્ય બની શકે છે. આવા હેતુને ધ્યાનમાં લઈ, આજે સંસારમાં વાંચન માટે એક પુસ્તક છે …તે માટે મારા હૈયે ખુશી છે.
પુસ્તક અંદર “માનવતા”ભર્યા ખજાના વિષે મને ફોન દ્વારા જાણ થઈ હતી. પુસ્તક ખોલતા, પાન ૫ પર મારી નજર પડી. લેખક રેવાભાઈએ એમનો “હ્રદયભાવ” શબ્દોમાં “અક્ષર બ્રહ્મ….પરમ બ્રહ્મ “નામે પ્રગટ કર્યો હતો તે વાંચ્યો. જે વાંચ્યું તેથી હું ખુબ જ પ્રભાવિત થઈ આનંદમાં હતો…..અને, અન્ય લેખન વાંચવા માટે આતુર હતો.
પોતે કોઈ કવિ કે લેખક નથી,એવી કબુલાત કરતા રેવાભાઈએ જે રીતે શબ્દોમાં પોતાના હ્રદયભાવો દર્શાવ્યા તેમાં મને મારા પોતાના દર્શન થયા.મારા હૈયે પણ એવા જ ભાવો મને પ્રેરણાઓ આપે છે કે એવા શબ્દો લેખ કે “કાવ્ય જેવું”બની જાય છે.પુસ્તક પ્રકાશન દ્વારા રેવાભાઈનો ભક્તિભાવને મેં અનુભવ્યો. આવા માનવીને જાણી મારા હૈયે ખુબ જ ખુશી છે.
પુસ્તિકાના પાનો નિહાળતા, પાન ૬થી પાન ૧૫માં “મુસ્તકોની મહેક”દ્વારા રેવાભાઈએ કવિભાવ પ્રગટ કરી, માનવીઓમાં છુપાયેલ “માનવતા”ના દર્શન કરાવ્યા.ત્યારબાદ, પાન ૧૬થી “પ્રત્યક્ષ અનુભૂતિ એરણે….”નામે ૧૦ જુદી જુદી વિચારધારામાં એક શિક્ષક તરીકે સંસારમાં કર્મભૂમી નિભાવતા, એમના અનુભવોનું વર્ણન કરતા, એમણે શિક્ષણના મુલ્યની સમજ આપી. અને, ત્યારબાદ, પાન ૩૫થી અંતે પાન૪૦ સુધી “પ્રકીર્ણ” દ્વારા ૪ સંસારી દ્રશ્યોમાં મનુષ્યમાં છુપાયેલી “માનવતા”ના દર્શન સૌને કરાવ્યા.
આટલા વાંચન દ્વારા એક નાની સુંદર પુસ્તિકાનો અંત…પણ, મારી નજર ફરી પાન ૪ પર હતી. “પ્રકાશન વેળાએ…..”નામકરણે પ્રકાશન સમિતિએ જે શબ્દો લખ્યા હતા તે વાંચ્યા.રેવાભાઈના જીવનની રૂપરેખા હતી. રેવાભાઈનો જન્મ બનાસકાંઠાના એક નાના ગામમાં એક સાધારણ પ્રજાપતિ કુટુંબમાં થયો હતો. એમનો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ ઉંડો હતો.અંતે સંસારીજીવનમાં એઓ એક “શિક્ષક”બન્યા. એક આદર્શ શિક્ષક તરીકેની ભૂમીકા ભજવી એમણે એમના જીવનમાં તન-મનથી આગેકુચ કરી અને સાથે એવી સફરમાં એઓ “ભક્તિ”થી રંગાયા….એમના હૈયે “માનવતા” ખીલતી રહી.એના પરિણામરૂપે મોરારીબાપુના “ચિત્રકુટ” તેમજ ડો.કલામ સાહેબના “ઈનોવેટિવ ટીચર” એવોર્ડના હક્કદાર બની એમનું સનમાન કરવામાં આવ્યું. એથી જ, રેવાભાઈનું એક પ્રજાપતિ જ્ઞાતિ રત્નરૂપી મુલ્યને સમજી, એમની વિચારધારા અન્યને એક પુસ્તકરૂપે પ્રસાદીરૂપે મળે એવા ભાવે ટ્રસ્ટની પ્રકાશન સમિતિએ પગલું લીધું. ૨૩મી નવેમ્બર,૨૦૧૪ના શુભ દિવસે એમની “ચાલને,માણસ થઈ” પુસ્તકના વિમોચન સમયે એમને “નરસીહ મહેતા એવોર્ડ” સાથે સનમાનીત કર્યા.આવા નામકરણે એક શુભ શરૂઆત થઈ…અને, ભવિષ્યમાં એવા એવોર્ડ દ્વારા જ્ઞાતિમાં અન્યને પ્રેરણા આપવાનો ઈરાદો છે.
રેવાભાઈએ પુસ્તક પ્રકાશન બાદ, મને એક પરસનલ પત્ર પોસ્ટથી મોકલ્યો હતો તે ૨૧મી ડિસેમ્બર,૨૦૧૪ના દિવસે ભારત/ઈંગલેન્ડ ફર્યા બાદ અમેરીકા આવી વાંચ્યો. એ પત્ર દ્વારા રેવાભાઈએ મારા પ્રત્યે એમનો સ્નેહ પ્રગટ કરી, આભાર માન્યો. પણ પત્રમાંથી એમના શબ્દો વીણી હું અંતે એટલું જ કહું>>>
હું તો એક માનવી છું, બસ, એટલું જ હું જાણું,
મુજ હૈયે જે “માનવતા”ભરી છે તે જ શબ્દોમાં હું કહું,
ત્યારે, “હું નથી જ કરતો”ના ભાવે પ્રભુને બધું જ અર્પણ કરૂં,
અને, “હું નથી”ના ભાવમાં પ્રભુમાં સમાય જવા પ્રયાસો હું કરૂં,
રેવાભાઈ, તમોએ જે શબ્દોમાં “ચાલને, માણસ થઈએ” પુસ્તકનું લેખન કર્યું છે તે વાંચકને સંસારીજીવનમાં “માનવતા”નું ફુલ ખીલવવા જરૂરથી પ્રેરણાઓ આપે છે એવું મારૂં માનવું છે.સંસારીજીવન જીવવા માટે એક ચાવી છે.
આવા સુંદર પુસ્તક લેખન માટે તમોને ખુબ ખુબ અભિનંદન ! ભવિષ્યમાં તમે વધું લખી અનેકને પ્રેરણાઓ આપો એવી શુભેચ્છાઓ.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
This is my READ on this small Book named “CHALNE MANAS THAIYE”….meaning LET US BE HUMAN BEINGS (with HUMANITY)
A teacher in Gujarat named REVABHAI B. PRAJAPATI had written this Book.
As a teacher he had received the National AWARDS.
It was my pleasure reading this Book.
I am happy that it was possible to publish it via the SAHIYTA PARISHAD TRUST  which was established @ PALANPUR, GUJARAT.
Those who had the opportunity of reading this book will surely enjoy it.
Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 8, 2015 at 2:36 પી એમ(pm) 7 comments

૨૨મી નવેમ્બર,૨૦૧૪નો શુભ દિવસ !

 

૨૨મી નવેમ્બર,૨૦૧૪નો શુભ દિવસ !

આજે છે ૨૨મી નવેમ્બર.

એથી, એ છે “ચંદ્રપૂકાર” બ્લોગની સાતમી (૭)મી એનીવર્સરી.

અને, ૨૩મી નવેમ્બરનો દિવસ એટલે આઠમા વર્ષમાં પ્રવેશ.

આટલી સફર કરતા શું શું થયું ?

(૧) કુલ્લે પ્રગટ થયેલી પોસ્ટો>>>>>>>>>>>681

(૨) કુલ્લે કેટલા મહેમાનોએ આ પોસ્ટો વાંચી ?>>>>120,000+

(૩) કુલ્લે મળેલા પ્રતિભાવો >>>>>>>>>>>>9327

આ બધા આંકડામાં છુપાયેલ છે અનેક વાંચકો/મહેમાનોનો “પ્રેમ”.

એવા પ્રેમના કારણે ચંદ્રહૈયે મળેલો “ઉત્સાહ”.

એવા ઉત્સાહના કારણે ચંદ્રજીવન સફરે મળેલો એક અનોખો “આનંદ”.

તો….

હવે ચંદ્રવિનંતી એટલી જ કે…..

પ્રેમથી પધાર્યા હતા અનેકવાર તમે,

પ્રેમથી પધારજો ફરી ફરી બ્લોગે તમે,

તમે પધારો તો ચંદ્ર હશે ખુબ જ રાજી,

આશા છે કે પોસ્ટો વાંચી તમો છો રાજી!

આવા શબ્દો સાથે હું આજે સૌને મારો ખુશીભર્યો આભાર દર્શાવી રહ્યો છું.

આજે આ પોસ્ટ વાંચી “બે શબ્દો” રૂપે તમે તમારો પ્રતિભાવ જરૂર આપશો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

It is 22nd November,2014.

It is the Day of JOY & CELEBRATIONS.

It is the 7th ANNIVERSARY of CHANDRAPUKAR.

I THANK you ALL for the SUPPORT you had given me for this BLOG.

So many of you had VISITED/COMMENTED for the Posts published.

I hope for your continued SUPPORT in the FUTURE.

As am in India….the  Post was published LATE

Dr. Chandravadan Mistry

 

 

નવેમ્બર 28, 2014 at 10:20 એ એમ (am) 7 comments

“ગ્રેઈસ રીસોર્સીસ”નામની સંસ્થા સાથે મારો સબંધ !

PhotoScan (6)

PhotoScan (8)

 

 

“ગ્રેઈસ રીસોર્સીસ”નામની સંસ્થા સાથે મારો સબંધ !

લેન્કેસ્ટર શહેર એટલે મારૂં શહેર.

લેન્કેસ્ટર કેલીફોર્નીઆના પ્રાન્તમાં છે.

ગરીબો, અસહાય કે “હોમલેસ” (HOMELESS ) ને ભોજન કે અન્નદાન તેમજ અન્ય જરૂરતની ચીજો આપવાનું પુન્યનું કામ કરનારી એક સંસ્થા ….એનું નામ છે “ગ્રેઈસ રેસોર્સીસ” ( GRACE RESOURCE ).

ઘણા વર્ષોથી આ સંસ્થાને હું જાણતો છું….કોઈવાર ત્યાં ગયો પણ હતો.

પણ….નોકરી પરથી રીટાયર થયા બાદ ઘણીવાર જવાનું થયું.

મારા પત્નીના “અન્ન દાન”ના સંકલ્પ સાથે અમો દર અઠવાડીયે ત્યાં જઈ “કંઈક” આપતા.

૨૦૧૨માં શિક્ષણ ઉત્તેજનના વિચાર સાથે કર્મભૂમી અમેરીકામાં એક હાઈસ્કુલ અને એક કોલેજમાં અનુઅલ “એવોર્ડ” યોજનાઓ કરી હૈયે આનંદ અનુભવ્યો.

એક દિવસ હું ગ્રેઈસ રેસોર્સીસની સંભાળ રાખનાર “જોન” સાથે ચર્ચા કરતા જાણ્યું કે આ સંસ્થા દ્વારા જે કોઈને ટેકનીકલ જાણકારીની ઈચ્છા હોય અને કોલેજ અભ્યાસ કરવાની શક્તિ ના હોય તેઓ આ સંસ્થા દ્વારા કોમ્પ્યુટર કે અન્ય ટેકનીકલ કોર્સીસ કરી શકે છે.

આ જાણતા મારા હૈયે ખુશી થઈ.

મારા મનમાં ફરી ફરી વિચાર હતો….”જેના સંજોગો ખરાબ હોય તો પણ મહેનત કરી ટેકનીકલ સ્કીલ જાણવા માટે ઈચ્છા હોય” તેઓ સૌ “વંદન”ના અધીકારી છે….એઓને “એવોર્ડ” આપી ઉત્સાહ રેડવો એ જ યોગ્ય હશે !”

બસ….આ વિચાર સાથે હું સંસ્થાના ડીરેક્ટર “સ્ટીવ બેકર”ને મળ્યો. એમણે મારા વિચારને વધાવી લીધો.

આ યોજના માટે મે દાન સહકાર આપ્યો. દિવાલો પર જીતનાર સ્ટુડન્ટના નામો હોય …દરેક જીતનારને “એક પ્લેક”રૂપી એવોર્ડ હોય..જે જીતતા દરેકને એનો ગર્વ હોય..અને જે અન્યને પ્રેરણારૂપે હોય !

ઓગસ્ટ,૨૦૧૪ કોમપ્યુટર ક્લાસ બે વ્યક્તિને એવોર્ડ આપ્યા ત્યારે હું હાજર હતો.

એક કાળા અમેરીકન….જેણે મહેનત કરી સરસ પરિણામ મેળવવા પહેલા ધંધો કરવાની તમન્ના હતી……જે નારીએ જીત્યું તેણે “ડ્ર્ગની કુટૅવ”  (DRUG ADDICTION) નો ત્યાગ કરી આ સફળતા મેળવી હતી.

જ્યારે આ બે વ્યક્તિઓની જીવન કહાણી જાણી ત્યારે મારા હૈયે થયું કે….”પ્રભુએ મને પ્રેરણા આપી કે યોગ્ય ઉત્તેજન આપવા માટે મને તક મળી”

આ પછી બે “પાવર ક્લાસો”ના ભણનારઓમાંથી વિજેતા હશે.

આ પ્રમાણે દર વર્ષ થતું રહેશે.

મારા હૈયે એક અનોખી શાંતી હતી….પ્રભુનો આભાર હતો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is on GRACE RESOURCES,

It is a Charitable Organization.

It gives the needed assistance to the POOR, HOMELESS with the FOOD and other NEEDS to the UNFORTUNATES in the SOCIETY.

It gives HOT MEALS on some days and give FOOD needed for the WEEKLY needs of the poor families.

In addition to these….it runs the TECHNICAL SKILLS Classes ( Computer & others) and thus gives the OPPORTUNITY for those at the disadvantage to learn the SKILLS that can give the LIGHT for a better FUTURE for so many.

As my Wife & I visited Grace Resource to give the FOOD DONATIONS weekly….I had the chance of talking to John who told me of the CLASSES.

I met the Director STEVE BAKER….and expressed my desire to RECOGNISE the best graduates of the different batches with an AWARD to give the INSPIRATIONS to OTHERS.

The idea was accepted & with my DONATION SUPPORT  the 1st AWARDS to 2 STUDENTS seen in the Photo in this Post.

I feel happy about starting this Awards @ the GRACE RESOURCES….I thank GOD for inspiring me for this venture.

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 24, 2014 at 12:31 એ એમ (am) 23 comments

“તારલિયા ભાગ-૧”પુસ્તકનું મારૂં વાંચન

PhotoScan (2)

PhotoScan (4)

 

 

 

“તારલિયા ભાગ-૧”પુસ્તકનું મારૂં વાંચન 

“તારલિયા” નામે નવલકથાઓનું પુસ્તક એટલે લેખક શ્રી રીતેશ મોકસણાનું પ્રથમ પુસ્તક.

શ્રી રીતેશભાઈનો જન્મ ગુજરાતના એક નાનકડા “ભાડુકા” ગામે ૧૯૬૩માં થયો હતો. શાળા અભ્યાસ કરી, સુરેન્દ્રનગરની કોલેજમાંથી “બી.એસ.સી.”ની ડિગ્રી મેળવી અને પ્રથમ અમદાવાદમાં નોકરી કરી. આજે, એઓ ડોહા,કતારમાં નોકરી કરી રહ્યા છે.

રીતેશભાઈનો ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ ઉંડો છે.

એમણે કાવ્યો, ગઝલો, નાટકો સાથે અનેક નવલકથાઓ લખી છે. એમણે પોતાનો બ્લોગ શરૂ કરી એમની વિચારધારાને અનેકને પ્રસાદીરૂપે વહેંચી છે. આ પ્રમાણે કરતા એમના હૈયે ખુબ જ આનંદ હતો.

પણ….એમની એક ઈચ્છા હતી કે લખેલી નવલકથાઓને એક પુસ્તક સ્વરૂપ મળે.

૨૦૧૪માં એ ઈચ્છા પુર્ણ થઈ. “તારલિયા”નામે મુંબઈથી વિશ્વભારતી પ્રકાશન દ્વારા એક સાહિત્ય ટ્રસ્ટના સહકારે પ્રગટ થઈ. અનેક વાર્તાઓ એક સાથે ના પ્રગટ કરતા, બે ભાગે પ્રગટ કરવા નિર્ણય હતો. તો,”તારલિયા ભાગ-૧”નું પુસ્તક પોસ્ટ દ્વારા મળતા મેં એનું વાંચન કરી ખુશી મેળવી.

એક નાનું પુસ્તક, પણ કવર પર જુદા જુદા રંગોમાં તારલિયામાં એક મોટો તારલિયો.

પુસ્તકનું કવર ખોલતા,લેખક રીતેશના ફોટા સાથે “પ્રસ્તાવના”.

અને, એનું વાંચન કરતા, રીતેશ એનું હ્રદય ખોલી પુસ્તક પ્રકાશન માટેની ખુશી સાથે પ્રકાશક વિનોદભાઈ પ્રજાપતિ તેમજ નવી ઓળખાણના “અંકલ ચંદ્રવદન” યાને મને આભાર પ્રગટ કરે છે

ત્યારબાદ સામેનું પાન એટલે પાન-૧, જેના પર પ્રથમ નવલકથા “અખંડ સૌભાગ્યવતી”….ત્યારબાદ અનેક વાર્તાઓ અને અંતે પાન ૪૮થી શરૂ થતી નવલકથા “છેલ્લી એફ.ડી.” જેનો અંત છે પાન-૫૨ પર.

બધી જ વાર્તાઓ સરસ છે.

પ્રથમ અને અંતિમ વાર્તાઓ વિષે જરા વિગતે કહું.

“અખંડ સૌભાગ્યવતી” વાર્તાની શરૂઆતે એક અનોખી શાંતીનું દ્રશ્ય. એક રાત્રીનો સમય. એક પતિ અને પત્નીનું જોડું એટલે સુકાન અને વેલીતા.

સુકાનને એ રાત્રીએ કંઈક અગત્યનું કહેવું હતું. એણે શરૂઆત કરી “વેલી, હું માનું છું કે તને મારા પર પ્રેમ છે તે અગણિત છે..ને તું મારી પત્ની છે તેનો મને અપાર ગર્વ છે”.

પત્ની વેલીતાને પતિ સુકાન પર પુરો વિશ્વાસ હતો અને વાતો બંધ કરી સુઈ જવા માટે ઈશારો કરતી હતી..ત્યારે સુકાને વાતો ચાલુ જ રાખી….સાથે ગળેલા જીવનનું યાદ કરાવતો રહ્યો. અને જ્યારે સુકાને કહ્યું કે મુખ્ય વાત તો કહી જ નથી ત્યારે વેલીતાએ અધીરી બની કહ્યું “કહે સુકાન, જટ કહી દે નહી તો…” આટલા જ શબ્દો અને એ વધુ આગળ ના બોલી.

ત્યારે સુકાન કહે “વેલી, મને બ્લડ કેન્સર છે ને કદાચ આપણો સાથે હવે ક્ષણિક છે……અને બોલતો રહ્યો જે એના દીલમાં હતું… અને પોતાના દેહને વેલીતાના દેહને ચાંપતા એ ચોંકી ગયો…અને “વેલીતા…………….”

એક કારમો ચિત્કાર હવામાં ભળી ગયો…….સવારના કિરણો સુકાન અને વેલીતાને “શ્રધ્ધાંજલિ” આપી રહ્યા હતા.

વાર્તાના અંતે “અખંડ સૌભાગ્યવતી”ના દર્શન સૌ વાંચકોને મળે છે.

ચાલો, હવે તમોને અંતિમ વાર્તા “છેલ્લી એફ.ડી.” વિષે કહું.

વાર્તાની શરૂઆતે એક ઘરની અંદરનું દ્રશ્ય…ક્યાંક રડવાના ડુસકા…કોઈ રડનારને શાંત પડતા હોય એવું વાતાવરણ. બેડ પર  એક વ્યક્તિ જેનું નામ હતું “કૌશિક રાય” અને એમના માથા બાજુએ એમનો એકનો એક પુત્ર “કૌશાલ” અને નજીક છે પત્ની “ઉર્મિલા”. દીકરો હજુ કમાતો ના હતો છતાં કૌશિક રાયના ચહેરે ચિંતા ના હતી. પુત્ર અને પત્ની પણ શાંત હતા….સૌને એક “એફ.ડી”ની જાણ હતી, જે બેન્કના લોકરમાં મરણ બાદ પુત્રને મળવાની હતી. જીવનની વાતો કરતા કૌશિકજી  અંતે પુત્ર કૌશલને “એફ.ડી” વિષે કહી જવાબદારી લેવાનું કહી…..કૌશિક રાયના પ્રાણ છુટી ગયા….રડવાનું..રડનારને શાંત કરવાનું …..પછી બેન્કમાં જઈ લોકર ખોલવાની વાત….કોઈ “એફ.ડી.” ના મળી..અન્ય ચીજો સાથે એક કવર.કવર ખોલી કૌશાલ એક પત્ર વાંચતો હતો….પિતાએ લખેલો એ પત્ર હતો જેમાં લખ્યું હતું કે…”હું સદાય છતી ટટાર કરીને જીવ્યો હતો. અણહક્કનું લીધું નથી ને કોઈને આપ્યું નથી. મારૂં નામ તો કૌશિક પણ લોકોએ મને “કૌશિક રાય”બનાવ્યો છે………….નીતીના મુલ્યોને વળગી રહીને નોકરી કરી છે. ઘણીવાર થતું કે મારા રીટાયરમેન્ટ પછી તમારૂં શું ? ને કદાચ મારૂં મૃત્યુ વ્હેલું પણ થાય તો કેવું ? ઘણી વાર ઈચ્છા થતી કે રૂપિયા બચાવીને થોડી થાપણ બનાવું જે પાછલી જીન્દગીમાં કામ આવે. થોડી “એફ.ડી.” કરૂં પણ કાશ….કૌશાલ બેટા મારી પ્રમાણિકતા,નીતિમતા અને મનની સમતુલના એ મારી “એફ.ડી.” છે. જરૂર પડે એને વટાવીને તું વાપરી શકે છે………….લોકો તને એક દિવસ “કૌશલ રાય” કહીને બોલાવે……………….સદા આશિષ આપતા તારા ડેડી..ગુડ બાય..જય શ્રી કૃષ્ણ ..

કૌશાલની આંખોમાં આંસુંઓ હતા..પત્રને છાતીએ ચાંપતો લોકરને બંધ કરી એ ઘરે આવ્યો ત્યારે એનું મન પ્રફુલિત હતું..બારીમાંથી એક પતંગિયું આવીને તેના ગાલ પર રમતું આગળ વધ્યું કે “ઓહ લવલી …” કહી એ ઝુમવા લાગ્યો.

આ શબ્દો સાથે પાન-૫૨ પર વાર્તાનો અંત.

બે વાર્તાઓના વર્ણન દ્વારા તમે જરૂર રીતેશની કલમને સારી રીતે જાણી શક્યા હશો….જો આવું શક્ય થયું હોય તો હું માનીશ કે મેં મારા વાંચન દ્વારા તમો સૌને પુસ્તક “તારલિયા” કે લેખક “રીતેશ”ના દર્શન કરાવવા માટે સફળતા મેળવી.

આશા છે કે જે કોઈ આ પુસ્તક વાંચશે તેઓ સૌને ખુશી થશે. અને….રીતેશની કલમે નવી વાર્તાઓ હશે એવી આશાઓ રાખશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

લખાણ સેપ્ટેમ્બર,૧૦,૨૦૧૪

 

FEW WORDS….

Today is a Post on the Book “TARALIYA-Bhag 1” 

The writer of these NAVALKATHA ( Stories) is RITESH MOKASANA.

He also has a BLOG on which he publishes ALL his CREATIONS…which includes the POEMS & SHORT STORIES

One can visit  his Blog @

http://www.riteshmokasana.wordpress.com

 
Ritesh works in Qutar.
Hope you visit his Blog & know him better.
Dr. Chandravadan Mistry.

 

 

સપ્ટેમ્બર 21, 2014 at 12:29 પી એમ(pm) 9 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031