ટુંકી વાર્તા

             

 

વાર્તા વિભાગ વિષે

“ચંદ્રપૂકાર “ની સાઈટ નવેમ્બર,૨૦૦૭માં શરૂ થઈ ત્યારે આ વિભગ ના હતો. અને, મને હંમશા મારી લખેલ વાર્તાઓને એક વિભાગે નિહાળવા ઈચ્છા હતી. જો ક “ચંદ્રપૂકાર”ના હોમ પર પોસ્ટરૂપે ત્રણ વાર્તાઓ પ્રગટ થઈ ચૂકી હતી. વાર્તાઓ એક વિભાગે પ્રગટ કરવાના વિચાર સાથે સવાલ હતો કે કેવી રીતે આ શક્ય થાય ? સાઈટ પર અનેક વિભાગો હતા એથી એક બીજો વિભાગ કરવું અશક્ય હતું. મારી પુસ્તિકા “ભક્તિભાવના ઝરણા ” ત્રણ વિભાગે હ્તી તો વિભાગો ૨અને ૩ સાથે મુકતાં તારીખ જાન્યુઆરી, ૪, ૨૦૦૯ના શુભ દિવસે ” ટુંકી વાર્તાઓ ” નામકરણે આ વિભાગ શરૂ કર્યાનો મને ખુબ જ આનંદ છે.તમે મારી લખેલ વાર્તાઓ હોમ પર પોસ્ટરૂપે જરૂરથી વાંચશો, પણ, આ વિભાગે આવી, બધી જ વાર્તાઓ વાંચી શકશો. જો કોઈ વાર્તા તમને ગમે તો પ્રતિભાવ આપવાનું ભુલશો નહી ……..ચંદ્રવદન. 

 

paninutipu.jpg

 
 
 
 
 
 
 

 

 

એક પાણીનું ટીપુ

વહેલી સવાર હતી, અને એક ફુલના છોડના પાન પર એક પાણીનું ટીપુ હતું…એ

પાણીનું ટીપુ વિચાર કરે : ” હું કોણ ?” જગત પરનું બધું એણે નિહાળ્યુ. વાવ – કુવાઓ અને

તળાવો તેમજ ઝરણા – નદીઓ અને સરોવરો નિહાળી કહેવા લાગ્યું કે : ” આ બધા મારા લીધે છે.” મોટા સમુદ્રો અને મહાસાગર તરફ આંગળી કરી ગર્વથી કહેતું રહ્યુ કે : ” આ પણ મારૂ જ સ્વરૂપ છે .” જગત પરની સર્વ વનસ્પતિ, જીવજંતુ અને પ્રાણીઓમાં પાણીનો અંશ છે એવું દર્શાવી એણે એવો દાવો કર્યો કે : ” આ બધા તો મારી ક્રુપાથી જીવી રહ્યા છે.” જગતના માનવીઓ કરતાં પણ એણે એની કિંમત વધુ ગણી અને એના ગર્વની સીમા ન રહી. હવે તો એ આકાશ તરફ જોવા લાગ્યું, અને બોલ્યું : ” આ બધા વાદળો મારા લીધે, અને હું જ મેઘરૂપે જમીન પર વરસુ. હું જો જમીન પર ન આવું તો સૌનો નાસ જરૂર….અરે, હું જ સૌનો પ્રાણ છું.”
        પોતે ઇશ્વર છે એવું માની, હવે એ પાણીનું ટીપું ગર્વથી નાચવા લાગ્યું. એણે ઉપર આકાશમાં, સવારના સુરજને નિહાળ્યો….તેમજ, રાત્રીના ચંદ્ર, તારલા અને ગ્રહો વિષે વિચારી, ગર્વમાં સ્નાન કરી કહેવા લાગ્યું : ” આ સર્વ પણ મારા લીધે નભી રહ્યા છે.” અરે, અંતે એ પાણીનું ટીપું બોલ્યું : ” આ અખિલ બ્રહ્માંડ મારે લીધે જ છે !” આવા મહાભ્રમના ચક્કરમાં પાણીનું ટીપુ હતું ત્યારે અચાનક પવન આવ્યો. ફુલના છોડ પરનું પાન હાલ્યું, અને પાણીનું ટીપું નીચે પડવા લાગ્યું. પડતાં પડતાં જ્યારે સુરજના તેજમાં પીગળતું હતુ ત્યારે ગળગળતા સ્વરે એ પાણીનું ટીપુ કહી ગયુ : ” હું તો પ્રભુનુ બનાવેલુ એક રમકડુ હતુ. અજ્ઞાનતાનાં અંધકારમાં રહી મેં અતિ ગર્વ કર્યો હતો. પ્રભુ મને માફ કરો…
 
 

તળાવની માછલી

  talava-ni-machhali.jpg

 

      તળાવનાં પાણીમાં વહેલી સવારના એક માછલી વિચારમાં પડી: ” પાણી બહાર પશુ-પક્ષીઓ, જીવજંતુઓ કેટલાં આનંદમાં રહે છે.! મનમાં આવે તે પ્રમાણે એઓ કરી શકે છે. મારે કેમ ફક્ત પાણીમા જ રહેવું પડે ? …તે પણ આ તળાવમા જ રહેવું પડે ?”…આવા વિચાર સાથે તળાવ, જેઓનું ઘર હતુ, તે જેલ લાગ્યુ અને એક ધ્યાનમા રહી એણે પ્રભુને પ્રાર્થના કરી : “હે પ્રભુ ! તું દયાળુ છે., મને પાણી બહાર જીવી શકાય એવું જીવન આપ.” પ્રાર્થના  સાંભળી પ્રભુ પ્રગટ થયા અને માછલીને કહ્યું “તથાસ્તુ ! તારી ઇચ્છા પ્રમાણે તને તારુ જીવન અને તારી ઇચ્છા પ્રમાણે તારા સગા-સ્નેહીઓને એઓનુ જીવન તુ આપી શકશે.!” આટલી પ્રભુવાણી બાદ, માછલી એના ધ્યાનમાંથી જાગ્રુત થઈ અને એવો કુદકો માર્યો કે સીધી તળાવની પાળે પડી. હવે, પાણી બહાર તે શ્વાસ લેતી હતી. બહાર ઠંડા પવનની મહેંક હતી. એ તો હર્ષથી નાચવા લાગી. અને તળાવ પાણી તરફ નજર કરી પૂકાર કર્યા “મિત્રો બહાર આવો હવે આપણે તળાવ ને પાણીની બહાર જીવી શકીયે છીએ. હવે, આપણે તળાવ ના કેદીઓ નથી.” આવા શબ્દો સાંભળી તળાવની સર્વે માછલીઓએ પાણી બહાર જોયું….તળાવ બહાર તળાવની એક પાળે માછલીના ન્રુત્યથી સૌને અચંબો થયો. જરા પણ વિચાર કર્યા વગર નાની-નાની અનેક માછલીઓ તેમજ વ્રુધ્ધ માછલીઓ તળાવ પાળે આવવા લાગી.મોટી મા-બાપ માછલીઓ તેમજ વ્રુધ્ધ માછલીઓ થોડા વિચારમાં પડ્યા  “આ કંઈ સ્વપન તો નથીને ?” એમના બાળકોને તળાવ બહાર કાંઈ તકલીફ ન હતી. અનેક માછલીઓ એ તળાવ બહાર જવા નિર્ણય લીધો. કોઈ કુદકાં મારી તળાવ પાળે તો કોઈક ધીરેધીરે પેટે લસરી તળાવ પાળે પહોંચી. તળાવ પાસે થયેલ માછલીઓ ના ટોળામાંથી કોઈએ મોટા ઝાડના થડ નજીક, કોઈએ નાના છોડો નીચે તો કોઈએ પથ્થરો વચ્ચે પોતાના ઘર બનાવી દીધાં. તળાવ તરફ નજર કરી સૌએ તળાવની હાંસી ઉડાવી.

          થોડો સમય આનંદમાં વહી ગયો. શાંત વાતાવરણ હતું. એવા શાંત સમયે ગામના ફળીયાની એક બિલાડી તળાવ નજીક આવી. માછલીઓની સુગંધથી એ લલચાય અને એ તો વહેલીવહેલી તળાવ પાળ આવી ગઈ.એક માછલીને તળાવ પાસે કુદકા મારતી નિહાળી અને એણે તો એક તરાપ મારી અને માછલીને એના મોંમા મૂકી દીધી. શાંતિથી બે-ત્રણ માછલીઓ નુ ભોજન કરી બિલાડી ચાલી ગઈ. ત્યાર બાદ, બે-ત્રણ ગોવાળનાં બાળકો માછલી પકડવાના સાધનો સાથે તળાવ પાસે આવ્યા. તાજીતાજી જીવતી માછલીઓ ને તળાવ પાસે રમતી નિહાળી એ ઓ તો હર્ષથી નાચવા લાગ્યા. અને કહેવા લાગ્યા  : “હવે તો આ સાધનની જરૂર નથી.” ખુશી સાથે મનગમતી માછલીઓને પોતપોતાના વાસણોમાં મૂકી તળાવ પાળ છોડી ચાલ્યા ગયા. જતાં-જતાં એઓ કહેતાં ગયા : “માછલીઓ માટે ફરી આવીશું !”

           હવે સાંજનો સમય થઈ ચૂક્યો હતો. પ્રથમ માછલી જેણે પ્રભુવાણી સાંભળી હતી એ હજું સલામત હતી. એણે બિલાડી અને ગોવાળના બાળકોને તળાવ પાસે  નિહાળ્યા હતા.જે થયુ તેથી એ માછલી ફરી વિચારમાં પડી અને મનમાં કહેવા લાગી : ” આ જીવન તે કેવું ! જરાપણ સલામતી નથી. આના કરતાં તો તળાવમાં મારૂ જીવન સારૂ હતું.” આવા વિચાર સાથે એણે પ્રભુને ફરી યાદ કર્યા. પ્રભુએ દર્શન આપ્યા અને કહ્યું ” હું તારા પર ખુશ છું . તારી ઈચ્છા પૂર્ણ કરીશ. માંગ જે માંગવુ હોય તે માંગ !” પ્રભુના આવા શબ્દો સાંભળી માછલી પ્રભુને કહેવા લાગી  : ” પ્રભુ, તમોએ મોટું તળાવ અમને આપ્યું હતું, તમોએ અમારા રક્ષણનો પણ વિચાર કર્યો હતો. હા, કોઈવાર મુસીબતો હતી, કિંન્તુ અમારૂ જીવન સલામત હતું. તળાવ અમારૂ ઘર છે…. એ જેલ નથી. દયા કરી પ્રભુ અમોને ફરી તળાવમાં જીવન જીવવાની શક્તિ આપો !” મુખ પર મીઠાં હાસ્ય સાથે પ્રભુ બોલ્યા: “તથાસ્તુ !” આટલું કહી પ્રભુ અદ્રશ્ય થઈ ગયા. માછલીઓએ તળાવ પાસેથી કુદકાં માર્યા અને તળાવના પાણીમાં સૌ આનંદથી તરવાં લાગ્યા.

             સૌ આનંદથી તળાવમાં તરી રહ્યા હતાં ત્યારે એકસ્થાને સ્થિર થઈ પેલી માછલી ફરી વિચાર કરતી હતી “પ્રભુએ જે કાયામાં જેવી રીતે જન્મ આપ્યો એને સ્વીકારી આનંદ સહિત પ્રભુનો પાડ માનવો રહ્યો” બસ, આટલા વિચાર સાથે એ માછલીના અંધકાર દૂર થઈ ગયા હતા અને તળાવમાં તે આનંદ સહિત તરતી હતી. તળાવનો પોતાના ઘર તરીકે એણે સ્વીકાર કર્યો હતો, તળાવ હવે એને જેલ જેવું લાગતુ ન હતું.

 

 

શેઠનો કૂતરો

kutaro.jpg     

            

              એક મોટા શહેરમાં એક આલિશાન બંગલો હતો. બંગલાને ફરતે સુંદર ફુલોથી ભરપુર બાગ હતો. જે બંગલાની સુંદરતા દીપાવતો હતો. એક ધનવાન વેપારી એનો માલિક હતો. બંગલામાં વેપારીનો પરિવાર હતો…સાથે, અનેક નોકર-ચાકરો અને એક કૂતરો.‘શેઠનો પ્યારો’ તરીકે સૌ કોઈ કૂતરાની ઓળખાણ આપતા.             આ કૂતરો પણ ઘણાં વર્ષોથી બંગલે હતો. એક નાનું બચ્ચું હતું ત્યારે મોટી કિંમતે વેપારી બંગલે લાવ્યો હતો. કૂતરા પ્રત્યે શેઠને ઘણો પ્યાર હતો. પ્રેમથી ખાવાનુ આપ્યુ અને કૂતરો મોટો થઈ ગયો તેમ છતાં એને પ્યાર મળતો રહ્યો. કૂતરાને આમ કોઈ જાતની તકલીફ ન હતી.
              દરરોજ કૂતરો બંગલામાં રહેતા માણસોને નિહાળતો રહ્યો. સૌના મોજશોખ આનંદ નિહાળતો . કૂતરો રાત અને દિવસ બંગલાની ચોકી કરતો. જ્યારે પણ માલિક બોલાવતો એ તરત હુકમનુ પાલન કરતો. માલિકના એક ઈશારાને એ તરત સમજી જતો. બંગલામાં રહેતા બાળકો અને નોકરો પણ કૂતરાને પ્રેમથી બોલાવતા.
               એક દિવસ કૂતરો બહાર બેઠોબેઠો વિચારે ચડ્યો. એ માલિક અને એમના પરિવારનાં મોજશોખને યાદ કરવા લાગ્યો. જેમજેમ બંગલે વિતાવેલ દિવસો યાદ કરતો ગયો તેમતેમ એને એના જીવન પર નફરત થવા લાગી. એને મનમાં થયુ : “મારે શા માટે હુકમનુ પાલન કરવુ? હું કેમ મારી ઈચ્છા પ્રમાણે બધુ ન કરી શકું ? અરે મારે શા માટે બંગલાની ચોકી કરવી… ? બસ, આટલા વિચારોમાં ડુબી એ તો પ્રભુને પૂછવા લાગ્યો, ઓ પ્રભુ, શા માટે તમોએ મને કૂતરો બનાવ્યો ? મારો શો ગુનો કે મને આવો ઉતમ મનુષ્ય જન્મ ન મળ્યો ?
                બસ, આટલું મનમાં વિચાર્યુ ત્યાંતો કૂતરાને કંઈક ‘દિવ્ય દર્શન‘ થયા. એની નજર સામે એનો પુર્વજન્મ ખુલ્લો થઈ ગયો. એણે નિહાળ્યું કે પુર્વજન્મમાં એ એક ધનવાન શેઠ હતો. અને એના ઘરે એક કૂતરો હતો. એણે પોતાને ધનવાન શેઠ સ્વરૂપે કૂતરાને ખીજાતો, મારતો નિહાળ્યો. રડતો રડતો કૂતરો શેઠનું કામ કરતો ગયો અને અંતે પુણ્યનું ભાથુ લઈ ગુજરી ગયો. શેઠ પણ પાપોનું ભાથુ લઈ ગુજરી ગયો. આ બંન્નેના મરણના દર્શન સાથે કૂતરાને ભાન થયું કે આ જીવનમાં થયેલ શેઠ એ પુર્વ જન્મનો કૂતરો. આ જ્ઞાન સાથે કૂતરાનો અંધકાર દૂર થઈ ગયો.
                  કૂતરો ફરી શાંત વાતાવરણમાં બંગલાની બહાર બેઠો હતો ત્યારે ફરી એના મનમાં વિચાર આવ્યા: “મારા પુર્વજન્મનુ જાણી મને મારા આ અવતારનું રહસ્ય મળી ગયુ…..અને, મારા પુર્વજન્મના વર્તનની સરખામણીમાં આ જન્મે આટલો બધો પ્રેમ મને જે મળી રહ્યો છે એમાં પ્રભુની દયા છે. આ સ્વીકાર સાથે એણે પ્રભુ શરણું લઈ લીધુ.
                  વહેલી સવારે કૂતરો એના શેઠ પાસે દોડી ગયો અને વ્હાલથી ચાટવા લાગ્યો. એના મસ્તકે શેઠનો પ્રેમભર્યો હાથ ફર્યો અને એ આનંદથી નાચવા લાગ્યો.

 

   

નિરવ અને ગીતા

 

 

 

લંડનના એરપોર્ટ પર ઉતરી નિરવ ઈમીગ્રશન, કસ્ટમ પસાર કરી એની સુટકેસો સાથે બહાર આવ્યો. એ પહેલી વાર લંડન નોકરી આધારીત હક્ક લઈને આવ્યો હતો. હવે, કેવી રીતે વેમ્બલી હોટેલ પહોંચીશ એવા વિચારમાં હતો અને એક જ્ગ્યાએ ઉભો હ્તો ત્યારે એની નજર એક દૂર ઉભેલી વ્યકતી પર પડી….દૂર છે એ ગીતા જ છે એવું મનમાં થયું છતાં એનામાં સાહસ ન હતો કે એને બોલાવું, અને એ એને જોતો રહ્યો. એ એની તરફ આવવા લાગી અને એની નજર નિરવ પર પડી અને એના ચહેરા પર એકદમ ખુશી ઉભરાય અને એ બોલી ” તું નિરવ કે ? ” “હા, હું નિરવ, તું ગીતા ને ? ” ” હા, હું ગીતા જે મુંબઈની કોલેજમાં તારી સાથે ભણતી તે “ગીતાએ ખુશ થઈ જવાબ આપ્યો.
મુંબઈની ભવન્સ કોલેજમાં નિરવે બે વર્ષ અભ્યાસ કર્યો ત્યારે ગીતા એની સાથે જ ભણતી હતી. નિરવ જ્યારે કોલેજના પહેલા વર્ષમા હતો ત્યારે એ ચાલતા ચાલતા પડી ગયો હતો. એ સમયે ગીતા નજીક હ્તી તે એની પાસે દોડીને આવી અને પુછ્યું “નિરવ તને વાગ્યું તો નથીને ?” બસ, આટલા ગીતાના શબ્દો સાથે એમની મિત્રતા શરૂ થઈ હતી. ધીરે ધીરે  આ મિત્રતા ખીલી હતી અને ક્લાસમાં સૌ કહેતા કે એક દિવસ આ બંને પરણી સાથે જીવન જીવશે.નિરવના હૈયે ગીતા હતી અને એ પણ મનમાં વિચારતો કે ઈન્ટર સાયન્સનો અભ્યાસ પુરો થાય ત્યારબાદ લગ્ન કરી આગળ ભણીશું. હજુ ઈન્ટર સાયન્સની પરિક્ષાના છેલ્લા દિવસે જ નિરજને જાણવા મળ્યું કે ગીતાના લગ્ન નક્કી થઈ ગયા છે. આટલું જાણી એ ઘણો જ નિરાશ થઈ ગયો હતો છતાં એને એક વાર ગીતાને મળવું હતું. ગીતાને પણ નિરવને મળી કંઈક કહેવું હતું. બંનેએ એકબીજાને એક રેસટોરાન્ટમા મળવા સમય નક્કી કર્યો. નિરવ તો સમય પહેલા રેસટૉરાન્ટમા આવી ગયો. મળવાનો સમય પસાર થઈ ગયો છતાં ગીતા ના આવી. અનેક કલાકો વહી ગયા અને જ્યારે ગીતા ના આવી ત્યારે નિરાશ થઈએ ઘરે ગયો હતો. આ ઘટના બન્યાને ઘણા વર્ષો થઈ ગયા બાદ નિરવ પહેલી વાર ફરી ગીતાને મળી રહ્યો હતો. નિરવ ગીતાને કંઈક પુછે તે પહેલા ગીતાએ એની કહાણી ચાલુ રાખી….” નિરવ,જે દિવસે આપણે રેસટોરાન્ટમા મળવાના હતા તે હું કદી ભુલી નથી. એ જ દિવસે મારા ઘરે એક લંડનનો છોકરો મને જોવા આવ્યો હતો મને માતપિત્તાએ એ બધું નક્કી કર્યું  હતું અને મને જાણ બહાર રાખી હ્તી. એ છોકરાનું નામ હતું રાજન.એણે તો મને જોઈને હા કહેતા તરત જ  જલ્દી લગ્ન લેવાનું નક્કી થયું કારણ કે એ એના માતપિતા સાથે લંડન જવાનો હતો. મેં મારા માતાપિતાને ઈચ્છા નથી એવું કહ્યું ત્યારે એમણે મારી વાતને જરા ગણકારી નહી અને કહું કે “બેટા, તોં લંડન જઈને સુખી થઈશ ” મારા માતાપિતા ઘણા ગરીબ હતા અને એમને હું દુ;ખ પહોચાડવા માંગતી ના હતી. મેં હૈયા પર પથ્થર મુકી સહી લીધુ અને લગ્ન બાદ રાજન સાથે હું લંડન આવી. લંડન આવવા પહેલા એક વાર હું કોલેજ ગઈ તો જણ્યું કે તું કોલેજ છોડી ચાલી ગયો હતો અને હું મારા મનની વાત તને કહી ના શકી. “આટલું વિગતે સાભળ્યું છતાં નિરવ શાંત રહ્યો. થોડૉ સમય હવામાં શબ્દો ના હતા અને વાતાવરણ જરા ગંભીર બની ગયું….અને, નિરવ બોલ્યો ” ગીતા, ચાલો, તું તો ખુશ છે ને ! મને એ માટે ઘણો જ આનંદ છે. “
એવા નિરવના શબ્દો સાંભળી, ગીતાએ હિંમત કરી નિરવને પુછ્યું “નિરવ, મેં તો મારા વિષે કહ્યું. આપણે છુટા પડ્યા બાદ તારૂં જીવન કેવું ગયું તે મને કહીશ? ” ગીતાના આ શબ્દો સાંભળી નિરવે અનેક વર્ષોથી એના હૈયામાં છુપાયેલી વાત કહેવાનું શરૂ કર્યું..”ગીતા, એ દિવસે જ્યારે તું રેસટૉરાન્ટમાં ના આવી ત્યારે હું ખુબ જ નિરાશ થઈ ગયો હતો. અને, ગુસ્સામાં આવી ના બોલી શકાય એવું પણ બોલ્યો હતો…પછી હું શાંત થઈ ગયો હતો અને મારી આંખોમાં આંસુઓ હતા. કોણ જાણે કેમ ત્યારે પ્રભુ મને કંઈક કહેતો હતો કે “ગીતાની પણ કારણોસર લાચારી હશે ” બસ, આટલા વિચાર સાથે મેં પ્રાર્થના કરી હ્તી કે “ગીતા જ્યાં હોય ત્યાં ખુશ રહે ” આટલું કહી નિરવ ચુપ થઈ ગયો ત્યારે તરત જ ગીતા આતુરતાથી બોલી “નિરવ્ પછી શું થયું ? “ત્યારે, નિરવે વાત આગળ ચલાવતા કહ્યું “ત્યારબાદ્ મેં નિર્ણય લીધો કે મારે હવે કોઈની સાથે લગ્ન કરવા જ નથી. મારા માતાપિતાએ અનેક વાર કહ્યું પણ હું મક્કમ રહ્યો. અંતે એમણે મારા નિર્ણયનો સ્વીકાર કર્યો. મેં પણ આગળ અભ્યાસ કરી કોમપુટર ઈનજીનીઅરીંગની ડીગ્રી મેળવી. નોકરી સારી હતી છતાં કોણ જાણે કેમ મને ઈંગલેન્ડ જવાની ઈચ્છા હંમેશા રહેતી. લંડનમાં નોકરી મળતા હું આજે લંડન આવ્યો છું ” આટલું કહી નિરવે એની કહાણી બંધ કરી.
હવે, ગીતા જાણે એની અધુરી કહાણી કહેવા માટે આતુર હતી અને ગીતા નિરવને કહે…”નિરવ,અહીં ઈંગલેન્ડ આવ્યા બાદ રાજન સાથે હું આનંદમા હતી. ત્રણ વર્ષ બાદ, રાજન મારાથી દૂર જવા લાગ્યો અને અંતે મેં જાણ્યું કે એ કોઈ બીજી છોકરી સાથે પ્રેમમાં છે ત્યારે હું ખુબ જ રડી. રાજન સાથે વાતો કરવાનો પ્રયાસ કર્યો તો એણે અપશબ્દો કહ્યા. અંતે મેં નિર્ણય લીધૉ કે રાજન સાથે છુટાછેડા લેવા અને કાયદેસર આ કામ પુરૂ થયું અને આજે હું મારા નાના બાબા સાથે એક ફ્લેટમાં રહું છું. કોલેજનો અભ્યાસ કર્યો હતો એથી નોકરી મને તરત મળી હ્તી. જ્યારે રાજન સાથે હતી ત્યારે પણ મને મુંબઈની યાદમાં તારી સાથે મેં કરેલ અન્યાય મને ડંખ મારતો હતો. હવે જ્યારે રાજન વગર છું ત્યારે પણ તારી યાદ હજુ આવે છે, ” આટલા શબ્દો કહેતા ગીતાનો સ્વર ઢીલો થઈ ગયો અને એની આંખોમાં આંસુંઓ હતા.
આ બધું સાંભળી નિરવ કહે “ગીતા, તને ખોટું ના લાગે તો મારે તને મારા દિલની વાત કહેવી છે. ગીતા તું મારા દિલમાં હંમેશા રહી છે. તો, આજે હું તને કહું કે મારે તારી સાથે લગ્ન કરવા છે, તો તારો શું જવાબ છે ?” ગીતા તો નિરવના આવા શબ્દો સાભળી અચંબો પામી તેમ છતાં એના હૈયામાં ખુશી હતી, જાણે નિરવે એના દિલની વાત જ કહી નાંખી. એણે કહ્યું “નિરવ હું તૈયાર છું ” બંને જણા એકબીજાને ભેટી પડ્યા..અનેક વર્ષો બાદ ! ” ચલો, નિરવ આપણે ફ્લેટ પર જઈએ ” અને, સામાન લઈ ટેક્ષી કરી ફ્લેટ પર પહોચ્યા ત્યારે ગીતાની દોસ્ત સાથે એનો અજય રમતો હતો. ગીતાને જોઈ એ તો દોડીને ગીતાને વળગી ગયો અને નિરવને જોઈ એ બોલ્યો ” મમ્મી, આ કોણ ? ”  ત્યારે ગીતાએ વ્હાલથી કહ્યું “એ તારા નવા ડેડી છે ” પિતા વગર સુનો અજય  નિરવને ભેટી પડ્યો ત્યારે નિરવ એને વ્હાલ આપતા ભુતકાળનું બધું જ ભુલી ગયો !
ચંદ્રવદન …..તારીખ જન્યુઆરી, ૨. ૨૦૦૯ 

 

 

 

 

 
 

પોપટની પ્રભુભક્તિ

પિંજરામાં એક પોપટ હતો. એના માલિકે એને ઘણું જ બોલતા શીખવી દીધું હતું. જ્યારે પણ કોઈ માલિકને ત્યાં મહેમાન થઈ આવે, તો પોપટ એમનો આવકાર “પધારો મોંઘેરા મહેમાન ” એની મીઠી વાણીથી કહી કરતો. જે કોઈ પધારતું તેનું દીલ પોપટ હરી લેતો. આ પોપટ માલિકના મહેલમાં છેલ્લા દસ વર્ષથી હતો. છતાં,પિંજરા બહાર એનું જીવન કદી પણ ન ગયું. પોપટ આમ ભલે અન્યને ખુશી આપતો પણ એના હૈયાની ઉંડાણમાં એ ઘણો દુઃખી હતો. એ ઘણીવાર વિચારતો કે ક્યારે આ કેદરૂપી દુનિયાથી છુટકારો મળશે ? અને, ક્યારે આકાશે ઉડી એની મઝા માણું ?
પોપટ જ્યારે જ્યારે એકાંતમાં આવા વિચારોમાં પડતો ત્યારે ત્યારે એને જંગલમાં કેવી રીતે પારધીએ કેદ તેનું  યાદ કરતો. એ એની પત્ની સાથે આનંદભર્યું જીવન નિભાવતો હતો અને એને સંતાનરૂપે બે નાના પોપટબાળ હતા. એક વાર ખોરાકની શોધમાં એ એની હદ બહાર ઉડી ગયો અને જાળમાં પકડાઈ ગયો હતો. જ્યારે એ જાળમાં રૂદન કરી રહ્યો હતો ત્યારે પાધરીના ચહેરા પર ખુશીભર્યું હાસ્ય હતું…એ દ્રશ્ય એને ફરી ફરી યાદ આવતું હતું.
આવા વિચારો સાથે, એક દિવસ પોપટને બજારમાં ગાળેલા દિવસો યાદ આવ્યા હતા. એક દિવસ એક શેઠ બજારમાં આવ્યા હતા. એની સુંદર કાયા નિહાળી એ ઘણાં જ મોહીત થઈ એની ખરીદી કરી હતી. એ ખરીદી કર્યા બાદ, દસ વર્ષ પહેલા, શેઠ એને પ્રથમવાર મહેલમાં લાવેલા. મહેલમાં આવ્યા બાદ પિંજરામાં એનું જીવન વહેતું ગયું. સમયસર ખાવાનું મળતું હતું. માલિક એની સાથે પ્રેમથી વાતો પણ કરતો અને ઘણી જ સંભાળા લેતો. ધીરે ધીરે શેઠે એને માનવભાષા પણ શીખવી દીધી હતી. બધી જ રીતે પોપટને સુખ હતું. છતાં,પિંજરનું જીવન એટલે કેદખાનું ! આજ પોપટ હૈયે ઝંખના હતી !
માલિકની ઈચ્છા પ્રમાણે, પોપટે બોલવાનું શીખી મહેમાનોને આવકાર આપવાનું કાર્ય અનેક વર્ષોથી વફાદારી સાથે કરતો રહ્યો. મહેમાનોને ખુશ કરવા એ જાણે એનું ધર્મ-કર્તવ્ય થઈ ગયું. રોજના ક્રમ પ્રમાણે બધું જ સમયના વહેણમાં વહેતું હતું. કિન્તુ, આજે પ્રથમવાર વિચારોમાં પડતાં એ એના ભુતકાળને, એના પુર્વજન્મને નિહાળતો હતો. પુર્વજન્મે એ પણ એક માનવી હતો.ઘણી જ અમીરી હતી, તેમ છ્તાં અન્ય પાસે છીનવી વધું અને વધું મેળવવાની વ્રુતિ હતી. એણે અનેક માનવીઓને દુઃખ પહોંચાડ્યું હતું…….એ બધું જ યાદ આવ્યું. આવી યાદ સાથે પોપટને આ જીવનની પિંજરનૉ કેદ ગમવા લાગી. એને થયું કે માનવજીવને એણે અનેક અવગુણો કર્યા હતા છતાં પ્રભુએ આ જીવને કેટલું બધું સુખ આપ્યું છે. એના હૈયે હવે સંતોષ હતો. એ તો ” જય સીયારામ, જય સીયારામ ” બોલી પ્રભુસ્મરણ કરવા લાગ્યો.
માલિકના મહેલમાં પોપટ હવે ઘણો જ ખુશ હતો. એણે એના મનમાં પ્રભુનું સ્મરણ ચાલું રાખ્યું. એવા સ્મરણ સાથે એ એની મીઠી વાણીમાં માલિકને “જય સીયારામ, જય સીયારામ ” કહેતો ત્યારે માલિક પણ ઘણાં જ ખુશ થતા.માલિક પણ પ્રભુભક્તિ રંગે રંગાવા લાગ્યો. પોપટ તો મહેમાનોને પણ ” જય સીયારામ, જય સીયારામ ” શબ્દોથી આવકાર આપવા લાગ્યો. મહેમાનો પણ ખુશ થતા અને કોઈકે તો પ્રભુપંથ પણ અપનાવ્યો.
અનેક વર્ષો  રહ્યા બાદ, માલિકના મહેલમાં પોપટને ઘડપણ આવ્યું. એક દિવસ માલિકે એની વફાદારી અને આપેલ આનંદને ધ્યાનમાં લઈ, પ્રભુપ્રેરણાથી, પિંજરાના દ્વાર ખુલ્લા કર્યા , છતાં પોપટ તો પિંજરામાં બેસી રહ્યો. ઉડી ભાગી જવાની એની  જરા પણ ઈચ્છા ન હ્તી. તો, માલિકે એને પ્રેમથી કહ્યું ” મારા વ્હાલા, જ ઉડી જા…અને સૌને જય સીયારામ કહેજે,..અને આકાશે ઉડી  મળજે તારા ભાંડુઓને ” આવા શબ્દોમાં પોપટને એની પત્ની અને સંતાનો યાદ આવ્યાં. એ પિંજરની બહાર નિકળી બોલ્યોઃ “ખુબ ખુબ આભાર, જય સીયારામ ઓ માલિક મારા ” આટલા શબ્દો બોલી એ તો  દૂર ડૂર આકાશમાં ઊડી ગયો. એના હૈયે એક જ આશા હતી કે ફરી એ એના પરિવારને મળી જીવનના બાકી રહેલા દિવસો એક સાથે ગાળી શકે. પણ, એને ખબર ન હતી કે જે જંગલમાં એ રહેતો એ જંગલ પણ ઘણું જ બદલાય ગયું હતું. એને જ્યારે એવો ખ્યાલ થયો અને થયું કે કદાચ એ એના પરિવારને મળી આ શકે, તો પણ પોપટ એવા વિચારોમાં નારાજ ન હતો કારણ કે હવે એ પ્રભુભક્તિમાં આનંદમય હતો !
ચંદ્રવદન.
જુન, ૨૩, ૨૦૦૭ ( “વિશ્વનિર્માતા પ્રજપતિ ‘ના માર્ચ-એપ્રિલ ૨૦૦૮ના અંકમાં પ્રગટ )

સાપ અને લીસોટા

 
 
  
king cobra pictures
 
 

સાપ અને લીસોટા

 

    માધવ નગર એક નાનું ગામ છે, અને ગામના તળાવ નજીકનાં ફળીયે એક નાનું પણ સુંદર ઘર છે., જેમાં એક વ્રુધ્ધ કુટુંબ રહે છે- પસાભાઈ અને પ્રેમીબેન. એમને બે દીકરા. મોટો દીકરો રામ અને નાનો શ્યામ. રામ પરણીત છે અને નાનો કુંવારો છે. પણ રામ-શ્યામની જોડીને નિહાળીને સૌ રામ લક્ષ્મણ સજીવન થયા એવું ફળીયે કહેતાં. રામની પત્નીનું નામ સવિતા. રામને સંતાન રૂપે બે દિકરાઓ- દીપક અને પ્રકાશ. જે શ્યામને બહુજ વ્હાલા હતા. પશાભાઈના ઘરે સૌના મુખે આનંદ હતો. ગામમાં ચર્ચા થતી તો પશાભાઈના કુટુંબની વાત મુખે હોય જ “પશાકાકા કેવા ભાગ્યશાળી છે ! કેવો કુટુંબ પ્રેમભાવ છે….” વળી, વધુ ચર્ચા થતી તેમ સાંભળવા મળતું કે “રામ અને શ્યામની જોડી કેવી સુંદર છે ! ભાઈ-ભાઈનો પ્રેમ તો એવો હોવો જોઈએ !”

જેમ વર્ષો વહી ગયા શ્યામ પણ નાનો ન રહ્યો, એ પણ પરણવા લાયક થયો. શ્યામ પરણી ગયો, અને હવે ઘરમાં બે વહુઓ,.શ્યામની પત્ની કંચન, એક ગરીબ ઘરની સંસ્કારી નારી હતી. જે સવિતાની દેરાણી થઈ…પશાભાઈ તો વહુઓના વખાણ કરતા સૌને કહે “મારી સવિતા તો ઘરની સીતા છે ! મારી કંચન તો ઘરની લક્ષ્મી છે !”

 

સમય વહેતો ગયો…અનેક વર્ષો વહી ગયા. પશાભાઈ અને પ્રેમીબેન અશક્ત  

થઈ ગયા. ઘડપણ સૌની નજરે આવતું હતું. પ્રથમ પશાભાઈએ પ્રાણ ત્યાગા અને થોડા મહિનામાં પ્રેમીબેન પણ પ્રભુ ધામે ચાલી ગયા. હવે રામ અને શ્યામની માતાપિતાની છત્રછાયા ન હતી…કિન્તુ, બે ભાઈઓ એક બીજાથી નજીક રહ્યા. એક બીજા માટે પ્રેમ વધતો ગયો. શ્યામને ત્યાં એક દીકરીનો જન્મ થયો. એ ઘરમાં આનંદ વધ્યો. રામના બે દીકરા અને શ્યામની દીકરી એક સાથે રમે અને એઓને નિહાળી ઘરના સર્વ આનંદ માણે…આ પ્રમાણે અનેક દિવસો વહી ગયા પણ, એક દિવસે રામનું અકસ્માત મ્રુત્યુ થયું. એક આનંદીત પરિવારમાં અચાનક મહાન દુ:ખ આવી પડ્યું. નાના શ્યામને કંઈજ સુજતું નથી. કુદરત દુ:ખ આપે અને એનો ઈલાજ પણ એજ આપે…શ્યામને કંઈક પ્રભુશક્તિ મળી અને એણે ઘરની પુરી જવાબદારી ઉપાડી લીધી.

 

 મોટાભાઈના નાના દીકરાઓને શ્યામે એના ભત્રીજા સ્વરૂપે ન જોયા…. અને, દીકરા સમાન ગણ્યા….શ્યામની વહુ કંચનને પણ કાકીને બદલે માતારૂપી પ્રેમ આપ્યો. દીપક-પ્રકાશે પણ કાકા-કાકીને અનેકવાર પપ્પા-મમ્મી કહી દીધું.

 

અનેક વર્ષો વીતી ગયા. મોટાભાઈ રામના દીકરાઓએ ઉચ્ચ ભણતર લીધું….એક ડોક્ટર તો બીજો એંન્જીનીયર થયો. ગામમાં રહેવાનું છોડી દીધુ અને નજીકના શહેરમાં રહેવા લાગ્યા. એ ઓ પણ મોટા થઈ ગયા હતા અને લગ્નગ્રંથીમાં બંધાયા. બંને ભાઈઓ સુંદર આલીશાન મકાનમાં રહેવા લાગ્યા. પ્રભુક્રુપાથી એઓને સંતાન સુખ પણ મળ્યું. રામની પત્ની સવિતા થોડા દિવસો દિપકને ત્યાં તો થોડા દિવસ પ્રકાશને ત્યાં રહી એનું જીવન પસાર કરતી રહી.

 

માધવપુર ગામે શ્યામ જુના ઘરે દિવસો ગાળી રહ્યો હતો. ગામડાના જીવનમાં એને સુખ આનંદ હતો. જીવન ગુજરાન માટે નોકરી હતી. એને સર્વ પ્રકારે સંતોષ હતો. ફક્ત કોઈકોઈ વાર એને નાની દીકરીની ચિંતા હતી. દિવસે દિવસે એ મોટી થતી હતી. ઘણીવાર શ્યામ અને કંચનની વચ્ચે ચર્ચા થતી: “ ખેર, જુઓને, આપણી નયના તો ઘણીજ મોટી થઈ ગઈ છે. આપણે એના માટે કોઈક જગ્યા શોધવી પડશે.” કંચન શ્યામને કહેતી.

 

“અરે, પગલી, તું શાને ચિંતા કરે છે ? દીપક અને પ્રકાશ તો છે….” શ્યામ શાંતિથી કંચનને કહેતો.

 

“અરે, એ તો આપણા ભત્રીજા છે, એમના પર કંઈ આશા રખાય ?” કહી કંચન શ્યામને ચેતવણી આપતી.

 

“પગલી,આપણે ક્યાં દીકરાઓ છે. એઓ જ આપણા દીકરા, આપણી દીકરી નયનાનાં લગ્ન સમયે દોડીને આવશે.” એવા શબ્દો કહી શ્યામ કંચનની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરતો

 

નયનાએ કોલેજનો અભ્યાસ કરી ડીગ્રી મેળવી. અને જ્યારે એ ક્યાંક નોકરીની શોધમાં હતી ત્યાં તો એક ઉચ્ચ કુટુંબનું માંગુ એના માટે આવ્યું. છોકરાનું નામ પ્રિતેશ હતું એ છોકરો શાંત સ્વભાવનો અને દેખાવે જરા શ્યામ હતો.છતાં ઘણોજ રૂપાળો હતો. પ્રિતેશને તો નયનાં ઘણીજ ગમી ગઈ,”પણ અમારી દીકરી નયનાને પ્રિતેશ ગમશે?” આવો પ્રશ્ન માત-પિતા કંચન-શ્યામને હૈયે હતો. પ્રિતેશ સહિત એના માતા-પિતા નયનાને જોઈ ગયા બાદ બીજે દિવસે નયનાને નિહાળી રહ્યા હતા. નયના ચૂપચાપ બેઠી હતી….અને સાંજનો સમય હતો.

 

“નયના બેટા અહીં આવ !” શ્યામે બેટીને બોલાવી કહ્યું. નયના કંઈક પણ બોલ્યા વગર નજીક આવી બેસી ગઈ.

 

“બેટી ! પ્રિતેશ કેવો લાગ્યો ? તને ગમ્યો કે ? “ શ્યામે દીકરી ને પ્રેમથી પુછ્યુ.

 

“પપ્પા ગમે છે, બહુ જ ગમે છે !” નયના શરમાઈને એટલું જલ્દી જલ્દી બોલી એકદમ ઉઠીને ભાગી ગઈ. શ્યામ સવારે પત્ની કંચનને મળ્યો ને નયના સાથે ગઈકાલે સાંજે જે ચર્ચા થઈ તે બારે કહ્યું. બંને જણા બહુ જ ખુશ હતા અને તેમાં કંચનના હરખની તો વાત જ નહી ! બસ, પછીતો લગ્નની તારીખ નક્કી થઈ અને લગ્નની તૈયારીનો પ્રશ્ન આવ્યો. શ્યામ અને કંચન માટે એક વાતે દીકરીના લગ્નની ખુશી હતી તો બીજી વાતે એક મોટી મુંજવણ હતી. આટલો બધો લગ્ન ખર્ચ કેવી રીતે થશે? અને ફરી ઘરના શાંત વાતાવરણમાં પતિ-પત્નિ ચર્ચા કરવા લાગ્યા.

 

“અરે, સાંભળો છો કે ? દિપક, પ્રકાશને કાગળ લખોને” કંચને શ્યામને કહ્યું.

 

“કાગળ લખવાની શી જરૂર છે ? દીકરા આપણા છે ચિંતા ન કર” શ્યામે શાંતિથી જવાબ આપ્યો.

 

“ખર્ચ માટે પૂરતા પૈસા નથી, તો કંઈક સગવડતો કરવીજ પડશે ને ! પૂછી લ્યોને” કંચને ભારપૂર્વક શ્યામને કહ્યું. “દીકરાઓ આગળ હાથ લાંબો ના થાય, એઓ જાતેજ આવીને બધું સંભાળી લેશે”શ્યામે વિશ્વાસ સહિત જવાબ આપ્યો . લગ્નની કંકોત્રીઓ છપાઈ ગઈ. સગા સ્નેહીઓને નયનાના લગ્નના સમાચાર પહોંચી ગયા. દીપક તેમજ પ્રકાશને પણ સમાચાર મળ્યા. એકવાર દીપક ગામ નજીક સરકારી કામ હતુ એથી જુના ઘરે આવ્યો ત્યારે શ્યામ-કંચને નયનાના લગ્નની ખુશી હર્ષની વાતો કરી, અને અંતે જતાં જતાં દીપક કહેતો ગયો….”કાકા, નયનાના લગ્નમાં અમે જરૂર આવીશું” દીપકે કહ્યુ…એ સિવાય બીજો કોઈપણ શબ્દ દીપકને મુખે સાંભળવા ન મળ્યો.શ્યામ તો ભત્રીજા દીપક ને જોતો રહ્યો. હજું કંઈ વિચાર કરે કે કહે એ પહેલાં તો દિપકની મોટરગાડી દૂર ચાલી ગઈ. હવે, શ્યામને નયનાનાં લગ્નની ચિંતા થવા લાગી. કિન્તુ એ કોને એના મનની વાત કહે ? પત્ની કંચને તો એને ઘણી વાર ચેતવણી આપી હતી કે “જેને તમો મારા..મારા કહો છો તેઓ જરૂર પડશે ત્યારે મારા ના થાય…” આટલી મુંજવણો હતી છતાં, શ્યામને ભગવાન પર પુરી શ્રધ્ધા હતી કે ભગવાન જરૂરથી કંઈક કરશે. જ્યારે જ્યારે ચિંતાઓથી વિચારો એને આવતા ત્યારે પ્રભુનામથી એવા વિચારો દૂર કરતો.

 

નયનાના લગ્ન ના ત્રણ જ અઠવાદિયા બાકી હતા. જે બધત હતી તે તો બધી જ લગ્નની તૈયારીઓમાં ખર્ચાય ગઈ હતી, હજુ તો લગ્નના દિવસોનો ખર્ચ તેમના લગ્ન બાદ થતો ખર્ચ નિભાવવાનો હતો “શું થશે ?” એ પ્રશ્ન જ્યારે મુંજવી રહ્યો હતો ત્યારે શ્યામ આંખમાં આસુઓ સહિત પ્રભુને કહેવા લાગ્યો “મારી લાજ તમારા હાથમાં છે…!” હજું તો આટલું જ બોલ્યો અને એના પિતાશ્રીએ એક જીવન પોલીસી લીધી હતી તેનું યાદ આવ્યુ. એ ઘરના જુના ચોપડાઓ તેમજ ફાઈલો શોધવા લાગ્યો…આમ તેમ કાગળો ફેરવતાં એની નજર સામે એક કાગળ હતો. એ હતી પિતાશ્રીની પોલીસી. એનો ચહેરો આનંદીત હતો.

 

લગ્નનો શુભ દિવસ આવી ગયો. નયનાને શણગારવામાં કોઈ ખોટ ન હતી. લગ્ન મંડપે બધી જ તૈયારી હતી. સૌ સગા-સ્નેહીઓ લગ્ન માટે આવી ગયા હતા. જાન આવી ગઈ અને લગ્ન પણ ધામધોમ થી પૂર્ણ થયા. દીકરી નયનાને શ્યામ અને કંચને આસુંભરી વિદાય આપી. ઘરે થોડો સમય શાંત વાતાવરણ હતું અને એ શાંતીનો ભંગ કરતા નીચેના શબ્દો હતા….”આજે મોટાભાઈ હો તો !” દિલાસો સહિત શ્યામે પ્રથમ શાંત વાતાવરણનો ભંગ કર્યો.

 

“ ભાઈ બીજો કોઈ બેલી નથી” શ્યામે વધુમાં કહ્યું.

 

ત્યારે કંચને ધીરેથી કહ્યું “હું તો કહેતી આવી હતી કે, ભત્રીજા તે ભત્રીજા. ભલે તમો એમને દીકરા માનો પણ દીકરા થતા નથી”

 

શ્યામ હવે જાગ્રુત હતો અને એના દિલમાં એક જુની યાદ ભરી કહાણી રૂપી વિચાર હતો….”સાપ ગયો અને લીસોટા રહી ગયા….”

 

ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી (યુ.એસ.એ.)

 

56 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod K prajapati  |  સપ્ટેમ્બર 9, 2008 પર 7:09 એ એમ (am)

  Respected Dr.Saheb, ati sunder kavyo chhe. jo lipi english ane Bhasha gujarati rakhsho to Ghana bhaviko ne labh malse Vinod K Prajapati.

  જવાબ આપો
 • 2. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 4, 2009 પર 5:23 પી એમ(pm)

  The 1st comment you see is from VINODBHAI PRAJAPATI for ZARNA but it can be appled to this Section too & so not deleted. Henceforth ALL NEW COMMENTS will be for this New Section>>>

  જવાબ આપો
 • 3. arti  |  જાન્યુઆરી 12, 2009 પર 7:58 એ એમ (am)

  tamari aa vat sache j dil ma utri jay tevi chhe.

  જવાબ આપો
 • 4. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 14, 2009 પર 4:42 પી એમ(pm)

  JIGNESH responded by an Email to TUNKI VARTA & it is posted as his COMMENT>>>>

  Re: CHANDRAPUKARSaturday, January 10, 2009 4:08 AM
  From: “jignesh adhyaru” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  Dear Chandravadan bhai, Its a very good effort and i wish you all the best for the same. Will surely read and comment. Regards, Jignesh

  જવાબ આપો
 • 5. Shantilal Patidar  |  ફેબ્રુવારી 28, 2009 પર 7:51 પી એમ(pm)

  Wonderful stories, has lot of deep meaning. There are always credible reasons for your present existence. Eyes or the brain is not equipped to see or realise the reasons long after the material facts!!

  જવાબ આપો
 • 6. Capt. Narendra  |  એપ્રિલ 11, 2009 પર 8:51 પી એમ(pm)

  Very meaningful stories. They all call for a deep reflection.

  જવાબ આપો
 • 7. jankrut  |  એપ્રિલ 12, 2009 પર 2:24 એ એમ (am)

  very good chandravadan bhai,

  very good,

  i like your blog very much.

  really gujarati lover.

  regards
  jankrut
  +91-94261 77365

  જવાબ આપો
 • 8. Harnish Jani  |  એપ્રિલ 12, 2009 પર 2:20 પી એમ(pm)

  Very good stories-
  conratulations

  જવાબ આપો
 • 9. Thakorbhai P Mistry  |  એપ્રિલ 12, 2009 પર 4:55 પી એમ(pm)

  It was pleasure to read your short stories which depict morality, behaviour and vitues of humanbeings. If one cannot appreciate what one has at the moment, how can one value the future has in store.

  Congratulations for excellent work.

  જવાબ આપો
 • 10. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 12, 2009 પર 5:10 પી એમ(pm)

  THIS IS AN EMAIL RESPONSE from JAY GAJJAR>>>>

  Re: Fw: VISIT CHANDRAPUKAR to READ TUNKI VARTASaturday, April 11, 2009 1:13 PM
  From: “Jay Gajjar” View contact detailsTo: emsons13@verizon.netDear Chandravadanbhai,’
  Namaste.
  Good idea. Good try.
  Keep writing and you will be good at short story.
  Good luck
  Jay Gajjar

  જવાબ આપો
 • 11. JAYANTILAL MISTRY  |  એપ્રિલ 13, 2009 પર 11:53 એ એમ (am)

  nameste chandrcant bhai ihave read all varta it is nice and wish
  peple in this world read this simple varta and take somthing in
  there life and do somthing beter for this world, family friends,comunity, thanks for varta keep yor good work
  jay jalram from jaynntilal mistry

  જવાબ આપો
  • 12. Vasant  |  જૂન 10, 2009 પર 1:51 પી એમ(pm)

   I do read your poems and the articles on varuous subjects. It is very intresting and worth read which encourages and give inspiration. Carry on doing good work.
   May God grant you long life with sound health.
   Vasant
   40 lodge Road,
   rugby

   જવાબ આપો
 • 13. Manu Naik  |  મે 30, 2009 પર 2:18 પી એમ(pm)

  Dr A good appealing story the one only I read today – Nirav & Geeta
  Regards
  Manu
  May 30

  જવાબ આપો
 • 14. Khalil Ahmed Delair  |  જૂન 13, 2009 પર 10:42 એ એમ (am)

  તમારી વેસ્મા ઉપર ની કવીતા પસંદ પડી.

  ખલીલ દિલેર

  જવાબ આપો
 • 15. Jay Gajjar  |  જૂન 14, 2009 પર 2:19 પી એમ(pm)

  Dear Shri Chandrakantbhai,
  Namaste. Good stories. Very appealing and emotional. Good art of short stories. End is sometimes fantastic.
  Keep the spirit
  Jay Gajjar, Mississauga, Canada

  જવાબ આપો
 • 16. Sureesh Jani  |  જૂન 26, 2009 પર 1:30 પી એમ(pm)

  Very small fonts. Can’t read

  જવાબ આપો
 • 17. Capt. Narendra  |  જૂન 26, 2009 પર 4:45 પી એમ(pm)

  સરસ, સરળ વાર્તાઓ, પણ એટલી જ ઉંડી અને ગહન. વિચાર કરતા મૂકે તેવી. અમારી સાથે share કરવા માટે આભાર..

  જવાબ આપો
 • 18. Ramesh Patel  |  જૂન 26, 2009 પર 9:37 પી એમ(pm)

  Story of water drop
  very very meaningful and having deep thought.
  One poem I wrote today and your views found
  showing a way…

  વાત નિરાલી આભાસી

  આભ ધરાના મિલન ક્ષિતિજે

  દિઠા અમે તો આભાસી

  રમે ચાંદલો મસ્ત ગગને

  ને જળ દર્શને એ આભાસી

  પ્રભુ સહવાસી ને સંગે એ સહ પ્રવાસી

  ન સમજાતું તોયે શું છે આભાસી

  ઝીલે જલધારો રવિ કિરણો

  ને રમે મેઘધનુષ વ્યોમે આભાસી

  સાત રંગો ઘૂમે ચગડોળે

  ને ખીલતા શ્વેત રંગ તે આભાસી

  નથી સમજાતું કેમ રમે આ આભાસી

  સાવજ ગરજે ગિરિ કંદરાએ

  ને જોશીલો પડઘો ગૂંજે આભાસી

  રણ મધ્યે લહરે સરોવર

  ને દીઠી મૃગજળ માયા આભાસી

  નથી સમજાતું ક્યાં છૂપાયું આ આભાસી

  હું ઉભો આયના સમક્ષ

  ને મુજ દર્શન તે આભાસી

  સકારણ આવે સ્વપ્નો કવિને

  ને જાગ્યા તો કહે છે આભાસી

  વાત નિરાલી તારી કેમ ઉકેલું હું આભાસી

  નથી સમજાતું શું છે ભાઈ આ આભાસી

  હરિ સમાણો કણકણમાં સઘળે

  તોય જગ માયા મહા આભાસી

  વાહ ખેલૈયા ખેલ નિરાલા

  ભ્રાંત દૃષ્ટિની જાળ ગૂંથી છે આભાસી

  ફૂંક મારી તો બંસરી બોલી

  શ્વાસ રુક્યો તો સઘળે સઘળું આભાસી

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 19. ben patel  |  જૂન 26, 2009 પર 11:13 પી એમ(pm)

  Very Good
  Enjoyed very much
  Ben Patel

  જવાબ આપો
 • 20. Mayur Prajapati  |  જૂન 27, 2009 પર 3:18 એ એમ (am)

  khub j saras vartaao

  mane khub j gami

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati

  જવાબ આપો
 • 21. Heena Parekh  |  જૂન 27, 2009 પર 8:54 એ એમ (am)

  આપના આ વિભાગની આજે જ મુલાકાત લીધી. અને બધી ટૂંકી વાર્તાઓ વાંચી. સરસ છે. અભિનંદન.

  જવાબ આપો
 • 22. pallavi  |  જૂન 27, 2009 પર 8:57 એ એમ (am)

  nice stories

  જવાબ આપો
 • 23. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 27, 2009 પર 12:57 પી એમ(pm)

  This is an Email Response>>>>

  Re: TUNKI VARTA Section os CHANDRAPUKAR…INVITATIONFriday, June 26, 2009 6:42 AM
  From: “harnish Jani” View contact detailsTo: emsons13@verizon.netWah, Very good.

  જવાબ આપો
 • 24. Dr.Shashikant Mistry  |  ઓગસ્ટ 16, 2009 પર 3:15 પી એમ(pm)

  All short stories of yours teach us some thing that we need to put in practice in our daily life. That is good. May you carry on your creative activities for a long time with the grace of Almighty God.

  જવાબ આપો
 • 25. Mrs. Hemu Aggarwal  |  ઓગસ્ટ 27, 2009 પર 6:57 પી એમ(pm)

  Enjoyed your short stories. Each one carries a different message.

  Enjoyed “Ek Paani Nu Tipu” and “Talav Ni Machali” but could ot read properly “Saap Ane Lisota” because the letters were too small to read.

  જવાબ આપો
 • 26. Mrs. Hemu Aggarwal  |  સપ્ટેમ્બર 2, 2009 પર 1:13 એ એમ (am)

  Thanks for fixing the type size. I found that this story has multi messages. Loyalty, devotion, sacrifice, affection etc. But another message, more powerful than any other is, I think, expectations are the root cause of getting hurt. In today’s society do not expect anything from anyone and that includes one’s sons, daughters, nieces, nephews or any relatives or friends. If one gives without any expectations one never gets hurt.

  જવાબ આપો
 • 27. Ishvarbhai R. Mistry & Family  |  સપ્ટેમ્બર 3, 2009 પર 3:45 એ એમ (am)

  Very good story. Enjoyed reading keep up the good work.

  Thankyou Chandravadanbhai.

  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 28. Ishhwarlal Mistry  |  સપ્ટેમ્બર 29, 2009 પર 8:34 પી એમ(pm)

  Warm regards from the UK. I must congratulate you on your short stories and poems. These have enlightened me and each story carries with it its’ own meaning message. I feel very much moved by your wonderful creative words. I, along with others, look forward to reading such stories and poems in the future. Keep up the good work.

  જવાબ આપો
  • 29. chandravadan  |  ઓક્ટોબર 3, 2009 પર 8:43 પી એમ(pm)

   Dear Ishvarbhai,
   Thanks for your 1ST VISIT/COMMENT on the Site…Hope to see you again on the Site…
   Please see OTHER SECTIONS including the HOME Section for the NEW POSTS…Your Comments for the Posts you like will be appreciated>>>>ChandravadanBHAI

   જવાબ આપો
 • 30. shilpaprajapati  |  નવેમ્બર 24, 2009 પર 1:27 એ એમ (am)

  nice che
  keep it
  shilpa…
  સાબિતી આપ .. navi poem juvo blog par…….
  http://shil1410.blogspot.com/

  જવાબ આપો
 • 31. YOGSHRAMAN VIJAY.  |  જાન્યુઆરી 2, 2010 પર 2:26 પી એમ(pm)

  SHRI CHANDRABHAI DHARMLABH.

  AAP NI BADHI J RACHNAO VANCHI.

  DAREK RACHNA EK THI SUNDAR EK 6E.

  KHUB J AANAND AVYO.

  JAYJINENDRA

  જવાબ આપો
 • 32. Deejay  |  મે 8, 2010 પર 2:31 એ એમ (am)

  ખુબ જ સરસ વાર્તાઓ નિવ્રુતીમાં વાંચવા મળે છે. અને સરસ રીતે સમય પસાર થાય છે. ઘણુ જાણવા મળે છે.ખુબ આભાર

  જવાબ આપો
 • 33. sanjay patni & priya patni  |  જુલાઇ 14, 2010 પર 5:02 પી એમ(pm)

  its good story of dogs iam highly impress.

  જવાબ આપો
 • 34. SANJAY A THAKKER  |  જુલાઇ 31, 2010 પર 10:24 એ એમ (am)

  VERY NISE KAVITA

  જવાબ આપો
 • 35. અશોકકુમાર દેશાઈ  |  ઓગસ્ટ 3, 2010 પર 11:04 એ એમ (am)

  ભાઈ શ્રી,

  આજે ફ્રિ આપના બ્લોગ ની મુલાકાત લીધી અને ટૂંકી વાર્તા નો વિભાગ જોતા આનંદ થયો., વાર્તા હમેશ ટૂંકી અને પ્રેરક -બોધ્દ્દ આપનારી હોવી જોઈએ જે તમારી વાર્તા માં જોવા મળ્યું.

  ખુબજ સારી વાર્તાઓ મૂકી છે. અન્ય વિભાગો હવે પછી….

  અભિનંદન

  ‘દાદીમાની પોટલી ‘-http://das.desais.net

  જવાબ આપો
 • 36. kanvesh  |  ડિસેમ્બર 13, 2010 પર 4:21 એ એમ (am)

  માનનીય ચંન્દ્રવદનભાઈ,

  તમારી વાર્તા તળાવ માછલી, અને સાપ ના લીસોટા,મેં બે વાર્તાઓ વાંચી અને ખુબ સરસ લાગી,શુ હુ આ વાર્તા અમારા અંક મા છાપી શકુ?

  જવાબ આપો
  • 37. chandravadan  |  ડિસેમ્બર 13, 2010 પર 4:26 એ એમ (am)

   Yes you can as long as you mention my name as the WRITER of the VARTA .
   It will be an HONOR to have these VARTA in your SAMAJ PUBLICATION.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 38. pallavi  |  ફેબ્રુવારી 9, 2011 પર 8:38 એ એમ (am)

  Dharavahik navalkatha karata tunki varta vanchavanu game
  pallavi

  જવાબ આપો
 • 39. SULOCHANA  |  એપ્રિલ 6, 2011 પર 9:32 એ એમ (am)

  VERY NICE STORIES.THANKS

  જવાબ આપો
 • 40. dina maheria  |  જુલાઇ 1, 2011 પર 10:02 એ એમ (am)

  nameste chandrcant bhai ihave read all varta it is nice and wish
  peple in this world read this simple varta and take somthing in
  there life and do somthing beter for this world, family friends,comunity, thanks for varta keep yor good work

  જવાબ આપો
  • 41. chandravadan  |  જુલાઇ 1, 2011 પર 11:10 એ એમ (am)

   Dinaben,
   Thanks for your 1st visit/comment on my Blog.
   I am so happy to know that you liked the Tunki Vartao.
   On this Visit you also read a Poem on Dikari & you liked that too.
   Thanks !
   Please do revisit Chandrapukar.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 42. "આકાશ ગૌસ્વામી"  |  સપ્ટેમ્બર 11, 2011 પર 11:45 એ એમ (am)

  ખુબ જ સરસ બ્લોંગ છે .
  તેમાં પણ આ ટુકી વાર્તા મને ખુબા જ પસંદ આવી
  તમે મારા બ્લોગ ની રચનના માં મદદ કર શો ?
  મારો બ્લોગ ” http://akashgauswami.blogspot.com/

  જવાબ આપો
 • 43. darshana prajapati  |  સપ્ટેમ્બર 20, 2011 પર 1:44 પી એમ(pm)

  I read first couple of short stories.. I like them… really nice.

  જવાબ આપો
  • 44. chandravadan  |  સપ્ટેમ્બર 20, 2011 પર 2:17 પી એમ(pm)

   દર્શના,

   પ્રથમવાર “ચંદ્રપૂકાર” પર !

   આવી અને વાર્તાઓ વાંચી પ્રતિભાવ આપ્યો તે માટે આભાર .

   વાર્તાઓ ગમી તેનો આનંદ.\

   ફરી પણ આવીશ !>>>>અંકલ
   Darshana..Thanks for your visit/comment. Hope to see you again.Thanks !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 45. ઇન્દુ શાહ  |  સપ્ટેમ્બર 23, 2011 પર 3:17 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઇ
  આપની ટુંકી વાર્તાઓ ખરેખર બોધદાયક છે, તળાવની માછલીની વાત આપણા બધાને કદાચ લાગુ પડે છે alwayas, grass looks greener on other side of fence.

  જવાબ આપો
 • 46. Mayur  |  ડિસેમ્બર 2, 2011 પર 4:01 પી એમ(pm)

  ખુબ જ સરસ બોધપ્રેરક વાર્તાઓ છે આપની

  મેં પણ એક એવો જ વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, પ્રથમ જ વખત
  તો, આપને આમંત્રુ છુ. મારા બ્લોગ પર આવવા
  આપનો અભિપ્રાય મને ઘણો પ્રોત્સાહિત કરશે,
  આપના આગમનની પ્રતિક્ષાએ

  — કુમાર મયુર —

  પોસ્ટની લીંક નીચે આપેલ છે.
  http://aagaman.wordpress.com/2011/11/28/%e0%aa%b0%e0%aa%ae%e0%aa%a4-%e0%ab%a7/

  જવાબ આપો
 • 47. Vinod Patel  |  માર્ચ 3, 2012 પર 7:04 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈ,

  આપના વાર્તા વિભાગની વાર્તાઓની મુલાકાત લીધી.વાંચીને આનંદ થયો.

  વાર્તાઓ ટૂંકી હોવા છતાં એમાં સમજવાનું સત્વ લાંબુ છે.હજુ વધુ આવી વાર્તાઓ આપતા રહો

  એવી શુભેચ્છાઓ.આપના સાહિત્ય રસ માટે આપને અભિનંદન .

  જવાબ આપો
 • 48. UMESH  |  માર્ચ 31, 2012 પર 9:07 એ એમ (am)

  ખુબ જ સરસ વાર્તા છે આવી વાર્તા જયારે વાંચીએ ત્યારે એવું થાય છે કે કાસ ૭૦ % લોકો એમાંથી બોધપાઠ લે .તો આપણા બધા નું જીવન ધન્ય થઈ જાય .
  ખુબ ખુબ અભિનંદન આવી રીતે લખતા રહો એવી આશા.

  જવાબ આપો
 • 49. shantilal  |  જૂન 29, 2012 પર 10:50 એ એમ (am)

  નીરવ ગીતા ની વાર્તા સરસ છે. જગ્યા ત્યાંથી સવાર . અભિનંદન

  જવાબ આપો
 • 50. pravinshastri  |  ડિસેમ્બર 4, 2012 પર 1:21 એ એમ (am)

  ચન્દ્રવદનભાઈ, સરસ શૈક્ષણિક બોધ કથાઓ. સીધી સરળ ભાષા અને સચ્ટ સંદેશ. ધન્યવાદ.

  જવાબ આપો
 • 51. vegad yash girdharbhai  |  જાન્યુઆરી 6, 2013 પર 4:24 એ એમ (am)

  hi it is very beautiful story….i love this story

  જવાબ આપો
 • 52. pravinshastri  |  જાન્યુઆરી 21, 2013 પર 4:05 પી એમ(pm)

  બભી જ ભાવુક વાર્તાઓ. સંકલિત પુસ્તક ન બનાવી શકો?

  જવાબ આપો
 • 53. pravinshastri  |  સપ્ટેમ્બર 24, 2013 પર 1:25 એ એમ (am)

  તમારી વાર્તાઓ ખુબ જ લાગણીપ્રધાન અને માનવીય સંવેદના સભર હોય છે. વાર્તાઓ વધુ લખો.

  જવાબ આપો
 • 54. hirals  |  એપ્રિલ 17, 2014 પર 3:47 પી એમ(pm)

  બહુ સરસ,
  તમારા બ્લોગનો વાર્તા વિભાગ ઈવિદ્યાલયના બાળવિભાગમાં સમાવી લીધો છે.
  http://evidyalay.net/kid_stories/

  જવાબ આપો
  • 55. chandravadan  |  એપ્રિલ 17, 2014 પર 4:51 પી એમ(pm)

   Hiral,
   Thanks for your Comment.
   Happy to know the ACTION taken @ E-VIDHYALAY.
   May the CHILDREN read these VARTAO….may they be given the GUIDANCE in their JOURNEY on this EARTH.
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
 • 56. Mahipal barad  |  એપ્રિલ 1, 2015 પર 5:37 પી એમ(pm)

  Realy, very heart touching stories.
  Thank you for taking me in heaven of stories.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: