Archive for ઓગસ્ટ, 2014

રાજનિતી છેત્રે ઝોંકું

 

 

 

 

રાજનિતી છેત્રે ઝોંકું
 
રાજનિતીના છેત્રે રાહુલજી આજે રમી રહે,
રમતા,રમતા, લોકસભામાં એમને ઝોંકું આવે,
બસ, આટલી વાત થઈ, તો શું થયું ?
અરે ! આ તો રાજનિતી છે, અહીં તો ના ધારેલું થાય ! ………….(૧)
 
રાહુલજીને ઝોંકું આવ્યું તે તો ટીવી કેમેરાએ જોયું,
દ્રષ્ય આવું પકડાયું એનું સર્વને જાહેર થઈ ગયું,
બસ, આટલી વાત થઈ, તો શું થયું ?
અરે ! આ તો રાજનિતી છે,અહીં તો ના ધારેલું થાય !…………..(૨)
 
લોકસભામાં ભાષણો સાંભળતા ઝોંકાઓ હોય અનેકને,
યુવાનીમાં ઝોંકાનો બિરદ તો મળે ફક્ત એક રાહુલજીને,
બસ, આટલી વાત થઈ, તો શું થયું ?
અરે ! આ તો રાજનિતી છે, અહીં તો ના ધારેલું થાય !………..(૩)
 
કોંગ્રેસ કહે આ તો કાંઈ જ ના થયું કહેવાય,
ત્યારે ભાજપ કહે આ જ તો ખરેખર ખોટું કહેવાય,
બસ, આટલી વાત થઈ, તો શું થયું ?
અરે ! આ તો રાજનિતી છે, અહીં તો ના ધારેલું થાય !………..(૪)
 
હવે, ભારતની જનતા ઝોંકા વિષે શું કહે ?
જે જનતા માનશે તે રાજનિતીમાં સત્ય રહે,
બસ, આટલી વાત થઈ, તો શું થયું ?
અરે ! આ તો રાજનિતી છે, અહીં તો ના ધારેલું થાય !………..(૫)
 
 
કાવ્ય રચના તારીખ જુલાઈ,૧૦, ૨૦૧૪                         ચંદ્રવદન

બે શબ્દો…

સમાચારો તો અખબારો આપતા રહે.

ભારતની પારલામેન્ટમાં થઈ રહેલ ચર્ચાઓ સમયે એક ફોટો.

અને….

આ ફોટા આચારીત આ રચના.

ગમી ?

ડો.ચંદ્રવદન મિસ્ત્રી

 
FEW WORDS…
 
Today’s Post is a Post as a Poem in Gujarati based on a VIDEO CLIP PHOTO taken in the Indian Parliament in which RAHUL GANDHI ( MP) is seen dozziung.
The Poem takes this as an example, and talks of such episodes in the POLITICAL Environment.
The POLITICS is a GAME.
The RULES changes all the times.
Let us see what the NEW Government of INDIA do for the COUNTRY & its POEPLE !
 
Dr. Chandravadan Mistry

 

 

 

 

ઓગસ્ટ 26, 2014 at 3:53 પી એમ(pm) 5 comments

વિવેકના માતા પિતા !

Family : child's drawing of the family on a bicycle, vector

 

 

http://keralites.net/

 

 

 

 

વિવેકના માતા પિતા !

 

વિવેક એટલે માતા રતનબા અને વલ્લભદાસનો એકનો એક લાડકો દિકરો.

 

વલ્લભદાસ પોતાના નાના ખેતરમાં મજુરી કરી, પરિવારનું ગુજરાન ચલાવતા.

 

એક સાધારણ સ્થીતીમાં આ પરિવારનું જીવન ચાલતું હતું.

 

ઘરખર્ચ કરતા, બચત ખુબ જ થોડી હતી, પણ વલ્લભદાસના મનમાં એક જ વિચાર “હું તો ભણી શક્યો

નહી, પણ મારે મારા વિવેકને ભણાવવો !”. આથી, શિક્ષણપ્રેમી વલ્લભદાસે શાળાની વાતો કરી,

નાનપણથી જ વિવેકના મનમાં શિક્ષણપ્રેમના બીજ રોપ્યા.રતનબા પણ વિવેકને વ્હાલ કરતા કહેતા

“દિકરા, વિવેક તારે તો ખુબ ભણવાનું છે !”. વિવેક જ્યારે શાળામાં દાખલ થયો ત્યારે દરરોજ સવારે

વલ્લભદાસ વિવેકની નાની આંગળીઓ પકડી શાળાએ લઈ જતા. જ્યારે બાપ અને દિકરા આ પ્રમાણે

ઘરેથી નિકળતા ત્યારે રતનબાના મુખડે એક મીઠી ખુશી હતી.

 

વિવેક શાળામાં ભણતો રહ્યો….એ ખુબ જ ધ્યાનથી ભણતો હતો. પરિક્ષામાં સારા માર્કો સાથે એ પાસ

થતો. પ્રાઈમેરી શાળાનો અભ્યાસ પુર્ણ કરી ગામની જ હાઈસ્કુલમાં દાખલ થયો. ત્યાં પણ એ એક તેજસ્વી

બાળક હતો. હાઈસ્કુલનું ભણતર પુરૂં થતા, સવાલ આવ્યો કોલેજના અભ્યાસનો. એવા સમયે ગામ બહાર

શહેરમાં જઈ અભ્યાસ કરવાની ઘડીએ પિતા વલ્લભદાસે વિવેકને કહ્યું “તારી માતા તેમજ મેં થોડી બચત

અલગ રાખી હતી કે તું કોલેજ અભ્યાસ પણ કરી શકે. માટે, તું જરા પણ ચિન્તા ના કરીશ અને મહેનત

કરી ભણીશ. ” બસ, આવા પિતાના શબ્દો સાંભળતા વિવેક ગદ ગદ થઈ માતા પિતાના ચરણે પડી શહેર

જવા વિદાય લીધી હતી.

 

 

 

 

શહેરમાં રહેતો વિવેક ગામને કદી ભુલ્યો ના હતો.કોલેજ અભ્યાસ કરતા જ્યારે પણ સમય મળતો ત્યારે એ

ગામ પહોંચી જતો. એના માતા પિતા કોલેજ કેવી છે ? …તમે ગમે છે ? વિગેરે પૂછતા ત્યારે વિવેક કહેતો

“બા, બાપુજી હું તો રોજ પ્રભુને પ્રાર્થના કરૂં કે તમો તંદુરસ્ત રહો. બસ, જ્યારે હું કોલેજમાં જુદા જુદા

વિષયો વિષે ભણું ત્યારે તમો જ મારી પ્રેરણા બની મને શક્તિ આપો છો !” માતા પિતા પણ વિવેકની

આવી વાણી સાંભળી ખુબ જ રાજી થતા.

 

ચાર વર્ષનો કોલેજ અભ્યાસ પુરો થયો અને વિવેક હવે એક કોમ્પુટરજ્ઞાની ઈનજીનીઅર થઈ ગયો હતો.

ગામમાં નોકરી ના મળી શકે એટલે શહેરમાં જ એક મોટી કંપનીમાં નોકરી સ્વીકારી. એક ભાડેના ઘરે રહી

એ નોકરી કરતો ત્યારે એના માતા પિતા થોડા થોડા દિવસે આવી એની સાથે રહેતા. સાથે રહી આનંદ

માણી એઓ ફરી ગામ જતા. આવી આવજાવમાં એક દિવસ માતાએ વિવેકને કહ્યું “દિકરા, હવે તું મોટો

થઈ ગયો. તારે લગ્ન કરવા જોઈએ !” ત્યારે વિવેકે કહ્યું “બા, જો હું પરણું તો તમારે ગામ છોડી મારી

સાથે રહેવાનું છે !” આવા વિવેકના શબ્દો સાંભળી રતનબા અને વલ્લભદાસ જરા અચંબો પામ્યા.

અને,થોડો સમય ચુપ રહ્યા બાદ વલ્લભદાસ બોલ્યા “દિકરા, તું તારી પત્ની સાથે સુખી રહે ..અમે તો હવે

ઘરડા થયા અને ગામનું નાનું ઘર અમારા માટે બરાબર છે .” ત્યારે વિવેક કહે ” એવું તો કદી ના બને.

આજે જે હું છું તે તમારા લીધે જ છું. જ્યારે હું નાનો હતો ત્યારે તમે મારી સંભાળ લીધી હતી. હવે તમે

ઘરડા થયા ત્યારે હું તમારો સહારો બનું તો જ મારૂં ભણતર ખરેખર કામનું કહેવાય.” બસ, આટલા સંવાદ

બાદ, માતા પિતા વિવેકને ભેટી પડ્યા. ત્યારે એમની આંખોમાં ખુશીના નીર હતા.

 

આ સંવાદને બે કે ત્રણ અઠવાડીયા થયા હશે. ફરી વલ્લભદાસ અને રતનબા વિવેકના ઘરે હતા. આ

સમયે, વિવેકે જ વાત શરૂ કરી ….”બા, બાપુજી, તમે કોઈ છોકરી જોઈ છે ?” પોતાના ભણેલા છોકરા

માટે કોણ યોગ્ય કન્યા હોય શકે એવો વિચાર કરવો અસંભવ હતો. થોડો સમય ચુપ રહ્યા. અને

વલ્લભદાસ કહે ” બેટા, તું તો ભણેલો. અમે અભણ. તું કોલેજમાં ભણતો હતો ત્યારે તને કોઈ છોકરી ગમી

હતી ?” વિવેક ત્યારે કહે ” હું શાળામાં ભણતો હતો ત્યારે મારા જ ક્લાસમાં એક રાધા નામે છોકરી હતી. એ

ખુબ જ ગરીબ ઘરની હતી પણ એનો સ્વભાવ ખુબ જ સરસ હતો….એ ભલે હાઈસ્કુલ જ ભણી છે પણ

સંસ્કારોથી ભરપુર છે ..જો તમોને યોગ્ય લાગે તો કહો “

 

રતનબા અમે વલ્લભદાસ તો વિવેકને સાંભળી,જરા ચુપ રહ્યા. એમને યાદ આવ્યું કે શાળામાં વિવેક હતો

ત્યારે રાધા એક બે વાર એમના ઘરે શાળાના અભ્યાસના પ્રષ્નો કારણે વિવેક પાસે મદદ લેવા આવી હતી.

જે રીતે રાધાએ રતનબા અને વલ્લભદાસને પ્રણામ કરી મીઠા શબ્દોમાં પૂછ્યું “કાકી, વિવેક ઘરે છે ? મારે

શાળામાં જે ના સમજાયું તે વિષે પૂછવું છે !” આ યાદ તાજી થઈ અને અંતે રતનબાએ કહ્યું” બેટા, રાધા

તો અમારી જાણીતી છે. એ આપણા ઘરે આવે તો અમોને ખુબ જ આનંદ થશે !” આટલી વાતો થયા બાદ,

રીતરિવાજો પ્રમાણે રાધાના માતા પિતાને વિવેકની ઈચ્છા જણાવવામાં આવી….રાધા પણ લગ્ન માટે

તૈયાર હતી. અને બે મહિનામાં તો વિવેક અને રાધાના લગ્ન ગામમાં જ થયા. લગ્ન બાદ થોડા દિવસોની

નોકરી પર રજા હોવાથી વિવેક પણ ગામના નાના ઘરે હતો. રાધા તો જાણે ઘરનું બધું જ જાણતી હોય

તેવી રીતે નવા ઘરે સમાય ગઈ હતી. એના મનમાં વિવેકના માતા પિતા એના પોતાના માતાપિતા  હતા.

વલ્લભદાસ તેમજ રતનબાએ રાધ્હને વહું નહી પણ એક દીકરી સ્વરૂપે જ નિહાળી હતી. એક સુખી

પરિવાર હતો !

 

વિવેકે રાધા સાથે અંગત ચર્ચા કરી દીધી હતી. તો, એક દિવસ રાધાએ રતનબાને કહ્યું”બા, હવે આપણે

શહેરમાં જઈશું ” ત્યારે રતનબાએ કહ્યું “ના, બેટી, તું અને વિવેક ત્યાં જઈ એકસાથે રહો અને અમે અહીં

રહીશું ” પણ રાધાએ તરત જ કહ્યું “ના, બા, તમારા વગર શહેરમાં અમે કેવી રીતે ખુશ હોય

શકે….બાપુજી અને તમારે તો સાથે જ આવવાનું છે!” આવા સમયે વિવેક પણ સંવાદ સાંભળી કહેવા

લાગ્યો “બા, કાલે જ આ ઘરે તાળું અને આપણે સૌ સામાન લઈ શહેર જઈશું. મારી રજા પણ પુરી થાય છે

અને પાછું નોકરીએ જવાનું છે !”

 

એક ગામના નાના પણ પ્યારા ઘરના દ્વારે તાળું લાગ્યું ત્યારે વિવેક અને એના માતાપિતાના આંખોમાં

આંસુંઓ હતા. રાધા તો થોડા દિવસો જ રહી હતી તેમ છતાં એ પણ ઘર છોડતા નારાજ હતી.

 

હવે ગામમાં રહેતો પરિવાર શહેરમાં હતો. વિવેકની નોકરીના પગારે ઘર ચલાવવા માટે તકલીફ ના હતી

એથી રાધા ઘરે જ રહી બધું સંભાળતી. વિવેક એના કામ પર ઘણો જ ગુંથાયેલો રહેતો. રાધા કોઈવાર,

સમય મળતા નજીક આવેલા અનાથ આશ્રમે જઈ બાળકોને મદદ કરી એના હૈયે ખુશી અનુભવતી. લગ્ન

થયાને બે વર્ષ પુરા થયા. વલ્લભદાસ અને રતનબા એમના મનમાં વિવેક રાધાને સંતાનસુખ મળે એવી

પ્રાર્થનાઓ કરતા રહે. “પ્રભુ, તમે કૃપા કરો ! એક સંતાન ભલે દીકરી કે દીકરો હોય “. એક દિવસ, પ્રભુએ

પ્રાર્થના સાંભળી અને એક સુંદર દીકરી પધારી. સૌએ ખુશી અનુભવી પ્રભુનો પાડ માન્યો. દિવસો વહેતા

ગયા અને દીકરી માયા પણ મોટી થવા લાગી. હવે, માયાને શાળામાં અભ્યાસ કરવાનો સમય આવી

ગયો. પહેલે દિવસે, વિવેકે માયાનો હાથ પક્ડ્યો અને જ્યારે નજીકની શાળામાં લઈ જતો હતો ત્યારે એને

એના પિતાજી યાદ આવી ગયા. એમણે વિવેકનો હાથ પક્ડ્યો હતો અને શાળામાં લઈ ગયા હતા એનું

દ્રશ્ય તાજું થઈ ગયું. એની આંખોમાં આસુંઓ હતા. એ જોઈ સાથે આવેલી રાધા કહે,” વિવેક, કેમ રડે છે

?” ત્યારે વિવેક આંસુંઓ લુંછી કહે ” રાધા, જ્યારે હું નાનો હતો અને મારા પિતાજી મારી જ આંગડીઓ

પકડી શાળાએ મને મુકવા આવ્યા હતા તેની યાદ આવી ગઈ !” રાધાએ ત્યારે કહ્યું કે “તમારા પિતાજીને

તમો ખુબ ભણે એવી આશાઓ હતી. તો આજે આપણે બંને માયાને ખુબ જ ભણાવીશું એવી પ્રતિજ્ઞા

કરીએ, હું ભલે, હાઈસ્કુલથી વધું અભ્યાસ ના કરી શકી પણ આપણી માયા ભણીને આપણું ગૌરવ

વધારશે !” રાધાના આવા શબ્દો સાંભળી વિવેકના હૈયે એક અનોખી ખુશી હતી.    આવા સમયે,

વલ્લભદાસ અને રતનબાના મનમાં એક વિચાર હતો “માયા અમારી ખુબ જ ભણશે….કોઈક સારી ડીગ્રી

મેળવશે….આપણા કુળનો દિપક બની જ્યોત ફેલાવશે !”

 

વર્ષો વહેતા ગયા. પહેલા વલ્લભદાસ પ્રભુધામે ગયા. અને પછી રતનબાએ વિદાય લીધી ત્યારે માયા તો

મેડીકલ કોલેજમાં ભણતી હતી. એનું જાણી રતનબાએ વિદાય પહેલા માયાને કહ્યું હતું કે “દીકરી, એક

ડોકટર બની સમાજમાં સેવા કરજે. પૈસા માટે કદી લોભ ના કરતી. તન અને મનથી તું સેવા આપશે તો

પ્રભુ જ તારી સંભાળ રાખશે !” આ દાદીમાના શબ્દો માયાના હ્રદયમાં હંમેશા રહ્યા….એ જ શબ્દો દ્વારા

માયાને હિંમત અને માર્ગદર્શન મળ્યું અને માયા એક ડોકટર બની માતાપિતાના ગામમાં જઈ એક

ક્લીનીક ખોલી અને સેવા આપવા લાગી ત્યારે વિવેક અને રાધાના હૈયે એક અનોખો ગૌરવ હતો.

પ્રભુધામેથી વલ્લભદાસ અને રતનબા પણ ખુશીમાં એમના આશિર્વાદો માયા પર વરસાવતા હતા !

 

 

વાર્તા લેખન ઃ તારીખ,ઓગસ્ટ,૧,૨૦૧૪

 

 

બે શબ્દો…

આજની ટુંકી વાર્તામાં એક “આદર્શ” માતાપિતાના દર્શન છે.

અભણ છતાં, શિક્ષણ પ્રત્યેનો પ્રેમ.

દીકરામાં પણ સંસ્કારો, અને એક “આદર્શ” પુત્રના દર્શન.

જુનવાણીને ત્યાગી, નાત-જાતમાં ના માની રાધાને દીકરાની પત્નીરૂપે સ્વીકાર કરતા વહુની જગાએ પોતાની દીકરીરૂપે નિહાળવું.

રાધાએ પણ એમને પોતાના જ માતાપિતા તરીકે માન આપવું.

અંતે..દીકરાને ત્યાં “દીકરી” પધારતા ખુશી સાથે વ્હાલ આપવો.

અહીં, સમાજમાં પરિવર્તન હોય એવો સંદેશો છે….શિક્ષણ દ્વારા જ “જ્ઞાન-પ્રકાશ” છે એવો બીજો સંદેશો છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Short Story is on the IDEAL PARENTS.

How they are ready to accept the CHANGE in the SOCIETY.

It also gives the picture of the IDEAL SON and IDEAL DAUGHTER-in-LAW.

The MESSAGE in this Story is ACCEPT the NEW NORMS of the Society & NOT to INSIST on the OLD OUTDATED CUSTOMS or the TRADITIONS..and keep the RICH HERITAGE.

Hope you like the VARTA as the Post.

Dr. Chandravadan Mistry

 

 

ઓગસ્ટ 23, 2014 at 12:03 પી એમ(pm) 9 comments

કિરીટભાઈ અને વર્ષાબેન, તમે અમ ઘરે આવજો !

http://keralites.net/

 

કિરીટભાઈ અને વર્ષાબેન, તમે અમ ઘરે આવજો !

કિરીટભાઈ અને વર્ષાબેન તમે ક્યારે અમ ઘરે આવશો ?

વાટ જોઈ રહ્યા છીએ અમો, જરૂરથી જલ્દી આવજો !……………(ટેક)

 

 

રૂપા,દીકરી અમારી તમારા વિરલને મળે એમાં પ્રભુઈચ્છા હશે,

જેના કારણે, ઋણસબંધો આપણા બંધાયા, એમાં પ્રભુકૃપા જ હશે,

તો હવે, તમોને હમઘરે બોલાવવાનો હક્ક છે અમારો !…………………(૧)

 

 

બંધાયા છીએ આપણે સ્નેહના તાંતણે જો હવે,

ક્યારે પધારશો ? એવું પૂછવાનો હક્ક છે અમોને હવે,

તો હવે, અમારી આશાઓનું માન રાખી જલ્દી આવશોને ?……………..(૨)

 

 

રૂપા-વિરલ લગ્ન બાદ, કેનરથી કેલીફોર્નીઆ અનેકવાર આવ્યા હતા,

એવા સમયે, સંજોગોના કારણે ના આવ્યા કે ના મળી શક્યા હતા,

તો, હવે, સંજોગો એવા બનાવજો કે તમો અમઘરે પધારી શકો !………..(૩)

 

 

ધીરજ રાખી છે અમોએ ઘણી, વાટ જોતા રહીશું અમે,

સમય વહી જાય છે,છતાં ટકાવી છે પ્રભુનામે ધીરજ અમે,

હવે તો,પધારી, હૈયે ભરેલી આશાઓને પુરી કરજો તમે !……………..(૪)

 

 

હૈયું અમારૂં ખોલી, આજે પ્રભુને પ્રાર્થના છે અમારી,

ભાગ્યમાં વિધાતા લખી દેજે જલ્દી મુલાકાત અમારી,

હવે તો, એવા વિચારોમાં જીવન સફર કરીએ છે અમે !……………..(૫)

 

 

કાવ્ય રચના ઃ તારીખ, જુલાઈ, ૨૮, ૨૦૧૪                     ચંદ્રવદન

 

બે શબ્દો….

જુલાઈ ૨૦૧૪ના માસે….વર્ષાબેન અને કિરીટ્ભાઈ શાહ બંને કેલીફોર્નીઆમાં.

જુલાઈ ૨૭ના દિવસે વિરલની બર્થડે હતી એ કારણે.

સમય ટુંકો હતો….પણ બંને એકસાથે અમારા ઘરે ના આવી શક્યા.

પણ….વર્ષાબેન થોડા કલાકો માટે આવી શક્યા તેની ખુશી અનુભવી, પ્રભુનો પાડ માન્યો.

હવે તો….એક દિવસ, બન્ને અમારા ઘરે રહે એવી આશાઓ હૈયે ભરી….આ આશાઓ પ્રભુ જરૂર પુર્ણ કરશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is a Poem in Gujarati with the desire to have KIRITBHAI & VARSHABEN SHAH ( Viral’s Parents) to be at our HOME.

Due to some circumstances, even when they had come to California from Kenner, it was not possible to come to our Home @ Lancaster, California.

In this Poem our wish is expressed to have them @ our HOME soon.

Then…a prayer to God to make this a REALITY.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry.

 

 

 

 

 

 

ઓગસ્ટ 21, 2014 at 12:03 પી એમ(pm) 6 comments

ચંદ્રવિચારધારા (૧૩)…. પ્રેમ, શાંતી, અને મુક્તિ

 

 

the heart

 

LOVE (PREM)

 

PEACE (SHANTI )

Michelangelo's "The Creation of Adam"

 SALVATION (MUKTI)

 

પ્રેમ, શાંતી, અને મુક્તિ

 

આજે ચર્ચાઓ કરીશું ત્રણ શબ્દો પર.

“પ્રેમ”….”શાંતી” ….”મુક્તિ”…..આ રહ્યા ત્રણ શબ્દો.

 

 

“પ્રેમ” શબ્દને સૌ જાણે છે.

અન્ય પાસે “પ્રેમ”મેળવવાની આશા સર્વ માનવીઓમાં જરૂર જાગૃત થાય.

આ માનવ સ્વભાવમાં છે.

પણ….પ્રેમની સમજ સૌમાં એક છે કે જુદી જુદી છે ?

જો…..જુદી જુદી હોય તો ખરી સમજ શું ?

કોઈ કહે કે જ્યારે માનવ હ્રદયમાં અન્ય ચીજો (જીવીત કે અજીવીત) માટે “ચાહત” જાગૃત થાય ત્યારે જ આ “પ્રેમ” બીજની રોપણી થાય…..અને, એક પ્રેમરૂપી “છોડ”નો જન્મ થાય.

આવો “પ્રેમ” એ જ સંસારનો માનવ પ્રેમ.

એવા “સંસારી” પ્રેમ સાથે બ્રમાંડ યાને “કુદરત”નું જોડાણ “સુર્ય, ચંદ્રમા, તારાઓ”ના આકાશે દર્શન કરતા થાય….તેમજ “વાયુ, પાણી” વિગેરેના અનુભવે થાય.

અંતે….આવો જ પ્રેમ “પ્રભુ કે પરમ શક્તિ”તરફ ના લઈ જાય તો એવો પ્રેમ “અધુરો” રહે છે….અને, જો, એ ભક્તિમાર્ગે લાવી “પરમ” સાથે જોડવા પ્રયાસ કરે ત્યારે એવો પ્રેમ જ “ખરો પ્રેમ” કહી શકાય.

 

 

 

હવે, આપણે “શાંતી” શબ્દ વિષે ચર્ચા કરીશું.

 

ખરેખર શાંતી શું છે ?

 

માનવીનું “મન” શાંંત એટલે એને શાંતી કહેવાય ?

કે પછી, માનવ દેહ આનંદ અનુભવી એવી શાંતી મેળવી શકે ?

તો, પછી, “આત્મા”નું શું ?

તો “ખરી શાંતી” આત્મામાં છુપાયેલી છે ?

માનવી જ્યારે પોતાના “આનંદ” માટે ઈચ્છા જાગૃત કરે ત્યારે એ “શાંતી” માટે પહેલું પગલું ભરે છે.

માનવી દેહનું પોષણ કરે….મનને શાંતી માટે સ્થીર કરે, ત્યારે એ બીજું પગલું ભરે છે.

જ્યારે માનવી જો “બે પગલા”ભરી શકે ત્યારે જે એ “આત્મા”ની શોધમાં હોય શકે.

એવી “શોધ” સાથે એ આત્માને સમજી શકે ત્યારે એને “ખરી શાંતી”નું ભાન થાય છે.

એવી અવસ્થા એટલે “પરમ શાંતી” તરફની દોડ….અને, એવી દોડમાં “પ્રભુ કે પરમ શક્તિ”ના દર્શન.

 

 

હવે ત્રીજો શબ્દ “મુક્તિ”.

એના વિષે ચર્ચા કરીશું .

 

તો, પૂછું “મુક્તિ” શું છે ?”

 

માનવ દેહમાંથી પ્રાણ ચાલી જાય ત્યારે એને મુક્તિ મળે. તો, એવી વિચારધારાએ તો સર્વ માનવીઓ મૃત્યુ પામતા “મુક્તિ” મેળવે.

કોઈ કહે કે….માનવી જે જગમાં જન્મે તેનું મૃત્યુ તો નક્કી જ….યાને દેહરૂપી અંત…પણ, એનો આત્મા તો અમર જ રહે. 

તો, માનવ આત્માને ક્યારે “પુર્ણ મુક્તિ” મળી શકાય ?

જો, માનવી એની જીવન સફરે “પ્રભુને ગમતા કાર્યો “કરે તો એવો આત્મા પ્રભુની નજીક આવવા લાગે છે.

જો એવી સફરે “પુન્યો”નો ભારો એવો બની ગયો હોય ત્યારે એવો “આત્મા” પ્રભુમાં સમાય જાય છે.

હું આવી અવસ્થાને “પુર્ણ મુક્તિ” કહેવા તૈયાર છું.

જો માનવી “સતકર્મો” કરી પ્રભુની ખુબ નજીક આવી ગયો હોય તો ફરી માનવ જન્મ લઈ બીજા અવતારે “મુક્તિ” મેળવી શકે છે.

નહી તો…..”જન્મ મરણના ફેરા”ચાલું જ રહે.

આ ખરેખર મારી સમજ પ્રમાણે “મુક્તિ”.

જો, કોઈ એવી સમજ રાખે કે એક માનવ દેહનું મૃત્ય એટલે આત્માનો “છુટકારો” અને એવો છુટકારો એ જ “મુક્તિ” તો એવી સમજને માનવા માટે મારૂં મન તૈયાર નથી. કોઈ આવી સમજ સાથે કહે કે ” જે સદકર્મો ભેગા કર્યા હોય તે પ્રમાણે પ્રભુધામ સિવાયની નીચેની “અવકાશી” જગાએ આત્મા સુખ ભોગવી ફરી જગતમાં આવે….આ પ્રમાણે ચાલતું રહે.

મેં તો મારી સમજ પ્રમાણે કહી દીધું.

 

આવી સમજ સાથે કોઈક સહમત હશે….કોઈકનો મત જુદો જ હશે.

મારે તો સૌનો મત જાણવો છે.

તો, મારા બ્લોગ પર પધારી, આ પોસ્ટ વાંચી, તમારી વિચારધારા “પ્રતિભાવ” રૂપે દર્શાવશો..જે વાંચવા હું આતુર છું !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

FEW WORDS…

 

Today’s Post is in the Category of “ChandraVicharDhara”.

Here, I had given my understanding of “PREM, SHANTI & MUKTI” meaning ” LOVE, PEACE & SALVATION” for the Humans.

I am sure all will NOT agree with my views.

I,therefore, request others to give their “view points”as the Comments on this Post.

Please come & read this Post.

Dr. Chandravadan Mistry.

 

 

 

 

 

ઓગસ્ટ 19, 2014 at 12:05 પી એમ(pm) 13 comments

A House that is a Home !એક મકાન જે બન્યું ઘર !

 

house : illustration of cool detailed red house icon isolated on white background. 

 

A House that is a Home !

On Grayridge Drive in Culver City there is a House, That’s Rupa & Viral’s House,

From Outside it’s a Cute Nice House, Opening the Front Door I enter, Because it’s Rupa & Viral’s Home !……(1)

I see the Image of Lord Ganesh & Krishna, I see the Photos reminding of their Wedding, And also reminded of their Childhood Days !…..(2)

I Look on the Left, I am impressed with the Kichen looking so Well, And, I am Happy & Filled with Joy !………………(3)

Then, slightly ahead as I go, I see the nice Living Room with more Photos And the Blue Walls contrasted with Cream !……(4)

Glancing in the Living Room, I see the Sofa with the Table & TV, And at the far End the Mandir where They Pray !….(5)

There is a Photo with a Girl, Saying “Hellow”& LACMA, Reminding me of the Rupa’s Old Aptartment !…….(6)

The Dining Table with the 4 Chairs, So Cute & Right one for Two, And so appropriate with the LACMA Picture neearby !…(7)

This House has the Needed Rooms, A Master Bedroom & a small as the Office& the Bedroom, It’s the Bedroom where We or the Guests can Rest !…..(8)

A House must have the Bathrooms, I know of the Master Bedroom with the Bath & Shower, I have enjoyed the Common Bath & Shower in the Hallway !…(9)

Just looking at the Outside of the House, I see a Beautiful Back Yard & nice Frontyard with Lawn, And that pleases me a Lot !…………………………………(10)

The Photos in the House well organised, Reminding me of Viral’s New Orleans Kenner Days, And, also bringing Memories of Lancaster California Days!….(11)

A House is a Home only When, There are such Memories that are Dear, And, there are Hearts of the Residents Embedded Within !……(12)

I see & Feel that Grayridge Drive House is a Real Home, So Dear to Rupa & Viral & where their Love for Eachother Flows, And, I take the Opportunity to Bless this Home !………………..(13)

 

Poem Created Originally on September,2013 By Dr. Chandravadan Mistry

Improved & Typed on January,19, 2014

 

અંગ્રેજીમાં લખેલા કાવ્યનું ગુજરાતીમાં લખાણ>>

 

એક મકાન જે બન્યું ઘર !

 

 

કલવર સીટીની ગ્રેયરીજ ડ્રાઈવ, જે રૂપા વિરલનું ઘર છે,

બહારથી એક સુંદર મકાન, પ્રવેશ-દ્વાર ખોલી હું અંદર, કારણ કે એ રૂપા વિરલનું ઘર છે ,…..(૧)

 

ગણેશ અને કૃષ્ણ નિહાળી, જોઈ રહ્યો હું એમના લગ્નના ફોટાઓ ‘ને રાજી,

અને, સાથે અન્ય ફોટાઓમાં છે એમના બરપણની યાદો થઈ છે તાજી,…………………(૨)

 

ડાબી બાજુએ જોતા, રસોડું છે સંદર અને મનને ગમતું,

જે નિહાળી, હું અને હૈયું મારૂં અનેક ખુશીઓમાં થઈ ગયું રમતું,……………………(૩)

 

અંદર વધુ પ્રવેશ કરતા, સુંદર “લીવીન્ગ રૂમ” નજરે આવે,

જેની ભુરી અને ક્રીમ કલરની દિવાલો પર અનેક ફોટાઓ જોવા મળે,…………………(૪)

 

“લીવીન્ગ રૂમ”માં સોફા, ટેબલ સાથે એક ટીવી નજરે આવે,

અને, દુર નજર કરતા, નાનેરૂં સુંદર મંદિર નજરે આવે…………………………..(૫)

 

એક બાજુએ મોટા પીકચરમાં છે એક નારી,જે “હલો” કહેતી રહે,

અને, નીચે અંગ્રેજીમાં છે “એલ.એ.સી.એમ.એ.”શબ્દો રહે………………………..(૬)

 

ડાઈનીંગ ટેબલ સાથે ચાર ખુરશીઓ રૂપા વિરલ માટે યોગ્ય રહે,

અને, જ્યાં ભોજન કરતા, “એલ.એ.સી.એમ.એ.”જુની યાદો આપી કંઈ કહે,………….(૭)

 

મકાનમાં છે માસ્ટર બેડરૂમ અને ઓફીસ બનેલો નાનો રૂમ સાથે જોડાયેલી વાત રહી,

નાનો રૂમ પણ છે મેહેમાનોને સુવાનો સુંદર રૂમ,જ્યાં સુઈ મઝા અમે પણ માણી હતી,………….(૮)

 

બાથરૂમ સાથે હોય માસ્ટર બેડરૂમ, તેમજ બહાર હોલમાં રહ્યો છે સૌ માટેનો બાથરૂમ,

જ્યાં,અમોએ પણ નાહી,હૈયે આનંદ માણ્યો હતો, એવા આનંદ સાથે જોડાયેલ છે એ બાથરૂમ…….(૯)

 

મકાન બહાર સુંદર આગળ અને પાછળનો યાર્ડ છે ફુલો અને લીલા ઘાસ સાથે ન્યારો,

દ્રશ્ય આવું નિહાળી, ખુશીઓથી હૈયું મારૂં ભરી, મને લાગે છે આ મકાન ખુબ પ્યારો,……………(૧૦)

 

ફરી મકાન અંદર નિહાળું છું, ફોટાઓ દિવાલો પર અનેક,હું નિહાળું

જોતા જોતા, વિરલનું જન્મ સ્થાન “કેનર” અને રૂપાના “લેન્કેસ્ટર”ની યાદોમાં હું પોતાને રમાડું,…..(૧૧)

 

જ્યારે મકાનમાં મીઠી યાદ સાથે રહેનારના હૈયા ત્યાં સમાયા હોય,

ત્યારે જ, એવું મકાન, મકાન મીટી પ્યારૂં”ઘર” બની જતુ હોય !…………………………………..(૧૨)

 

મકાનને નિહાળતા,મારી અંદર એક “ખરેખર”ઘરના દર્શન થાય છે,

જયાં રૂપા-વિરલ પ્યાર નિહાળી, એમનું જ “ઘર” કહી, પ્રભુકૃપાના દર્શન થાય છે !……………….(૧૩)

 

કાવ્ય રચના (અંગ્રેજીમાં ) સેપ્ટેમ્બર, ૨૦૧૩..અને, ત્યારબાદ સુધારા જાન્યુઆરી, ૧૯,૨૦૧૪

ગુજરાતી ભાષાંતર ઃ મે, ૨૨, ૨૦૧૪ ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

આજે આ પોસ્ટમાં અંગ્રેજીમાં કાવ્ય રચના પ્રથમ થઈ.

ત્યારબાદ, ગુજરાતીમાં રચના કરવા પ્રયાસ કર્યો તે પણ ઉપર પ્રગટ કર્યો.

આથી, બે રચનાઓ વાંચી મારો ભાવ તમો સૌ સમજી શકો.

અમારી દીકરી રૂપા અને એના હસબંડ વિરલે એપાર્ટમેન્ટ છોડી એક ઘર લીધું અને એની અમોને ખુશી હતી.

એક દિવસ એમના ઘરે રહેવા ગયા ત્યારે ઘરની અંદર અને બહાર નિહાળી, પ્રથમ અંગ્રેજીમાં કાવ્ય રચના થઈ.

ત્યારબાદ, ગુજરાતીમાં રચના.

તમોને બન્ને ગમે એવી આશા.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This is Poem in English & then in Gujarati.

I was inspired to create the Poem in English as I had visited Rupa/Viral’s Home in Culver City of California. Later on, I translated the Poem in English to Gujarati.

I had poured the LOVE & HAPPINESS for their HOME.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

ઓગસ્ટ 18, 2014 at 12:50 પી એમ(pm) 8 comments

વૃંદાવનમાં મોહનની મધુરી મોરલી રે વાગી !

 

વૃંદાવનમાં મોહનની મધુરી મોરલી રે વાગી

 

અરે વ્હાલા વૃંદાવનમાં મોહનની મોરલી વાગી,

એના મધુર નાદે ગોપીઓ બધી જાગી,

“કૃષ્ણ ક્યાં તું ? કહી બની ગાંડી,

દ્રશ્ય નિહાળી, ચંદ્ર હૈયે ખુશીઓ આવે,

ખુશ થઈ, વૃંદાવનમાં વ્હાલા કૃષ્ણ પધારેજી…………..(૧)

 

ખુશ થઈ, ચંદ્ર વૃંદાવનમાં દોડે રે,

એ ગોપીઓ સંગે કૃષ્ણને શોધે રે,

કાનો તો ક્યાં ના મળે રે,

“શું કરીશું ? ગોપીઓ ચંદ્રને પૂછે રે,

કૃષ્ણને શોધતા સૌ નિરાશ બને રે,

ત્યારે, ફરી મોરલી સુરો સંભળાય રે…….(૨)

 

સુરે સુરે ગોપીઓ, ચંદ્ર વનમાં ચાલે,

ધરતી પર કાનો જોવા ના મળે,

ત્યારે, આકાશે જોતા વૃક્ષે કાનો હસે,

એની હસી નિહાળી, નિરાશ ભાગી રહે,

રાજી ગોપીઓ કાનને રાસ રમવા બોલાવે,

ત્યારે, કાનો કુદીને સૌ સંગે આવે,…………..(૩)

 

હવે, રાસ જામ્યો છે જ્યારે વનમાં,

દેવતાઓ રાસ નિહાળી થાય ખુશ આકાશમાં,

વળી, ગોકળીયા ગામે જશોદાજી છે રાજી,

નંદજી જશોદાજી ખુશીમાં, ઉત્સવ કરી રાજી,

રાધાજી કૃષ્ણ સંગે રાસ રમવા ભાગી,

હવે, કૃષ્ણજી પણ રાસ રમતા રાજી………(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૨૦,૨૦૧૪             ચંદ્રવદન

બે શબ્દો….

માર્ચ,૨૦૨૦૧૪નો દિવસ અને “છ શબ્દો”ની વાર્તા લખવા માટે પ્રજ્ઞાજુબેનનું સુચન થયું.

તો..પહેલીવાર “વેબગુર્જરી”પર જઈ કાંઈ લખ્યું.

પછી બીજો વિચાર આવ્યો.

૬ શબ્દોના વાક્યો કરી પંક્તિઓ કરી મેં એક રચના કરી અને ફરી એ વેબગુર્જરી પર જઈ પોસ્ટ કરી.

http://webgurjari.in/2014/03/15/valada-ni-vasarika-16/

તે જ રચના આજે અહીં પોસ્ટરૂપે છે.

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

The Post is a Poem in Gujarati entitled ” વૃંદાવનમાં મોહનની મધુરી મોરલી રે વાગી !” meaning “Mohan’ Morali(Flute) is heard in Vrudavan”.

This is the 1st time I had written a Poem with each line of 6 WORDS.

Each STANZA is of 6 LINES.

It was 1st posted @

http://webgurjari.in/2014/03/15/valada-ni-vasarika-16/

Hope you like the Poem

Dr. Chandravadan Mistry

ઓગસ્ટ 17, 2014 at 3:40 પી એમ(pm) 9 comments

Mother & Daughter on this Earth ! એક માતા અને એક દીકરી, આ ધરતી પર !

pushp

 

 

 

Mother & Daughter on this Earth !

 

Mother & Daughter as…..

 Two Individuals Two Humans !

 

Mother & Daughter as…..

Seen in a Moment of the Life in a Photo !

 

Mother & Daughter as…..

Felt & Realised as their Sweet Smiles !

 

Mother & Daughter as…..

A Smile that Captivates the Hearts,

 

Mother & Daughter as…..

The Hearts filled with the Love !

 

Mother & Daughter as…..

The Love that is unbreakable Bond !

 

Mother & Daughter as…..

The Bond that is Divine !

 

Let this Photo of Mother & Daughter remain ever in All,

Let this Mother & Daughter be the Symbol of Mother-Daughter Relationship in All !

 

This Poem was Created on April,21,2014 after seeing a Photo of My Daughter with her Daughter (our Grand-Daughter).

The Poetic Creation by Dr, Chandravadan Mistry, Lancaster, California, U.S.A

 

ઉપરની અંગ્રેજીમાં લખાયેલી રચનાનું ગુજરાતી ભાષાંતર >>>>

 

એક માતા અને એક દીકરી, આ ધરતી પર !

 

એક માતા અને એક દીકરી…..

બે વ્યક્તિઓ છે માનવસ્વરૂપમાં !….(૧)

 

એક માતા અને એક દીકરી…..

જીવનની એક પળે છે એક તસ્વીરમાં !….(૨)

 

એક માતા અને એક દીકરી…..

મહેસુસ કર્યા એમને હાસ્યભરી ખુશીમાં !…(૩)

 

એક માતા અને એક દીકરી…..

હ્રદય જીતી લીધા જેમણે સૌના !…..(૪)

 

એક માતા અને એક દીકરી…..

હ્રદયો પ્રેમથી ભર્યા એ બન્નેના !…(૫)

 

એક માતા અને એક દીકરી…..

ના ટુટે એવું છે એ પ્રેમબંધન !…..(૬)

 

એક માતા અને એક દીકરી…..

જેમાં સ્નેહબંધન છે દિવ્યતાથી ભરપુર !…(૭)

 

માતા અને દીકરીનો ફોટો જે મેં નિહાળ્યો,

તેવા દર્શન પ્યારા સૌના હૈયે હંમેશા રહે !…………..(૮)

 

માતા અને દીકરીના પ્રતિકરૂપે જે દર્શન,

તેવી માતા અને દીકરી સૌ હ્રદયે હંમેશા વસે !……….(૯)

 

કાવ્ય રચના ઃ તારીખ, એપ્રિલ,૨૧,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

આ છે કાવ્યપોસ્ટ.

દીકરી અને એની દીકરી સાથે હસતી એક “બેલ્ક એન્ડ વાઈટ”ફોટામાં નિહાળતા મારા મનમાં જે વિચારો આવ્યા તે પ્રથમ અંગ્રેજીમાં રચના થઈ.

અને, ત્યારબાદ, એની ગુજરાતીમાં રચના કરી.

આ બન્ને આ પોસ્ટરૂપે છે. આશા તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Post was first as a Poem in English after I had seen a Photo of our Elder DAUGHTER with her DAUGHTER ( ie our GRAND-DAUGHTER). I saw them both SMILING in a PHOTO on the EMAIL.

This  INSPIRED me….& 1st the POEM in ENGLISH…then I wrote it in GUJARATI.

Thus the Poem in English  & then the Poem in GUJARATI.

Hope you like it !

Dr. Chandravadan Mistry.

 

ઓગસ્ટ 17, 2014 at 12:17 પી એમ(pm) 8 comments

મૃગેશ નામે એક ફુલ

 

 

મૃગેશ નામે એક ફુલ !

 

જગતનું એક ફુલ,મૃગેશ નામે ખીલ્યું હતું,

હજુ તો કળીમાથી એક ફુલ બન્યું,

અને, કેમ આજે એ અચાનક કરમાય ગયું ?……(૧)

દુરથી મેં એ ફુલને નિહાળ્યું હતું,

અનેકે તો નજીક આવી એને સ્પર્સ્યું હતું,

તો, કેમ આજે એ કરમાય ગયું ?……..(૨)

ડાળીએ રહી જે મહેક આપી હતી,

તે કદી ભુલાય એવી નથી,

તો, શા કારણે આવું થયું ?………(૩)

એવી મહેકમાં “રીડગુજરાતી”નો પ્રાણ રહે,

એવા બ્લોગમાં મૃગેશ શાહ રહે,

ભલે જે થયું, પણ મૃગેશ તો જગમાં અમર છે !…..(૪)

માનવરૂપી ફુલો, જગતમાં જે ખીલે,

તે તો એક દિવસ કરમાય મરે,

ફક્ત યાદરૂપી મહેક જગમાં અંતે રહે !…….(૫)

ના જાણે જગમાં કોણ કેટલો સમય રહે,

પણ, મુલ્ય તો જગમાં કર્મરૂપી મહેકનું જ રહે.

એથી, આજે મૃગેશ- મહેકનું મુલ્ય અમર છે !……(૬)

આવી વિચારધારામાં રહી, ચંદ્ર કહેઃ

મૃગેશ તો એની મીઠી યાદમાં જગમાં હજી છે,

એક આત્મારૂપે પણ એ તો અમર છે !………..(૭)

આવી અંજલી આજે મૃગેશને ધરી,

અર્પી પિતા અને પરિવારને આશ્વાશન કળી,

સ્વીકારજો એને, ચંદ્રવિનંતી એવી રહી !…….(૮)

કાવ્ય રચના ઃ તારીખ જુન,૫,૨૦૧૪                        ચંદ્રવદન

 

બે શબ્દો….

 

જુન ૨૦૧૪માં, “રીડગુજરાતી” બ્લોગના સર્જનહાર અને ટકાવી રાખનાર મૃગેશ શાહનું નાની વયે મૃત્યુ થયુંના સમાચારથી બ્લોગ જગત હલી ગયું હતું.

એવા સમયે મૃગેશના પરિવારમાં જે દર્દ હશે તેની કલ્પના કરવી અશક્ય હતી.

એવા સમયે પરિવારમાં આશ્વાસન આપવા મારા હ્રદયમાંથી જે શબ્દો વહ્યા હતા તે મેં કાવ્યરૂપે પ્રગટ કર્યા હતા.

આજે એ જ તમે પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

ઘટના બન્યા બાદ સમય વહી ગયો…..આજે આ પોસ્ટ દ્વારા એ ઘટનાને તાજી કરી રહ્યો છું.

પધારો…વાંચો….મૃગેશને વંદન !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS...

 

Mugresh Shah known by his Blog “ReadGujarati”was a Pioneer.

At a very young age he suddenly died.

His death was known by the Blogger Community.

I was shocked too.

Hearing of his death, I was inspired & wrote this Poem then (June 2014) & now only publishing it as a Post.

My Vandan to Mrugesh !

Dr. Chandravadan Mistry.

 

 

ઓગસ્ટ 16, 2014 at 12:09 પી એમ(pm) 8 comments

ભારતની સ્વતંત્રતા વિષે મારા વિચારો !

 

 

 

 

 

ભારતની સ્વતંત્રતા વિષે મારા વિચારો !
આજે છે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૪.
આ તારીખ એટલે ભારતની આઝાદી યાને સ્વતંત્રતાનો દિવસ.
૧૯૪૭માં આઝાદી મળ્યા બાદ અનેક વર્ષો વહી ગયા.
દરેક ભારતવાસી પોતાની નજરે આ દિવસને નિહાળી પોતાના મનમાં દેશ વિષે પોતાનો અભિપ્રાય આપે.
જેણે આઝાદીની લડત પોતે નિહાળી હોય એમના દીલમાં ભારત પ્રત્યેના વિચારો અલગ.
જેણે આઝાદી બાદ જન્મ લીધો હોય તેઓ માટે જુદા વિચારો હોય શકે.
 આઝાદી પહેલા જન્મ લેનારાઓમાં સૌના હૈયે અંગ્રેજ સત્તાને હઠાવી ગુલામી દુર કરવાની ઈચ્છાઓ હતી.
પણ એવા જ લોકો આજે જે પ્રમાણે ભારતની હાલત છે તેઓ જ બે દ્રષ્ઠીએ કહી શકે>>>
(૧) કોઈક કહે કે અંગ્રેજોએ જે રીતે અપમાનીત કરી રાજ કર્યું તેના કરતા તો “આઝાદ” બની જીવન જીવવું એમાં જ માન સમમાન રહે. એઓ સર્વે આવા અભિપ્રાય સાથે મક્કમ રહી શકે અને સ્વતંત્ર ભારતમાં સારૂં જ નિહાળવા પ્રયાસો કરે.
     કોઈક પણ એવા હોય શકે કે તેઓ આજે કહે ” અંગ્રેજ સમયે કેટલું સારું હતું !” અને આવા વિચાર કરનારાઓ સ્વતંત્ર ભારતમાં “જે ખરાબ થયેલું તે કે થઈ રહ્યું” તેના વર્ણનમાં કાયમ રહી રહી “નેગેટીવ” વિચારધારામાં બંધી બની જાય છે.

(૨) કોઈક ભ્રષ્ટાચાર વિગેરેથી “નારાજી” અનુભવી હોવા છતાં  “પોઝીટીવ” વિચારધારા રાખી ભારતમાં સારું જ થશે એવા હ્રદયભાવો સાથે જીવનમાં આગેકુચ કરતા રહે છે.
હું “પોઝીટીવ” વિચારધારાનો વ્યક્તિ છું !
મારો જન્મ ૧૯૪૩માં થયો ત્યારે દેશ અંગ્રેજની સત્તા નીચે હતો. પણ એક બાળ દેશ વિષે શું જાણે ?
પણ જન્મ બાદ જ્યારે થોડી સમજ આવી ત્યારે મારા હૈયે આઝાદીની લડતમાં જે કોઈએ ફાળો આપ્યો હતો તેઓ સૌ માટે મારૂં શીશ નમી ગયું અને વંદન પાઠવ્યા.
અને લડાઈની વાતો કરતા જે કોઈએ પ્રાણ છોડ્યા હતા તેઓ સૌનું જાણી એમના કરેલા બલીદાન માટે પ્રભુને એમની મુક્તિ માટે પ્રાર્થના હતી.
આઝાદ ભારતને નિહાળી મારા હૈયે “ગૌરવ” રહે છે. આજે હું ભલે અમેરીકામાં રહું છું પણ મારૂં દીલ ભારતમાં જ હંમેશ રહે છે.
હું એટલું જાણું છું કે…..અંગ્રેજ સત્તા સામે બળથી યાને બંદુકનો જવાબ બંદુકથી આપતા આઝાદી નજીક નહી દુર જાત.
મારૂં એવું પણ માનવું છે કે….અંગ્રેજોએ પ્રજાની “એકતા” તોડી રાજ કર્યું હતું …તો, પ્રજાની એકતા પાછી “સાકાર” કરી “સત્યાગ્રહ”ના પંથે જઈ પૂકાર કરવી એ જ એક આઝાદીની “ચાવી” હતી.આવી જાણકારી ગાંધીજીમાં હતી. સત્યના પંથે રહી, સૌને એક કરી ગાંધીજીએ આઝાદીનું સ્વપ્નું સાકાર કર્યું હતું.
આ મારી વિચારધારા સાથે અનેક સહમત ના હોય.
હું તો એવું પણ કહું કે……૧૯૪૭માં અંગ્રેજો ગયા અને તેની સાથે દેશના ભાગલા તો પડ્યા ..એ માટે કોઈ ગાંધીજીને દોષીત ગણે…હું કહું કે અંગ્રેજો (જેઓ ભાગલા પાડી અન્ય પર જીત મેળવવાની આદતે હતા)તેઓએ જીણા અને અન્યના મતભેદને ડબાવવાને બદલે “અગ્નિમા ઘી મુકી” આગ વધારી અને હિન્દુ-મુસલીમ એકતાને ભંગ કરી હશે.આ મારૂ અનુમાન છે.  એવા સમયે, સર્વ રાજાઓને સ્વતંત્રતા અને એવા સમયે સરદારની “ચતુરતા”ના કારણે જ આજના “અખિલ ભારત”ના દર્શન થાય છે. જો….સરદારનું નહેરૂએ માન્યું હોત અને યુનોમા ના ગયા હોત તો ચાલી રહેલ લડતએ “સીઝ ફાયર” ના હોત અને  જીતી કાશમીર ભારતનું એક “અખંડ અંગ ” હોત. સરદાર દ્વારા આટલું જ પ્રભુએ નક્કી કર્યું હશે કે ટુંક સમયમાં જ ગુજરી ગયા હતા.
નહેરૂ હેઠળ જરૂર ભારતે પ્રગતિ કરી છે..પણ ધીરે ધીર કોંગ્રેસની સત્તા હેઠળ જે “નેતાગીરી” આવી તેમાં “સ્વાર્થ”ને મહત્વ અપાતું ગયું, અને આજે પરિણામરૂપે “ભ્રષ્ટાચાર” અને અન્ય બુરી હાલતનો સામનો પ્રજાએ કરવો પડે છે.
તો ૨૦૧૪માં બીજેપી અને મોદીજીએ ભારતની જવાબદારી સંભાળવા પહેલ કરી છે. વચનો આપ્યા હતા તે પ્રમાણે પ્રજા પરિણામો નિહાળશે ?
એ તો સમય જ કહેશે.
આજે સ્વતંત્રતાના દિવસે સૌ ભારતવાસીઓને મારા અભિનંદન. સૌ હૈયે દેશ માટે “ગૌરવ” અનુભવે. 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

It is 15th August.

It is the Independence Day of India.

There may be some who will always talk NEGATIVE about India living in INDIA or OVERSEAS.

I say to ALL…Please think “POSITIVE” and have the NATIONAL PRIDE to be an INDIAN.

May you all have the “HAPPY INDEPENDENCE DAY”.

Dr. Chandravadan Mistry.

 

 

ઓગસ્ટ 15, 2014 at 12:04 એ એમ (am) 14 comments

રોજનીશી સાથે સ્વાસ્થ્ય, સાહિત્ય અને કવિતા

FROM  the SUNRISE…….

To the SUNSET

 

HUMAN LIFE with the DAY CYCLE….alternating with the NIGHT CYCLE

is the ROJNISHI or the DAILY ROUTINES

રોજનીશી સાથે સ્વાસ્થ્ય, સાહિત્ય અને કવિતા

“સ્વાસ્થ્ય”ના લાભોની વાતો પ્રજ્ઞાજુબેન પૂછી રહે,

તો, એના જવાબરૂપે શું કહું એ સમજાતું નથી મને !……(૧)

 

વળી, એઓ લખે છે કે “રોજનીશી” નું કંઈક કહો,

તો, એવા જવાબરૂપે પ્રથમ મારે જે કહેવું તે સાંભળો !…..(૨)

 

જ્યારે, દિવસનો સુર્ય પ્રકાશ હજુ નજરે ના પડે,

ત્યારે,જાગતા નીચેના ફ્લોરનો કોમ્પ્યુટરરૂમ યાદ આવે !…..(૩)

 

રૂમમાં આવી, પ્રથમ “ચંદ્રપૂકાર”બ્લોગને નિહાળું,

કોઈના પ્રતિભાવો હોય, વાંચી આનંદ હૈયે ભરૂં !………….(૪)

 

એવા આનંદ સહીત, કોઈકવાર નવી પોસ્ટ પ્રગટ કરૂં,

અને પછી, આવેલા ઈમેઈલો વાંચી જવાબો આપું !………(૫)

 

આટલું કર્યા બાદ, સુર્ય પ્રકાશ મારી નજરે પડે,

અન્ય બ્લોગોની ઈનટરનેટ સફર કરતા ખુશી હૈયે રહે !……(૬)

 

હવે તો, સવારના સાત થતા, નાસ્તાનો સમય હોય,

સવારની મુખ સાફસુફી બાદ, નાસ્તાની મઝા હોય !……….(૭)

 

જરા ટીવી અને સવારના સ્નાનનો આનંદ માણી,

નવા કપડા પહેરી, નવલા દિવસની તૈયારી રહી !………..(૮)

 

જાગતા,કે પ્રથમ કાર્ય કરતા, મનડે પ્રભુસ્મરણ રહે,

એકવાર અને અનેકવાર કાર્યો સર્વે પ્રભુને અર્પણ રહે !………(૯)

 

કોઈવાર સવારે ઘરની જરૂરતની ચીજો માટે બહાર જાઉં,

કોઈવાર એકલો તો કોઈવાર પત્નીના સંગાથે હું જાઉં !…….(૧૦)

 

આવા સમયગાળામાં “બ્લડ સુગર” ટેસ્ટો કરતો રહું,

ડાયાબીટીસ માટે ઈનસુલીન તેમજ અન્ય દવાઓ લઉ !……(૧૧)

 

બપોરના બારનો સમયગાળો આવતા જાણે જલ્દી આવ્યો,

પરેજીની યાદ સાથે,બપોરનું ભોજનની ઘડીને એ લાવ્યો !…..(૧૨)

 

સવાર કે બપોરના સમયે, કોઈવાર, વિચારોમાંથી પ્રભુપ્રેરણા મળે,

એવા સમયે. હ્રદય-મનથી શબ્દો વહી વાર્તા કે કાવ્ય બને !……(૧૩)

 

સમય કોઈનો બાંધ્યો રહે ? એ તો એની ગતીએ વહેતો રહે,

સાંજના સમયે, આ માનવશરીરને સુર્ય પ્રકાશ ઓછો મળે !…….(૧૪)

 

સવાર કે બપોરની ગરમી પછી સાંજની ઠંડક કોને ન ગમે ?

એવી કુદરતી ઠંડકે મન મારૂં કર્તવ્ય પાલન કર્યું કે નહી ના વિચારો કરે !…(૧૫)

 

એકલો કે પત્ની સાથે બેસી, ટીવી કે વાતો કરી હૈયે આનંદ વહે,

એને સાંજના છ પછી, પત્નીએ પ્રેમથી બનાવેલ ડિનરનો આનંદ રહે !……(૧૬)

 

સમય વહેતો રહે અને રાત્રીના નવ વાગ્યા એવું ઘડીયાળ કહે,

એવા સમયે ટીવી કે અન્ય કાર્યો કરતા આંખો ભારી બને !…………..(૧૭)

 

કુદરત જ જાણે કહે કે હવે સુવાનો સમય થઈ ગયો હોય,

હું ફેમીલીરૂમ છોડી, દાદર ચડી, બેડરૂમમાં હાજર થઈ ગયો હોય !………(૧૮)

 

પ્રભુની કૃપા ઘણી કે બેડ પર પડતા નિંદર મુજને મળે,

કોઈવાર જ કદાચ, વિચારોથી થાકી મુજને નિંદર મળે !……………..(૧૯)

 

જો નવ વાગે સુવાનું થયું તો એકધારી અનોખી શાંતી મળે,

સ્વપના ભલે આવે જાવે, સવારે ઉઠતા કોઈક જ યાદ આવે !………….(૨૦)

 

ફરી બીજા દિવસના વહેલી સવારના ચાર કે પાંચ હશે,

અને, પ્રભુએ ઘડેલી “રોજનીશી” જીવનમાં ફરી આરંભ હશે !…………(૨૧)

 

આવી રોજનીશીમાં શું ચિન્તાઓ કે મુજવણો નહી હોય ?

આનંદ સાથે દુઃખો અનુભવતા પ્રભુની યાદ મુજ હૈયે જરૂર હોય !……..(૨૨)

 

આ રોજનીશીમાં શરીરની કાળજી, સાથે મનની શાંતીનું મેં કહ્યું,

વળી સાથે પ્રભુભક્તિના વિચારે “આધ્ય્મિકતા”નું પણ કહ્યું !……………(૨૩)

 

આવા વર્ણનમાં ત્રણનું મિલન એ જ ખરો “સ્વાસ્થ્ય” થયો,

આટલી સમજ મનમાં ખીલવી, રોજનીશી પ્રકાશ ચંદ્રને થયો !……………(૨૪)

 

જવાબ તો પ્રજ્ઞાજીબેનને રોજનીશીનો આપી દીધો,

પણ, સાહિત્ય કવિતા સાથે સબંધ એનો કેવી રીતે થયો ?……………….(૨૫)

 

સાહિત્ય વાંચન દ્વારા અનેકની વિચારધારાની જાણકારી મળે,

એવી જાણકારી દ્વારા “જ્ઞાનગંગા” જીવને વહેતી રહે !…………..(૨૬)

 

ઉચ્ચ વિચારોમાં જે કોઈ રહે તેને કર્મો કરવાની ખરી સમજ મળે,

જે થકી, જીવન જીવવાની અમુલ્ય ચાવી હસ્તે મળે !…………..(૨૭)

 

કદી,કોઈને માતા સરસ્વતીની કૃપા જો સાથ આપે,

તો, ઉચ્ચ વિચારધારા કાવ્યો પણ બની શકે !…………….(૨૮)

 

તો, આખરે કાવ્યો કે કવિતા શું છે ?

“રોજનીશીનું એક બાળ છે”એવો ચંદ્રજવાબ છે !………….(૨૯)

 

માનવી જગતમાં જીવતા પોતાની અનોખી રોજનીશી ઘડે,

નથી એ કોઈની એકસરખી, અંતે સૌએ પ્રભુને બતાવવી પડે !…..(૩૦)

 

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન,૬,૨૦૧૪ ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

આજની કાવ્ય રચના એક પોસ્ટરૂપે.

એનો આધાર છે પ્રજ્ઞાજુબેન વ્યાસના પ્રષ્નો.

એ વાંચી, હું વિચારોમાં રહ્યો.

જવાબરૂપે શું લખું ?

મારા જીવન તરફ નજર કરી…મારી જ “રોજનીશી” નિહાળી.

અને….આ રચના થઈ.

વાંચી તમે શું કહો છો ?

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is a Poem based on my observations of my daily routines.

I was inspired to link the daily acts to the Health…literature & Poems by some questions raised by a Blog Admirer Pragnaben Vyas.

I hope the READERS will try to observe their DAILY ROUTINES and see if they are on the right path or not….If on the right path NO CHANGE, but if the path needs the changes then they IMPLEMENT that CHANGE.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry.

 

 

 

 

ઓગસ્ટ 13, 2014 at 12:45 પી એમ(pm) 10 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031