Archive for એપ્રિલ 2, 2014

દહેજ કે ડાવરી પ્રથાની નાબુદી !

9-[DesktopNexus.com] (1)

 

દહેજ કે ડાવરી પ્રથાની નાબુદી !

 

દહેજ કે ડાવરીની પ્રથા થઈ માનવ સ્વભાવે, જાગો ! વિચારો ! અને, હટાવો આવા જુના વિચારને !…….(ટેક)

દીકરી જશે પારકા ઘરે અને એનું શું થાશે એવા વિચારે, ભલા માટે સોનું ઘરેણા આપવાનું માતાપિતા એના વિચારે, એવી જ વિચારધારામાંથી દહેજ જન્મે !……………………(૧)

સોનું નિહાળી, સાસરા પક્ષે દીકરીને પરણવવાની ગરજ નિહાળી, એવા વિચારમાં દીકરીનું મુલ્ય ગણી, એમની દાનત બગાડી, એવી જ વૃત્તિ કારણે દહેજ પ્રથાને પ્રાણ મળે !………………(૨)

દીકરી ગળે ઘરેણાને બદલે વજનરૂપી સોનું મંગાયું, સોનુંમાંથી લોભે જમીન મિલ્કત મળવવા સાસરૂં લલચાયું, જેના કારણે ભલામાંથી બુરાનો જન્મ હોય જો !……………..(૩)

હદ થઈ ગઈ છે, માનવના લોભની હવે, દહેજની માંગ વધતા “આત્મહત્યા”ના કિસ્સાઓ છે હવે, જે થકી, વિરોધ કરવા કોઈક હિંમત કરે !…………………..(૪)

દહેજ સામે પડકાર દર્શાવી નાબુદ એને તમે કરો, દહેજને ઘેરકાનુની છે તેને અમલ કરવા પગલાઓ ભરો, આવું જો ના હશે તો જૂની પ્રથા ચાલુ જ હશે !……………..(૫)

દીકરા પક્ષે જાગૃતિ અને દહેજ માટે ના જો રહે, દીકરી પક્ષે સ્વમાનભર્યો દહેજ માટે ઈનકાર જો હશે, તો જ, દહેજ જળમૂળથી નાબુદ હકિકતમાં હશે !……………(૬)

દહેજ વગરના લગ્નોમાં દીકરી કે દીકરાનું ખરૂં મુલ્ય હશે, એવી નવપ્રથામાં હિન્દુ ધર્મનું ખરૂં મુલ્ય ખીલી મહેક દેશે, એવા વિચારે ચંદ્ર “સમાજ પરિવર્તન” નિહાળે !…………….(૭)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૧૯,૨૦૧૪                    ચંદ્રવદન

બે શબ્દો…

ભારતમાં આજના નવયુગમાં પણ “દહેજ” કે “ડાવરી” પ્રથા ચાલુ છે એ જ મારા હૈયે દુઃખ પહોંચાડે છે. અમીરો લગ્નને “મોટો ઉત્સવ” કરી દહેજ/ડાવરીરૂપે “મોટરકાર કે બંગલા”ની માંગ કરે છે. ગરીબો દીકરીને “પરણાવી જ જોઈએ “ના ભાવે ઉધારી કરવા પણ તૈયાર થઈ જાય છે. આ પ્રમાણે દીકરીને અન્યાય આપતી પ્રથા ચાલુ રહે તેમાં સૌનો વાંક છે. દીકરાએ “એક સારી સંસ્કારી છોકરી”ને પરણતા સમયે આગળ પડીને દહેજનો “અસ્વીકાર” જાહેર કરવો જોઈએ. દીકરીએ પણ એવી “દહેજ” માટે વિરોધ દર્શાવવો જોઈએ. માતાપિતાને પણ “નવી સમજ” ગ્રહણ કરવાની આ વાત છે. સરકાર ભલે દહેજને “ઘેરકાનુની” ગણે પણ આખરે તો સમાજની વિચારધારામાં “પરિવર્તન” લાવી માનવીએ જ “અમલ” કરવાની આ વાત છે.

મેં મારા વિચારો એક કાવ્યરૂપે કહ્યા. તમે વાંચો..તમે જ જરા ઉંડો વિચાર કરો ! જરૂર તમો “ન્યાય”ના પંથે સત્ય તરફ હશો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

After a VARTA on one’s DAUGHTER after getting married becomes a DAUGHTER-IN-LAW in another Home.

Her  FATE  can make her a WIDOW….and the SOCIETY can be UNFAIR to her….There was a Poem to abolish such practice.

Then…there was a Poem as to get remove the “in-law” attitude & bring LOVE by seeing the Daughter-inlaw as one’s own DAUGHTER.

Now…as the Parents of a Daughter gets their daughter married, the DAMANDS from the Parents of a Son ( called Dahej) becomes a WORRY for the Parents of the Daughter….This Poem is to open the eyes of ALL in the HINDU SOCIETY to ABOLISH this UNJUST PRACTICE.

Hope you like the Post & its MESSAGE.

Dr. Chandravadan Mistry

એપ્રિલ 2, 2014 at 1:43 એ એમ (am) 12 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,706 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930