Archive for એપ્રિલ, 2011

સત્યસાંઈબાબાને વંદન !

With the LINK below, may you all have the DARSHAN of Shree SATYA SAIBABA>>>>>

http://www.sssbpt.org/Pages/Prasanthi_Nilayam/darshanupdateApr2011.html
 

સત્યસાંઈબાબાને વંદન !

ઓ,મેરે સાંઈ…..
 
વંદન કરી, દઉ છું એક અંજલી મારી,
 
સ્વીકારો….ઓ મેરે સાંઈ !………..(ટેક)
 
સત્ય,શ્રધ્ધા,સબુરી પંથે…
 
ભક્તજનોને તમે રંગે…
 
વિશ્વભરમાં….તમે ધર્મ ધજા રે ફરકે,
 
યાદ કરી….વંદન કરૂં હું તમને !……ઓ મેરે…(૧)
 
શિરડીમાં સાંઈ અવતરે….
 
પુટપર્થીમાં સત્યસાંઈ અવતરે….
 
વિશ્વભરમાં…ધર્મજ્યોત ફરી પ્રગટે,
 
યાદ કરી….વંદન કરૂં હું તમને !……ઓ મેરે….(૨)
 
૨૦૧૧માં ૨૪, એપ્રિલ દિવસે….
 
પ્રાણ સાંઈ સૌ પ્યારા રે ત્યાગે….
 
વિશ્વભરમાં…..રૂદને ભક્તો-નયના અર્શુ વરસે,
 
યાદ કરી….વંદન કરૂં હું તમને !…..ઓ મેરે……(૩)
 
ભક્તો હૈયે તો સાંઈ રહે….
 
સાંઈ શ્રધ્ધામાં ભક્તો રહે….
 
વિશ્વભરમાં ….સાંઈબાબા તો અમર રહે,
 યાદ કરી….વંદન કરૂં હું તમને !……
ઓ મેરે….(૪)
 
 
કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ,૨૫, ૨૦૧૧                    ચંદ્રવદન.
 

બે શબ્દો…

તારીખ ૨૪મી એપ્રિલ,૨૦૧૧ના દિવસે સત્યસાંઈબાબા આ દુનિયા છોડી પરમધામે ગયા.
 
ધર્મની સમજ “માનવતા”ના ગુણોમાં કહી, સૌને શિરડી અવતારે શીખનું ફરી યાદ કરાવ્યું.
 
આ કાવ્ય દ્વારા બાબાને અંજલી આપવાનો મારો પ્રયાસ છે !
 
સૌ પર સાંઈ ક્રુપા હંમેશા વરસતી રહે એવી પ્રાર્થના !
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW  WORDS…
 
 
On Sunday, 24th April, 2011m Shree Satya SaiBaba departed from this Earth.
 
He gave the Message of “All Religions” are ONE…The God is ONE…And that the Path
 
 to reach the God is through TRUTH..FAITH & SEVA.
 
Saibaba will be AMAR in his Teachings !
 
Let us all pay our RESPECTS to him !
 
Dr. Chandravadan Mistry.

એપ્રિલ 25, 2011 at 5:15 પી એમ(pm) 15 comments

૧૯મી એપ્રિલની માત યાદ !

Mother and Child
 
 

 

૧૯મી એપ્રિલની માત યાદ !

આવ્યો ૧૯મી એપ્ર્રિલનો દિવસ ફરી,
 
માતા પ્રભુધામે,આજ જગમાં નથી !…….(ટેક)
 
બચપણે વ્હાલથી રમાડ્યો હતો મુજને,
મસ્તી કરી સતાવી હતી ખુબ જ તુજને,
 
યાદ તારી, આજ નયને આંસુડા લાવે !…….આવ્યો…(૧)
 
છોડીને તને, દુર આફ્રીકા ગયો હતો હું રડતા રડતા,
છોડી ભારત, મળવા મને આવી હતી તું હસતા હસતા,
 
યાદ તારી, આજ નયને આંસુડા લાવે !…આવ્યો….(૨)
 
ફરી છોડી તને, એકલો અમેરીકા આવ્યો હતો હું,
દુર તું એકલી, મળવાની આશમાં જીવી રહે તું,
 
યાદ તારી, આજ નયને આંસુડા લાવે !……આવ્યો..(૩)
 
મળે તું ૧૯૮૫માં, આનંદ મુજ હૈયે વહે,
મળી મુજને ફરી, આનંદ તુજ હૈયે વહે,
 
યાદ તારી, આજ નયને આંસુડા લાવે !….આવ્યો…(૪)
 
૧૯૮૮ની સાલમાં, નથી તું, કેમ એવું હું માનું ?
પ્રભુ પાસે તું, છતાં, કેમ એવું સ્વીકારૂ હું ?
 
યાદ તારી, આજ નયને આંસુડા લાવે !….આવ્યો…(૫)
 
હવે, કહેવું નથી કાંઈ, જો હ્રદયનું બધુ કહી દીધુ,
ચંદ્ર તો હંમેશા તારો કહી, મન મનાવી લીધુ,
 
યાદ તારી, આજ નયને આંસુડા લાવે !….આવ્યો…..(૬)
 
 
 
કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ,૧૩, ૨૦૧૧               ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

એપ્રિલ માસ એટલે મારી માતા પ્રભુધામે ગયાનું યાદ આવે.

હું એ યાદ સાથે પ્રભુનું નામ જોડી પ્રાર્થના કરૂં.

પણ ૧૩મી એપ્રિલના દિવસે એવી યાદ સાથે કંઈક લખવા પ્રેરણા થઈ.

અને, કાવ્ય જેવી રચના થઈ.

એ જ તમો એક પોસ્ટરૂપે વાંચો છો.

માતાના  આશિર્વાદ સૌ પર વરસતા રહે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 
 
FEW  WORDS…
 
On 19th April 1988..my mother had heft this World.
 I had in the past published a Kavya Post too.
 But..today remembering her this a New Post !.
May this Post make you remember your MOTHER….who can be still in this WORLD..or even if she departed to the NEW WORLD…or PRABHUDHAM.
Dr. Chandravadan Mistry

એપ્રિલ 19, 2011 at 9:00 પી એમ(pm) 11 comments

હનુમાનજીને વંદન !

 

A Fine Painting of Veer Hanuman
 
 
 

હનુમાનજીને વંદન !

ચૈત્ર સુદ પુનમ છે,
 
આજ હનુમાન જયંતિ છે,
 
હનુમાનજીને યાદ કરી,
 
બોલો, જય બજરંગબલી !…….(ટેક)
 
પવન પુત્ર, કેશરી-અંજલી નંદન,
 
શીશ નમાવી, કરૂં હું તમોને વંદન,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !……ચૈત્ર સુદ….(૧)
 
બચપણે રવિ ભક્ષવા દોડનારા,
 
ઈન્દ્ર વ્રજ ઘા સહન કરી,હનુ કહેવાયા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ હનુમંતા !……ચૈત્ર સુદ….(૨)
 
ગુરૂ સુર્ય દેવ પાસે વિધ્યા શીખનારા,
 
ગુરૂ-દક્ષીણામાં સુગ્રીવ સહાયનું વચન દેનારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ હનુમંતા !……ચૈત્ર સુદ….(૩)
 
વનવાસી પ્રભુ રામજીને મળનારા,
 
પાયે લાગી, રામજીને હૈયે રાખનારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ હનુમંતા !…..ચૈત્ર સુદ……(૪)
 
સીતા માતા શોધમાં લંકા ઉડનારા,
 
રામ-રાવણ લડાઈમાં ભાગ લેનારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !…ચૈત્ર સુદ……(૫)
 
હિમાલયથી પર્વત ઉચકી ઉડનારા,
 
લક્ષમણજીને સજીવન કરનારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !….ચૈત્ર સુદ…..(૬)
 
ભૈયા પવન પુત્ર ભીમને મળનારા,
 
કુરૂક્ષેત્રે અર્જુન રથ ધજામાં રહેનારા.
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !….ચૈત્ર સુદ…(૭)
 
ભ્રમચારી, રામ ભક્ત છો અતી ન્યારા,
 
સંકટ મોચન, છો સૌના પ્યારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !….ચૈત્ર સુદ…..(૮)
 
છાતી ચીરી, રામ-સીતાના દર્શન સૌને દેનારા,
 
એવા, પરમ પદી રામ-ભક્ત છો દુલારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !….ચૈત્ર સુદ…(૯)
 
યાદ કરી, જે કોઈ ભજે હનુમંતા,
 
દયા કરી, એ તો સહાય કરનારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !…..ચૈત્ર સુદ…..(૧૦)
 
શ્રધ્ધા સહીત, જે કોઈ હનુમાનજીને પૂકારે,
 
શનિ રાહુ કે ભુત પ્રેત  દુર જ  ભાગે,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !……ચૈત્ર સુદ…(૧૧)
 
ઋષીમુનીઓ ‘ને તુલસી કહે હનુમાન મહિમા ન્યારો,
 
ચંદ્ર કહે, ભાવથી પૂકારો, તો સહારે આવશે હનુમાન મારો !…..ચૈત્ર સુદ…..(૧૨)
 
 
કાવ્ય રચના ઃ તારીખ, એપ્રિલ ૧૩,૨૦૧૧                      ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

એપ્રિલની ૧૨મી તારીખે “રામ નવમી”ના દિવસે રામજીને યાદ કરી ખુશી હૈયે ભરી.
 
અને ૧૩મી એપ્રિલે હનુમાનજીને યાદ કર્યા.
 
અને એપ્રિલ ૧૮, ૨૦૧૧ અને ચૈત્ર સુદ પુનમના શુભ દિવસે “હનુમાન જયંતિ”હશે એનું યાદ કર્યું.
 
રામજી જ જાણે કહેતા હોય કે ” મારા પરમ ભક્તને ભુલીશ નહી….એની યાદ વગર તારી સાધના પુરી નથી! “
 
બસ, આવા વિચાર દ્વારા એક પ્રભુ-પ્રેરણા હતી !
 
 એવી પ્રેરણાના આધારે હનુમાનજી વિષે જે જાણ્યું હતું તે સિવાય વધુ જાણવા માટે ઈચ્છા થઈ.
 
અને…..અંતે આ રચના શક્ય થઈ !
 
સૌને ગમે એવી આશા.
 
હનુમાનજીની ક્રુપા સૌ પર વરસે એવી પ્રાર્થના !
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
FEW  WORDS…
 
You are reading a Kavya Post on Shree HANUMANJI.
 
May the BLESSINGS of Hanumanji be on ALL.
 
Hope you enjoy reading this Post.
 
 
Dr. Chandravadan Mistry

એપ્રિલ 18, 2011 at 1:00 પી એમ(pm) 11 comments

શ્રી રામ મહિમા !

 

  1. Ram,Lakshman,Sita&Hanuman
 
 

શ્રી રામ મહિમા !

શ્રી રામ, જય રામ, જય જય રામ,
  
જીવન જીવતા, જપો તમે રામ નામ,
  
ગુણલા એના પ્રેમથી ગાતા જાઓ,
 
આ ભવસાગરને તમે તરતા જાઓ,….શ્રી રામ (૧)
 
માનો એને શ્રી  વિષ્ણુ અવતાર,
 
સૌનો એ તો છે તારણહાર,….શ્રી રામ…(૨)
 
છે એતો કૌશલ્યા-દશરથનંદન દુલારો,
 
છે એતો અયોધ્યા નગરી પ્યારો…,શ્રી રામ….(૩)
 
માનવરૂપે એને તમે નારાયણ જાણો,
 
સીતારૂપે જાનકીને તમે નારાયણી માનો,…શ્રી રામ…(૪)
 
પિતા વચન પાલન કાજે,
 
તજી રાજપાટ વનવાસ જે સ્વીકારે, ….શ્રી રામ…(૫)
 
પથ્થર બની અહલ્યાને ઠોકરે મુક્તિ આપે,
 
 શ્રધ્ધા સ્વીકારી, શબરીને એતો ઉગારે…..શ્રી રામ…(૬)
 
સુગ્રીવને  મિત્ર બનાવી, બલીને એતો મારે,
 
હનુમાનજીને એતો પરમ-ભક્ત પદ આપે,…શ્રી રામ….(૭)
 
રાવણ સંહારી, એતો ફરી ધર્મ સ્થાપના કરે,
 
યુગનો રાક્ષસી-ભાર ઉતારી, પ્રુથ્વીને ઉગારે, ….શ્રી રામ…(૮)
 
યદી કોઈ પુર્ણ શ્રધ્ધા સહીત રામ પૂકારે,
 
રક્ષા કાજે રામજી દોડીને રે આવે,….શ્રી રામ….(૯)
 
જ્ઞાની, ઋષીમુનીઓ રામ મહિમા ગાતા જાય,
 
હૈયે રામજીને રાખી, ચંદ્રને તો આનંદ આનંદ થાય !….શ્રી રામ…(૧૦)
 
 
કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ,૧૧, ૨૦૧૧                    ચંદ્રવદન.
 

બે શબ્દો…

આ વર્ષ “રામ નવમી” મંગળવાર, એપ્રિલ,૧૨, ૨૦૧૧ના શુભ દિવસે છે.
 
એ યાદ કરતા, ઉપર પ્રગટ કરેલી રચના શક્ય થઈ.
 
આ પોસ્ટરૂપે મારા પ્લાન પ્રમાણે નથી.
 
પ્રભુની આ જ ઈચ્છા હશે કે આગળની તૈયાર કરેલી પોસ્ટને બદલે આજે આ “શ્રી રામ મહિમા”ની પોસ્ટ પ્રગટ થાય.
 
સૌને હૈયે રામજી બિરાજે…અને સૌ પર શ્રી રામની ક્રુપા વરસે, એવી મારા અંતરની પ્રાર્થના !
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
FEW   WORDS…
 
Today’s Post is a Kavya on Shree Ram.
 
On April,12,2011 is the RAM NAVMI Day.
 
May the Blessings of Shree Ramji be on All.
 
Dr. Chandravadan Mistry.

એપ્રિલ 12, 2011 at 12:21 એ એમ (am) 11 comments

ભારતમાતા રડે છે કેમ આજે ?

 

 
 
 
 

 

 

ભારતમાતા રડે છે કેમ આજે ?

ભારતમાતા રડે છે કેમ આજે ?

 

જાગો, જાણો, ઓ ભારતવાસીઓ તમે આજે !……(ટેક)

 

અંગ્રેજી ગુલામીથી ભારતમાતા કંટાડી ગઈ,

 

“આઝદ કર ! આઝાદ કર !” એવું પૂકારી રહી,

 

દેહના ભાગલાઓની વેદના સહન કરી,

 

અંતે આઝાદીમાં માતા ખુબ ખુશ હતી,

 

પણ..આજે ભારતમાતા રડે છે !…….ભારતમાતા…(૧)

 

આઝાદમાતાની જવાબદારી નેતાઓએ લીધી,

 

જવાહર,સરદાર અને વિરલાઓ અનેકથી એ ખુશ હતી,

 

આઝાદી લાવનાર ગાંધીજી પ્રાણ તજ્યાની એ સાક્ષી બની,

 

દર્દ એવું સહન કરી, ફરી માત હૈયે ખુશી હતી,

 

પણ…આજે ભારતમાતા રડે છે !……..ભારતમાતા…..(૨)

 

સમયના વહેણમાં જવાબદારી લેતા નેતાઓ બદલાય છે,

 

થયેલી પ્રગતિ નિહાળી, માતા હૈયે ખુશી વહેતી રહે છે,

 

નવયુગમાં દેશમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે,

 

દુઃખ આવું છતાં, નેતાઓ બદલાશે એવી આશ છે,

 

પણ…આજે ભારતમાતા રડે છે !……ભારતમાતા….(૩)

 

વધતા ભ્રષ્ટાચારોથી ત્રાસી, જનતા સહાયતાની જનતા પૂકાર છે,

 

“સત્ય પંથે રાજનિતી અપનાવો”એવા શબ્દોમાં એ પૂકાર છે,

 

ભ્રષ્ટાચારથી રંગાયેલા નેતાઓની આંખો તો હજુ બંધ છે,

 

દ્રશ્ય આવું નિહાળી, દર્દ મોટું માતા હૈયે છે,

 

અને….આજે ભારતમાતા રડે છે !…….ભારતમાતા….(૪)

 

“ગાંધી મારો લાડલો,ક્યાં છે તું ?”કહી માતા રડતા પૂકારે છે,

 

ત્યારે “અન્ના હઝારે”ને આવી માત પૂકાર સંભળાય છે,

 

“મ્રુત્યુ તક ભુખ હળતાલ કરીશ” કહી એ સરકારને પડકારે છે,

 

અને…આજે ભારતમાતા જનતાના ભરોષે છે !……ભારતમાતા….(૫)

 

“જન લોકપાલ નિયમોનો કાયદો કરો” જનતા નેતાઓને કહે છે,

 

જનતા  કે અન્ન મ્રુત્યુ ડરથી કે સમજણથી નેતાઓ આંખો ખોલે છે,

 

દિલ્હીમાં જનતાની ઈચ્છાના બીલની હવે કાયદો કરવા ચર્ચા છે,

 

અને…ભારતમાતા આંસુઓ લુંછી, ભવિષ્ય માટે હવે તૈયાર છે !…..ભારતમાતા….(૬)

 

 

કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ,૯,૨૦૧૧                    ચંદ્રવદન.

બે શબ્દો…

 

આજની પોસ્ટ પ્રગટ કરવાનો વિચાર આજે જ થયો.
  
ઈમેઈલથી “અન્ના હઝારે”ની જનતાના હિત માટે સરકાર વિલંબ વગર કાયદો પસાર કરે એવા હેતુથી  એમણે “ભુખ હળતાલ”શરૂ કરી અવું જાણ્યું.
  
અને, પ્રભુએ પ્રેરણા આપી.
  
અને, આ રચના શક્ય થઈ.
  
આજે શક્ય થઈ અને આજે જ પ્રગટ કરી છે.
  
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
  
FEW WORDS…
  
Today’s Post is unplanned.
  
Read several Emails with the support for ANNA HAZARE.
  
To awaken the LEADERS of INDIA to pass a pending BILL and make a LAW, he had resorted to the HUNGER STRIKE till DEATH”.
  
This the courage of a 73 years old Indian.
 He is the follower of the GANDHIAN PHILOSOPPHY.
My VANDAN to him !
  
I hope you like this Post !
  
DR. CHANDRAVADAN MISTRY

એપ્રિલ 9, 2011 at 4:02 પી એમ(pm) 16 comments

મારૂં મન !

 

 

meditation
 

મારૂં મન !

વેબજગત પર મન મારૂં મને લઈ ગયું,
  
અનેક બ્લોગો પર વાંચવાનું શક્ય થયું,
 
એક બ્લોગની એક પોસ્ટ ખુબ જ ગમી,
 
મારા જ મનમાં વિચારોરૂપે એ તો રમી,
 
“લખ કવિતા એની”મુજને મન કહે,
 
“ના”કહી, મન મનાવવાના મારા પ્રયાસો રહે,
 
તો, કવિતા લખવાના વિચારોમાં મન રમતું રહે,
 
રમતા, રમતા,અજાણે એક કવિતા બને,
 
પ્રેરણા આપનાર બ્લોગને મન ખુશખબર કહે,
 
તો, નારાજ થઈ ,મન મારૂં પાછું વળે,
 
“શા માટે નારાજ ?” મન પ્રષ્ન એવો કરે,
 
“જે થવાનું તે થયા કરે”મન જ જવાબરૂપે કહે,
 
અને, મન વિચારો તરત બદલાય જાય,
 
અને, હું મારા મન સાથે ફરી ખુશ થાય !
 
કાવ્ય રચના..તારીખ ફેબ્રુઆરી,૧૯,૨૦૧૧         ચંદ્રવદન
 
 

બે શબ્દો…

આ રચના એક પોસ્ટ વાંચ્યા બાદ થયેલા ઈમેઈલ “વાર્તાલાપ” આધારીત છે.

પણ…એ “મનની ચંચળતા”ના દર્શન કરાવે છે.

આપણું મન જ આપણી “ઈચ્છાઓ” પૂરી કરે છે, અને “નિરાશાઓ”પણ લાવે છે.

આપણી “વિચારધારા” બદલવાની શક્તિ દ્વારા જ મનને “સ્થીર” કરી શકાય.

આપણા “આત્મબળ” જ મનને કાબુમાં રાખી, જીવનમાં  “આનંદ” આપે છે !

>>>>ચંદ્રવદન મિસ્ત્રી

 
FEW  WORDS…
 
Today’s Post is on “MAN” ( Meaning MIND).
 
Human Mind never remains still……It experinces “successes” and “failures”.
One can control the Mind with the “Self control” via the Meditation and the “Guidance from one’s Soul”.
 
The Poem is a description of my “wandering Mind”…..and eventual “submission” of the Mind to Self and the change on my thinking.
 
Hope you like the Post .
 
Dr. Chandravadan Mistry
 

એપ્રિલ 5, 2011 at 4:31 પી એમ(pm) 20 comments

નાઈલ નદી અને ઈજીપ્તના સબંધો !

  

 
 
 

 

 

 
 
 
 
 
 

નાઈલ નદી અને ઈજીપ્તના સબંધો !

ઉંડા છે નાઈલ નદી અને ઈજીપ્તના સબંધો,

કહું છું હું વાત એવા જ સબંધોની !………(ટેક)

અરે, છે કુદરતનો ખેલ ન્યારો, જે જગતમાં રહે,

સરોવર વીકટોરીઆમાંથી જન્મી, જે વહે, 

આફ્રીકાની દેહ પર રમી, જે મેડીટેરીઅન સાગરને મળે,

એવી નાઈલ નદીની વાત છે અહી !……ઉંડા છે…….(૧)

સહારાના રણમાં, એ તો માનવઓનો પ્રાણ છે,

નાચતી, મલકાતી, એ તો આફ્રીકા ખંડની માત છે,

ઈજીપ્તની માનવ સંસ્ક્રુતીનો એ તો આધાર છે,

એવી નાઈલ નદીની વાત છે અહી !…..ઉંડા છે…….(૨)

૫૦૦૦ વર્ષો પહેલા, સીવીલાઈઝેશન ઈજીપ્તનું પ્રગતિ-શિખરે હતું,

જે કંઈ શક્ય થયું, તે ફળદ્રુપ જમીનના આધારે હતું,

ઈજીપ્તની ધરતીને ફળદ્રુપ કરનાર એક નદી કારણ હતું,

એવી નાઈલ નદીની વાત છે અહી !…..ઉંડા છે…….(૩)

પુરાણોની ગૌરવ-ગાથા તો ઈતિહાસે રહે,

આજનું ઈજીપ્ત પણ નાઈલ નદીને વંદન કરે,

માનવ સંસ્ક્રુતીનો આધાર જ પાણી, એવું ‘ચંદ્ર’ કહે !

એવી નાઈલ નદીની વાત છે અહી !……ઉંડા છે…..(૪)

 

કાવ્ય રચનાઃ તારીખ માર્ચ,૨૨,૨૦૧૧              ચંદ્રવદન

 
 

બે શબ્દો…

આજની પોસ્ટ  એક ઈમેઈલમાં નાસાના એક એસ્ટ્રોનાટે(Douglas Wheelock)  “સ્પેઈસ સ્ટેશન”માંથી પાડેલા ફોટાઓ

નિહાળી, એક કાવ્ય-રચના શક્ય થઈ તેના કારણે છે.

 ફક્ત નાઈલ નદીને આકાશમાંથી જે પ્રમાણે ફોટામાં નિહાળી, અને જે સુંદરતાના દર્શન થયા,

તે આધારીત, ઈજીપ્તની યાદ તાજી થઈ…અને કાવ્યરૂપે લખાણ લખવા પ્રેરણા થઈ.

આશા છે તમોને આ પોસ્ટ ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી  

 
FEW  WORDS….
  
Today’s Post is a KAVYA on the RIVER NILE..and its relationship to the Land of EGYPT.
There are some Photos taken from the Space Station..& it shows the NILE RIVER.
Please enjoy the Post !
DR. CHANDRAVADAN MISTRY

એપ્રિલ 1, 2011 at 12:17 પી એમ(pm) 21 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,631 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930