પુસ્તિકાઓ

પ્રિય મિત્રો અને સ્નેહીઓ,

  તમે ‘ચંદ્ર પૂકાર’ ની વેબસાઈટ પર પધારી મારી જીવન ઝરમર વાંચી તે બદલ ખુબ ખુબ આભાર.

જગતમાં બે બિન્દુઓ- એક જન્મબિન્દુ અને બીજું મ્રુત્યુબિન્દુ. આ બે બિન્દુઓ વચ્ચે છે માનવીનું જીવન. આ માનવ જીવનયાત્રા માં ફક્ત બે જ પંથો.એક સતકર્મના માર્ગે સત્યનો પંથ અને બીજો અધર્મ માર્ગે અસત્યનો પંથ. જીવનમાં અનુભવો સત્યનાં માર્ગ તરફ દોરે છે. મોહ માયા સ્વાર્થ છોડી જનક્લ્યાણનો માર્ગ અપનાવતા તમો જરૂરથી ભક્તિપંથે હશો. જન્મ પહેલાં કે મ્રુત્યુ પછી શું હશે એવી ફીલોસોફી થી દૂર રહી કર્મયોગના માર્ગે પ્રભુને પામવાની કે શરણું લેવાની એકજ ઈચ્છા હૈયે રાખી આગેકુચ કરવાની છે.

મારા જીવનમાં અલ્પ થયું કે કંઈજ ના થયું એવી વિચારધારામાં હું નિરાશાનો કેદી બનવા માંગતો નથી…અને, ઘણું કર્યું કે સારૂ કર્યુ એવા વિચારોના ‘હું પદ’ થી દૂર ભાગુ છુ. એથીજ , મારા જીવન ઝરમર ના લખાણ કરતાં ‘હું કોણ?’ કાવ્યભાવનો સ્વીકાર કરવા સૌને નમ્ર વિનંતી.

તમે હોમ પેજ (HOME) વાંચ્યુ હશે. તો, હવે મારા કાવ્યો, સુવિચારો, ટુંકી વાર્તા વિગેરે જરૂરથી વાંચશો એવી અંતરની આશા. અને હા, મારા હ્રદયભાવના લખાણમાં કંઈક તમોને ગમશે કંઈક તમોને ના ગમશે. વાંચી જે કંઈ તમ હૈયે થાય તેને “બે શબ્દો” ભરી કોમેંન્ટસ ( COMMENTS ) માં પ્રગટ કરવા નમ્ર વિનંતી. તમારા હૈયાના શબ્દો વાંચી મને ખુબજ આનંદ થશે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

                          પુસ્તિકાઓ

બચપણથી પ્રભુએ સર્જેલુ બધુ નિહાળી હું અનેક વિચારોમાં લીન થઈ જતો….
કોઈકવાર કંઈક લખવાની ઈચ્છા પણ જાગ્રુત થઈ. કિંતુ અનેક વર્ષો વહી ગયા.

ઈ.સ. ૧૯૮૯ ના સપ્ટેંબર માસે અચાનક હ્રદયનો દુ:ખાવો અને હાર્ટનું ઓપરેશન થયું અને પ્રભુએ નવું જીવન આપ્યુ.હોસ્પીટલમાં હતો ત્યારે પ્રભુપ્રેરણાથી થોડી કાવ્યરચનાઓ શક્ય થઈ અને “ પ્રભુ પ્રીતનાં અમીઝરણા” નામે એક નાની પુસ્તિકા પ્રગટ કરી. ત્યારબાદ, વેસ્મા ગામના પ્રજાપતિ મહોલ્લા (ભુરીયું ફળિયું) જ્યાં મારો જન્મ થયો તેને યાદ કરી “પ્રગતિનાં પંથે” તેમજ એક સ્નેહીની બિમારી સમયે મારા હ્રદયભાવો છલકાતા “પ્રભુપ્રાર્થના પ્રસાદી” નામે પુસ્તિકાઓ શક્ય થઈ. આ ત્રણ નાની પુસ્તિકાઓનું મિલન એટલે “ત્રિવેણી સંગમ” ની કાવ્યસંગ્રહ પુસ્તિકા.

પ્રભુ પ્રેરણાથી અનેક કાવ્ય રચનાઓ શક્ય થતી ગઈ અને એ રચનાઓમાં અનેકમાં ભક્તિભાવ હતો. એવી બધી રચનાઓનો સંગ્રહ એટલે ૨૦૦૧માં મારી પ્રગટ કરેલ પુસ્તિકા “ભક્તિ ભાવનાં ઝરણા” આ બંન્ને પુસ્તિકાઓને વેબસાઈટ ચંદ્રપૂકાર પર મૂકતા મને ઘણોજ આનંદ થાય છે. તમો વેબસાઈટ પર પધારી જરૂરથી વાંચશો એવી નમ્ર વિનંતી.

ઉપર મુજબ મારા પોતાના રચેલ કાવ્યો પુસ્તિકારૂપે પ્રગટ કર્યા સિવાય, મેં બીજી પુસ્તિકાઓ પ્રગટ કરી અને અનેકને પ્રસાદીરૂપે વહેંચી અનોખો આનંદ અનુભવ્યો છે.

(૧) શ્રી કૃષ્ણ લીલામૃત…. ૧૯૮૮ માં મારા માતુશ્રી ગુજરી ગયા બાદ, મેં ભજન-પ્રાર્થના, સુવિચારો અને ગીતાસાર વિગેરે એક પુસ્તક શ્રી કૃષ્ણ લીલામૃતનામે  ૧૯૮૯માં પ્રગટ કર્યું જે મારા માત્રુશ્રીના સ્મરણાર્થે હતું.

આજ પુસ્તકને ફરી રીપ્રીન્ટ ( REPRINT ) મુંબઈ રહીશ શ્રી વિનોદભાઈ પ્રજાપતિના વિશ્વભારતી પ્રકાશન દ્વારા કરી અનેકને પ્રસાદી રૂપે અર્પણ કર્યું.

 (૨) “વેસ્મા વિશ્વ ક્ષિતીજે” વેસ્મા ગામનો ઈતિહાસ ભુલાયના જાય એવા હેતુથી મેં એક વેસ્મા રહીશ ઈશ્વરભાઈ દેસાઈને કંઈક લખવા પ્રેરણા-સહકાર આપ્યો અને એક નાની પુસ્તિકા શક્ય થઈ (૧૯૯૫)

(૩) “ઓહ્મ શ્રી હરિભજનાવલી”  લેંન્કેસ્ટર, કેલીફોર્નીયા ના એંટેલોપ વેલી વિસ્તારે એક ગુજરાતી સમાજ ચાલે છે. સૌ ભક્તિભાવે રંગાય એવા હેતુથી ભજન-પ્રાર્થના સંગ્રહની પુસ્તિકા ૨૦૦૩ માં પ્રગટ કરી હતી

ડો.ચંદ્રવદન મિસ્ત્રી

              જયશ્રી ક્રુષ્ણ.

                                                    

1.     TRIVENI SANGAM (published June 2000)

The publication of my poems originally published in 3 separate small booklets namely (1) Prabu Prit Na Ami Zarana (2) Pragatina Panthe (3) Prabhu Prathna Prashadi

 

 

                                                 

 

2.      BHAKTIBHAVNA ZARANA (published July 2001)

My publication of devotional poems

 

 

                                                 

 

3.      SHREE KRISHNA LILA MRUT (published 1989)

A publication of prathnas, bhajans and other devotional matter published in memory of my mother.

 

 

                                                 

 

4.      SHREE KRISHNA LILA MRUT (reprint 2004)

Republished for redistribution due to interest.

 

 

                                                 

 

5.      VESMA: VISHWAKSHITIJE (published 1995)

A book on the history of Vesma – a village in south Gujarat

 

 

                                                                                          

 

  

6.      OHM SHREE HARI BHJANAWALI (published 2003)

A collection of prathna and bhajans for Antelope Valley Gujarati Samaj

                                                 

 

સ્નેહી મિત્રો

          તમોએ મારી પ્રગટ કરેલી પુસ્તીકાઓ બારે ઝલકરુપે કંઈક વાંચ્યુ. આ પ્રગટ કરેલ ૬ પુસ્તીકાઓમાંથી બે પુસ્તીકા નામે; ૧ ત્રિવેણી સંગમ ૨ ભક્તિભાવના ઝરણાનું કાવ્યસંગ્રહલખાણ વેબસાઈટ પર મુક્યુ છે અને જો તમોને એ વાંચવા ઈચ્છા હોય તો એ નામના વિભાગે કલીક કરી વાંચવા વિનંતી.અને વાંચ્યા બાદ તમારા પ્રતિભાવરુપે બે શબ્દો મુકશો તો એ વાંચવા મને ઘણી જ ખુશી થશે.

 લી. ચન્દ્રવદનભાઈ

 

Dear Friends,

 

            In this section you can read about the 6 books that I had published; of these 2 books, namely 1 TRIVENI SANGAM 2 BHAKTIBHANA ZARANA are posted as two separate sections.  Please click on the desired section & you will be able to read the contents.  If you wish to post your comments you may do so.  I will be only too happy to read your comments.

 

Dr. Chandravadan Mistry.

37 ટિપ્પણીઓ Add your own

 • 1. jayeshupadhyaya  |  મે 20, 2008 પર 2:14 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઇ
  શ્રી કૃષ્ણ લીલામૃત આ પુસ્તક મારી પાસે ક્યાંથી આવ્યું તે તો યાદ નથી પણ સરસ પુસ્તક છે આજ તમારા બ્લોગ ની મુલાકાત થઇ સરસ છે શુભેચ્છા સહ

  જવાબ આપો
 • 2. Vinod K prajapati  |  સપ્ટેમ્બર 9, 2008 પર 7:17 એ એમ (am)

  R$espected Dr Saheb Uprokta darek pustako ek-ek thhi chadiati chhe parantu aana review bhasha gujarati parantu lipi english ma aapo karnake India ma pan aapna balko have gujarati vishay ma nathi education leta teone gujarati lipi nathi avadti jo angreji lipi ma aa metter apo to ghana vachko ne labh malse Sorry for Salah vinod K prajapati

  જવાબ આપો
 • 3. Chirag Patel  |  સપ્ટેમ્બર 26, 2008 પર 8:49 પી એમ(pm)

  Keep up this good work. May MAA bless you with all joy and strength.

  જવાબ આપો
 • 4. અક્ષયપાત્ર  |  નવેમ્બર 1, 2008 પર 3:43 પી એમ(pm)

  Chandravadanbhai,
  You have great heart and your writings will always be appreciated. Thank you for sharing.

  જવાબ આપો
 • 5. chandravadan  |  નવેમ્બર 13, 2008 પર 2:22 પી એમ(pm)

  This is an Email from HITESH of GUJARAT, INDIA…& posted as his COMMENT>>>>

  Flag this messageRe:Tuesday, November 11, 2008 3:18 AM
  From: “chauhan Hitesh” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  જય શ્રીકૃષ્ણ કાકા,
  ગઈ કાલે જ આપની મોકલેલ પ્રસાદી કહુ કે આ દિવાળીની આપે મને આપેલ અમૂલ્ય
  ભેટ મળી.માફ કરજો કારણકે ઘરમાં રીનોવેશન ચાલતું હોવાથી કોમ્પ્યુટર ચાલું
  જ નહોતું થઈ શકતું આજે પણ થોડી તાત્કાલિક વ્યવસ્થા ગોઠવી શરૂ કરેલ
  છે.સાચું કહું તો વાંચવાની જિજ્ઞાસા રોકી ન શક્યો અને તેમાં શ્રીકૃષ્ણ
  લીલામૃતમાં મેં બાળપણમાં સાંભળેલ ,કેટલાક શાળામાં પ્રાર્થનામાં સાંભળ્યા
  બાદ ઘણા સમયથી શોધતો હતો તે ગીતો-ભજન વગેરે પણ મને મળ્યા.વળી આપના વેસ્મા
  ગામની વિગતો વાંચતા વાંચતા તો મને મારું માદરે વતન સમી યાદ આવી ગયું અને
  મારી બાળપણની બધી યાદો તાજી થવા લાગી અને હવે ફરી એકવાર વતનમાં જવાનું મન
  થઈ ગયું.વળી આપના ભક્તિભાવના ઝરણા તો ખરેખર અનેરા છે જો કે હજી આ
  પ્રસાદીમાંથી ઘણી બધી માહિતી વાંચવાની બાકી છે પણ ખરેખર માત્ર મારું જ
  નહી મારા મમ્મી પણ કાલના આ પ્રસાદીનો જ લાભ લઈ રહ્યા છે અને વાંચનનો મોહ
  છૂટતો જ નથી.અને પપ્પાને પણ ગમી છે.તો આ નવા વર્ષે મને આટલી સુંદર અને
  અમૂલ્ય ભેટ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.અને જરૂરથી સમયાંતરે આનો લાભ લઈ
  મનના વિશ્વાસ અને સુલભગુર્જરીમાં પ્રદર્શિત કરીશ.
  આપ તથા કાકી તથા સર્વે પરિવારજનોને મારા પ્રણામ સહ જય જલારામ.બસ આમ જ
  સહકાર આપતા રહેશો.
  આપનો હિતેશ.

  જવાબ આપો
 • 6. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 13, 2008 પર 4:20 પી એમ(pm)

  After reading the 1st comment from JAYESHBHAI UPADHYAY, I am posting this comment..I hope Jayeshbhai will REVISIT the Site & respond.

  જવાબ આપો
 • 7. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 13, 2008 પર 4:24 પી એમ(pm)

  સ્નેહી જયેશભાઈ, નમસ્તે ! તમે ચંદ્રપુકારની સાઈટ પર આવી પુસ્તીકા વિભાગે પ્રથમ પ્રતિભાવ આપ્યો હતો તે આજે ફરી વાંચ્યો. તમારી પાસે શ્રી કૃષ્ણ લીલમ્રુતની પુસ્તિકા છે તે જાણી ખુશી તો થઈ…..પણ, કેવી રીતે તમને એ મળી જાણવાનું મન થાય…ચાલો, જેમણે આપી તેમનો આભારીત છું. કિન્તુ, મારે જાણવું છે કે તમને પ્રથમ પ્રગટ કરેલી કે રીપ્રિન્ટ કરેલી પુસ્તિકા મળી હતી તે જુરૂર જણાવશો…..ચંદ્રવદનભાઈ
  THIS is theCOMMENT I WANT JAYESHBHAI to read as mentioned im my comment No. 6 above.

  જવાબ આપો
 • 8. Vinod Khimji Prajapati  |  ફેબ્રુવારી 3, 2009 પર 7:12 એ એમ (am)

  very glad to see in vedio post we are eagerly waiting for Bhajan Manjari. vinod

  જવાબ આપો
 • 9. pragnaju  |  ફેબ્રુવારી 27, 2009 પર 4:42 એ એમ (am)

  અભિનંદનઅભિનંદનઅભિનંદન
  …મારી ત્રીજી કૃષ્ણ દિવાની દિકરીની ૨૭મી વૅડીંગ ઍનેવરસરી છે તેને મોકલેલ ઈ-મેઈલની કોપી…તમારી ૨૭મી લગ્ન-ગાંઠના અભિનંદન
  ભારતના ઉત્તરપ્રદેશ પ્રાંતસ્થિત ચોર્યાશી કોશી વ્રજ મંડલમાં બરસાના નામનું ગામ આવેલું છે. લગભગ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં દ્રાપરયુગ દરમિયાન ત્યાંના ધનાઢય ગોપાધિપતિ દંપતી કલાવતી અને વૃષભાણજીને માતા-પિતાનું સદ્ભાગ્ય અર્પવા અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના વિસ્તાર અર્થે ભાદરવા સુદ આઠમના શુભદિને જયેષ્ઠા નક્ષત્રના ચોથા ચરણમાં પ્રાત:કાલે દિવ્ય ગૌરાંગી કન્યારૂપે શ્રીકૃષ્ણના હૃદયની અધિષ્ઠાત્રી શ્રીરાધિકાજીનો જન્મ થયો હતો. ત્રેતાયુગમાં જાનકી દ્રાપરમાં શ્રીરાધા અવતારે અવતર્યા બાદ ત્રણ વર્ષ પછી ભગવાન વિષ્ણુના આઠમા અવતાર રૂપે આ ધરતી પર શ્રીકૃષ્ણાવતાર સંપન્ન થયો. આમ શ્રીકૃષ્ણથી રાધિકાજી ઉંમરમાં ત્રણ વર્ષ મોટાં હતાં. જૉ વ્રજશ્વેરી, રાસેશ્વરી, શ્યામસખી શ્રીરાધાએ વ્રજભૂમિમાં અવતાર ના લીધો હોત તો આપણને બંસીધર, બાંકેબિહારી, શ્રીકૃષ્ણ કનૈયાની બાળલીલાઓની ઝાંખી કદાપિ ન થઈ હોત! આપણને મળ્યા હોત પાર્થસારથી, દ્વારકાધીશ યોગેશ્વર શ્રીકૃષ્ણ! શ્રીરાધિકાજીનો ઉલ્લેખ હરિવંશ, વાયુપુરાણ અને ભાગવતમાં ગૃપ્ત રીતે દર્શાવ્યો છે. સંતો મહંતો જણાવે છે કે શ્રીરાધાજી અને શ્રીકòષ્ણ એક જ પરમતત્ત્વ છે. પૃથ્વી ઉપર લીલા માટે જ તેઓ જુદા બન્યાં છે.શ્રીરાધાનાં જેટલાં નામો છે તે છે સરસ, પરંતુ સૌથી સરસ ને મહિમાવાળું લોકજીભે તો એક જ નામ વસેલું છે શ્રીરાધા-શ્રીરાધે. જય શ્રીરાધે કòષ્ણની પ્રાણેશ્વરી, તો રાધાના પ્રાણ છે બિહારી. રાધા નામથી જ શ્રીકૃષ્ણ દ્રવીભૂત રસમય થાય છે. જય શ્રીરાધે બોલનાર પર શ્રીકૃષ્ણ ખુશ છે કારણ કે ભકત રાધા બોલી શ્રીકૃષ્ણને પ્રિયતમાનું સ્મરણ કરાવે છે. ઠાકુરજીની સામે બેસીને રાધાનું સ્મરણ કરવું એ ઠાકુરજીની સેવા કરવી બરાબર છે. શ્રીરાધા એટલે કૃષ્ણ વગર કશું નથી તે. રાધા સવાગને અતિ સુંદર છે. પ્રભુને વિચલિત કરવાનાર જે છે તે રાધા. શરીર અને આત્મા એકબીજાના આધારે છે તેમ શ્રીકષ્ણ રાધા છે. શ્રીકૃષ્ણ વિના રાધા નિર્જીવ છે. રાધા વગર કૃષ્ણમાં પ્રાણ નથી. રાધામાં શ્રીકૃષ્ણ નથી તો એ છે નિર્વિકાર. શ્રીરાધાનો કૃષ્ણ પરનો પ્રેમ અનુપમ છે. શ્રીરાધા છે શ્રીકૃષ્ણના પ્રેમની પૂર્ણતા. શ્રીરાધા તો સર્વોત્તમ આનંદ-પરમાનંદના પ્રતીકરૂપે વિધમાન છે જે સર્વોરચ આઘ્યાત્મિક સ્તરેથી અવતરિત થઈને શરીરના કણ કણમાં વ્યાપ્ત છે. કૃષ્ણભકિત માટે સૌથી મોટું સ્થાન કે ભકિતનું સ્વરૂપ છે ‘રાધાજી’. જેમણે ભકિતમાં પોતાનું સર્વસ્વ જીવન કૃષ્ણને અર્પણ કરી દીધું. ભકિત, સમર્પણ, શ્રમ, સેવા, ત્યાગ, બલિદાન અને નિસ્વાર્થ ભકિતથી જ રાધાજી એ શ્રીકૃષ્ણનું બિરુદ પ્રાપ્ત કર્યુô છે. શ્રીકૃષ્ણને સ્વયં એમની આઠ જયેષ્ઠ રાણીઓ રુકિમણી, સત્યભામા, રોહિણી, ભદ્રા, લક્ષ્મણા, કાલિન્દી, મિત્રવિન્દા અને સોળ હજાર એકસો ગોપાંગનાઓની વરચે શ્રીરાધા છે, પરંતુ શ્રીકૃષ્ણને તો અતિ વહાલી રાધા જ છે. રાધા એ કૃષ્ણની પ્રાણપ્રિયા જ નહીં પ્રાણપ્રેરક, પ્રેરણા સ્ત્રોત, શકિત આરાધના છે. માટે જ શ્રીકૃષ્ણે રાધાને પોતાની સાથે જનપૂજય બનાવી દીધી છે. તેથી જ તો કહેવાય છે કે રાધા બિના શ્યામ આધા! પ્રથમ રાધાકૃપા ને પછી જ કૃષ્ણકૃપા તરે એટલે કે ભકિતની ઉપાસના પ્રથમ કરો પછી ભગવાનની ઉપાસના. ભકિતથી ભકત થયા પછી જ ભગવાન મળે. કૃષ્ણ રાધાથી આવૃત્ત છે. પુરુષ પ્રકૃતિથી આવૃત્ત છે. રાધા સંહારશકિત પણ છે. અંદર રહેલાં ભકિત અવરોધક પરિબળોનો તથા વિકારોનો નાશ કરે છે. શ્રીરાધાને આધીન છે પરમ શકિત. તેથી શ્રીકૃષ્ણને સરળતાથી પામવા હોય, મનાવવા હોય તો શ્રીરાધાજીનું સતત સ્મરણ કરીએ. તેથી તો કહેવાય છે કે, ‘રાધે રાધે રટો… ચલે આયેંગે બિહારી’રાસલીલા સમયે શ્રીકૃષ્ણનો પ્રેમ સોળ હજાર એકસો આઠ ગોપાંગનાઓ અને રાધાજી વરચે વહેંચાઈ ગયો હતો. તેમ છતાં શ્રીરાધાજી તો ફકત કૃષ્ણના પ્રેમમાં, ઘ્યાનમાં સતત તરબોળ રહેતાં. પલભર માટે શ્રીકૃષ્ણ સ્મરણથી વિમુખ થતાં નહોતાં અને તેમનું ધક… ધક… દિલ શ્રીકૃષ્ણના રટણ સાથે સતત ધબકતું રહેતું હતું.શ્રીરાધાજીની કૃષ્ણ સાથેની નિત્યલીલા છે. રાધાજી ગોરા છે તો શ્રીકૃષ્ણ શ્યામ છે. રાધાજી એક વાર શ્રીકૃષ્ણને કહે છે… પ્રાણપ્રિયે હું ગોરી ને તમે શ્યામ કેમ છો? શ્રીકòષ્ણ તેમની પ્યારી રાધાને કહે છે જગતમાં તારો મહિમા અપરંપાર થાય માટે હું શ્યામ છું. હે, હૃદયેશ્વરી આપ મને અતિવહાલા છો.આમ આપણને સૌને શ્રીરાધાજીના જીવનમાંથી દિવ્ય સંદેશો મળે છે. શ્રીરાધાજીના પ્રેમમય, ભકિતમય જીવનને અપનાવીને આપણે સૌ વ્રજનંદિની રાધાનાં ગુણગાન ગાઈને તન,મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરેની શુદ્ધિ કરીને ભગવાન શ્રીકૃષ્ણને પામીએ.
  શુભેચ્છા સહ જય શ્રીકૃષ્ણ

  જવાબ આપો
  • 10. Shailesh Mehta  |  ઓગસ્ટ 20, 2011 પર 12:58 પી એમ(pm)

   આફ્રીન… રાધાજી માટે લખાયેલું આપનું વક્તવ્ય વાંચી આખું ઉર્મીતાનાત્ર ઝણ ઝાણી ઉઠ્યું ..
   આભાર SP

   જવાબ આપો
 • 11. Suresh Jani  |  ફેબ્રુવારી 27, 2009 પર 2:43 પી એમ(pm)

  ખુબ માનવ સેવા કરો અને આગળ વધો.

  જવાબ આપો
 • 12. Shantilal Patidar  |  ફેબ્રુવારી 27, 2009 પર 7:31 પી એમ(pm)

  I am impressed with the material you send us. Keep up the good deed.

  જવાબ આપો
 • 13. Ramesh Patel  |  ફેબ્રુવારી 28, 2009 પર 1:01 એ એમ (am)

  ડો. શ્રી ચન્દ્રવદનભાઈ,

  હ્ર્દયના ભાવ એકબીજાને કોઇ ગૂઢ ભાવથી બાંધે જ છે.

  બાળપણ ના સંસ્કાર વતનના આંગણે થી મળે છે તે એક પ્રસાદી જ છે.

  આપની પ્રસાદીના સૌને ભાગીદાર બનાવવા માટે અભિનંદન.

  મને પણ મારા વતનની યાદમાં એક કવન ઘૂંટાઇ મળ્યુ ,તમને ગમશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  પ્રભુ વંદના પ્રભાતિયાથી પાંગરતી શુભ સવાર

  ફળિયું નાનુમ લાગે વ્હાલું ઘરઘરના રમનાર

  ગામને પાદર ગોવાળોને ગેડી દડાનો સાથ

  હસતાં રમતામ શેરીએ ચાલ્યા ભેરુઓના વ્હાલ

  ……..

  દીધી શીખ જીવનની રીત મધ્યમ માર્ગી રહીએ

  જીવતરના પાઠ સત્સંગી થઈ એકબીજાના થઈએ

  આકાશદીપ

  જવાબ આપો
 • 14. Pravin Shrimali  |  ફેબ્રુવારી 28, 2009 પર 8:48 એ એમ (am)

  Dear Sir,
  Very-Very good. Very good use time for write of articles and published book.

  – Pravin K.Shrimali

  જવાબ આપો
 • 15. kamlesh prajapati  |  ફેબ્રુવારી 28, 2009 પર 3:58 પી એમ(pm)

  I impressed by watching your video. Again today it comes to know that you had wrote many books . Excellent.

  જવાબ આપો
 • 16. Kirit Shah  |  જૂન 16, 2009 પર 7:26 પી એમ(pm)

  Dr. Chandravadanbhai:
  This is an impressive work! Where can we get copy of Shri Krishna Lilamrut?

  જવાબ આપો
 • 17. Jagdish Patel  |  ઓગસ્ટ 1, 2009 પર 7:35 એ એમ (am)

  Very good effort. kindly keep it up.

  જવાબ આપો
 • 18. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 13, 2009 પર 12:39 એ એમ (am)

  This was the Email Response of HARNISH JANI for the Invitation to Pustikao Section on Aug. 12th 2009>>>>>

  Re: INVITATION to PUSTIKAO Section of my BlogWednesday, August 12, 2009 1:57 PM
  From: “harnish Jani” View contact detailsTo: “chadravada mistry” Chandrabhai-I could not find-comment section-Here is my comment-
  Good job and You are an amazing man Dr.Mistry! You r wruter-poet and above all a Dictor- Keep it up-
  Harnish Jani/

  જવાબ આપો
 • 19. HEMANG NANAVATY  |  ઓગસ્ટ 13, 2009 પર 2:18 પી એમ(pm)

  SHRI CHANDRAVADANJI,

  GOD ALWAYS MEET YOU THROUGH PIOUS FRIEND LIKE YOU.WHAT A COINCIDENCE.TOMORROW IS JANMASHTAMI
  AND TO DAY I GOT VERY VALUABLE GIFT FROM FRIEND LIKE YOU YOUR PUSTIKA “KRISHNA LILAMRUT” ENTIRE COLLECTION YOU CAN TREAT AS MOST VALUABLE TREASURE.ONCE AGAIN
  THANKS FOR FAVOUR.

  જવાબ આપો
 • 20. Mukund Desai - 'MADAD'  |  ઓગસ્ટ 14, 2009 પર 11:23 એ એમ (am)

  Thanks.My native is Sandalpur-just near Vesama.My late uncle Balvantrai Rudarji Desai was a teacher in Vesama High School atong with C Z Naik,Shastri,etc.I was student in D S & B B Sarvajanik Govt Agri High Sdhool,Abrama which is near to my MOSAL gam Kharsad.I have sweet memory of those days.Do you know them?

  જવાબ આપો
 • 21. Ishvarbhai R. Mistry & Family  |  ઓગસ્ટ 14, 2009 પર 4:03 પી એમ(pm)

  Chandravadnbhai,
  Very good work you have kept the legacy of your elder brother Chhaganbhai best wishes.He use to chant very good Bhajans.

  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 22. Dr.Shashikant Mistry  |  ઓગસ્ટ 16, 2009 પર 4:17 પી એમ(pm)

  Chandravadanbhai,

  I am amazed by your creative activities. You have a heart of gold.
  The books that you have compiled shows that you are aBhakta
  who has love and abiding faith in God. You have shown gratitude and love for your mother, father and elder brother. The love for motherland is also evident by reading the books. You are also a proud of prajapati. You have been very generous and gave donations to help needy students,widows and families.You have wisely used the money earned during the life time. You have the rare ability to discover the needs of people that are neglected or over looked by many.Above all you are an ideal husband and father. You are a great family man.You have inspired many like me by your welfare works for the betterment of society at large. May God grant you long, healthy and happy life.

  Shashibhai

  જવાબ આપો
 • 23. Harnish Jani  |  ઓક્ટોબર 7, 2009 પર 6:07 પી એમ(pm)

  Doctor Saheb-More I read about you-more I think you are a nice human being-I would consider you as a “Sant”-

  જવાબ આપો
 • 24. Geeta and Rajendra  |  ઓક્ટોબર 7, 2009 પર 6:52 પી એમ(pm)

  સેવા કરો અને આગળ વધો.

  http://www.yogaeast.net

  જવાબ આપો
 • 25. Jay Gajjar  |  ઓક્ટોબર 7, 2009 પર 8:59 પી એમ(pm)

  Dear Shri Chandrakantbhai
  HELLO
  CONRATULATIONS FOR YOUR BOOKS.
  Your good service is excellent.
  Keep the spirit
  Long live happy life.

  જવાબ આપો
 • 26. Ramesh Patel  |  ઓક્ટોબર 7, 2009 પર 9:29 પી એમ(pm)

  We are lucky to share such nice thoughts
  having fragrance of human heart.

  Thanks ..also for પુસ્તિકાઓ
  પ્રિય મિત્રો અને સ્નેહીઓ,

  pragnaju | February 27, 2009 at 4:42 am…Radhaji

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 27. kaushik smita  |  ઓક્ટોબર 7, 2009 પર 9:41 પી એમ(pm)

  Very good deed, keep it up.

  જવાબ આપો
 • 28. ben patel  |  ઓક્ટોબર 7, 2009 પર 10:17 પી એમ(pm)

  VERY GOOD kEEP IT UP
  bHUPENDRA NA jsk

  જવાબ આપો
 • 29. Dilip Gajjar  |  ઓક્ટોબર 8, 2009 પર 8:17 એ એમ (am)

  Congratulation Chandravadanbhai..Its good publicatrion..

  જવાબ આપો
 • 30. maulik shah  |  ઓક્ટોબર 8, 2009 પર 8:31 એ એમ (am)

  publishing without any gain expectation is SAINT ACT so do continue… The problem usually is when such books go to people who do not deserve them and it is wasted. But still if we may send it to atleast one interested then its worth..!

  જવાબ આપો
 • 31. Ishvarbhai R. Mistry & Family  |  ઓક્ટોબર 8, 2009 પર 5:25 પી એમ(pm)

  Hello Chandravadanbhai,
  I enjoy reading your poems ,your thoughts on our relegion & Culture.By sharing you get more keep up the good work.Pray for more success in future.Bless you with good health and happiness,we need you very much.

  Thanks
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 32. Ajitbhai  |  ડિસેમ્બર 29, 2009 પર 12:15 પી એમ(pm)

  I have seen yr site, and very much pleased.

  do keep in touch

  regards
  Ajit Intwala
  Bilimora (India)
  09228126063

  જવાબ આપો
 • 33. Krishnakumar  |  માર્ચ 31, 2012 પર 5:59 એ એમ (am)

  આપનાં બ્લોગની મુલાકાત લેતાં ઘણું જાણવાનું મળ્યું જે માણવાની મજા પડી, આપની બુકલેટસ જો ઇબુક સ્વરૂપે મળતી હોય તો લીન્ક મોકલવા વિનંતી.

  જવાબ આપો
  • 34. chandravadan  |  માર્ચ 31, 2012 પર 12:42 પી એમ(pm)

   ક્રુષ્ણકુમારજી,

   નમસ્તે !

   તમે પધારી પ્રથમ પ્રતિભાવરૂપી “બે શબ્દો” લખ્યા…એ વાંચી, ખુબ જ ખુશીઓભર્યો આભાર !

   મારી પ્રગટ કરેલી પુસ્તિકાઓ વાંચવા તમોને રસ છે એ જાણી આનંદ થયો.

   અત્યારે, બે પુસ્તકો “ઈબુક”સ્વરૂપે મળી શકે છે…(૧) ત્રિવેણી સંગમ (૨) ભક્તિભાવના ઝરણા.

   ટુંક સમયમાં બીજી બે (૧) વેસ્મા ગામ વિષે (૨) શ્રી કૃષ્ણ લીલામૃત..પણ “ઈબુક”સ્વરૂપે હશે.

   એ મેળવવાની “લીન્ક” નીચે મુજબ છે>>>>>

   Following eBook download keys has been assigned to you by BookGanga.com.

   You can download eBook by entering the key in eBook Reader. If you do not have eBook Reader, you can download it from http://www.bookganga.com/eBooks/Home/eBookReader

   આશા છે કે તમે “બુકગન્ગા”વેબસાઈટ પરથી એ ખરીદશો.

   જો સાઈટ પર જાતા તકલીફો હોય તો જણાવશ.

   એકવાર સાઈટ પર જાઓ ત્યારબાદ લેખક તરીકે કે બુકનું નામ મુકતા તમે એ ઈબુક નું કવર નિહાળી શકો છો….સુચન પ્રમાણે, તમે કરી બુકો વાંચી શકો છે !

   ફરી બ્લોગ પર પધારજો….”હોમ” પર નવી નવી પોસ્ટો…કે પઃચી, “જીવન ઝરમર” કે અન્ય વિભાગ નિહાળી આનંદ માણો એવી આશા.

   ચંદ્રવદનભાઈના જય શ્રી કૃષ્ણ !
   Krishnakumarji,
   The Website’s Link is>>>
   http://www.BookGanga.com
   After going on the Site..SEARCH by AUTHOR or the BOOK NAME
   Then you follow the instructions.
   Chandravadanbhai.

   જવાબ આપો
   • 35. Krishnakumar  |  એપ્રિલ 1, 2012 પર 7:07 એ એમ (am)

    શ્રી ચંદ્રવદનજી,
    મને તેની લીંક મોકલવા વિનંતી.

 • 36. Hasmukh Daru  |  જુલાઇ 27, 2013 પર 8:04 પી એમ(pm)

  You are doing a very good selfless service to our gujarati parivar.
  Iswar tamne ava stakaryo karva vadu ane vadhu sakti ape aj iswar ne prarthna.

  જવાબ આપો
  • 37. chandravadan  |  જુલાઇ 27, 2013 પર 8:17 પી એમ(pm)

   Hasmukhbhai,
   Thanks for your visit/comment on my Blog.
   I hope you will revisit & read Posts on HOME too.These are Kavyo/Tunki Vartao/Suvicharo Etc.
   Chandravadan

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: