Archive for સપ્ટેમ્બર, 2009

ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી !

 
 
     
 

ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી !

માનવીને ગરીબાય શાને તું આપે?, ઓ પ્રભુજી !
ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી!……ટેક
જન્મ લીધો એક ગરીબ બાળક બની,
જ્ઞાતિમાં પણ અનેકની ગરીબાય નિહાળી,
દયા કરજે, ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !……..(૧)
પ્રભુ, તારી જ દયાથી શિક્ષણ મળ્યું મુજને,
અને, હટાવવા ગરીબાય મળી છે શક્તિ મુજને,
દયા કરજે ઓ મારા પ્રભુજી !
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !……..(૨)
ધન-દોલતના લોભમાં જરા મુરખ બન્યો જ્યારે,
અમીરીમાં ગરીબીના દર્શન બતાવતો હતો તું ત્યારે,
દયા કરજે , ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !………(૩)
પૈસે ટકે ભલે સુખી આજે રહું હું,
ઉદારતાથી ભરપુર હંમેશા રહું હું ,
દયા કરજે, ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !……..(૪)
હોય ભુખ્યાને અન્ન રોટલો,’ને તરસ્યાને પાણી,
હોય ગરીબ નિરાધારને ઝુપડી, માંગુ એટલું તારી દયાને જાણી,
દયા કરજે, ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !…….(૫)
જીવનમાં બધી રીતે સુખ આપ્યું છે મુજને,
ક્રોધ, અભિમાન દુર કરી, હૈયે દયા ભાવનાઓ જગાવજે,
દયા કરજે, ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !…….(૬)
  
કાવ્ય રચના…..સેપ્ટેમ્બર, ૨૨ , ૨૦૦૯            ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…..ગરીબાય દુર કરો !

આજની પોસ્ટરૂપે એક કાવ્ય “ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી ! ” છે…..અને, “જન્કલ્યાણના કાર્યો” ની મારી જીવન સફરે જે માનવ ગરીબાયે પ્રભાવ પાડ્યો તે વિષે મારા થોડા વિચારો છે……જેમાં કંઈક સહાયરૂપે શક્ય થયું તેનો ઉલ્લેખ છે.તમે કાવ્ય વાંચશો તો જાણશો કે મારી આ રચનામાં “મારો પ્રભુ સાથે એક વાર્તાલાપ “ છે, જેમાં મેં માનવ ગરીબાયથી હૈયે થતા દુઃખનું વર્ણન કર્યું છે, અને પ્રભુને પ્રાર્થના સહીત વિનંતિ કરી કે “દયા કરી, માનવ ગરીબાયને દુર કર “
કુદરતનું સર્જન અદભુત છે…..સુખ સાથે દુઃખ….આશાઓ સાથે નિરાશા……હાસ્ય, અને આનંદ સાથે હૈયે દર્દ અને નયને આંસુ……આ બધામાં ઘણી વાર ગરીબાયનો ફાળૉ હોય છે. ત્યારે, માનવી જ પ્રભુને સવાલ કરે છે….”પ્રભુ, તું શા માટે ગરીબાયનું દુઃખ આપી રહ્યો છે ?” ત્યારે પ્રભુ એને જવાબ ના આપે…..અને માનવી અનેક અનુમાનો કરે….…”પુર્વ જન્મનું ભોગવવું રહ્યું “ એવું અનુમાન કોઈનું ….તો કોઈ કહે ” પ્રભુ આ તો તારી કસોટી કરે છે “ જ્યારે માનવી ગરીબાયના દુઃખમાંથી બહાર આવી, પોતાની સમજ/શક્તિ પ્રમાણે વિચારો કરે ત્યારે પ્રભુ જ એને સહાય/માર્ગદર્શન આપે છે……અહી, માનવી ગરીબાયનો પ્રથમ સ્વીકાર કરે અને એ એમાંથી બહાર નીકળવા પ્રયાસો કરે…એવા સમયે, પ્રભુ એને મદદ કરવા દોડે……અચાનક કોઈની સહાય મોકલે કે પછી એને શું કરવું તે બારે માર્ગદર્શન/ શક્તિ બક્ષે.ભક્તો કે સંતોની સહાયના અનેક દાખલાઓ છે…અરે, એક સામાન્ય માનવીની બાજી અચાનક બદલ્યાના પણ અનેક દાખલાઓ છે…….પણ, અહી મારે એક વધુ ઉલ્લેખ કરવો છે,….જ્યારે માવવી એની આળસને ખસેડી પુરૂષાર્થ કરવાનો નિર્ણય મક્કમતાથી અમલમાં મુકે ત્યારે એ “ગરીબાયની જાળ ” માંથી મુક્ત થઈ શકે છે, ….આ પ્રમાણે, ગરીબ માનવ પ્રયાસ કરે તો “પ્રભુના ચમતકાર ” રૂપે અજાણ વ્યકતિ તરફથી સહાય પણ હોય શકે છે !
હવે, મારી જીવન સફરે નજર કરી, થોડું લખવું છે>>>>
(૧) અન્ન-ભોજન દાન…
ગરીબ માનવી માટે “ભુખ “એ એક મહાન દુઃખ છે. એની પાસે જ્યારે ખાવા માટે “સુકો રોટલો” પણ ના હોય ત્યારે એ “ભીખ ” નો સહારો લેવા વળે છે…..જ્યારે જ્યારે હું કોઈ ગરીબને નિહાળું ત્યારે ત્યારે મારૂં હૈયુ ખુબ જ દુઃખ અનુભવે છે.અહી અમેરીકામાં ડોલર કે સેન્ટો કે ભારતમાં રૂપીઓ કે  પૈસા સહાયરૂપે આપતા હું ફક્ત એમાં “એનું ભોજન” જ નિહાળુ છું ….તો કોઈ વાર  હું જાતે ખાવાની વસ્તુઓ ખરીદી એને આયું ત્યારે જ મને સંતોષ થાય. અહી મારે બીજો વિચાર દર્શાવવો છે….અનેક લોકો કહે ..” અરે, આ બધા ભિખારીઓ તો જુઠા છે , એઓ તો એક ધંધો કરે છે ” …..હા, એમાં થોડું સત્ય ખરૂં ….કોઈક એવા આળસુ, અને મહેનત કરવી જ નથી , તો કોઈક એને “બળજબરીથી ભીખ ” તરફ દોરે છે. પણ, મારો મત એટલો જ કે એક માનવ થઈને દુઃખી માનવી માટે હૈયે થોડી તો દયા-ભાવના જગ્રુત કરતા શીખ, અને જો સહકારરૂપે કે દાન રૂપે તું કંઈ જ ના કરી શકે તો જરા એના માટે પ્રાર્થના તો તું જરૂર કરી શકે, અને એ સાચો છે કે ખોટો છે તરફ ના જઈ ટીકાઓ/ ગાળો ના આપે તો યોગ્ય હશે !
મને જલારામબાપાએ શરૂ કરેલ વિરપુરનો ” ભોજન/દાન યજ્ઞ ” યાદ આવે છે….મને સાંઈબાબા પંથ તરફથી ચાલી રહેલા ભોજન-દાન યજ્ઞોનું યાદ આવે છે……પ્રભુને પ્રાર્થના કે મને પણ કંઈક કરવા પ્રેરણાઓ આપતો રહે !
અનેકને વ્યક્તિગત સહકાર આપવાની તકો મેં લીધી છે…..વેસ્મા ગામે અન્ન સહાય….જ્ઞાતિમાં કોઈકને સહાય…..સુરતમાં સાંઈબાબ મંદિર ટ્રસ્ટ દ્વારા સાધુઓ/ ગરીબોને ભોજન માટે સહકાર….નવસારીના રામજી મંદિરે ગરીબોને ભોજન….નવસારીના પ્રજપતિ આશ્રમે તીથી -દાન રૂપે ભણતા બાળકોને ભોજન કે પછી અમદાવાદની પ્રજપતિ સંસ્થાના છાત્રાલયે બાળકોને તીથી-દાન રૂપે ભોજન વિગેરે….શક્ય થયેલું તે માટે પ્રભુનો પાડ !
(૨) ગરીબાય અને શિક્ષણ-જ્યોત..
ગરીબાય કારણે બાળકોને શિક્ષણ ના મેળવી શકે…..શિક્ષણ પ્રકાશથી જ જ્ઞાન અને કમાવાના રસ્તાઓ ખુલ્લા થાય, નહી તો ગરીબાય માનવીને કેદી કરી દેય….આથી જ મેં આગળની પોસ્ટ ” શિક્ષણ ઉત્તેજન યજ્ઞ” (તારીખ સેપ્ટેમ્બર,૯, ૨૦૦૯ )માં શિક્ષણને મહત્વ આપ્યું છે…..આથી , મારી જીવન યાત્રાએ ગરીબાય હટાવવા માટે પગલા લેવાય ગયા જ છે, અને આ યજ્ઞ હજુ ચાલુ જ છે !
(૩) ગરીબાય અને સામાજીક વર્તનમાં ફેરફારો…
અનેકવાર દાખલારૂપી પુરાવાઓ હોય કે ભીખ માંગતો ગરીબ ” એક ધંધો ” કરે છે…..ઘણી વાર એ પોતાની મજબુરીથી કરતો હોય, તો ઘણી વાર એને ધમકી/બળજબરીથી ભીખ માંગવાનુ કાર્ય કરવું પડે છે, અને એવા સમયે એ બાળકની આંખો/હાથો/પગોનું બલીદાન સહન કરવું પડે છે….આંધળા/લુલા/ લંગડા બનાવી દયાના પાત્રો બનાવી બજારે ફરતા મુકે છે,
ઉપરના કારણે, આપણે સૌ માટે એવું અનુમાન ના કરવું જોઈએ કે “બધા જ ભીખ માંગતા ઢોંગીઓ છે ” ...કોઈક તો જન્મથી જ ગરીબ, તો કોઈ ખોટા ધધે જડી, કે કોઈ દારૂ પીવાના કારણે ગરીબાયને અનુભવે. આથી, સૌ ગરીબ/ભીખારીઓમાં કોઈક તો ખરેખર દુઃખી  જ છે એ પરમ સત્ય છે !….કોણ ઢોંગી છે તે ઘણી વાર કહેવું અશક્ય છે..…તો, એ ગરીબને નિહાળી, હૈયે એના માટે પ્રાર્થના કરીએ, અને ત્યારબાદ, સહકાર આપવો કે ના આપવો એનો નિર્ણય કરીએ તો કેવું ?
મારા મનમાં બીજો વિચાર આવે છે>>>>” એક વ્યક્તિ કે થોડી વ્યક્તિઓ ભેગી મળીને ગરીબોને સહકાર આપવાનો નિર્ણય કરે તો એક “ફંડરૂપે ” મોટી રકમ હોય શકે….જેમાંથી, “બાળકોને શિક્ષણ આપવા ” કે પછી, “બાળકોને કંઈક રોજી માટેનો ધંધો શીખવવા ” પગલાઓ લેવા શક્ય બને…..ગરીબાય હટાવવા માટે આવું “પરિવર્તન” સમાજમાં ખુબ જ જરૂરીત છે.” આ સ્વપ્નરૂપી વિચાર અનેક માનવ હૈયે જન્મે, અને અનેક જગ્યાએ આવા “સામાજીક પરિવર્તન યજ્ઞો” શરૂ થાય એવી પ્રભુને મારી પ્રાર્થના !
>>>>ચંદ્રવદન.
 
 
FEW WORDS
Today, it is September,28,2009…and it is also DASHERO…or VIJAYADASHMI….& so my BEST WISHES to ALL.
Today, I had just published a Post as a Kavya on POVERTY.
To be poor is SAD story for a HUMAN…..Some are born poor,some become poor due to circumstances in life…& yet some (as in India ) are made to be poor & beggers by FORCE. Some try & come out of the Poverty….& to some who TRY sometimes gets the unexpected assistance from others…possibly GOD-INSPIRED.
As we DO NOT know the CIRCUMSTANCES why someone is poor, if you can not help,atleast offer your PRAYERS to those who are in need & NOT SAY BAD ABOUT THESE UNFORTUNATE HUMANBEINGS of the World. I hope you enjoyed reading this Post>>>>CHANDRAVADAN.

સપ્ટેમ્બર 28, 2009 at 7:52 પી એમ(pm) 23 comments

સમુહલગ્ન મહોત્સવ તો મહાશુભ કાર્ય

  

     
 

સમુહલગ્ન મહોત્સવ તો મહાશુભ કાર્ય

લગ્ન તો શુભ કાર્ય કહેવાય,
અને, સમુહલગ્ન મહોત્સવ તો મહાશુભ કાર્ય કહેવાય જો !…….ટેક
ભલે, લગ્ન હિન્દુ ધર્મે પવિત્ર કહેવાય,
અને, રીતરિવાજોથી લગ્નખર્ચ જો ના પોસાય,
અને, જો લગ્ન અશક્ય, તો મુજ હૈયે દુઃખ થાય જો !…….લગ્ન તો….(૧)
જ્યારે જ્ઞાતિગરીબાયે લગ્ન કાર્ય જો અશક્ય થાય,
અને, સમુહલગ્ન મહોત્સવથી જો એ શક્ય થાય,
તો,જાણી આવું , મુજ હૈયે ખુશી થાય જો !…….લગ્ન તો…….(૨)
જાણી જ્ઞાતિએ સમુહ લગ્નનું, લેખો માસીકોમાં પ્રગટ કરી,
ઉત્તેજનના શબ્દોની જ્યોત પ્રગટ મેં કરી,
કાર્ય આવું કરતા, મુજ હૈયે ખુશી થાય જો !…….લગ્ન તો……(૩)
હટાવો ખોટા જુના રીતરિવાજો,
બદલજો પૂજાપાઠના સંસારી નિયમો,
અને, હોય લગ્ન-ખર્ચ ઓછો, તો મુજ હૈયે ખુશી થાય જો !…….લગ્ન તો…..(૪)
કાવ્ય રચના,…..સેપ્ટેમ્બર, ૨૧,૨૦૦૯           ચંદ્રવદન.
 

બે શબ્દો……સમુહલગ્ન મહોત્સવ…

લગ્ન એટલે નર અને નારી કે સ્ત્રી અને પુરૂષનું મિલન ! હિન્દુ ધર્મ પ્રમાણે આ મિલનને પવિત્રતાનું સ્થાન અપાયું છે ! અને એ જ પ્રમાણે, અન્ય ધર્મોમાં પણ લગ્ન પવિત્ર  ગણાય છે. આ એક સુંદર વાત કહેવાય !
કિન્તુ, જ્યારે આ કાર્ય માટે ધર્મના નામે રીતરિવાજો વધી જાય, અને જ્યારે આ લગ્નનું કાર્ય શક્ય કરવા માટે “મોટો ખર્ચ” કરવો પડે ત્યારે એ જરા પણ યોગ્ય ના કહેવાય.
હવે, આપણે લગ્નની વીધીઓને હિન્દુ ધર્મમાં નિહાળીએ તો એ અન્ય ધર્મો કરતા ઘણી જ લાંબી જણાય છે……સમયના વહેણમાં ખોટા રીત રિવાજોના કારણે પૈસાની લેણ-દેણ, દેખા-દેખીના કારણે ઉત્સવનો મોટો ખર્ચ વિગેરે, વિગેરે…..આ પ્રમાણે, લગ્ન માટે ” આવું કરવું જ પડે “ની પ્રથા નજરે આવે છે. જાણે, લગ્ન માટે એ બધું ” કાયદા-કાનુન ” બની ગયું આથી, એક પરિવાર માટે સંતાનના લગ્ન માટે વધેલો ખર્ચ એક બોજારૂપ બની ગયો છે…..તેમાં વળી, દિકરીના લગ્ન સમયે તો છોકરા-પક્ષની માંગના કારણે એક સાધારણ પરિવારને “ઉછીના” પૈસા લેવાની ઘડી આવી પડે !
આવા સંસારી સંજોગોમાં જ્યારે મેં પ્રજાપતિ જ્ઞાતિ તરફ નજર કરી તો સમાજમાં “સમુહલગ્ન મહોત્સવ”કરી અનેકના એક સાથે લગ્ન કરવાની શુભ શરૂઆત થઈ ચુકી હતી ……પ્રથમ જ્ઞાતિમાં કોઈક ધનીક વ્યકતિએ સમુહ લગ્નની શરૂઆત કરી…ત્યારબાદ, પ્રજાપતિ સમાજરૂપી સંસ્થાઓએ પણ આ કાર્ય હસ્તે લીધું …..અને, અનેકને એનો લાભ મળ્યાનું જાણી, મારા હૈયે ઘણી જ ખુશીઓ હતી. પ્રજાપતિ જ્ઞાતિમાં ગરીબાયના કારણે, જ્ઞાતિ પરિવારની લગ્ન સમયની મુજવણોને ધ્યાનમાં લેતા, આ “સમુહ લગ્ન મહોત્સવ યજ્ઞ” ની શુભ શરૂઆત પ્રભુ-પ્રેરણાથી જ થઈ એવું મારૂં માનવું છે……આ યજ્ઞ ચાલુ રહે એવી મારી પ્રભુને પ્રાર્થના !
અને, હવે, સમુહ લગ્નનું જાણી, મેં મારા જીવનમાં શું કર્યું ?…….અનેક પ્રજાપતિ સંસ્થાઓ સાથે મારો સબંધ હતો……સમાજના મુખપત્રકો/માસીકોનો મેં પત્રો લખ્યા….સમુહ લગ્ન મહોત્સવના કાર્યને ઉત્સાહ રેડવા મેં લેખો પ્રગટ કર્યા……અને, કોઈક ઉત્સવે દાન સહકાર મોકવાની તકો લઈ ” ફુલ નહી તો ફુલની પાંખડી” રૂપે સહકાર આપ્યો.
આટલું કરી જો હું શાંત રહું તો તે યોગ્ય ના કહેવાય !…..અહી, મને એક બીજો વિચાર આવે છે……હિન્દુ ધર્મ પ્રમાણે થતા લગ્નની વિધીઓ બારે…. ભારતમાં જુદા જુદા પ્રાન્તે, જુદી જુદી રીતે લગ્નો થાય છે…અરે, ગુજરાતમાં જ એક વિસ્તારથી બીજા વિસ્તારે ફેરફારો નજરે આવે છે, અને એની સાથે, જ્ઞાતિ જ્ઞાતિએ થોડા બીજા ફરકો….તો, મારો પ્રષ્ન એટલો જ કે .. કેમ  હિન્દુ ધર્મ એક સરખી પુજાનું બંધારણ કરી, એક દિવસે આ લગ્ન કાર્ય પુર્ણ કરે કે જેમાં જુના ખોટા રીવાજો નાબુદ થઈ જાય, અને લગ્ન ઓછામાં ઓછા ખર્ચે હોય શકે એવું થાય ? અહી, પુજા-પ્રાર્થનાને જ મહત્વ અપાય…..મારા ખ્યાલે, જુના રીતરિવાજો, અને થતા ખર્ચને ધ્યાનમાં લઈને “આર્ય સંસ્ક્રુતિની વિધી “ થી લગ્ન કરવાની શરૂઆત અનેક વર્ષો પહેલા થઈ હોવા છતાં, આજે લગ્નના કાર્યમાં ખોટા ખર્ચો  વધ્યા છે, અને ખોટા રિવાજો પણ વધ્યા છે. આથી મારા હૈયે દુઃખ થાય છે.
મારે અહી બીજો ઉલ્લેખ કરવો છે……આજે હિન્દુઓ દુનિયાની અનેક જગ્યાએ છે…..જુદા જુદા દેશમાં જુદા જુદા લગ્નસમયના ઉત્સવો…..રજીસ્ટર લગ્નનો ઉત્સવ……લગ્ન પહેલા “સાંજી.કે રાસ ગરબા કે સંગીત પાર્ટી…કે લગ્ન સમયે ” કેઈક કટીંગ “ની પ્રથા…કે  લગ્ન બાદ, ” મોટી રીસેપ્શન પાર્ટી “…….”આ બધું જ લગ્નમાં  હોવું જ જોઈએ ” એવી પ્રથા/માન્યતા એક કાનુની-કાયદારૂપે  પરણતા બાળકોમાં અને પરણાવતા માત-પિતા આજે નિહાળવા મળે છે …….આ પ્રમાણે ચાલતું રહેશે તો એક દિવસ એવો હશે કે આ બધુ કરવું અશક્ય હશે…અને ત્યારે, લગ્ન એક સરકારની ઓફીસમાંથી મેળવેલું એક “લીગલ પેપર ” જ હશે !
>>>>ચંદ્રવદન  
 
 
FEW WORDS
 
Today, it is Thursday, September, 24th,2009 and by Tithi it is Aso Sud 6..& so it is the 6th NAVRATRI night Celebration of this year…….AND I am publishing another Post on JANKALYAN KARYO and the subject is SAMUH-LAGNA MAHOTSAV meaning MultipleCouples’ Wedding Ceremony. When the wedding of a child brings the hardships to a family, this can be the “Blessings from a Samaj or the Society. In the Post, I had given my views and made some suggestions to bring about the CHANGES. I hope you enjoy this Post>>>CHANDRAVADAN 

સપ્ટેમ્બર 24, 2009 at 10:50 પી એમ(pm) 20 comments

હટાવો બિમારી !

હટાવો બિમારી !

હટાવો બિમારી !
હું તો તંદુરસ્તી ચાહું !…….(ટેક)
બિમારી કારણે, દવા કે હોસ્પીતાલ સારવારની જરૂર પડી,
તો, પ્રભુએ જ સહાય કરવા મુજ હૈયે પ્રેરણાઓ દીધી,
તો, હૈયે ખુશીઓ કેમ ના લાવું ?……હટાવો…(૧)
જન્મભુમીએ નથી હોસ્પીતાલ કે દવાખાનું,
પ્રથમ દવાખાનું અને પછી હોસ્પીતાલ ગામે થાવું,
તો, હૈયે ખુશીઓ કેમ ના લાવું ?……હટાવો….(૨)
દાનસહકારરૂપે “વીલચેર” કે “ક્રચીસ”દીધા, જેને જરૂરત હતી,
આંખના ઓપરેશન માટે પણ સહાય કીધી,
તો, હૈયે ખુશીઓ કેમ ના લાવું ?……હટાવો….(૩)
કંઈક કર્યાનો આનંદ હતો છતાં કરવું છે વધુ,
“હેલ્થ સેન્ટર” પાલનપુરે કર્યાનો સંતોષ હૈયે લાવું ,
તો, હૈયે ખુશીઓ કેમ ના લાવું ?…..હટાવો…..(૪)
હવે, ચંદ્ર હૈયે છે ખુશીઓ ઘણી,
છતાં, કંઈક વધુ કરવા હૈયે આશાઓ ભરી,
તો, એવી આશાઓ સાથે, હૈયે ખુશીઓ કેમ ના લાવું?….હટાવો….(૫)
કાવ્ય રચના….ઓગસ્ટ, ૨૦, ૨૦૦૯         ચંદ્રવદન.

બિમારી હટાવો…બે શબ્દો

આજે તમે મારૂં કાવ્ય “હટાવો બિમારી” વાંચ્યું ….એ વાંચી,તમોને થોડો ખ્યાલ આવ્યો હશે કે મેં મારી જનકલ્યાણના કાર્યોની સફરમાં મેં “માનવ તંદુરસ્તી”ને મહત્વ આપ્યું છે. માનવી માટે રોગ/બિમારી એ એક “મહાન દુઃખ ” છે. હા, કોઈ પણ ઈચ્છતું નથી કે એને બિમારી મળે…તેમ છ્તાં, અનેક કારણોસર એને બિમારી સહન કરવી પડે છે. આ બારે મેં આગળ એક બિમારીઓ બારે પોસ્ટ પ્રગટ કરી હતી જે તમે નીચેની “લિન્ક” (LINK)થી ફરી વાંચી શકો છો>>>>
https://chandrapukar.wordpress.com/2009/07/25/
હવે, આજે તમે મારૂં કાવ્ય વાંચ્યું આ કાવ્યમાં છંદ/જોડણી ના શોધશો…ફક્ત “હ્રદયભાવ” નિહાળશો., અને મારા જીવનમાં થયેલા કાર્યો બારે જાણવા માટે જ ઈચ્છાઓ રાખશો.
મારી “મેડીકલ સહકાર”રૂપી સફરમાં પ્રથમ મેં એક વ્યક્તિગત કોઈને સહાય આપી એક શુભ શરૂઆત કરી, અને સાથે સાથે ” અનેકને લાભ મળે ” એવા ભાવે કંઈક કરવા પ્રયાસ કર્યો છે, અને એનું વર્ણન હવે કરી રહ્યો છું .
(૧) આર્યુવેદીક દવાખાનું, વેસ્મા, ગુજરાત.
“શ્રી વેસ્મા રામચંદ્રજી મંદિર સેવા મંડળ ટ્રસ્ટ” નામે  એક સંસ્થા વેસ્મા ગામે અનેક વર્ષોથી છે. એ સંસ્થાએ ૫૦ વર્ષ ૧૯૯૨/૯૩માં પુરા કર્યા ત્યારે ” જુની વાત કે ગામમાં એક હોસ્પીતાલ કે દવાખનું  કરવું જોઈએ ” એ તાજી થઈ….એ સમયે હું વેસ્મા જ હતો કે મને એનું જાણ થયું ……આ વાત આગળ વધી ન હતી અને એથી એને વેગ આપવા માટે મે ગામમા કાર્યકર્તાઓને કહ્યું કે “હું એક મોટી રકમ દાનરૂપે આપવા તૈયાર છું , જો તમે આ કાર્યને હસ્તે લઈ, પત્રીકાઓ છપાવી, આગળ લઈ જવા ઈચ્છાઓ રાખો તો “…ગામવાસીઓને પ્રેરણાઓ મલી…પત્રીકાઓ થઈ અને દાન-સહકાર માટે અપીલ થઈ. મેં પણ. વચન આપેલું તે પ્રમાણે દાનની રકમ મોકલી, અને વધુમાં કહ્યું કે “પરદેશમાં અન્ય પાસે દાન સહકાર મેળવવા હું બનતો પ્રયાસ કરીશ ” પ્રભુએ અનેકને પ્રેરણાઓ આપી, અને હું સારૂં ફંડ ભગું કરી મોક્લ્યું…..મારા દાન તેમજ મારી દર્શાવેલી ઈચ્છાઓને માન આપી કાર્યકર્તાઓએ દવાખાનાનું નામકરણ “સ્વ. માધવભાઈ ગાંડાભાઈ મિસ્ત્રી તથા સ્વ. ભાણીબેન માધવભાઈ મિસ્ત્રી ધર્માદા આયુર્વેદિક દવાખાનું ” રાખ્યું, અને આ દવાખાના માટે ફંડરૂપે ભેગા કરેલા પૈસાને બેન્કમાં “ફિક્સ ડીપોસીટ”તરીકે રાખી, એના વ્યાજમાંથી દવાઓ ખરીદી, એક ડોકટર રાખી સેવા આપવી…..આ કાર્ય માટે ૨ રૂપીઆ જેવી “ટોકન ફી ” થી જ કાર્ય કરવું…આ દવાખાનાનું જ્યારે ઉધઘાટન થયું ત્યારે મારા હૈયે ખુબ જ ખુશી હતી.
થોડા વર્ષો આ પ્રમાણે આર્યુવેદિક દવાઓનો લાભ અનેકને મળ્યો……અને, પછી, “અલોપથી” દવાઓ પણ આપવાની શરૂઆત કરી. …આજે, અનેક વર્ષોથી આ દવાખાનું સારી રીતે ચાલે છે. શરૂઆતમાં કરેલા ફંડ બાદ, અનેકે સારો દાન-સહકાર આપ્યો છે અને એથી, અનેક લાખોનું ફંડ બેન્કમાં હોવાથી આ દવાખાનું અનેકને લાભ આપી સેવાનું કાર્ય ચાલુ રાખ્યું છે…..આ સફળતામાં  કાર્યકર્તાઓની સેવા, દાનવીરોનો સહકાર તેમજ પ્રભુની ક્રુપા આધારીત છે. બસ, મારી ગુજરાત.તો એક જ પ્રાર્થના છે કે આ દવાખાનું હંમેશા ચાલતું રહે !
(૨) સાર્વજનિક હોસ્પીતાલ, વેસ્મા,
વેસ્મા ગામ નેશનલ હાઈવે ૮ પર આવેલું છે. ગામ વસ્તી પ્રમાણે મોટું કહેવાય, અને બજારના કારણે તેમજ હાઈવે હોવાના કારણે અનેક ગામનો લાભ લેતા હોય છે. આટલું મોટું ગામ હોવા છ્તાં, ગામમાં હોસ્પીતાલ ન હતી…..એક ડોકટર તરીકે મેં ગામમાં હોસ્પીતાલ હોવાના સ્વપના નિહાળ્યા હતા…….કોઈક વાર ગામના રહીશો પણ ગામમાં હોસ્પીતાલ હોય એવી ચર્ચાઓ કરતા….ત્યારે જાણ્યું કે અનેક વર્ષો પહેલા એક “વૈદકીય રાહત મંડળ, વેસ્મા ” નામે એક સંસ્થા શરૂ થઈ હતી, અને એ એક હેતુ સાથે….”ગામમાં એક મેડીકલ સારવાર માટે દવાખાનું/હોસ્પીતાલ હોય “અને એક જમીન પણ હક્કે હતી. ગામવાસીઓ ગામના મુખી મારફતે એક ઉઘરાણું પણ શરૂ કરેલું….એને સફળતા ના મળેલી એથી અનેક હાતાશ હતા…..એ સમયગાળા દરમ્યાન મારો મિત્ર (કુમાર શાળાથી) કેનેડા ફરવા આવ્યો હતો તે મારા ઘરે આવ્યો..ફરી હોસ્પીતાલની ચર્ચઓ થઈ ત્યરે મેં એને કહ્યું કે” તું જ્યારે ભારત જાય ત્યારે વેસ્મા જઈ ગામવાસીઓની મીટીંગમાં જઈ ઉત્સાહ રેડીશ અને હહીશ કે પરદેશમાંથી પણ સારૂં ફંડ મળશે “……આ પ્રમાણે , થયું અને “નવી કમીટી ” થઈ અને હોસ્પીતાલ માટે યોજના થઈ..પત્રીકાઓ છપાય…..અને, પ્રભુક્રુપાથી સારો સહકાર મળવા લાગ્યો..મારો મિત્ર આરકીટેટ હતો અને એણે રસ લઈ મહાનનું ડ્રોઈંગ પણ કર્યું અને બાંધકામ સમયે માર્ગદર્શન આપવા વચન આપ્યું ..એ સમયે યોજનામાં ૩લાખના દાને “મેટરનીટી વોર્ડ” (Maternity Ward ) હોય શકે એવું હતું તો મેં મારા મિત્ર જયંતિને કહ્યું કે ” તારી માતા તને જ્ન્મ આપી ગુજરી ગઈ હતી….અને મારે મારી માતાની યાદમાં કંઈ કરવું છે ..તો, આપણે એ થઈ કેમ આ દાનની રકમ આપીએ ? …જે થકી, તારી અને મારી માતાની યાદ એક જગ્યાએ હોય શકે” ..એને આ વિચાર ગમ્યો..અને આજે એ હોસ્પીતાલે મેટરનીટી વોર્ડ પર  મારી માતા “ભાણીબેન ” તેમજ એની માતા “પાર્વતીબેન” નું નામ છે….એ મારા માટે ઘણા જ આનંદની વાત છે !
આ સિવાય, મેં અન્યને પ્રેરણા આપી, અને “બાળકોનો વોર્ડ” તેમજ ” પેથોલોજી” અને અન્ય માટે પરદેશથી સહકાર મળ્યો.
૨૦૦૫માં એક મોટા દાનવીર ફેમીલીના સહકાર કારણે ” અમ્રુતલાલ દેસાઈ” ના નામકરણે આ હોસ્પીતાલ શરૂ થઈ ત્યારે ખુબ જ ખુશી હતી…
થોડો સમય હોસ્પીતાલનું કાર્ય સારી રીતે ચાલ્યું…પણ કાર્યકાર્તાઓના વચ્ચે બરાબર ના રહેતા તકલીફો આવી….ત્યારે, જાણ્યું કે કમીટીમાં ફેરફારની જરૂર છે…તો, અમેરીકાથી પત્રો લખ્યા…અને અંતે, કમીટી બદલાય અને ગામની મુશલીમ કોમ્યુનીટીનો સહકાર મળ્યો..અને, મુશલીમ ટ્રસ્ટ રાહત મંડળ સાથે જોડાઈ જઈ “ફાઈનાન્સીયલ સપોર્ટ ” કરવા લાગ્યા..અને, હોસ્પીતાલે ઓછા પૈસે ઓપરેશન શરૂ થયા, અને મેટરનીટીમાં મફત ડીલીવરી માટે ગોઠવણ થઈ….હવે, આ હોસ્પીતાલ બહું જ સારી રીતે ચાલે છે.
(૩) હેલ્થ સેન્ટર, પાલનપુર, ગુજરાત.
અનેક વ્યક્તિગત મેડીકલ સહાયના કાર્યો બાદ મને ઘણી વાર વિચારો આવતા કે “એક હેલ્થ સેન્ટર હોય તો, એ દ્વારા એક નહી પણ અનેકને સહકાર આપી શકાય ! “…..બસ, આ વિચાર મારા મનમાં ફરી ફરી આવતા, મારા હૈયામાં એ રમવા લાગ્યો…ત્યારે મને પ્રભુએ જ સમજ આપી કે ” આવું કાર્ય કરવા માટે કોઈ સંસ્થાની જરૂરત, અને સહકાર જોઈએ !”….અને, મેં મારા પાલનપુર રહીશ મિત્ર ગોદડભાઈને યાદ કર્યા, અને મારા વિચરો મેં એમને જણાવ્યા….એને મેં વધુમાં કહ્યું કે “જો આ પ્રમાણે શક્ય થાય તો હું તેમજ મારા સ્નેહી ડો, શશીકાન્તભાઈ તરફથી મોટુંદાન હશે. ” એમણે આ વાત ” શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર ” ની સંસ્થાના કાર્યકર્તાઓને કહી, અને, સંસ્થાએ નામકરણ સાથે દાનનો સ્વીકાર કરવા નિર્ણય લીધો…અમે બન્ને જણાએ દાનની રકમ પોંહચતી કરી ……અને, રવિવાર, જુલાઈ , ૫, ૨૦૦૯ના શુભ દિવસે ” ડો. ચંદ્રવદન એમ. મિસ્ત્રી અને ડો. શશીકાન્ત ડી. મિસ્ર્તી હેલ્થ સેન્ટર ” ના નામે આ સેન્ટરની શરૂઆત થઈ ત્યારે ખુબ જ આનંદ હતો.
આ પ્રમાણે, મારૂં એક સ્વપનું પ્રભુએ જ સાકાર કર્યુ…..આ સેન્ટરે ડોકટરો “વોલંટરી સરવીસ” આપે છે, અને જુદા જુદા વિભાગના સ્પેસીઆલીસ્ટો પણ સેવા આપે છે….અનેક્ને લાભ થાય છે…અને આ સેન્ટરના છત્ર નીચે ભવિષ્યમાં “નેત્ર કેમ્પ” ” બ્લડ ડોનેશન ” કે ” હેલ્થ ચેક-અપ ” વિગેરે થશે. …આ સેન્ટરની સફળતા દ્વારા જ્ઞાતીમાં અન્યને પ્રેરણાઓ મળે એવી આશાઓ !
(૪) નૈત્ર-દ્રષ્ઠી દાન સહકાર.
ગરીબાય તેમજ બિમારી/રોગોનું દુઃખ આ માનવીના બે મહાન દુઃખો છે. બિમારી જે કોઈને આવે ત્યારે એ દુઃખી…પણ જો એ ગરીબ હોય તો એની પાસે સારવાર માટે શક્તિ ન્ન હોય ત્યારે એ દુઃખ બયંકર બની જાય છે.
અનેક સંસ્થાઓ મારફતે ઓછા ખર્ચે “શિબીરો” કરી આંખના મોતીઆના ઓપરેશનો થાય છે…અને એવા ઓપરેશનો દ્વારા અનેક “રોશની” મળી છે..….જ્યારે આવી સહાય કરવાની તકો મને મળી ત્યારે પ્રભુપ્રેરણાથી મેં સહકાર આપ્યો છે…..૨૦૦૬/૨૦૦૭માં સુરતની “સાંઈબાબા મંદિર” સંસ્થાએ દન માટે અપીલ કરી ત્યારે મારા મિત્ર જયન્તી ચંપાનેરીઆએ આ બારે મને ખ્યું ત્યારે મેં તરત મારી શક્તિ પ્રમણે સહકાર આપ્યો..અને મારા ભત્રીજા દીલીપને પણ પ્રેરણા આપી…અને કઈક નૈત્ર ઓપરેશનો માટે સહકાર આપવા તક લીધી…!આ પ્રમાણે, “નૈત્ર યજ્ઞ “ચાલુ રહે એવી પ્રભુને પ્રાર્થના
(૫) ચાલવાના ક્રચીસ ( CRUTCHES) તેમજ વીલચેર (WHEELCHAIR) સહકાર.
કોઈકને વાગ્યું હોય ત્યારે સપોર્ટ માટે ક્રચીસની ખાસ જરૂરત પડે,…..ત્યારે કોઈ પાસે એ ખરીદવા પૈસા ના હોય…આ વિચારને હૈયે લાવી, કંઈક સહકાર કરવાનો નિર્ણય લીધો…ડો.શશીકાન્તભાઈને વાત કરી , અને ત્યારબાદ, ગોદડભાઈ મારફતે જ્ઞતીમાં જે કોઈને જરૂર હોય તે પ્રમાણે અનેકને સહાય કરી આનંદ અનુભવ્યો.
અને, એક સમયે, મુંબઈ રહીશ મારા મિત્ર વિનોદભાઈએ દ્વારકામાં એક “ના ચાલી શકતા ” એક બાળક્ને એક “વીલચેર ” ની ખાસ જરૂર છે એવું કહેતા મેં તરત એ માટેના દાન-સહકારની સગવડ કરી..અને એ બાળકને એ વીલચેરમાં નિહાળી ખુશી અનુભવી !
આ પ્રમાણે, પ્રભુ વધુ પ્રરણાઓ આપે એવી પ્રાર્થના કરી !
(૬) ઓપરેશન તેમજ દવાઓ/સહકાર.
માંદગી એટલે સારવાર માટે હોસ્પીતાલે દાખલ થવું પડે..ઘણી વાર, કોઈ વ્યક્તિ કે સંસ્થા તરફથી સહકાર માટે અપીલ થાય……ઓપરેશન ખર્ચ માટે કે દવાઓ માટે કે પછી, લોહી માટે .. એવો ખર્ચ વ્યક્તિની શક્તિ બહાર હોય છે…આવા સમયે, મેં “ફુલ નહી તો ફુલની પાંખડી “રૂપે કંઈક કરવા પ્રભુએ જ પ્રેરણાઓ આપી…..આવી મદદ કરવામાં હું એકલો ના હતો પણ મદદ કરનારા અનેક હતા..એ વિષે મને ખુબ જ આનંદ થાય છે !
તો, તમે અનેક રીતે સહકાર આપ્યો એ બારે જાણ્યું ….તમે પણ તમારી રીતે સહાય કરતા જ હશો…તો. કરતા રહેજો…….અને, જો આવું કાર્ય ના કર્યું હોય તો જરૂરથી કરશો એવી આશાઓ ! CHANDRAVADAN
FEW WORDS

Today, it is Saturday,Sep. 19th,2009……& ASO SUD 1…So the FIRST DAY of NAVRATRI…..and I have just published a New Post on the Topic of JANKALYAN….And, the Discussions on ILLNESS/HEALTH…..and my VIEWS & my ACTIONS for those in need of the ASSISTANCE. The purpose of this Post is to bring the AWARENESS in OTHERS…..I know there are MANY who are PUBLICLY or SILENTLY assisting those in need…BUT more may be INSPIRED for this CAUSE…..& if ONE HUMAN, after reading this Post, resorts to the PATH of ASSISTING OTHERS, then I will be HAPPY & THANKFUL to GOD. I hope you like the Poem & the “BE SHABDO ” in Gujarati>>>>>CHANDRAVADAN

સપ્ટેમ્બર 19, 2009 at 2:50 પી એમ(pm) 20 comments

ઓ નારીઓ, વંદન છે મારા તમોને !

 

     
 

ઓ નારીઓ, વંદન છે મારા તમોને !

નિહાળું માતા તુંજમાં,
નિહાળુ પત્ની તુંજમાં,
નિહાળૂ બેન,દિકરી તુંજમાં,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !…….ઓ નારી……(૧)
નિહાળુ અપાર શક્તિ તુંજમાં,
નિહાળુ સહનતા વિષેશ તુંજમાં
નિહાળુ સ્નેહ દેનાર યુંજમાં,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !….ઓ નારી……(૨)
નિહાળુ ક્ષમાનો ભંડાર તુંજમાં,
નિહાળુ દયાનો ખજાનો તુંજમાં,
નિહાળુ પરિવારનો આધાર તુંજમાં ,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !……ઓ નારી…..(૩)
નર જાતીએ પદ નીચુ દીધુ, તો ક્ષમા કરજે,
અપમાનો ઘણા સહન કરવા પડ્યા, તો ક્ષમા કરજે,
હવે, એકતાના ત્રાજવે, અભિમાન ના લાવજે,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !……ઓ નારી……(૪)
  
કાવ્ય રચના….ઓગસ્ટ,૨૧, ૨૦૦૯           ચંદ્રવદન.
  
 
 
 
 
 
 

નારીઓને વંદના….બે શબ્દો

આજે તમે નારીઓના વંદનારૂપે મારૂં કાવ્ય “ઓ, નારીઓ, વંદન છે મારા તમોને!” વાંચ્યું. મારો હ્રદયભાવ જાણ્યો. પણ, એ થકી, તમે મારા જીવનમાં શક્ય થયેલ “નારી સહકાર “બારે કાંઈ જ ના જાણ્યું …..તો, હવે, આ “બે શબ્દો” દ્વારા એ હું જણાવી રહ્યો છું.
આગળની પોસ્ટમાં મારૂં બચપણ મારી માતા સાથે ગયું હતું તે જાણ્યું ….અને, મારા જીવનના ઘડતરમાં મારી માતાનો પ્રભાવ ઉંડો છે, એ એક સત્ય છે. માતાને પુજ્ય ગણતા, જગતની સૌ માતાઓને પણ વંદના કરી હોય એવું થાય…અને, એ થકી, સર્વ નારીઓને વંદના.મારા સંસારી જીવનમાં એક પત્ની અને સંતાનરૂપે ચાર દીકરીઓ, અને આથી, ઘરમાં ૬ નારીઓ……આવા વાતાવરણે, મારો નારીઓ પ્રત્યેનો પ્રેમ ખીલ્યો. અને, મારૂ જીવન વહેતું ગયું.
મારી પ્રજાપતિ જ્ઞાતી તરફ નજર કરી તો, જ્ઞાતીમાં કન્યાઓ શિક્ષણ આપવા માટે જોઈએ તેવો ભાર/ઉત્સાહ ના હતો. એ પ્રમાણે, અન્ય જ્ઞતીઓમાં પણ એવું જ નિહાળ્યું …..સંસારમાં નારીઓનું પદ ,સમયના વહેણમાં,નીચે પડવા લાગ્યું હોય એવું અનુમાન થયું …..નારી કાંઈ બોલતી ના હતી,….ચુપચાપ આ અન્યાયને સહન કરતી હતી…કિન્તુ, એના હૈયામાં એક મહા વેદના સાથે એક દિવસ એને ન્યાય મળશે  અને નારી પદ પુરૂષોની સરખામણીએ “એક સરખું ” હશે એવી આશાઓ હતી.
સમય વહેતો ગયો….અને, જુની વિચારધારાને બદલે “નવા વિચારો” અમલમાં મુકાતા, સંસારે એક “પરિવર્તન” આવ્યું. હવે, કન્યાઓને શિક્ષણ માટે ઉત્તેજન અપાય છે…..હવે, કન્યાઓ/સ્ત્રીઓ ઘર બહાર જઈ કામ/નોકરીઓ પણ કરે છે…અને, અનેક નારીઓએ સંસારી જગતમાં ઉચ્ચ પદવીઓ પણ મેળવી છે. …હવે, નારીઓના હૈયે છુપાયેલી “સમતોલ ભાવે તુલના” માટેની આશાઓ પુર્ણ થતી હોય એવું થવા લાગ્યું છે….પણ મારૂં માવવું છે કે ” પુર્ણ પરિવર્તન ” માટે હજૂ થોડો વધુ સમય લાગશે, અને મને શ્રધ્ધા છે કે એક દિવસ એવો હશે કે સંતાનરૂપે દીકરો કે દીકરી હોય પણ એને આ જગતમાં આવકારો એક સરખા ભાવે  આનંદ સાથે અપાશે !
હવે, જુદા જુદા વિષયે મારા નારીઓ માટેના વિચારો સાથે થોડા શક્ય થયેલા કાર્યો>>>>>>
(૧) ગરીબ/ વિધવા નારી-સહકાર..કોઈ પણ માનવી ગરીબ હોય એ એક મહા-દુઃખ કહેવાય…..કિન્તુ, જ્યારે એ નારી ગરીબ અને વિધવા હોય ત્યારે એની વધેલી જવાબદારીઓ સાથે જે એના હૈયે દુઃખ હોય તેની તો આપણે કલ્પના જ કરવાની હોય છે , અને ખરેખર તો જે મારી એવું દુઃખ અનુભવી રહી હોય એ જ જાણી શકે.
આવા વિચારો સાથે, મેં મારા જીવનમાં આગેકુચ કરી. પ્રથમ, વ્યકતીગત કોઈને પૈસા કે અન્ન કે અન્ય સહકાર આપવાની તકો લીધી. પણ, મારૂં હૈયું પૂકારી રહ્યું હતું કે ” કંઈક એવું કર કે એ સહાયતાથી નારી એના પગ પર ઉભી રહી, જાતે પોતાનું ગુજરાન કરી શકે ! “…..અને ત્યારબાદ, કોણ જાણે કેમ એક દિવસ પ્રભુએ એક “સિવણકામનો સંચો ” મનમાં વિચારરૂપે મુક્યો……એ વિચાર, ફરી ફરી આવ્યો, અને એક દિવસ મેં આ વાત મુંબઈ રહીશ વિનોદભાઈને કહી…અને પછી, જાણ્યું કે એક સંચાની કિંમત આશરે ૪૦૦૦-૫૦૦૦ રૂપીઆ હોય શકે. તો, મેં તરત સુચન કર્યું કે ” એક સંચો ખરીદો, અને સમાજમાં કોઈ ગરીબ વિધવા નારી હોય તેને  દાન સહકારરૂપે મારા તરફથી આપો ! “…થોડો સમય વહી ગયો, અને એક દિવસ વિનોદભાઈએ કહ્યું કે મુંબઈની એક લતાબેન યોગ્ય છે...મેં તરત હા કહી….પા્છળથી વધુ જાણ્યું કે લતાબેન ૩૫ વર્ષના એક ગરીબ વિધવા હતા, અને સંતાનો હતા, અને ગુજરાન માટે માટી કે ઈંટો ના ટોપલાઓ ઉંચકી સખત મજુરી કરતા હતા.  એ લતાબેને ટુંક સમયમાં જ સીવવાનું શીખી, ઘર ઘર જઈ, સીવવાની કામ હાથે લીધું ….એમનું અને પરિવારનું ગુજરાન કરતા બચત પણ હતી, અને હવે ઘર બહાર જઈ મજૂરી કરવી પડતી ના હતી…અને પરિવારે સૌ ખુશી આનંદમાં હતા આ જાણી, મારા હૈયે જે આનંદ થયો તે કેમ દર્શાવું ? અને, ત્યારે જ નિર્ણય લીધો કે ” આ જ પ્રમાણે, મારે અન્યને મદદ કરવી છે ! “
ત્યારબાદ, મુંબઈમાં અન્યને, સૌરાષ્ઠ્માં અનેક શહેરોમાં “સિવણકામ સંચારૂપી સહકાર” આપવાની તકો લીધી…….તેમ છતાં ,મારૂં હૈયું મને વધુ ક્રરવા કહી રહ્યું હતું  મેં મારા મિત્ર ગોદડભાઈને યાદ કર્યા…ચર્ચાઓ કરી, અને એમના માર્ગદર્શનથી ઉત્તર ગુજરાતમાં દાન સહકાર શરૂ કર્યો ત્યારે મેં  મારા ભત્રીજા દીલીપ અને સ્નેહી ડો. શશીકાન્તભાઈને પણ પ્રેરણા આપી, જે થકી, ત્રણ નારીઓને મદદ શક્ય થઈ.
(૨) સિવણકામના ક્લાસો..
એક સિવણકામના સંચાથી શરૂઆત કરી……મદદ કરીને આનંદ પણ અનુભવ્યો ત્યારે મનમાં પાલનપુરમાં ગોદડભાઈએ કહેલું તે યાદ આવ્યું કે “અમારા કેળવણી મંડળ હેથળ સિવણકામના ક્લાસો ચાલે છે. “..અને, હૈયે થયું કે “થોડા સિવણકામના સંચાઓ જો કોઈ સંસ્થાને અપાય તો સિવણકામના ક્લાસો શરૂ કરી શકાય અને અનેક એનો લાભ લઈ શકે ! ” ….બસ, આટલા વિચારે, મારા હ્રદય્માં એક સંક્લપ કર્યો કે મારે એ પ્રમાણે કરવા પગલા લેવા પડશે.
પ્રથમ, પાલનપુરને યાદ કર્યું. અને, ડો. શશીકાન્તભાઈ અને દીલીપ સાથે મળી ત્રણ સંચાઓ પાલનપુર્ની સંસ્થા, જે ક્લાસો ચલાવી રહી હતી, ત્યાં દાનરૂપે આપી આનંદ અનુભવ્યો. અને, દક્ષિણ ગુજરાત તરફ નજર કરી અને, ત્યાંના ત્રણ જિલ્લા ( સુરત, નવસારી, વલસાડ )ની પ્રજાપતિ સંસ્થાઓ સાથે ચર્ચાઓ શરૂ કરી. બારડોલી, તેમજ બીલીમોરાની સંસ્થાઓ તરફથી રસ જાણી, ત્યાં મેં મારા વિચારો દર્શાવ્યા….મોટા દાનરૂપે રકમ માટે સ્વીકાર હતો. સંસ્થાઓએ ક્લાસો માટે રૂમ, શીખવનાર વ્યક્તિ, અને શીખનાર નારીઓ માટે જવાબદારી સંભાળવાની રહેતી હતી. અને, સંસ્થાઓએ  ક્લાસોનું નામકરણ “Kamuben Chandravadan Mistry Sewing Class” રાખવાનો નિર્ણય લઈ લીધો હતો, જે મારા પત્નીના નામે હોવાથી મારા હૈયે એક અનોખી ખુશી હતી. જાણ્યું કે સેપ્ટેમ્બર, ૨૦૦૯માં આ ક્લાસોની શુભ શરૂઆત થશે . પ્રભુને પ્રાર્થના કે અનેક આ ક્લાસોનો લાભ લેય, અને આ કાર્ય જ્ઞાતીમાં અન્યને પ્રેરણા આપે !
(૩)પ્રજાપતિ જ્ઞાતીમાં કન્યા છાત્રાલયો….
ઉત્તર ગુજરાતમાં પ્રજાપતિ કન્યાઓ માટે છાત્રાલય છે એવું જાણ્યું હતું . તેમ છતાં , દક્ષિણ ગુજરાતમાં કન્યાઓ માટે છાત્રાલય મારી જાણમાં ન હતું…હા, થોડા વર્ષો પહેલા, નવસારીના પ્રજાપતિ આશ્રમે કુમાર છાત્રાલયના પાછળના ભાગે થોડી કન્યાઓને રહેવા માટે સગવડ થઈ હતી. નવસારી સિવાય આણંદમાં કુમારો માટે આશ્રમે છાત્રાલય પણ શરૂ કર્યું હતું. આથી, મારા મનમાં હંમેશા થતું કે ” ક્યારે ક્ન્યા છાત્રાલય આણંદમાં હશે કે ક્ન્યાઓને ઉચ્ચ અભ્યાસ કરવાની તકો મળે?”
૨૦૦૬માં જ્યારે ભારત જવાનું થયું ત્યારે જાળ્યું કે આણંદમાં એક પ્લોટ્ની જમીન વેચાણમાં લેવાય છે અને તેના પર ક્ન્યા છાત્રાલય બાંધવા એક વિજયદેવ મિસ્ત્રીએ લાખો રૂપીઆનું દાન આપ્યું છે. એ વિજયદેવ અસલ વેસ્મા ગામના અને ફળિઆના નાતે “કાકા” થાય. એ અણી, ખુબ જ આનંદ થયો. વળી, આ શુભ કાર્ય માટે ભુમી પુજનના દિવસે પધારવા આમંત્રણ પણ મળ્યું . તે દિવસે હાજરી આપતા, હૈયે આનંદ હતો અને  જ્યારે મને પણ પુજા કરવાનો લ્હાવો મળ્યો ત્યારે એ આનંદ વધી ગયો……..અને, હજુ હું ભારતમાં હતો ત્યારે જાણ્યું કે નવસારી આશ્રમના મકાનના પાછળના ભાગને ભાંગી, ત્યાં એક સુંદર ક્ન્યા છાત્રાલય કરવા આ વિજયકાકાએ વધુ દાન સહકાર આપવા વચન આપ્યું ત્યારે તો પ્રભુને પ્રાર્થના કરી કે ” પ્રભુ, મારા સ્વપનારૂપી વિચારને સાકાર કર્યો તે માટે તારો ઉપકાર ખુબ જ છે ! ” આ બન્ને કન્યા છાત્રાલયોના બાંધકામ માટે મેં પણ મારી શક્તિ પ્રમાણે, દાન સહકાર આપ્યો.
મારા જીવનમાં પજાપતિ નારીઓ માટે કંઈક સહકાર કરવાની તકો પ્રભુએ જ આપી, અને એની જ પ્રેરણાથી હું કંઈ કારી શક્યો તો એમાં પાડ પ્રભુનો જ છે. અને આવા વિચારે હું કાર્યોના ફળોની અશ્હોથી મુક્ત થાઉં છું .અને, પ્રભુને પ્રાર્થના કરૂં છું કે એ અન્યને શુભ કાર્યો કરવા પ્રેરણાઓ આપે !
બસ, તમે મારા વિચારો અને મારા જીવનમાં કરેલા કાર્યો બારે જાણ્યું ,,,,,આ પ્રમાણે વેબસાઈટ પર પોસ્ટરૂપે પ્રગટ કરતા એક હૈયે આનંદ પણ પ્રગટ કરવાનો હેતુ ફક્ત એટલો જ કે જે કોઈ વાંચે તેમાંથી કૉઈને પણે જનકલ્યાણના કાર્યો કરવા પ્રેરણા મળે !
તમોને મારૂં કાવ્ય કે આ “બે શબ્દો ” ભર્યું લખાણ ગમશે એવી આશા !>>>>>>ચંદ્રવદન.  
 
 
FEW WORDS
 
Today it is Monday, 14th, 2009…..& it is still the Month of BHADAVO….&  in a few days it will be the Month of ASO…..NAVRATRI…then DIWALI & NEW YEAR……Before that, I wish to publish yet another Post on the Topic of JANKAYAN……And, Today’s Post is on NARI ( WOMEN ). I am narrating some of my ACTIONS & at the same time I am shring my VIEWS on NARI too. I hope you will like to READ that & may be able to SHARE with me your THOUGHTS too>>>>>CHANDRAVADAN

સપ્ટેમ્બર 14, 2009 at 3:37 પી એમ(pm) 28 comments

શિક્ષણ ઉત્તેજન યજ્ઞ

 

     
 
 

શિક્ષણ ઉત્તેજન યજ્ઞ

શિક્ષણ છે જ્ઞાનરૂપી એક યજ્ઞ,
હોમું એમાં શિક્ષણ-ઉત્તેજનનું એક રત્ન !……(ટેક )
જ્ઞાતી ગરીબાય નિહાળતા,
અને, શિક્ષણ મહત્વ સમજતા,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !……..શિક્ષણ……(૧)
કરી નાની મોટી સહાય બાળકોને,
કરી ઈનામી યોજનાઓ શિક્ષણ માટે,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !…….શિક્ષણ….(૨)
શાળાઓમાં ઈનામે ટ્રોફીઓથી શરૂઆત કરી,
ઉચ્ચ ડીગ્રીઓ માટે જ્ઞાતી ગૌરવ એવોર્ડ કરી,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !…….શિક્ષણ…..(૩)
ના ભુલ્યો વેસ્માની કુમારશાળાને,
શક્ય થઈ એક ઈનામી યોજના એ શાળાએ,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !……શિક્ષણ…..(૪)
દુર થઈ રહ્યો છે જ્ઞાતી અંધકાર આજે,
થયું આવું  શિક્ષણ જ્યોત  કાજે,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !……શિક્ષણ….(૫)
કર્યું જે તેથી સંતોષ માની, નથી બેસવું,
શિક્ષણ માટે કંઈક તો કરતું રહેવું ,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !……શિક્ષણ…..(૬)
 
કાવ્ય રચના….ઓગસ્ટ,૧૮,૨૦૦૯          ચંદ્રવદન.
 
 
 

શિક્ષણ યજ્ઞ,…..બે શબ્દો

તમે આગળની પોસ્ટ “પરિવારીક કર્તવ્ય ” બારે વાંચ્યું અને જાણ્યું કે મારા જીવનમાં “કંઈક પરિવર્તન ” આવ્યું છે. માનવ જીવને પરિવર્તન આવ્વું એ એક નિયમ છે. એ નિયમને ધ્યાનમાં લઈને મારી જીવન યાત્રાને ફરી નિહાળવા પ્રયાસ કરીએ. હું જ્યારે બચપણમાં શાળામાં ભણતો હતો ત્યારે મને શાળાએ જવાનો ખુબ જ આનંદ હતો. એવા આનંદ સાથે મારી ભણતર યાત્રા શરૂ થઈ અને ચાલુ રહી.એ આનંદ કારણે કદાચ શિક્ષણ પ્રત્યે પ્રેમ ખીલ્યો હશે. પરતું, અન્યના ભણતર માટે પ્રેમ ખીલલવો એ કંઈ સીદી સાદી વાત નથી જ !
જ્યારે બચપણમાં મારૂં જીવન વહેતું હતું ત્યારે મેં મારી જ્ઞાતીમાં ગરીબાય નિહાળી….કોઈ બાળક, ભલે ભણતરમાં હોંશીઆર હોય , પણ આગળ ભણતર માટે પૈસા ના હોય તો એ એની ઈચ્છા પુર્ણ કરી શકતો નથી. આ હકીકત મેં નજરોનજર નિહાળેલી, જાણેલી. ત્યારબાદ, અનેક વાર એ મને યાદ આવતી …..જ્ઞાતી બહાર નિહાળ્યું તો અન્ય જ્ઞાતી બાળકો પણ આવી જ મુશકેલીઓમાં હતા. આ દુઃખની સાથે, મને જ્ઞાન થયું કે જ્ઞાતીનો “અંધકાર કે ગરીબાય” હટાવવો હોય તો શિક્ષણ જ આ ગરીબાય કે અંધકાર હટાવવાનું સાધન છે. બસ, આટલી સમજ સાથે મારો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ ખીલ્યો, અને આવા પરિવર્તન સાથે, આવી જાગ્રુતિ સાથે, મારા “શિક્ષણ ઉત્તેજન યજ્ઞ” ની શરૂઆત થઈ. અહી મારે એ ના ભુલવું જોઈએ કે આવા પરિવર્તનમાં “પ્રભુ-પ્રેરણા ” નો ફાળો અગત્યનો છે. અને, પ્રથમ, જ્ઞાતીના બાળકોને શિક્ષણ માટે સહકાર/ઉત્તેજન કેમ આપવું એ ધ્યાનમાં લઈને “વ્યક્તિગત ” ફુલ કે ફુલની પાંખડીરૂપે કંઈક સહકાર શરૂ કર્યો….આ સહકાર જાતે આપ્યો અને પાછળથી જ્ઞાતી સમાજરૂપી સંસ્થાઓ દ્વારા આ કાર્ય કર્યું …આ યજ્ઞ આ પ્રમાણે શરૂ થયા બાદ, હું જ્ઞાતી બહાર સૌ માનવ બાળકોના વિચારો કરી, સૌને શિક્ષણ સહાય કેમ મળે એવી વિચારધારા સાથે જીવનની સફર કરવા લાગ્યો. આજ સુધી જે શક્ય થયું એ પ્રભુ ક્રુપાથી જ થયું. આ બધું જ નીચે મુજબ છે>>>>
(૧) વ્યક્તિગત બાળકોને સહકાર.
આપ્રમાણે, મારી જન્મભૂમી વેસ્મા ગામે શરૂઆત કરી…ત્યારબાદ, મુંબઈ અને ગુજરાતમા અન્ય જગ્યાએ સહકારની યોગતા લાગી તે પ્રમાણે મારી શક્તિ પ્રમાણે કર્યું.
(૨) કુમાર શાળા, વેસ્મા, ગુજરાત.
આ શાળામાં મેં મારૂં ભણતર શરૂં કર્યું હતું. ફક્ત ૫ ગુજરાતી ધોરણનો અભ્યાસ. એ શાળાને હું કેમ ભુલી શકું ? જીવનની સફર કરતા કરતા, શાળાને ફરી ફરી યાદ કરતો રહ્યો…..એક દિવસ ૧૯૯૩માં ગામમાં રહેતા ઈશ્વરભાઈ દેસાઈની સાથે ચર્ચા કરી…એમણે મારા શાળાએ ઈનામી યોજનાના વિચારોને વધાવી લીધા…..શાળાના કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા બાદ, “ડો. ચંદ્રવદન માધવભાઇ મિસ્ત્રી ઈનામી યોજના” ની સ્થાપના થઈ…અનેક વર્ષોથી આ યોજના ચાલે છે અને અનેક બાળકોને વધુ અભ્યાસ કરવા પ્રેરણા મળી છે.
(૩) અગ્નિચક્ર માસીક અને મુંબઈનો સોરઠીઆ પ્રજાપતી સમાજ.
મુંબઈ રહીશ વિનોદબાઈ પ્રજાપતી અગ્નિચક્રના તંત્રી…એમની સાથે પત્રો દ્વારા મિત્રતા થઈ.  માસીકમા લેખો લખી શિક્ષણ પ્રેમ /જ્ઞાતી પ્રેમ દર્શાવ્યો…..અને, એક દિવસ ચર્ચા કરતા, શિક્ષણ ઉત્તેજન માટે દાન આપી એક યોજના શરૂ કરવા ઈચ્છા દર્શાવી…એમણે ટ્રોફી ઈનામરૂપે શરૂ કરવા માર્ગદર્શન આપ્યું ..અને “ચંદ્ર-કમુ ટ્રોફી”ની સરૂઆત થઈ……પ્રથમ મુંબઈમા, અને ત્યારબાદ, સૌરાષ્ઠમાં અનેક શહેરોમાં દર વર્ષ આ પ્રમાણે ઈનામો શરૂ થયા, અને અનેક વર્ષોથી ચાલુ છે. અહી, મારે એક ઉલ્લેખ કરવો છે>રાજકોટમાં એક બાળક્ને આવી ટ્રોફી મળી…તો એને પ્રેરણા મળી, બીજા ધોરણમાં પણ સારા માર્કો મેળવતા ફરી ટ્રોફી, અને એને મેડીકલ કોલેજમાં એડ્મીશન મળ્યું અને એક ડોકટર બન્યો. આની જાણ થતા મારા હૈયે જે આનંદ થયો તે શબ્દોમાં કેમ કહી શકું ?
(૪) ગુજરાત પ્રજાપતી સમાજ, અમદાવાદ.
૧૯૯૩માં મારા ૫૦ વર્ષ પુરા થતા મનમાં થયું કે પ્રભુએ આ દિવસ જોવાની તક આપી..તો મારે કંઈક કરવું જોઈએ…શિક્ષણ સાથે આ સમાજરૂપી સંસ્થાને યાદ કરી…..સમાજના એક કાર્યકર્તા રમેશ્ભાઈઓઝાને વાત કરી અને મોટી રકમ દાનરૂપે આપી, અનામત રાખી, વ્યાજમાંથી શીલ્ડો મળે…..અને આ પ્રમાણે, “ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્તી પ્રજાપતી શીલ્ડ એવોર્ડ યોજના” શરૂ થઈ, અને આજે ચાલુ છે. અહી, SSC & 12th Gradeમાં સારા માર્કે પાસ થનાર કુમાર/કુમારીકાને ઈનામો હતા.
(૫) અખિલ ગુજરાત પ્રજાપતી સંઘ, ગુજરાત.
આ સંસ્થાની સ્થાપના ૧૯૮૭માં થઈ…..જાણી, ખુશ થઈ એના મુખપત્રક “વિશ્વનિર્માતા પ્રજાપતી”ને વાંચતા, અનેક અંકોમાં શિક્ષણ બારે લેખો પણ પ્રગટ કર્યા. માસીકના તંત્રી, ગોદડભાઈ સાથે મિત્રતા થઈ. S.S C & 12th Grade Examsમાં સારા માર્કે પાસ થનાર પ્રજાપતી કુમાર/કુમારીકાઓને ” ચંદ્ર-કમુ ટ્રોફી અવોર્ડ” ઈનામરૂપે અને પૈસારૂપી રકમ દાનની રકમના વ્યાજમાંથી શરૂ કરી આનંદ અનુભવ્યો..અનેક વર્ષોથી દર અર્ષે આ ચાલે છે,,,,અનેકને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા મળી છે.
આટલું કર્યા બાદ, જે બાળકોએ ઉચ્ચ ડીગ્રીઓ મેળવી હોય તેને ધ્યાનમાં લઈ, ” ડો. ચંદ્રવદન મિસ્ત્રી ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજના” શરૂ કરી, અને જ્યારે ૨૦૦૯માં પ્રથમ એવોર્ડો અપાયા ત્યારે હૈયે ઘણી જ ખુશી અનુભવી.
(૬) પ્રજાપતી કેળવણી મંડળ, પાલનપુર.
આ સંસ્થાના એક કાર્યકર્તા છે ગોદડભાઈ…જે મારા મિત્ર, અને પાલનપુરના રહીશ. આ સંસ્થા એક શાળા પણ ચલાવે છે એ ગોદડભાઈ મારફતે જાણ્યા બાદ, ત્યાં દાન કરી, દાનની રકમ ફીક્સ ડીપોસીટમા રાખી, એના વાર્ષિક વ્યાજમાંથી ઈનામો બાળકોને મળે…..સંસ્થાએ એનો સ્વીકાર કર્યો..અને અનેક વર્ષોથી ઈનામો અપાય છે…..૨૦૦૬/૨૦૦૭માં ભારતની મુલાકાતે એ વર્ષના ઈનામો મારા તેમજ મારી પત્ની કમુના હસ્તે અપાતા ખુબ જ ખુશી અનુભવી, એ સમયે જાણ્યું કે એક “બાળમંદીર” શરૂ થયું છે…તો તરત મને વિચાર આવ્યો…નાના બાળકોને ઈનામો/એવોર્ડો હોય તો કેવું ? આ વિચાર દર્શાવી, દાનરુપે રકમ કહી, યોજના શરૂ કરી ત્યારે જ આનંદ થયો !
(૭) કોરોનેશન સ્કુલ, લિવીંગસ્ટન, ઝાંબીઆ, આફ્રીકા,
આ શાળામા અંગ્રેજી અભ્યાસ શરૂ કરી આગળ ભણ્યો. તો આ શાળાને કેમ ભુલી શકું ?..૨૦૦૩માં ફરી નિહાળી…નામ બદલાય ગયું હતું છતાં જુની યાદ તાજી થઈ, અને ત્યાં ઈનામી ઓજનાએ ” ડો. ચંદ્રવદન મિસ્ત્રી ટ્રોફી” શરૂ કરી ત્યારે ખુશી અનુભવી અને જાણે ઋણ ઉતાર્યું હોય એવું હૈયે થયું !
(૮) શ્રી પ્રજાપતી  આશ્રમ, નવસારી, ગુજરાત.
આ સંસ્થા ૧૯૩૪માં પ્રજાપતી કુમાર-બાળકોના છાત્રલયરૂપે શરૂ થઈ. દ્ક્ષિણ ગુજરાતના પ્રજાપતી જ્ઞાતિજનો માટે એક ગૌરવગાથા હતી ! અહી ” જ્ઞાતિએ શિક્ષણ ઉત્તેજન” હેતુ હતો,,,……નાના મોટા દાન કરવાનો લ્હાવો લીધો....જ્યારે આણંદ તેમજ નવસારીમાં ‘કન્યા છાત્રાલય” બંધાય ત્યારે દાન સહકાર આપી આનંદ થયો !
(૯) જ ભ ચ જ યોજના.
વેસ્માની કુમાર શાળાએ ભણતો ત્યારે મારી સાથે હતા,જગુ,…ભગુ…અને જયંતિ…આ ત્રણે મારા મિત્રો….એક વાર મે કહ્યું ” ચાલો, આપણે એક સરખી રકમ દાનરૂપે ફીક્સ કરી, વ્યાજમાંથી કુમાર શાળા ના બાળકો કે અન્ય વેસ્માની શાળાએ શિક્ષણ સહાય કરીએ તો કેવું ?” વિચાર ગમ્યો અને આજે દર વર્ષે સહકાર અપાય છે .
(૧૦) S.C. B. Medical College,Cuttack Orissa & Bhavans College, Andheri Mimbai.
આ બે કોલેજોમાં હું ભણ્યો હતો એથી એનું ઋણ ચુકવવા ત્યાં કંઈક કરવા ઈચ્છા છે ……પ્રભુ પર એ છોડ્યું છે !
 
આ પ્રમાણે, પ્રભુપ્રેરણાથી જે કંઈ શક્ય થયું તે માટે પ્રભુનો પાડ માનું છું ….ઉપર ઉલ્લેખ કર્યો એ સિવાય એક સુનિલ પટેલના દક્ષિણ ગુજરાતમાં પ્રાઈમેરી શાળાએ “અંગ્રેજી ” શરૂ કરવાના યજ્ઞ માટે સહકાર આપવની તક લીધી હતી …..વધુ કરવા પ્રભુ પ્રેરણા આપે, અને શક્તિ આપે !…..આ પોસ્ટરૂપે લખાણ લાંબુ થયું છે તો માફ કરશો>>>>ચંદ્રવદન
 
FEW WORDS
Todat it is SEP. 9th, 2009…..So many days had passed since my last Post on AUG. 31st, 2009……AND today I am away fro Lancaster, California & at COLUMBIA, SOUTH CAROLINA. USA…..& taking the opportunity to publish this New Post on JANKALYAN KARYO & the topic is SHIKSHAN or EDUCATION…….I hope you like this Post & may be if ONE of you take this PATH of the EDUCATIONAL ASSISTANCE, I will be HAPPY…..If you are already on the PATH of JANKALYAN, please DO CONTINUE that with TRUE FEELINGS  & without any SELF-PRAISE>>>>>CHANDRAVADAN.

સપ્ટેમ્બર 9, 2009 at 6:27 પી એમ(pm) 19 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,632 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930