બીરબલની કહાણી !

September 15, 2014 at 1:04 pm 13 comments

 

 

Birbal
Birbal.jpg
Born 1528
present-day Uttar Pradesh, India
Died 1586 (aged 60–61)
Swat valley, present-day Pakistan
Occupation Courtier and advisor in the Mughalcourt of Emperor Akbar
PHOTO & INFO  Via GOOGLE SEARCH

 

 

બીરબલની કહાણી !

બીરબલને સૌ જાણે એવા નામે,

પણ…ખરેખર બીરબલ કોણ તે કોઈ ના જાણે,

તો, કહું છું હું એની કહાણી !……………………………..(ટેક)

 

 

યમના નદીના કાંઠે ઉત્તર પ્રદેશમાં એક ગામ છે,

એ તો કલાપી નજીક, જ્યાં જન્મે એક બાળ રે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !…………..(૧)

 

 

બાળ પિતા ગંગાદાસ ‘ને માતા અનભ દેવી નામે,

ત્રીજા સંતાનરૂપે આ બાળ છે મહેશ દાસ નામે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !…………..(૨)

 

 

મહેશ તો હિન્દી, સંસ્કૃત ‘ને પરસીઅન ભાષાઓ શીખે,

ભણતર સાથે સંસ્કારે,કવિ અને ગાયક એ બને,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !……….(૩)

 

 

ગરીબ છે જન્મે, પણ ધનવાન પત્ની ભાગ્યમાં મળે,

રાજા રામચંદ્રજી રેવાના દરબારે સેવા એ તો કરે.

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !…………(૪)

 

 

કવિરાજ કે ગાયકના ગુણો સમજી, અકબર એને દરબારે લાવે,

નવ રત્નોમાં જોડી, બીરબલ નામ દઈ સનમાન એનું કરે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !……….(૫)

 

 

૧૫૫૬થી ૧૫૬૨ સુધી અકબર દરબારે બીરબલ ચમકે,

લડવૈયો નહી પણ અકબર માટે એ જંગો ખલે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !………(૬)

 

 

અતિ બુધ્ધિશાળી અને ચતુર બીરબલ તો રહે,

રાજકાર્યોમાં પણ અકબરને એ તો સલાહો દેતો રહે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !…….(૭)

 

 

સ્વાટવેલીમાં ભયંકર બળવો થતા, બીરબલ યુધ્ધે જાય,

એવી લડાઈમાં અનેકોની મૃત્યુમાં બીરબલ પ્રાણ જાય,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !…….(૮)

 

 

તપાસો ઘણી, પણ બીરબલ દેહ નહી અકબરને મળે,

ત્યારે, “મારી સત્તામાં આ છે મહાદુઃખભરી ઘટના”અકબર એવું કહે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !…….(૯)

 

 

બીરબલ નામે કવિ કે ગાયકરૂપે કોઈ ના એને જાણે,

અકબર-બીરબલની વાતોમાં ચતુર બીરબલને સૌ જાણે,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !……(૧૦)

 

 

અંતે ચંદ્ર કહેઃ વાર્તાઓમાં બીરબલની બુધ્ધિના દર્શન થાય,

એવી વાર્તાઓ દ્વારા બીરબલ તો આજે અમર કહેવાય,

કહાણી કહું છું એની, સાંભળજો તમે ધ્યાનથી !……(૧૧)

 

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૧૧,૨૦૧૪              ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય-પોસ્ટ એટલે બીરબરના જીવન વિષે કાંઈક કહેવાનો મારો પ્રયાસ.

અકબર-બીરબલની અનેક વાર્તાઓ દ્વારા સૌ બીરબલને જાણે.

પણ એના જન્મ અને અકબરના દરબારમાં એનો સમાવેશ થયો તે પહેલાના જીવન વિષે અનેક અજાણ છે.

તો…એક કાવ્યરૂપે બીરબલનું જીવન અહીં કહ્યું છે.

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

This is a Poem in Gujarati on the life of BIRBAL who by birth was of the Brahmin Caste & was born as MAHESH DAS at a small village in Uttar Pradesh of India.

He was a Poet & a Singer.

Akbar was attracted by his talents & he was made a member of NAV RATNA of the Akbar Darbar.

He died fighting a battle & his body was never recovered. Akbar regetted this & his loss very much.

Birbal is ever remembered for the Stories filled with his WITS.

Dr. Chandravadan Mistry.

Entry filed under: કાવ્યો. Tags: .

અકબરના નવ રત્નો ! તાના અને રીરીની કહાણી !

13 Comments Add your own

  • 1. Vinod R. Patel  |  September 16, 2014 at 4:58 am

    બાળપણમાં બીરબલ અને બાદશાહ ની વાતો વાચેલી .

    બીરબલની બુદ્ધિ ની વાતોમાં મજા પડતી એ યાદ આવી ગયું।

    Reply
  • 2. pravina Avinash  |  September 16, 2014 at 10:53 am

    અકબર અને બીરબલની વાર્તા મારફત તેની બુદ્ધિની વાતો ઘણી વાંચી હતી.

    Reply
  • 3. chandravadan  |  September 16, 2014 at 12:17 pm

    This was an Email Response>>>

    બીરબલની કહાણી !(3)
    Me Dear Mitro, Please Click on the Title below…..and you will be on my Blog..Read the Post on BIRBAL and then post your Comment>>>CHANDRAVADAN બીરબલની કહાણી ! BirbalBorn1528 pre
    Sep 15 at 8:42 PM
    Purvi Malkan
    To Me Sep 15 at 9:19 PM
    મને રચના ગમી તેના કરતાં વિશેષ જાણવું ગમ્યું. આપ દ્વારા અવનવા વિષયો વિષે ખૂબ જાણવા મળે છે. એક પ્રશ્ન તાનસેન અને બિરબલ ……નેનો ગુજરાત સાથે સંબંધ હતો તેવી મારી જાણ છે. આપે કહ્યું કે બિરબલ ઉત્તર પ્રદેશના હતા તો ગુજરાત સાથે તેમનો શો સંબંધ હતો?
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Purvi,
    Thanks !
    Uncle

    Reply
    • 4. chandravadan  |  September 16, 2014 at 3:36 pm

      Purvi,
      You wanted to know of Birbal’s Connection with Gujarat.
      Here it>>>

      Birbal ‘s Connection with Gujarat>>>

      His growing reputation led him to be part of Akbar’s nine advisers, known as the navaratna or nine jewels, some of them being: Todar Mal, Man Singh, Bhagwan Das, Rajahs Bhar. Soon he played the role of a religious advisor, military figure and close friend of the emperor, serving him for 30 years.[8][9] In 1572, he was among a large army sent to aid Husain Quli Khan against an attack from the emperor’s brother, Hakim Mirza, which was his first military role. He later accompanied the emperor during his Gujarat campaigns. Despite having no military background, he often participated in Akbar’s campaigns and was given leadership positions, like Todar Mal, who was an advisor in economic matters.[10]
      Dr. Mistry ( Uncle)

      Reply
  • 5. P.K.Davda  |  September 16, 2014 at 3:01 pm

    I did not know so much details about Birbal. You are really a scholar.

    Reply
  • 6. pravinshastri  |  September 16, 2014 at 3:33 pm

    બિરબલ વીશે નવું જાણવા મળ્યું.

    Reply
  • 7. pragnaju  |  September 17, 2014 at 1:25 am

    સરસ

    Reply
  • 8. chandravadan  |  September 17, 2014 at 12:22 pm

    This was an Email Response>>>>

    On Tuesday, September 16, 2014 10:01 AM, himatlal joshi wrote:

    પ્રિય ચંદ્ર વદન ભાઈ મિસ્ત્રી
    તમે લખેલ કવિતા બીરબલની કહાણી વાંચી .બીરબલ બ્રાહ્મણ માંથી મુસલમાન ધર્મી
    કેમ થયો ? એ વાત પણ જાણવા જેવી છે . જોકે તમે જાણતાજ હશો .

    Ataai
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

    Sep 16 at 5:49 PM
    આતાજી,
    નમસ્તે.
    બીરબલ જન્મે હિન્દુ પણ પછી ઈસલામ ધર્મ લીધો.
    આ વિષે વિગતો મારી જાણમાં નથી…તો જરા લખશો.
    ચંદ્રવદન

    Reply
    • 9. chandravadan  |  September 17, 2014 at 12:42 pm

      Then by an Email Response>>>>
      One learns >>>

      Today at 5:29 AM
      પ્રિય દાવડા ભાઈ
      અકબર જરૂરિયાત વાળાઓને દાન પણ આપતો .
      બીરબલ જયારે મહેશદાસ હતો ત્યારે એની નાતના વિશાળ હોલ માટે જમીનની માંગણી કરવા અકબર પાસે ગયો .આ વખતે અકબર ભોજન કરી રહ્યો હતો .અને ભોજનમાં ડબામાં કે હાંડીમાં રાંધેલી સેવ જમી રહ્યો હતો .આ વખતે બીરબલે પોતાને જ્ઞાતિ હોલ માટે જમીનની માગણી મૂકી ,અકબરે તેને જેટલી જમીન જોઈતી હતી ,એટલી જમીન માટે ઓર્ડર કરી આપ્યો .પછી ધીમે રહીને સેવ ખાવાની ઓફર કરી .બીરબલે બહુ વિવેકથી સેવ ખાવાની નાં પાડતા કીધું કે હું બ્રાહ્મણ છું .એટલે તમારી સેવ ખાઉં તો હું અભડાઈ જાઉં .
      અકબરે કીધું કે ખાઈ લેને અહી કોણ જોવા બેઠું છે

      Ataai

      Reply
      • 10. chandravadan  |  September 17, 2014 at 3:09 pm

        himatlal joshi
        To Me Today at 6:58 AM
        અને પછી બીરબલે સેવ ખાઈ લીધી .પછી તો અકબર બીરબલ વચ્ચે પાકી દોસ્તી થઇ ગઈ .અકબર બીરબલને સભામાં બોલાવવા માંડ્યો .પણ જેવો બીરબલ સભામાં પ્રવેશ કરે એટલે અકબર બોલે “કયું બીરબલ કૈસી રહી ડબ્બેકી સેવ ” સાંભળીને બીરબલ ઝાંખો પડી જાય પણ કશું બોલે નહિ . પણ મનમાં વિચાર કર્યોકે જો હું અકબરને જો હું આ વચન બોલતા ભુલાવી નો દઉં તો ખરો બ્રાહ્મણ નહિ .
        એક દિ બીરબલ નગ્ન થઇ આખે શરીરે રંગ બે રંગી ટીલાં ટપકાં કરી .આખું મોઢું ન ઓળખી શકાય એવું રંગી અને વહેલી સવારે અકબરના પાયખાનામાં ઘુસી ગયો ,
        જેવો અકબર જાજરૂ જવા આવ્યો અને આવો વિચિત્ર માણસ જોઈ ગભરાઈ ગયો .એના લેંઘામાં જાજરૂ થઇ ગયું . અને પૂછ્યું આપ કોણ છો .દેવ , દાનવ , કે માનવ ? બીરબલ બોલ્યો . હું જાજરૂનો દેવ છું .અને તુને હુકુમ કરું છું કે એક કોળીયો ટટ્ટી *વિષ્ટા) ખાઈલે જો નહિ ખા તો હું તુને ખાઈ જઈશ . ભય ભીત અકબરે વિષ્ટા ખાઈ લીધી કે તુરત બીરબલ જાજરુથી બહાર નીકળી કપડાં પહેરી ઘર ભેગો થઇ ગયો . અને પછી સમય સર સભામાં ગયો .બીરબલને જોઈ રોજની ટેવ મુજબ અકબર બોલ્યો “.કયું બીરબલ કૈસી રહી ડબ્બેકી સેવ” અને બીરબલે જવાબ દીધો કે “જૈસા જાજરુકા દેવ ” પછી અકબરે બીરબલને નજીક બોલાવીને કીધું .આ વાત હવે તું કોઈને કહેતો નહિ “તેરી ભી ચુપ ઓર મેરી ભી ચુપ ”

        Ataai
        >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
        Ataji,
        Pan Birbale Dharam Kyare Badalyo ??
        Sev Khadha Pachhi ???
        Chandravadan

        JAVAB >>>>

        himatlal joshi
        To Me Sep 17 at 7:46 PM
        sev hadha pachhi

        Ataai

  • 11. Ramesh Patel  |  September 17, 2014 at 5:27 pm

    ચાતુરીની બીરબલની વાતો ખૂબ વાંચી પણ તેનો જીવન ઈતિહાસ આજે જ જાણ્યો…આપ થકી.આપની આ અભ્યાસી કાવ્યમાળા માટે ખૂબખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • અકબર બીરબલ ની વાર્તા એ જગવિખ્યાત છે, પરંતુ આપની રચના દરમ્યાન બીરબલ વિશે ની ઘણી જ અજાણ માહિતી થી માહિતગાર થવાયું. આપના ઇતિહાસ પ્રત્યેના અતિ સુંદર પ્રયાસ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

    Reply
  • 13. mangesh  |  October 8, 2014 at 9:16 am

    very nice

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 170 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 259,999 hits

Disclimer

September 2014
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: