પ્રભુકૃપા છે ન્યારી !

પ્રભુકૃપા છે ન્યારી !

પ્રભુ, કૃપા તારી છે ગજબ અને અતિ ન્યારી,

શબ્દોમાં કહેવા માટે શક્તિ નથી મારી !…………….(ટેક)

 

રૂપા,વિરલ નામે જગમાં અજાણ બે જીવો રહે,

એકબીજાને જાણી, એઓ તો જીવનસાથી બને,

પ્યારના સબંધે રહી, પ્રભુ સ્મરણ  કરતા રહે,

પ્રભુ-ઈચ્છારૂપી કૃપાના દર્શન તમે કરો !………………(૧)

 

સંતાનસુખના વિચારોમાં રૂપા વિરલ રહે,

સંતાન નહી, છતાં સમય તો વહેતો રહે,

જે થકી, પ્રભુભક્તિનુ પુષ્પ ખીલી રહે,

અહીં, શ્રધ્ધારૂપી મહેકમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !……….(૨)

 

પ્રભુશ્રધ્ધા થકી શુભ સમાચાર જાણવા મળે,

આનંદના ઝરણાઓ એમના હૈયેથી વહે,

એવા આનંદના વર્ણન માટે ના કોઈ શબ્દો રહે,

પ્રભુકૃપારૂપે આશાઓ ફળી એવા દર્શન તમે કરો !……(૩)

 

સંતાનસુખ હશે એવા વિચારોમાં રૂપા વિરલ આનંદીત બને,

સમય વહેતો રહે અને પ્રભુકૃપાથી બાળ દેહ બનતો રહે,

ભક્તિભર્યા અને આનંદભર્યા દિવસોનો અનુભવ બાળને મળે,

કુદરતી શક્તિમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !……….(૪)

 

૨૦૧૫ની સાલે રૂપા વિરલ જ્યારે માતા પિતા બનશે,

ત્યારે જ, કિરીટ- વર્ષા દાદા-દાદી ‘ને ચંદ્ર -કમુ આજા-આજી હશે,

આવી વિચારધારામાં હૈયે સૌ આનંદ ભરી, પ્રભુકૃપા જ સમજે,

એવા આશાભર્યા શણગારમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !……(૫)

 

પ્રભુકૃપા વરસે ક્યારે અને કેવી રીતે, એનું કોઈ ના જાણે,

પ્રભુલીલાને ના કોઈ  સમજી શકે, એવું જગમાં સૌ કહે,

પ્રભુ તો છે હંમેશા દયાળુ, ચંદ્ર એવું જરૂર સમજે,

બસ, આવી સમજમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !…………….(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૧૪,૨૦૧૫                  ચંદ્રવદન

 

બે શબ્દો…

મારા જીવનમાં એક આશા.

દીકરીને ત્યાં સંતાનસુખની એ આશા.

વાટ જોઈ….અને પ્રભુ પર શ્રધ્ધા રાખી.

પ્રભુએ કરી કૃપા.

બસ….આ જ કાવ્યરૂપે લખ્યું છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Poem in Gujarati is based on my PERSONAL DEEP FAITH in the DIVINE.

What is GIVEN..ENJOYED is with the MERCY of the GOD.

What is DESIRED if NOT GIVEN also must be accepted as the WILL of the GOD.

May God’s Blessings be on ALL.

Dr. Chandravadan Mistry

 

 

ઓગસ્ટ 1, 2015 at 12:13 એ એમ (am) 16 comments

પ્રાણ,જીવ, અને આત્માની સમજ !

 

 

પ્રાણ,જીવ, અને આત્માની સમજ !

પ્રાણ,જીવ અને આત્માને ખરેખર તમે જાણો ?

અજાણ કે જાણતા હો, છતાં ફરી તમે જાણો ,

બસ, આટલું કહ્યું મારૂં તમે જરૂર માનો !………………..(૧)

 

પ્રાણ,જીવ અને આત્મા ત્રણે ભિન્ન તત્વો રહ્યા,

સમજ એવી વેદાંત વિચારધારા સૌને આપી રહ્યા,

બસ, આટલું જ પ્રથમ તમે ગ્રહણ કરો !………………..(૨)

 

પ્રાણ શું એનો હવે તમે વિચાર કરો,

પાંચ ઈંદ્રિયો આધીન,જે પાંચ પ્રક્રિયા તમે કરો,

એ સર્વનો સંચાલન કરનાર પ્રાણ જાણો !……………….(૩)

 

જીવ શું તે જાણવા હવે તમે પ્રયાસ કરો,

એને બુધ્ધિમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ ગણો,

આવી જીવની સમજ ગ્રહી વધુ વિચારો !……………….(૪)

 

ચેતના, પ્રાણરૂપી જીવન સંચાલન વિચાર આપે,

ઉચ્ચ વિચારે આત્મા હોવાનો ભ્રમ પણ અહીં આવે,

જીવ શબ્દને પણ પ્રતિભાસિક કલ્પના પદાર્થ માનો !………..(૫)

 

જીવ અને પ્રાણ શરીર સાથે, પણ આત્મા શરીરથી ભિન્ન છે,

જાગૃતિ, સુષુપ્તિ અને સ્વન્પ ત્રણ અવસ્થાનો સાક્ષી છે,

જેને જ સચ્ચિદાનંદ સ્વરૂપ તમે માનો !…………………….(૬)

 

જીવ જન્મ લે છે અને મરણ પણ પામે,

સારા માઠા કર્મો કરે, પાપપુણ્યરૂપી કર્મફળ ભોગવે,

પુણ્ય સમાપ્તિએ ફરી મૃત્યુલોકે, એને જન્મ-મરણફેરા માનો !……(૭)

 

આત્મા તો શરીરથી ભિન્ન પરમેશ્વરનો સાક્ષાત્કાર અંસ રહ્યો,

એ ના કદી જન્મે કે મરે,માનવ અવતારે ફક્ત એક સાક્ષી રહ્યો,

જીવ જન્મ-મરણના ચક્કરથી છુટી મોક્ષ પામતા આત્મા પ્રભુમાં જ સમાયો !……(૮)

 

જે તમે સમજ્યું આજે, તે હતું અખંડ આનંદમાં “જ્ઞાનગોષ્ઠિ” પાને,

બંસીધર શુક્લની વિચારધારે હતું તેને જ ચંદ્રે કહ્યું કાવ્યસ્વરૂપે,

જો સરળ રીતે સમજાવી શક્યો, તો હશે આનંદ મુજ હૈયે !……………….(૯)

 

કાવ્ય રચના ઃ તારીખ, જાન્યુઆરી,૩૧,૨૦૧૫                       ચંદ્રવદન

 

 

બે શબ્દો…

એક દિવસ એક લેખ વાંચ્યો.

એ લેખમાં પ્રાણ,જીવ અને આત્માને સમજાવવાનો લેખકનો પ્રયાસ હતો.

એ લેખ આધારે આ રચના થઈ છે.

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A Poem in Gujarati trying to explain 3 Words…(1) PRANA meaning that ENERGY with gives the LIFE  (2) JIV meaning that ENTITY that ABODE within & gives the RECOGNITION as a LIVING BEING  (3) ATMA meaning the ETERNAL DRIVING FORCE within the LIVING BEING.

This Poem is based on an article written by Bansidhar Shukla in AKHAND ANAND.

Hope you like it.

Dr. Chandravadan Mistry

જુલાઇ 29, 2015 at 1:02 પી એમ(pm) 5 comments

અરે, શ્યામ, અરે,શ્યામ !

 

7844e-floweranimation

 

 

Image result for krishna pictures

અરે, શ્યામ, અરે,શ્યામ !

અરે, શ્યામ ! અરે, શ્યામ !…..

શ્વાસે શ્વાસે વહે છે તારૂં નામ,

              વહે છે તારૂં નામ…

ઓ ! મારા શ્યામ …ઓ ! મારા શ્યામ !……………(ટેક)

 

આવી,તારા ચરણે  હું રે પડ્યો….

આશાઓ હૈયે લાવ્યો…..

હવે તો, હાથ પકડને મારો……

અરે, શ્યામ ! અરે, શ્યામ !………………………..(૧)

 

અર્શ્રુઓ મારા નયને છલકે….

મનની આશાઓ હૈયે ઉભરે….

હવે તો, કર દે આશાઓ મારી પૂરી…..

અરે, શ્યામ ! અરે, શ્યામ !……………………..(૨)

 

મુરલી સુરે પાગલ બની દોડું…..

મન-મોરલીયાને જગમાં છોડું……

હવે તો, એવા પાગલપણાને મત તોડ….

અરે, શ્યામ ! અરે, શ્યામ !……………………(૩)

 

મીરા બની હતી જાણે રાધા તારી…..

ના બન શકું એવી રાધા તારી….

હવે તો, ચંદ્ર છે તુંજ શરણે એક ભિખારી……..

અરે, શ્યામ ! અરે, શ્યામ !…………………….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી, ૨૭,૨૦૧૫                        ચંદ્રવદન

 

બે શબ્દો…

એક ઈમેઈલ દ્વારા એક “લીન્ક” મળી.

એ દ્વારા “વીડીઓ ક્લીપ”થી મહમદ રફીના સ્વરે સાંભળ્યું ” મોરે શ્યામ….મોરે શ્યામ પલપલ મોરે મુખસે નિકળે નીસદીન તેરો નામ….મોરે શ્યામ મોરે શ્યામ”.

સાંભળી, મારૂં હ્રદય “કૃષ્ણભક્તિ”નીર છલકાય ગયું.

ફરી ફરી ભજન સાંભળ્યું.

પ્રભુએ જ પ્રેરણા આપી….મારો હાથ પેન સાથે…શબ્દો વહી ગયા અને “રચના”નો આકાર.

પછી, કોમપ્યુટર દ્વારા પેપરના ગુજરાતી લખાણ શબ્દો ટાઈપ કરતો રહ્યો તેમ તેમ અન્ય શબ્દો અને અંતે જે શક્ય થયું એ જ આજે પોસ્ટરૂપે છે.

ગમશે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A Poem in Gujarati showing the LOVE for Lord Krishna (SHYAM).

In all the lines of the Poem the there an URGE to the Lord to ACCEPT as HIS DEVOTEE.The Poem talks of the TEARS….CRAZYNESS….and even becoming a BEGGER.

Hope you like this Poem as a Post.

Dr. Chandravadan Mistry

 

 

 

જુલાઇ 27, 2015 at 12:49 પી એમ(pm) 9 comments

પાગલ છે હું !

7844e-floweranimation

 

 

પાગલ છે હું !

જગમાં આવ્યો હું,

આવી મારૂં મારું કરતો રહ્યો,

ભાન ભુલ્યો છું હું…..

અરે ! હું તો પાગલ છું !પાગલ છું !…………….(૧)

 

મારૂં મારૂં કરતા હું,

 મોહમાયામાં ડુબી ગયો,

ભાન ભુલ્યો છું હું……

અરે ! હું તો પાગલ છું !પાગલ છું !…………….(૨)

 

મોહમાયામાં ડુબતા  હું,

જગથી થાકી ખોવાયો,

ભાન ભુલ્યો છું હું……

અરે ! હું તો પાગલ છું ! પાગલ છું !…………….(૩)

 

નયને આંસુંભર્યો છે હું,

હૈયે નિરાશા ભરી બેઠો,

ભાન ભુલ્યો છું હું…..

અરે ! હું તો પાગલ છું ! પાગલ છું !…………….(૪)

 

મનશાંતીમાં આતમવાણી સાંભળું હું,

મધુરવાણીએ જાગી ગયો,

હવે, પ્રભુનામે ભાન ભુલ્યો છું હું…….

અરે! હું તો પાગલ છું ! પાગલ છું !…………….(૫)

 

હવે મન છે પાગલ,તન છે પાગલ,

 હરદીન શ્વાસે શ્વાસે પ્રભુનો પાગલ,

પ્રભુભક્તિમાં ભાન ભુલેલો છું પાગલ હું……

અરે ! હું તો પાગલ છું ! પાગલ છું !…………….(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ, ઓક્ટોબર,૨૯,૨૦૧૪                ચંદ્રવદન

 

બે શબ્દો…

પત્ની કમુએ થોડા ભક્તિ ગીતો ગાયા.

હું કોમ્પુટર ખોલી ગુજરાતી ટાઈપ પેડ નિહાળતો હતો.

શું લખુ ?

“પાગલ છું હું !” આટલા જ શબ્દો લખતા મનમાં “પ્રભુનો પાગલ છું” એવો ભાવ જાગૃત થયો.

બસ….જગમાં મોહમાયામાં પાગલ માનવીરૂપે મેં પોતાને નિહાળી અંતે પ્રભુ પ્રત્યેની “પાગલતા”ના શિખરે પહોંચ્યો.

આ જ છે મારી રચના !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A Poem in Gujarati with the words “PAGAL CHHE HU” meaning “I AM MAD”.

Initially MAD for the WORLDLY THINGS…& finally for the DIVINE ( GOD).

This Poem was created as I had thought in my mind about being MAD for GOD ( REALIZATION of GOD )

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

જુલાઇ 24, 2015 at 2:24 પી એમ(pm) 11 comments

ભક્તોના ગુણગાન પ્રભુજી કરે !

 

 

gulab1

 

 

ભક્તોના ગુણગાન પ્રભુજી કરે !

 

આજ મારા પ્રભુજી વૈકુંઠ છોડી,

વૃંદાવનમાં ભક્તોના ગુણલા ગાતા રહે,

એને સાંભળી, મુજ હૈયે ભક્તિનો રસ વહે !…….(ટેક)

 

અરે, પેલો સુદામાજી મિત્ર મારો તે કેવો !

ના હાથ ધરે, ના મનનું કહે, ના માંગે કદી,

એ છે મુજને અતી વ્હાલો, કહું છું એવું ફરી ફરી,…..આજ મારા…..(૧)

 

પેલી મીરા તો છે પાગલ કેવી !

સંસાર છોડી, પ્રેમીકા બની, મુજને નાથ કહેતી રહે,

એ જ મુજને મારી રાધા ભુલાવે, એવું કબુલ હું રે કરૂં !…..આજ મારા….(૨)

 

કોને કહું હુંડી માંગનારા નરસીયો તે કેવો !

માંગે ભલે, પણ માંગી સર્વ મુજને એ દેતો રહે,

એથી, સહારે એના હું તો દોડી, આશાઓ એની પુરી કરૂં !…આજ મારા….(૩)

 

તુલસી તો છે રામનામનો પાગલ રે કેવો !

મહિમા મારો લખી, એ તો જગમાં સૌને એનું કહેતો રહે,

ના કદી ભુલું એને, એ તો મારા હૈયામાં હંમેશ રહ્યો !…આજ મારા …(૪)

 

શું રે કહું પેલો કબીરજી મારો છે કેવો ?

કહે પોતાને બુરો, ‘ને વ્હાલ એ તો સૌને કરે,

ચાદર એની પ્રેમભરી, પહેરી એને યાદ કરતો રહું !….આજ મારા…(૫)

 

શીરડીમાં સાંઈ મારો રહે છે કેવો !

“શ્રધ્ધા સબુરી”નો મંત્ર એ તો સૌને કહેતો રહે,

મંત્રનો કેદી બની હું એ બોલાવે અને દોડી સહાય કરૂં !…આજ મારા….(૬)

 

ભક્તો છે ઘણા,અંતે કહું છું વીરપુરનો જલયો કેવો !

અન્ન દાન કરી, સૌને રાજી એ તો કરતો રહે,

નામ એનું પૂકારે, ત્યાં દોડી સહાય હું રે કરૂં !…..આજ મારા …..(૭)

 

અંતે ચંદ્ર કહેઃ પ્રભુજી મારા છે દરિયો દયા કેરો,

સંસારી માયા છોડી, ભક્ત બની, ગુણલા એના ગાઓ,

તો… પ્રભુજીના વ્હાલા તમે બનો !…..આજ મારા …….(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ, જાન્યુઆરી,૬,૨૦૧૫                           ચંદ્રવદન

 

બે શબ્દો…

 

આજ વ્હેલી સવારે હજુ બેડમાં હતો અને મનમાં પ્રભુના અનેક ભક્તો યાદ આવ્યા….સૌને પ્રભુના ગુણગાન ગાતા નિહાળ્યા.

ત્યારે, મારા મનમાં એક વિચાર આવ્યો.

જાણે પ્રભુજી જ જગમાં પધારી, ભક્તોના ગુણગાન ગાતા હોય એવો ભાસ થયો.

તો…વેકુંઠ છોડાવી મેં પ્રભુને વૃંદાનનમાં નિહાળ્યા…..અને અનેક ભક્તોના નામો લઈ ભજન ગાતા હોય એવા દર્શન કર્યા.

બસ…આ જ વિચારધારા કાવ્યરૂપે શબ્દોમાં કહી છે.

આશા છે કે તમોને આ રચના ગમે !

 

FEW WORDS…

As we pray, we PRAISE the GOD. We THANK Him for Everything.

In this Poem….it is the GOD who is filled with JOY, expresses His PRAISES to His DEVOTEES.

In doing this….He names DEVOTEES like SUDAMA, MIRA, NARSIH MEHTA,KABIR, SHIRADI SAIBABA and JALARAM of VIRUR.

I hope you like this Poem.

 

Dr. Chandravadan Mistry

 

જુલાઇ 22, 2015 at 12:56 પી એમ(pm) 8 comments

પ્રભુભજન ના ગાઈ શકું !

પ્રભુભજન ના ગાઈ શકું !

પ્રભુ તારા ભજન ના ગાઈ શકું,

કંઠે સુર નથી,તો હું શું કરૂં ?

ના ગાઈ શકું તો શું હું રડું ?

ના રડું ‘ને પ્રભુ માટે કાંઈ કરવા વિચારૂં,

બસ…આવા વિચારે, મન મારૂં શાંત કરૂં !……………….(૧)

 

મનમાં તો પ્રભુનામના દર્શન કરૂં,

ફક્ત પ્રભુ વિચારોમાં હું તો રહું,

ના ગાઈ શકું….ના રે હું તો રડું,

 પ્રભુને મનમાં હું કેદી કરૂં,

બસ,આવા વિચારે મન મારૂં શાંત કરૂં !………………….(૨)

 

ભક્તિભરેલા વિચારો મનડે ભરૂં,

વિચારોને શબ્દ-સ્વરૂપ ધરૂં,

ના ગાઈ શકું ….ના રે હું તો રડું,

શબ્દે શબ્દે પ્રભુને હુ તો ભજું,

બસ, આવા વિચારે મન મારૂં શાંત કરૂં !…………………(૩)

 

ભક્તિભાવે શબ્દો પેપરે લખું,

લખી લખી ખુશીઓ હૈયે ભરૂં,

ના ગાઈ શકું….ના રે હું તો રડું,

લખેલા શબ્દોમાં પ્રભુદર્શન કરતો રહું,

બસ, આવા વિચારે મન મારૂં શાંત કરૂં !………………….(૪)

 

લખેલા શબ્દોમાં કાવ્ય રચનાઓ નિહાળું,

લોકો એને કાવ્ય ના કહે તો ના ડરૂં,

ના ગાઈ શકું…ના રે હું તો રડું,

લખ્યું જે તે પ્રભુજીને અર્પણ કરૂં,

બસ, આવા વિચારે મન મારૂં શાંત કરૂં !…………………(૫)

 

અંતે ચંદ્ર સૌને કહે ઃ

કંઠે સુર હોય તો પ્રભુ ગુણલા ગાઓ,

ના ગાઈ શકો તો, ગુણલા એવા કાને ધરો,

મુખે પ્રભુનામ કે શબ્દે શબ્દે પ્રભુ-સ્મરણ કરો,

બસ, આટલું કરી તમ જીવન ધન્ય કરો !…………………(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ,ઓક્ટોબર,૨૯,૨૦૧૪                   ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે સવારે બેડમા સવારે જાગ્યો.

ત્યારબાદ પત્ની કમુ કહે “ભજન ગાઓ”

કંઠે સુર નહી….ના ગાઈ શકું….ત્યારે કમુએ અનેક ભજન/પ્રાર્થનાઓ ગાઈ અને મારા હૈયે ખુબ જ આનંદ થયો.

નીચે કોમ્યટર રૂમમા આવ્યો….મનના વિચારોને શબ્દ-સ્વરૂપ આપતા એક રચના થઈ તે જ આજે પોસ્ટ છે.

તમોને ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This is a Poem in Gujarati informing of the “inability of singing” & not able to sing the Bhajans or the Devotional Songs.

Facing this….What to do ? Should I cry ? The answer was NO.

The DECISION was to think, write the THOUGHTS into WORDS…..& even the POEMS.

This brought the HAPPINESS.

The Poem narrates this feelings.

Dr. Chandravadan Mistry

 

 

જુલાઇ 18, 2015 at 8:18 પી એમ(pm) 8 comments

શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ !

7844e-floweranimation

શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ !

વિશ્વાસ પર જગ નભે ત્યારે તમે શું કહો ?

એવા વિશ્વાસને શ્રધ્ધા કહો કે અંધશ્રધ્ધા કહો ?…………(ટેક)

 

પતિ પત્ની પર ‘ને પત્ની પતિ પર વિશ્વાસ કરે,

એવા વિશ્વાસે, બંનેનું જીવન જગમાં વહે,

એ જ યોગ્ય છે, એવું સંસાર સૌને કહે !……………………..(૧)

 

ભણતરે ડીગ્રી મેળવી, એક ડોકટર બને,

ડોકટરી સલાહો પર દર્દીઓ વિશ્વાસ કરે,

એ જ યોગ્ય છે, એવું સંસાર સૌને કહે !……………………(૨)

 

જ્યોતિષ વિધ્યા જાણી, એક જ્યોતિશ બને,

જ્યોતિષ સલાહો પર લોકો વિશ્વાસ કરે,

એ જ યોગ્ય છે, એવું સંસાર સૌને કહે !…………………(૩)

 

પ્રભુશક્તિ અપાર છે એવું અનેક માને,

એવા વિશ્વાસે, માનવીઓ ભક્તિપંથ અપનાવે,

એ જ યોગ્ય છે, એવું સંસાર સૌને કહે ! ……………….(૪)

 

અખિલ સંસાર જ વિશ્વાસ પર નભે,

ત્યારે, ભાગ્ય કે પુરૂષાર્થનું શું થશે ?

એવા વિચારે માનવી મનને પૂછી રહે,

વિશ્વાસમાં શ્રધ્ધા કે અંધશ્રધ્ધા સમજવી કેમ ?…………(૫)

 

મંત્રો કે તાવીજ તરફ દોડી પુરૂષાર્થ ના છોડો,

પ્રભુશ્રધ્ધા રાખી, પુરૂષાર્થ પંથે કર્મ કરતા રહો,

એવા અચળ વિશ્વાસે અંધશ્રધ્ધાઓ દુર હશે,

ત્યારે જ ખરી શ્રધ્ધાના દર્શન જરૂર થશે !…………..(૬)

 

માનવીમાં માનવતા નિહાળી, વિશ્વાસ રાખ્યો એ શ્રદ્ધા,

માનવીની અમાનવતાના કેદી થતા જન્મે અંધશ્રધ્ધા,

પ્રભુ નામે શક્તિ પર અટળ વિશ્વાસ જો કર્યો હોય,

એવી પ્રભુશ્રધ્ધામાં પ્રારભ નમતા, પુરૂષાર્થે સફળતા જ હોય !……(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ ઓક્ટોબર,૨૬,૨૦૧૪                           ચંદ્રવદન

 

બે શબ્દો…

“અખંડ આનંદ” નો એપ્રિલ,૨૦૧૪નો અંક.

પાન ૩૮થી ૪૩ પર “મારી શ્રધ્ધા અને તમારી અંધશ્રધ્ધા” નામે લેખ.

એના લેખક છે ડો. દિનકર જોષી.

લેખ વાંચી આ રચના થઈ.

આશા છે કે તમોને ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

The Post is on he understanding  of the FAITH.

What is the REAL Faith in the DIVINITY ?

An attempt is made to explain this with a POEM in Gujarati.

The Poem is based on an Article (LEKH) by Dr. Dinkar Joshi.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Misty

 

જુલાઇ 16, 2015 at 2:25 પી એમ(pm) 12 comments

માનવ દેહ અને આત્મા !

 

 

માનવ દેહ અને આત્મા !

“હું કોણ ?” માનવી એના મનમાં વિચારે,

એવા વિચારે, મન એને ભુતકાળમાં લાવે,

વ્રુધ્ધ બનેલો દેહ તે જ હું ?

કે પછી, યુવાનીમાં હતો એ હું ?

યુવાની નિહાળી, ખુશ એ બને,

“આ જ હું ! આ જ હું !” એ કહેતો રહે,

ત્યારે, બચપણની યાદ એને સતાવે,

નિર્દોષી જીવન “હુંપદ” ફરી લાવે,

અચાનક એ હતો નારી ગર્ભસ્થાનનો કેદી બને,

માનવ દેહરૂપે “એ જ હું ” કહેવાની આદત એને પડે,

ત્યાં, અચાનક બે જુદા જુદા જીવો એ નિહાળે,

નારીરૂપી ઈન્ડુ અને પુરૂષરૂપી વિર્ય એ નિહાળે,

એક નહી, બે જુદા જુદા જીવો એ  નિહાળે,

અચાનક મિલને “ઈન્ડા જેવા” આકારના દર્શને,

ફરી અદભુત એક નિહાળી “હું એ જ !” એ બોલે,

ત્યારે અંતર આત્મા જાગી જઈ, એને કહે ઃ

માનવ દેહરૂપી ઘરપિંજર છે ન્યારૂં,

શક્તિરૂપે આત્મારૂપી હું છું પ્રભુનું અંશ પ્યારૂં,

આત્મારૂપે શક્તિ તે જ ખરેખર છે તું,

માનવ દેહરૂપે પણ ક્ષણભર ખરેખર છે તું !

દેહરૂપે અંત છે જરૂર અહીં તારો,

પ્રભુઅંશી આત્મા રહે અમર તારો,

બે જીવઓમાંથી “એક” કરનાર છે પ્રભુજી એક,

નર અને નારીની રચનામાં છે પ્રભુઈચ્છા એક,

એક ઈચ્છા તે જ માનવ સર્જન કરવું ફરી ફરી,

માનવ અવતારે પ્રભુમાં સમાય જવાની છે ફક્ત એક ઘડી !

અરે માનવી ! ના કર વિભાજન આત્માનું તું,

માનવદેહ મોહ ત્યાગી,અમર આત્માને પહેચાણ તું !

કાવ્ય રચના ઃ તારીખ ઓક્ટોબર,૧૭, ૨૦૧૪                     ચંદ્રવદન

 

બે શબ્દો…

મારા મિત્ર પ્રવિણભાઈ શાસ્ત્રીનો એક ઈમેઈલ આવ્યો.

એ વાંચતા એમણે એમના બ્લોગ પર પ્રગટ કરેલી પોસ્ટોના લીસ્ટમાં “આત્મા વિભાજન” નામે પોસ્ટ હતી.

એ પોસ્ટ વાંચ્યા બાદ…પ્રભુપ્રેરણાથી એક કાવ્ય રચના થઈ તે જ આજે પોસ્ટરૂપે છે.

તમે પણ નીચેની “લીન્ક” દ્વારા એ “આત્મ વિભાજન” પોસ્ટ વાંચો>>>

 

https://pravinshastri.wordpress.com/2015/07/13/%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%85%e0%aa%96%e0%aa%82%e0%aa%a1-%e0%aa%85%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%ab%80-%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be

 

 

આશા છે કે તમોને પોસ્ટ ગમશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today is a Poem in Gujarati entitled ” MANAV DEH Ane ATMA”…meaning “HUMAN BODY & SOUL”

A MAN thinks that HE is the BODY…The Body is MORTAL while Soul is IMMORTAL.

What is immortal is ALWAYS there….& that is possible only as the PART of the CREATOR who is EVERLASTING.

Can Soul be DIVIDED ?

A HUMAN is created by the UNION of 2 LIVING ( Femail Egg & Male Sperm)….So 2 making ONE.

Can then the ATMA of the UNION be DIVIDED ?

This QUESTION is discussed as the POEM.

Hope you like this Post.

 

Dr. Chandravadan Mistry

જુલાઇ 13, 2015 at 4:37 પી એમ(pm) 9 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૪)

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૩ ) નામે પોસ્ટ મે,૧,૨૦૧૫ના શુભ દિવસે પ્રગટ કર્યા બાદ આ પોસ્ટ છે.

મેં જુદા જુદા વિષયે પોસ્ટો પ્રગટ કરી અને તમે વાંચી.

અનેકના પ્રતિભાવોથી મારા હૈયે ખુશી પણ અનુભવી.

મેં ટુંકા સમયગાળામાં અનેક “ભક્તિભાવ”ભરી રચનાઓ કરી અને એનો સંગ્રહ કર્યો.

મારા મનમાં એક જ વિચાર હતો “આ બધી કાવ્યરચનાઓ એક પછી એક પોસ્ટરૂપે પ્રગટ કરી સૌને પ્રસાદીરૂપે અર્પણ કરૂં”

તો હવે તમે નીચે મુજબ અનેક પોસ્ટો વાંચશો >>>>

(૧) માનવ દેહ અને આત્મા  (૨) શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ  (૩) પ્રભુભજન ના ગાઈ શકું ! (૪) ભક્તોના ગુણગાન પ્રભુજી કરે  (૫) પાગલ છે હું ! (૬) અરે શ્યામ અરે શ્યામ ! (૭) તમે માનો યા ના માનો (૮) પ્રાણ,જીવ અને આત્માની સમજ  

(૯) પ્રભુકૃપા છે ન્યારી !  (૧૦) જગદીશ તું હી છે અખિલ બ્રહ્માંડ  (૧૧) સાંજ અને રાત્રી સમયે કુદરતને નિહાળી પ્રભુદર્શનરૂપી શાંતી  (૧૨) ભગવાન ક્યાં છે ?  (૧૩) વિકાસ અને પર્યાવરણ વચ્ચે સમાયેલી પ્રકૃત્તિમાં પ્રભુદર્શન  (૧૪) જય શ્રી હનિમાન ! જય

શ્રી હનુમાન   (૧૫) પ્રભુ તો માનવ હ્રદયમાં (૧૬) ચપટી વગાડી અને વિષ્ણુજીને જગાડ્યા  (૧૭) સત્સંગની સમજ  (૧૮) રામ ઔર કૃષ્ણ નામ કે મોતી  (૧૯) એક જ ચિનગારી !  (૨૦) પ્રભુજીને અરજ  (૨૧) પ્રભુ,પરમ શાંતી છે તું ! (૨૨) કળશપૂજન પ્રથા

(૨૩) પ્રભુનું વર્ણન  (૨૪) વિષ્ણુજીન મુર્તિ સ્થાપન મંદિરે  (૨૫) હ્રદયની શુધ્ધી  (૨૬) શરણાગતીમાં પ્રભુ છે ચંદ્રહૈયે  !  (૨૭) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ મહિમા  (૨૮) પ્રભુકૃપા અને મંદિરપૂજારી સીવમુર્તિ મળ્યા  (૨૯) શ્રી વિષ્ણુજી કો થાલ પ્રસાદી !

ઉપરના નામકરણે તમો અનેક પોસ્ટો વાંચશો.

કદાચ ….સંજોગ કે કારણો લીધે આ ક્રમનાં ભંગ થાય તો ક્ષમા….પણ તમે જરૂરથી ૨૯ પોસ્ટો વાંચી આનંદ માણશો એવી આશા છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is the 34th Post with the Title in Gujarati “CHANDRAVICHARO SHABDOMA”.

It is my way of expressing my THOUGHTS on the PAST Posts & the planned FUTURE Posts on the Blog.

My INTENTION is to publish the POEMS in GUJARATI with the BHAKTI or the DEVOTION to God.

I plan to publish the LISTED 29 Poems one by one….but, if  there is a need to publish a Post in another CATEGORY or a Poem with a different THEME I will do so.

Please forgive me for doing so.

Hope you will wait for my NEW POSTS with the eagerness.

Your support with your COMMENTS will be appreciated.

 

Dr. Chandravadan Mistry

જુલાઇ 12, 2015 at 3:21 એ એમ (am) 9 comments

હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં “મંડલ પુજા” ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY

 

Inline image 1

 

 

હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં  “મંડલ પુજા” ઉત્સવ

૨૦૧૫ના મે મહિનાના ત્રીજા અઠવાડીયે મંદિરમાં સ્થાપન થયેલી મુર્તિઓ માટે “પ્રાણ પ્રતિષ્ઠા”ની પુજા હતી અને ત્યારબાદ મંદિરના દ્વારો પ્રભુ-દર્શન માટે ખુલ્યા.

બેન્ગલોરથી આવેલા પૂજારી પંડીત સીવમુર્તિજીએ દરરોજ પ્રભુસેવા કરતા રહ્યા, અને પ્રભુભક્તો મંદિરે પધારી શ્રી વિષ્ણુજી અને અન્ય દેવ-મુર્તિઓને વંદન કરી પોત પોતાની રીતે પ્રાર્થનાઓ કરતા ખુશી અનુભવતા થયા.

આવા ભક્તિમય વાતાવરણમાં જે પ્રમાણે મંદિર પૂજારી જે ભાવ સાથે રોજની પૂજા કરતા તે નિહાળી સૌએ હૈયે આનંદ અનુભવ્યો.

રોજના ક્રમ પ્રમાણે પૂજા/પ્રાર્થના થતી રહી.

૧૭મી જુન ૨૦૧૫થી અધીક યાને પુરુસોત્તમ માસ શરૂ થતા, ભક્તોને “પુરુસોત્તમ માસ વૃત્ત કથાઓ”નું વાંચન કરવાનો નિર્ણય લીધો.

અને. મંદિર કમીટીએ શનિવાર અને ૧૧મી જુલાઈ ૨૦૧૫ના દિવસે “મંડલ પૂજા”ઉત્સવનું જાહેર કર્યું અને આ ચાર કલાકોની પૂજાવિધી વિષે સૌને જાણ કરી.

મંડલ પૂજા શું છે ?

“મંડલ” એ સંસ્ક્રૂત શબ્દ છે અને એનો  અંગ્રેજી અર્થ છે “સરકલ” (CIRCLE ) .

હિન્દુ વિચારધારા આધારે “મંડલ” એ એક ધર્મ કે વિધીના પ્રતિકરૂપે “બ્રહ્માંડ”ના દર્શન આપે છે. “કોસમીક” શક્તિરૂપે અનંત યાને “ઈનફીનીટી”(INFINITY) સાથે જોડી આપણે સૌને દેહ અને દેહની “અંદર અને બહાર”અને એનાથી પણ વધુ શક્તિનું પ્રમાણ આપે છે.

“મંડલ” અને આકારનો ઉલ્લેખ અને મહત્વ બૌધ ધર્મમાં અને અન્ય ધર્મોમાં પણ આપ્યું છે.

“મંડલ પૂજા”અને મંદિરમાં મુર્તિઓનું પૂજન વિષે શું ?

હિન્દુ ધર્મમાં દરેક માસ સાથે ધાર્મિક મહ્ત્વ જોડાયેલ છે.

કેરાલામાં ૪૧ દિવસની પૂજા તેમજ અન્ય ઉપવાસના સમય બાદ પ્રભુને માટે મહાપૂજા છે “મંગલ પૂજા” જે ૨૦૧૫માં “ઓનમ” બાદ ડીસેમ્બર ૨૦૧૫માં છે.

આપણા “હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલી”માં “પ્રાણ-પ્રતિષ્ઠા”ની પૂજા બાદ,શનિવાર ૧૧મી જુલાઈ ૨૦૧૫ના શુભ દિવસે આ પહેલી “મહાપૂજા” છે.

અત્યારે સેવા આપી રહેલા પૂજારી સીવમુર્તિજી સાથે બીજા બે પૂજારી સાથે મળીને મંદિરે “શ્રી વિષ્ણુજી” અને “ગણેશજી, શીવ પરિવાર, હનુમાનજી, રામ પરિવાર અને રાધા-કૃષ્ણ”ની પૂજા કરી “હવન” કરી મંત્રો સાથે પ્રાર્થના કરશે. પૂજા-વિધી આસરે ૪ કલાકોની હશે. બપોરે ૧૨ પછી આ પૂજા પુર્ણ થતા “મહા પ્રસાદ”રૂપે ભોજન હશે.

તો, આ ઉત્સવ માટે આશાઓ કેવી ?

એન્ટેલોપ વેલી વિસ્તારે જે રહે છે તેઓને વિનંતી કે શક્ય હોય તો ઉત્સાહ સાથે ભાગ લઈ આનંદ માણજો.

સાથે, સૌને બીજી વિનંતી >>> તમે મિત્રો કે સગાસ્નેહીઓને જાણતા હોય તો, આ ઉત્સવ વિષે કહી આમંત્રણ આપશો. એમને પણ “પૂજા” તેમજ “પ્રભુદર્શન”નો લ્હાવો મળે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

 

FEW WORDS…

What is the MANDALA PUJA ?

MANDAL is a Sanskrit Word meaning CIRCLE.

The CIRCLE without the BEGINNING or the END, representing the UNIVERSE as per the HINDU Philosophy.

In Hindu Scriptures, the MANDAL with the SQUARE with 4 GATES is seen.

In the BUDHDHA Dharma, and even in other religions, the importance of the MANDAL is noted.

In the COSMIC ENERGY sense, within & outside of the BODY and beyond the MIND it is the INFINITY.

 

 The Relation of the Mandala Puja at the Mandir and its Significance ?

The Hindu Calender regards ALL months with “some” religious significance, But…SOME MONTHS are very SPECIAL.

The Month of SHRAVAN….or every 3 years ADHIK or PURUSOTTAM Mas.

The Seasons play an important roles too.

In Kerala the coming of ONUM each year.The Temple @ Kerala will have the MANDALA PUJA in December 2015 after the celebration of the Onum.

For our Temple @ LANCASTER….the MANDALA PUJA is to be on SATURDAY,11th JULY 2015.

After the MAJOR PUJA of the PRAN PRATISTHA in May 2015, this will be the 1st MAHA PUJA of almost 4 hours conducted by 3 PUJARI.The Murti of Lord Vishnu & other Deities ( Ganesh, Shiv Parivar, Hanuman, Ram Parivar and Radha-Krishna) will be adored & prayed to with the sacred MANTRAS and then the HOMAM or the HAVAN with the sacred FIRE.

The Temple Pujari Pandit Sivmurty along with 2 others from other cities of U.S.A. will be involved in this Ceremony.

After the completion of the Puja, there will be the LUNCH as the MAHA-PRASAD.

 

What is my Appeal ?

Those who reside in the ANTELOPE VALLEY…please spare your time & attend the Ceremony. May you be INSPIRED by GOD.

Those of you who have the FRIENDS or RELATIVES nearby, please INFORM & INVITE them for this event.

May GOD’s BLESSINGS be showered on All !

 

Dr. Chandravadan Mistry

 

જુલાઇ 7, 2015 at 9:55 પી એમ(pm) 6 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 181 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 429,785 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2023
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031