Archive for માર્ચ, 2009

આ છે મારૂં કેલીફોર્નીઆ

 

 

 

 

આ છે મારૂં કેલીફોર્નીઆ,

આ છે મારૂં કેલીફોર્નીઆ,
આવો તમે કેલીફોર્નીઆ !
ઉત્તર સરહદે નિહાળૉ ક્રેસ્ટર સીટી અને યુરેકા,
દક્ષિણ સરહદે છે સાન ડીઆગો શહેર પ્રખ્યાત,….આ છે…..(૧)
ઉત્તરે રાજધાની સેક્રીમોન્ટો અને સાન ફ્રાન્સીસકો,
દક્ષિણે તો લોસ એંજીલીસ શહેર અને હોલીવુડનો ચમકાર..આ છે….(૨)
લોસ એંજીલીસ શહેર નજીક, હું તો લેન્કેસ્ટ શહેરમાં,
ના કોઈ જાણે લેન્કેસ્ટરને, આમ છીએ અમે લોસ એંજીલીસ કાઉંટીમાં….આ છે…(૩)
આખા વિશ્વના લોકો રહે છે આ કેલીફોર્નીઆમાં,
અમેરીકામાં વિશ્વને નિહાળવું હોય તો આવો તમે કેલીફોર્નીઆમાં……આ છે…(૪)
હંમેશા સુર્ય પ્રકાશ, ‘ને હોય અહી વેધર મનગમતી,
બરફ પડતા લોકો સ્કી કરે, ‘ને સમુદ્રકાંઠે મઝા છે સર્ફીંગ હરીફાઈની…આ છે….(૫)
“ડીસલેન્ડ”ની યાદ સાથે ફરી યાદ લોસ એંજીલીસ યાદ આવશે,
” ગોલ્ડન ગેઈટ બ્રીજ”ની યાદ સાથે, સાન ફ્રાન્સીસકો ની યાદ હશે….આ છે….(૬)
બેકર્સફીલ્ડ શહેર ઉપર “સીકોયા પાર્ક”માં વિશ્વના મોટા ઝાડોની સુંદરતા અપાર,
ફ્રેસનો શહેર નજીક “યસુમતી પાર્ક “માં છે ઝરણાઓ સાથે કુદરતનો શણગાર….આ છે…(૭)
અહીં શાકભાજી, ફળો ભર્યા સુંદર ખેતરો છે અનેક,
વળી, પર્વતોની હારમાળા ‘ને નદી-ઝરણાઓની સુંદરતા વિષેશ….આ છે…..(૮)
શિક્ષણ માટે “બર્કલી ” અને એવી પ્રખ્યાત કોલેજૉ છે અહી,
કોમ્પુટર જગતની પ્રખ્યાત “સીલીકોન વેલી ” પણ છે અહી……આ છે…..(૯)
જે યાદ આવ્યું તે જ મેં કહ્યું, ઘણું રહ્યું છે બાકી,
હવે તો રાહ જોઉં છું તમારી, જો તમારી મુલાકાત છે બાકી…..આ છે…..(૧૦)
 
કાવ્ય રચના….માર્ચ,૨, ૨૦૦૯                 ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો

“માત-તત્વ”ની પોસ્ટ પ્રગટ કરી અને મેં સૌને એ પછીની પોસ્ટો બારે ઉલ્લેખ કર્યો હતો…..જન્મ આપનાર માતા વિષે એટલે “મારી વ્હાલી બા”…..અને ત્યારબાદ, જન્મભુમી એટલે “આ છે વેસ્મા ગામ મારૂં “……પણ, જ્યારે હું વતન છોડી અમેરીકામાં સ્થાયી થયો ત્યારે અમેરીકાની ભુમી મારી માતા બની,…..અમેરીકાના કેલીફોર્નીઆના લેન્કેસ્ટરમાં મારૂં જીવન …..આથી, આજની પોસ્ટ “મારું  કેલીફોર્નીઆ ” છે.  જે કાવ્ય પ્રગટ કર્યુ છે તેમાં કેલીફોર્નીઆ વિષે કહેવાનો મારો પ્રયાસ છે, અને એને કાવ્યરૂપે ના નિહાળશો, ફક્ત મારા ભાવનો સ્વીકાર કરી, તમે કેલીફોર્નીઆની મનથી સફર કરી, કેલીફોર્નીઆ ના જોયું હોય તો જોવા જરૂર પધારશો. આ પોસ્ટ ગમી હોય તો પ્રતિભાવ આપશોને ?………ચંદ્રવદન.
Few Words
 
Today’s Post is about California….the place where I had settled & thus also my Motherland. This is the 3rd Post as promised in the earlier Post Of MAT-TATVA. The Poem in Gujarati is about California..all the places you can see & the Poem ends inviting ALL to VISIT California. If you are not able to read Gujarati, may be someone will be kind to explain it all>>>>>>>CHANDRAVADAN.

 

 

 

  

માર્ચ 28, 2009 at 4:18 પી એમ(pm) 12 comments

આ છે વેસ્મા ગામ મારૂં

 

 
 
 
                       
 
 
 

 
 
 

આ છે વેસ્મા ગામ મારૂં

આ છે વેસ્મા ગામ મારૂં,
અરે, હા, આ છે વેસ્મા ગામ મારૂં !…….(ટેક )
આ પ્રભુ રચેલ પ્રુથ્વી પર,
આ ભારત ભુમી રહી,
અને, આ ગુજરાતમાં…..આ છે વેસ્મા…..(૧)
આ રહ્યા હિન્દુઓ,
આ રહ્યા મુસલમાનો,
અને, આ બધા માનવીઓ કહી રહ્યા…..આ છે વેસ્મા….(૨ )
આ છે મંદિરો,
આ છે મસ્જિદો,
અને, એક પરમાત્માને સૌ કહી રહ્યા……આ છે વેસ્મા….(૩)
કોઈ મોચી, કુંભાર કે માછી રહ્યો,
કોઈ દેસાઈ, પટેલ કે ખેડુત રહ્યો,
અને, વિવિધ ધંધાઓ સંભાળી, સૌ ગર્વથી કહી રહ્યા…..આ છે વેસ્મા…..(૪)
ગામથી દુર ગામવાસીઓ મુખે એક વિચાર રહે,
પરદેશમાં હર ગામવાસીઓ મુખે એક વિચાર રહે,
અને, એક હ્રદય-વિચાર સૌ મુખે વહે…..આ છે વેસ્મા……(૫)
આ પુસ્તિકાના પાને ” આ બધું” રહ્યું,
એક ઈતિહાસરૂપે ઈશ્વરભાઈએ જે લખ્યું,
અને, હાં, ચંદ્ર અતિ આભાર સહિત કહે……આ છે વેસ્મા….(૬)
કાવ્ય રચના…..જુન, ૫, ૧૯૯૫, લંડન.         ચંદ્રવદન.
 
 
 

વેસ્મા વિષે…..

વેસ્મા ગામ એટલે મારી જન્મભુમિ. આ ગામ અત્યારના નવસારી જીલ્લાના વિસ્તારે દક્ષિણ ગુજરાતમા આવેલું છે. ત્યાં હાઈવે ૮ મારફતે જઈ શકાય છે, અને એ મુંબઈથી ૨૭૫ કીલોમીટર દુર છે, અને, બે મોટા શહેરો, નવસારી અને સુરત વચ્ચે છે. ગામનો કુલ્લ વિસ્તાર આશરે ૬૬૧ એકરનો છે. ૧૯૯૧ની વસ્તી ગણતરી પ્રમાણે વેસ્માની વસ્તી ૭૫૮૯ની હતી, પણ અત્યારે એ ૧૦,૦૦૦ જેવી કે વધુ હશે. ગામમાં હિન્દુઓ અને મુસલમાનો રહે. જ્યારે અંગ્રેજ સત્તા હતી ત્યારે વેસ્મા ગાયકવાડ સરકાર નીચે હતું, જેથી નાનું ગામ હોવા છ્તાં અંગ્રેજી ૪ ધોરણ સુધી અભ્યાસ કરી શકાતો હતો, અને એથી આજૂ બાજૂના ગામોના બાળકો વેસ્મા આવતા. આજે, હાઈસ્કુલના ૧૨ ધોરણ સુધી આર્ટ્સ અને સાયન્સ વિભાગે અભ્યાસ કરી બાળકો કોલેજ માટે જઈ શકે છે. ગામમાં એક સરકારી દવાખાનું અનેક વર્ષોથી હતું….૧૯૯૪/૯૫માં એક આર્યુવેદીક ધર્માદા દવાખાનાની શરૂઆત થઈ, અને આજે એ દવાખાનું અનેકને લાભ આપી રહ્યું છે, ત્યારબાદ, ૨૦૦૩માં એક જનરલ હોસ્પીતાલ થઈ અને અનેકને એનો લાભ મળે છે. ૧૯૪૦ના સમયે એક સાર્વજનિક પુસ્તકાલય હતું જે ભંગાર હાલતમા થતા, ૨૦૦૨/૨૦૦૩માં અનેક દાનવીરોના સહકારે એ મકાન તોડી ત્યાં એક સુંદર પુસ્તકાલય ગામની શોભા વધારે છે. ગામમાં એ મસ્જીદો, અનેક નાના મોટા મંદિરો છે. ગામમાં થોડી દુકાનો હતી, પણ આજે અનેક દુકાનોનું બઝાર છે, અને ગામમાં લગભગ બધું જ મળી રહે છે કે જેથી શહેર જાવુ ના પડૅ. ગામની વસ્તીની આસપાસ અનેક ખેતરો છે.
ગામનું નામ “વેસ્મા ” કેવી રીતે પડ્યું એની ચોક્કસ ખબર નથી. કહેવાય છે કે ગામની વસ્તી એક પાણીના નાળા ફરતે હોવાના કારણે “વચ્ચે ” છે એ થકી, નામ હશે…કે પછી, જુદી જુદી જ્ગ્યાથી આવીને “વસેલા” માણસો ના આધારે એ નામ હશે. જેમ સમય વહે અને બધું ભુલાય જાય એ એક હકિકત છે. એ ધ્યાનમાં લઈને મેં મારા મિત્ર ઈશ્વરભાઈ દેસાઈને એક પુસ્તિકા પ્રગટ કરવાનો વિચાર કહ્યો, અને એમણે એ કાર્ય હાથ પર લીધું…અને, વેસ્મા ગામમા ઈતિહાસરૂપે ” વેસ્મા, વિશ્વક્ષિતિજે ” નામની પુસ્તિકા ૧૯૯૫માં પ્રગટ થઈ. એ પુસ્તિકાનમાં મેં મારૂં રચેલ કાવ્ય પ્રગટ કર્યું હતું…જેને મેં આજે એક પોસ્ટરૂપે મુક્યું છે.
તમે આ પોસ્ટ વાંચી, જરૂરથી પ્રતિભાવરૂપે “બે શબ્દો ” લખશો તો મને આનંદ થશે. ……….ચંદ્રવદન.

 

ABOUT VESMA…..
 
Vesma is my Birthplace. It is a village on Highway 8 & is about 275 Kilometers from Mumbai & is between Navsari & Surat. The village area is about 661 acres & the population as per 1991 census was 7589, but it has grown & now may be 10000 or more. The populatiom is mixes of Moslims & Hindu who live in harmony & lot of the progress in the village is due to the unity.
During the British rule of India, Vesma was under Gayakwad juridiction & so the education was encouraged. And, in early 1940’s there was a school where one was able to study till Standard 4 in English.  Many children of the surrounding villages came to Vesma. Now, Vesma has High School where one can study upto 12th Grade both in Arts & Science & then join any College elsewhere, Thus, Vesma, even now, remains an Educational Centre. The village can boast of having a nice Public Library in early 1940’s. This library building was in ruins & then with the enthusiasm of the residents & the support of the Donors, now a new Public Library is serving the people & has now the Computer with an Internet.
In the early days, there was a Clinic (Davakhana ) run by the Government. Later in 1995. a Cheritable Aryuvedic Clinc was started & this is still running well. As of 2003/4 a General Hospital was started wth the support of the Donors.
The village Bazar has now many shops & almost all needs of the people are met locally. There are many small farmlands in the vicinity & that the agriculture had been the family-support for many. 2 Masjids & many small & big temples adorn the village & lead the residents to the Devotional Path.
How did Vesma get it’s name ? There is no clear answer but it is said that since the settlement was in the middle around a Creek (Vachche ) or the people who settled came from other areas (Vasela ) that the village got it’s name. It is this fact discovered by me & made me think that ” what is not written will be forgotten ” . So, with the support of a friend, Ishvarbhai Desai, a book on the History of Vesma was published in 1995. It is in that book that I had published the Poem on Vesma & that same Poem is now a Post today,
Now, I want you to CLICK on the LINK below, so you can have the visual feel of Vesma via the Google Satellite map>>>
 
 
http://www.maplandia.com/india/gujarat/valsad/vesma/roads/vesma-char-rasta/
 
I hope you liked VESMA.Will you be kind enough to post a COMMENT for this Post ? I will be HAPPY to read your Comments>>>>>>CHANDRAVADAN,

માર્ચ 26, 2009 at 5:16 પી એમ(pm) 19 comments

મારી વ્હાલી બા !

 
 
   Kiss For Baby Anne

મારી વ્હાલી બા !

મારી વ્હાલી બા,
વંદન કરૂં છું તને, ઓ મારી વ્હાલી બા !
બીજરૂપે નવમાસ પેટમાં પોષણ કરી,
માનવ દેહ આપ્યો છે મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?….મારી….(૧)
વેદનાઓ અતી સહન કરી,
એક માનવદેહરૂપે જન્મ આપ્યો મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…મારી….(૨)
નાજુક હતો, ‘ને ચાલી ના શક્યો જ્યારે,
પ્રેમ્થી ગોદમાં લઈ,વ્હાલ ખુબ આપ્યો મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી….(૩)
મુખે નથી દાંતો કે નથી પ્રાચન શક્તિ એવી મારી,
તુજ દેહમાંથી વહેતી દુધની ધારાની કૃપા હતી મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી…(૪)
બચપણની કોમળતાના દિવસોમાં,
રમાડ્યો ‘ને  વ્હાલ સાથે છાયા મળી મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી…(૫)
ગઈ યુવાની ‘ને મોટો થયો જ્યારે,
નિહાળ્યો હમેંશા પ્યારથી એક બાળરૂપે મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?… મારી….(૬)
આજે, જ્યારે, તું છે પરલોકમાં,
તારી જ મધૂર યાદમાં, મળે આશરો મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી…(૭)
 
કાવ્ય રચના…..માર્ચ, ૧૮, ૨૦૦૯           ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજે “માત-તત્વ”ના પોસ્ટ બાદ,  મારી માતાનું સ્મરણ કરી મેં થોડા દિવસો પહેલા એક રચના કરી તે જ અહી પ્રગટ કરી છે. અહી, મેં મારા જન્મથી અત્યાર સુધી જે મારી માતા વિષે યાદ ક્ર્યું એ તો સૌ કોઈ વ્યક્તિને લાગુ પડે અને દરેક માનવી આ કાવ્યમાં “પોતાની માતા”ને નિહાળી શકે છે, અને, જો કોઈ આજે માતા સાથે હોય તો કાવ્યની છેલ્લી ત્રણ લીટીને બાદ કરી કાવ્ય-વાંચન કરે. મારી માતા જેને મેં “બા” કહી બોલાવી હતી એથી એવી શરૂઆત…..કિન્તુ, જેણે જે પ્રમાણે માતાને પ્યાર આપ્યો હોય તે પ્રમાણે નિહાળી શકે. મારી માતા ૧૯૮૮માં મને છોડીને “પ્રભુધામે ” ગયા હતા અને એ વિયોગ મને મારા જીવનમાં ફરી યાદ આવે ત્યારે હું “એની મીઠી યાદ”માં સાથે ગાળેલા દિવસોનો આનંદ અનુભવું છું. તમે આ પોસ્ટ વાંચી, આ રચના ફક્ત એક “ભાષા-અજ્ઞાની” ના હ્રદયભાવોના શબ્દો છે. ભુલો સુધારશો, અને પ્રગટાવેલા ભાવોને સ્વીકારશો એવી નમ્રવિનંતિ. અને. તમારા પ્રતિભાવો માટે આશા છે ! ………ચંદ્રવદન.
 
FEW WORDS
Today’s Post entitled ” MARI VHALI BA ” meaning “My DEAR MOTHER “. This Post is a part of 3 Follw-up Posts related to the prvious Post of ” MAT-TATVA ” The poem in Gujarati is my Salutations  & Thanks to my Mother who gave me my Birth & brought me into this World. My Thanks start from my naturing in her belly & all the Love & Sacrifices she made for me…& ultimately in her Death I continue expressing my Thanks to her ” in her memories “. It is difficult to express all the “Feelings within the Poem in Gujarati ” into English. I tried my best for those readers who can not read Gujarati. >>>>>CHANDRAVADAN.

માર્ચ 24, 2009 at 3:41 પી એમ(pm) 12 comments

માત-તત્વ

 

 
 
 
 

માત-તત્વ

ઉચ્ચ વિચારો સાથે આપણે આ માત-તત્વને નિહાળીએ, તો પ્રથમ આપણે અખિલ બ્રમાંડ તરફ નજર કરવી પડે. અખિલ બ્રમાંડને જે આપણે વિજ્ઞાન કે વેદો પ્રમાણે જાણ્યું એમાં આપણું સુર્ય મંડળ, અને એની સાથે અનેક સુર્ય મંડળૉ, અને જ્યાં સર્વે સુર્ય મંડળૉ સમાયેલા છે તે વિશાળ આકાશ (Space ) જેનો આપણી બુધ્ધિ પ્રમાણે અંદાજ કરવાની શક્તિ આપણી પાસે નથી. આ સર્વને રમાડનાર છે ” એક દિવ્ય શક્તિ ” જેને “પરમ તત્વ ” કહો કે “પ્રભુ ” કહો…આ બધુ એક છે ! આ તત્વને આપણે ” એક પોષણ કરનાર “ના ભાવે નિહાળીએ તો આપણે એ જ તત્વને ” માત-તત્વ “કહીએ તો તે યોગ્ય જ છે.અને, જ્યારે, આપણે આવા ઉચ્ચ વિચારે નિહાળીએ ત્યારે,એ મહાન તત્વમાં આપણે “નાનેરા માત-તત્વરૂપે ” સુર્ય, ગ્રહો, આપણી પૃથ્વી વિગેરે સૌને  નિહાળી શકીએ. તો, એવા વિચારે, જે ધરતી જે આપણ સૌને પોષણ આપી રહી છે આપણી માતા, અને આખું વિશ્વ (World ) પણ આપણી માતા.
હવે, આપણે આપણા વિચારોને માનવ આંખોથી નિહાળવા પ્રયાસ કરીએ. તો, ભારતમાં જન્મ લેતા, ભારતને માત-સ્વરૂપ મળ્યું…ગુજરાતમાં થયેલ જન્મથી ગુજરાત આપણી માતા…અને, જ્યાં જન્મ થયો હોય તે આપણી જન્મ-ભુમી યાને માતા.અને, જો આપણે જન્મ આપનાર જનેતાને એક “નારી-તત્વ” નિહાળીએ ત્યારે, જગતની સર્વ નારીઓમાં માત- ભાવ ના દર્શન થાય છે. માનવી રહ્યા એટલે આપણે હંમેશા માનવ-તત્વને નર અને નારી સ્વરૂપે જોવાની ટેવ પડી હોય અને એથી જ “પ્રભુ તત્વ ” માં પણ  નર-તત્વરૂપે વિષ્ણું સાથે નારી-તત્વરૂપે લક્ષ્મી ના દર્શન કરીએ છીએ.અહી, પરમ તત્વ કે માત તત્વમાં “પાલનહાર/રક્ષણઅપનાર “પિતા-તત્વ”નો સમાવેશ થાય છે. એ પ્રમાણે, પશુ, પક્ષી, જીવ-જંતુ, કે વનસ્પતિ કે સર્વમાં આપણે માત-તત્વ નિહાળી શકીએ. હવે, વાયુમાં “ઓક્ષીજન” તેમજ પાણી જેનાથી આપણો દેહ બન્યો છે એ બંને પણ આપણા પ્રાણ માટે આધાર છે તેમાં પણ, આપણે માત તત્વ સહેલાયથી નિહાળી શકીએ છીએ.
આવા વિચારે, માનવી જો આ જગતમાં જીવવાનો પ્રયત્ન કરે તો કેવું ? આવી વિચારધારા પર આવવા માટે ઘણી વાર ” જીવનમાં થયેલ ઘટનાઓ ” એવા માર્ગે દોરે છે….તો, કોઈ વાર, ” સંત/જ્ઞાનીની સોબતે “માનવી એ તરફ જાય છે…તો,કોઈ વાર માનવી જ્ઞાન મેળવતા, અંધકાર દુર કરતા, અને બુધ્ધિને પ્રષ્નો કરતા એને આ માર્ગ મળી જાય છે અને, એ “માત-તત્વ/પરમ- તત્વ”નું રહસ્ય જાણી જાય છે !
બસ, આવી વિચારધારામાં રહી, હું હવે પછી, જે  પોસ્ટો પ્રગટ કરીશ એમાં “જન્મ આપનાર માતા ”  તેમજ  જન્મ-ભુમી ” વેસ્મા ” અને અંતે જ્યાં અમેરીકામાં હું સ્થાયી થયો એ ભુમી અટલે ” કેલીફોર્નીઆ ” બારે તમે પોસ્ટો વાંચશો. પણ, આજે જે “માત-તત્વ ” બારે જે કંઈ લખ્યું એમાં મેં ફક્ત મારા વિચારો દર્શાવ્યા…મારી સમજ પ્રમાણે….પણ, આ વિષયે તમારા વિચારો જુદા હોય શકે. ” પરમ તત્વ ” ને મેળવવા એક જ પંથ નથી, અનેક પંથો છે એથી, મારી આશા એટલી જ કે તમે પધારી પ્રતિભાવરૂપે ” બે શબ્દો ” લખશો. ……..ચંદ્રવદન.
 
MAT-TATVA (Motherly Entity )
Today’s Post is entitled as Mat-Tatva. One can see the Universe with its multiple Solar Systems as the ” sustainer of everything. Then you call that “sustainer” as the Almighty or God & see that entity as MATA ( Mother ). Then, one can see narrowly our Solar System with all the Planets including our Earth & see our Earth as our Mother…likewise, the Country in which one is born becomes the Mother.
Now, as Humans, we always visualised the Human race ( or all Living things ) with a notion of MALE& FEMALE..One sees Mother as the Sustainer & Father is seen within as the essential element for the LIFE to be & to exist. Thus, we see the MAT-TATVA in all on this Earth & we even extend that notion to the Almighty & we see VISHNU with LAXMI & so on….
I hope I was able to explain this Post to those who may not be able to read Gujarati. Now, I wish to let the readers know that keeptng this MAT-TATVA in mind , there will be 3 Posts namely (1) Mother who gave Birth as a Human-being (2) VESMA where I was born & (3) CALIFORNIA, U.S.A. where I had settled & made my Home.
I hope you all will read these follow-up Posts too.>>>>>CHANDRAVADAN.

માર્ચ 21, 2009 at 3:45 પી એમ(pm) 10 comments

ચંદ્ર ભજન મંજરી..(૪)

 

પ્રભુ, તને કેવી રીતે ભજું ?

પ્રભુ, તને કેવી રીતે ભજું ?
કોઈ કહે આમ કર.
કોઈ કહે તેમ કર,
હવે, તું જ કહે હું શું કરૂં ?…..પ્રબુ, તને…(૧)
વહેલી સવારે, પ્રભુ, નામ તારૂં છે મારા હૈયા મહી,
નથી આવ્યો હું તારા મંદિર દ્વારે,
નથી લીધી મેં જપ-માળા હાથે,
શું અધુરી પ્રાર્થના છે મારી ?
હવે, તો પ્રભુજી, કહેજે મને…….પ્રભુ, તને….(૨)
જાણ-અજાણમાં પ્રભુ નામ તારૂં મારા મુખડે વહે,
નથી મંત્ર જપતો કે ગીતાપાઠ કરતો,
નથી રીત-રિવાજ કે ધર્મનું ગણતો,
શું અધુરી  પ્રાર્થના છે મારી ?
હવે, તો પ્રભુજી, કહેજે મને…..પ્રભુ, તને…(૩)
થયું ના થયું એમાં પ્રભુ-ઈચ્છારૂપે જોયો તને,
સંસારના સુખ, દુઃખો સાથે જોડ્યો તને,
ભાર કેટલો બધો આપ્યો તને,
શું અધુરી પ્રાર્થના છે મારી ?
હવે, તો પ્રભુજી, કહેજે મને….પ્રભુ, તને…(૪)
કોઈ વાર મંદિરે જઈ, ભાવથી ફળ-ફુલો ચડાવ્યા ખરા,
કોઈ વાર ભજન કર્યા કે ગીતા અને ધર્મગ્રંથો વાંચ્યા ખરા,
કોઈ વાર સંતોને સાંભળ્યા અને રીત-રિવાજો માન્યા ખરા,
છતાં, દીલથી અને મુખેથી વાત હંમેશા જે હું કરૂં,
પ્રભુ, સ્વીકારજે તું એક પ્રાર્થનારૂપે, ચંદ્ર-અરજ એટલી, વધુ હું શું કહું ?…..પ્રભુ તને……(૫)
ચંદ્રવદન.
 
 
 

ચંદ્ર ભજન મંજરી..(૪)

આજે તમે “ચંદ્ર ભજન મંજરી ” વીસીડીમાંથી બનેલી ચોથી વિડીયો પોસ્ટ દ્વારા નવી ભજન રચના સાંભળી રહ્યા છો ……પ્રથમ વિડીયોમાં સુર-સંગીત કોણે આપ્યું વિગેરે જાણ્યું હતું, ત્યારબાદ્ ” ગણેશ વંદના “, અને પછી ” હરિ, તને શું રે આપું ? ” અને હવે ” પ્રભુ, તને કેવી રીતે ભજું ? ” સાંભળી રહ્યા છો. આશા છે કે તમોને આ રચના ગમે. ગમી કે નહી તે હું કેવી રીતે જાણૂં ? હા, તમો ” પ્રતિભાવ ” રૂપે  બે શબ્દો લખો તો ! …..પ્રતિભાવ આપશો ને ? …….ચંદ્રવદન.
 
FEW WORDS
The New Post today is a VIDEO-POST of a Bhajan from my CHANDRA BHAJAN MANJARI & the Bhajan is titled ” Prabhu, Tane Kevi Rite Bhaju ? ” I hope you like it.>>>>>>Chandravadan.

માર્ચ 18, 2009 at 1:59 એ એમ (am) 16 comments

જીપ્સીસ ડાયરી (Gypsy’s Diary )

 

                      

 
 
 [GreatBasin_JesseOnEndlessRoad-708343.JPG] GYPSY’S DIARY dipa_ldipa_l     
 

જીપ્સીસ ડાયરી (Gypsy’s Diary )

 
“જીપ્સીસ ડાયરી” નામનો બ્લોગ એટલે ભારતને સેવા આપનાર એક સૈનિકની ડાયરી. ગુજરાતી વેબજગતે આવી પ્રસાદી કદાચ પ્રથમ વાર હશે. અને, એ પ્રસાદી આપનાર છે કેપ્ટન નરેન્દ્રભાઈ, જેઓ અસલ ગુજરાતના રહીશ અને આજે કેલીફોર્નિઆમાં સ્થાયી છે, અને એમની “રીટાયર્ડ લાઈફ”માં એક બ્લોગ કરી આપણ સૌને ” એક અનોખી પ્રસાદી ” આપી રહ્યા છે. એમને મારા વંદન !
નરેન્દ્રભાઈએ આ બ્લોગ ૨૦૦૮નું વર્ષ પુરૂ થાય તે પહેલા શરૂ કર્યો હતો. ભારતની સૈનામાં જોડાયા બાદ, એમણે જીવનમાં થયેલી ઘટનાઓને એક ડાયરીમાં શબ્દોરૂપે રાખી હતી તેને પ્રસાદીરૂપે અન્યને કેવી રીતે આપવી એવા વિચારોમાં હતા ત્યારે જ મારી એમની સાથે મિત્રતા થઈ. જ્યારે મેં જાણ્યું કે એમણે પોતાનો બ્લોગ શરૂ કર્યો ત્યારે જે મારા હૈયે ખુશી થઈ તેને શબ્દો કેવી રીતે આપી શકું ?
“જીપ્સીસ ડાયરી ” મેં નિહાળી અને પોસ્ટો વાંચી મને ખુબ જ આનંદ થયો. ત્યાં પધારેલા થોડા મહેમાનોના પ્રતિભાવો પણ વાંચ્યા. ત્યારે થયું કે ભારતની સૈના બારે કે પછી ભારતની સૈનાના સૈનિક બારે ખરેખર જાણવું હોય તો  સર્વ ગુજરાતી-બ્લોગર્સ માટે આ એક સોનેરી તક હતી. તો. આજે, મેં નરેન્દ્રભાઈના બ્લોગ બારે એક પોસ્ટરૂપે પ્રગટ કર્યું છે. અહી, એક જ આશા કે આ પોસ્ટ વાંચનારા સૌ ” જીપ્સીસ ડાયરી “ની મુલાકાત લેવા ક્રુપા કરશે….અને, હુ સૌનો આભારીત રહીશ. મારૂં અનુમાન છે કે એક વાર તમે ત્યાં જશો તો તમારો ભારત-માતા પ્રત્યેનો પ્રેમ તમને ત્યાં ફરી ફરી લઈ જશે. એ સાઈટ્ પર જવા માટેની લીન્ક (LINK ) નીચે મુજબ છે>>>>
http://captnarendra.blogspot.com/
ગુજરાતી વેબજગતના પ્યારા મિત્રો, તમે અનેક બ્લોગો પર જઈ કાવ્યો, લેખો, અને અન્ય સ્વરૂપે ગુજરાતી સાહિત્યનો આનંદ માળ્યો…..હવે, કંઈક અનોખું વાંચો, એવી આશાભરી વિનંતી. >>>>>>>>ચંદ્રવદન.
GYPSY’S DIARY
This is the unique Blog in the Gujarati Webjagat….it is the diary of an ex-officer of th Indian Army…is the diary of Capt. Narendra. Reading the posts in Gujarati makes you feel like a Jawan of the Indian Army & your love for India is made stronger.I sincerely hope that you will visit this Blog & read the Posts published…..then, I am sure you may visit the Site again.
Chandravadan.

માર્ચ 14, 2009 at 6:33 પી એમ(pm) 8 comments

બ્લોગર કોન્ફરન્સ..૨

  

બ્લોગર કોન્ફરન્સ..૨

“બ્લોગર કોન્ફરન્સ” હતી, માર્ચ,૮,ના રવિવારે,
જેમાં પ્રથમ વાર, હું ગયો સૌને મળવા ‘ને સાંભળવા,
હતા, વિશાલભાઈ અને વિજયભઈ ત્યાં,
અને, શૈલાબેન સાથે દેવિકાબેન પણ ત્યાં,
સાંભળ્યા રાજભાઈને અને ભરતભાઈને,
વળી, વાતો કરી કારમાંથી વિશ્વદિપભાઈએ,
ભારતથી હતા, અખિલભઈ સુતરીઆ,
અને હતા, સ્વાતિબેન ગઢીઆ,
વિજયભાઈએ કૃતિ મકાઈના દાણા બારે કહી,
દેવિકાબેને “મ” પર રચેલ રચના કહી,
એકબીજાનો પરિચય  આપતા ખુશી હતી,
“કોપીરાઈટ “અને અન્ય વિષયે ચર્ચાઓ હતી,
કેમેરો હતો છતાં, નિહાળી ના શક્યો કોઈને,
તો, શું થયું ?”આવજો બીજી કોન્ફરન્સમાં “કહુ હું સૌને !
 
કાવ્ય રચના…..માર્ચ, ૯. ૨૦૦૯          ચંદ્રવદન.
 
 

બે શબ્દો

રવિવાર અને માર્ચ, ૮, ૨૦૦૯ના દિવસે આ કોન્ફરન્સ હતી…..વિજયભાઈ શાહના વિચાર અને વિશાલભાઈના કોમ્પુટરના જ્ઞાન સાથે મિલન થતા  એક વિડીયો કોન્ફરન્સ બાદ આ બીજી કોન્ફરન્સ હતી, જેમાં હું પ્રથમ વાર હતો. અને, મેં જે અનુભવ્યું તેને જ એક કાવ્યરૂપે અહી પ્રગટ કર્યું છે. કદાચ, કોન્ફરન્સમાં ભાગ લેનારામાંથી કોઈનું નામ કાવ્યમાં ના હોય તો મને માફ કરશો. ……ચંદ્રવદન.
 
FEW WORDS
This is a Post informing all that a 2nd Conference of the Bloggers of the GUJARATI-WEBJAGAT was held on March 8th 2009. Those who were unable to attend it, I hope they will be trying to attend the next one. Vishalbhai or Vijaybhai will be timely informing of that to all.>>>>>CHANDRAVADAN.

માર્ચ 12, 2009 at 5:08 પી એમ(pm) 5 comments

ચંદ્ર ભજન મંજરી..(૩)

 
                 હરિ, તને શુ રે આપુ ?
હરિ તને શું રે આપું ?
જે છે તે બધુ રે તારૂ,
નથી કાંઈ રે મારૂ,
                હરિ તને શું રે આપું ?…(ટેક)
હરિ, હું તો એક પ્રેમજ આપું,
જેને કહી શકું કંઈકજ મારૂ,
છતાં, એ પણ ખરેખર છે તારૂ….
                   હરિ તને શું રે…. (૧)
હરિ, હું તો એક પુષ્પ રે આપું,
એમાં પ્રેમભર્યો એ જ કૈઈક મારૂ,
છતાં, એ પુષ્પ તો ખરેખર છે તારૂ…
                                   હરિ તને શું રે… (૨)
હરિ, હું તો એક ભોજન થાળ રે આપું,
એમાં પ્રેમભર્યો એ જ કંઈક મારૂ,
છતાં, એ ભોજન તો ખરેખર છે તારૂ…
                      હરિ તને શું રે…(૩)
હરિ, હું તો દુ:ખીઆને કંઈક સહાય રે આપું,
એમાં પ્રેમભર્યો એ જ કંઈક મારૂ,
છતાં, એ કાર્ય તો ખરેખર છે તારૂ…
                       હરિ તને શું રે… (૪)
ચંદ્ર કહે, આ માનવ જન્મ છે મારો, એવું કંઈક રે જાણુ,
છતાં, હું તો એક ભક્ત છે તારો, એટલુ જ ખરેખર જાણુ.
કાવ્ય રચના: જુન ૧,૧૯૯૧

ચંદ્ર ભજન મંજરી (૩)

બે શબ્દો

તમે “ચંદ્ર ભજન મંજરી “માં રેકોર્ડ કરેલ “ગણેશ વંદના ” સાંભળી…ત્યારબાદ, બીજા ૬ ભજનો રેકોર્ડ કર્યા હતા એમાંથી આ “પ્રભુ તને શું રે આપું ? “ની ભજન-રચના હવે તમે સાંભાળી. તમે પધારી સાંભળી એ મારા માટે ઘણા જ આનંદની વાત છે…જો તમે “બે શબ્દો ” પ્રતિભાવરૂપે આપ્યા તો એ વાંચી મને બહું જ ખુશી હશે. ……ચંદ્રવદન.

માર્ચ 11, 2009 at 3:09 પી એમ(pm) 13 comments

આજ હોળી છે !

 Holi of ColoursHoli Celebrations
 

આજ હોળી છે !

અરે, આજ હોળી છે, અરે આજ હોળી છે……(ટેક )
રંગો ઉડે છે આકાશમાં,
નર-નારીઓ નાચે છે તાનમાં, ……અરે, આજ….(૧)
પડ્યા રંગો નર-નારીઓના અંગો પર,
ભુલ્યા સૌ ભાન, ‘ને કહે મસ્તી કર, મસ્તી કર,…..અરે, આજ….(૨)
દૂર ભાગી છે અહંકાર-ઈર્ષા રે સૌની,
પ્રેમ-આનંદ હૈયે વહે, એવી કહાણી છે સૌની,….અરે, આજ…..(૩)
ચંદ્ર પૂછેઃ હોય સમજણ આવી એક દિવસની ?
કે, હોય હોળી આવી હર દિવસની ?…..અરે, આજ……(૪)
કાવ્ય રચના…..ફેબ્રુઆરી,૨૬, ૨૦૦૯            ચંદ્રવદન.
 
 

બે શબ્દો

સવંત ૨૦૬૫માં આજે મંગળવાર્,ફાગણ સુદ ચૌદશ્ અને તારીખ, માર્ચ, ૧૦, ૨૦૦૯નો શુભ દિવસ…..એટલે, હોળી નો દિવસ. થોડા દિવસો પહેલા હોળીને યાદ કરી, મેં એક રચના લખી હતી તે આજે હું એક પોસ્ટરૂપે પ્રગટ કરૂં છું. હોળીનો ઉત્સવ તો વર્ષોથી ઉજવાય છે. સૌ જાણતા હશો છતાં, લખું છું……એક રાજા હિર્નાકશીપુ નામે પોતાને એક ભગવાન તરીકે માનતો અને પ્રજાએ એનું પાલન કરવાનું એવો એનો હુકમ હતો. એનો પુત્ર પ્રહલાદ શ્રી વિષ્ણુનો ભક્ત હતો એથી એણે એને મારી નાખવા એનેક પ્રયત્નો કર્યા બાદ, એની બેન હોલીકાને પ્રહેલાદના પ્રાણ લેવા આદેશ દીધો. હોલીકાને અગ્નિ બાળી શક્તો ના હતો એથી એ પ્રહલાદને લઈ અગ્નિ-ચિતામા બેઠી…કિન્તુ, શ્રી વિષ્ણુએ પ્રહલાદની રક્ષા કરી અને હોલીકા બરી ગઈ. આ ઘટનાની યાદમાં વર્ષોથી “હોળી “નો ઉત્સવ ઉજવાય રહ્યો છે. આ દિવસે, લોકો એક્બીજા પર રંગો ઉડાડે છે અને આનંદમાં નાચે છે, સાંજ/રાત્રીના લાકડા વિગેરે ભગું કરી ફળિયે/ગામે અગ્નિ સળગાવવામાં આવે છે, અને એની ફરતે લોકો નાચે છે, પુજા કરે છે. આ એક દિવસ લોકો ન્યાત/જાત,ઈર્ષા,અભિમાન અને દુઃખો ભુલી પ્રેમ્/આનંદ કરે છે.
તમે સાઈટ પર આવી, આ પોસ્ટ વાંચી, …..હવે, શક્ય હોય તો પ્રતિભાવ પણ આપશોને? >>>>>>ચંદ્રવદન.
 
FEW WORDS
Today it is the day of HOLI. It is a Hindu Festival which is celebrated annually. On this day, people are all in joyous mood, sprnkling colors on eachother. On this day,in the evening a bonfire is lit & then people dance around it & some do PUJA ceremonies too.
It is said that this celebration started many years ago & the the Legend of Prahalad & Holika is attached to the Celebration. King Hirnakashipu was a powerful but a wicked King who claimed himself to be the God & demanded that all pray to him & not Lord Vishnu. However his son, Prahalad, was a Vishnu devotee & he disobeyed his father’s orders. So, the King attempted to kill him but was not successful & finally he asked his sister, Holika. Holika had a boon & that the fire cannot touch her, So, she took Prahalad on her lap & entered the bonfire, But, with the protection of Lord Vishnu, Prahalad was unharmed while Holika was burnt to ashes. It is this incident that is remembered on HOLI & celebrated anually with the joy of God’s protection of Prahalad from evil Holika….this is one way to remember Lord Vishnu & ask for His Blessings. >>>CHANDRAVADAN.

માર્ચ 9, 2009 at 11:13 પી એમ(pm) 15 comments

સુવિચારો

 
 
 

સુવિચારો

સમજણ..૨

જ્ઞાનની તરસે માનવ-જ્ઞાનનો વધારો થાય, અને આવી જ્ઞાન-પ્રાપ્તિ સાથે અનુભવોનું મિલન એટલે સાચી સમજણ…અને, એવી સમજણે જીવનનું ઘડતર એટલે જીવન જીવવાની ચાવી મળી ! ……ચંદ્રવદન.

અજ્ઞાનતામાં થયેલી સમજણ માનવીને ડુબાડે છે, કિન્તુ, કોઈ જ્ઞાની કે સંતનો ભેટો થાય તો, આ ભવસાગર પાર થઈ જાય!……ચંદ્રવદન.

 

બે શબ્દો

તારીખ માર્ચ,૩, ૨૦૦૯ના દિવસે ” સમજણ ” બારે ચંદ્ર-સુવિચારો પ્રગટ કર્યા હતા. અને, એ પોસ્ટ માટે અનેક પતિભાવો મળ્યા હતા. એ માટે મને ખુબ જ આનંદ થયો હતો. આજે એ “સમજણ ” વિષયે બીજા બે સુવિચારો પ્રગટ કર્યા છે. માને કે આજના વિચરો સિક્કાની બીજી બાજૂ છે. અજ્ઞાનતામાં થયેલી સમજણ ” ખરી સમજણ ” ના કહેવાય. એવી સમજ સાથે ચાલનાર માનવી એવું માનવા લાગે કે જે પંથે એ જઈ રહ્યો છે તેજ ” સાચો રસ્તો “, અને એ પ્રમાણે આગેકુચ કરતા એ ડુબે છે. જ્યારે એને કોઈ જ્ઞાની કે સંતનો ભેટો થાય ત્યારે એને સાચી સમજણ પ્રકાશ આપે છે. આથી, આપણે સૌએ સમજણ ખરેખર શું છે તે જાણવું ઘણું જ મહત્વનું છે કારણ કે આખરે એવી સમજણ સૌને “પરમ તત્વ ” તરફ જ દોરે છે. .>>>>>ચંદ્રવદન.
 
FEW WORDS
 New thoughts are written as a Post on the topic ” Samajan or understanding “. Without the true knowledge, our mind can lead us to the wrong path or conclusions & that can lead to the Disasters. A learned person or a Saint can lead such aperson to the right path.I hope you will read this Post & will give your opinions as your Comments. THANKS !
Dr, Chandravadan Mistry.

માર્ચ 7, 2009 at 12:29 એ એમ (am) 11 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031