Archive for ડિસેમ્બર, 2013

આંકડા, ગણતરી સાથે નવા વર્ષની પ્રથા !

New Year 2014 Images

આંકડા, ગણતરી સાથે નવા વર્ષની પ્રથા !

માનવીએ આંકડા શોધી, ગણવાની ટેવે નવું વર્ષ કહ્યું,

અરે ! આ શું સુજ્યું ? આ કેમ માનવીને સુજ્યું ?……………(ટેક)

 

તાપ,ઠંડી, વરસાદ સાથે વસંત અને પાનખરનું જાણ્યું,

એવી જાણમાં ઋતુઓના નામો ભરી, એક વર્ષ કહ્યું !……(૧)

 

એક વર્ષની પુર્ણતા બાદ, વહેતા સમયને “નવું વર્ષ” કહ્યું,

પછી તો, નવા વર્ષના આગમનની ટેવ પડ્યાનું થયું !……(૨)

 

એવી ટેવમાં ગતવર્ષના વહી ગયેલ જીવનને માનવી નિહાળે,

ત્યારે જ,સરવાળો બાદબાકી કરતા ખરૂં ખોટું નું એ જાણે !….(૩)

 

જો, નવા વર્ષમાં ખોટું છોડી સતકર્મો પંથે જવા એ વિચારે,

તો, નવા વર્ષની ગણતરી યોગ્ય કહેવાય, ચંદ્ર એવું માને !….(૪)

 

૨૦૧૪નું નવું વર્ષ તો હશે ટુંક સમયમાં,

“શુભ સંકલ્પો”કરવા તકો છે સૌને આ સમયમાં !……..(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૨૦૧૩               ચંદ્રવદન

 

બે શબ્દો…

 

થોડા દિવસમાં ૨૦૧૪નું “નવું વર્ષ” શરૂ થશે.

એ યાદ કરી, આ રચના શક્ય થઈ છે.

ગમી ?

“હેપી ન્યુ યર ” સૌને !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

The Year od 2013 soon will end.

And….2014 will begin.

Let us look back into 2013 & reflect on all done in 2013.

Then…..Think about the “good deeds” for 2014.

HAPPY NEW YEAR to All !

Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 30, 2013 at 3:58 પી એમ(pm) 11 comments

આઈ લવ હ્યુસ્ટન પણ આઈ લાઈક અમદાવાદ ફોર ફ્યુ ડેઈઝ !

Gujarat Map, Map of Gujarat State

Aerial View of the Sabarmati riverfront (AMDAVAD)

આઈ લવ હ્યુસ્ટન પણ આઈ લાઈક અમદાવાદ ફોર ફ્યુ ડેઈઝ !

હું અમદાવાદી, હવે થઈ ગયો પુરો હ્યુસ્ટનવાસી…..(ટેક)

 

ભ્રષ્ટાચાર ભારતમાં વધીને હવે એ ગઈ છે શિખરે,

રાજકિયધંધાની અસર દેખાય છે સર્વ ધંધે,

તેમ છતાં, કારણ હોય કે ના હોય, મારે તો અમદાવાદ જાઉ છે !….(૧)

 

સુટકેસોમાં મારું થોડું અને નથી લેવું મારે કોઈનું,

ચાર જોડી કપડા,ક્રેડીટ કાર્ડ અને ટીકીટ સાથે જવાનું,

જેથી,કસ્ટમવાળાના ડર વગર લીલી બત્તીમાંથી પસાર થાઉ છે !….(૨)

 

“ચંદ્રવિલાસ”ના ગરમ ફાફડા,જલેબી સાથે પપૈયા ચટણી ખાવી છે,

“આઝાદ”ના પુરીશાક અને અથાણાનો સ્વાદથી જીબને સંતોષ દેવો છે,

અરે ! બાળપણ યુવાનીમાં ખાધેલું તે ખાઈને મનને શાંત કરવું છે !…..(૩)

 

પુસ્તકોના પ્રકાશન માટે અમદાવાદ મારૂં તો સૌનું જાણીતું છે,

સસ્તે ભાવે ડોલર બચાવી પુસ્તક-ખરીદી મારે કરવી છે,

અરે ! ફીલ્મો,નાટકોની ડીવીડી ખરીદવાનું મારે નથી ભુલવું છે !……(૪)

 

ગુજરાતી સાહિત્યકારોના ઘરે ઘરે જઈ સૌને મળવું છે,

ગુજરાતી નાટકો જોવાય તેટલા જોઈ મન મારૂં સંતોષ કરવું છે,

ના મોટરકાર, ફક્ત રીક્ષામાં અમદાવાદમાં સફરો કરવી છે !……(૫)

 

પહેલા મનને શાંત કરી, સૌ મંદિરે પ્રભુદર્શન કાજે મારે જાઉ છે,

એક દિવસના રીક્ષાભાડે, આવી ઈચ્છા મારી પુરી કરવી છે,

અરે ! જીવનમાં કરેલી ભુલોની માફી અમદાવાદમાં માંગવી છે !…..(૬)

 

રાજકિય નેતાઓથી દુર ભાગી, અમદાવાદની સફર પુરી કરવી છે,

અમદાવાદમાં મન-શાંતી પામી, હ્યુસ્ટનની યાદ ફરી તાજી કરવી છે,

અરે ! રીટર્ન ટીકીટ અરપોર્ટે બતાવી,પ્યારી હ્યુસ્ટનને ફરી જોવી છે !…..(૭)

 

લખચોરાસીના ફેરામાં કદી જો માનવ જન્મ મુજને મળે,

તો, ભારત બદલે હ્યુસ્ટનમાં જ પ્રભુ તું મુજને જન્મ દેજે,

“આઈ લવ હ્યુસ્ટન, બટ આઇ લાઈક અમદાવાદ ફોર ફ્યુ ડેઈઝ !”…….(૮)

 

નવીન બેન્કર મનડે વિચારો આવા ફરી ફરી રમી રહે,

વિચારોને શબ્દ-સ્વરૂપ આપતા, ચંદ્ર એ વાંચી રહે,

અરે ! એ કારણે જ આ કાવ્ય રચના બને !………….(૯)

 

કાવ્ય રચના ઃ તારીખ ડિસેમ્બર,૨૩,૨૦૧૩                    ચંદ્રવદન

બે શબ્દો…

ડીસેમ્બરની ૨૩,૨૦૧૩નો દિવસ.

હ્યુસ્ટનથી મિત્ર ચીમન પટેલનો ઈમેઈલ મળ્યો.

એમાં નવીન બેન્કરનો એક લેખ હતો….જેમાં હ્યુસ્ટન શહેરમાં રહી એમને આનંદ હતો..પણ જરૂર થોડા દિવસો અમદાવાદ શહેરમાં જઈ બાળપણ યુવાનીની મઝા ફરી અનુભવી, હૈયે ખુશી  કેવી રીતે હશે એનું જ વર્ણન હતું.

જે લેખરૂપે એમણે લખ્યું તેને મેં “કાવ્ય” સ્વરૂપ આપવા પ્રયાસ કર્યો.

જે શક્ય થયું તેને પ્રથમ નવીનભાઈ અને ચીમનભાઈને ઈમેઈલથી મોકલ્યું.

આજે એ જ રચના મારા બ્લોગ પર એક પોસ્ટરૂપે છે. ગમી ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Based on the VIEWS of NAVIN BANKER of HOUSTON as expressed in a Gujarati Lekh, this Kavya (Poem) in Gujarati was created.

This Poem was sent to Navinbhai…with a Copy to Chimanbhai Patel, who had sent the Lekh via an Email.

If you wish to read that LEKH by NAVIN BANKER, you can visit VINOD VIHAR of Vinod Patel and read a Post @

http://vinodvihar75.wordpress.com/2013/12/23/366%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%81%e0%aa%82-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%b5%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87%e0%aa%a8%e0%ab%81/

Now as a Post, you are all reading it.

Hope you like it !

Dr. Chandravadan Mistry.

ડિસેમ્બર 28, 2013 at 12:58 પી એમ(pm) 8 comments

“ક્રીસમસ”ને તમે ખરેખર જાણો !

Candle Of Joy And Happiness.

Magical Christmas Greetings.

“ક્રીસમસ”ને તમે ખરેખર જાણો !

ચાલો, “ક્રીસમસ”ના ઉત્સવ વિષે કાંઈ વધુ જાણીએ,

શા કારણે એ ઉજવાય છે એની થોડી વિગતો જાણીએ,……(ટેક)

 

પ્રથમ, શબ્દ “ક્રીસમસ”કેમ કહેવાય તેનું વિચારીએ,

“ક્રાઈસ”નું “માસ”ના બે શબ્દોમાંથી “ક્રીસમસ” નામ મળે,

એટલું પ્રથમ જાણવું અગત્યનું રહે !…………(૧)

 

ક્રીસમસનો ઉત્સવ એટલે “જીસસ ક્રાઈસ્ટ”ના જન્મની ખુશી રહે,

૨૫મી ડીસેમ્બરને જીસસ જન્મદિવસ સૌ ગણે,

એથી જ, એ દિવસે એ ઉજવાય !………(૨)

 

જીસસના ખરા જન્મદિવસ વિષે ખરેખર છે સૌ અજાણ,

“જુલીઅન”અને “ગ્રેગોરીઅન” કેલેન્ડર આધારીત મતભેદો એવું જાણ,

૨૫મી ડીસેમ્બર માની બહુમતીએ એ વિશ્વમાં ઉજવાય !…….(૩)

 

ઉત્સવ આનંદના દિવસ કારણે માનવીઓ લડાઈ કરે,

“ઉજવવાની મના છે” એવું પણ ઈતિહાસ કહે,

ચાલો, ભુલી જઈ, આનંદ કરીએ !………..(૪)

 

“સાથે મળીને ગાવું”ના ભાવે “ક્રીસમસ કેરોલ” સંગીત બને,

ચાર્લ્સ ડીકન્સની બુક શબ્દો દ્વારા વિશ્વના સૌએ હૈયે એ વહે,

એવો ભાવ તમે સૌ હૈયે ભરી આનંદ કરો !……..(૫)

 

“ક્રીસમસ ટ્રી”જે નિહાળો તેની શરૂઆત જર્મનીમાં થઈ,

“હ્રદય જેવા પાન”ની “આઈવી” ‘ને લાલબેરીની “હોલી”શણગારની પ્રથા થઈ,

એમાં જીસસની યાદ સૌ હૈયે રહે !……..(૬)

 

લોહીરૂપી “લાલ” રંગમાં “ક્રુસીફીકેશ”ને નિહાવાની વાત તમે માનો,

લીલા રંગે “અમરતા” ‘ને સોનેરી રંગને પહેલો ક્રીસમસ રંગ ગણો,

એવા વિચારમાં કાંઈ સારૂં સમજો !……(૭)

 

કીસમસ સમયે “ભેટો” આપવાની પ્રથામાં પ્રેમભાવ નિહાળો,

“ક્રીસમસ કાર્ડ”મોકલાનું તો પાછળથી શરૂ થયાનું તમે જાણો,

એવી સમજ સાથે ઉત્સવ કરતા રહો !……..(૮)

 

બાળકોના આનંદ માટે “સાન્તા ક્લોસ” કે “ફાધર ક્રીસમસ ” હોય,

અને, કોઈ જગાએ “સેઈન્ટ નીકોલસ” નામે એને કહેતા હોય,

એવી પ્રથામાં બાળ આનંદના દર્શન કરો !……(૯)

 

વિશ્વમાં માનવીઓ છે અનેક જુદા જુદા ધર્મો પંથે,

ઉજવે છે “ક્રીસમસ, દિવાળી ‘ને ઈદ” વિગેરે નામે,

એવા સમયે,વેરભાવો છુટી, “માનવતા” ખીલે, એવું ચંદ્ર કહે !……(૧૦)

 

કાવ્ય રચનાઃ તારીખ ડિસેમ્બર,૧૪,૨૦૧૩                ચંદ્રવદન

બે શબ્દો…

હું ઘરે બેઠો હતો.

એવા સમયે, થોડા દિવસો બાદ ક્રીસમસ હશે એવા વિચાર સાથે મારા મનમાં આ તહેવાર વિષે વધુ જાણવાની ઈચ્છા થઈ.

મેં “ગુગલ” દ્વારા માહિતી જાણી.

એવા ઈતિહાસરૂપી માહિતી દ્વારા ઘણું જાણ્યું.

બસ…જે જાણ્યું તેમાંથી “ઝલક” રૂપે કાવ્ય દ્વારા કહેવાનો આ મારો પ્રયાસ છે !

આ પોસ્ટ તમોને ગમે.

“મેરી ક્રીસમસ” સૌને !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

It is the Christmas Day of 2013.

This will be followed by the New Year of 2014 soon.

Many celebrate tis Day.

I have tried to find out WHY CHRISTMAS DAY is CELEBRATED.

What I had leant is told in a Poem in Gujarati.

MERRY CHRISTMAS to ALL !

Dr. Chandravadan Mistry.

ડિસેમ્બર 24, 2013 at 1:02 પી એમ(pm) 8 comments

ગૌસેવાના પંથે ડો. નિરંજન રાજ્યગુરૂની જીવન સફર !

NIMANTRAN-2

ગૌસેવાના પંથે  ડો. નિરંજન રાજ્યગુરૂની જીવન સફર !

 

ડો. નિરંજન રાજ્યગુરૂ….અને ૧૬મી એપ્રીલ ૧૯૮૬માં ઘોઘાવદરની ભુમી પર એક “આનંદ આશ્રમ”ની સ્થાપના.સાહિત્ય સર્જનનું કાર્ય અકાંતમાં શરૂ કરતા એમને હૈયે ખુશી હતી…..અને એવી પ્રવૃત્તિઓ સાથે એમણે “ગૌસેવા” માટે ગૌશાળાની શરૂઆત કરી.

રવિવાર,તારીખ,૨૨,ડિસેમ્બર,૨૦૧૩ના શુભ દિવસે એક “ત્રિવિધી”અવસરના કાર્યક્રમે હશે>>>>

(૧) હનુમાન મહારાજ મુર્તિની પુનઃપ્રાણપ્રતિષ્ઠા

(૨) ગૌશાળા ઉદધાટન

(૩) શ્રી રશીકભાઈ મહેતાના કાવ્યસંગ્રહ “વસરવાણી”પુસ્તકનું વિમોચન.

આવા સુંદર કાર્યક્રમ માટે નિરંજનભાઈએ મિત્રતાના ભાવે નિમંત્રણ મોકલ્યું.

એ માટે ખુશીભર્યો આભાર !

ભલે હું હાજરી ના આપી શકું પણ…..મારૂં મન હૈયું ત્યાં જ સૌ સાથે હશે.

હનુમાનજીને મારા વંદન !

રશીકભાઈને અભિનંદન !

ગૌશાળા ઉદધાટન માટે ખુબ જ ખુશી.

જ્યારે “આનંદ આશ્રમ”ની સાઈટ પર ગયો હતો ત્યારે ગૌસેવા વિષે જાણ્યું હતું.

“ગૌ” સાથે “માતા” શબ્દ જોડાય છે.

શા માટે એવા સ્વરૂપે નિહાળી એનું પૂજન થાય છે ?

અસલ જમાના પર નજર કરો !

માનવી “ગૌ”ને એની સાથે રાખી એની સેવા કરતો. એવી સેવા દ્વારા દુધ ખોરાકરૂપે મળતું. ગૌમાતાનું દુધ માનવી જીવનનો એક મોટો આધાર હતો.

ગૌમાતા એના સંતાનરૂપે આપે “બળદ”.

બળદના સહાયે માનવી ખેતર ખેડી અન્નનો પાક કરી શકતો.પરિવારનું ભરણપોષણ કરી શકતો.

અને…બળદની સહાયે ગાડું એક જગાથી બીજી જગાએ જવા માટે માનવીને એક “સુવિધા” આપતી.

એ સિવાય “તેલ”બનાવવા માટે કે શેરડીમાંથી રસ કરી ગોળ વિગેરે માટે બળદ શક્તિની સહાય લેવાતી.

અરે….પાણી કુવામાંથી ખેંચવા બળદ સહાયે હતો !

ગૌમાતાના દુધમાંથી દહી છાસ…માખણ અને અનેક વાનગીઓ !

અને ના ભુલો “છાણ” જેના થકી રાંધવું પાણી ગરમ કરી ન્હાવું અને ઝુપડી-ઘરોએ લીપણ કરી રહેવાની જગા કરવી.

હવે કલ્પના કરો …ગૌ અને ગૌ પરિવાર કારણે જ જાણે માનવી જીવન નભતું હતું

તો, “ગૌ” માતાના પદને યોગ્ય જ કહેવાય.

આજે…અન્ય પ્રાણીઓના દુધનો વપરાસ જરૂર થાય છે પણ ગૌમાતાના દુધને વિજ્ઞાને પણ ઉંચુ પદ આપ્યું છે.

માનવી જ એની સ્વતંત્રતાના કારણે “હિંસા” કરે છે.માનવી જ ગૌમાતાને “ઢોર” કહી અપમાનીત કરે છે.

 

“આનંદ આશ્રમ”માં ગૌમાતાની સેવા સાથે અન્યજીવોની સેવા થાય છે.

અહી સૌ પ્રાણીઓ પ્રત્યે “દયાભાવ”નો સંદેશો છે !

નિરંજનભાઈ..એમના પરિવારના સૌને …તેમજ જે કોઈ ગૌસેવા આપે તેઓ સૌને મારા વંદન !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW  WORDS…

On 22nd December,2013 there is a Program at the ANAND ASHRAM of GHOGHAVADAR,GUJARAT.

This Ashram is managed by DR. NIRANJAN RAJYAGURU.

Along with the other Ceremonies, there will be opening of the GAUSHALA ( Shelter for COWS).

In India, Cows are regarded as MATA ( Mother).

In this Post I had tried to give the REASONS why such an attitude.

I also took the opportunity to THANK Niranjanbhai for the INVITATION for the Event.

Dr. Chandravadan Mistry.

ડિસેમ્બર 22, 2013 at 1:48 પી એમ(pm) 3 comments

ઈશાનની ચૌલક્રિયા

Badha Card

ઈશાનની ચૌલક્રિયા

ઈશાનની ચૌલક્રિયા એટલે એનો બાબરી પ્રસંગ આવી રહ્યો,

શાને થઈ રહી છે ખુશી મુજ હૈયે, એ જ હું સૌને પૂછી રહ્યો !……(ટેક)

 

૨૦૧૩માં રવિવાર અને ૨૨મી ડીસેમ્બરે એ હશે,

ગુજરાતમાં પીપળાવ, આશાપુરી માત મંદિરે એ હશે,

એવી યાદમાં મુજ હૈયે ખુશી વહે !…..ઈશાન….(૧)

 

પિતા બ્રિજેશ અને માતા પુર્વીના હૈયા હરખાય છે,

ત્યારે, દાદા ગોવિન્દ અને દાદી સવિતા હૈયા પણ હરખાય છે,

એવી યાદમાં મુજ હૈયે ખુશી વહે !…..ઈશાન….(૨)

 

બાળ બાબરી રાખવી એ તો એક સંસારી બાધા રહી,

જેમાં પ્રભુ ઉપકારરૂપી એક માનવશ્રધ્ધા રહી,

એવી યાદમાં મુજ હૈયે ખુશી વહે !…..ઈશાન….(૩)

 

આ શુભ ઘડી માટે આમંત્રણ મિત્ર ગોવિન્દ મોકલે,

ત્યારે, અમેરીકાથી ચંદ્ર ગોવિન્દને સ્વીકારરૂપી આભાર મોકલે,

એવી યાદમાં મુજ હૈયે ખુશી વહે !…..ઈશાન….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ, ડીસેમ્બર,૭,૨૦૧૩            ચંદ્રવદન

 

બે શબ્દો…

ઈમેઈલથી ગોવિન્દભાઈ પટેલે મને એમના પૌત્ર ઈશાનની બાબરીના પ્રસંગ માટે આમંત્રણ મોકલ્યું.

આ પ્રસંગ ગુજરાતમાં ૨૨મી ડીસેમ્બરના દિવસે હતો.

હાજરી આપવી અશક્ય હતું.

તેમ છતાં, એક કાવ્ય રચના દ્વારા મેં મારી ખુશી દર્શાવવાની તક લીધી.

એ જ રચના આજે તમે એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

આશા છે કે ગોવિન્દભાઈ જો કોમ્પ્યુટર પર જઈ શકશે તો જરૂર વાંચી ખુશી અનુભવતે.

માતા મંદિરે આ કાર્ય સારી રીતે પુર્ણ થાય એવી પ્રાર્થના !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is a KAVYA (Poem) about the SHAVING OFF the Hairs of the Scalp of a Child with the Prayers.

It is the way to THANK GOD for the BLESSING with a Child.

An Invitation for this Ceremony in Gujarat,India was received from my friend GOVINDBHAI PATEL. The Ceremony was for his Grandson ISHAN.

The Poem was to THANK Govindbhai for the Invitation & express my Joy for the Event.

Dr. Chandravadan Mistry.

ડિસેમ્બર 22, 2013 at 12:17 એ એમ (am) 4 comments

એક ગટરનું ઢાંકણુ !

photo

એક ગટરનું ઢાંકણુ !

અરે ! આ તો ગટરનું ઢાંકણુ રહ્યું,

પણ છે ક્યાં ? પીકચર એનું કોણે પાડ્યું ?

 

અરે ! ખબર નથી એ તો ગંદકી છુપાવે છે ?

વળી, અમેરીકાની ગટરોની દુર્ગંધ છુપાવે છે !

 

શાને ત્યારે અમેરીકનો ભારતીયોની હસી ઉડાવે છે ?

એવું જાણી, મુજને આજે જરા હસી આવી રહે છે !

 

કામો નાના કે મોટા હોય, અમેરીકામાં એ ભલે,

ભારતીયો એવા કામો કરવા કદી ના ડરે !

 

અરે ! ભારતીયો તો બુધ્ધિથી રીસર્ચ કરી છે અનેક,

અને, અમેરીકાને નવી શોધો દીધી છે અનેક !

 

હવે, ફરી નિહાળો એ ઢાકણું ગટરનું,

“મેઈડ ઈન ઈન્ડીઆ”નું લખાણ છે ઢાકણાનું !

 

ભારત હૈયે વહે મિત્રતા, લાજ અમેરીકાની જરૂર રાખશે,

એવી અમેરીકા સરકાર સમજ હશે ત્યારે જ કાંઈ નિર્ણય હશે !

 

ભારત કે ભારતના રાજ્યોના પ્રતિનિધીઓ પર સમભાવ હશે,

એવી ઘડીએ, મોદી કે રાજ્ય-કેન્દ્ર સરકારને ખરો ન્યાય મળશે !

 

ચાલો હવે, ભુતકાળને ભુલી ભવિષ્યના વર્તનની વાત કરીએ,

વર્તમાનમાં રહી, વિચારધારા બદલવાની અમેરીકાની વાતો હશે !

 

કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૨૦,૨૦૧૩                      ચંદ્રવદન

 

બે શબ્દો…

ગાંધીનગર,ગુજરાતથી પ્રદીપભાઈ રાવળનો એક ઈમેઈલ આવ્યો.

એની સાથે એક ટુંકુ લખાણ હતું અને એક “ગટરના ઢાંકણ”નો ફોટો હતો, જેના પર “મેઈડ ઈન ઈન્ડીઆ” લખલું હતું.

અને પ્રદીપભાઈએ લખ્યું કે “પ્રતિભાવ આપશો ?”

જરા વિચારમાં પડ્યો.

અમેરીકાની સરકાર અને ભારત પ્રત્યેના “જુના” અને અત્યારના “નવા” સબંધો યાદ આવ્યા.

પાકીસ્તાન અને અન્ય દેશો સાથે નજીક રહી ભારત માટે અમેરીકા તરફથી થોડો અન્યાય હતો….હવે, કદાચ ભારત નજીક આવવા માટે વિચારો હશે.

ન્યાયની દ્વષ્ઠીએ નહી પણ “કોઈ અન્ય રાજકીય કારણો” થકી ભારતના એક રાજ્યના મુખ્ય મંત્રીને પધારવા “વીઝા” ના આપવામાં આવ્યા હશે એવું મારૂં માનવું છે.

બસ….આવી વિચારધારા સાથે આ કાવ્ય રચના એક પીક્ચર આધારીત છે !

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW  WORDS…

A Photo of a LEAD on the Sewage System in a City in America.

It was “MADE IN INDIA” as written on it.

Using that as the INSPIRATION….I had created a Poem in Gujarati.

Within it is my DEEP LOVE for INDIA.

Hope you can read in Gujarati..if NOT, get the help & someone can read that Poem to you !

 

Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 20, 2013 at 6:01 પી એમ(pm) 11 comments

ચન્દ્રવિચારધારા (૧૧)…મિત્રતા શું અને કેમ ?

vijay with Dr chandravadan mistry

PHOTO of CHANDRAVADAN & VIJAY taken on 16th Nov.2013 at Houston Texas

ચન્દ્રવિચારધારા (૧૧)…મિત્રતા શું અને કેમ ?

વિજયભાઈના બ્લોગ પર એક ફોટા સાથે નીચેના શબ્દો હતા>>>>
હતી આમ તો પત્ર મૈત્રી, ફોન મૈત્રી અને વેબ મૈત્રી
તાદ્રશ્ય થયા ત્યારે લાગ્યુ છે મોટાભાઇ સમ સર્વ રીતે…
મૈત્રી  મોગરા મહેંક્યાં જ્યારે રુબરુ આપણે
પરિતૃપ્તતાની વાતે જાણે ફરી સંવાદીતાની મહોર લાગી
આ પોસ્ટરૂપે વાંચી, મારા હૈયે ખુશી ઉભરાય અને મેં પ્રતિભાવરૂપે નીચે મુજબ લખ્યું>>>>

વિજયભાઈ, આ પોસ્ટમાં એક સુંદર ફોટો.

હું અને તમે છે એ ફોટામાં.

આ ઘડી માટે આપણે બન્ને વાટ જોઈ રહ્યા હતા.

એવી રાહમાં એકબીજાને મળવાની આશાઓ હતી.

ભલે “ઈચ્છાઓ” હોય..પણ ઈચ્છા પુર્ણ કરવા કેમ આશાઓ જાગે ?

શું આશાઓ રાખવી યોગ્ય કહેવાય ?

જો યોગ્ય હોય તો શાને કોઈવાર “નિરાશા” હોય ?

તો શું કરવું ?

જો ઈચ્છાઓ કે આશાઓ હોય ત્યારે પરિણામ પ્રભુ પર છોડ્વું !

જો એવું કર્યું તો….આશાઓ પુર્ણ કે અપુર્ણ ત્યારે મન પર તણાવ ના હોય શકે.

આવી હાલતે જ્યારે હું હતો..ત્યારે એક ટ્રીપમાં અચાનક હ્યુસ્ટન જવાનું ગોઠવાયું..જે પ્રભુએ જ શક્ય કર્યું !

પોસ્ટમાં જે શબ્દો તમે લખ્યા તે માટે ખુશીભર્યો આભાર !

…ચંદ્રવદન

ચાલો તો આપણે આ વિજય અને ચંદ્રવદન શબ્દોનો આધાર લઈને થોડી ચર્ચા કરીએ.

આ સંસારમાં મિત્રતા શા માટે પ્રભુએ ઘડી હશે ?

એવો વિચાર કરતા તરત જ શત્રુતાનું યાદ આવે.

તો ફરી બીજો સવાલ રહે ઃ ” શા માટે પ્રભુએ શત્રુતા ઘડી હશે ?

માનવી જન્મ લેતા પવિત્ર આત્મા સાથે જન્મે છે.

પણ….એ સાથે પુર્નજન્મનું ભાથુ પણ લાવતો હશે….એવું હોય તો, કદાચ એના કારણે જુદા જુદા સ્વાભાવો હોય ?

પણ…તમે જો ભુતકાળ કે પુર્નજન્મમાં માનતા ના હોય તો ?

ત્યારે મને વિચાર આવે કે…….પ્રભુએ એ બુધ્ધિ આપી છે..સાથે સ્વત્રંતા પણ આપી છે. જે વિચારો કરો…જેવી વાણી રાખો અને જેવા કર્મો કરો તે આધારે જ માનવ સ્વાભાવનો જન્મ થાય છે. આવી વિચારધારા પ્રમાણે, માનવી “મિત્રતા” કે પછી “શત્રુતા” અપનાવે છે.

તો, કેવા કર્મો કરવા ?

સત્ય તરફ દોરતા..કે પછી આત્માને આનંદ આપે તેવા હોય ?

એવા કર્મોને “ગુણો” કહીશું ?….જે, અસત્ય તરફ હોય કે આત્માને દુઃખ આપે તેને “અવગુણ”કે પાપ તરફ લઈ જાય તેવા ગણવાની સમજ મળે છે.

એવી સમજ દ્વારા જ અન્ય તરફ “પ્રેમ” અને “મિત્રતા”નો જન્મ થાય છે.

હવે, વધુ ચર્ચા ના કરતા, હું સૌને પૂછું કે ઃ શા માટે વિજયભાઈ શહ સાથે મારી મિત્રતા થઈ ?

આના જવાબરૂપે જરૂર પધારી “બે શબ્દો” લખશો તો એ વાંચી મને આનંદ થશે….આપલેવમાં જ “જ્ઞાન” વધે છે.

…ચંદ્રવદન

 

બે શબ્દો….

આજની પોસ્ટ એટલે તમો અને હું ચર્ચા કરવાની ઘડી.

મેં મારા વિચારો લખ્યા.

હવે તમે એ વાંચી, તમારા વિચારો લખશો.

તમારી વાટ જોઈ રહ્યો છું.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS….

Today’s Post is on the “Friendship”.

The Post gives my views.

Others are invited to give their Views.

Please visit & read this Post.

 

Dr. Chandravadan Mistry.

ડિસેમ્બર 19, 2013 at 6:51 પી એમ(pm) 11 comments

૮૦મી્ ભગુ- બેર્થડેના ચંદ્ર અભિનંદન !

Birthday Cakes For You!Creamy Cakes For Birthday!

૮૦મી્ ભગુ- બેર્થડેના ચંદ્ર અભિનંદન !

 

૮૦મી બર્થડેના અભિનંદન હું આજે પાઠવું,

એવા અભિનંદન છે ડો. ભગુભાઈને !…….(ટેક)

 

મુનસાડના ભીખા કાના ના છે સુપુત્ર એ,

જે, ઈંગલેન્ડ જઈ ડોકટર થયા તેની હું વાત કરૂં,

વાત એવી કરી, અભિનંદન હું એમને ધરૂં !….(૧)

 

૨૦૧૩માં ૧૭મી ડિસેમ્બરના શુભ દિવસે,

૮૦મી બર્થડે પાર્ટી પરિવાર સંગે હશે,

વાત એવી કરી, અભિનંદન હું એમને ધરૂં !…..(૨)

 

ઝીમ્બાબ્વે,આફ્રિકાના હરારે શહેરમાં ઉત્સવ થશે,

ત્યારે, સૌ હૈયેથી ખુશી આનંદ વહી જશે,

વાત એવી કરી, અભિનંદન હું એમને ધરૂં !….(૩)

 

ડો. ભગુભાઈ ભગત સબંધે કાકા મારા,

“હેપી બેર્થડે ટુ યુ”શબ્દોમાં અભિનંદન છે મારા,

વાત એવી કરી,ચંદ્ર પ્રણામ સહીત અભિનંદન પાઠવે !…(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ નેવેમ્બર,૪,૨૦૧૩           ચંદ્રવદન

 

 

બે શબ્દો…

૧૭મી ડીસેમ્બર,૨૦૧૩ એટલે હરારે ઝીમ્બાબ્વે, આફ્રિકાના રહીશ ડો. ભગુભાઈ ભગતની ૮૦મી બર્થડે.

એમની બર્થડે વિષે મેં એમના નાના ભાઈ હિંમતભાઈ સાથે વાતો કરતા જાણ્યું.

બસ…હિંમતભાઈ (મારા કાકા થાય) એમની બર્થડે પાર્ટી માટે જવાના હતા.

એ માટે એક “બેર્થડે કાર્ડ” આપવાના વિચારે આ રચના શક્ય થઈ.

તમોને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS….

It is the 80th Birthday of DR. BHAGUBHAI B. BHAGAT of HARARE, ZIMBABWE.

The Poem in Gujarati is to express to BEST WISHES for 17th Dec, 2013 & beyond.

Hope it is READ in Harare by Bhagukaka.

Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 17, 2013 at 2:31 એ એમ (am) 5 comments

પ્રમુખસ્વામી મહારાજની કહાણી !

Pramukh Swami Maharaj

પ્રમુખસ્વામી મહારાજની કહાણી !

“પ્રમુખસ્વામીજી મહારાજ”ની કહાણી હું કહું,

સાંભળો તમે ધ્યાનથી, જે હું કહું !……….(ટેક)

 

૧૯૨૧માં,૭મી ડીસેમ્બરની એક શુભ ઘડી હતી,

જ્યારે,વડોદરા નજીક ચનસડ ગામે એક બાળ જન્મની વાત રહી,

જન્મઘડી અને રાશી-ગ્રહો આધારીત, બાળ”શાંતીલાલ”ની આ વાત રહી,…..(૧)

 

બાળ ભાગ્યમાં માતા પિતા દિવાળીબેન અને મોતીભાઈ નામે,

જેઓ, અક્ષરપુરૂસોત્તમ પંથના “શાસ્ત્રીજી મહારાજ”ને પોતાના ગુરૂ માને,

અને, શાસ્ત્રીજી મહારાજ આશીર્વાદો શાંતીલાલ શીરે અર્પણ કરે,….(૨)

 

શાંતીલાલ તો બાળ સ્વરૂપે શાંતીભરપૂર માત નજેરે રહે,

શાળામાં ભણતા, એ તો સત્યપંથી,દયાળુ, નમ્રતાભરપૂર બાળ સૌની નજરે રહે,

શાળા શિક્ષણમાં તેજસ્વી,છતાં ધર્મપ્રેમના ઝરણા શાંતીલાલના હૈયે વહી રહે,….(૩)

 

શાળા અભ્યાસ બાદ, સમય મળતા શાંતીલાલ તો હનુમાન મંદિરે હોય,

સાધુ સંતોને સાંભળવા એ તો હંમેશા જીવનમાં ખુશીભર્યો આતુર હોય,

અંતે, જાગૃત થઈ, સ્વામીનારાયણ સંસ્થાના સાધુ બનવાની હૈયે ઈચ્છાઓ હોય,….(૪)

 

૧૯૩૯માં ૮,નવેમ્બર અને ૧૭ વર્ષની વયે શાસ્ત્રીજી મહારાજ ના પત્રો મળે,

૨૨મી નવેમ્બરના શુભ દિવસે, અમદાવાદમાં દિક્ષા લઈ, શાંતીલાલ “શાંતી ભગત” બને,

અને, ૧૯૪૦માં ૧૦મી જાન્યુઆરીના દિવસે ભગવત દિક્ષાથી “સાધુ નારાયણસ્વરૂપદાસ”નામ ગ્રહે,…..(૫)

 

૧૯૫૧માં શાસ્ત્રીજી મહારાજની ઈચ્છાથી સ્વામીનારાયણ સંસ્થાનું પ્રમુખપદ મળે,

સંસ્થાના પ્રમુખના હોદ્દા કારણે “પ્રમુખ સ્વામી”નામે સૌ એમને પૂકારે,

“શાસ્ત્રીજી મહારાજ” મારા ગુરૂ અને “યોગીજી મહારાજ” મારા માર્ગદર્શક” એવું એ સૌને કહે,….(૬)

 

૧૯૫૧માં શાસ્ત્રીજી મહારાજના અવસાન બાદ યોગીજી મહારાજની આજ્ઞાપાલન પ્રમુખસ્વામી કરે,

ભારત અને પરદેશમાં સ્વામીનારાયણ ધર્મ પ્રચાર માટે સર્વ શક્તિ એઓ અર્પણ કરે,

૧૯૭૧માં મૃત્યુ પહેલા યોગીજી મહારાજ “પ્રમુખસ્વામી મહારાજ”ની પદવી એમને ધરે,…..(૭)

 

આવી પદવી ગ્રહી, પ્રમુખસ્વામી મહારાજ દેશ અને પરદેશની યાત્રાઓ કરે,

મંદિરો બાંધી, “સ્વામીનારાયણ પંથ”નો વિશ્વમાં એઓ પ્રચાર કરે,

એમના માર્ગદર્શને, જે શક્ય થયું તેમાં “નિજાનંદ”ની કૃપા જરૂર હશે,…..(૮)

 

“બી.એ.પી.એસ.” એટલે “બોચાસનવસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા” કહેવાય,

જે નામે, દાન પ્રવાહ કારણે મંદિરો અને ધર્મ પ્રચારની સફળતા પ્રમુખસ્વામી મહારાજ ફાળે જાય,

એવી સફળતામાં હિન્દુ ધર્મની જાણકારી વિશ્વમાં ફેલાય અને ફેલાતી રહે એવું કહેવાય….(૯)

 

ભારતીય સંસ્કારીક મુલ્યો અને હિન્દુ ધર્મનો વિશ્વમાં પ્રકાશ આપવાનો ફાળાને નિહાળો,

તો, પ્રમુખસ્વામી મહારાજના દર્શન અનેક મંદિર-સ્થાપનાઓમાં તમે જરૂર નિહાળો,

એવા મહા પુરૂષને આજે અંતે પ્રણામ કરી, વંદન અર્પણ કરતા ચંદ્રને તમે નિહાળો !….(૧૦)

 

ભલે હિન્દુ ધર્મ નામે, પણ,ધર્મ તો આપણો એક છે “સનાતન ધર્મ” નામે,

મુજ હૈયે દર્દ છે, જો સ્વામીનારાયણ પંથો છે આજે બે જુદા જુદા નામે,

ભવિષ્યમાં આ બે પંથો એક હશે એવી ચંદ્ર-પ્રાર્થના છે પ્રભુ નામે !……(૧૧)

 

કાવ્ય રચના ઃ તારીખ, ૧૧,૨૦૧૩                           ચંદ્રવદન

બે શબ્દો …

થોડા દિવસો પહેલા હતી ૭મી ડીસેમ્બરની તારીખ.

એ તારીખ એટલે પ્રમુખસ્વામી મહારાજની બર્થડે.

એ યાદ કરી, મેં એમના જીવન વિષે “ઈનટરનેટ” દ્વારા કંઈક જાણ્યું.

જે જાણ્યું તે જ મે કાવ્યમાં મુક્યું છે.

અને….આજે એક પોસ્ટરૂપે પ્રગટ કરી રહ્યો છું.

આ પ્રમાણે એમને વંદન કરવાનો મારો પ્રયાસ છે.

હું સર્વ ધર્મોનો પ્રેમી છું….તેમ છતાં કોઈ પણ “પંથ”રૂપી માર્ગ પર ના રહી, હું “સનાતન ધર્મ” એટલે હિન્દુધર્મનો ચાહક છું.

પ્રમુખસ્વામી મહારાજના દર્શન “ચીનો હીલ્સ”માં થયા ત્યારે એમના હાથો મારા શીરે હતા….એ એમના આશીર્વાદો હતા.

આ કાવ્યરૂપી પોસ્ટ સૌને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

This is a Poem in Gujarati on the life of PRAMUKH SWAMI MAHARAJ of B.A.P.S. Sanstha of Swaminarayan Panth.

As per the GURU Tradition, Pramukh Swami Maharaj is the 5th in line.

During his Term, he had travelled Overseas & and there had been a flow of the Donations & so many MANDIRS had been built…and with the Establishment of these Mandirs, the Cultural Heritage & Hindu Dharm had been preserved.

I had the pleasure of meeting Shree Pramukh Swamiji at Chino Hills Mandir & lucky to be blessed by Him.

Mat God keep him healthy & continue the work of God.

My Salutations & Vandan to this Great Soul !

Dr. Chandravadan Mistry.

ડિસેમ્બર 14, 2013 at 12:59 એ એમ (am) 9 comments

પ્રજાપતિ જ્ઞાતિગૌરવ !

પ્રજાપતિ જ્ઞાતિગૌરવ !

પ્રજાપતિ છું, પ્રજાપતિ ગૌરવ મુજ હૈયે વહે,

ના શરમાવો પ્રજાપતિ કહેતા, એટલી જ ચંદ્ર વિનંતી રહે !…………..(ટેક)

 

યાદ કરો ભુતકાળને, યાદ કરો પ્રજાપતિ જ્ઞાતિને,

યાદ કરો ગરીબાયના દર્દની પૂકારમાં જ્ઞાતિજનોને,

એવી યાદમાં…પ્રજાપતિ જ્ઞાતિગૌરવ હૈયે ભરો !…..પ્રજાપતિ…..(૧)

 

શિક્ષણ પ્રકાશથી આજે જ્યારે જ્ઞાતિ અંધકાર દુર થયો,

ત્યારે, શિક્ષણ જ્યોતમાં આગેકુચ કરવા તૈયાર રહો,

એવા સંક્લપમાં …પ્રજાપતિ જ્ઞાતિગૌરવ હૈયે ભરો !…..પ્રજાપતિ…..(૨)

 

હજુ, મંજીલ દુર છે, નારાજ ના હોઈશું અમે,

હવે તો, પ્રજાપતિ સમાજ હિતના કર્યો કરીશું અમે,

એવા વિચારોમાં….પ્રજાપતિ જ્ઞાતિગૌરવ હૈયે ભરો !….પ્રજાપતિ…..(૩)

 

અંતે ચંદ્ર કહે….જ્ઞાન પ્રકાશમાં શંકાઓ અંધશ્રધ્ધાઓ દુર ભાગશે,

જ્ઞાનથી જ, ખોવાયેલું “પ્રજાપતિ ગૌરવ” ફરી જાગશે,

એવા ચંદ્ર સંદેશમાં….પ્રજાપતિ જ્ઞાતિગૌરવ હૈયે ભરો !….પ્રજાપતિ….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ,ડીસેમ્બર,૭,૨૦૧૩                          ચંદ્રવદન

બે શબ્દો…

કેનેડાથી હર્ષદ ટેઈલરનો ઈમેઈલ હતો.

૧૨મી ડીસેમ્બર,૨૦૧૩ના દિવસે “પ્રજાપતિ ગૌરવ ગ્રંથ ભાગ-૨” પ્રગટ થનાર હતો.

અને એ ગ્રંથમાં કોઈ કાવ્ય રચના પ્રગટ થાય એવો વિચાર દર્શાવ્યો.

પ્રભુની પ્રેરણા થઈ અને આ રચના શક્ય થઈ ..તે જ આજે પોસ્ટરૂપે છે.

આશા છે કે તમોને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’ Post is a POEM ( KAVYA) in Gujarati.

It is on the PRAJAPATI COMMUNITY PRIDE.

The MESSAGE is that one must be PROUD to be BORN on this EARTH as GOD’s GIFT.

The ACTIONS/THOUGHTS make you the TRUE HUMAN.

It is my pleasure to publish this post on 12th December,2013.

This is the day when the New PRAJAPATI  BOYS’ HOSTEL in Memory of Late VIJAYDEV RATANJI MISTRY will be officially opened by Vijaybhai’s sons at VALLABHVIDHYANAGAR (Anand,Gujarat). This is the Hostel run by SHREE PRAJAPATI VIDHYARTHI ASHRAM of NAVSARI,GUJARAT.

At the time of the Official Ceremony, the Book PRAJAPATI GAURAV GRANTH Part-2 will be officially announced as the NEW PUBLICATION of the ASHRAM.

This day of 12th December,2013 is also the 5th Birthday of our Grand-Daughter AASHA-MILLI..and so day of JOY for me.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry.

ડિસેમ્બર 12, 2013 at 3:48 એ એમ (am) 11 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031