Archive for નવેમ્બર, 2009

રમેશભાઈને અભિનંદન

  

  

 

    રમેશભાઈ એમના પત્ની તેમજ દીકરી વિતલ અને એના સંતાનો સાથે !

રમેશભાઈને અભિનંદન

આકાશે દીપ પ્રગટાવતા,
       એક “આકાશદીપ” બને,
બની આકાશદીપ,
      રમેશવિચારો હૈયેથી ઝરી, “શબ્દો” બને,
અને, શબ્દો બધા,
    પાને પાને “કાવ્યો” બને,
અનેક કાવ્ય-રચનાઓ થકી,
   એક સુંદર પુસ્તિકા બને,
આજે, મંદિરે”ત્રિપથગા”નું “વિમોચન” થતા,
   સૌના હૈયા આનંદીત બને,
એવા આનંદમાં રહી,
   અભિનંદન રમેશભાઈને પાઠવતા, “ચંદ્ર” જીવન ધન્ય બને !
                                           ચંદ્રવદન
કાવ્ય રચના …તારીખ નવેમ્બર, ૨૮, ૨૦૦૯ અને શનિવાર
“ત્રિપથગા” વિમોચન સ્થળ….લક્ષ્મીનારાયણ મંદિર રીવરસાઈડ, કેલીફોર્નીઆ

બે શબ્દો….

આજે જે રમેશભાઈ પટેલ વિષે પોસ્ટ પ્રગટ કરી….એ “કાવ્ય રચના” તો મેં એમની પુસ્તિકા ” ત્રિપથગા”નું વિમોચન થયું તે સમયે “પ્રસાદી” રૂપે અર્પણ કરી હતી…આજે એ હું સૌને પ્રગટ કરી જણાવી રહ્યો છું …આશા છે કે તમોને એ ગમે ! વધુમાં , એ પુસ્તિકા વિમોચન સમયે મને પણ હાજરી આપવાની તક મળી હતી…..અને એ સમયે મને “બે શબ્દો” બોલવાનો લ્હાવો મળ્યો ત્યારે મેં જે “મારા હ્રદયભાવો” છલકાવી જે કંઈ કહ્યું તે જ  આજે ફરી  આ પોસ્ટરૂપે દર્શાવું છું>>>>>   સ્નેહી ભાઈશ્રી રમેશભાઈ, તેમજ અ.સૌ.સવિતાબેન અને પરિવારના સર્વે…તેમજ મિત્રો સુરેશભાઈ……ડો. દિલીપભાઈ…..અને પધારેલા સૌ ભાઈઓ, બેનો અને બાળકો……સૌને મારા નમસ્તે ! અને, જય શ્રી ક્રુષ્ણ ! આજે, આ રીવરસાઈડના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પવિત્ર ધામે, અને શનિવાર નવેમ્બર,૨૮,૨૦૦૯ના શુભ દિવસે શ્રી રમેશભાઈ પટેલના કાવ્ય-સંગ્રહની પુસ્તિકા “ત્રિપથગા”ના વિમોચનની શુભ ઘડી છે. એવા સમયે, મને “બેશબ્દો” કહેવાની તક મળી તે માટે હું પોતાને ભાગ્યશાળી સમજું છું …..અને, ” બે શબ્દો” કહેતા આનંદભર્યો ગર્વ અનુભવું છું ! ગુજરાતી વેબજગતમાં મારી “સફર” ઘણી જ ટુંકી છે. ……નવેમ્બર ૨૦૦૭માં એની શરૂઆત થઈ હતી……અને, એ સફરમાં શ્રી રમેશભાઈનો પરિચય થયો….ઈમૅઈલ/ફોન “કોન્ટાકો” દ્વારા એ “મિત્રતા”માં ખીલ્યા…અને આજે પ્રથમવાર જ એમને રૂબરૂ મળ્યો છું ……એ જ પ્રમાણે, સુરેશબાઈ………ડો. દિલીપભાઈ….વિગેરે સાથે મિત્રતા થઈ……હું માનું છું કે પ્રભુક્રુપા/પ્રભુઈચ્છાથી જ આ પ્રમાણે શક્ય થયું …જે માટે મારા હૈયે ખુબ જ આનંદ છે ! રમેશભાઈ વિષે હું શું કહું ?…. રમેશભાઈને તો અનેક જાણે છે…..એમણે એમના કાવ્યોથી અનેકને પ્રભાવિત કર્યા જ છે ! પણ, એનાથી વધુ તો હું એટલું કહી શકું કે રમેશભાઈ શાંત સ્વભાવના છે….અને એઓ નમ્રતાથી ભરપુર છે !…અને, વધુ ના કહેતા, “કંઈક કાવ્ય જેવું ” લખ્યું તે જ વાંચુ છું>>>>>

                ” રમેશભાઈને  અભિનંદન “……

બસ, આટલા શબ્દોથી  રમેશભાઈને મારા “અભિનંદન” …..અને, પ્રભુને પ્રાર્થના કે એમનું જીવન તંદુરસ્ત અને આનંદમય રહે…..અને, એઓ એમની “કાવ્ય પ્રસાદી ” આપતા રહે ! જય શ્રી ક્રુષ્ણ !>>>>>ચંદ્રવદન.       FEW WORDS….. Today it is 30th NOVEMBER,2009…..it is also MONDAY and MAGSHAR SUD TERASH (13th) 2066…..The month of NOVEMBER ends today…..and I am publishing this Post on RAMESHBHAI PATEL ( AKASHDEEP)…..I admit this is ONLY the “publishing of my speech at the VIMOCHAN of Rameshbhai’s 3rd Book of Poems in Gujarati ….it named “TRIPTHGA”  ( another name for River GANGA ) And, as explained by Rameshbhai on the Day of VIMOCHAN, the name was chosen was it is dedicated to 3 Presons……Mother, Father & Wife. I ffel honored to be invited at that Meeting at LAXMINARAYAN MANDIR of RIVERSIDE, CALIFORNIA. At that meeting it was a pleasure meeting Rameshbhai ….Sureshbhai Jani( from Texas ) , Dr. Dilipbhai Patel of KAVILOG……and also had the oppotunity of knowing  VALLABHBHAI BHAKTA, ANAND RAO (Gunjan ), PRAVIN SHUKLA, DILIPBHAI KAPADIA…..and not to forget the meeting with SHILABEN..RAMBHAI…& Rameshbhai’s wife SAVITABEN & his Daiughter SWETA. I must not forget Dr. SHAILESH SHAH & SWETA who had played a very important role in the organsation of this Event of NOVEMBER 28th 2009. I was hoping to meet NARENDRABHAI ( Gypsie’s Diary ) from San Diego…but to some circumstances he was not able to come to the meeting…..But one day with God’s Grace WE will meet ! I hope you like this Post…….PLEASE do visit my Blog & read this Post…& your COMMENTS appreciated !>>>>>>>CHANDRAVADAN.  

નવેમ્બર 30, 2009 at 2:27 એ એમ (am) 30 comments

આજે તો છે બીજી એનીવરસરી “ચંદ્રપૂકાર”ની !

 

 
 
 
  Image and video hosting by TinyPic Image and video hosting by TinyPic

 

આજે તો છે બીજી એનીવરસરી “ચંદ્રપૂકાર”ની !

આજે તો છે બીજી એનીવરસરી ચંદ્રપુકારની,
એ તો છે ઘડી અતી આનંદની !……(ટેક )
૨૦૦૭માં નવેમ્બર માસે, તમે પોસ્ટ પ્રથમ રે  વાંચી,
ગઈ કાલે , તમે પોસ્ટ ૧૭૫મી રે વાંચી,
પણ……..આજે તો…..(૧)
૨૦૦૭માં પધાર્યા મહેમાનો એક નહી પણ અનેક,
ગઈ કાલે, હતા મહેમાનો ૫૧ હજારથી વિષેશ !
પણ……આજે તો……(૨)
સૌએ પધારી, પ્રતિભાવો પણ આપ્યા અનેક.
ગઈ કાલે, હતા પ્રતિભાવો ૨૧૫૦થી વિષેશ !
પણ …..આજે તો……(૩)
તમ ઉત્સાહે, આ બધું જ શક્ય થયું,
આભાર એનો સૌએ દર્શાવી, આનંદે હું રહું ,
પણ….આજે તો……(૪)
ચંદ્રપૂકારે હવે શું કરીશું એની ખબર નથી,
પ્રભુપ્રેરણાથી “કંઈક થશે” એવી ચંદ્રશ્રધ્ધા રહી,
પણ……આજે તો……(૫)
 
કાવ્ય રચના તારીખઃનવેમ્બર,૨૨,૨૦૦૯          ચંદ્રવદન
 
 
 
 
 

બે શબ્દો…..ચંદ્રપૂકારની બીજી એનીવરસરી

આજે રવિવાર, નવેમ્બર,૨૨,૨૦૦૯ અને માગશર સુદ પાંચમ, ૨૦૬૬….અને, આ તારીખ એટલે “ચંદ્રપૂકાર”નો જન્મદિવસ ! ૨૦૦૭માં આ તારીખે જન્મ થયા બાદ, ૨૦૦૮માં “પ્રથમ એનીવરસરી” ઉજવી હતી.આજે છે “બીજી એનીવરસરી” ! સૌને આ જણાવતા મને ખુબ જ આનંદ થાય છે !
મારી “ચંદ્રપૂકાર”ની સાઈટ શરૂ કરી ત્યારે થયું હતું કે “કોણ પધારશે ? “…….એક પછી અનેકે પધારી, મારા હૈયે ઉત્સાહ રેડ્યો……અને અનેકે “પ્રતિભાવો” આપી મારા હૈયે આનંદ ભર્યો. આજે જે કંઈ સફળતા છે તે માટે તમો સૌનો ફાળો છે ! અને, આજે હું સૌને “આભાર” દર્શાવી રહ્યો છું . આ બધું જ મેં “કંઈક કાવ્ય સ્વરૂપે” કહ્યું છે , અને રચનામાં ભુલો હોય ક્ષમા કરશો !  આ પ્રમાણે, ઉલ્લેખ કર્યો હોવા છતા, જે કંઈ શક્ય થયું તેની વિગતો નીચે મુજબ છે…..>>>>>>>
 

વિગતો…

(૧) શરૂઆત યાને જન્મદિવસ……નવેમ્બર, ૨૨. ૨૦૦૭
(૨) પ્રથમ એનીવરસરી…….નવેમ્બર, ૨૨, ૨૦૦૮
(૩) બીજી એનીવરસરી…..,નવેમ્બર,૨૨, ૨૦૦૯
( A) “હોમ” પર કુલ્લે પોસ્ટો>>>>૧૭૫
(B) કુલ્લે પધારેલા મહેમાનો>>>>૫૧,૦૦૦થી વધુ
(C) કુલ્લે પ્રતિભાવો>>>>>>૨૧૫૦ & more (Total of 2152 )
(D) ૧૭૫ પોસ્ટોમાંથી સ્વરચિત કાવ્યો>>>>આશરે ૧૧૨
આજના શુભ દિવસે તમે પધારી, તમારા “બેશબ્દો” પ્રતિભાવરૂપે આપશો તો મને આનંદ થશે….અરે, તમે પધારી આ પોસ્ટ વાંચશો તો પણ મારા હયે ખુશી હશે …..અંતે, ફરી ફરી પધારી તમે સૌએ મને જે “ઉત્તેજન” આપ્યું તે માટે મારા હ્રદયના ઉંડાણમાંથી “આભાર” અને એક જ આશાભરી વિનંતી કે ભવિષ્યમાં પણ પધારી મને ઉત્તેજન આપી આનંદ આપશો !>>>>>ચંદ્રવદન
 
 
FEW WORDS……
 
Today it is Sunday, November,22, 2009 and it is the 2ND ANNIVERSARY of my Blog CHANDRAPUKAR….It is a day of the CELEBRATION ….Since this Blog was started so many VISITORS ( Total of 51675) had viewed the Site….& yesterday there were 175 POSTS were published on HOME of this Blog…& today’s Post is 176TH .Of the total visitors, 2152 had posted their COMMENTS for the Posts they liked on HOME and/or Other Sections visited ( like ZARANA(1&2), SWAGAT, TRIVENI SANGAM, JIVAN ZARMAR, PRAJAPATI SAMAJ , TUNKI VARTA & KAVYO Etc = Total of 9 Sections )
Thanks a lot to ALL who  had given me the support…..& request you all to continue to visit my Blog in the Future. I extend my “THANKS” to God for his guidance/inspirations !
With Love,
Chandravadan Mistry

નવેમ્બર 22, 2009 at 3:53 એ એમ (am) 50 comments

સુવિચારો !

 
 
 
 

સુવિચારો !

પ્રેમલાગણી/અંતરઆત્મા/સતકર્મ/જનકલ્યાણ/માનવતા

 
****હ્રદયના ઉંડાણમાં જ્યારે પ્રેમ-લાગણીઓ જ્ન્મે ત્યારે, અંતરઆત્માની જ્યોત પ્રગટે છે, અને માનવીને સતકર્મના માર્ગે દોરે છે !
****જ્યારે માનવી સતકર્મના માર્ગે હોય, ત્યારે એ ત્યાગભાવનાથી જનકલ્યાણના કાર્યો તરફ વળે છે !
****જ્યારે માનવી જનકલ્યાણના કાર્યોના પંથે હોય,ત્યારે એવા માનવીમાં માનવતાના દર્શન થાય છે !
****જ્યારે માનવીમાં માનવતા ખીલી હોય, ત્યારે પ્રભુ એનાથી દુર હોય જ ના શકે !
ઉપર મુજબના “ચંદ્રસુવિચારો” પ્રગટ થયા,……..તારીખઃ નવેમ્બર,૮,૨૦૦૯           ચંદ્રવદન
 
 
 

બે શબ્દો…

આજના સુવિચારો સાથે પ્રેમ્લાગણીઓ, અને અંતરઅત્માનો ઉલ્લેખ છે…સાથે, સતકર્મો તેમજ જનકલ્યાણના કાર્યો તરફ જવાની વાત છે…..અને, આવા જ માનવ પરિવર્તનમાં “માનવતા”ના દર્શન થાય છે એવો અંતે ઉલ્લેખ છે……..આવી વિચારધારા સાથે તમે સહમત છો?..કે પછી, તમે કંઈક બીજું જ વિચારો છો ? …..આ પોસ્ટ પ્રગટ કરવાનો હેતુ એટલો જ કે પોસ્ટરૂપી લખાણ બાદ, “કંઈક ચર્ચા” થાય…જે થકી, હું અને તમે સૌ “જ્ઞાનરૂપી ગંગા”માં સ્નાન કરી શકીએ……..તો, તમે તમારા વિચારો લખશોને ?……આવી ચર્ચાઓ દ્વારા આપણે સૌ “પરમ તત્વ” નજીક જઈ શકીએ છીએ !……ચંદ્રવદન
 
 
FEW WORDS….
Today it is Monday, and November,16th, 2009…….I am pblishing some “SUVICHAO”…meaning some “PEARLS of WISDOM”…..They deal with Love/Soul/Good Deeds/Service to Mankind/Humanity…..I hope you like ONE or ALL thoughts expressed…each thought is interlinked with the other. Please read this Post…& if you have some different view-point.please DO express your thoughts as your COMMENTS>>>>>CHANDRAVADAN.

નવેમ્બર 16, 2009 at 7:24 પી એમ(pm) 18 comments

ચંદ્રભજનમંજરી (૭)

 
 
 
 
                    ગોવિંદ ગુણલા ગાવુ
ગોવિંદ ગુણલા ગાવું, ગોવિંદ ગુણલા ગાવુ,
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) ….(ટેક)
અરે, વ્હેલી સવારે,
સ્નાન કરીને ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૧)
અરે…દિવસે,
કામ જ કરતા, ગોવિંદ ગુણલા ગાવું,
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) … (૨)
અરે… સાંજે,
સુતા પહેલાં, ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૩)
અરે રાત્રીએ,
નિંદરમાં ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૪)
રાત-દિવસ ચંદ્ર તો ગોવિંદ ગુણલા ગાસે,
ગોવિંદ ગુણલા ગાતા જીવન એનું પુરૂ થાશે,
ગોવિંદ ગુણલા ગાવું – (2)…. (૫)
કાવ્ય રચના
જુલાઈ ૫,૧૯૯૨
  
  

ચંદ્રભજનમંજરી (૭)

આજે તમે ઘણા જ લાંબા સમય બાદ, “ચંદ્રભજન મંજરી”ની વીસીડીની એક બીજી રચના ” ગોવિંદ ગુણલા ગાવું ” સાંભળી રહ્યા છો…..આશા એટલી જ કે તમોને એ ગમે……અને જો ગમે તો તમે તમારા વિચારો “પ્રતિભાવ”રૂપે જરૂરથી લખશો એવી એક બીજી આશા …….તમારૂં જીવન ભક્તિમય બને, અને ધીરે ધીરે તમે સૌ એ “પરમ આનંદ” માં રહો એવી મારી અંતરની પ્રાર્થના ! આવું પરિવર્તન તમે કેમ જાણી શકશો ? એનો જવાબ સરળ છેઃ……જો તમે આ જગતમાં “એને જ” નિહાળી શકો તો જાણજો કે તમે સત્ય માર્ગે જ જઈ રહ્યા છો…..હું પણ આવો જ પ્રયાસ કરી રહ્યો છે !>>>>>ચંદ્રવદન
  
 
FEW WORDS…..
 
Today, it is Thursday & NOVEMBER,11,2009….it is a Vererans Day in U.S.A. It is also the Birthday of my Twin Daughters…..AND, I am publishing the New Post…it is a Video-Post ” CHANDRABHAJANMANJARI (7)”….& my Bhajan Rachana is “GOVIND GUNALA GAU”…I hope you like this Post……Please share your feelings with your COMMENTS……I will be happy to read your Comments,
>>>>CHANDRAVADAN.
 

નવેમ્બર 11, 2009 at 2:23 પી એમ(pm) 17 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)

  
 
 
 
 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)

જનકલ્યાણના કાર્યો”ના વિષયે મારા જીવન બારે તમે અનેક પોસ્ટો દ્વારા જાણ્યું …અને તમે પ્રથમ પોસ્ટ “કરૂં હું તો માનવસેવા “અને છેલ્લી પોસ્ટ “બે ચકલીની વાત” વાંચી…છેલ્લી પોસ્ટ તારીખ ઓકટોબર,૨૯, ૨૦૦૯ના દિવસે પ્રગટ કરી હતી.
આ બધી જ પોસ્ટો કદાચ અનેકે વાંચી છે…તેમ છતા, કોઈકે ના વાંચી હોય તો એને વાંચવાનો લ્હાવો તમે લઈ શકો છો….નીચે બધી જ પોસ્ટોનું લીસ્ટ છે, અને તમે જો પોસ્ટ પર “ક્લીક” (Click) કરો તો એ પોસ્ટ તમે નિહાળી વાંચી શકો છો….પોસ્ટૉ નીચે મુજબ છે>>>>>
(૧)કરૂં હું તો માનવ સેવા !
(૨)પરિવારીક કર્તવ્ય પાલન
(૩)શિક્ષણ ઉત્તેજન યજ્ઞ
(૪)ઓ નારીઓ, વંદન છે મારા તમોને !
(૫)હટાવો બિમારી !
(૬)સમુહલગ્ન મહોત્સવ તો મહાશુભ કાર્ય
(૭)ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી !
(૮)પુસ્તકાલય તો શિક્ષણનું મંદિર પ્યારૂં !
(૯)એક ચંદ્રવિચાર દર્શાવી રહ્યો છું , અહી !
(૧૦)કુળ,જ્ઞાતિ અને જન્મભુમીનું ઋણ !
(૧૧)ભક્તિપંથે મારૂ જીવન વહે
(૧૨)ભલે હું ડોકટર !
(૧૩)બે ચકલીની વાત
 
તમે ઉપર નામકરણે અનેક પોસ્ટો વાંચી છે……જો તમે ના વાંચી હોય કે ફરી વાંચવી હોય તો તમે પોસ્ટ પર ક્લીક કરો તો એ પોસ્ટ તમે નિહાળી શકો છો…અને જો પ્રતિભાવ ના આપ્યો હોય તો વાંચી તમે “પ્રતિભાવ” આપી શકો છો….એ વાંચી મને ખુબ જ આનંદ થશે !
આ પોસ્ટ બાદ, તમે “ચંદ્રભજન મંજરી”નું એક બીજુ ભજન “વિડીયો પોસ્ટ”રૂપે સાંભળી શકશો……સાંભળવા આવશોને ?>>>>>ચંદવદન
  
FEW WORDS…
Today it is KARIK VAD CHOTH…& it is Friday November,6th 2009…..It is also the Birthday of my daughter Rupa….& so I feel so HAPPY to publish this Post. This Post is only a summary of what had happened on this Blog…..so many Posts on the Topic of JANKALYANna KARYO & my Life’s Journey…..I had listed ALL POSTS that were published ( Total of 13 Posts)….If anyone had missed to read the Past Posts…this is the opportunity to “click” on the title of the Post & one can virtually VIEW that particular Post….You may READ/COMMENT on any Post you like…I will be HAPPY to read your COMMENTS>>>CHANDRAVADAN.

નવેમ્બર 6, 2009 at 12:50 એ એમ (am) 9 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30