Archive for મે, 2009

દોલતની આગ

View Image

 
 
 
 
 
 
 
 
       દોલતની આગ
મારા ઘરમાં આગ લાગી ઓ રે, પ્રભુજી,
બુઝાવી દીયો એ આગને, ઓ રે પ્રભુજી ઓ રે પ્રભુજી…(ટેક)
મેરી ભુખ કાજે તેં તો દીધો રે રોટલો,
મેરે મનમે હૈ આનંદ કેટલો !
લેકીન દોલત નામે અબ આગ લગી,
પ્રભુજી, બુઝાવી દીયો એ આગને અભી…મારા ઘરમાં… (૧)
રહેને કે લીયે સુંદર ઘર હૈ ન્યારૂ,
હર દિન પ્રભુનામ લાગે મુજને પ્યારૂ,
લેકીન દોલત નામે અબ આગ લગી,
પ્રભુજી, બુઝાવી દીયો એ આગને અભી…મારા ઘરમાં… (૨)
મેરે ભાગ્ય મેં લીખી દીકરીઆ ચાર,
ઉંનકો પ્યાર દેકર,હંકારીશ મુજ જીવન નૈયા ઈસ ભવપાર,
લેકીન દોલત નામે અબ આગ લગી,
પ્રભુજી, બુઝાવી દીયો એ આગને અભી…મારા ઘરમાં… (૩)
મોહમાયાથી મુક્ત રહી, હું તો કરતો મુજ કામ,
લગન લાગિઇ છે તેરી, ઓ મેરે ઘનશ્યામ,
લેકીન દોલત નામે અબ આગ લગી,
પ્રભુજી, બુઝાવી દીયો એ આગને અભી…મારા ઘરમાં…  (૪)
ચંદ્ર કહે આ કહાની છે મારી,
પ્રભુ માંગુ છું સહાય એક તારી, મારા ઘરમાં… (૫)
કાવ્ય રચના
ઓગસ્ટ ૧૯, ૧૯૮૮
 
 
 

બે શબ્દો

આજની પોસ્ટ છે એક કાવ્ય રચના ” દોલતની આગ “, જેની રચના ૧૯૮૮માં થઈ હતી. એ સમયે મેં મારા જીવન તરફ નજર કરી અને અનુભવ્યું કે એક ડોકટર તરીકે સારી નોકરી અને સફળતા, ગુજરાન કરવા અન્ન અને બધી ચીજો, સંતાનસુખરૂપે ચાર દીકરીઓ અને રહેવા માટે ઘર….તેમ છતાં, કંઈક વધુ મેળવવા માટે મારા મનને કોઈક દોડાવી રહ્યું હતું……આ હતી જગતની ચીજો મેળવવાની આશારૂપી વિચારધારા…..યાને, એક “આગ “…….ત્યારે સમજ પડી કે આ દોલતની આગ ખોટી છે, એ તો મોહ્-માયા છે, અને એ બુજાવવા પ્રભુજીને વિનંતી કરી.
તમે સૌ આ કાવ્ય લખાણના હેતુ બારે જાણી વિચારશો કે ” સંસાર અને સબંધો ” ના વિષયે આ પોસ્ટ  શા માટે ? મેં તમોને આ વિષયે મનુષ્ય-મનુષ્યના સબંધો લગતી થોટી પોસ્ટૉ ( માત-પિતા વંદના, નારી જીવન અંજલી વિગેરે….) દ્વરા  મારા વિચારો દર્શાવ્યા…….કિન્તુ, માનવી તો ” જગતની ચીજો ” સાથે પણ સબંધો બાંધે છે. ઘર્ અન્ન-પાણી, ગાડી ઘોડા વિગેરે સૌ ચીજોને જગત “પૈસારૂપી ” કિમંતથી તોલે છે. આથી, માનવીને જીવનસફર કરવા ” દોલત “ની જરૂરત પડે એ એક સત્ય છે. આ સફરમાં “પેટપુજા ” એ પ્રથમ જરૂરત, ગુજરાન માટે રોટી….રહેવા માટે ઘર કે ઝુપડી…..દરરોજની જરૂરીઆત પુરી પડતી હોય એવી આશા…….તો, કોઈને જરૂરીઆત કરતા વધુ કમાણી હોય……તો કોઈના ભાગ્યમાં ધનના ઢગલા હોય. જે વ્યકતી પાસે “જરૂરત કરતા વધુ ” હોય અને અન્યને સહાય કરવાનો જરા વિચાર ના આવે ત્યારે એ ” સંસારી મોહ-માયા “નો કેદી છે. સંસારી જીવન જીવતા જે કોઈ મોહમાયાથી મુક્ત રહી, કર્મો કરે તો અંતે એ “પરમ તત્વ “ને જાણી શકે છે, અને આ ” ભવસાર ” પાર કરી શકે છે……….શું કહો છો તમે ? તમે આ જ વિષયને બીજી રીતે નિહાળતા હોય કે પછી મેં કંઈક ખોટું કહ્યું હોય તો ” પ્રતિભાવ ” રૂપે લખશોને ? ………….ચંદ્રવદન.
 
FEW WORDS
After the Post of ” Sansar ane Sabandho ” you had seen several Posts on this subject dicussing on Human to Human Ralationships…….Now, today’s Post entitled as “Dolatni Aag ” is a Gujarati Poem which describes the Human desires for Wealth…. there is a need for the Wealth to survive in this World, but when that desire is excessive, it translates into “Greed ” & then a Human Being is the prisoner of his/her desires……This is is the message conveyed in the Gujarati Poem published today as a Post. I hope you like the message & will revisit this Blog to read the additional Posts on this subject of Love & Relationships of the Humans,……..CHANDRAVADAN.

મે 29, 2009 at 12:37 એ એમ (am) 12 comments

મિત્રતાના સ્નેહસબંધે

 
friends.png Friends image by subaluba38
 

મિત્રતાના સ્નેહસબંધે

મિત્રતાના સ્નેહસબંધે, વહે જીવન મારૂં,
ઈચ્છું એટલું કે હોય હંમેશા ભલું સૌનું !…(ટેક)
જગતમાં તમે એક માનવી બની સફર કરો,
અને, માનવતાના ગુણે, બીજા માનવીઓને મળો,
કદી કરશો આવું, તમ હ્રદયદ્વાર ખોલી,
તો, ભરાશે તમ મિત્રતાની ઝોલી !……..મિત્રતા….(૧)
જીવન સફરે, સુખમાં હોય મિત્રો ઘણા,
દુઃખભર્યા દિવસોમાં રહે સાથ તે જ મિત્રો ખરા,
ધ્યાનમાં રાખજે, હકીકત આવી હમેંશા,
અને, અનુભવોનું ભાથુ રહે સાથ તારી હમેંશા !…….મિત્રતા…(૨)
માનવ છે તો, તો થાય ભુલો, કબુલાત એવી કર,
શત્રુ બનેલ મિત્રને પણ ભેટી ક્ષમા કર,
વર્તન તારું  હશે આવું તો, માનવી ખરેખર તું,
હશે તુજ પર કૃપા અપાર પ્રભુની, એવું કહું હું !……મિત્રતા…..(૩)
 
કાવ્ય રચના….મે, ૨૨. ૨૦૦૯            ચંદ્રવદન
 
 

બે શબ્દો

આજે તારીખ મે, ૨૫,૨૦૦૯ અને આ વર્ષનો ” મેમોરીયલ ડે ” (Memorial Day ). અને, “સંસાર અને સબંધો ” ના વિષયે  આજની પોસ્ટ છે “મિત્રતાના સ્નેહસબંધે “……મનુષ્ય-મનુષ્ય વચ્ચે મિત્રતા થાય છે…..સાચા હ્રદય્ભાવ સાથે થયેલી મિત્રતા એ હંમેશા રહે છે……માનવી રહ્યો એટલે ભુલો કરવી એ શક્ય છે….અને, જો ભુલો માટે ખરા હદયભાવે માફી હોય તો મિત્ર-મિત્રે ભેટી પ્રભુનો પાડ માનવો રહ્યો……..આ સંસાર રંગીલો છે, અને છે જુદી જુદી વિચારધારાના માનવીઓ, કોઈક ખોટા વિચારો સાથે……..સુખ્-દુઃખે મિત્રતાનું પારખું છે…….સાચો મિત્ર સુખ કે દુઃખના સમયે સાથે જ રહે છે, અને માંગ્યા વિના સહાય કરે છે. જો  આપણે સૌ મિત્રતાના ભાવે સૌને નિહાળીએ તો આ જગત જ સ્વર્ગ છે ! મિત્રતા બારે કે આ કાવ્ય બારે તમે તમારા વિચારો “પ્રતિભાવો ” રૂપે લખશોને ?…………..ચંદ્રવદન
 
 
FEW WORDS
Today’s post is a Gujarati Poem entitled ” Mitrata na  Snehsabandhe ” meaning  Loving Realationship in Friendship. This is yet another post on the  topic of  ” Sansaar ane Sabandho ” meaning the Human Relationships in the World. The Poet encurages all to make friends…..then warns that one must recognise who are the “true friends ” ……a true friend will be there in Good or Bad times ! I hope you like the  message !>>>>>CHANDRAVADAN.

મે 25, 2009 at 2:10 પી એમ(pm) 22 comments

દીકરીની પૂકાર

 
 
 

દીકરીની પૂકાર

દીકરી થઈ, જન્મ લેવો છે ભારતમાં મારે,
જન્મ દેવા કોણ તૈયાર છે આજે ?    (ટેક )
પુરાણી વૃત્તિના લોકો કહે છે, દીકરો મુજ જીવન-સહારો,
અને, ગણે છે દીકરીને બોજારૂપી ભારો,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૧)
હશે માનવ-વિચારો જુદા, આ ટેકનોલોજીના યુગમાં,
કિન્તુ, મળી નિરાશા, હવે તો મારે છે મુજને જન્મ પહેલા,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૨)
પ્રભુ-ઇચ્છા થકી બનું છું દીકરી આ જગતમાં,
દેજો પ્રેમભર્યો આવકારો પ્રભુ-બાળને આ જગતમાં,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !………દીકરી…..(૩)
દીકરા સમાન છે દીકરી તો આ જગતમાં,
માતા, બેન કે પત્ની સ્વરૂપે હશે એ દીકરી આ સંસારમાં,
સમજ આવી ક્યારે હશે માનવ-હૈયામાં ?
ત્યારે…..ચંદ્ર કહે, હશે પરિવર્તન એવું માનવ-જીવનમાં
નિહાળી એવું, હશે ચંદ્ર-હૈયે ખુશી પ્રભુ-સ્મરણમાં !…..દીકરી…..(૪)
 
કાવ્ય રચના…..                    ચંદ્રવદન
પ્રગટ થઈ…..”પ્રજાપતિ ” માસીક અંક મે, ૨૦૦૮
 
 
 

બે શબ્દો

” સંસાર અને સબંધો ” નામકરણે પ્રથંમ પોસ્ટ કરી અને ત્યારબાદ, સંસારના સબંધો બારે એક પછી એક અનેક પોસ્ટૉ પ્રગટ કરી…..અને આજે છે ” દીકરીની પૂકાર ” નામે આ પોસ્ટ.
માતા-પિતાના સંતાનો સાથે સબંધો બારે કહેતા સંતાનરૂપી  “દીકરી ” બારે આ પોસ્ટ છે. અહી, ભારતમાં અને અન્ય જગ્યાએ હિન્દુ સંસ્કુતિએ ચાલનારા કુટુંબો દીકરી જન્મે ત્યારે ” નાખુશી ” કે ” દીકરીને બોજારૂપી ” ગણી જે અન્યાય કે પાપ કરી રહ્યા છે તે સૌની આંખો ખોલવાના હેતું સાથે આ કાવ્ય રચના એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે.
આ ટેકનોલોજીના જમાનામાં બાળક જન્મ લેય તે પહેલા સંતાન દીકરી કે દીકરો હશે તેની જાણ શક્ય છે……આ તો ખુશીની વાત, પણ એનો સહારો “અંધકારમાં ડુબી પ્રજા ” ખોટા માર્ગે ચાલી, સંતાનરૂપે દીકરી જાણી, દીકરીને જન્મ પહેલા મારે છે. શું દીકરીને જન્મ લેવાનો અધીકાર પણ નહી ? જો માતા-પિતા અને સમાજ એવું માને કે ભાગ્યમાં જે સંતાન હોય તે એક ” પ્રભુની ભેટ છે અને તે ભલે દીકરી કે દીકરો હોય “……..આવી હ્રદય-ભાવના ક્યારે જાગૃત થશે ?
ભારતમાં “દીકરાનો મોહ ” અને ” જુની ચાલતી આવતી વૃત્તિ “ના કારણે આ “અંધકાર ” છે……યુવાપેઠી જ્ઞાન-પ્રકાશથી નવી દ્રશ્થીથી સંતાનને આવકારો આપે છે………વડીલો પણ નવા વિચારો સાથે સહમત થતા જાય છે…….આ પ્રમાણે જો  થતું રહેશે તો એક દિવસ ” ખોટા વિચારરૂપી અંધકાર ” જરૂરથી નાબુદ થશે જ ! જ્યારે દીકરી કે દીકરાને એક સરખો પ્રેમ મળતો થશે ત્યારે જ આ ” દીકારીની પૂકાર ” બંધ થશે. …….અને, ભારતીય-સંસ્કુતિ, જેના ઉંડાણમાં જે “સૌ પ્રત્યે પ્રેમ ” નો ઉપદેશ ફરી ઉપર આવશે, સૌને સાચી સમજ આપશે, અને આવા પરિવર્તનમાં એક ” પ્રકાશરૂપી જાગૃતિ ” હશે !……….ચંદ્રવદન
 
FEW WORDS
Today’s Post is a Gujarati Poem entitled ” Dikarini Pukaar ” which means ” A daugther’s Voice “…..a Poem which brings the mal-treatment/ resentment shown by the Society in India on the birth of a daugher as a child……even the use of the Ultrasound to know the sex of the child before the birth is leading the Society to kill the child before it’s birth. Very sad yet very true ! In the Poem it is hoped that there be a fundamental change in the thinking of the Society & that the daughter or the son are regarded as “the Gift of God “. I, for one, will be very happy to witness such a CHANGE !……..>>>>>>>Chandravadan.

મે 22, 2009 at 1:37 પી એમ(pm) 21 comments

દામ્પત્ય જીવન

 
saptapadi

 

                 દામ્પત્ય જીવન

 

જીવન એક સંગ્રામ છે,

ડગલે ને પગલે શૌર્ય ની જરૂરત પડે,

કિન્તુ, વીરતાનો દીપક પ્રજવલિત રાખવા,

સ્નેહનું શુધ્ધ ઘી પુઉરતા રહેવું પડે, (૧)

 

દુ:ખ માનવી-હૈયાને જ્યારે કેદી કરે,

પરસ્પરના હ્રદયને એક કરવું રહ્યું,

દામ્પત્ય જીવનની આ તો એક સાધના રહી,

જે થકી જીવન સંસારમાં ખરું શુખ મળ્યું (૨)

  

વિપત્તિઓ જીવનમાં ઘણી આવી,

વિપત્તિઓ પણ વહેંચી લીધી,

જ્યાં જ્યાં ઘા પડ્યો,

ત્યાં સ્નેહ મલમથી વેદનાઓ રૂજવી લીધી, (૩)

 

ક્યારેક પરસ્પર ગેરસમજ અનુભવી,

રોષ પણ અનુભવ્યો હશે,

છતાં, જ્યાં ગંગાજળ જેવી પવિત્ર સાધના,

ત્યાં અંતે ઉજળું દામ્પત્ય જીવન હશે, (૪)

 

લગ્ન તો કોઈ કરાર નથી,

લગ્ન તો એક પવિત્ર સંસ્કાર છે,

સફળ લગ્ન જીવન માટે જોઈએ ઉંચી હ્રદય સંપત્તિ,

દીપક આવો કોઈ પ્રગટાવશે તો ચંદ્ર આનંદ માનશે

 

કાવ્ય રચના

જાન્યુઆરી ૧૧,૧૯૯૪               ડો. ચંદ્રવદન

 

 

મે 11, 2009 at 2:36 પી એમ(pm) 12 comments

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી-૨૯- ડો ચંદ્રવદન મિસ્ત્રી

1 05 2009

શબ્દ સંશોધન ; ડો ચંદ્રવદન મિસ્ત્રી

ક્રમ શબ્દ  અર્થ શબ્દપ્રયોગ.
૧. ચંડીકુસુમ રાતી કરણનું ઝાડ  આ બાગમાં અનેક ચંડીકુસુમ બાગની સુંદરતા વધારી રહ્યા છે.
૨. ચિત્તગર્ભ મનોહર, સુંદર નારીની ચિત્તગર્ભ તસ્વીર નિહાળી એ તો એના પ્રેમમાં પડ્યો.
૩. ચઉર ચતુર હોંશીયાર્ ખાનદેશનાં લોકો ચઉર ઓછા તેથી મજુરી જ કરે
૪. ચઉરંત ચાર ગતિ વાળો સંસાર ચઉરંત માં ભટકતો આત્મા મુક્તિ ક્યારે પામશે?
૫. ચઉવટાં ચોરો ચઉવટાની વાતો ત્યાં જ મુકીને આવવું નહીંતર જોવા જેવી થાશે..
૬. ચકચૂંદર છછુંફદર્ એક જાતનું દારુ ખનુ ચકચુંદર ફુટે ત્યારે ધ્યાન રાખવું ક્યાં જાય તે કહેવાય નહીં
૭. ચકતરી ગારાની બનાવેલી કોઠી ઢોરોનો રજકો હંમેશા ચકતરીમાં ભરાય્
૮.૭ ચકન્ કૂવો ખોદનારો મથુર સૌથી અનુભવી ચકન. તે કહે ત્યાં પાણી હોય જ.
૯. ચકનાસ સીયામના જંગલોનું પ્રાણી ચકનાસ નાં નહોર એવા તિક્ષ્ણ હોય છે કે તે હાથીને પણ મારી નાખે
૧૦. ચકલી ભટ ગરીબ બ્રાહ્મણ પૈસાના જોરે મીયાં ફુસકી છુટી ગયા પણ તભા ભટ્ટ તો ચકલી ભટ તે ના છુટ્યા
૧૧. ચકંદલ મોટું ગુમડું ચકંદલનું મ્હોં ફાટે અને ગુમડામાં થી પરું નીકળે પણ પછી તે મટવા માંડે
૧૨ ચકાવી દરાજ્ ચકાવી ચામડીનો કષ્ટ દાયક રોગ છે
૧૩. ચકુલા ચવાણૂં મારા દાદા ચકુલામાં ઝીણી સેવો બહાર પડતી નખાવે
૧૪. ચકોરક્ષુધા ચકોર જેવી ભુખ્ ચકોરક્ષુધા અંગારા ખાવાથી મટે.
૧૫. ચક્કર અધકટ વ્યાસ્ ગોળાકાર માપવા જરુરી ચક્કરઅધકટ્ની લંબાઈ જરૂરી છે
૧૬. ચક્રગંડુ ગોળ ઓશીકા બે મહીનાનો મારો પૌત્ર ચક્રગંડુ પર સુતેલો રાજ કુમાર લાગતો હતો.
૧૭. ચક્રજીવી કુંભાર્ ચાકડો ચલાવતા ચક્રજીવી માટીમાંથી પૈસો પેદા કરે
૧૮. ચક્રપરિવ્યાધ ગરમાળો ચક્રપરિવ્યાઘનાં સેવન્થી પેટમાં ચક્ડોળ ચઢે.
૧૯. ચક્રભેદિની રાત ચક્રભેદિની સમયે ચક્રવાક યુગલ પંખી છુટા પડે અને રડે
૨૦. ચક્રમંડલી અજગર્ ચક્રમંડલીની પકડમાંથી હાથી પણ ના છુટે.

મે 3, 2009 at 3:25 પી એમ(pm) 10 comments

નારીજીવન અંજલી

 
MangloreFriends 
 
 
   નારીજીવન અંજલી           

નારી, ઓ નારી, સ્વીકારી લ્યો વંદન મારા (ટેક)

નારી, પ્રથમ માતા સૌની તું તો રહી,

નવ નવ માસ રાખી તુજ દેહમાં ભરણ-પોષણ કરતી રહી,

જન્મ પછી અતી લાડ લડાવી ધાવણ દીધું,

અરે આવા અગણીત ઉપકારો કરનાર, એ મમતાને વંદન છે મારા,

                                                 નારી, ઓ નારી…(1)

 

નારી, તને ઘરમાં દીકરી, દીકરી સૌ રે કહે,

પરણીને સાસરે આવતા, તું તો પુત્રવધુ બને,

પિયરીયા ભૂલી સાસરીયા તે તો જીતી લીધા,

અરે, આવું સંસ્કારી જીવન ઘડનાર એ દીકરી ને વંદન છે મારા,

                                                નારી, ઓ નારી

નારી, તેં તો પતિને માન્યા પતિદેવ રૂપે,

પ્રેમ દેતા તે તો સ્નાન કર્યું સહનશીલતા ના નીરે,

સંકટ આવ્યું તો કર્યો સામનો પતિદેવ ને હિંમત આપી,

અરે, આવી દેવભાવના છે જેની, એ આર્યનારી ને વંદન મારા

                                                  નારી ઓ નારી..

 

નારી, તેં તો લાજ મર્યાદા રાખી જીવન સહેલ કરી,

વ્યવહારિક, સામાજીક જવાબદારીઓ પણ સાથે લીધી,

ભક્તી ભાવે તેં તો ઘરને મંદિરીયું કીધુ,                                            ખરે  આવુ ભક્તી ભર્યું જીવન છે જેનુ, એ દેવીને વંદન છે મારા,

                                                   નારી ઓ નારી…

 

અરે, અંતે ચંદ્ર કહે, આ જગમાં નારીપાત્ર ને તમે પહેચાની લેજો,

બે હાથ જોડી તમે નારી સૌને વંદન ભાવથી દેજો,

                    ડો.ચંદ્રવદન,

 

 

બે શબ્દો

આજની પોસ્ટ છે એક કાવ્યરૂપે ” નારીજીવન અંજલી “…….મનુષ્ય જીવનમાં નારી એક  મહ્ત્વનો ભાગ ભજવે છે…એને આપણે એક માતા, કે એક દીકરી, કે એક પત્ની સ્વરૂપે નિહાળી શકીએ છીએ……અને, એ પ્રમાણે, એના અન્ય સાથે સંસારીક સબંધો હોય છે…આ પોસ્ટના કાવ્યમાં આ ત્રણે સ્વરૂપોના દર્શન થાય છે…..તમે આ કાવ્ય વાંચી, જરૂરથી તમારો પ્રતિભાવ આપવા કૃપા કરશો એવી વિનંતી>>>ચંદ્રવદન
 
FEW WORDS
Today’s Post is a Poem in Gujarati on “Nari ” meaning “women “…it talks about women as a Mother, Daugher & a Wife….all important roles. This is a follow-up Post in a series of the Posts on Humam Relationships in this World. ……Chandravadan.

મે 1, 2009 at 2:00 એ એમ (am) 11 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

મે 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031