Archive for માર્ચ, 2011

પત્ની અને પતિ સંવાદ !

 

પત્ની અને પતિ સંવાદ !

પત્ની કહે પતિનેઃ “વાત કહું હું એક.
  
સાંભળજોને તમે જે હું કહું તે જ !”
  
પતિ કહેઃ”સાંભળી વાતો તારી, જીવન મારૂં વહે,
  
ના કેમ સાંભળું તું જે મુજને કહે ?”
 
“જગમાં  શા કારણે મળ્યા હશે આપણે,
 
‘ને શા કારણે બન્યા પતિ-પત્ની આપણે ?
 
મન મારૂં મુજવણોમાં છે આ પ્રષ્ન સાથે,
 
કહોને નાથ, કે શાન્તી મુજને મળે ,”
 
પતિ ગંભીર બની, પત્નીને કહેઃ
 
“વ્હાલી મારી,શાને આવી ચિન્તાઓ કરે ?
 
પુર્વ જન્મે કોણ, એ કાંઈ ના જાણું,
 
છ્તાં, આ જન્મે માનવ થાતા પ્રભુ ઉદારતા ગણું,
 
ગયા જન્મના પુન્ય પ્રતાપે કે આ જન્મ કારણે,
 
થયું એકબીજાને મળવાનું પ્રભુ ઈચ્છા કારણે,
 
હવે પછીના જન્મની ચિન્તાઓ છોડી દેજે,
 
જે થવાનું હશે તે પ્રભુ ઈચ્છાથી જ બનશે,
 
ચિન્તા-મુક્ત રહી, કરીશૂ કર્તવ્ય પાલન આ જીવનમાં,
 
પુરૂષ્રાથ, પ્રભુશ્રધ્ધાનો  સહારે, જીવીશું આ જગમાં,
 
અરે, પ્યારી, મ્રુત્યુનો ડર કદી ના રાખીશ તું,
 
મ્રુત્યુ પછી શું વિચારો એવા કદી ના લાવીશ તું, “
 
  નથી પતિ શબ્દો હવે, અને છે શાન્તી બહાર હવામાં,
પતિ પત્ની મિલન નિહાળી,છે શાન્તી ચંદ્ર  હૈયામાં !
 
કાવ્ય રચના….તારીખ માર્ચ,૧૭,૨૦૧૧            ચંદ્રવદન
 
 

બે શબ્દો…

૧૭મી માર્ચ એટલે ગુરૂવારનો દિવસ….અને વળી, “સેઈન્ટ પેત્રીક્સ”નો શુભ દિવસ.
 
પ્રજ્ઞાજુબેન વ્યાસનો ઈમેઈલ આવ્યો..એમાં ફોટાઓ હતા…..એક સ્ત્રી-પુરૂષનું પુતળું !
જાણે સ્ત્રી પુરૂષને કંઈક કહી રહી હતી.
 
મારા મનમાં વિચાર આવ્યો કે આ પતિ અને પત્ની હોય શકે !
 
બસ, આ વિચાર સાથે રહી..એક “વાર્તાલાપ”ની કલ્પના કરી.
અને આ રચના શક્ય થઈ !
 
સૌને આ ગમે એવી આશાઓ !
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 

 

 
 
FEW  WORDS…
 
Today’s Post is a Kavya…written after a Statue of a WOMAN & MAN ( assume as the HUSBAND and WILFE) as the attachment to an Email.
 
It is a Conversation between a Wife & a Husband!
 
A question is raised by the Wife …Why they are on this Earth as the Husband & the Wife ?
The Husband gave a lenghy reply in which he tells her that “it must be as per the Wish of the God”..& that she must not bothered with any thought and do the duty on this Earth without “the worries of the Future”.
The Kavya (Poem) ends by the Husband & the Wife hugging each other.
Hope you like this Post.
Dr. Chandravadan Mistry
 

માર્ચ 25, 2011 at 11:00 એ એમ (am) 23 comments

હોલ ઈન ધ ક્લાઉડ !

 

 
 
 
 
 
 

હોલ ઈન ધ ક્લાઉડ !

વાદળો ન હતા આકાશમાં,
સુંદર લાગતું હતું દ્રશ્ય વાદળો સંગમાં,
 
અચાનક ઘેરી લીધું આકાશને વાદળોમાં,
સુર્ય છુપાતા, થયો અંધકાર આકાશમાં,
 
હવે,નારાજી આવી આવા અંધકારમાં,
ત્યાં, અચાનક પડ્યું કાણું વાદળોમાં,
 
સુર્ય કિરણો, બહાર જવા દોડે છે કાંણામાં,
દુર થોડો પ્રકાશ છે, વાદળોભર્યા આકાશમાં,
 
ધીરજ ખુટી, છતાં હૈયે ખુશી હતી,
દુર આકાશમાં નજર મારી હતી,
 
પ્રકાશ ખીલી, હતો એ પાણીમાં,
જાણે આકાશનો ચંદ્રમા રમે છે પાણીમાં,
 
ખુશીમાં આવી, ચંદ્ર પૂકારી રહ્યો,
દ્રશ્યને “હોલ ઈન ધ ક્લાઉડ” કહી રહ્યો !
 
 
કાવ્ય રચનાઃ તારીખ માર્ચ, ૧૯, ૨૦૧૧           ચંદ્રવદન
 

બે શબ્દો…

 હજું માર્ચની ૧૯ તારીખ જ છે !
 
આજે જ આગળ પ્રગટ કરેલી પોસ્ટ “શું થઈ રહ્યું છે જગતમાં?” ની રચના શક્ય થઈ હતી.
આજે જ આ રચના !
 
શા કારણે ?
 
એક ઈમેઈલ આવ્યો જેમાં હતા આકાશના જુદા જુદા સુંદર ફોટાઓ અને ઍમેઈલનો
ટાઈટલ હતો “Hole in the Cloud”.
 
ફોટાઓ નિહાળી, હું ખુબ ખુશ હતો.
 
અને પ્રભુની પ્રરેણા થઈ.
 
અને, આ રચના શક્ય થઈ તે જ પ્રગટ કરી છે !
 
“કુદરતની સુંદરતા”ના દર્શનનો આ ફક્ત એક દાખલો છે.
 
કુદરતરૂપી “કળા” અનુભવી, માનવીએ “પ્રભુરૂપી પરમ તત્વ”નો સ્વીકાર કરવો જોઈએ !
 
આ પોસ્ટ સૌને ગમે એવી આશાઓ !
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW  WORDS
 
Last Post’s Kavya was created on MARCH 19th 2011..and published on MARCH 20th 2011.
 Now, this Post’s Kavya was also created on MARCH 19th 2011.
AND….
 I am publishing today.
 I was inspired to write this Kavya after reading one Email with several Photos of the Sky  with the CLOUD with the Title of the Email “HOLE in the CLOUD”.
I hope you enjoy this Post with the KAVYA..and the PHOTOS.
Dr. Chandravadan Mistry

માર્ચ 23, 2011 at 12:30 પી એમ(pm) 17 comments

શું થઈ રહ્યું છે જગતમાં ?

 

 
 

શું થઈ રહ્યું છે જગતમાં ?

 

શું થઈ રહ્યું છે જગતમાં ?…શું ખરેખર,

પ્રલય આવી રહ્યો છે ?…..(ટેક)

જાપાન નજીક સમુદ્રમાં ધરતીકંપ એક મોટો,

સુનામી બની, સમુદ્ર ધરતી પર જતા જોયો,

કેદી ન્યુક્લીયર શક્તિ હવામાં જવા પ્રયાસો કરે !

તો, માનવી શું કરે ?………શું થઈ રહ્યું……..(૧)

 

મીડલ ઈસ્ટની ધરતી પર જે થઈ રહ્યું,

એવું સ્વપ્નમાં ના કોઈએ વિચાર્યું,

મોરોક્કોમાં એક માનવી આગ કરી જલે !

તો,બીજા માનવીઓ શું કરે ?…..શું થઈ રહ્યું …..(૨)

 

બળવો થતા, મોરોક્કોની સરકાર બદલાય છે,

બળવા કારણે,ઈજીપ્તમાં ફેરફારો થાય છે,

બાહરેનથી લીબીયામાં માનવ-શક્તિ દેખાય છે !

હવે, માનવી શું કરે છે તે કંઈક સમજાય છે !……શું થઈ રહ્યું ….(૩)

 

પુરાણો કહે પ્રલય થયો હતો, અને થશે,

મહાભારતરૂપી  ધર્મયુધ્ધ દ્વારા પ્રલય હશે ?

અરે, એ તો, કુદરતની શક્તિ દ્વારા પ્રભુ-ઈચ્છારૂપે હશે !

તો,ઓ માનવી પ્રલયની ચિન્તા ના કર હવે !…..શું થઈ રહ્યુ…..(૪)

 
 

કાવ્ય રચનાઃતારીખ માર્ચ, ૧૯, ૨૦૧૧              ચંદ્રવદન

 
 

બે શબ્દો….

આજનૉ પોસ્ટ માટે આજે જ પ્રેરણા મળી.
  
ટીવી પર જગતના બે વિસ્તારના જ સમાચાર….જાપાન અને મીડલ ઈસ્ટ !
  
અત્યારે સવારમાં લીબીયા પર લીબીયા બહારના દેશો ત્યાના રહીશોની  મદદે.
  
હવે શું થશે ?
  
આ વિચાર સાથે માનવી હંમેશા પ્રલયની કલ્પનાઓ કરે તેનું યાદ આવ્યું.
અને આ રચના !
  
સૌને ગમે એવી આશા.
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
 
 
FEW   WORDS…
 
Today it is March 19th 2011.
Today, in the early morning, on the TV are the news of Libya ‘s Gadaffi’s Forces attacked by  the UNO blessed World Forces to prevent  the massive Human killings by tha advancing Gadaffi’s Forces.
There are only the News of  Japan’s Disaster..and this Fighting in Libya.
This inspired me to write this Poem.
Hope you like it !
Dr. Chandravadan Mistry
 
 
 
 
 
 
 
 
 
 
 

 

માર્ચ 20, 2011 at 4:54 પી એમ(pm) 15 comments

આ શું થઈ રહ્યું છે,કોઈ કહેશો મને ?

 

 
 
 
 

 

આ શું થઈ રહ્યું છે,કોઈ કહેશો મને ?

આ શું થઈ રહ્યું છે, કોઈ કહેશો મને ? (ટેક)
 
ભાષા બને છે શબ્દોથી,
શબ્દો બને છે વાચાથી,

જો વાચા મળી છે માનવીને,

તો, ભાષા બનાવી છે માનવીએ
માનવીએ જ બનાવી, તો શાને લડો છો ?…..આ શું થઈ….(૧)
 
શબ્દો નહી,પણ માનવી જ બનાવે ધર્મને,
કોઈ કહે, હિન્દુ છું હું,
કોઈ કહે, મુશલમાન છું હું.
સૌ કહે, માનવી છું હું,
સૌ માનવીઓ તો, શાને લડો છો ?….આ શું થઈ…..(૨)
 
અંગ્રેજી ભાષામાં લખતા, અંગ્રેજ કહેવાય નહી,
હિન્દી ભાષામાં લખતા,હિન્દુ કહેવાય નહી,
ઉર્દુ ભાષામાં લખતા, મુશલમાન કહેવાય નહી,
પણ, જરૂર સૌ માનવી કહેવાય,
સૌ એક છે તો, શાને લડો છો ?……આ શું થઈ ……(૩)
 
પૈસાને લક્ષ્મી ના કહી, ડોલર કે દોલત કહું તો શુ છે ?
ઉર્દુ ભાષાના શબ્દ “દીલ” અને સંસ્કુતભાષાના “હ્રદય” એક જ નથી ?
અને, માફી કે ક્ષમા બદલે “સોરી” કહું તો એમાં કાંઈ ભુલ છે ?
વિશ્વની ભાષાઓ સૌ માનવીની, ધર્મ નહી ફક્ત માનવી જ હક્કદાર છે,
એક  જ હક્કદાર, તો શાને લડો છો ?……આ શું થઈ………(૪)
 
“ચંદ્ર”તો એક માનવી,અને ભાષાની શુધ્ધતા વિષે અજાણ છે,
જુદી જુદી ભાષા શબ્દો સહારે એના ગુજરાતી લખાણો છે,
નથી કવિ કે સાહિત્યકાર, અને ચિન્તા મુક્ત છે,
તો, લખે દીલ હ્રદય કે હાર્ટ,ભુલ લાગે ક્ષમા કરજો એને !
ના લડો, અને સૌ એક માનવ બનો !………આ શું થઈ…….(૫)
 
 
કાવ્ય રચના…તારીખ માર્ચ, ૧૪, ૨૦૧૧                     ચંદ્રવદન
 
 

બે શબ્દો…

આજે જે કાવ્ય-પોસ્ટ પ્રગટ થઈ છ્વે તેની રચના થોડા દિવસો પહેલા જ થઈ હતી.
 
શા કારણે ?
 
એક ઈમેઈલ મળ્યો..જેમાં ઉલ્લ્લેખ હતો કે થોડા “ઉર્દૂ” શબ્દો છે..અને શીખ હતી કે
સંસ્ક્રુત પાયાથી બનેલા ગુજરાતી શબ્દો હોય તો યોગ્યતા રહે.
 
એક રીતે આ સલાહમાં કંઈક યોગ્યતા કહી શકાય.
 
પણ જો……
 
અંગ્રેજી શબ્દ વપરાસ માટે વિરોધ ના હોય તો ?
તો, મારૂં માનવું છે કે  આ વિરોધમાં કાંઈક બીજું  કારણ હોય શકે !
 
આ કાવ્ય દ્વારા મેં મારા વિચારો પ્રગટ કર્યા.
 
તમે સૌ વાંચશો તો મને આનંદ થશે.
જો પ્રતિભાવ આપશો તો વધુ આનંદ હશે.
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 
 
 
FEW   WORDS…
 
Today’s Post was supposed to be another Kavya-Post.
 
Man can plan anything..but it’s God’s Will that Happen.
 
That does not mean that Man must not think rationally & Plan.
 
Today’s Post is a Kavya I was inspired to write to convey a simple
Message “A  Language made up of so many words is Man-made..& that all languages must be treated with the respect, even if it is the Language of a Person you may not like”
 
I hope you like this Post !
 
Dr. Chandravadan Mistry

માર્ચ 18, 2011 at 12:31 પી એમ(pm) 21 comments

ફક્ત જોઈએ છે !

 

 
 

 

ફક્ત જોઈએ છે !

ના જોઈએ છે જંગલનું અંધકાર,
ના જોઈએ છે દિવસનું અજવાળું,
ના જોઈએ છે રાત્રીએ ગગનના ચંદ્ર તારલા,
ફક્ત જોઈએ છે માનવ જન્મ મારે !…(૧)
  
ના જોઈએ છે ફળો ચીકું કે કેરી,
ના જોઈએ છે પદ શાકાહરી કે માંસાહારી,
ના જોઈએ છે ભોજન ગરમ કે ઠંડુ,
ફક્ત જોઈએ છે પ્રભુપ્રસાદીનું પાણી !…(૨)
  
ના જોઈએ છે પૂછવાનું કેમ  વિશાળ સમુદ્ર,
ના જોઈએ છે પૂછવાનું કેમ નદી અને ઝરણા,
ના જોઈએ છે પૂછવાનું કેમ વાદળો,
ફક્ત જોઈએ છે જાણવું કેમ પવન અને વરસાદ ?….(૩)
 
ના જોઈએ છે ધન, દોલત, કે ઝવેરાત,
ના જોઈએ છે કિર્તી કે મહા વિજ્ઞાન,
ના જોઈએ છે વખાણો કે નામ,
ફક્ત જોઈએ છે માનવતા મુજ હૈયે !……(૪)
 
ના જોઈએ છે માનવીઓમાં વેર-ઝ્રેર, અને દુશમનતા,
ના જોઈએ છે માનવીઓમાં ઈર્ષા કે અભિમાન,
ના જોઈએ છે માનવીઓમાં ક્રોધ કે હિંસા,
ફક્ત જોઈએ છે “પ્રેમભર્યો”ભક્તિભાવ સૌમાં !…..(૫)
 
અને…..
 
કદી જો હશે માનવીઓમાં દયા-પ્રેમભાવ,
કદી જો હશે માનવીઓમાં માનવતા,
કદી જો હશે માનવીઓમાં “પરમ તત્વ”રૂપી ભક્તિભાવ,
 
તો…
 
ફક્ત જોઈએ છે ચંદ્રને જગતમાં ખરી શાન્તી !…(૬)
 
 
 
કાવ્ય રચના તારીખ સેપ્ટેમ્બર, ૨૬, ૨૦૧૦          ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…

આ કાવ્ય તમે વાંચ્યું !
 
કેવી રીતે આ કાવ્ય લખવાની પ્રેરણા મળી ?
 
પોસ્ટ દ્વારા “અખંડ આનંદ”ના અંકો વાંચવા લ્હાવો મળે છે. …..આજે, સેપ્ટેમ્બરની ૨૬,૨૦૧૦ના દિવસે મારા હાથમાં અખંડ આનંદનો જુનો જુલાઈનો અંક હાથમાં આવ્યો….પાનો ફેવતા, હું હતો પાન ૫૪-૫૫ પર…લેખનું નામકરણ હતું ” પરમાત્મા સ્વરૂપ શું છે ? જાણવું કેમ ? “…..અને લેખ વાંચતા….હતા શબ્દો “પરમ તત્વને જાણી લીધું કે  તે જ સત્ય છે “….અને લેખમાં સમજ હતી માનવના “અવગુણો” અને “ગુણો” વિષે…અવગુણો દુર થતા ગુણો ખીલે છે ….
 
બસ, આ વિચાર આધારીત, “ના જોઈએ છે ” અને “ફક્ત જોઈએ છે “ની વિચારધારે આ કાવ્ય રચનાને સ્વરૂપ મળ્યું છે !
 
આશા છે કે આ મારો “હ્રદયભાવ” તમોને ગમશે !
 
વાંચી, “બે શબ્દો” જરૂર લખશો !
 
>>>>ચંદ્રવદન
 
FEW  WORDS…
 
Today’s Post is a Kavya Rachana ..the INSPIRATION for it was a Lekh in the ANAND ANAND Masik.
The message is to discard the “Avguno” and fill your Life with “Guno” ( Virtues).
I hope you like this Post.
 
Dr. Chandravadan Mistry

માર્ચ 13, 2011 at 12:14 એ એમ (am) 22 comments

સ્વાર્થ વગરનું જીવન !

સ્વાર્થ વગરનું જીવન !

જે અન્યને આપ્યું, તે માટે “વાહ વાહ”ની આશાઓ નથી,
છતાં, મનમાં કોઈકવાર, “થેન્ક યુ”ની આશાઓ હતી !
સત્ય પંથે જીવનમાં આગેકુચ કરતો હતો,
છતાં,મનમાં કોઈકવાર અસત્યના વિજયનો વિચાર આવ્યો હતો !
પ્રેમ, દયા ભાવ હૈયે ખીલવી, જીવન જીવતો હતો,
છતાં, મનમાં કોઈકવાર થયેલા ગેરલાભો જાણવા માંગતો હતો !
જીવનમાં સુખોની ‘ને ધ્યેય હાસીલ કરવા આશાઓ ભરી હતી,
શું એમાં સ્વાર્થ તરફ મુજ જીવનની મંજીલ હતી ?
પ્રભુની યાદ કરતા, બધુ જ જીવનમાં કર્યું હતું,
છતાં, દુઃખ નિરાશાભર્યું  એ જીવન શાને હતું ?
સત્ય પંથ સાથે દયા, પ્રેમ અપનાવતા જીવનમાં,
દુઃખ નિરાશાનો અસ્વીકારમાં ના છુટે સ્વાર્થ જીવનમાં !
કર્મ કરી નિહાળો જીવનના સુખો દુઃખોને સમભાવે,
આવી પ્રભુ શરણાગતીમાં સ્વાર્થ દુર ભાગે !
>>>>>ચંદ્રવદન
કાવ્ય રચના,,તારીખ..ઓકટોબર,૭, ૨૦૧૦

બે શબ્દો…

આજની આ પોસ્ટ કેવી રીતે થઈ તે વિષે જાણો !
ઓકટોબર ૭, ૨૦૧૦ના દિવસે ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદીનો એક ઈમેઈલ આવ્યો….જેમાં એક અંગ્રેજીમા પ્રશ્ન હતો…તે નીચે મુજબ હતો>>>>
Subject: question
I have heard many times to be filled with spiritualism, love, give, don’t look for returns, be truthful, listen.  Dr. Trivedi, I think I have done this all my life, been comassionate, listened,done my best, yet it appears that it is not enough to make one person happy.  When does selfism come into play.  If I was to leave my present place to forill my dreams, spiritualsm, goals, and happiness, would that de selfishness?
Looking for you answer.  I trust you muchly.
આ ઈમેઈલ મેં ફરી ફરી વાંચ્યો…..પ્રશ્ન કરનાર જણાવતો હતો કે એ એક “આદર્શ માનવી” તરીકે એનું જીવન જીવતો હતો, છતાં, જીવનનો “આનંદ” ન હતો..જીવનમાં “સ્વાર્થ”ની સમજ માટે મુજવણમાં હતો……હું પણ વિચાર કરતો રહ્યો…..ઈમેઈલમાં એના જ શબ્દો ચુંટ્યા….અને પ્રભુપ્રેરણાથી આ રચના શક્ય થઈ !
આ કાવ્યમાં મેં એનું જ જીવનમાં જે એણે કર્યું હતું તે લઈ…મનની “અશાન્તી” સાથે જોડી…..અને અંતે એને પ્રભુ પાસે લાવી, શક્ય કે અશક્ય કાર્યોને પ્રભુને “અર્પણ”કરવાની શીખ આપવા પ્રયાસ કર્યો…એ જ “પ્રભુ શરણાગતી” જે થકી, માનવીનો “સ્વાર્થ” દુર થાય છે !
આશા છે કે તમે આવો “ભાવ” કાવ્યમાં નિહાળશો !
>>>ચંદ્રવદન.
FEW  WORDS…
Today’s Post is an answer to a question raised by someone via an Email communication.
The question raised was about the “selfless actions”…..The questioner seems to be doing “ideally” and yet not happy or satisfied.
I used his words in this Kavya (Poem)..and brought him closer to the Divine and guided him to the “total submission” to the Almighty..Thus all the ACTIONS become “SELFLESS ACTIONS”
I hope you like this Post.
DR. CHANDRAVADAN MISTRY

માર્ચ 5, 2011 at 2:07 પી એમ(pm) 27 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,639 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031