ઉંદર અને સિંહ

August 6, 2010 at 4:36 pm 17 comments

 
એક દિવસ જંગલમાં એક સિંહ પરિવારના ગુજરાન માટે ફરી રહ્યો હતો. આજે ખાવા માટે શિકાર ના મળ્યો. એ થાક્યો હતો…એ નારાજ હતો. એ ઉંડા વિચારોમાં હતો કે “આજે શું થશે ? પત્ની બાળકો શું ખાશે ?” ….એની નજર જમીન પર ન હતી , અને એ અચાનક શિકારીની જાળમાં ફસા ગયો. છુટવા માટે અનેક પ્રયત્નો કર્યા પણ છુટી શક્યો નહી ….સાંજનો સમય થઈ ગયો હતો અને થોડી જ વારમાં શિકારી આવશે અને એને પિંજરામાં કેદી કરી લઈ જશે …પરિવારનું શું થશે ?…..આવા વિચારો સાથે એ ધ્રુજતો હતો. એક જંગલના રાજા તરીકે એને ખુબ જ અભિમાન હતું આજે એ લાચાર હતો !
  
થોડો સમય આવા વિચારોમાં વહી ગયો !…..અને, એક ઉંદર ત્યાં આવ્યો. એણે સિંહને જાળમાં જોયો.
  
“સિંહ રાજ, આ શું થયું ?” ઉંદરે સિંહને પુછ્યું.
  
“અરે, હું વિચારોમાં હતો, અને જમીન પર જોવા વગર ચાલ્યો તેનું આ પરિણામ છે !” સિંહે જવાબ આપ્યો.
  
“હું તમોને મદદ કરી શકું છું ” ઉંદરે કહ્યું.
  
“અરે, ઓ બાળક, આ રમત નથી !…આ જાળમાંથી છુટવા મારા જેવા જોરાવર હરી ગયા તો તું કમજોર કાંઈ જ ના કરી શકે. જા, અહીથી દુર જા !” સિંહે ખિજાઈ કહ્યું અને હસીમાં ઉંદરના શબ્દોને ગણ્યા.
  
ઉંદર શાંત રહ્યો….એ તો જાળ નજીક આવ્યો…….એના દાંતોથી જાળને કરડી કાપવા માંડ્યો……અને થોડા જ સમયમાં જાળમાં એક મોટું કાણું થઈ ગયું …..સિંહ સહેલાયથી જાળ બહાર હતો…..એ અચંબાથી ભરપુર હતો !…..એનું અભિમાન પીગળી ગયું હતું …એના મુખે પળ માટે કોઈ શબ્દો ન હતા….અને નમ્રતાથી બોલ્યો…” ભાઈ ઉંદર, મેં મારી શક્તિના અભિમાનમાં તારૂં અપમાન કર્યું ….મેં તને એક નાના નિર્બળ પ્રાણી તરીકે ગણ્યો, અને તેં જ્યારે મદદ કરવા કહ્યું ત્યારે તને મેં  મુરખ માની હસીને મજાક કરી ત્યારે પણ તું શાંત હતો. મારી આ થયેલી ભુલ માટે હું માફી માંગુ છું !”
  
ઉંદરે સિંહના શબ્દો શાંતીથી સાંભળ્યા. એના દીલમાં એક શુભ કાર્ય કર્યાની ખુશી હતી. એ બોલ્યો..” મોટાભાઈ હવે રાત્રી થઈ જશે. ઘરે તમારો  પરિવાર તમારી રાહ જોતા હશે..તમે જલ્દી જાઓ !”
  
સિંહે ઉંદર તરફ પ્રેમથી જોયું ..અને છલાંગો મારતો દુર ગયો તે નિહાળી ઉંદર એક અનોખા આનંદમાં હતો !
  
ડો ચંદ્રવદન મિસ્ત્રી
વાર્તા લખાણ તારીખ જુલાઈ ૧૫, ૨૦૧૦
 
 

બે શબ્દો…

 
આ “ટુંકી વાર્તા” છે….એને તમે “બાળ વાર્તા” કે “બોધ કથા” કહો.
આ “ઉંદર અને સિંહ”ની વાર્તા ફક્ત ઉદાહરણરૂપે જ છે !….આ વાર્તાને  માનવ જીવન સાથે સરખાવો !
માનવી એના “અભિમાન”માં અનેક ભુલો કરે છે !….એને “મોટાપણું” એના દેહ કે શક્તિ કારણે થાય ….તો કોઈ વાર એને એના “ધન” કે “જ્ઞાન”ના કારણે થાય !…જે કંઈ કારણ હોય…પણ સર્વનું મુળકારણ છે “હુંપદ”(EGO ).
જ્યારે માનવી અભિમાનરૂપી અંધકારથી મુક્ત થાય ત્યારે એ શુભ કાર્યો તરફ વળે છે !
સ્વાર્થ કે અભિમાન છોડવો એ કંઈ સહેલું નથી …અશક્ય તો નથી જ !……કોઈક વાર  માનવી “ભક્તિ પંથ ” પ્રથમ અપનાવે, અને આ “અંધકાર ” દુર કરે …તો કોઈ વાર  એ પ્રભુથી દુર રહેવાનો નિર્ણય કરે અને જગતમાં કર્મ કરતા કરતા “જનકલ્યાણના કાર્યો ” કરવા લાગે, ત્યારે એ અજાણમાં પ્રભુ નજીક જ જાય છે !
  
અંતે આ ટુંકી વાર્તાનો સંદેશો આ છે >>>>>
  
અભિમાન છોડી, અન્યને નિહાળતા શીખો !
અને, જો તમે આવું કરશો તો, અન્ય માટે “પ્રેમ” જ હશે !
આવી હાલતમાં તમે “શુભ કાર્ય” જ કરી શકશો !
જો શુભ કાર્ય કરશો તો, એના પરિણામરૂપે તમોને વહેલો કે મોડો “પ્રેમ” જ મળશે !
 
ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી
 
FEW WORDS..
 
Today you are reading a Short Story of “A Mouse & a Lion”
You may have read the “Fable of the Mouse & the Lion”in English Books…..or even read the same story in Gujarati.
This Post may have a “twist” to that original story…
.
The Morale of this Story is>>>>
  
 
Do not underestimate anyone just by looks & size, as even a small one has the “hidden
  
 potentials”…..Never be proud of yourself with your “Egoist Pride “!….You will err &
  
 insult or hurt someone’s Feelings.
  
If you respect others, you will get “Love”from others!
  
  
This story is “only an illustation” to this Morale so that Humans can behave this way
  
 towards other Humans !
 
  
Dr. Chandravadan Mistry.

 

Advertisements

Entry filed under: ટુંકી વાર્તાઓ.

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૫) મોટીબેન મળ્યા !

17 Comments Add your own

 • 1. chandravadan  |  August 6, 2010 at 5:05 pm

  1. pragnaju | August 6, 2010 at 2:27 pm
  અભિમાન છોડી, અન્યને નિહાળતા શીખો !
  અને, જો તમે આવું કરશો તો, અન્ય માટે “પ્રેમ” જ હશે !
  આવી હાલતમાં તમે “શુભ કાર્ય” જ કરી શકશો !
  જો શુભ કાર્ય કરશો તો, એના પરિણામરૂપે તમોને વહેલો કે મોડો “પ્રેમ” જ મળશે !
  બાળ વાર્તાનો સુંદર આધ્યાત્મિક સાર

  Reply
 • 2. chandravadan  |  August 6, 2010 at 5:06 pm

  2. Harnish Jani | August 6, 2010 at 4:47 pm
  Nice-Explanation of the ld story-

  Reply
 • 3. chandravadan  |  August 6, 2010 at 5:16 pm

  Prajnajuben & Harnishbhai,
  THANKS for visiting & reading this Post.
  Because of some technical problems, early publication of this Post was deleted.
  Your comments were saved & now “copy/pasted” as your Comments for this Post.In the previous post the “script” was nor fully seen !
  You may re-visit & read your Comments again!
  Chandravadan

  Reply
 • 4. pravina  |  August 6, 2010 at 8:34 pm

  This is a wonderful message. Short stories have very deep meaning. You pointed it out in the nice manner.

  Reply
 • 5. Ramesh Patel  |  August 7, 2010 at 12:47 am

  અભિમાન છોડી, અન્યને નિહાળતા શીખો !
  અને, જો તમે આવું કરશો તો, અન્ય માટે “પ્રેમ” જ હશે !
  આવી હાલતમાં તમે “શુભ કાર્ય” જ કરી શકશો !
  જો શુભ કાર્ય કરશો તો, એના પરિણામરૂપે તમોને વહેલો કે મોડો “પ્રેમ” જ મળશે !

  ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી

  Nothing is better than this. શુભ કાર્ય કરશો તો “પ્રેમ” જ મળશે !
  સુંદર બાળ વાર્તા.
  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 6. અખિલ સુતરીઆ  |  August 7, 2010 at 12:55 am

  “જો’ અને “તો’ વચ્ચે આ બોધ વર્ષોથી અફળાયા કરે છે .. પણ વ્યવહારમાં કે સંસારમાં કયા નસીબદારને આવા વ્યક્તિના દર્શન થયા ? જંગલીપ્રાણીઅો પણ ભૂખ્યા થાય ત્યારે ભૂખ લાગી હોય તેટલો જ શિકાર કરતા હોય છે … એની સાથે માણસને સરખાવાય ?

  Reply
  • 7. chandravadan  |  August 7, 2010 at 1:23 pm

   અખિલભાઈ,

   ઘણા સમય બાદ, તમે પધારી, આ પોસ્ટ વાંચી, અને પ્રતિભાવ આપ્યો, તે માટે ખુબ ખુબ આભાર !

   આ વાર્તામાં બે પ્રાણીઓનો વાર્તાલાપ છે…..પણ….આ કે આવી બાળવાર્તાઓમાં પશુને “વાચા”આપનાર માનવી જ છે !સંસારમાં ગુણીજનો ઘણા જ ઓછા !

   માનવીઓમાં જ્યારે “માનવતા” ઓછી થાય ત્યારે આ “માનવ”ને જ દુઃખ લાગે. એ ત્યારે “સેવા” નો પંથ અપનાવે. …કોઈ હ્રદયના દર્દ સાથે કંઈક લખી, “સાચી સમજ” આપવા પ્રયાસ કરે…અને, આવા પ્રયાસોમાં સમાય છે “બાળવાર્તા કે બોધવાર્તા” !

   શું આવી વાર્તા કે સેવાથી સંસારમાં બધા જ “ગુણીજનો” હશે ??…ના ! તેમ છ્તાં સેવા કરતા રહેવું એ જ ધર્મરૂપી ફરજ. કોઈને એવા કાર્યો નિહાળી પ્રેરણા મળશે…તો કોઈને કદાચ આવી બાળવાર્તા “પ્રેરણાદાયક” હોય શકે !

   હા, તમે જે લખ્યું કે જાનવર એની ભુખ પુરતું જ ખાય, જ્યારે એક માનવી એવું પ્રાણી છે કે એની ભુખ કરા પણ વધુ ખાઈ છે….અને, એનું “બુરૂ” પરિણામ પણ ભોગવે છે !

   “જો” ..અને “તો” સંસારમાં હંમેશા રહેશે જ !….જ્યારે “જો” અને “તો” નું મિલન જે કોઈ કરી શક્શે ત્યારે એનું જીવન ધન્ય હશે ..ત્યારે, એ માનવમાં “માનવતા” ખીલી હશે !

   >>>>ચંદ્રવદન.

   Reply
   • 8. અખિલ સુતરીઆ  |  August 7, 2010 at 2:15 pm

    કલ્પના કરવી ….. માત્ર વીચારવું …. અને કરેલી કલ્પનામાં આવેલ કોક વીચારને આચરણમાં મૂકવાની કે મૂકાવવાની વાત મને જો અને તો વચ્ચે જણાતી નથી ..

    લખવું એ અભિવ્યક્તિ છે આચરણ નહિ.

    પ્રથમ તબ્બકે સારુ લખવું – સાચું લખવું .. ખાસ્સી મોટી ભ્રમણા હોય છે.

    ત્યાર બાદ બીજા તબક્કે સારુ બોલવું – સાચું બોલવું .. ચારિત્ર્યની પરીક્ષા જ થઇ જાય છે.

    સારા લેખ શું અને કેમની ચર્ચા કરીને આભાસી ચિત્ર ખડું કરે જવલ્લે જ સાચા ( સારા નહિ ) વિચારને જન્મ આપે જયારે સાચા લેખ કેવીરીતે નો અમલમાં મૂકી શકાય તેવો વાસ્તવીકતા સાથે જોડાયેલો ઉત્તર આપે.

    જીવન વાસ્તવીકતા, કલ્પના નહિ.

    મારે ગળે જો અને તો ન ઉતરવાનું મુખ્ય કારણ એ છે કે મને શું કે કેમ જાણવા કરતાં ‘કેવી રીતે’ જાણવાની સતત ઉત્કંઠા રહેતી આવી છે.

    શુ અને કેમ જેવા પ્રશ્નોના જવાબ દર બીજા બ્લોગ ઉપર સુવીચારથી માડીને ‘સારા’ લેખમાં છલકાતા જ હોય છે ને ?

    સ્વ કે જાત ’અનુભવ’ પર આધારીત ‘કેવી રીતે’ની છણાવટ કરનારા બ્લોગરોને ગણવા માટે એક અંગળીના વેઢા પણ વધી પડે છે.

    આ મને થયેલા અનુભવે મારી કેળવાયેલી આજની માન્યતા છે.

    …. સમય જતાં થનારા નવા અનુભવો તેને બદલી પણ શકે છે.

    08.08.2010

 • 9. himanshupatel555  |  August 7, 2010 at 1:25 am

  બરનાર્ડ શો માણસને રેશનલ એનિમલ તરીકે ઓળખાવે છે ત્યાં રેશનલ સાથે એનિમલ( પશુ) શબ્દ પણ જોડ્યો હતો, માણસમાં જોવાયેલી પશુવૃત્તિને કારણે જ એને ગમેતેની સાથે સરખાવાય.
  વરતા તો જાણીતી છે પણ તેને અનુભવવાની રીત જ સાહિત્યિક આનંદ છે, અને તે દરેકમાં વિવિધ છે, ચંદ્રવદન ભાઈ તમારી રીત પણ ગમી…

  Reply
 • 10. Dinesh Mistry  |  August 7, 2010 at 5:36 am

  Very nice parabola. Its often too easy in the human nature to compare at first glance and not give enough time to look at the goodness in all beings.

  Reply
 • 11. hemapatel.  |  August 7, 2010 at 1:22 pm

  A short story teach us big thing, and give us great message.

  Reply
 • 12. arvind adalja  |  August 9, 2010 at 9:20 am

  નાની વાર્તામાંથી સરસ બોધ આપી દીધો ! અભિમાન કે અહમ જ મનુષ્યને જીવનમાં વધુ અને વધુ નુકશાન કરે છે તે સૌનો રોજ બરોજનો અનુભવ હોવા છતાં અહમ છૂટી શકતો નથી પરિણામે કોઈ ઉંદર સાંસારિક કે અન્ય સમસ્યાઓમાંથી છૂટકારો નથી અપાવી શક્તો ! માટે અહમ વાદી નહિ થતા સરળ બનો !

  Reply
 • 13. અક્ષયપાત્ર/Axaypatra  |  August 10, 2010 at 6:54 pm

  કોઈને નબળા માનવા તે ભૂલ છે. સરસ બોધકથા!

  Reply
 • 14. Capt. Narendra  |  August 10, 2010 at 10:10 pm

  This story is a great lesson in developing humility. Thanks for sharing.

  Reply
 • 15. અશોક મોઢવાડીયા  |  August 11, 2010 at 7:05 pm

  શ્રી ચંદ્રવદનભાઇ, સ_રસ બોધકથા.
  કાઠીયાવાડીમાં એક કહેવત છે કે; ’ચપટી ધુળનો પણ ખપ પડે’
  અર્થાત ક્યારેક સાવ તુચ્છ જણાતી વસ્તુ (કે વ્યક્તિ)ની પણ જરૂર પડે, અને ત્યારે તેની ખરી કિંમત સમજાય છે. પરંતુ હુંપદ છોડવું બહુ મુશ્કેલ છે, અશક્ય નથી ! ભક્તિમાર્ગીઓ માટે એ કદાચ સહેલું છે જ્યારે જ્ઞાનમાર્ગીઓ માટે ગોટે ચડવાની શક્યતા થોડી વધુ રહે છે, જો કે કોઇપણ માર્ગે સત્યની જેમ જેમ નજીક પહોંચતું જવાય તેમ તેમ આ ’હુંપદ’ શુન્યમાં વિલિન થતું જાય છે.
  કહે છે ને; Life is a Journey from I to We. આને જીવ્યા કહેવાય બાકી ઢસરડો કર્યો કહેવાય. આભાર.

  Reply
 • 16. chandravadan  |  August 13, 2010 at 6:02 pm

  અખિલભાઈ,
  નમસ્તે !
  આખા જગતનું દર્શન એક માનવી કેવી રીતે કરી શકે ?
  તમે તમારા અનુભવો આધારીત લખો છો…અને સેવા પણ કરો છો. આ આનંદની વાત !
  હું ફક્ત કલ્પનાઓમાં જ છું એવી વાત પણ નથી .
  જે કંઈ મારી કે તમારી જાણમાં છે તે ફક્ત “અલ્પ જ્ઞાન ” જ છે !…અનેક જગતમાં હશે કે સેવા કરતા હશે, અને આપણે એઓ વિષે અજાણ હશે.
  સમયના વહેણમાં માન્યતાઓ જન્મે…બદલાય..અને મરણ પણ પામે !…પણ…સત્ય તો એક જ ! અને એ છે “જનસેવા એ જ પ્રભુસેવા” !

  >>>ચંદ્રવદન.

  સૌને આભાર દર્શાવું તે પહેલા, અખિલભાઈને ફરી જવાબ અહી જ પ્રગટ કરૂં છું !

  પ્રજ્ઞાજુબેન,હરનિશભાઈ, પ્રવિણાબેન, રમેશભાઈ, અખિલભાઈ, દિનેશભાઈ, હિમાંશુભાઈ, હેમા, અરવિન્દભાઈ, રેખાબેન, કેપ્ટન નરેન્ર્દભાઈ, અને અશોકભાઈ..

  તમે સૌએ પધારી આ વાર્તા વાંચી, અને પ્રતિભાવો આપ્યા તે માટે ખુબ ખુબ આભાર !..ફરી પધારજો !>>>>ચંદ્રવદન.

  Reply
 • 17. પટેલ પોપટભાઈ  |  August 17, 2010 at 7:16 am

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  સુંદર બોધ કથા.

  કોઈને પણ નબળા-તૂચ્છ મનવા નહીં, સમય-સંજોગ બળવાન છે. કોણ ક્યારે કામમા આવે કોને ખબર ???

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

August 2010
M T W T F S S
« Jul   Sep »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: