પિતાજીને વંદના !

June 16, 2013 at 12:22 am 16 comments

 

પિતાજીને વંદના !

પિતાજી, વંદન કરી, વાતો હું કરૂં,

સાંભળજો મને, વિનંતી એવી હું કરૂં !………..(ટેક)

 

નવ માસ માતાએ દેહમાં રાખી, પોષણ કર્યું,

માનવ સ્વરૂપ આપી, રક્ષણ મારૂં એણે કર્યું,

ત્યારે, પિતાજી,તમ-પ્રાર્થનાઓમાંથી મુજને પ્યાર ઝરણું મળ્યું !…..પિતાજી….(૧)

 

આવ્યો હતો હું તો આ જગમાં રડતો, રડતો,

માતાના લાડમાં આંધળો બની, રમતો રહ્યો,

ત્યારે, પિતાજી, તમ-પ્રકાશ મુજને મળ્યો !…..પિતાજી…..(૨)

 

માત દયાસાગરમાં સંસારમાં તરતા, તરતા,

ભુલો ઘણી કરી મેં, અને આનંદ હૈયે ભરી રહ્યો,

ત્યારે, પિતાજી, તમ-વાણીની કડવાસમાં મીઠો સ્વાદ મુજને મળ્યો !…પિતાજી….(૩)

 

માત સંસ્કારોથી મારૂં જીવન ઘડતર થયું,

સંસારી જીવનમાં સારૂં નબળું અનુભવ્યું,

ત્યારે,પિતાજી, તમ-શીખો દ્વારા સહારો મુજને મળ્યો !…..પિતાજી….(૪)

 

પ્રભુજી, માત ઉપકાર તો અગણિત છે,

એનું વર્ણન કરવું પણ અશક્ય છે,

ત્યારે, પિતાજી, તમ-છત્રછાયાની યાદનો ભંડાર મુજને મળ્યો !….પિતાજી….(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ મે, ૨૩,૨૦૧૩                         ચંદ્રવદન

બે શબ્દો…

આજે રવિવાર અને જુન, ૧૬, ૨૦૧૩ એટલે “ફાધર્સ ડે”.

એનો વિચાર કરી, પિતાજીને યાદ કરી, આ રચના થઈ હતી.

એને જ આજે પોસ્ટરૂપે પ્રગટ કરી છે.

સંસારી જીવનમાં માતા સાથે પિતાનો ફાળો ખુબ જ અગત્યનો છે.

માતાના ગુણલા ગાતી અનેક કાવ્ય રચના ભલે હોય,પણ પિતાનો કારણે  સંતાનમાં પુર્ણતા આવે છે….આ જ “મહાન સમજ” કહેવાય.

આ સમજને ફરી તાજી કરવાનો આ પ્રયાસ છે.

આજે જે કોઈ આ પોસ્ટ વાંચે તે પોતાના પિતાને યાદ કરી વંદના અર્પે એવી મારી પ્રાર્થના છે.

સૌને “હેપી ફાધર્સ ડે” !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS….

It is the FATHER’S DAY today.

This Poem in Gujarati is on the FATHER.

It tells that along with the father, the MOTHER has the equal respect in the Human Society.

HAPPY FATHER’S DAY to All !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

MILLI’S 4th BIRTHDAY !……..મીલીની ચોથી બર્થડે ! વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૧ )….રમેશભાઈ પટેલ

16 Comments Add your own

 • 1. pragnaju  |  June 16, 2013 at 1:59 am

  માત સંસ્કારોથી મારૂં જીવન ઘડતર થયું,

  સંસારી જીવનમાં સારૂં નબળું અનુભવ્યું,

  ત્યારે,પિતાજી, તમ-શીખો દ્વારા સહારો મુજને મળ્યો !

  પિતૃદિને ભાવભરી શ્રધ્ધાંજલી

  આજે આ અંગે બે પોસ્ટ છે પહેલી દિકરીની રચના એના પિતા માટે…બીજી મારી શ્રધ્ધાંજલી મારા સ્વ પિતાશ્રી માટે…

  જરુર પધારશો

  Reply
 • 2. Dilip Gajjar  |  June 16, 2013 at 12:11 pm

  *પ્રભુજી, માત ઉપકાર તો અગણિત છે,*

  *એનું વર્ણન કરવું પણ અશક્ય છે,*

  *ત્યારે, પિતાજી, તમ-છત્રછાયાની યાદનો ભંડાર મુજને મળ્યો !….પિતાજી….(૫)*

  * શ્રી ચન્દ્રવદાનભાઈ, ખુબ જ સુંદર ફાધર્સ ડે ની અભિવ્યક્તિ આપે આ રચના
  દ્વારા કરી,… મને પણ ભાવ જગાવી દીધો *

  Reply
 • 3. Suresh Jani  |  June 16, 2013 at 2:33 pm

  માધવબાપાને વંદન

  Reply
 • 4. Vinod R. Patel  |  June 16, 2013 at 3:56 pm

  આવ્યો હતો હું તો આ જગમાં રડતો, રડતો,

  માતાના લાડમાં આંધળો બની, રમતો રહ્યો,

  ત્યારે, પિતાજી, તમ-પ્રકાશ મુજને મળ્યો !…..પિતાજી…..(૨)

  Reply
  • 5. Vinod R. Patel  |  June 16, 2013 at 3:59 pm

   આ પિતૃ દિને આપના સ્વ . પિતાશ્રીને વંદન અને આપને

   ….. Happy Father’s Day

   Reply
 • 6. Prad Mistry  |  June 16, 2013 at 4:00 pm

  Hi Dad
  Happy Fathers Day, have a great day, call you later, Pratik

  Regards, Prad Mistry

  Ashfieldin2Focus Ltd part of the Ashfield Grp

  +44 7875 379492

  (Sent from my iPhone – please forgive any typo’s!)

  Reply
  • 7. chandravadan  |  June 17, 2013 at 12:20 am

   Pratik,
   Surprised to read your Comment here.
   Thanks a lot.
   It was nice talking to you (& Nina & Milli) today by phone.
   Dad

   Reply
 • 8. nabhakashdeep  |  June 16, 2013 at 7:53 pm

  પ્રભુજી, માત ઉપકાર તો અગણિત છે,

  એનું વર્ણન કરવું પણ અશક્ય છે,

  ત્યારે, પિતાજી, તમ-છત્રછાયાની યાદનો ભંડાર મુજને મળ્યો !….પિતાજી
  …………………..ખુબ જ સુંદર ફાધર્સ ડે ની અભિવ્યક્તિ ..માધવબાપાને વંદન
  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 9. P.K.Davda  |  June 16, 2013 at 10:07 pm

  HAPPY FATHER’S DAY.

  Reply
 • 10. SARYU PARIKH  |  June 16, 2013 at 10:18 pm

  ભાઈશ્રી,
  સ્નેહાળ લાગણીસભર રચના.
  સરયૂના વંદન

  Reply
 • 11. chandravadan  |  June 16, 2013 at 11:57 pm

  This was a Response as an Email >>>>

  પિતાજીને વંદના ! HAPPY FATHER’S DAY

  From Anjalika Pattanaik
  To chadravada mistry

  thank you very much

  I conveyed the news to Surya.

  Please do come sometime.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

  Anjalika,
  Thanks !
  Chandravadan

  Reply
 • 12. jbprajapati  |  June 17, 2013 at 10:46 pm

  આદરણીય
  ચંન્દ્રવદનભાઇ
  નમસ્કાર.
  મા એ મા છે, પણ પિતાજી એ વંચિત રહી ગયેલું એક એવું
  પાનું છે જેને બહું ઓછા લોકોએ લખવાની તશ્દી લીધી છે.
  ‘પહેલું વંદન પિતાજી તમને’ નામનું નાનું પુસ્તક હું આપને મોકલી આપીશ.
  આભાર
  જયંતીભાઇ પ્રજાપતિ
  પાલનપુર

  Reply
 • 13. chandravadan  |  June 18, 2013 at 12:04 am

  This was an Email Response>>>

  પિતાજીને વંદના ! HAPPY FATHER’S DAY

  From Amit Pisavadiya
  To emsons13@verizon.net

  Happy father day

  Sent from Yahoo! Mail on Android

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks for the Comment
  Chandravadan

  Reply
 • 14. pravina Avinash  |  June 18, 2013 at 2:35 am

  wonderful thoughts for Father.

  we are thankful to Father every step we take in life.

  Happy Father’s day

  Reply
 • 15. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  June 30, 2013 at 4:19 pm

  પ્રભુજી, માત ઉપકાર તો અગણિત છે,

  એનું વર્ણન કરવું પણ અશક્ય છે,

  ત્યારે, પિતાજી, તમ-છત્રછાયાની યાદનો ભંડાર મુજને મળ્યો !….પિતાજી….(૫)

  સુંદર શબ્દોથી રચના સજાવેલ છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

June 2013
M T W T F S S
« May   Jul »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: