ચંદ્રવિચારધારા (૧૯) ….. ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !

જૂન 11, 2015 at 12:26 પી એમ(pm) 8 comments

 

 

ચંદ્રવિચારધારા (૧૯) ….. ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !

 

 7844e-floweranimation

 

ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !

On Tuesday, 9, 2015 8:55 AM, ken p <drkp168@gmail.com> wrote: June 9,
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
નમસ્કાર,
હું લેખક,કવિ કે સાહિત્યકાર  નથી .પણ એક  એક ગુજરાતી ભાષાના ચિંતક તરીકે   મારા વિચારો અહી રજુ કરુ છું. મને ભાષાની સરળતામાં,રૂપાંતરમાં .અનુવાદ યોગ્ય ગુજરાતી માં અને ભાષા લિપિ પ્રચાર માં વધુ રસ છે.
જો હિન્દી ભાષીઓ આપણને પ્રચાર કેન્દ્રો ધ્વારા હિન્દી શિખવાડી શકે તો આપણે તેમને નુક્તા અને  શિરોરેખા મુક્ત લિપિ કેમ ન શીખવી શકીએહિન્દી જો રોમન અને ઉર્દુ લિપિ માં લખાય તો ગુજનાગરી  લિપિમાં કેમ નહિભારત ની બધીજ ભાષાઓ ગુજનાગરી લિપિમાં કેમ ન શિખાય?જટિલ લિપિઓથી વિભાજીત ભારતને ગુજનાગરી લિપિની સરળતા ક્યારે સમજાવીશું?
 
ગુજરાતી ભાષા કક્કો રચનાર ને  સંસ્કૃત પંડિતો ના કેટલા કટાક્ષો ઝીલવા પડ્યા હશે પંડિતો દેવનાગરી લિપિ સિવાય અન્ય લિપિને પવિત્ર માનતા નથી કેમ ?ગુજરાતમાં  બે લિપિ(ગુજનાગરી +રોમન) શિક્ષણ નું કોઈ વિચારતું નથી. કેમ ?
 
જો હિન્દી અને ઉર્દુ ભાષી બાળકો બે લિપિમાં શિક્ષણ(દેવનાગરી +રોમન ) લઇ શકે તો ગુજરાતી બાળકો કેમ નહિ?
જો સંસ્કૃત ના ષ્લોકો ગુજરાતીમાં લખી શકાય તો  હિન્દી  કેમ નહિ ?ગુજરાતના હિન્દી પ્રચાર કેન્દ્રો ને એટલું જ કહેવાનું છે કે અમારી ગુજરાતી લિપિ સરળ છે અને અમે હિન્દી વિદ્યાર્થીઓને અમારી લિપિમાંજ શિખવવાનો આગ્રહ રાખીશું  .બીજું ગુજરાતી શિક્ષણ ખાતાને  આ જ નિતી અપનાવવાની જરૂર છે.આપણી ગુજનાગરી લિપિમાં એવી શું ખામી છે કે આ શક્ય નથી ? ગુજનાગરી લિપિ ને હિન્દીની જેમ પૂર્ણવિરામ,શીરોરેખા અને આંકડાઓનું કોઈ બંધન નથી.
આધુનિક જમાના માં ભાષા વૈજ્ઞાનિક , ધંધાકીય,વિશેષ જ્ઞાનમય  અને અનુવાદ યોગ્ય હોવી જરૂરી છે.
બીજું ઘણી જ  વેબ સાઈટ પર બધીજ જોબ્ઝ ની જાહેરાત  અંગ્રેજીમાં આપેલી હોય  છે. જો ગુજરાતના વિદ્યાર્થીઓ  હિન્દી ને બદલે અંગેજી શીખવામાં સમય પસાર કરે તો કેવું સારું? શું આ બધી જોબ્ઝ મોટે ભાગે અલ્પ અંગ્રેજી જાણતા ગુજરાતીઓને મળશે કે પછી ફ્લુઅન્ટ અંગ્રેજી બોલતા અન્ય રાજ્યજનોને ? ગુજરાતમાં ટોપ લેવલ ની જોબ્ઝ પર કેટલા ગુજરાતીઓ  છે ? કેમ ? વીદ્યાર્થીઓને  હીન્દી તો બોલીવૂડ જરૂર શીખવશે પણ ભારતની રાજકીય અને આન્તર રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી?
 
આધુનિક  ગુજરાતી પ્રતિભાઓ ગુજરાત માં હિન્દી પ્રચાર કેન્દ્રો ને વેગ  કેમ આપી રહ્યા છે ? હિન્દી શીખે છે  પણ ગુજરાતી અન્ય રાજ્યોને  શીખવાડી શક્તા નથી.આમ કેમ? રાષ્ટ્રિય સ્તરે મહાત્મા ગાંધીજીના નામે હિન્દી પ્રચાર થઇ શકે છે પણ ગુજરાતમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના નામે ગુજનાગરી લિપિ નો અને ભાષાનો  રાષ્ટ્રિય સ્તરે પ્રચારનો અભાવ છે.કેમ?
ગુજરાતીઓ  એ ફક્ત હિન્દી  પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે ,ગુજરાતમાં હિન્દી માધ્યમની કેટલી સ્કૂલો છે , તેમનો ધ્યેય  શું છે,તેમના હિન્દી  પ્રચાર મંત્રો શું છે  અને જે તેઓ કરેછે તે ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શિરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમાં માં શક્ય છે કે નહી  તેનો અભ્યાસ કરવાની જરૂર છે.
 
આ ઈન્ટરનેટ યુગમાં સર્વે  ભારતીય ભાષાઓ સ્વલિપિમાં ,ભાષા લિપિ રૂપાંતર દ્વારા શીખી શકાય છે.
ભલે બોલો,શીખો હિન્દી પણ લખો  ભારતની શ્રેષ્ટ સરળ ગુજનાગરી લિપિમાં! 
 
આભાર સાથે,
કે એન પટેલ 
નિવૃત્તિ માં પ્રવુતિ સાથે…
USA
Some Links:
લિપિ રૂપાંતર / Lipi Rupaantar:
હવે જુઓ પેન્સલવેનિઆ અને ન્યૂ જર્સી ,અમેરિકા માં કેટલા બધા ગુજરાતીઓ વસે છે પણ અહીના મુઠ્ઠીભર હિન્દીજનો હિન્દી ભાષાને કેવી રીતે આગળ ધપાવી રહ્યા છે ? અને તે પણ કદાચ ગુજરાતીઓના સહકાર સાથે……..આમ કેમ? 
Hindi Will Destroy Marathi Language, Culture and Identity in Mumbai and Maharashtra (India)
હવે જોઈએ છીએ કે ગુજરાતીમાં કેટલી માહિતી મળેછે?
આ વેબસાઈટ પર જેટલી અન્ગ્રેજીમાં માહિતી હોય તેટલીજ માહિતી ગુજરાતીમાં મેળવવા ગુજરાતીઓએ સક્રિય રહેવું જરૂર છે.
See Upper right hand Corner.
Search…..My Account……English(see below English a list of languages)
 
 
This site opens in all languages but not in Gujarati. Why?

http://www.narendramodi.in/

 

વાંચકો, તમે શ્રી કે.એન. પટેલની વિચારધારા જાણી.

એ ઉપરનું લખાણ મને એક ઈમેઈલ દ્વારા મળ્યું હતું.

આ લખાણ વાંચવા પહેલા શ્રી પટેલની આ વિચારધારા મેં અન્ય બ્લોગમાં વાંચી હતી.

એમના દરેક લખાણમાં એમના હ્રદયના ઉંડાણમાં ભરેલા “એમના ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ”ના દર્શન જરૂર થાય છે.

એવા ભાષા-પ્રેમીને મારા પ્રથમ વંદન !

ચાલો…પ્રથમ આપણે એમના શબ્દો “ગુજરાતી લીપી (લખવામાં) સરળ છે” પર ચર્ચા આરંભ કરીએ.

એ વાક્યમાં જરૂર સત્ય છે.

પણ…હિન્દી ભાષા લખનાર કે અંગ્રેજી ભાષા લખનાર એવી સરળતાનો ઉલ્લેખ કરી શકે છે. એના હ્રદયમાં “હિન્દી” કે “અંગ્રેજી” પ્રત્યે એવો જ ઉંડો પ્રેમ હશે તો જ એઓ એવો દાવો કરી શકે. આ પ્રમાણે કહેવું એ પણ એક “સત્ય” કહેવાય. આવા સત્યનો સ્વીકાર એક “ગુજરાતી ભાષા પ્રેમી”માટે ઘણું જ કઠીણ કાર્ય બની જાય.

ચાલો, આવા સત્યના સ્વીકારની વાતને આગળ લઈ જઈને આપણે વધુ ચર્ચા કરીએ.

દરેક ભાષા પ્રેમી પોતાની ભાષાને “મોટું મુલ્ય” આપી મહત્વતા આપે છે. આ કંઈ ખોટું નથી.

આવી “કબુલાત” કરી, આપણે હવે “ઉંડાણ”માં જઈ ચર્ચા ચાલુ રાખીશું તો કેવું ?

ભારત દેશનો દાખલો લ્યો !

ભારતમાં પ્રાન્તે પ્રાન્તે “જુદી જુદી ભાષા”…અરે, એક પ્રાન્તમાં પણ જુદા જુદા વિસ્તારે “જુદી જુદી બોલી”.

પણ…સર્વ ભાષાઓનું મૂળ છે “સંસ્કૃત”ભાષા.

તેમ છતાં, ભારતના દક્ષિણ રાજ્યોની બોલાતી “ભાષા” અને ઉત્તર રાજ્યોમાં બોલાતી “ભાષા”માં ફરક.

ઉત્તરના રાજ્યોની “બોલી” સાથે “હિન્દી”ભાષા….વસ્તી પ્રમાણે “અનેક વ્યક્તિ” હિન્દી સાથે નાતો જોડી શકે.

જ્યારે, અંગ્રેજ સત્તા હઠાવી ભારત સ્વતંત્ર થયું ત્યારે આવા “આધાર” પર “હિન્દી”ને રાષ્ટભાષા ગણવામાં આવી હતી.

ઉત્તર કે દક્ષિણ વિસ્તારના ભારત રહીશો જો “આવી સમજ” અપનાવતે તો….આજે સર્વ રાજ્યોમાં ત્યાંની “લોકલ” ભાષા સાથે સૌ હિન્દી શીખતા હોત. જેવી રીતે “અંગ્રેજ સત્તા” સમયે સૌએ “પ્રેમથી અંગ્રેજી ભાષા” શીખી તે પ્રમાણે રાષ્ટભાષા હિન્દી માટે પણ સૌને “ગૌરવ”ભર્યો પ્રેમ હોત !

પણ…જ્યારે અસલ રાજા રજવાડા હતા અને “ફક્ત પોતાનું જ ભલું ” જોવાની ટેવનો લાભ લઈ અંગ્રેજોએ “આપણી એકતા” તોડી હતી તે જ પ્રમાણે આજે સ્વતંત્ર ભારતમાં “હિન્દી તો ઉત્તરની ભાષા , એ નથી આપણી”ના સુત્રે સૌ ભારતવાસીઓ  લડી રહ્યા છે. અને “અંગ્રેજી”ને મહત્વ આપી રહ્યા છે. ભલે, અંગ્રેજી ભાષા ભારતમાં ચાલુ રહે પણ આટલા વર્ષોમાં સર્વ રાજ્યોમાં ત્રણ ભાષાના કાયદે ” હિન્દી, અંગ્રેજી અને પ્રાન્તીક”ભાષામાં શિક્ષણનો પ્રકાશ હોત…. અને પરલોકથી ગાંધીજી  અને અન્ય દેશ-પ્રેમી નેતાઓ ખુશી અનુભવતે.

હવે…અંતે વાત રહી “ગુજરાતી ભાષા”ની.

ઉલ્લેખ થયો કે હિન્દી ભાષારૂપી લખાણ સરળતાથી “ગુજરાતી”લીપીમાં લખી શકાય.

તો એજ પ્રમાણે ગુજરાતી લીપી લખાણ પણ “હિન્દી” લીપીમાં સરળતાથી હોય શકે.

અરે…ગુજરાતી લીપી લખાણે “અંગ્રેજી લખાણ” પણ હોય શકે.

આજે ગુજરાતીઓ ગુજરાતી ભાષા પ્રેમી હોવા છતાં હિન્દી ભાષાને માન આપે છે.

આવું “માન” અને “સ્વીકાર” જો ભારતના સર્વ રાજ્યોમાં શક્ય થશે તો જ એક દિવસ ભારતને “એક રાષ્ટભાષા” મળશે.

અંતે…મારે મારી વિચારધારારૂપે એટલું કહેવું છે કે ગુજરાતમાં ગુજરાતી ભાષાને મહત્વ જરૂર મળવું જોઈએ….આજે ગુજરાતી ભાષામાં “અંગ્રેજી” શબ્દોનો વપરાશ વધ્યો છે…જેના દર્શન અખબારોમાં પણ થાય છે. તો, ગુજરાતીને “રાષ્ટલીપી” કરવાના સ્વપ્ન કરતા તો શાળાઓમાં ગુજરાતી ભાષાની “શુધ્ધતા” કેવી રીતે જાળવી શકાય તેના પર વિચારવા જેવું છે.

આ રહી મારી “ચંદ્ર-વિચારધારા”.

હવે તમો પણ તમારા વિચારો પ્રતિભાવરૂપે જણાવશો એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is 19th as the CHANDRA-VICHARDHARA.

The TOPIC is making GUJARATI as the MEDIUM for writing  GUJARATI/HINDI as the SCRIPT ( Lipi).

Thus….in the Words of  K.N. PATEL as the NATIONAL GUJNAGIRI SCRIPT is the ULTIMATE DESIRE.

I had expressed my VIEWS.

I feel that one day ALL STATES of INDIA will ADOPT 3 LANGUAGES for the EDUCATION ( HINDI as the National Bhasha…..ENGLISH as the Additional Communication Bhasha for the INTERNATIONAL Needs and the LOCAL REGIONAL Language as the MANDATORY 1st Language at the SCHOOLS ).

These are MY VIEWS…You must express YOURS.

Dr. Chandravadan Mistry.

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

જીવનસફરમાં ઘડપણ ! OLD AGE in the JOURNEY of LIFE દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચંદ્ર-ખુશી !

8 ટિપ્પણીઓ Add your own

  • 1. smdave1940  |  જૂન 11, 2015 પર 1:03 પી એમ(pm)

    અતિપ્રાચીનકાળમાં કાગળ ની શોધ થઈ ન હતી ત્યારે, પર્ણ પત્ર કે ઝાડની છાલ ઉપર લખાતું. દેવનાગરીલિપિના વાક્યો સીધી લીટીમાં આગળ વધે એટલે શિરોરેખા બાંધતા જેથી ખબર પડે કે લખાણ સીધું લખાય છે કે લખાણ ત્રાંસુ જાય છે. હવે તો લીટીવાળા કાગળો પણ મળે છે. ગુજરાતી લિપિ દેવનાગરીની સુધરેલી આવૃત્તિ છે. વળી તે બધીરીતે સંપૂર્ણ છે. એટલે વિશ્વની બધી ભાષાઓએ ગુજરાતી લિપિ જ સ્વિકારી લેવી જોઇએ.
    આ મજાક નથી. સંપૂર્ણ સાચી અને સારી સલાહ છે.
    જ્યારે કોઈ એક દેશ સ્વતંત્ર થાય ત્યારે પરદેશી ભાષાનું સ્થાન સ્થાનિક ભાષા લે તો કોઈને આશ્ચર્ય ન થાય. પણ તમને આશ્ચર્ય થશે કે જ્યારે દેશ પરતંત્ર હતો ત્યારે વડોદરા રાજ્યમાં વહીવટી ભાષા ગુજરાતી હતી. જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે વડોદરામાં વહીવટી ભાષા જે ગુજરાતી હતી તેનું સ્થાન અંગ્રેજીએ લીધું. કમાલ છે ને કોંગ્રેસની?

    જવાબ આપો
    • 2. chandravadan  |  જૂન 11, 2015 પર 3:22 પી એમ(pm)

      શીરીશભાઈ,

      ઘણા સમયે પધાર્યા.

      પ્રતિભાવ માટે આભાર.

      તમારી વિચારધારા જાણી.

      ફરી આવજો !

      >>ચંદ્રવદન

      જવાબ આપો
      • 3. smdave1940  |  જૂન 11, 2015 પર 4:38 પી એમ(pm)

        ડૉક્ટર સાહેબ, હું તો તમારા બધા જ લખાણો વાંચુ છું. પણ દર વખતે કોમેંટ આપી શકતો નથી. આભાર.

  • 4. pravinshastri  |  જૂન 11, 2015 પર 3:45 પી એમ(pm)

    डोक्टर साहेब, भाषा लीपी समाज अने संस्क्रुति साथे वहेती रहे छे. ए बंधियार नथी. ब्रिटिश राजमां “गम गच्छ टु गो”नी रीते अंग्रेजी माध्यममां भणेला विद्वानो करतां आजना गुजरातना टबोारियांओ वधारे फ्लुअन्ट ईन्गिस बोले छे. पहेलाना भणेला, घरमां अंग्रेजी न्होता बोलता…आजे गुजरातना गामडामां पण अभण लोको गुजईन्ग्लिस बोले छे. कहेवानी वात ए छे के भाषानुं वहेण स्वयंभू मार्ग शोधी ले छे.,

    જવાબ આપો
    • 5. chandravadan  |  જૂન 11, 2015 પર 6:30 પી એમ(pm)

      Pravinbhai,
      Agree with your Vichardhara.
      Chandravadan

      જવાબ આપો
  • 6. nabhakashdeep  |  જૂન 13, 2015 પર 2:52 એ એમ (am)

    ડૉશ્રી ચંદ્રવદનભાઈ

    મને આપનો વિચાર ગમ્યો…ગુજરાતી સંસ્કાર રમતા રહે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 7. દાદીમા ની પોટલી  |  જૂન 14, 2015 પર 11:49 એ એમ (am)

    ખૂબજ સુંદર વિચારો… ધન્યવાદ

    જવાબ આપો
  • 8. chandravadan  |  જૂન 15, 2015 પર 12:38 પી એમ(pm)

    This was an Email Response>>>

    Re: ચંદ્રવિચારધારા (૧૯) ….. ગુજરાતી ભા
    Dharamshi Patel
    To chadravada mistry Jun 14 at 7:54 PM
    Hari om,

    Waw

    Dharamshi Patel
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Dharamshibhai,
    Abhar !
    Chandravadan

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,630 hits

Disclimer

સંગ્રહ

જૂન 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930