Archive for માર્ચ 2, 2015

કસ્તુરી હરણ !

 

Male Himalayan musk deer

MALE MUSK DEER of KASMIR, INDIA ( KASTURI MRUG)

 

કસ્તુરી હરણ !

વનમાં એક અનોખી શાંતી છે.

એક બાળ હરણ સુર્યપ્રકાશમાં ધરતી પરનો લીલો ચારો આરોગી રહે છે. એ બાળ હરણનું નામ હતું “કસ્તુરી”.

પવનનું અચાનક આવવું, અને કસ્તુરી એક “મહેક”નો અનુભવ થાય. એ પહેલા હરણના ટોળામાં ફરતું. આ પહેલીવર જ એ એકલું હતું.

કસ્તુરી મનમાં વિચારે “આટલી સારી મહેક ક્યાંથી આવે છે ?”

એવા વિચાર સાથે ધરતીને એ સુંઘે….આજુબાજુની ઝાડીને સુંઘે, અને દુરના વૃક્ષો પાસે જઈ સૌને સુંઘે. મહેક ક્યાંથી આવે એ એને નથી સમજાતું. એ નારાજ થઈ બેસી જાય છે.

એ ફરી હરણ ટોળામાં આવે. નારાજ નિહાળી એક વૃધ્ધ પૂછે ઃ” બેટી, શા માટે નારાજ ?” કસ્તુરી મહેક વિષે કહે. કોઈને ટોળામાં એકસાથે રહેતા એવો અનુભવ ના હતો. એથી, “બેટા એવું કાંઈ નથી. આ તારો ભ્રમ છે !” એવો જવાબ મળ્યો.

કસ્તુરીને સંતોષ ના થયો.

એ તો ફરી બહાર એકલી એની ધુનમાં ચાલી રહી હતી. એ વનની બહાર માનવ વસ્તી નજીક આવી ગઈ. એ થાકી હતી અને એક બાગની વાડ નજીક બેસી ગઈ. બાગમાથી એણે અવાજ આવતો સાંભળ્યો ઃ “કેમ નારાજ છે ?” ઉંચે જોયું તો એક ગુલાબનું ફુલ હલી, હસતા હ્સતા એને કહી રહ્યું હતું ઃ”અરે, બેનડી, હું પણ એક સમયે તારા જેવી મુરખ હતી. મારી મહેકને હું જાણી શકી ના હતી. એકવાર, માળી મારી નજીક આવી બોલ્યો ‘ઓ ગુલાબ, તારી મહેક મને તો ખુબ જ ગમે !’. ત્યારે જ મને ભાન થયું કે જે મુલ્યવાન છે તે બધું જ મારી અંદર છે”

કસ્તુરીએ એના દેહને નિહાળ્યો. એનું નાક દેહ નજીક લઈ ગઈ. ફરી એને મનને ગમતી મહેકનો અનુભવ થયો. એ ખુશી સાથે બોલી ઉઠી ” મારો પ્રાણ મારી અંદર…મારી મકેક મારી અંદર. હું જે છું તે મારા અંદર જ છે. તો બીજે એની શોધ કરવાની જરૂર નથી”

હવે કસ્તુરી જ્ઞાન-પ્રકાશ સાથે આનંદમાં હતી !

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૩૧,૨૦૧૪                ચંદ્રવદન

 

બે શબ્દો…

કસ્તુરી હરણ પોતાના દેહની મહેકથી અજાણ રહી, એને શોધવા એની દોડ ચાલુ રાખે તેમ માનવી પણ સંસારી મોહમાયામાં પ્રભુની શોધમાં જગમાં દોડતો રહે…અંતે એ જાણે કે “આત્મા”રૂપે પ્રભુ તો એની અંદર જ છે.

આ વાર્તાનો “બોધ” બસ આટલો જ છે.

હેતું પુર્ણ થયો કે નહી એનો ખ્યાલ નથી.

પણ, મેં એક પ્રયાસ કર્યો છે.

આશા છે કે તમોને આ વાર્તા ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This Post is a TUNKI VARTA ( SHORT STORY).

It is on the DEER….with the special KASTURI  SMELL.

The deer unaware of the source of that smell, tries to locate it. 

But …..not aware that the smell is from it’s OWN BODY. Finally there is the REALIZATION of this TRUTH.

The MESSAGE is to the MANKIND….”Do not wander searching for the GOD…He is WITHIN as the ATMA or the SOUL.

 

Dr. Chandravadan Mistry

માર્ચ 2, 2015 at 5:58 પી એમ(pm) 18 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031