Archive for માર્ચ 17, 2015

દલો દલવાડી કહાણી !

 

દલો દલવાડી કહાણી !

એક નાનું ગામ.

ત્યાં એક દલસુખ દલવાડી નામે રહે.

એ પોતાને ખુબ જ ચતુર સમજે. લોકોને છેતરવું એ તો એની ટેવ બની ગઈ હતી. સૌ એને “દલો દલવાડી” નામે ઓળખે.

એક શાકભાજીની વાડી નજીકથી એ પસાર થતો હતો અને વાડે લાગેલા તુરીયા જોયા. એને તુરીયા ખાવાની ઈચ્છા થઈ. વેચાતા લેવા ના હતા. તો એણે યુક્તિ રચી.

રાત્રીના અંધકારે વાડ નજીક જઈ એ બોલ્યો “વાડ રે વાડ, તારા પર તુરીયા છે તેમાંથી એક લઉ ?” અને તરત જ વાડ જવાબ આપતી હોય એવા ભાવે એ બોલ્યોઃ”અરે દલા,શાને એક, લઈ જા ચાર પાંચ”. આવા સંવાદ બાદ, તુરીયા ઘરે લઈ જઈ શાક કરી એ આરોગી ખુબ જ ખુશી અનુભવી. પોતાની ચતુરાય માટે ગર્વ કરતો હતો. આ સફળતા બાદ એ અનેકવાર વાડેથી તુરીયા તોડી લાવ્યો.

વાડીનો માલીકે એક દિવસ વાડ તરફ નજર કરી તો તુરીયા ખુબ જ ઓછા લાગ્યા. એ વિચારમાં પડ્યો.

એક દિવસ રાત્રીએ એ કારણોસર ઘરની બહાર આવ્યો અને વાડ નજીકથી દલાનો સંવાદ સાંભળ્યો. એને તુરીયા ઓછા થવાનું રહસ્ય સમજાય ગયું હતું. એણે દલાને શીખ દેવાનો નિર્ણય લીધો.

બીજા દિવસની રાત્રીએ એ જગતો રહ્યો અને વાડ નજીક છુપાય રહ્યો.

દલો એના સમય પ્રમાણે વાડ નજીક આવી બોલ્યો….એવા સમયે વાડીનો માલીક જવાબરૂપે બોલ્યો ઃ “અરે, દલા, આજે આપું તને પાંચ નહી પણ દસ “

આટલું કહી દલાને પકડી લાકડીએ મારવા લાગ્યો….દલો તો એક બે લાઠીમારે રડતો બોલ્યો” માફ કરજે મને. હવે હું કદી ચોરી ના કરીશ !”

આ ઘટના બાદ, દલો બદલાય ગયો. એ હવે એની ચતુરાયની વાત ના કરતો. અન્યને મદદ કરવા એ તૈયાર રહેતો. ગામવાસીઓએ પણ એને માફ કરી દીધો હતો. સૌ એને “દલસુખભાઈ”નામે પૂકારી આદર કરતા.

આવા પરિવર્તનમાં દલાના મનમાં એક જ વિચાર હતો ઃ ” મેં જીવનમાં ચોરી કરી અને અનેકને લુટ્યા. મેં મારી ચતુરાયનો આધાર લઈ અનેકને છેતર્યા. પ્રભુ હું હવે સમજું છું કે ચોરી કરવી એ બુરી આદત છે. મહેનત કરી મળવવું એ જ મારો ખરો ધર્મ છે. પ્રભુ મને માફ કરજે !”

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૩૦,૨૦૧૫                          ચંદ્રવદન

 

બે શબ્દો…

“દલા “નામે બચપણમાં તમે વાર્તા વાંચી જ હશે.

આ વાર્તાને “નવું સ્વરૂપ” આપવા મારો પ્રયાસ છે.

અહીં “ચુતરાય” સાથે “જુઠ”નો સહારો…એ “ખોટુ” છે….ભલે ચતુરાય હોય, પણ મહેનત સાથે “સત્ય” હોય એ જ “ખરૂં” કહેવાય.

બસ…આ વાર્તામાં આટલી જ એક “શીખ” છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Short Story in Gujarati is about one person DALO DALWADI.

Talking to the Fence..& answering to the Fence& justifyig the stealing of the vegetable/produce …and the joy in his Wits.

He is made t realize that is WRONG to LIE.

He is a  CHANGED PERSON…and he asks God to forgive him.

Hope you like this Post.

Dr.Chandravadan  Mistry.

 

માર્ચ 17, 2015 at 1:13 એ એમ (am) 8 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,535 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031