Archive for સપ્ટેમ્બર 24, 2009

સમુહલગ્ન મહોત્સવ તો મહાશુભ કાર્ય

  

     
 

સમુહલગ્ન મહોત્સવ તો મહાશુભ કાર્ય

લગ્ન તો શુભ કાર્ય કહેવાય,
અને, સમુહલગ્ન મહોત્સવ તો મહાશુભ કાર્ય કહેવાય જો !…….ટેક
ભલે, લગ્ન હિન્દુ ધર્મે પવિત્ર કહેવાય,
અને, રીતરિવાજોથી લગ્નખર્ચ જો ના પોસાય,
અને, જો લગ્ન અશક્ય, તો મુજ હૈયે દુઃખ થાય જો !…….લગ્ન તો….(૧)
જ્યારે જ્ઞાતિગરીબાયે લગ્ન કાર્ય જો અશક્ય થાય,
અને, સમુહલગ્ન મહોત્સવથી જો એ શક્ય થાય,
તો,જાણી આવું , મુજ હૈયે ખુશી થાય જો !…….લગ્ન તો…….(૨)
જાણી જ્ઞાતિએ સમુહ લગ્નનું, લેખો માસીકોમાં પ્રગટ કરી,
ઉત્તેજનના શબ્દોની જ્યોત પ્રગટ મેં કરી,
કાર્ય આવું કરતા, મુજ હૈયે ખુશી થાય જો !…….લગ્ન તો……(૩)
હટાવો ખોટા જુના રીતરિવાજો,
બદલજો પૂજાપાઠના સંસારી નિયમો,
અને, હોય લગ્ન-ખર્ચ ઓછો, તો મુજ હૈયે ખુશી થાય જો !…….લગ્ન તો…..(૪)
કાવ્ય રચના,…..સેપ્ટેમ્બર, ૨૧,૨૦૦૯           ચંદ્રવદન.
 

બે શબ્દો……સમુહલગ્ન મહોત્સવ…

લગ્ન એટલે નર અને નારી કે સ્ત્રી અને પુરૂષનું મિલન ! હિન્દુ ધર્મ પ્રમાણે આ મિલનને પવિત્રતાનું સ્થાન અપાયું છે ! અને એ જ પ્રમાણે, અન્ય ધર્મોમાં પણ લગ્ન પવિત્ર  ગણાય છે. આ એક સુંદર વાત કહેવાય !
કિન્તુ, જ્યારે આ કાર્ય માટે ધર્મના નામે રીતરિવાજો વધી જાય, અને જ્યારે આ લગ્નનું કાર્ય શક્ય કરવા માટે “મોટો ખર્ચ” કરવો પડે ત્યારે એ જરા પણ યોગ્ય ના કહેવાય.
હવે, આપણે લગ્નની વીધીઓને હિન્દુ ધર્મમાં નિહાળીએ તો એ અન્ય ધર્મો કરતા ઘણી જ લાંબી જણાય છે……સમયના વહેણમાં ખોટા રીત રિવાજોના કારણે પૈસાની લેણ-દેણ, દેખા-દેખીના કારણે ઉત્સવનો મોટો ખર્ચ વિગેરે, વિગેરે…..આ પ્રમાણે, લગ્ન માટે ” આવું કરવું જ પડે “ની પ્રથા નજરે આવે છે. જાણે, લગ્ન માટે એ બધું ” કાયદા-કાનુન ” બની ગયું આથી, એક પરિવાર માટે સંતાનના લગ્ન માટે વધેલો ખર્ચ એક બોજારૂપ બની ગયો છે…..તેમાં વળી, દિકરીના લગ્ન સમયે તો છોકરા-પક્ષની માંગના કારણે એક સાધારણ પરિવારને “ઉછીના” પૈસા લેવાની ઘડી આવી પડે !
આવા સંસારી સંજોગોમાં જ્યારે મેં પ્રજાપતિ જ્ઞાતિ તરફ નજર કરી તો સમાજમાં “સમુહલગ્ન મહોત્સવ”કરી અનેકના એક સાથે લગ્ન કરવાની શુભ શરૂઆત થઈ ચુકી હતી ……પ્રથમ જ્ઞાતિમાં કોઈક ધનીક વ્યકતિએ સમુહ લગ્નની શરૂઆત કરી…ત્યારબાદ, પ્રજાપતિ સમાજરૂપી સંસ્થાઓએ પણ આ કાર્ય હસ્તે લીધું …..અને, અનેકને એનો લાભ મળ્યાનું જાણી, મારા હૈયે ઘણી જ ખુશીઓ હતી. પ્રજાપતિ જ્ઞાતિમાં ગરીબાયના કારણે, જ્ઞાતિ પરિવારની લગ્ન સમયની મુજવણોને ધ્યાનમાં લેતા, આ “સમુહ લગ્ન મહોત્સવ યજ્ઞ” ની શુભ શરૂઆત પ્રભુ-પ્રેરણાથી જ થઈ એવું મારૂં માનવું છે……આ યજ્ઞ ચાલુ રહે એવી મારી પ્રભુને પ્રાર્થના !
અને, હવે, સમુહ લગ્નનું જાણી, મેં મારા જીવનમાં શું કર્યું ?…….અનેક પ્રજાપતિ સંસ્થાઓ સાથે મારો સબંધ હતો……સમાજના મુખપત્રકો/માસીકોનો મેં પત્રો લખ્યા….સમુહ લગ્ન મહોત્સવના કાર્યને ઉત્સાહ રેડવા મેં લેખો પ્રગટ કર્યા……અને, કોઈક ઉત્સવે દાન સહકાર મોકવાની તકો લઈ ” ફુલ નહી તો ફુલની પાંખડી” રૂપે સહકાર આપ્યો.
આટલું કરી જો હું શાંત રહું તો તે યોગ્ય ના કહેવાય !…..અહી, મને એક બીજો વિચાર આવે છે……હિન્દુ ધર્મ પ્રમાણે થતા લગ્નની વિધીઓ બારે…. ભારતમાં જુદા જુદા પ્રાન્તે, જુદી જુદી રીતે લગ્નો થાય છે…અરે, ગુજરાતમાં જ એક વિસ્તારથી બીજા વિસ્તારે ફેરફારો નજરે આવે છે, અને એની સાથે, જ્ઞાતિ જ્ઞાતિએ થોડા બીજા ફરકો….તો, મારો પ્રષ્ન એટલો જ કે .. કેમ  હિન્દુ ધર્મ એક સરખી પુજાનું બંધારણ કરી, એક દિવસે આ લગ્ન કાર્ય પુર્ણ કરે કે જેમાં જુના ખોટા રીવાજો નાબુદ થઈ જાય, અને લગ્ન ઓછામાં ઓછા ખર્ચે હોય શકે એવું થાય ? અહી, પુજા-પ્રાર્થનાને જ મહત્વ અપાય…..મારા ખ્યાલે, જુના રીતરિવાજો, અને થતા ખર્ચને ધ્યાનમાં લઈને “આર્ય સંસ્ક્રુતિની વિધી “ થી લગ્ન કરવાની શરૂઆત અનેક વર્ષો પહેલા થઈ હોવા છતાં, આજે લગ્નના કાર્યમાં ખોટા ખર્ચો  વધ્યા છે, અને ખોટા રિવાજો પણ વધ્યા છે. આથી મારા હૈયે દુઃખ થાય છે.
મારે અહી બીજો ઉલ્લેખ કરવો છે……આજે હિન્દુઓ દુનિયાની અનેક જગ્યાએ છે…..જુદા જુદા દેશમાં જુદા જુદા લગ્નસમયના ઉત્સવો…..રજીસ્ટર લગ્નનો ઉત્સવ……લગ્ન પહેલા “સાંજી.કે રાસ ગરબા કે સંગીત પાર્ટી…કે લગ્ન સમયે ” કેઈક કટીંગ “ની પ્રથા…કે  લગ્ન બાદ, ” મોટી રીસેપ્શન પાર્ટી “…….”આ બધું જ લગ્નમાં  હોવું જ જોઈએ ” એવી પ્રથા/માન્યતા એક કાનુની-કાયદારૂપે  પરણતા બાળકોમાં અને પરણાવતા માત-પિતા આજે નિહાળવા મળે છે …….આ પ્રમાણે ચાલતું રહેશે તો એક દિવસ એવો હશે કે આ બધુ કરવું અશક્ય હશે…અને ત્યારે, લગ્ન એક સરકારની ઓફીસમાંથી મેળવેલું એક “લીગલ પેપર ” જ હશે !
>>>>ચંદ્રવદન  
 
 
FEW WORDS
 
Today, it is Thursday, September, 24th,2009 and by Tithi it is Aso Sud 6..& so it is the 6th NAVRATRI night Celebration of this year…….AND I am publishing another Post on JANKALYAN KARYO and the subject is SAMUH-LAGNA MAHOTSAV meaning MultipleCouples’ Wedding Ceremony. When the wedding of a child brings the hardships to a family, this can be the “Blessings from a Samaj or the Society. In the Post, I had given my views and made some suggestions to bring about the CHANGES. I hope you enjoy this Post>>>CHANDRAVADAN 

સપ્ટેમ્બર 24, 2009 at 10:50 પી એમ(pm) 20 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,435 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930