Archive for સપ્ટેમ્બર 28, 2009

ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી !

 
 
     
 

ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી !

માનવીને ગરીબાય શાને તું આપે?, ઓ પ્રભુજી !
ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી!……ટેક
જન્મ લીધો એક ગરીબ બાળક બની,
જ્ઞાતિમાં પણ અનેકની ગરીબાય નિહાળી,
દયા કરજે, ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !……..(૧)
પ્રભુ, તારી જ દયાથી શિક્ષણ મળ્યું મુજને,
અને, હટાવવા ગરીબાય મળી છે શક્તિ મુજને,
દયા કરજે ઓ મારા પ્રભુજી !
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !……..(૨)
ધન-દોલતના લોભમાં જરા મુરખ બન્યો જ્યારે,
અમીરીમાં ગરીબીના દર્શન બતાવતો હતો તું ત્યારે,
દયા કરજે , ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !………(૩)
પૈસે ટકે ભલે સુખી આજે રહું હું,
ઉદારતાથી ભરપુર હંમેશા રહું હું ,
દયા કરજે, ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !……..(૪)
હોય ભુખ્યાને અન્ન રોટલો,’ને તરસ્યાને પાણી,
હોય ગરીબ નિરાધારને ઝુપડી, માંગુ એટલું તારી દયાને જાણી,
દયા કરજે, ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !…….(૫)
જીવનમાં બધી રીતે સુખ આપ્યું છે મુજને,
ક્રોધ, અભિમાન દુર કરી, હૈયે દયા ભાવનાઓ જગાવજે,
દયા કરજે, ઓ મારા પ્રભુજી,
કરજે માનવ ગરીબાય દુર, ઓ મારા પ્રભુજી !…….(૬)
  
કાવ્ય રચના…..સેપ્ટેમ્બર, ૨૨ , ૨૦૦૯            ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…..ગરીબાય દુર કરો !

આજની પોસ્ટરૂપે એક કાવ્ય “ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી ! ” છે…..અને, “જન્કલ્યાણના કાર્યો” ની મારી જીવન સફરે જે માનવ ગરીબાયે પ્રભાવ પાડ્યો તે વિષે મારા થોડા વિચારો છે……જેમાં કંઈક સહાયરૂપે શક્ય થયું તેનો ઉલ્લેખ છે.તમે કાવ્ય વાંચશો તો જાણશો કે મારી આ રચનામાં “મારો પ્રભુ સાથે એક વાર્તાલાપ “ છે, જેમાં મેં માનવ ગરીબાયથી હૈયે થતા દુઃખનું વર્ણન કર્યું છે, અને પ્રભુને પ્રાર્થના સહીત વિનંતિ કરી કે “દયા કરી, માનવ ગરીબાયને દુર કર “
કુદરતનું સર્જન અદભુત છે…..સુખ સાથે દુઃખ….આશાઓ સાથે નિરાશા……હાસ્ય, અને આનંદ સાથે હૈયે દર્દ અને નયને આંસુ……આ બધામાં ઘણી વાર ગરીબાયનો ફાળૉ હોય છે. ત્યારે, માનવી જ પ્રભુને સવાલ કરે છે….”પ્રભુ, તું શા માટે ગરીબાયનું દુઃખ આપી રહ્યો છે ?” ત્યારે પ્રભુ એને જવાબ ના આપે…..અને માનવી અનેક અનુમાનો કરે….…”પુર્વ જન્મનું ભોગવવું રહ્યું “ એવું અનુમાન કોઈનું ….તો કોઈ કહે ” પ્રભુ આ તો તારી કસોટી કરે છે “ જ્યારે માનવી ગરીબાયના દુઃખમાંથી બહાર આવી, પોતાની સમજ/શક્તિ પ્રમાણે વિચારો કરે ત્યારે પ્રભુ જ એને સહાય/માર્ગદર્શન આપે છે……અહી, માનવી ગરીબાયનો પ્રથમ સ્વીકાર કરે અને એ એમાંથી બહાર નીકળવા પ્રયાસો કરે…એવા સમયે, પ્રભુ એને મદદ કરવા દોડે……અચાનક કોઈની સહાય મોકલે કે પછી એને શું કરવું તે બારે માર્ગદર્શન/ શક્તિ બક્ષે.ભક્તો કે સંતોની સહાયના અનેક દાખલાઓ છે…અરે, એક સામાન્ય માનવીની બાજી અચાનક બદલ્યાના પણ અનેક દાખલાઓ છે…….પણ, અહી મારે એક વધુ ઉલ્લેખ કરવો છે,….જ્યારે માવવી એની આળસને ખસેડી પુરૂષાર્થ કરવાનો નિર્ણય મક્કમતાથી અમલમાં મુકે ત્યારે એ “ગરીબાયની જાળ ” માંથી મુક્ત થઈ શકે છે, ….આ પ્રમાણે, ગરીબ માનવ પ્રયાસ કરે તો “પ્રભુના ચમતકાર ” રૂપે અજાણ વ્યકતિ તરફથી સહાય પણ હોય શકે છે !
હવે, મારી જીવન સફરે નજર કરી, થોડું લખવું છે>>>>
(૧) અન્ન-ભોજન દાન…
ગરીબ માનવી માટે “ભુખ “એ એક મહાન દુઃખ છે. એની પાસે જ્યારે ખાવા માટે “સુકો રોટલો” પણ ના હોય ત્યારે એ “ભીખ ” નો સહારો લેવા વળે છે…..જ્યારે જ્યારે હું કોઈ ગરીબને નિહાળું ત્યારે ત્યારે મારૂં હૈયુ ખુબ જ દુઃખ અનુભવે છે.અહી અમેરીકામાં ડોલર કે સેન્ટો કે ભારતમાં રૂપીઓ કે  પૈસા સહાયરૂપે આપતા હું ફક્ત એમાં “એનું ભોજન” જ નિહાળુ છું ….તો કોઈ વાર  હું જાતે ખાવાની વસ્તુઓ ખરીદી એને આયું ત્યારે જ મને સંતોષ થાય. અહી મારે બીજો વિચાર દર્શાવવો છે….અનેક લોકો કહે ..” અરે, આ બધા ભિખારીઓ તો જુઠા છે , એઓ તો એક ધંધો કરે છે ” …..હા, એમાં થોડું સત્ય ખરૂં ….કોઈક એવા આળસુ, અને મહેનત કરવી જ નથી , તો કોઈક એને “બળજબરીથી ભીખ ” તરફ દોરે છે. પણ, મારો મત એટલો જ કે એક માનવ થઈને દુઃખી માનવી માટે હૈયે થોડી તો દયા-ભાવના જગ્રુત કરતા શીખ, અને જો સહકારરૂપે કે દાન રૂપે તું કંઈ જ ના કરી શકે તો જરા એના માટે પ્રાર્થના તો તું જરૂર કરી શકે, અને એ સાચો છે કે ખોટો છે તરફ ના જઈ ટીકાઓ/ ગાળો ના આપે તો યોગ્ય હશે !
મને જલારામબાપાએ શરૂ કરેલ વિરપુરનો ” ભોજન/દાન યજ્ઞ ” યાદ આવે છે….મને સાંઈબાબા પંથ તરફથી ચાલી રહેલા ભોજન-દાન યજ્ઞોનું યાદ આવે છે……પ્રભુને પ્રાર્થના કે મને પણ કંઈક કરવા પ્રેરણાઓ આપતો રહે !
અનેકને વ્યક્તિગત સહકાર આપવાની તકો મેં લીધી છે…..વેસ્મા ગામે અન્ન સહાય….જ્ઞાતિમાં કોઈકને સહાય…..સુરતમાં સાંઈબાબ મંદિર ટ્રસ્ટ દ્વારા સાધુઓ/ ગરીબોને ભોજન માટે સહકાર….નવસારીના રામજી મંદિરે ગરીબોને ભોજન….નવસારીના પ્રજપતિ આશ્રમે તીથી -દાન રૂપે ભણતા બાળકોને ભોજન કે પછી અમદાવાદની પ્રજપતિ સંસ્થાના છાત્રાલયે બાળકોને તીથી-દાન રૂપે ભોજન વિગેરે….શક્ય થયેલું તે માટે પ્રભુનો પાડ !
(૨) ગરીબાય અને શિક્ષણ-જ્યોત..
ગરીબાય કારણે બાળકોને શિક્ષણ ના મેળવી શકે…..શિક્ષણ પ્રકાશથી જ જ્ઞાન અને કમાવાના રસ્તાઓ ખુલ્લા થાય, નહી તો ગરીબાય માનવીને કેદી કરી દેય….આથી જ મેં આગળની પોસ્ટ ” શિક્ષણ ઉત્તેજન યજ્ઞ” (તારીખ સેપ્ટેમ્બર,૯, ૨૦૦૯ )માં શિક્ષણને મહત્વ આપ્યું છે…..આથી , મારી જીવન યાત્રાએ ગરીબાય હટાવવા માટે પગલા લેવાય ગયા જ છે, અને આ યજ્ઞ હજુ ચાલુ જ છે !
(૩) ગરીબાય અને સામાજીક વર્તનમાં ફેરફારો…
અનેકવાર દાખલારૂપી પુરાવાઓ હોય કે ભીખ માંગતો ગરીબ ” એક ધંધો ” કરે છે…..ઘણી વાર એ પોતાની મજબુરીથી કરતો હોય, તો ઘણી વાર એને ધમકી/બળજબરીથી ભીખ માંગવાનુ કાર્ય કરવું પડે છે, અને એવા સમયે એ બાળકની આંખો/હાથો/પગોનું બલીદાન સહન કરવું પડે છે….આંધળા/લુલા/ લંગડા બનાવી દયાના પાત્રો બનાવી બજારે ફરતા મુકે છે,
ઉપરના કારણે, આપણે સૌ માટે એવું અનુમાન ના કરવું જોઈએ કે “બધા જ ભીખ માંગતા ઢોંગીઓ છે ” ...કોઈક તો જન્મથી જ ગરીબ, તો કોઈ ખોટા ધધે જડી, કે કોઈ દારૂ પીવાના કારણે ગરીબાયને અનુભવે. આથી, સૌ ગરીબ/ભીખારીઓમાં કોઈક તો ખરેખર દુઃખી  જ છે એ પરમ સત્ય છે !….કોણ ઢોંગી છે તે ઘણી વાર કહેવું અશક્ય છે..…તો, એ ગરીબને નિહાળી, હૈયે એના માટે પ્રાર્થના કરીએ, અને ત્યારબાદ, સહકાર આપવો કે ના આપવો એનો નિર્ણય કરીએ તો કેવું ?
મારા મનમાં બીજો વિચાર આવે છે>>>>” એક વ્યક્તિ કે થોડી વ્યક્તિઓ ભેગી મળીને ગરીબોને સહકાર આપવાનો નિર્ણય કરે તો એક “ફંડરૂપે ” મોટી રકમ હોય શકે….જેમાંથી, “બાળકોને શિક્ષણ આપવા ” કે પછી, “બાળકોને કંઈક રોજી માટેનો ધંધો શીખવવા ” પગલાઓ લેવા શક્ય બને…..ગરીબાય હટાવવા માટે આવું “પરિવર્તન” સમાજમાં ખુબ જ જરૂરીત છે.” આ સ્વપ્નરૂપી વિચાર અનેક માનવ હૈયે જન્મે, અને અનેક જગ્યાએ આવા “સામાજીક પરિવર્તન યજ્ઞો” શરૂ થાય એવી પ્રભુને મારી પ્રાર્થના !
>>>>ચંદ્રવદન.
 
 
FEW WORDS
Today, it is September,28,2009…and it is also DASHERO…or VIJAYADASHMI….& so my BEST WISHES to ALL.
Today, I had just published a Post as a Kavya on POVERTY.
To be poor is SAD story for a HUMAN…..Some are born poor,some become poor due to circumstances in life…& yet some (as in India ) are made to be poor & beggers by FORCE. Some try & come out of the Poverty….& to some who TRY sometimes gets the unexpected assistance from others…possibly GOD-INSPIRED.
As we DO NOT know the CIRCUMSTANCES why someone is poor, if you can not help,atleast offer your PRAYERS to those who are in need & NOT SAY BAD ABOUT THESE UNFORTUNATE HUMANBEINGS of the World. I hope you enjoyed reading this Post>>>>CHANDRAVADAN.

સપ્ટેમ્બર 28, 2009 at 7:52 પી એમ(pm) 23 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,435 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930