Archive for સપ્ટેમ્બર 14, 2009

ઓ નારીઓ, વંદન છે મારા તમોને !

 

     
 

ઓ નારીઓ, વંદન છે મારા તમોને !

નિહાળું માતા તુંજમાં,
નિહાળુ પત્ની તુંજમાં,
નિહાળૂ બેન,દિકરી તુંજમાં,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !…….ઓ નારી……(૧)
નિહાળુ અપાર શક્તિ તુંજમાં,
નિહાળુ સહનતા વિષેશ તુંજમાં
નિહાળુ સ્નેહ દેનાર યુંજમાં,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !….ઓ નારી……(૨)
નિહાળુ ક્ષમાનો ભંડાર તુંજમાં,
નિહાળુ દયાનો ખજાનો તુંજમાં,
નિહાળુ પરિવારનો આધાર તુંજમાં ,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !……ઓ નારી…..(૩)
નર જાતીએ પદ નીચુ દીધુ, તો ક્ષમા કરજે,
અપમાનો ઘણા સહન કરવા પડ્યા, તો ક્ષમા કરજે,
હવે, એકતાના ત્રાજવે, અભિમાન ના લાવજે,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !……ઓ નારી……(૪)
  
કાવ્ય રચના….ઓગસ્ટ,૨૧, ૨૦૦૯           ચંદ્રવદન.
  
 
 
 
 
 
 

નારીઓને વંદના….બે શબ્દો

આજે તમે નારીઓના વંદનારૂપે મારૂં કાવ્ય “ઓ, નારીઓ, વંદન છે મારા તમોને!” વાંચ્યું. મારો હ્રદયભાવ જાણ્યો. પણ, એ થકી, તમે મારા જીવનમાં શક્ય થયેલ “નારી સહકાર “બારે કાંઈ જ ના જાણ્યું …..તો, હવે, આ “બે શબ્દો” દ્વારા એ હું જણાવી રહ્યો છું.
આગળની પોસ્ટમાં મારૂં બચપણ મારી માતા સાથે ગયું હતું તે જાણ્યું ….અને, મારા જીવનના ઘડતરમાં મારી માતાનો પ્રભાવ ઉંડો છે, એ એક સત્ય છે. માતાને પુજ્ય ગણતા, જગતની સૌ માતાઓને પણ વંદના કરી હોય એવું થાય…અને, એ થકી, સર્વ નારીઓને વંદના.મારા સંસારી જીવનમાં એક પત્ની અને સંતાનરૂપે ચાર દીકરીઓ, અને આથી, ઘરમાં ૬ નારીઓ……આવા વાતાવરણે, મારો નારીઓ પ્રત્યેનો પ્રેમ ખીલ્યો. અને, મારૂ જીવન વહેતું ગયું.
મારી પ્રજાપતિ જ્ઞાતી તરફ નજર કરી તો, જ્ઞાતીમાં કન્યાઓ શિક્ષણ આપવા માટે જોઈએ તેવો ભાર/ઉત્સાહ ના હતો. એ પ્રમાણે, અન્ય જ્ઞતીઓમાં પણ એવું જ નિહાળ્યું …..સંસારમાં નારીઓનું પદ ,સમયના વહેણમાં,નીચે પડવા લાગ્યું હોય એવું અનુમાન થયું …..નારી કાંઈ બોલતી ના હતી,….ચુપચાપ આ અન્યાયને સહન કરતી હતી…કિન્તુ, એના હૈયામાં એક મહા વેદના સાથે એક દિવસ એને ન્યાય મળશે  અને નારી પદ પુરૂષોની સરખામણીએ “એક સરખું ” હશે એવી આશાઓ હતી.
સમય વહેતો ગયો….અને, જુની વિચારધારાને બદલે “નવા વિચારો” અમલમાં મુકાતા, સંસારે એક “પરિવર્તન” આવ્યું. હવે, કન્યાઓને શિક્ષણ માટે ઉત્તેજન અપાય છે…..હવે, કન્યાઓ/સ્ત્રીઓ ઘર બહાર જઈ કામ/નોકરીઓ પણ કરે છે…અને, અનેક નારીઓએ સંસારી જગતમાં ઉચ્ચ પદવીઓ પણ મેળવી છે. …હવે, નારીઓના હૈયે છુપાયેલી “સમતોલ ભાવે તુલના” માટેની આશાઓ પુર્ણ થતી હોય એવું થવા લાગ્યું છે….પણ મારૂં માવવું છે કે ” પુર્ણ પરિવર્તન ” માટે હજૂ થોડો વધુ સમય લાગશે, અને મને શ્રધ્ધા છે કે એક દિવસ એવો હશે કે સંતાનરૂપે દીકરો કે દીકરી હોય પણ એને આ જગતમાં આવકારો એક સરખા ભાવે  આનંદ સાથે અપાશે !
હવે, જુદા જુદા વિષયે મારા નારીઓ માટેના વિચારો સાથે થોડા શક્ય થયેલા કાર્યો>>>>>>
(૧) ગરીબ/ વિધવા નારી-સહકાર..કોઈ પણ માનવી ગરીબ હોય એ એક મહા-દુઃખ કહેવાય…..કિન્તુ, જ્યારે એ નારી ગરીબ અને વિધવા હોય ત્યારે એની વધેલી જવાબદારીઓ સાથે જે એના હૈયે દુઃખ હોય તેની તો આપણે કલ્પના જ કરવાની હોય છે , અને ખરેખર તો જે મારી એવું દુઃખ અનુભવી રહી હોય એ જ જાણી શકે.
આવા વિચારો સાથે, મેં મારા જીવનમાં આગેકુચ કરી. પ્રથમ, વ્યકતીગત કોઈને પૈસા કે અન્ન કે અન્ય સહકાર આપવાની તકો લીધી. પણ, મારૂં હૈયું પૂકારી રહ્યું હતું કે ” કંઈક એવું કર કે એ સહાયતાથી નારી એના પગ પર ઉભી રહી, જાતે પોતાનું ગુજરાન કરી શકે ! “…..અને ત્યારબાદ, કોણ જાણે કેમ એક દિવસ પ્રભુએ એક “સિવણકામનો સંચો ” મનમાં વિચારરૂપે મુક્યો……એ વિચાર, ફરી ફરી આવ્યો, અને એક દિવસ મેં આ વાત મુંબઈ રહીશ વિનોદભાઈને કહી…અને પછી, જાણ્યું કે એક સંચાની કિંમત આશરે ૪૦૦૦-૫૦૦૦ રૂપીઆ હોય શકે. તો, મેં તરત સુચન કર્યું કે ” એક સંચો ખરીદો, અને સમાજમાં કોઈ ગરીબ વિધવા નારી હોય તેને  દાન સહકારરૂપે મારા તરફથી આપો ! “…થોડો સમય વહી ગયો, અને એક દિવસ વિનોદભાઈએ કહ્યું કે મુંબઈની એક લતાબેન યોગ્ય છે...મેં તરત હા કહી….પા્છળથી વધુ જાણ્યું કે લતાબેન ૩૫ વર્ષના એક ગરીબ વિધવા હતા, અને સંતાનો હતા, અને ગુજરાન માટે માટી કે ઈંટો ના ટોપલાઓ ઉંચકી સખત મજુરી કરતા હતા.  એ લતાબેને ટુંક સમયમાં જ સીવવાનું શીખી, ઘર ઘર જઈ, સીવવાની કામ હાથે લીધું ….એમનું અને પરિવારનું ગુજરાન કરતા બચત પણ હતી, અને હવે ઘર બહાર જઈ મજૂરી કરવી પડતી ના હતી…અને પરિવારે સૌ ખુશી આનંદમાં હતા આ જાણી, મારા હૈયે જે આનંદ થયો તે કેમ દર્શાવું ? અને, ત્યારે જ નિર્ણય લીધો કે ” આ જ પ્રમાણે, મારે અન્યને મદદ કરવી છે ! “
ત્યારબાદ, મુંબઈમાં અન્યને, સૌરાષ્ઠ્માં અનેક શહેરોમાં “સિવણકામ સંચારૂપી સહકાર” આપવાની તકો લીધી…….તેમ છતાં ,મારૂં હૈયું મને વધુ ક્રરવા કહી રહ્યું હતું  મેં મારા મિત્ર ગોદડભાઈને યાદ કર્યા…ચર્ચાઓ કરી, અને એમના માર્ગદર્શનથી ઉત્તર ગુજરાતમાં દાન સહકાર શરૂ કર્યો ત્યારે મેં  મારા ભત્રીજા દીલીપ અને સ્નેહી ડો. શશીકાન્તભાઈને પણ પ્રેરણા આપી, જે થકી, ત્રણ નારીઓને મદદ શક્ય થઈ.
(૨) સિવણકામના ક્લાસો..
એક સિવણકામના સંચાથી શરૂઆત કરી……મદદ કરીને આનંદ પણ અનુભવ્યો ત્યારે મનમાં પાલનપુરમાં ગોદડભાઈએ કહેલું તે યાદ આવ્યું કે “અમારા કેળવણી મંડળ હેથળ સિવણકામના ક્લાસો ચાલે છે. “..અને, હૈયે થયું કે “થોડા સિવણકામના સંચાઓ જો કોઈ સંસ્થાને અપાય તો સિવણકામના ક્લાસો શરૂ કરી શકાય અને અનેક એનો લાભ લઈ શકે ! ” ….બસ, આટલા વિચારે, મારા હ્રદય્માં એક સંક્લપ કર્યો કે મારે એ પ્રમાણે કરવા પગલા લેવા પડશે.
પ્રથમ, પાલનપુરને યાદ કર્યું. અને, ડો. શશીકાન્તભાઈ અને દીલીપ સાથે મળી ત્રણ સંચાઓ પાલનપુર્ની સંસ્થા, જે ક્લાસો ચલાવી રહી હતી, ત્યાં દાનરૂપે આપી આનંદ અનુભવ્યો. અને, દક્ષિણ ગુજરાત તરફ નજર કરી અને, ત્યાંના ત્રણ જિલ્લા ( સુરત, નવસારી, વલસાડ )ની પ્રજાપતિ સંસ્થાઓ સાથે ચર્ચાઓ શરૂ કરી. બારડોલી, તેમજ બીલીમોરાની સંસ્થાઓ તરફથી રસ જાણી, ત્યાં મેં મારા વિચારો દર્શાવ્યા….મોટા દાનરૂપે રકમ માટે સ્વીકાર હતો. સંસ્થાઓએ ક્લાસો માટે રૂમ, શીખવનાર વ્યક્તિ, અને શીખનાર નારીઓ માટે જવાબદારી સંભાળવાની રહેતી હતી. અને, સંસ્થાઓએ  ક્લાસોનું નામકરણ “Kamuben Chandravadan Mistry Sewing Class” રાખવાનો નિર્ણય લઈ લીધો હતો, જે મારા પત્નીના નામે હોવાથી મારા હૈયે એક અનોખી ખુશી હતી. જાણ્યું કે સેપ્ટેમ્બર, ૨૦૦૯માં આ ક્લાસોની શુભ શરૂઆત થશે . પ્રભુને પ્રાર્થના કે અનેક આ ક્લાસોનો લાભ લેય, અને આ કાર્ય જ્ઞાતીમાં અન્યને પ્રેરણા આપે !
(૩)પ્રજાપતિ જ્ઞાતીમાં કન્યા છાત્રાલયો….
ઉત્તર ગુજરાતમાં પ્રજાપતિ કન્યાઓ માટે છાત્રાલય છે એવું જાણ્યું હતું . તેમ છતાં , દક્ષિણ ગુજરાતમાં કન્યાઓ માટે છાત્રાલય મારી જાણમાં ન હતું…હા, થોડા વર્ષો પહેલા, નવસારીના પ્રજાપતિ આશ્રમે કુમાર છાત્રાલયના પાછળના ભાગે થોડી કન્યાઓને રહેવા માટે સગવડ થઈ હતી. નવસારી સિવાય આણંદમાં કુમારો માટે આશ્રમે છાત્રાલય પણ શરૂ કર્યું હતું. આથી, મારા મનમાં હંમેશા થતું કે ” ક્યારે ક્ન્યા છાત્રાલય આણંદમાં હશે કે ક્ન્યાઓને ઉચ્ચ અભ્યાસ કરવાની તકો મળે?”
૨૦૦૬માં જ્યારે ભારત જવાનું થયું ત્યારે જાળ્યું કે આણંદમાં એક પ્લોટ્ની જમીન વેચાણમાં લેવાય છે અને તેના પર ક્ન્યા છાત્રાલય બાંધવા એક વિજયદેવ મિસ્ત્રીએ લાખો રૂપીઆનું દાન આપ્યું છે. એ વિજયદેવ અસલ વેસ્મા ગામના અને ફળિઆના નાતે “કાકા” થાય. એ અણી, ખુબ જ આનંદ થયો. વળી, આ શુભ કાર્ય માટે ભુમી પુજનના દિવસે પધારવા આમંત્રણ પણ મળ્યું . તે દિવસે હાજરી આપતા, હૈયે આનંદ હતો અને  જ્યારે મને પણ પુજા કરવાનો લ્હાવો મળ્યો ત્યારે એ આનંદ વધી ગયો……..અને, હજુ હું ભારતમાં હતો ત્યારે જાણ્યું કે નવસારી આશ્રમના મકાનના પાછળના ભાગને ભાંગી, ત્યાં એક સુંદર ક્ન્યા છાત્રાલય કરવા આ વિજયકાકાએ વધુ દાન સહકાર આપવા વચન આપ્યું ત્યારે તો પ્રભુને પ્રાર્થના કરી કે ” પ્રભુ, મારા સ્વપનારૂપી વિચારને સાકાર કર્યો તે માટે તારો ઉપકાર ખુબ જ છે ! ” આ બન્ને કન્યા છાત્રાલયોના બાંધકામ માટે મેં પણ મારી શક્તિ પ્રમાણે, દાન સહકાર આપ્યો.
મારા જીવનમાં પજાપતિ નારીઓ માટે કંઈક સહકાર કરવાની તકો પ્રભુએ જ આપી, અને એની જ પ્રેરણાથી હું કંઈ કારી શક્યો તો એમાં પાડ પ્રભુનો જ છે. અને આવા વિચારે હું કાર્યોના ફળોની અશ્હોથી મુક્ત થાઉં છું .અને, પ્રભુને પ્રાર્થના કરૂં છું કે એ અન્યને શુભ કાર્યો કરવા પ્રેરણાઓ આપે !
બસ, તમે મારા વિચારો અને મારા જીવનમાં કરેલા કાર્યો બારે જાણ્યું ,,,,,આ પ્રમાણે વેબસાઈટ પર પોસ્ટરૂપે પ્રગટ કરતા એક હૈયે આનંદ પણ પ્રગટ કરવાનો હેતુ ફક્ત એટલો જ કે જે કોઈ વાંચે તેમાંથી કૉઈને પણે જનકલ્યાણના કાર્યો કરવા પ્રેરણા મળે !
તમોને મારૂં કાવ્ય કે આ “બે શબ્દો ” ભર્યું લખાણ ગમશે એવી આશા !>>>>>>ચંદ્રવદન.  
 
 
FEW WORDS
 
Today it is Monday, 14th, 2009…..& it is still the Month of BHADAVO….&  in a few days it will be the Month of ASO…..NAVRATRI…then DIWALI & NEW YEAR……Before that, I wish to publish yet another Post on the Topic of JANKAYAN……And, Today’s Post is on NARI ( WOMEN ). I am narrating some of my ACTIONS & at the same time I am shring my VIEWS on NARI too. I hope you will like to READ that & may be able to SHARE with me your THOUGHTS too>>>>>CHANDRAVADAN

સપ્ટેમ્બર 14, 2009 at 3:37 પી એમ(pm) 28 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 394,955 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930