Archive for મે 29, 2009

દોલતની આગ

View Image

 
 
 
 
 
 
 
 
       દોલતની આગ
મારા ઘરમાં આગ લાગી ઓ રે, પ્રભુજી,
બુઝાવી દીયો એ આગને, ઓ રે પ્રભુજી ઓ રે પ્રભુજી…(ટેક)
મેરી ભુખ કાજે તેં તો દીધો રે રોટલો,
મેરે મનમે હૈ આનંદ કેટલો !
લેકીન દોલત નામે અબ આગ લગી,
પ્રભુજી, બુઝાવી દીયો એ આગને અભી…મારા ઘરમાં… (૧)
રહેને કે લીયે સુંદર ઘર હૈ ન્યારૂ,
હર દિન પ્રભુનામ લાગે મુજને પ્યારૂ,
લેકીન દોલત નામે અબ આગ લગી,
પ્રભુજી, બુઝાવી દીયો એ આગને અભી…મારા ઘરમાં… (૨)
મેરે ભાગ્ય મેં લીખી દીકરીઆ ચાર,
ઉંનકો પ્યાર દેકર,હંકારીશ મુજ જીવન નૈયા ઈસ ભવપાર,
લેકીન દોલત નામે અબ આગ લગી,
પ્રભુજી, બુઝાવી દીયો એ આગને અભી…મારા ઘરમાં… (૩)
મોહમાયાથી મુક્ત રહી, હું તો કરતો મુજ કામ,
લગન લાગિઇ છે તેરી, ઓ મેરે ઘનશ્યામ,
લેકીન દોલત નામે અબ આગ લગી,
પ્રભુજી, બુઝાવી દીયો એ આગને અભી…મારા ઘરમાં…  (૪)
ચંદ્ર કહે આ કહાની છે મારી,
પ્રભુ માંગુ છું સહાય એક તારી, મારા ઘરમાં… (૫)
કાવ્ય રચના
ઓગસ્ટ ૧૯, ૧૯૮૮
 
 
 

બે શબ્દો

આજની પોસ્ટ છે એક કાવ્ય રચના ” દોલતની આગ “, જેની રચના ૧૯૮૮માં થઈ હતી. એ સમયે મેં મારા જીવન તરફ નજર કરી અને અનુભવ્યું કે એક ડોકટર તરીકે સારી નોકરી અને સફળતા, ગુજરાન કરવા અન્ન અને બધી ચીજો, સંતાનસુખરૂપે ચાર દીકરીઓ અને રહેવા માટે ઘર….તેમ છતાં, કંઈક વધુ મેળવવા માટે મારા મનને કોઈક દોડાવી રહ્યું હતું……આ હતી જગતની ચીજો મેળવવાની આશારૂપી વિચારધારા…..યાને, એક “આગ “…….ત્યારે સમજ પડી કે આ દોલતની આગ ખોટી છે, એ તો મોહ્-માયા છે, અને એ બુજાવવા પ્રભુજીને વિનંતી કરી.
તમે સૌ આ કાવ્ય લખાણના હેતુ બારે જાણી વિચારશો કે ” સંસાર અને સબંધો ” ના વિષયે આ પોસ્ટ  શા માટે ? મેં તમોને આ વિષયે મનુષ્ય-મનુષ્યના સબંધો લગતી થોટી પોસ્ટૉ ( માત-પિતા વંદના, નારી જીવન અંજલી વિગેરે….) દ્વરા  મારા વિચારો દર્શાવ્યા…….કિન્તુ, માનવી તો ” જગતની ચીજો ” સાથે પણ સબંધો બાંધે છે. ઘર્ અન્ન-પાણી, ગાડી ઘોડા વિગેરે સૌ ચીજોને જગત “પૈસારૂપી ” કિમંતથી તોલે છે. આથી, માનવીને જીવનસફર કરવા ” દોલત “ની જરૂરત પડે એ એક સત્ય છે. આ સફરમાં “પેટપુજા ” એ પ્રથમ જરૂરત, ગુજરાન માટે રોટી….રહેવા માટે ઘર કે ઝુપડી…..દરરોજની જરૂરીઆત પુરી પડતી હોય એવી આશા…….તો, કોઈને જરૂરીઆત કરતા વધુ કમાણી હોય……તો કોઈના ભાગ્યમાં ધનના ઢગલા હોય. જે વ્યકતી પાસે “જરૂરત કરતા વધુ ” હોય અને અન્યને સહાય કરવાનો જરા વિચાર ના આવે ત્યારે એ ” સંસારી મોહ-માયા “નો કેદી છે. સંસારી જીવન જીવતા જે કોઈ મોહમાયાથી મુક્ત રહી, કર્મો કરે તો અંતે એ “પરમ તત્વ “ને જાણી શકે છે, અને આ ” ભવસાર ” પાર કરી શકે છે……….શું કહો છો તમે ? તમે આ જ વિષયને બીજી રીતે નિહાળતા હોય કે પછી મેં કંઈક ખોટું કહ્યું હોય તો ” પ્રતિભાવ ” રૂપે લખશોને ? ………….ચંદ્રવદન.
 
FEW WORDS
After the Post of ” Sansar ane Sabandho ” you had seen several Posts on this subject dicussing on Human to Human Ralationships…….Now, today’s Post entitled as “Dolatni Aag ” is a Gujarati Poem which describes the Human desires for Wealth…. there is a need for the Wealth to survive in this World, but when that desire is excessive, it translates into “Greed ” & then a Human Being is the prisoner of his/her desires……This is is the message conveyed in the Gujarati Poem published today as a Post. I hope you like the message & will revisit this Blog to read the additional Posts on this subject of Love & Relationships of the Humans,……..CHANDRAVADAN.

મે 29, 2009 at 12:37 એ એમ (am) 12 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

મે 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031