Archive for મે 22, 2009

દીકરીની પૂકાર

 
 
 

દીકરીની પૂકાર

દીકરી થઈ, જન્મ લેવો છે ભારતમાં મારે,
જન્મ દેવા કોણ તૈયાર છે આજે ?    (ટેક )
પુરાણી વૃત્તિના લોકો કહે છે, દીકરો મુજ જીવન-સહારો,
અને, ગણે છે દીકરીને બોજારૂપી ભારો,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૧)
હશે માનવ-વિચારો જુદા, આ ટેકનોલોજીના યુગમાં,
કિન્તુ, મળી નિરાશા, હવે તો મારે છે મુજને જન્મ પહેલા,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૨)
પ્રભુ-ઇચ્છા થકી બનું છું દીકરી આ જગતમાં,
દેજો પ્રેમભર્યો આવકારો પ્રભુ-બાળને આ જગતમાં,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !………દીકરી…..(૩)
દીકરા સમાન છે દીકરી તો આ જગતમાં,
માતા, બેન કે પત્ની સ્વરૂપે હશે એ દીકરી આ સંસારમાં,
સમજ આવી ક્યારે હશે માનવ-હૈયામાં ?
ત્યારે…..ચંદ્ર કહે, હશે પરિવર્તન એવું માનવ-જીવનમાં
નિહાળી એવું, હશે ચંદ્ર-હૈયે ખુશી પ્રભુ-સ્મરણમાં !…..દીકરી…..(૪)
 
કાવ્ય રચના…..                    ચંદ્રવદન
પ્રગટ થઈ…..”પ્રજાપતિ ” માસીક અંક મે, ૨૦૦૮
 
 
 

બે શબ્દો

” સંસાર અને સબંધો ” નામકરણે પ્રથંમ પોસ્ટ કરી અને ત્યારબાદ, સંસારના સબંધો બારે એક પછી એક અનેક પોસ્ટૉ પ્રગટ કરી…..અને આજે છે ” દીકરીની પૂકાર ” નામે આ પોસ્ટ.
માતા-પિતાના સંતાનો સાથે સબંધો બારે કહેતા સંતાનરૂપી  “દીકરી ” બારે આ પોસ્ટ છે. અહી, ભારતમાં અને અન્ય જગ્યાએ હિન્દુ સંસ્કુતિએ ચાલનારા કુટુંબો દીકરી જન્મે ત્યારે ” નાખુશી ” કે ” દીકરીને બોજારૂપી ” ગણી જે અન્યાય કે પાપ કરી રહ્યા છે તે સૌની આંખો ખોલવાના હેતું સાથે આ કાવ્ય રચના એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે.
આ ટેકનોલોજીના જમાનામાં બાળક જન્મ લેય તે પહેલા સંતાન દીકરી કે દીકરો હશે તેની જાણ શક્ય છે……આ તો ખુશીની વાત, પણ એનો સહારો “અંધકારમાં ડુબી પ્રજા ” ખોટા માર્ગે ચાલી, સંતાનરૂપે દીકરી જાણી, દીકરીને જન્મ પહેલા મારે છે. શું દીકરીને જન્મ લેવાનો અધીકાર પણ નહી ? જો માતા-પિતા અને સમાજ એવું માને કે ભાગ્યમાં જે સંતાન હોય તે એક ” પ્રભુની ભેટ છે અને તે ભલે દીકરી કે દીકરો હોય “……..આવી હ્રદય-ભાવના ક્યારે જાગૃત થશે ?
ભારતમાં “દીકરાનો મોહ ” અને ” જુની ચાલતી આવતી વૃત્તિ “ના કારણે આ “અંધકાર ” છે……યુવાપેઠી જ્ઞાન-પ્રકાશથી નવી દ્રશ્થીથી સંતાનને આવકારો આપે છે………વડીલો પણ નવા વિચારો સાથે સહમત થતા જાય છે…….આ પ્રમાણે જો  થતું રહેશે તો એક દિવસ ” ખોટા વિચારરૂપી અંધકાર ” જરૂરથી નાબુદ થશે જ ! જ્યારે દીકરી કે દીકરાને એક સરખો પ્રેમ મળતો થશે ત્યારે જ આ ” દીકારીની પૂકાર ” બંધ થશે. …….અને, ભારતીય-સંસ્કુતિ, જેના ઉંડાણમાં જે “સૌ પ્રત્યે પ્રેમ ” નો ઉપદેશ ફરી ઉપર આવશે, સૌને સાચી સમજ આપશે, અને આવા પરિવર્તનમાં એક ” પ્રકાશરૂપી જાગૃતિ ” હશે !……….ચંદ્રવદન
 
FEW WORDS
Today’s Post is a Gujarati Poem entitled ” Dikarini Pukaar ” which means ” A daugther’s Voice “…..a Poem which brings the mal-treatment/ resentment shown by the Society in India on the birth of a daugher as a child……even the use of the Ultrasound to know the sex of the child before the birth is leading the Society to kill the child before it’s birth. Very sad yet very true ! In the Poem it is hoped that there be a fundamental change in the thinking of the Society & that the daughter or the son are regarded as “the Gift of God “. I, for one, will be very happy to witness such a CHANGE !……..>>>>>>>Chandravadan.

મે 22, 2009 at 1:37 પી એમ(pm) 21 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,709 hits

Disclimer

સંગ્રહ

મે 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031