Archive for એપ્રિલ 23, 2008
પ્રભુ કેમ આવું થાય છે ?
પ્રભુ કેમ આવું થાય છે ?
વેબસાઈટ પર પધાર્યા અનેક
સ્વાગત કર્યું લાવી ભાવલાગણીઓ અનેક
કિન્તું હૈયે પ્રષ્ન રહે છેઃ વેબસાઈટ સૌને ગમી કે નહી ?
પ્રભુ કેમ આવું થાય છે હૈયે ?….૧
આપેલ અભિપ્રાયો બધા વાંચી ગયો
સાઈટ ગમી છે સૌને જાણી હૈયે આનંદ થયો
કિન્તુ પ્રષ્ન રહે છે; વેબસાઈટ પર ફરી સૌ આવશે કે નહી ?
પ્રભુ આવું થાય છે હૈયે ?…….૨
ધીરે ધીરે સમય વહેતો જાય છે
વેબસાઈટ પર સૌ અભિપ્રાયો મુકતા જાય છે
હવે હૈયે પ્રષ્નનો જવાબ છે; વેબસાઈટ તો સૌની પ્યારી છે
પ્રભુ મુજ હૈયામાંથી તુંજને આભાર છે….૩
એપ્રિલ ૨૩ ૨૦૦૮ ચન્દ્રવદન્
તાજેતરની ટિપ્પણીઓ