માનવ દેહ અને આત્મા !

 

 

માનવ દેહ અને આત્મા !

“હું કોણ ?” માનવી એના મનમાં વિચારે,

એવા વિચારે, મન એને ભુતકાળમાં લાવે,

વ્રુધ્ધ બનેલો દેહ તે જ હું ?

કે પછી, યુવાનીમાં હતો એ હું ?

યુવાની નિહાળી, ખુશ એ બને,

“આ જ હું ! આ જ હું !” એ કહેતો રહે,

ત્યારે, બચપણની યાદ એને સતાવે,

નિર્દોષી જીવન “હુંપદ” ફરી લાવે,

અચાનક એ હતો નારી ગર્ભસ્થાનનો કેદી બને,

માનવ દેહરૂપે “એ જ હું ” કહેવાની આદત એને પડે,

ત્યાં, અચાનક બે જુદા જુદા જીવો એ નિહાળે,

નારીરૂપી ઈન્ડુ અને પુરૂષરૂપી વિર્ય એ નિહાળે,

એક નહી, બે જુદા જુદા જીવો એ  નિહાળે,

અચાનક મિલને “ઈન્ડા જેવા” આકારના દર્શને,

ફરી અદભુત એક નિહાળી “હું એ જ !” એ બોલે,

ત્યારે અંતર આત્મા જાગી જઈ, એને કહે ઃ

માનવ દેહરૂપી ઘરપિંજર છે ન્યારૂં,

શક્તિરૂપે આત્મારૂપી હું છું પ્રભુનું અંશ પ્યારૂં,

આત્મારૂપે શક્તિ તે જ ખરેખર છે તું,

માનવ દેહરૂપે પણ ક્ષણભર ખરેખર છે તું !

દેહરૂપે અંત છે જરૂર અહીં તારો,

પ્રભુઅંશી આત્મા રહે અમર તારો,

બે જીવઓમાંથી “એક” કરનાર છે પ્રભુજી એક,

નર અને નારીની રચનામાં છે પ્રભુઈચ્છા એક,

એક ઈચ્છા તે જ માનવ સર્જન કરવું ફરી ફરી,

માનવ અવતારે પ્રભુમાં સમાય જવાની છે ફક્ત એક ઘડી !

અરે માનવી ! ના કર વિભાજન આત્માનું તું,

માનવદેહ મોહ ત્યાગી,અમર આત્માને પહેચાણ તું !

કાવ્ય રચના ઃ તારીખ ઓક્ટોબર,૧૭, ૨૦૧૪                     ચંદ્રવદન

 

બે શબ્દો…

મારા મિત્ર પ્રવિણભાઈ શાસ્ત્રીનો એક ઈમેઈલ આવ્યો.

એ વાંચતા એમણે એમના બ્લોગ પર પ્રગટ કરેલી પોસ્ટોના લીસ્ટમાં “આત્મા વિભાજન” નામે પોસ્ટ હતી.

એ પોસ્ટ વાંચ્યા બાદ…પ્રભુપ્રેરણાથી એક કાવ્ય રચના થઈ તે જ આજે પોસ્ટરૂપે છે.

તમે પણ નીચેની “લીન્ક” દ્વારા એ “આત્મ વિભાજન” પોસ્ટ વાંચો>>>

 

https://pravinshastri.wordpress.com/2015/07/13/%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%85%e0%aa%96%e0%aa%82%e0%aa%a1-%e0%aa%85%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%ab%80-%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be

 

 

આશા છે કે તમોને પોસ્ટ ગમશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today is a Poem in Gujarati entitled ” MANAV DEH Ane ATMA”…meaning “HUMAN BODY & SOUL”

A MAN thinks that HE is the BODY…The Body is MORTAL while Soul is IMMORTAL.

What is immortal is ALWAYS there….& that is possible only as the PART of the CREATOR who is EVERLASTING.

Can Soul be DIVIDED ?

A HUMAN is created by the UNION of 2 LIVING ( Femail Egg & Male Sperm)….So 2 making ONE.

Can then the ATMA of the UNION be DIVIDED ?

This QUESTION is discussed as the POEM.

Hope you like this Post.

 

Dr. Chandravadan Mistry

જુલાઇ 13, 2015 at 4:37 પી એમ(pm) 9 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૪)

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૩ ) નામે પોસ્ટ મે,૧,૨૦૧૫ના શુભ દિવસે પ્રગટ કર્યા બાદ આ પોસ્ટ છે.

મેં જુદા જુદા વિષયે પોસ્ટો પ્રગટ કરી અને તમે વાંચી.

અનેકના પ્રતિભાવોથી મારા હૈયે ખુશી પણ અનુભવી.

મેં ટુંકા સમયગાળામાં અનેક “ભક્તિભાવ”ભરી રચનાઓ કરી અને એનો સંગ્રહ કર્યો.

મારા મનમાં એક જ વિચાર હતો “આ બધી કાવ્યરચનાઓ એક પછી એક પોસ્ટરૂપે પ્રગટ કરી સૌને પ્રસાદીરૂપે અર્પણ કરૂં”

તો હવે તમે નીચે મુજબ અનેક પોસ્ટો વાંચશો >>>>

(૧) માનવ દેહ અને આત્મા  (૨) શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ  (૩) પ્રભુભજન ના ગાઈ શકું ! (૪) ભક્તોના ગુણગાન પ્રભુજી કરે  (૫) પાગલ છે હું ! (૬) અરે શ્યામ અરે શ્યામ ! (૭) તમે માનો યા ના માનો (૮) પ્રાણ,જીવ અને આત્માની સમજ  

(૯) પ્રભુકૃપા છે ન્યારી !  (૧૦) જગદીશ તું હી છે અખિલ બ્રહ્માંડ  (૧૧) સાંજ અને રાત્રી સમયે કુદરતને નિહાળી પ્રભુદર્શનરૂપી શાંતી  (૧૨) ભગવાન ક્યાં છે ?  (૧૩) વિકાસ અને પર્યાવરણ વચ્ચે સમાયેલી પ્રકૃત્તિમાં પ્રભુદર્શન  (૧૪) જય શ્રી હનિમાન ! જય

શ્રી હનુમાન   (૧૫) પ્રભુ તો માનવ હ્રદયમાં (૧૬) ચપટી વગાડી અને વિષ્ણુજીને જગાડ્યા  (૧૭) સત્સંગની સમજ  (૧૮) રામ ઔર કૃષ્ણ નામ કે મોતી  (૧૯) એક જ ચિનગારી !  (૨૦) પ્રભુજીને અરજ  (૨૧) પ્રભુ,પરમ શાંતી છે તું ! (૨૨) કળશપૂજન પ્રથા

(૨૩) પ્રભુનું વર્ણન  (૨૪) વિષ્ણુજીન મુર્તિ સ્થાપન મંદિરે  (૨૫) હ્રદયની શુધ્ધી  (૨૬) શરણાગતીમાં પ્રભુ છે ચંદ્રહૈયે  !  (૨૭) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ મહિમા  (૨૮) પ્રભુકૃપા અને મંદિરપૂજારી સીવમુર્તિ મળ્યા  (૨૯) શ્રી વિષ્ણુજી કો થાલ પ્રસાદી !

ઉપરના નામકરણે તમો અનેક પોસ્ટો વાંચશો.

કદાચ ….સંજોગ કે કારણો લીધે આ ક્રમનાં ભંગ થાય તો ક્ષમા….પણ તમે જરૂરથી ૨૯ પોસ્ટો વાંચી આનંદ માણશો એવી આશા છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is the 34th Post with the Title in Gujarati “CHANDRAVICHARO SHABDOMA”.

It is my way of expressing my THOUGHTS on the PAST Posts & the planned FUTURE Posts on the Blog.

My INTENTION is to publish the POEMS in GUJARATI with the BHAKTI or the DEVOTION to God.

I plan to publish the LISTED 29 Poems one by one….but, if  there is a need to publish a Post in another CATEGORY or a Poem with a different THEME I will do so.

Please forgive me for doing so.

Hope you will wait for my NEW POSTS with the eagerness.

Your support with your COMMENTS will be appreciated.

 

Dr. Chandravadan Mistry

જુલાઇ 12, 2015 at 3:21 એ એમ (am) 9 comments

હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં “મંડલ પુજા” ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY

 

Inline image 1

 

 

હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં  “મંડલ પુજા” ઉત્સવ

૨૦૧૫ના મે મહિનાના ત્રીજા અઠવાડીયે મંદિરમાં સ્થાપન થયેલી મુર્તિઓ માટે “પ્રાણ પ્રતિષ્ઠા”ની પુજા હતી અને ત્યારબાદ મંદિરના દ્વારો પ્રભુ-દર્શન માટે ખુલ્યા.

બેન્ગલોરથી આવેલા પૂજારી પંડીત સીવમુર્તિજીએ દરરોજ પ્રભુસેવા કરતા રહ્યા, અને પ્રભુભક્તો મંદિરે પધારી શ્રી વિષ્ણુજી અને અન્ય દેવ-મુર્તિઓને વંદન કરી પોત પોતાની રીતે પ્રાર્થનાઓ કરતા ખુશી અનુભવતા થયા.

આવા ભક્તિમય વાતાવરણમાં જે પ્રમાણે મંદિર પૂજારી જે ભાવ સાથે રોજની પૂજા કરતા તે નિહાળી સૌએ હૈયે આનંદ અનુભવ્યો.

રોજના ક્રમ પ્રમાણે પૂજા/પ્રાર્થના થતી રહી.

૧૭મી જુન ૨૦૧૫થી અધીક યાને પુરુસોત્તમ માસ શરૂ થતા, ભક્તોને “પુરુસોત્તમ માસ વૃત્ત કથાઓ”નું વાંચન કરવાનો નિર્ણય લીધો.

અને. મંદિર કમીટીએ શનિવાર અને ૧૧મી જુલાઈ ૨૦૧૫ના દિવસે “મંડલ પૂજા”ઉત્સવનું જાહેર કર્યું અને આ ચાર કલાકોની પૂજાવિધી વિષે સૌને જાણ કરી.

મંડલ પૂજા શું છે ?

“મંડલ” એ સંસ્ક્રૂત શબ્દ છે અને એનો  અંગ્રેજી અર્થ છે “સરકલ” (CIRCLE ) .

હિન્દુ વિચારધારા આધારે “મંડલ” એ એક ધર્મ કે વિધીના પ્રતિકરૂપે “બ્રહ્માંડ”ના દર્શન આપે છે. “કોસમીક” શક્તિરૂપે અનંત યાને “ઈનફીનીટી”(INFINITY) સાથે જોડી આપણે સૌને દેહ અને દેહની “અંદર અને બહાર”અને એનાથી પણ વધુ શક્તિનું પ્રમાણ આપે છે.

“મંડલ” અને આકારનો ઉલ્લેખ અને મહત્વ બૌધ ધર્મમાં અને અન્ય ધર્મોમાં પણ આપ્યું છે.

“મંડલ પૂજા”અને મંદિરમાં મુર્તિઓનું પૂજન વિષે શું ?

હિન્દુ ધર્મમાં દરેક માસ સાથે ધાર્મિક મહ્ત્વ જોડાયેલ છે.

કેરાલામાં ૪૧ દિવસની પૂજા તેમજ અન્ય ઉપવાસના સમય બાદ પ્રભુને માટે મહાપૂજા છે “મંગલ પૂજા” જે ૨૦૧૫માં “ઓનમ” બાદ ડીસેમ્બર ૨૦૧૫માં છે.

આપણા “હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલી”માં “પ્રાણ-પ્રતિષ્ઠા”ની પૂજા બાદ,શનિવાર ૧૧મી જુલાઈ ૨૦૧૫ના શુભ દિવસે આ પહેલી “મહાપૂજા” છે.

અત્યારે સેવા આપી રહેલા પૂજારી સીવમુર્તિજી સાથે બીજા બે પૂજારી સાથે મળીને મંદિરે “શ્રી વિષ્ણુજી” અને “ગણેશજી, શીવ પરિવાર, હનુમાનજી, રામ પરિવાર અને રાધા-કૃષ્ણ”ની પૂજા કરી “હવન” કરી મંત્રો સાથે પ્રાર્થના કરશે. પૂજા-વિધી આસરે ૪ કલાકોની હશે. બપોરે ૧૨ પછી આ પૂજા પુર્ણ થતા “મહા પ્રસાદ”રૂપે ભોજન હશે.

તો, આ ઉત્સવ માટે આશાઓ કેવી ?

એન્ટેલોપ વેલી વિસ્તારે જે રહે છે તેઓને વિનંતી કે શક્ય હોય તો ઉત્સાહ સાથે ભાગ લઈ આનંદ માણજો.

સાથે, સૌને બીજી વિનંતી >>> તમે મિત્રો કે સગાસ્નેહીઓને જાણતા હોય તો, આ ઉત્સવ વિષે કહી આમંત્રણ આપશો. એમને પણ “પૂજા” તેમજ “પ્રભુદર્શન”નો લ્હાવો મળે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

 

FEW WORDS…

What is the MANDALA PUJA ?

MANDAL is a Sanskrit Word meaning CIRCLE.

The CIRCLE without the BEGINNING or the END, representing the UNIVERSE as per the HINDU Philosophy.

In Hindu Scriptures, the MANDAL with the SQUARE with 4 GATES is seen.

In the BUDHDHA Dharma, and even in other religions, the importance of the MANDAL is noted.

In the COSMIC ENERGY sense, within & outside of the BODY and beyond the MIND it is the INFINITY.

 

 The Relation of the Mandala Puja at the Mandir and its Significance ?

The Hindu Calender regards ALL months with “some” religious significance, But…SOME MONTHS are very SPECIAL.

The Month of SHRAVAN….or every 3 years ADHIK or PURUSOTTAM Mas.

The Seasons play an important roles too.

In Kerala the coming of ONUM each year.The Temple @ Kerala will have the MANDALA PUJA in December 2015 after the celebration of the Onum.

For our Temple @ LANCASTER….the MANDALA PUJA is to be on SATURDAY,11th JULY 2015.

After the MAJOR PUJA of the PRAN PRATISTHA in May 2015, this will be the 1st MAHA PUJA of almost 4 hours conducted by 3 PUJARI.The Murti of Lord Vishnu & other Deities ( Ganesh, Shiv Parivar, Hanuman, Ram Parivar and Radha-Krishna) will be adored & prayed to with the sacred MANTRAS and then the HOMAM or the HAVAN with the sacred FIRE.

The Temple Pujari Pandit Sivmurty along with 2 others from other cities of U.S.A. will be involved in this Ceremony.

After the completion of the Puja, there will be the LUNCH as the MAHA-PRASAD.

 

What is my Appeal ?

Those who reside in the ANTELOPE VALLEY…please spare your time & attend the Ceremony. May you be INSPIRED by GOD.

Those of you who have the FRIENDS or RELATIVES nearby, please INFORM & INVITE them for this event.

May GOD’s BLESSINGS be showered on All !

 

Dr. Chandravadan Mistry

 

જુલાઇ 7, 2015 at 9:55 પી એમ(pm) 6 comments

માનવની જગ-યાત્રા !

 

7844e-floweranimation

માનવની જગ-યાત્રા !

માનવ જન્મ જો આણમોલ અને ભગવાનની ભેટ સમજો,

તો, શાને એના ઉધ્ધાર માટે તમે કાંઈ ના કરો ?……………..(૧)

 

માનો કે બચપણે મમતાના પ્રેમ દરિયે આનંદ માણ્યો,

તો, તરૂણાવસ્થામાં કંઈ વિચારી આશાઓના કિલ્લા કરો, …….(૨)

 

યુવાવસ્થામાં જોશ, ઝનુન અને સાહસ ખીલશે,

નિરાશાઓ હટાવી, આગેકુચ કરતા શીખયે,…………………..(૩)

 

પૌઢાવસ્થામાં જે કર્યું તે નિહાળી ખુશી અનુભવવી રહી,

કુટુંબ સિવાય અન્ય માટે કુરબાનીની ખુશીઓ હૈયે રહી………….(૪)

 

ઘડપણમાં પ્રભુ ભજીશું કે કાંઈ કરીશુંનો મંત્ર ખોટો રહ્યો,

અરે ! એ તો પાપ પુણ્યનો હિસાબ કરવાનો સમય રહ્યો,…………(૫)

 

 

મૃત્યુ સૌનું અચાનક કે સુખો સાથે દુઃખો જગમાં જરૂર આવશે,

એવા સમયે, દેહ છોડી આત્મા મેળવેલ પૂંજી સાથે  હશે………(૬)

 

સાત પેઢીના સંબંધોરૂપે જન્મ મરણના ફેરા જગમાં રહે,

છોડો સ્વર્ગ નરકની વાતો, પ્રભુમાં સમાય જાતા ના કોઈ ફેરા રહે,……(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન,૨૭,૨૦૧૫                   ચંદ્રવદન

 

બે શબ્દો…
 
એક દિવસ એક ઈમેઈલ.
એમાં જીવનરૂપી “વન”ના વર્ણનમાં ઉલ્લેખ હતો>>>
 
વનના સાત પગલા
 
(1)  જન્મ: એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
 
(2)  બચપન: મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે
જે ડૂબી શક્યો તે તરિયો છે.
 
(3)  તરુણાવસ્થા: કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે,
મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
 
(4)  યુવાવસ્થા: બંધ આંખોનું સાહસ છે, જોશછે, ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે, કૂરબાનીની આશાઓ છે, 
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
 
(5)  પ્રૌઢાવસ્થા: ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
 
(6)  ઘડપણ: વિતેલા જીવનનો સરવાળો છે
મારા આપણાનો વહેવાર છે, 
જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
 
(7)  મરણ-જીન્દગીની કિતાબ ખૂલશે
નાડીએ-નાડીએ કર્મ તૂટશે,
પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે
કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે
પોતાનાનો પ્યાર છૂટશે
સાત પગલા પૂરા થશે


 
બસ….આ વિચાર અને લખાણને કાવ્ય સ્વરૂપ આપવા આ મારો પ્રયાસ છે.
પોસ્ટરૂપે ગમ્યું ?
 
ડો. ચન્દ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
An Email with the Human Life viewed as 7 STAGES.
From that….my CREATION is this Poem in Gujarati.
Hope you like it !
Dr. Chandravadan Mistry

 

જુલાઇ 6, 2015 at 1:19 પી એમ(pm) 8 comments

માનવ તંદુરસ્તી (૪૦) માનવ દેહના કાનો એટલે માનવીઓની સાંભળવાની શક્તિ

   માનવ તંદુરસ્તી (૪૦)  માનવ દેહના કાનો એટલે માનવીઓની સાંભળવાની શક્તિ

 

 

 

 

 

 

માનવ શરીરે નજરે આવતા બે કાનો અને અંદરના ભાગમાં ના જોઈ શકાય એવી વ્યવસ્થાઓ… આ વર્ણન એટલે ત્રણ વિભાગોમાં કાનો યાને “ઈઅર્સ” (EARS  )વિષેની જાણકારી અને માનવીઓ કેવી રીતે સાંભળી શકે એની “સમજ”.

આવી સમજ ગુજરાતી ભાષામાં આપતા જુદી જુદી “એનાટોમીકલ” ( ANATOMICAL) વર્ણનને અંગ્રેજી નામોરૂપી ઓળખ આપવાની જરૂરત પડી છે.

કાન યાને “ઇઅર” (EAR  )

માનવ શરીરને બે કાનો મળ્યા છે.

દરેક કાનને ત્રણ વિભાગોમાં વર્ણન કરી શકાય.

તે નીચે મુજબ છે >>>

(૧) બહારનો કાન યાને “એક્ષરનલ ઈયર” (EXTERNAL EAR  )

આ વિભાગે હોય >>>

(! ) બહારથી નજર આવતો કાનરૂપી આકાર જેને “પીના” (PINNA  ) કહેવામાં આવે.

(!!) બહારથી નજર આવતું વચ્ચે દેખાતું “કાણું” અને અંદર રહેલી “ઈયર યાને ઓડીટરી કેનાલ ” (AUDITORY CANAL )

આ કાનના આકાર “પીના” કઠણ “કારટીલેજ” (CARTILAGE  ) થી બનેલ છે અને એના ઉપર ચામડી આવી છે….બહારનો આકાર એવો છે કે અવાજના મોજા યાને “સાઉન્ડ વેવ્સ”  (SOUND WAVES ) નજેરે આવતા કાંણા દ્વારા અંદર જઈ શકે.

(૨) વચ્ચેનો ભાગ યાને “મીડલ ઈયર ”  ( MIDDLE EAR )

આ વિભાગ એટલે બે ભાગોરૂપી વર્ણન>>>

(!)  ઈયર કેનાલનાં અંતે આવેલ “ઇયર ડ્રમ યાને ટીમ્પાનીક મેમ્બ્રેઈન  (EAR DRUM or TYMPANIC MEMBRANE  )

(!!) અંદર જોડાયેલી ત્રણ નાની હાડકીઓ જેઓ નામે છે >>

   (અ) હેમર યાને મેલીઓલસ (Hammer or Malleolus  )

   (બ) એનવીલ યાને ઈન્કસ (Anvil or Incus )

   (સ) સ્ટીરપ યાને સ્ટેપલ્સ  (Stapes or Stirrup )

(૩) અંદરનો ઈયર યાને ઈનર ઈયર (INNER EAR  )

આ વિભાગમાં  બે નામો આવે છે

(!) કોક્લીયા (Cochlea ) ગોકળગાય આકારનો ભાગ જેની અંદર પ્રવાણી (Fluid ) ભ્રમણ કરે

(!!) સેમીસરક્યુલર કેનાલ્સ (Semicircular Canals ) આ ભાગ દ્વારા “સમતોલન” જાળવી શકાય

કોક્લીયા (Cochlea ) બહાર સ્ટેપ્લ્સની હાડકી સાથે જોડાણ અને બીજી બાજુ એક કોક્લીઅર નર્વ (Cochlear Nerve  ) સાથે જોડાણ….અને સેમીસરક્યુલર કેનાલ્સનું વેસ્ટીબ્યુલર નર્વ (Vestibular Nerve ) સાથે જોડાણ

આ નર્વરૂપી જોડાણ દ્વારા અંતે મગજ યાને “બ્રેઈન” (Brain ) સાથે “ઓડીટરી એરીયા” (Auditory Area ) સાથે જોડાણ

અગત્યની નળીરૂપે એક બીજું જોડાણ >>

આ ઉપરના વર્ણન સાથે વચ્ચેના ભાગની જગા યાને મીડલ ઈયર ( MIDDLE EAR ) સાથે ગળાના ઉપરના ભાગ “ફેરીન્ક્ષ” (PHYRYNX ) સાથે જોડે છે “યુસ્ટેચીઅન ટ્યુબ” (the EUSTCHIAN TUBE ).

સાંભળવાની ક્રિયાની સમજ ઃ

તમે ડાયાગ્રામરૂપે કાનનું ત્રણ વિભાગે વર્ણન છે તેને ફરી નિહાળો.

જે કાંઈ “બોલ”કે “અવાજ”થાય તે તરત જ “સાઉન્ડ વેવ્સ” યાને અવાજના મોજા કરે.

આ અવાજરીપી મોજા બહાર દેખાતા “કાંણા” દ્વારા “ઓડીટરી કેનાલ” (Auditory Canal  ) માંથી પસાર થાય…અને અંતે, અંદર આવેલા “ઈયર ડ્રમ”ના પરડા પર અઠડાય….અને એથી, ત્રણ નાની હાડકીઓ હલે અને અંતે બહારની તરફના “કોક્લીયા”ને મળે….એ ત્યાંથી પસાર થઈ એંતે “કોક્લીયર નર્વ” (Cochlear Nerve  ) ને સાઉન્ડના મોજા પહોંચે. સાઉન્ડ વેવ્સ દ્વારા “સેમીસરક્યુલર કેનાલ્સ”નું પ્રવાણી પણ હલે અને અંતે મોજારૂપી અસર “વેસ્ટીબ્યુલર નર્વ” (Vestibular Nerve ) પર પડે.

ઉપરના વર્ણન પ્રમાણે આ બેની કહેવાતી “વેસ્ટીબ્યુલો-કોક્લીયર નર્વ” (Vestbulo-cochlear Nerve ) અંતે “બ્રેઈન”ની એવી જગાએ લાવે કે ત્યાં અવાજના મોજાઓમાંથી “સમજરૂપી” પરિવર્તન થાય.

કાનનું ઘડતર આધારે રોગોની સમજ ઃ

સૌએ પ્રથમ એટલું જાણવું જોઈએ કે જ્યારે પણ સાઉન્ડ વેવ્સના પ્રવાસમાં રોકાવટ આવે ત્યારે સાંભળવા માટે તકલીફો ઉભી થાય.

બીજું અગત્યનું જાણવું જોઈએ કે જ્યારે પણ “ઓડીટરી નર્વ” (Auditory Nerve ) કે એના “બ્રેઈન” સાથેના જોડાણ સાથે કોઈ પણ રોકાવટ ઉભી થાય ત્યારે સાંભળવા માટે તકલીફો હોય શકે.

(૧) “એક્ષ્ટરનલ ઈયર” (External Ear )

  બહાર નજરે આવતું “કાંણુ”વાગ્યાથી કે અન્ય કારણે બંધ થાય તો તકલીફો.

 ત્યારબાદ…”ઓડીટરી કેનાલ” (Auditory Canal ) માં “વેક્ષ” (wax ) કે કોઈ ચીજ ભરાય જાય ત્યારે પણ સાંભળવા માટે તકલીફો. અહીં પણ “ઈનફેક્શન” (infection ) હોય શકે અને જેને “એક્ષ્ટરનલ ઓટાઈટીસ” (External Otitis ) કહેવાય

(૨) “મીડલ ઈયર” (Middle Ear )

આ જગાએ આપણે “ઈયર ડ્રમ” (Ear Drum ) થી શરૂઆત કરીએ.

જો કોઈ પણ કારણે ( વાગ્યાથી કે ઈનફેક્શનથી ) એમાં કાણું પડે તો તકલીફો.

આ ડ્રમની “મેમબ્રેઈન” (membrane ) પર કાંઈ ચોંટી જાય તો પણ બરાબર હલી ના શકે એથી તકલીફો.

આ જગાએ ગળાના ઉપરના ભાગે જોડાણ..એના કારણે ગળાના ઈન્ફેક્શનની અસર અહી હોય શકે અને “ઓટાઈટીસ મેડીયા” (Otitis Media  ) થયું એવું કહેવામાં આવે.

નાની હાડકીઓ બરાબર હલે નહી તો પણ તકલીફો.

(૩)” ઈનર ઈયર” (Inner Ear )

આ જગાએ પણ રોગો કારણે તકલીફો હોય શકે.

“સેમીસરક્યુલર કેનાલ્સ”(semicircular canals ) કે ” કોક્લીયા” ( cochlea) ના પ્રોબ્લેમ્સ કારણે તકલીફો.

નર્વમાં ટ્યુમર (nerve tumor ) કે અન્ય કારણે નર્વ કામ ના કરી શકે ….કે પછી “સ્ટ્રોક” (stroke ) ના કારણે અવાજમોજા જ્યાં પહોંચવા જોઈએ ત્યાં ના પહોંચી શકે.

જ્યારે પણ નર્વ ડેમેજની વાત આવે ત્યારે “ઈમ્પ્લાન્ટ” (implant )ની વાત ઉપાયરૂપે હોય એવી ચર્ચાઓ થાય.

માનવી કેવી રીતે સાંભળી શકે ?

આવી સમજ “સરળ”ભાષામાં કહેવા આ મારો પ્રયાસ છે.

જે શબ્દોમાં કહ્યું એના કરતા તમો પ્રગટ કરેલા ડાયાગ્રામો ફરી ફરી નિહાળજો. આવા નિર્ક્ષણથી તમો જ જાતે વધું સમજી શકશો એવું મારૂં અનુમાન છે.

 

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS ( English)…

ANATOMY/PHYSIOLOGY of EARS :

The Ear is the organ that detects SOUND.

It also aids in the “balance & body position”.

The externally visible part of the Human Body is called “ear lobe” or the “pinna”.It is made of the hard cartilege covered by the skin.

The Ear consists of >>>

(1) External Ear 

(2) Middle Ear 

(3) Inner Ear.

The External Ear consists of :

(i) External Ear Lobe or Pinna

(ii) Non visible inner Ear Canal or Auditory Canal

The Middle Ear

It is an air filled space which has 3 small bones which by their shapes are called>>>

(a) Malleolus or Hammer

(b) Incus or Anvil

(c) Stapes or Stirrup

These 3 bones are connected such a way that one’s shaking can be transmitted to another.

The Middle Ear is connected to the upper throat via the Tube called “Eustchanian Tube”

The Inner Ear consists of :

(i) Vestibule & Semicircular Canals

(ii) Cochlea

The cochlea finally gives the connection to the vestibulo-cochleal Nerve via which the sound waves can reach the AUDITORY AREA of the BRAIN which is in the Temporal Region.It if here that the “sound waves” are analysed & sensed as the “right sensible sounds ” as the Humans understand.

HEARING :

Hearing is a COMPLEX PROCESS in which the SOUNDS travelling as the WAVES, after passing from the hole (meatus) at the AUDITORY CANAL, eventually reaches the EAR DRUM membrane which is shaken & thus initiating the MOVEMENTS of the 3 small BONES and thus the COCHLEAR APPARATUS is reached & thus finally the NERVES which transmits the WAVES to that TEMPORAL portion of the BRAIN where the FINAL ANALYSIS takes place & thus the HUMAN understands that EXTERNAL SOUND.

Any OBSTRUCTION or the DEFECT that interferes in this TRANSMISSION cause the HEATING IMPAIRMENT or the DEAFNESS.

The POSSIBILITIES for the Hearing Impairments are>>>

(1) Mechanical Obstruction in the Path Eg Wax, Foreign Body

(2) Infections/Fluid Collections

(3) Tumors

(4) Blood Circulation Problems such as the Strokes

(5) Nerve Injury/Defects

It must be noted that the CONNECTION with the THROAT can make the Ears getting the infections from a distance.

Along with the HEARING problems..the “balance & positioning” of the Body can be be affected too.

This is a BRIEF SIMPLE understanding of EARS & HEARING.

Dr. Chandravadan Mistry

 

 

જુલાઇ 2, 2015 at 1:17 પી એમ(pm) 6 comments

ગંગાકાકી મારા અમેરીકા પધાર્યા !

gulab

ગંગાકાકી મારા અમેરીકા પધાર્યા !

વેસ્મા ગામનું ભુરીયું ફળિયું જેમણે છોડ્યું,

મુંબઈના દહિસર વિસ્તારે રહેવાનું નક્કી કર્યું,

એ હતા મારા કુટુંબી ડાહ્યાકાકા અને ગંગાકાકી નામે !……………..(૧)

 

સંતાન-સુખરૂપી અનેક દીકરા અને દીકરીઓ એમના પરદેશમાં,

પરદેશ જવા માટે સ્વપનું નિહાળી, કાકા તો ગયા પ્રભુધામમાં,

પણ, સ્વામીનું સ્વપનું સાકાર કરવા કાકી હ્રદયે રહે ઈચ્છા !………….(૨)

 

વૃધ્ધ થઈ ગયા, શક્તિ ઘટી, પણ પરદેશ જવાની આશા રહી,

દીકરી મંજુલા હ્રદયે પ્રભુ-પ્રેરણાથી અમેરીકા લાવવાની કોશીષો રહી,

અંતે, ૨૯મી મે, ૨૦૧૫ના દિવસે, અમેરીકા સરકારની હા મળી !……..(૩)

 

હવે, તો કાકી પાસપોર્ટે “અમેરીકાના વીઝા”નો સીક્કો પડે,

 ખુશી સાથે જુન ૨૦૧૫માં મુંબઈથી ન્યુ યોર્કની પ્લેન ટીકીટ મળે,

અમેરીકાની ધરતી પર પગ મુકતા કાકી હ્રદયે આનંદ હશે ! ………….(૪)

 

ન્યુ યોર્કથી દુર લેન્કેસ્ટર કેલીફોર્નીઆમાં ચંદ્રનું હૈયું હરખમાં નાચી રહ્યું,

કાકીમાં કાકાના દર્શન કરી,કાકાનું સ્વપનું સાકાર થયું એવું સૌને કહ્યું,

બસ, આટલી જ કહાણી  કહેવા આ રચના થઈ એવું માનજો !…………(૫)

 

કાવ્ય રચના ઃતારીખ,મે,૩૧,૨૦૧૫                       ચંદ્રવદન

 

બે શબ્દો…

૨૯મી મે, ૨૦૧૫ અને શુક્રવારનો દિવસ.

ન્યુ યોર્કથી ગણપતભાઈ ( યાને બેન મંજુલાના પતિ)નો ફોન આવ્યો અને ખુશી ખબર છે કહી કહ્યું ” બાને વીઝા મળી ગયા છે !”

ત્યારે યાદ આવ્યું કે અમેરીકાના વીઝા માટે આ દિવસે મુંબઈમાં કાકીનું “ઈનટરવ્યુ” હતું અને ત્યાં “હા” થઈ.

હું ખુબ જ ખુશ હતો.

ત્યારબાદ, જાણ્યું કે ટીકીટ લઈ હવે જુનમાં કાકી અમેરીકા આવશે.

બસ…આવા વિચારોમાં મારા સ્વ. ડાહ્યાકાકાની યાદ તાજી થઈ ..એ મારા કુટુંબી “કાકા” હતા. એમનો “સ્નેહ” મારા પર અપાર હતો..મારા પિતાજીએ એઓ “મોટાભાઈ”સમાન ગણતા અને માન આપતા..અને મને એઓ “દીકરા” સમાન ગણી સ્નેહ આપતા.

આવી મીઠી યાદ તાજી કરી આ રચના થઈ છે.

સૌને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Gangaben Dahyabhai Mistry….wife of my late Uncle Dahayabhai  Mistry who was originally from Bhuria Faliya of VESMA…and who had settled at DAHISAR, Mumbai.

She finally got the VISA  for U.S.A.

She landed at NEW YORK on Monday 29th JUNE 2015.

I am happy ….thanked  God….and  expressed  my JOY with this POEM.

Dr. Chandavadan Mistry

 

જૂન 29, 2015 at 1:40 પી એમ(pm) 9 comments

પવિત્ર પીપળો અને એનું પાન !

 

 

 

 

પવિત્ર પીપળો અને એનું પાન !

હિન્દુ ધર્મપ્રેમી હૈયે પીપળો તો છે ખુબ જ પ્યારો,

કહું છું સૌને, શાને માટે પીપળો છે સૌનો પ્યારો !…………(ટેક)

 

દેવોના ભલા માટે શ્રી વિષ્ણુજી પીપળારૂપે થયાનું પૂરાણો કહે,

વિષ્ણુજીને પ્રિય પીપળો માની, હિન્દુઓ એની પૂજા કરે,

હૈયે એવી ભાવના હોય તો બીજું કાંઈ ના પૂછો મને !………(૧)

 

ભગવાન બુધ્ધને “જ્ઞાન પ્રકાશ” પીપળા ઝાડ તળે મળ્યાનું સૌ જાણે,

બૌધ ધર્મ-પ્રેમીઓ પીપળાને પવિત્ર ગણી ભાવથી પૂજન કરે,

હૈયે વિચાર આવો જોડી તમે પણ પીપળાને પવિત્ર ગણો !……(૨)

 

હિન્દુ ધર્મે પીપળા ફળમાં દેહ આત્માની સમજ વેદોમાં મળે,

ભાગવત ગીતા ઉપદેશે શ્રી કૃષ્ણ પોતાને સર્વ ઝાડોમાં પીપળો ગણે,

એવી ઉચ્ચ વિચારધારામાં રહી, પીપળામાં પ્રભુ દર્શન કરો !……(૩)

 

પીપળાના પાનો એવા જાણે દેવોભર્યા હવા વગર પણ હલે,

પીપળામાં જે તત્વ તે જ માનવીની કોસમીક શક્તિ બરાબર વિજ્ઞાન કહે,

એવું જાણી, મહત્વ એનું સમજી, પીપળાને માન ધરો !………(૪)

 

પીપળા પાનો દ્વારા તંદુરસ્તી એવું આર્યુવૈદીક જ્ઞાન કહે,

સાધુઓ પીપળા નીચે મનન કરે, ‘ને બ્રાહ્મણો જનોઈ પીપળાને અર્પણ કરે,

આટલું જાણી, અને પૂરાણોમાં સત્ય છે માની, પીપળાને નમન કરો !….(૫)

 

જે કંઈ વાંચી જાણ્યું એ જ ચંદ્રે આજે સૌને કહ્યું,

તમે એ માનો કે ના માનો, પણ વિચારો જે કહ્યું,

તો સત્યના દર્શન જરૂર થશે, આટ્લું જો તમે કર્યું !…………(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન,૧૭,૨૦૧૫               ચંદ્રવદન

 

બે શબ્દો…

એક ઈમેઈલ આવ્યો.

એમાં પીપળા વિષે લખાણ હતું….જે નીચે મુજબ હતું>>>

ધાર્મીક મહત્વ

હિંન્દુ ધર્મમાં

પીપળો વિષ્ણુને પ્રિય મનાય છે. અને તેની નીચે બેસીને શ્રાદ્ધાદિક કર્મ કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાન દેવોના કલ્યાણ માટે પીપળારૂપે પ્રકટ થયા એમ અથર્વણ મુનિનું પિપ્પલાદ મુનિ પ્રત્યે કથન છે. બધા દેવોશંકરનાં દર્શન કરવા ગયા. પ્રથમ તપાસ કરવા માટે અગ્નિ ભિક્ષુકના વેશે ગયેલો, ત્યારે દેવોએ ઉપહાસ કર્યો એમ જાણી પાર્વતીજીએ બધા દેવોને વૃક્ષ થઈ જવાનો શાપ આપ્યો. એથી બ્રહ્મા ખાખરા રૂપે, શંકર વડ રૂપે અને વિષ્ણુ પીપળા રૂપે થયા. તેમ બધા દેવતાઓ પીપળાને વિષે વાસ કરી રહ્યા. દેવાંગનાઓ લતારૂપે અને અપ્સરાઓ સુંગંધી પુપ્ષવાળી માલતી વગેરે લતા થઈ આ કથા સનત્કુમાર સંહિતામાં કાર્તિકમાહાત્મ્ય ખંડમાં વર્ણવી છે. વેદના કાળમાં સોમવલ્લીની પૂજા થતી હતી તેમ અત્યારે આ ઝાડમાં બ્રહ્માનો વાસ માની તેને પૂજ્ય ગણાય છે. કેટલાક ત્રણે દેવતાના વાસનું કહે છે. મુખ્યત્વે વિષ્ણુના કૃષ્ણાવતારનો વાસ છે. આ કારણને લીધે હિંદુ તેની પૂજા કરે છે. પાણી, સાકર, દૂધ, સિદૂર વડે તેને પૂજે છે. તેનો કોઈ પણ ભાગ હિંદુ કાપતા નથી. આ ઉપરાંત બ્રાહ્મણો જનોઇ ઉતારી પીપળાને અર્પણ કરે છે.

બૌદ્ધ ધર્મમાં

 

સિલોનમાં અનિરુદ્ધપુર શહેર નજીકમાં આવેલું બૌદ્ધિ ઝાડ જે મુખ્ય ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે.

બૌદ્ધ ધર્મમાં આ ઝાડને ઘણું પવિત્ર માનેલું છે. સિલોનમાં અનિરુદ્ધપુર શહેર નજીક એક પીપળાનું ઝાડ છે, જે ઈ.સ. પૂર્વે ૨૮૮માં વવાયું હતું. એમ કહેવાય છે કે જે ઝાડ નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા, તે ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે. જયારે ઈ.સ. ૧૮૮૭માં વાવાઝોડાથી આ ઝાડનું મુખ્ય થડ પડી ગયું. ત્યારે ત્યાંના બુદ્ધ ધર્મગુરુઓએ આ ઝાડના બધા પડી ગયેલ ભાગ એકઠા કરી વિધિ પ્રમાણે દાટયા હતા.

ઔષધિ તરીકે

આ વૃક્ષની છાલની રાખ પાણીમાં ઓગાળી, ગાળીને આપવાથી કોગળિયા વગેરે રોગને લીધે થતી ઊલટી બંધ થાય છે. પેપડી વિરેચક અને પાચક છે. મધની સાથે ખાવાથી દમ મટાડે છે. તેની છાલ ઘારાં અને પરુવાળાં અર્બુદ તથા ગૂમડાં રુઝાવે છે. કૂમળી શાખાઓનો રસ હેડકી, અક્ષુધા અને કોગળિયાનો અકસીર ઈલાજ છે. ખાસ કરીને આ ઝાડની છાલની ભૂકી ઔષધિ તરીકે આપવામાં આવે છે. ગુણમાં તે શીતળ, પિત્તહર અને કફઘ્ન છે. બાળકની આંચકી ઉપર પીપળાની વડવાઈ પાણીમાં ઘસીને પાવામાં આવે છે.
આ વાંચન કરી મેં મારી રચના કરી.
તો હવે તમોને મારી રચના ગમશે એવી આશા.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

A poem in Gujarati on the PEEPAL TREE  (PIPADO).

It is regarded as the HOLY Tree as per the HINDUS & BAUDHISTS.

It has the MEDICINAL VALUES.

With ALL these in the mind, I created the Poem in Gujarati.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

જૂન 25, 2015 at 12:06 પી એમ(pm) 7 comments

Older Posts Newer Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 330,750 hits

Disclimer

સંગ્રહ

જૂન 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930