2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Syndey Opera House holds 2,700 people. This blog was viewed about 31,000 times in 2011. If it were a concert at Sydney Opera House, it would take about 11 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

૨૦૧૧નું સરવૈયું !

પોસ્ટરૂપે ચંદ્રપૂકાર સરવૈયું આપવું એવું તો  ચંદ્રે કદી ના વિચાર્યું,

ત્યારે, પહેલીવાર, “વર્ડપ્રેસ”કાર્યકર્તાઓએ કંઈક નવું જ મોકલ્યું.

“વાંદર સહકાર”લઈ, ૨૦૧૧નો ચંદ્રપૂકાર રીપોર્ટ એ તો હતો,

વાંચી એને, ચંદ્રહૈયે ખુબ જ આનંદ હતો !

રીપોર્ટને પોસ્ટરૂપે પ્રગટ કરવા ચંદ્રહૈયે ઈચ્છા જાગૃત થઈ,

આ “વર્ડપ્રેસ ભેટ”ને ચંદ્રે પોસ્ટ કરતા, આ રચના થઈ,

હવે, પુરો રીપોર્ટ વાંચવા, નીચે જરૂરથી “ક્લીક” કરો,

અને, રીપોર્ટ વાંચી, જે કંઈ મનમાં થાય તેનો “પ્રતિભાવ” કરો,

તમ પ્રતિભાવ વાંચી, ૨૦૧૨માં ચંદ્રહૈયે આનંદ વહે,

અને, એવા આનંદમાં, ચંદ્ર તો સૌને “૨૦૧૨ની શુભેચ્છાઓ” પાઠવે !


કાવ્ય રચના ઃ જાન્યુઆરી,૧, ૨૦૧૨                 ચંદ્રવદન

MITRO,

THANKS for VIEWING this as a Post on my Blog.

Thanks  to WORDPRESS for making the SUMMARY of the Activites of 2011

CHANDRAVADAN

January 1, 2012 at 1:13 am 13 comments

ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

 make you live

ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

ક્રીસમસ આવી, અને ગઈ,
નવા વર્ષનો પેગામ દેતી ગઈ,
હવે આવશે, ૨૦૧૨નુંવર્ષ નવું,
નવા વર્ષે શું કરીશું ? વિચાર્યું ખરૂં ?
કદી ના કરશો નિર્ણયો અનેક,
કરશો ફક્ત નવા વર્ષનો નિર્ણય એક !
સેવા, સત્ય તરફનો જો માર્ગ હશે,
તો, પ્રભુની સહાય જરૂર મળશે !
બસ, ચંદ્ર, વિનંતી આટલી સૌને કરે,
અને, નવા વર્ષે કંઈક “સારૂં” તમે કરે,
બનશે ધન્ય તમ-જીવન આ જગમાં.
જન્મ-મરણના ફેરા ટુંટશે આ જગમાં,
પ્રભૂ સાથે હંમેશા તમે રહો,
ચંદ્ર-હૈયાની ખુશી વિષે કાંઈ ના પૂછો !
કાવ્ય રચના….તારીખ ડીસેમ્બર,૨૫,૨૦૧૧                           ચંદ્રવદન.
( આ છે ૨૦૧૧ની ક્રીસમસનો દિવસ)

બે શબ્દો…

આજની પોસ્ટ અચાનક થઈ છે.
કોઈ “આગળ તૈયાર” કરેલી પોસ્ટ પ્રગટ કરવા વિચારી રહ્યો હતો, અને પ્રભુ પ્રેરણાથી, અનેકના “શુભ સંદેશાઓ” બાદ આ રચના શક્ય થઈ.
૨૦૧૨નું નવું વર્ષ સૌને આનંદીત રાખે….સૌની મનોકામનાઓ પુર્ણ થાય, એવી પ્રભુને પ્રાર્થના.
નવા વર્ષે, તમે સૌ “ચંદ્રપૂકાર”પર પધારી ઉત્સાહ રેડશો, એવી આશા !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
The Christmas of 2011 is gone..now the New Year of 2012 will begin.
I take the opportunity to express my “BEST WISHES” for the New Year.
I wish you can make ONLY ONE RESOLUTION for this New Year that leads you to the PATH to the SERVICE to the MANKIND.
If you do that…you are on the Path towards the TRUTH & DIVINITY.
Dr. Chandravadan Mistry.

 

December 30, 2011 at 9:12 pm 20 comments

વાનગીનો વિચાર આવ્યો, અને મનગમતી વાનગી બનાવી !

Indian Woman Cooking In a Pot Clipart Picture

વાનગીનો વિચાર આવ્યો, અને મનગમતી વાનગી બનાવી !

હું તો રહ્યો એક ગુજરાતી.
ગુજરાતી એટલે, જુદી જુદી વાનગીઓ માણવાનો શોખ મારો રહ્યો.
ગુરૂવાર, અને ડીસેમ્બર,૧૫,૨૦૧૧નો શુભ દિવસ હતો.
ગુજરાતી વેબજગતમાં હું ફરતો હતો…અને આવ્યો પ્રજ્ઞાજુબેન વ્યાસના બ્લોગ પર.
અરે ! આ શું ?…ખુબ જ અચંબો થયો.
એક નહી પણ અનેક વાનગીઓ માણવા માટે લ્હાવો હતો.
એક વાનગી પર “ક્લીક” કરી તો, હું તો હતો એક “વીડીઓ ક્લીપ” પર…….અને ત્યાં ક્લીક કરતા, હું હતો એક “ટીવી ચેનલ”પર.
મેં તો “મિક્ષ વેજીટેબલ ભજીયા” માટે ક્લીક કરી હતી તો એક મહિલા એ વાનગી કેમ  બનાવવી તે જણાવી રહ્યા હતા. સરસ બનેલા “ભજીયા” નિહાળી, મારા મોમાંથી પાણી  વહી ગયું.
અને, તરત જ વિચાર આવ્યો કે આ બધી જ વાનગીઓની જાણકારી અન્યને પણ આપવી અગત્યની છે.
બસ, આ વિચાર સાથે, મને થયું કે આ પ્રજ્ઞાજુબેનની પોસ્ટની “લીન્ક” સૌને મળે તો કેવું ?
મારા પ્રતિભાવરૂપે મેં પ્રજ્ઞાજુબેનને આ જ કહ્યું.
અને, આ પોસ્ટ “ચંદ્રપૂકાર”પર પ્રગટ કરતા, પ્રજ્ઞાજુબેનની ડીસેમ્બર,૧૫,૨૦૧૧ની  પોસ્ટની “લીન્ક” જોડી રહ્યો છું….એ “લીન્ક” છે>>>>>
તો, તમે ઉપર સુચન કર્યું તે પ્રમાણે, ત્યાં ગયા કે નહી ?
જરૂર ગયા હશો, અને જુદી જુદી વાનગીઓ વિષેની માહિતી જાણી ખુશી થઈ હશે.
તો, હવે,…………..આ “લીન્ક” તમારા કોમ્પ્યુટર પર રાખી, તમે ઈચ્છા થતા, તમારી ઈચ્છાની વાનગી માણવા જ્યારે પણ જાશો ત્યારે મને એનૉ આનંદ હશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Post is because of the inspiration I had from a Post on Pragnajuben Vyas’s Blog.
After reading a Post on “so many Recipes of the Gujarati Foods”I had the desire to inform the Readers of “Chandrapukar” this important Info.and I did so by this Post, Now I feel happy.
I hope you like this Post.
Dr. Chandravadan Mistry.

 

December 20, 2011 at 2:20 pm 14 comments

કળિયુગી કવિતા !

 

કળિયુગી કવિતા !

ગોવિન્દ કહે છે પોસ્ટરૂપે કલિયુગી કથા,
સાંભળી, ચંદ્ર રચે છે આ સારરૂપી કથા,
દિવાળી ગઈ,’ને નવું વર્ષ તો બેસી ગયું,
અને, નવા વર્ષે નવી નવી ચર્ચાઓનું શક્ય થયું.
ત્યારે, ભ્રષ્ટાચાર,ભેળસેળ અને દરોડાની વાતો થાય,
અને, સરકારી હોદ્દાથી લાભ ખુબ જ હોયની વાતો થાય,
અને, અંબાણી પણ લડી મરે, ‘ને સ્વર્ગમાં કલિયુગની વાતો થાય,
ત્યારે, લક્ષ્મીજીમુખે ગુસ્સામાં ભેળસેળના પ્રસાદની વાતો થાય,
અને, ગોદડીયાને સમાધાનનું કાર્ય સોપાય,
ત્યારે, લોકમાંગનું લીસ્ટ ખુબ જ વચતું જાય,
એટલે, ફોનને બદલે ફેક્ષ્સ કરવાનું સુચન થાય,
અને, ગોદડીયાએ મિત્રોને થોડી વિગતો કહેતો જાય,
ત્યારે, ચંદ્ર આવીને કહે “અરે! ગોવિન્દ રાજ,
શાને ઉપાડે છે આ કળિયુગ  નો ભાર ?”
“પ્રભુએ આજ્ઞા કરી છે, એથી આવું હું કરૂં “
ત્યારે, ચંદ્ર કહે ” સેવા એવી તું કરે, ‘ને ખુશ હું રહું “
>>>>ચંદ્રવદન
કાવ્ય રચના તારીખ…નવેમ્બર,૪,૨૦૧૧

બે શબ્દો…

આજની પોસ્ટ શ્રી ગોવિન્દભાઈ પટેલના બ્લોગ “પરાર્થે સમર્પણ”પર પ્રગટ થયેલી પોસ્ટ “ગોદડીયો ચોરો–કળિયુગી કથા”આધારીત છે.
ગોવિન્દભાઈએ કાવ્યો પોસ્ટો પ્રગટ કરવાનું સમય સમયે છોડી, “ચોરારૂપી” વાતો દ્વારા “રાજકીય” કે “કટાક્ષ લખાણ” કે “રમુજીભાવે”એમના વિચારો દર્શાવવાનું શરૂ કર્યું ..અને ,મેં આગળ પ્રગટ કરેલી એવી પોસ્ટો વાંચી છે …છતાં, આ પોસ્ટ વાંચ્યા બાદ મને એમના જ “થોડા શબ્દો” ચુંટી, એક કાવ્ય સ્વરૂપે લખવા માટે પ્રેરણા થઈ. આજે એ રચના મારા બ્લોગ પર એક પોસ્ટરૂપે મુકતા ખુબ જ આનંદ થાય છે.
આ પ્રમાણે કરતા કોઈ મારી ભુલ ? આ પ્રમાણે કર્યું તો શું એ ગોવિન્દભાઈને ગમશે ?
એ હું ના જાણું………..પણ આનો જવાબ તો ગોવિન્દભાઈ જ આપી શકે. અને, જો આ પોસ્ટ માટે પ્રતિભાવ આપશે તો જ જાણીશું.
તમો સૌને પોસ્ટ ગમી કે નહી ?
અરે, તમે એનો જવાબ આપો તે પહેલા, ગોવિન્દભાઈએ લખેલી પુરી વિગતવાર પોસ્ટ તો તમારે વાંચવી જ રહી. એ માટે તમારે એમના બ્લોગ પર નીચેની “લીન્ક”ને ક્લીક કરવી>>>>
http://swapnasamarpan.wordpress.com/2011/11/04/%e0%aa%97%e0%ab%8b%e0%aa%a6%e0%aa%a1%e0%ab%80%e0%aa%af%e0%ab%8b-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%95%e0%aa%b3%e0%aa%bf%e0%aa%af%e0%ab%81%e0%aa%97%e0%ab%80-%e0%aa%95%e0%aa%a5%e0%aa%be/
તો, શું  કહો છે ?
ગોવિન્દભાઈના શબ્દોમાં એમના વિચારો જાણી મઝા આવી ને ?
અને, એવી મઝા સાથે હવે તમો મારી રઅનાને વધુ સમજી શક્યા હશો.
આ પોસ્ટ વાંચ્યા બાદ, હવે કાંઈક કહેતા જાઓ તો ગમશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is a Kavya based on a Post read on Govindbhai’s Blog…and you can visit that Blog by the Link given above.
I just hope that you enjoy this Poem….I hope Govindbhai will read this as a Post too.
Dr. Chandravadan Mistry

December 14, 2011 at 3:35 pm 14 comments

સુવિચારો !…મનઃ માણસ, કે માનવી !

leave thoughts on god

સુવિચારો !

(ચંદ્રસુવિચારો)

મનઃ માણસ, કે માનવી !

માણસ કોણ ?
(૧) માનવતા વિનાનું પ્રાણી એ જ માણસ !
(૨) અસ્થીર મન સાથે અને માનવતા વગર જે સંસારમાં રહે તે જ માણસ.
માનવી કોણ ?
(૧) જે માનવતાથી ભરપુર હોય તે માનવી.
(૨) મનને જે કેદી કરી, સ્થીરતા સાથે સંસારમાં જીવવાનો  પ્રયાસ કરતો રહે એ જ માનવી.
,,,,,,,ચંદ્રવદન

બે શબ્દો…

આ વિચાર મને ઓકટોબર,૨૬,૨૦૧૧ના સાંજે સુતા પહેલા આવ્યો હતો.
એ દિવસ તે દિવાળીનો શુભ દિવસ !
પર સૌ મનન કરો !
કાંઈ નવું કહ્યું નથી..પણ સરળતાથી સમજાય એવી અહી આશા છે.
જો સમજાય તો કાંઇક અમલ પણ થાય !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

December 4, 2011 at 2:59 pm 13 comments

ગુરૂ ધીરજલાલને ચંદ્રઅંજલી !

Red Rose 1

ગુરૂ ધીરજલાલને ચંદ્રઅંજલી !

શ્રી ધીરજલાલ પી. ભૂતને યાદ કરી,
આજે હું તો એક ગુરૂજીને વંદન કરૂં !…..(ટેક)
ફોટા સહીત નામ ધીરજલાલ જાણ્યું આજે,
હશે પ્રભુપ્રરણા એવી કે ચેતનાના બ્લોગે મુજને લાવે,
દર્શન એક સેવાભાવી- માનવના કરતા, વંદન છે મારા !…….શ્રી ધીરજલાલ…(૧)
ગોડંલ કોલેજના પ્રોફેસરપદે ૩૬ વર્ષ સફર કરનારા,
ઉપલેટા, જુનાગઢ, જેતપુર, ધોવજી અમરેલી રાજકોટ કોલેજે સેવા આપનારા,
એવા મહા ગુરૂજીને વંદન છે મારા !……..શ્રી ધીરજલાલ……….(૨)
“પુજય સર”સ્વરૂપે બિરાજમાન હતા જે, ચેતના હ્રદયે,
જાણી બ્લોગ પર સર એવા, છે આજે  ચંદ્ર હ્રદયે,
એવા્ અનેકના  પ્યારા ગુરૂજીને વંદન છે મારા !…..શ્રી ધીરજલાલ…..(૩)
  જન્મ હોય, એક દિવ્ય આત્માનો જન્મ  ૧૯૪૮ની સાલે,
જે, વતન કોરડા,સાગાણીની યાદ જ્ન્મભુમીરૂપે  લાવે,
એવા શિક્ષણ-પ્રેમી માનવીને વંદન છે મારા !…….શ્રી ધીરજલાલ….(૪)
આ તો, બીજી નવેમ્બરની ૨૦૧૧ની સાલ રહી,
એ તો, ધીરજલાલની અંતીમ ઘડીની વાત રહી,
એવા સમયે, “શ્રધ્ધાજંલી”રૂપી વંદન છે મારા !……શ્રી ધીરજલાલ……(૫)
કાવ્ય રચના…તારીખ નવેમ્બર,૩,૨૦૧૧ ચંદ્રવદન

બે શબ્દો…

ગુરૂવાર અને નવેમ્બર ૩,૨૦૧૧ના દિવસે ચેતના શાહનો એક ઈમેઈલ વાંચ્યો.
એ દ્વારા એના બ્લોગ પર જવાનું થયું.
એમના “ગુરૂ” યાને જે શિક્ષકએ એમને ભણાવ્યા હતા એમના બીજી નવેમ્બરે થયેલ અવસાન વિષે હતું.
વાંચી દીલગીરી અનુભવી.
અને પ્રભુ પ્રેરણાથી આ રચના એમને “અંજલી” આપવા શક્ય થઈ તે જ પ્રગટ કરી છે.
જે કહેવું હતું એ મેં કાવ્ય દ્વારા કહી દીધું છે.
પ્રભુ એમના આત્માને ચીર શાન્તી બક્ષે એવી પ્રાર્થના.
ધીરજલાલ વિષે તમારે વિગતે જાણવું હોય તો. ચેતનાબેને પ્રગટ કરેલી એમના વિષેની પોસ્ટ  જરૂર વાંચવા વિનંતી, અને એ વાંચવા નીચેની “લીન્ક” ક્લીક કરો>>>
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is as I came to know of a great teacher, DHIRAJLAL P. BHUT, who had died and missed by so many whom he taught, including CHETANA SHAH.
You can read about Dhirajlal if you go the Blog of Chetana by the Link.
I have paid my respects by an ANJALI Kavya.
Hope you come and read this Post.
DR. CHANDRAVADAN MISTRY

November 29, 2011 at 12:53 pm 10 comments

ડાલાસ એરપોર્ટ પર ચંદ્ર-સુરેશ મિલન !

 

 DFWAirportOverview.jpg
http://keralites.net/

ડાલાસ એરપોર્ટ પર ચંદ્ર-સુરેશ મિલન !

બુધવાર, અને ઓકટોબર ૧૯નો દિવસ હતો,
ચંદ્ર સુરેશને ફોન કરી વાતો કરતો હતો,
“ચંદ્ર ડાલાસ આવે તો મળવું જ પડે !”સુરેશ એવું કહે,
“ચર્ચા આવી યાદ છે ને ?”ચંદ્ર સુરેશને પુછી રહે,……….(૧)
ગુરૂવારે, ચંદ્ર તો ગારલેન્ડ સુરેશને મળવા આતુર રહે,
“જરા તાવ છે, અને જરા સારૂં નથી” સુરેશ ફોન કરી કહે,
ત્યારે,ચંદ્ર કહે, “ના મળી શકાય તો નારાજ ના થાશો,”
“બસ, આરામ કરજો, ‘ને ફોનથી મળ્યાનો આનંદ માણજો”………(૨)
ફરી ફોન પર વાતો કરી, સુરેશ શનિવારે હું એરપોર્ટ હશે જાણી,
એરપોર્ટ નજીક રહેતા દીકરા ઘરે શુકવારે જવાનો નિર્ણય કરી,
અમેરીકન એરલાઈન્સના ટરમીનલ ‘ને ગેઈટનું જાણી લીધું,
“એરપોર્ટે જરૂર મળીશું !”કહી સુરેશ ફોન કનેકશન બંધ કરી દીધું……..(૩)
શનિવારની સવારે, પ્લાન પ્રમાણે, ચંદ્ર તો એરપોર્ટ પર હતો,
બોર્ડીન્ગ પાસ વિગેરે લઈ, એ તો સુરેશની રાહ જોતો હતો,
ત્યાં, અચાનક કલર સ્વેટરમાં સુરેશ ચંદ્ર નજરે આવે,
ત્યારે, ચંદ્ર-સુરેશ હૈયે ફક્ત આનંદ આનંદ વહે !………..(૪)
કેમેરો બહાર કાઢી, કમુને હું કેમેરા સામે હતા,
તસ્વીર ખેંચી, સુરેશ ખુબ જ  ખુશીભર્યા હતા,
પછી, એ જ કેમેરાથી કમુએ ફોટો ચંદ્ર-સુરેશનો પાડી,
એ તો ચંદ્ર-કેમેરો હાથમાં લઈ, જોડીને ફરી ફોટોમાં મઢી !…..(૫)
કમુ, સુરેશ સાથે, એરપોર્ટની બેન્ચ પર હું હતો,
પ્રથમવાર સુરેશ કમુને મળ્યાનો સાક્ષી જું હતો,
વાતો બેન્ચ પર શક્ય થઈ, તેમાં અમારી દોસ્તી હતી,
એક લાલ પેપરબેગમાં ચંદ્ર માટે સુરેશ ભેટ હતી !……..(૬)
સુરેશને નિહાળી, ચંદ્ર કહે “નવા જ ‘ને યુવાન લાગો છો તમે,”
“આ તો પ્રાણાયામ ‘ને મેડીટેશનની કરામત”કહે સુરેશ મને,
એક મિત્રએ આવું જણાવી, પ્રાણાયામ માટે સુરેશ સલાહો હતી,
જેમાં, ભરેલી શુભ ભાવનાઓથી ચંદ્ર હૈયે ખુશીઓ હતી !…….(૭)
“સેક્યુરીટી ચેકનો સમય થઈ ગયો છે ” સુરેશ ચંદ્ર શબ્દો એવા  સાંભળે,
કમુ ચંદ્ર સાથે સુરેશ પણ વાતો કરતા ગેઈટ ૩૧ સીના ચેક પોઈન્ટ સુધી  આવે,
“ગુડ બાય” કહેતા, સુરેશ તો ધીરે ધીરે ચંદ્રથી દુર જાય છે,
ત્યારે ચંદ્ર તો મિત્રના સ્નેહથી ગદ ગદ થઈ જાય છે !…….(૮)
ચાલતા ચાલતા, ચંદ્ર કમુ સાથે ગેઈટ નંબર ૩૧ નજીક પહોંચી,
એક બેન્ચ પર બેસી, લાલ બેગ ખોલી, એક નજર-તીર છોડી,
નિહાળે પ્રેમથી પેપરના બનાવેલા “ઓરોગોમી”ના  આકારો અનેક,
ત્યારે, ચંદ્ર હૈયું નાચી ઉઠે, અને મનથી સુરેશ્નને મોકલે આભારો અનેક !……(૯)
ચંદ્ર હૈયે તો ખુશીઓના ઝરણાઓ વહી ગયા,
બેગ અને આકારોના ફોટાઓ પણ લઈ લીધા,
ચંદ્ર કહે,” સુરેશ આ મુલાકાતનું ચંદ્રને બધુ જ યાદ છે, ઓ મિત્ર મારા,”
“તું પણ યાદ રાખજે આ ડાલાસ એરપોર્ટ મુલાકાત, ઓ મિત્ર મારા !”……(૧૦)
કાવ્ય રચના…તારીખ ઓકટોબર,૨૩,૨૦૧૧                          ચંદ્રવદન

બે શબ્દો…

આજનું કાવ્ય મિત્ર મિત્રના મિલન વિષે છે.
હું મારા પત્ની સાથે કોલેંબીયા, સાઉથ કેરોલીના ઓકટોબર ૧૧, ૨૦૧૧થી ઓકટોબર ૧૬ સુધી રહ્યા બાદ, સોમવાર, ઓકટોબર,૧૭ના દિવસે ડાલાસ,ટેક્ષાસ આવ્યો.
ત્યારબાદ, બુધવારના દિવસે મેં સુરેશભાઈને ફોન કરી જાણ કરી કે હું ડાલાસમાં જ છું.
એઓ એ જાણી, ખુશ થઈ કહેવા લાગ્યા કે કાલે ગારલેન્ડ મળવા આવીશ….દુર હતો એથી તસ્દી ના લેશો એવું કહ્યું ત્યારે એમણે કહ્યું “ચંદ્ર અહી ડાલાસમાં આવે અને હું ના મળું એ કેમ હોય શકે ?”
બસ, ગુરૂવારે હું એમની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ફરી એમનો ફોન આવ્યો અને જાણ્યું કે એમને તાવ છે. આ મિલન ના થયું.
ત્યારબાદ, હું શનિવારે ડાલાસ એરપોર્ટથી લોસ એન્જીલીસ જઈ રહ્યો હતો તો એમણે કહ્યું “આપણે એરપોર્ટ પર મળીશું”. એમણે પછી ટરમીનલ/ગેઈટની માહિતી મળવી લીધી.
અને અમો એક બીજાને મળ્યા…કમુ સુરેશભાઈને પહેલીવાર મળી, વાતો કરી, ફોટાઓ પાડ્યા અને આનંદ સાથે “ગુડ બાય” કરી.
બસ, આ મિલન વિષે  આ કાવ્ય રચના છે.
આશા છે કે સૌને આ કાવ્ય પોસ્ટ ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Kavya Post is of my meeting Sureshbhai Jani at Dallas Airport.
Sureshbhai & I had enjoyed that ….I am just sharing that “joy” with you.
Hope you like it !
Dr. Chandravadan Mistry

November 25, 2011 at 2:53 pm 15 comments

ચાર વર્ષનો “ચંદ્રપૂકાર”જીવનનો સરવાળો !

Image and video hosting by TinyPic

ચાર વર્ષનો “ચંદ્રપૂકાર”જીવનનો સરવાળો !

નવેમ્બર,૨૨,૨૦૦૭ના દિવસે જન્મરૂપી એક શરૂઆત હતી,
“હોમ” સાથે વિભાગોરૂપી  શરૂઆતમાં  વિજયભાઈનો સહકાર હતો,…(૧)
નવેમ્બર, ૨૦૦૮માં વર્ષ પહેલું પુરૂ થાય,
જેમાં, કાવ્યો સાથે “ટુંકી વાર્તાઓ”પણ સમાય છે,…..(૨)
નવેમ્બર,૨૦૦૯માં વર્ષ બીજુ પુરૂ  થાય,
જેમાં, અનેક ચાહક- ઉત્સાહના  દર્શન થાય,….(૩)
નવેમ્બર,૨૦૧૦માં વર્ષ ત્રીજુ પુરૂ થાય,
ત્યારે, સીડની ઓસ્ટ્રેલીઆમાં ચંદ્રને આનંદ એનો થાય,……(૪)
હવે, નવેમ્બર,૨૦૧૧માં વર્ષ ચોથું કહેવાય,
ચોથા જન્મદિવસે પણ “ચંદ્રપૂકાર” બ્લોગજગતે બાળ કહેવાય……(૫)
ચંદ્ર તો, સરવાળો આવો કરતો રહે,
અને, સૌને ફરી ફરી પધારવા વિનંતી કરતો રહે,…..(૬)
પ્રેમથી સૌ ચંદ્રપૂકાર પર હવે પધારજો,
પ્રતિભાવો આપી, ચંદ્રને આનંદ આપજો !….(૭)
કાવ્ય રચના…તારીખઃ ઓકટોબર,૨૬,૨૦૧૧                     ચંદ્રવદન
દિવાળીનો શુભ દિવસ !

બે શબ્દો…

ચાર વર્ષ આટલા જલ્દી પુરા થઈ ગયા…અને એનો તો ખ્યાલ જ ના રહ્યો.
પણ…નવેમ્બર માસ નજીક આવે એટલે  તરત જ “ચંદ્રપૂકાર”નો જન્મદિવસ યાદ આવે.
આટલા વર્ષોમાં  આ બ્લોગ પર  અનેક પધાર્યા ( કુલ્લે ૧૧૩૮૫૦ )
અને, એવા મહેમાનોમાંથી  અનેકે  પ્રતિભાવો પણ આપ્યા ( કુલ્લે ૫૦૨૦)
એ કારણે જ મને બ્લોગ પર પોસ્ટો પ્રગટ કરવા ઉત્સાહ મળ્યો છે…….અને, મને  અનેક કાવ્યો….સુવિચાઓ….ટુંકી વાર્તાઓ તેમજ અન્ય પોસ્ટો પ્રગટ કરવા પ્રેરણાઓ મળી છે.
આજે સૌને મારો આભાર દર્શાવું છું.
આ કાવ્ય રચના પોસ્ટરૂપે અહી આ જન્મદિવસે પ્રગટ કરી તે સૌને ગમશે એવી આશા.
કાવ્યમાં ઉલ્લેખ કર્યો તે પ્રમાણે, તમો સૌ “ફરી ફરી ” આ બ્લોગ પર પધારશો એવી નમ્ર વિનંતી !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS….
Today it is 22nd November 2011.
It is the 4th Birthday of my Blog Chandrapukar.
It is a day of Joy for me.
With a total of 113900 Visitors and the Total Comments of over 5000, I am very thankful to ALL for the Support.
Hope that you will continue your support in the years ahead.
Dr. Chandravadan Mistry

November 22, 2011 at 2:42 pm 18 comments

દસ સારથી રત્નોની જીવન માળા !

 

દસ સારથી રત્નોની જીવન માળા !

સારથી સંસ્થાના દસ રત્નોનું સૌને હું કહું,
અરે, ઓ, અમર આત્માઓ સાંભળો જે હું કહું !………..(ટેક)
પહેલું રત્ન છે, પ્રવૃત્તિઓ માટે રસ રાખવો,
જો પ્રવૃત્તિઓ માટે રસ નહી જ્યારે ,
તો, જ્ઞાનીનું માર્ગદર્શનની જરૂરત હોય જો !…….સારથી…(૧)
બીજું રત્ન છે, “મેડિટેશન” યાને “મનન”કહેવાય,
જો, જીવનમાં મનનને અગત્યનું બનાવ્યું,
તો, જીવન ઘડતરની ઈંટો ચણાય જો !…સારથી……(૨)
ત્રીજુ રત્ન છે, મન અને દેહ એક છે ની જાણકારી,
જો, મન અને દેહની “એકતા”ની સમજ મળી જાય,,
તો, જીવન ખરેખર સરળ બની જાય જો !…….સારથી…..(૩)
ચોથું રત્ન છે, શાન્તી સહીત ખામોશી,
જો, શાન્તી એવી તમે પામી,
તો,”પરમ શાન્તી તત્વ” તરફ પંથ લેવાય જો !…સારથી….(૪)
પાંચમું રત્ન છે, એક ઉંડાણની ખમોશીભરી શાન્તી,
જો, દશા એવી મન,દેહની બની,
તો, “પરમ તત્વ” દુર ના હોય જો !….સારથી……(૫)
છઠ્ઠું રત્ન છે, પ્રેમ સહીત સહાનુભુતીભરી શાન્તી,
જો, એવું પ્રેમ ઝરણું હૈયે વહ્યું,
તો, આત્માને સમજવાનું થયું જો !…….સારથી….(૬)
સાતમું રત્ન છે, માનવ દેહ ચમકતી તંદુરસ્તી,
જો,હોય કુદરતી ચીજો ખોરાકે પ્રમાણમાં,
તો, માંદગી જરૂર દુર ભાગે જો !……સારથી……(૭)
આઠમું રત્ન છે, કુદરત જ ખુદ નજરે આવે,
જો, કુદરતની સુંદરતા દેહની અંદર રાખી,
તો, માનવતાનું ફુલ ખીલી જાય જો !…….સારથી….(૮)
નવમું રત્ન છે, “પ્રભુતા”ની પરખ રહી,
જો, ભક્તિના સરળ ભાવો હોય,
તો, જીવન ધન્ય બની જાય જો !…..સારથી…..(૯)
દસમું રત્ન છે, તમ હ્રદય પૂકાર,
જો, એવી પૂકારમાં તમ હ્રદય સમજાય,
તો, માનવ માનવને ખરેખર જાણે જો !……(૧૦)
આવા દસ સારથી રત્નો જોડી બને એક માળા,
જો, પહેરો તમે  પ્રેમથી એને,
તો, ચંદ્ર હૈયું આનંદથી ભરપુર થાય જો !……સારથી…(૧૧)
કાવ્ય રચના,,તારીખ ઓકટોબર, ૨, ૨૦૧૧                    ચંદ્રવદન

બે શબ્દો…

તારીખ ઓકટોબર,૨,૨૦૧૧ના દિવસે મારા મિત્ર ચંદ્રશેખર ભટ્ટનો એક ઈમેઈલ આવ્યો.
એમાં, “સારથી યોગ ફાઉડેશન” સંસ્થા ચલાવનાર શ્રી ભુપેન્દ્ર સોનેજી એક રીટ્રીટ (RETREAT) માટે સંદેશો “એટેચમેન્ટ” સાથે અંગ્રેજીમાં આ પ્રમાણે હતો>>>>
Dear Aspirant,
Namaste.
Some of us had very lovely time at the retreat. So we decided to share our joy with you. Time must not have been suitable else you would have definitely joined us. Enjoy the photographs and enjoy the extract, in the form of ten pints to ponder, of the discussion and lessons we learned during the three days.
We have enclosed the word file for your ready use of the ten points to ponder. You may choose to share with your friends and family members. To enjoy more photographs of the retreat await the next email.
Hari AUM
Bhupendra S. Soneji

10 Points to ponder from the Fall 2011 Sarathi Yog Retreat:

(1) If you are not interested, nothing can interest you.

(2) Meditation should always have the first priority in your life.

(3) Mind and body are not separate entities.

(4) Silence cannot be created, it is.

(5) Deeper state of being is silence.

(6) Love, Silence and Compassion are synonyms or they coexist.

(7) For good health stay away from Sugar, Salt, Bleached Flour, Dairy Product and processed food.

(8) Allow nature to enter you.

(9) Divinity is simplicity and is always in abundance.

(1૦) Have a Heart for your Heart.

આ દસ “પોઈન્ટો” મેં વાંચ્યા.

ફરી વાંચ્યા, અને પ્રભુ પ્રેરણાથી આજની પોસ્ટની કાવ્ય રચના શક્ય થઈ.

જે કોઈને આ સંસ્થા વિષે વધુ જાણકારીની ઈચ્છા હોય તેઓ “ક્લીક” કરી નીચેની સાઈટ પર જઈ શકે છે>>>

http://www.sarathi.org/
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Post is based on an Email infrming me of the “Retreat” that was being planned by the “SARATHI YOG FOUNDATION” of Southern California.
There were 10 POINTS for all to ponder.
After reading those Points, I was inspired & the Poem in Gujarati was created.
Those who can read Gujarati can enjoy it…those who can not read Gujarati can ask a friend who knows that.Even if you can not get the assistance from anyone, do not be disheartened, as after all, these 10 POINTS are IMPORTANT for living rightly on this Earth.
You can know more about the “SARATHI” Organisation by clicking  below to the LINK>>>>
http://www.sarathi.org/
Hoping many of you read this Post & enjoy it !
DR. CHANDRAVADAN MISTRY

November 18, 2011 at 1:42 pm 10 comments

સુવિચારો !

 

Saint Tukaram
Sant Kabirdas
They Lived With God: Life Stories Of Some Devotees of Sri Ramakrishna

TUKARAM,  KABIR & RAMAKRISHNA  & OTHERS as
SAINTS

સુવિચારો !

(ચંદ્રસુવિચારો)

સંત કોણ ?

(૧) સંત એટલે  પ્રભુતાથી ભરપુર
માનવી.

(૨) સંત એટલે સંસારમાં રહી, સંસારીઓને માર્ગદર્શન
આપનાર માનવી.

(૩) સંત એટલે પ્રભુનો દુત.

(૪) સંત એટલે  એક દિવ્ય આત્મા.

તારીખ ઓકટોબર ૨૭,૨૦૧૧ ચંદ્રવદન.

બે શબ્દો…


ઓકટોબર ૨૭ ૨૦૧૧ એટલે નવા વર્ષનો
દિવસ.
સવારે વહેલા ઉઠતા, અને હજુ બેડમાં જ હતો ત્યારે અચાનક
મારા મનમાં “સંત” વિષે વિચારો આવ્યા.
આ વિચારોને શબ્દોમાં મુકતા, ઉપરના “સુવિચારો” શક્ય
થયા.
વિચારો ગમ્યા ?
સંતની પહેચાણ જુદી હોય તો તમે પ્રતિભાવરૂપે જણાવશો !

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is the “SUVICHARO”meaning “PEARLS of WISDOM”.
The Question is “Who is a Saint ?”
I hope you like my thoughts.
You can add yours !
Dr. Chandravadan Mistry

November 14, 2011 at 2:48 pm 14 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 59 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 118,748 hits

Disclimer

 

January 2012
M T W T F S S
« Dec    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Follow

Get every new post delivered to your Inbox.

Join 59 other followers