Archive for જુલાઇ 31, 2014

દેવજીભાઈને અંજલી !

 

 

 

 

દેવજીભાઈને અંજલી !

ઓ,ભાઈ મારા, જાણ્યા જગમાં સૌએ તમોને દેવજીભાઈ નામે,

સ્વીકારજો વંદન મારા, હવે જો છો તમે પ્રભુધામે !……………..(ટેક)

બચપણમાં મેં જાણ્યા તમોને, અને મળ્યો સ્નેહ તમારો,

એવા જ સ્નેહતાંતણે ટકી રહ્યો પ્રાણ આપણો,

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !…………………..(૧)

બાંધ્યા તમે સૌને જગમાં સ્નેહબંધનની દોરે,

કોણ ભુલી શકે તમોને, જો બાંધ્યા છે સૌને સ્નેહદોરે ?

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !…………………..(૨)

તબલા કે હારમોનીઅમ હસ્તે, ભજનો રહે તમ મુખે,

એવા પ્રભુગુણલાભર્યા ભજનોનો આનંદ સૌને મળે,

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !……………….(૩)

ભારતથી આફ્રીકા અને અંતે અમેરીકામાં તમે રહ્યા,

ડલાસ ટેક્ષાસમાં અંતિમ દિવસો ગાળી, પ્રાણ તમે છોડ્યા,

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !……………..(૪)

પત્ની કલા અને પુત્ર અમર રહે છે આજે આ જગમાં,

હશે તમે અમર હંમેશા તમારી જ મીઠી યાદમાં,

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !…………..(૫)

ના બતાવું આંખમાં આંસુડા, ના કહું હૈયાનું હું કોઈને,

પ્રભુગોદમાં પરમ શાંતીમાં તમે છો, એટલું કહું હું આજે સૌને,

સ્વીકારજો વંદન મારા ઓ, ભાઈ મારા !………….(૬)

કાવ્ય રચના ઃ તારીખ,જુલાઈ,૧૩,૨૦૧૪                      ચંદ્રવદન

ENGLISH VERSION of the Poem>>>

ANJALI to DEVJIBHAI

Oh ! my Brother, in this World, you were known as Devjibhai,

Accept my Salutations, now that you are in the God’s Place !

In my Childhood, I had known you & got your Love,

In that Bond of Love, Our Life was sustained on this Earth !

Accept my Salutations, oh, my Brother !……………………………(1)

You had bound Everyone in this World with the Bond of Love,

How can anyone forget you, is bound by that Bond of Love ?

Accept my Salutations, O, my Brother !…………………………..(2)

With Tabla & Harmonium in your Hands, the Devotional Songs were on your Lips,

Hearing the Songs with the Praises for God, you brought Joy in the Hearts of All,

Accept my Salutations, Oh, my Brother !…………………………..(3)

From India to Africa & then finally you came to America,

And, finally you had settled down at Dallas Texas & left this World,

Accept my Salutations, oh, my Brother !…………………………(4)

  Wife Kala & Son Amar now left in this World,

You will always be “alive”(Amar) in the Sweet Memories you left on this World,

Accept my Salutations, oh, my Brother !……………………..(5)

Will not shed Tearsfrom my Eyes, and will not reveal what’s in my Heart to Anyone,

But, you are in Peace & on the Lap of God, I will tell that to Everyone,

Accept my Salutations, oh my Brother !…………………..(6)

Poem Created July 13th 2014                   Chandravadan

બે શબ્દો…

મારા ભાઈ ( બાપુજીના સાવકા મોસાળ તરફથી આ સગાઈ) ડલાસ ટેક્ષાસમાં ઘણા વર્ષોથી રહેતા હતા.

બિમારીના કારણે છેલ્લા ૪ વર્ષોથી તબિયત સારી ના હતી. 

એવા સમયગાળામાં હું પત્ની કમુ સાથે એમને અનેકવાર મળવા ગયો હતો.

છેલ્લી સફર હતી નેવેમ્બર ૨૦૧૩માં.

ત્યારબાદ, ધીરે ધીરે એમની તબિયત વધુ બગડી.

અને નર્સીંગ હોમમાં રહેતા છેલ્લા પાંચ દિવસો માટે બેભાન જેવી હાલતે હતા અને અંતે જુલાઈ ૧૧, ૨૦૧૪ના દિવસે પ્રાણ છોડ્યા.

આવા દીલગીરીભર્યા સમાચાર મળતા હું અને કમુ ડલાસ ૧૨મી જુલાઈના દિવસે હતા….ત્યાં રહ્યા તે દરમ્યાન, એમને “અગ્નિસંસ્કાર” ૧૪મી જુલાઈએ અને ૨૨મી જુલાઈના “બારમા દિવસ”ની પૂજા પુર્ણ થયા બાદ ૨૪મી જુલાઈએ ફરી કેલીફોર્નીઆ.

ડલાસ રહેવાનું થ્યું ત્યારે આ રચના શક્ય થઈ હતી.

સૌ આજે એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છે.

પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is a Poem in Gujarati which is dedicated to DEVJIBHAI L. MISTRY of DALLAS, TEXAS, who died on July,11,2014.

The Poem expresses my “feelings” for my Brotherly Elder.

May his Soul rest in Peace !

Hope you are able to read it Gujarati.

BUT..If not, I had translated it in ENGLISH too.

Dr. Chandravadan Mistry

 

 

 

જુલાઇ 31, 2014 at 12:01 પી એમ(pm) 20 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031