Archive for જુલાઇ 7, 2014

કળિયુગ કે પ્રભુની લીલા કહો ?

 gulab1
કળિયુગ કે પ્રભુની લીલા કહો ?
નર તત્વ અને નારી તત્વ પ્રભુએ જ ઘડેલું,
એકબીજાને નજીક લાવવા પ્રભુએ જ એ કરેલું,
એવા નર-નારી મિલનને સંસારે “લગ્ન”નામ દીધેલું,
આ જ એક સંસારી ક્રમ રહ્યો !……(૧)
નર તત્વ નર તત્વ નજીક નજરે આવે,
નારી તત્વ નારી તત્વ નજીક નજરે આવે,
એવા દર્શને સંસાર ખુબ ભયભિત બને,
શું સંસારી ક્રમ તોડવાનો આ માનવ સાહસ રહ્યો ?….(૨)
નર કે નારી તત્વ પ્રભુએ માનવ ઘડતરે જુદા મુક્યા,
અર્ધ નર કે અર્ધ નારી તત્વ શું પ્રભુએ ભુલથી મુક્યા?
સંસારીમાનવ મનડે પ્રષ્નો એવા અનેક થયા,
એવા પ્રષ્નોના જવાબ સંસારી માનવને શોધવો રહ્યો !…(૩)
પ્રથમ, સંસારી નર-નારી ક્રમને એ પરમ સત્ય ગણે,
પછી, પ્રભુઈચ્છારૂપે નિહાળી,નવલા ક્રમરૂપે ગણવા સાહસ કરે,
અંતે, નર કે નારી ને બે પ્રભુએ ઘડેલા માનવી સ્વરૂપે સ્નેહ ધરે,
શું આને કળયુગી પ્રભુલીલા ગણી સમજીએ ?……(૪)
દુર રહી નર નર કે નારી નારી સ્નેહતાંતણે જીવન ગુંથે,
પછી એકસાથે રહી, જીવન ગાળતા બે માનવીઓને સંસાર જાણે,
અંતે, “લગ્ન હક્ક”ની માંગને એઓ જાહેર કરે,
સંસારનો અસ્વીકાર “માનવતા”ના નાતે સ્વીકાર બને !….(૫)
હું કોણ ? સમજવાની વાત ધર્મ સૌને કહે,
તું નથી દેહ, તું તો ફક્ત એક પવિત્ર આત્મા છે,
એવા સુત્રે પ્રભુઅંસરૂપે પ્રભુ સાથે તું એક છે,
તો, “બે આત્માના મિલન”રૂપે આ સંસારી સ્વીકાર છે !….(૬)
મહાભારતમાં પુરૂષ દેહમાં નારી તત્વની વાત છે,
તો આજે કળિયુગમાં આવા જ તત્વજ્ઞાનની ચર્ચા છે,
બુધ્ધિથી ના સમજાય, પણ પ્રભુલીલારૂપે એ સમજાય છે,
એવી સમજ ગ્રહણ કરી, સંસારી જીવનસફર કરો !……(૭)
અંતે, ચંદ્ર કહે ઃ “પરમ સત્ય”નો અજાણ હું હતો એક અજ્ઞાની,
સંસારી સત્યને “પરમ સત્ય”માનવામાં થઈ હતી એક ભુલ મારી,
હવે, પ્રભુઈચ્છારૂપી સ્વીકારમાં હું સંસારે છે જરા જ્ઞાની,
હોય સતયુગ કે કળિયુગ, આત્મારૂપી સંસાર સમજમાં રહે માનવ પુર્ણ જ્ઞાની !…(૮)
કાવ્ય રચના ઃ તારીખ,સેપ્ટેમ્બર,૨૯,૨૦૧૩            ચંદ્રવદન
બે શબ્દો…
આજે પ્રગટ કરેલી કાવ્ય પોસ્ટ વાંચી, અનેક વિચારોમાં પડી જશે.
આજે “જગ સંસાર”માં થઈ રહેલી ઘટનાઓથી અનેકને “મુજવણો” છે તે અનેક શબ્દોમાં પ્રગટ કરવાની હિંમત કરી શકતા નથી.
આનું કારણ છે “સંસાર”માં જાણેલું સત્ય સામે આ “પરિવર્તન પૂકાર” છે.
ચાલો…તેમ છતાં, થોડી ચર્ચા કરીએ.
મનુષ્ય જન્મ….એક “નર” અને “નારી” સ્વરૂપે.
સંસારના આવા સર્જનમાં પ્રભુની એક “મહાન” યોજના કહેવાય.
નર અને નારી એકબીજાની “નજીક” આવે…મિલન થાય તેને સંસાર “લગ્ન” કહે.
આ યોજના દ્વારા સંતાનરૂપી માનવ ફરી જગતમાં.
આ “મહાન” ડીઝાઈનમાં પ્રભુએ કોઈકવાર નર કે નારીના સર્જનમાં “ડીએનએ” આધારીત “અપુર્ણતા” રાખી અને જેના કારણે “હોરમોનલ બેલન્સ” ના રહે અને પરિણામે “અર્ધ નરતત્વ કે અર્ધ નારીતત્વ” રૂપી માનવ સર્જન. આ શું પ્રભુની ભુલ ? કે પછી, “પ્રભુઈચ્છા ” આધારીત ?….બીજી “વિચારધારા” પ્રમાણે નિહાળીએ તો માનવ સમજ કહે “જગત જ સ્વર્ગ કે નરક છે”. આવી સમજમાં “અર્ધતત્વ” સર્જનમાં માનવી “પુન્ય કે પાપ” ભોગવવા એવા સ્વરૂપે આવ્યો હશે. આ અલગ વિચારમાં પણ “પ્રભુઈચ્છા”નો સ્વીકાર કરવો જ પડે.
આ કળિયુગે આ રહી સંસારમાં બનતી ઘટનાઓને સમજવાનો માનવ પ્રયાસ.
મહાભારત વાંચતા, એક વ્યક્તિ પુરૂષ દેહસ્વરૂપે પણ અંદરથી “નારી”નો દાખલો છે.
હવે, કળિયુગમાં અનેક દાખલાઓ નજર સમક્ષ છે.
સંસારે “ગેય” અને “લેસબીઅન” શબ્દો આપ્યા.
અસ્વીકાર સાથે “ગાળો” અને “અપમાન”થયું સંસારમાં.
ધીરે ધીરે, થોડો સ્વીકારમાં “માનવતા”ના દર્શન.
પણ “પુર્ણ” સ્વીકારમાં “ઉચ્ચ” વિચારમાં હશે “આત્મારૂપી” દર્શન.
આવા દર્શનમાં “બે પવિત્ર આત્મા”માથી વહેતો પ્રેમ નિહાવાની વાત સાથે “જે થઈ રહ્યું છે” તેમાં “પ્રભુઈચ્છા”ને જોડવાની વાત છે.
કોઈ કહેશે કે આ જે થઈ રહ્યું છે તે બધું જ “કળિયુગ”ના કારણે છે.
જે આજે નજરે આવે છે તે અત્યારના “મહા કળિયુગ”ના કારણે છે ?
અસલ જે કોઈ “અપુર્ણ ” હોય તેની પાસે સંસાર સાથે લડવાની શક્તિ ના હતી એટલે એવી હકિકત “છુપી” રહી.
ત્યારબાદ, થોડા દેહરૂપી પુરૂષોએ હિંમત કરી.
ત્યારબાદ, થોડી દેહરૂપી સ્ત્રીઓએ એવી હિંમત કરી.
આજે…સાયન્સના “જ્ઞાન” કારણે “ધર્મ”માં પણ સ્વીકાર..અને હવે કાયદા-કાનુની સ્વીકાર.
એથી જ ….જે “છુપુ” હતું તે આજે “જાહેર” છે.
આવી સમજમાં માનવ સ્વીકાર છે. માનવીઓ માટે ફરી સૌને પ્રેમ કરવાની બારી છે. માતાપિતારૂપી હૈયે દર્દ થયું હોય તેના માટે ઈલાજ છે.
અંતે તો મારે કાવ્યમાં દર્શાવેલું તે પ્રમાણે આટલું કહેવું છે>>>>
સર્વ માનવીઓને પ્રભુએ જ સર્જેલા ખીલોનામાં દેહને “ટુંકા સમય માટે” જગતમાં જીવન સફર કરવા માટે છે પણ સૌમાં “આત્મા” અમર છે..એ પવિત્ર છે..એ પ્રભુનો અંસ છે એવો સ્વીકાર કરતા, માનવીની આ જીવન યાત્રા સરળ બને છે. એ સરળ યાત્રામાં હ્રદયમાંથી સૌ પ્રત્યે “ફક્ત પ્રેમ” જ ઝરે છે.
આ પોસ્ટ પ્રગટ કરતા હું થોડો અચકાયો….કોઈને ક્રોધીત કરીશ એવું થયું….કોઈ “ટીકા” કરશે એવું પણ થયું.
કોઈનું હૈયું દુભાયું હોય તો માફ કરજો.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
The “norm” of the Human Society is the traditional acceptance of the idea that “the Marriage can be only between a Man & a Woman”.
Now, the Modern Society wishes that those who are “unfortunates” to be born with the inborn “Genetic ” pattern different from the “main stream” Human population, leading to a “different sexual orientation”MUST be accepted as the HUMAN BEINGS with Love.
This “new” realization demands “rethinking” our NORM of the Human Society.
There are some “scientific proofs” for such backs the “Genetic Errs” during the Formation of the Human Body. Is this Human made ? Or, is it by the “will of God”?
All Religions teach “love for ALL HUMANS”….It is this founding principle that translates the “dislike & hate” towards the “acceptance” of this Community  by the Main Stream Population.
The words “Gay or Lesbian” which were a taboo are NOW acceptable by the Majority…a few still need to change their attitude towards this Community….it is a slow process which takes the time  to bring about that needed “change” in the Society.
If one sees the SOUL within each Human as the PURE & DIVINE then the acceptance os ALL HUMANS  with LOVE is easy. If one is  on this HIGHER THINKING, then the HATE & DISLIKE  which are born within each of us DISAPPEAR and ONLY LOVE pours out of ALL HUMAN HEARTS.
Only the passage of the TIME will “heal” all Human Hearts. Any major change needs the “time”.
There is NO need of this Community members to “remain in the Closet” and hide the “true identity”.
The Human Society in general has the “experience” of the “good & bad ” beings with their inner motives defining their Nature (Swabhav). Some whose the “sexual orientation” is tradinatinally “normal” may imitate this behaviour. These are the ones who “run away ” & return to the main steam society. There are “some” normal born and
Think of this change as the “God’s Will”.If the “environmental factors” play some role into the “changed Sexual Orientation” or not is not well established as a fact. However, there are some cases of “pretending to be a Gay or Lesbian” just as the “thrill or for self satisfaction in a new life style”But this is not the NORM. Those who claim to be with the ALTERED SEXUAL ORIENTATION are GENETICALLY so because of the BODY MAKE-UP. 
The MAJORITY with the TRADITIONALLY NORMAL ORIENTATION must ACCEPT this FACT and EXTEND LOVE to THESE HUMANS who are also the CHILDREN of GOD.
Dr. Chandravadan Mistry

જુલાઇ 7, 2014 at 12:15 પી એમ(pm) 10 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031