Archive for નવેમ્બર 14, 2012

ચંદ્ર-મનના વિચારો !

ચંદ્ર-મનના વિચારો !

આજે શું લખું એ જ સમજાતું નથી,

છતાં, મનમાં થાય છે કે કંઈક લખું,

આ સંસાર વિષે કાંઈ લખું ?

ત્યારે વિચાર આવે કેમ ના પ્રભુ વિષે ?

પણ, ત્યારે બીજો વિચાર આવે શું લખું ?

પ્રભુ કોણ છે એ સૌને સમજાવું ?

કે, પ્રભુ છે જ એવું અજ્ઞાનીઓને કહું ?

એવી પ્રભુ સમજ સમજાવવામાં સમય કેમ હું બગાડું ?

આટલા વિચારો લખ્યા, પણ મન શાંત નથી,

તો વિચારૂં છું કે કેમ એ અશાંત છે આજે ?

હવે, યાદ આવ્યું કે આજે તો દિવાળી છે,

અને, હશે “નુતન વર્ષ” એ પછી,

તો, નવા વર્ષે મારે શું કરવું ?

ફરી મારું જ મન જરા શાંત થઈ ગયું

મને જરા પણ સમજાયું નહી કે આવું કેમ ?

ત્યારે યાદ આવ્યું કે સંસારમાં સતકર્મ કરવા સૌ કહે,

પણ જ્યારે અમલ કરવાનો સવાલ આવે ત્યારે મોહમાયામાં સૌ ભુલે,

અને જ્યારે મોહમાયામાં લીપટાઈ ગયા હોય ત્યારે  મોજશોખ સાથે પ્રભુને પણ ભુલે,

અને એવી હાલતે બુરા કાર્યોમાં પણ જાણે સતકર્મ જ દેખાય, અને સત્ય પંથ ભુલાય,

જેથી, એની સાથે પ્રભુને યાદ કરવાનું કાર્ય પણ હ્રદયભાવથી ના હોય, અને…એવા સમયે,

જો કોઈ અંતરની પૂકાર સાંભળે ત્યારે એ જાગી જાય….અને એ જાગૃતિ માટે કોઈ વાર

એ ઠોકર ખાઈ મેળવે કે પછી, કોઈ સંતપુરૂષના સંગમાં આવતા મેળવે અને આવી ઘટના જ

જીવન પરિવર્તનમાં ફાળો આપે છે.

હા….આવા વિચારો સાથે મારૂં મન સ્થીર બન્યું !

એથી જ અંતે કહેવું છે>>>

મન ચંચળ છે મેરે ભાઈ,

મોહમાયા ત્યાગી, મનને શીતલ કર મેરે ભાઈ,

પ્રભુ ગુણલા ગા કરે, જીવન સફર કર લે મેરે ભાઈ,

તો, આ સંસારના ફેરા ના હોય કદી, મેરે ભાઈ !

 

ચદ્રવદન

 

બે શબ્દો…

આજે દિવાળીના દિવસે, કોમ્પુટર પર હતો.

શું લખવું એવું વિચારતો હતો.

ના લેખ કે કાવ્ય માટે પ્રેરણા મળી.

પણ જ્યારે કોમ્પુટર દ્વારા ગુજરાતી ટાઈપ પેડ પર આંગળીઓ પડી ત્યારે મારા મનના દ્વારા ખુલ્લા થઈ ગયા, અને વિચારો વહેવા લાગ્યા.

આ વિચારોમાં “શું લખું ?” થી શરૂઆત થઈ.

સંસારના વિચારોમાં ભટકાઈ, અંતે પ્રભુના વિચારો હતા.

આવા વિચારો સાથે મન આનંદીત હતું.

અંતે એવા જ આનંદમાં રહી,જીવન સફરમાં આગેકુચ કરવાના વિચારો સાથે મનને શાંત કર્યું.

બસ….આ જ છે આજની “ચંદ્રપૂકાર”ની પોસ્ટ “ચંદ્રવિચારધારા”ની કેટેગોરી પર !

તમે સૌ નવા વર્ષના દિવસે વાંચશો કે નવા વર્ષ પછીના દિવસોમાં વાંચશો.

તમોને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today on the New Year as per the Indian Calender, I publish this Post.

It reflects the THOUGHTS that were flowing from my MIND.

The initial thought of WHAT TO WRITE, leads to the CONFUSION & the WORLDLY DESIRES, but as the mind thinks of GOD, my MIND was CALM & at PEACE. I seem to see the PATH to move FORWARD in my life on this EARTH.

These are the thoughts conveyed in this Post.

I hope you like this Post.

Dr. Chandravadan Mistry

નવેમ્બર 14, 2012 at 2:10 પી એમ(pm) 8 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930