Archive for નવેમ્બર 22, 2012

ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !

Anniversary Celebration
Image and video hosting by TinyPicImage and video hosting by TinyPic
ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !
પાંચમી એનીવર્સરી ચંદ્રપુકારની,
અને, ચંદ્ર હૈયે તો આનંદ થાય  !…….(ટેક)
પહેલી, બીજી ,ત્રીજી અને ચોથી એનીવર્સરી ગઈ,
તો, એ પછી, ચંદ્રપૂકારે સંદેશારૂપે શું વાતો કરી ?
પ્રષ્ન એવાના જવાબમાં ચંદ્ર સૌને કહેઃ
જે કહું છું તે તમે સાંભળો જરા ધ્યાનથી !…….પાંચમી…..(૧)
ચાર વર્ષનો સરવાળો કર્યો હતો ચંદ્રએ,
જુદી જુદી પોસ્ટરૂપી વર્ણન કર્યું હતું ચંદ્રએ,
એવા વર્ણનમાં કાવ્યો, સુવિચારો અને ટુંકી વાર્તાઓની પ્રસાદી પીસરી,
શબ્દો એવા પ્રગટ કરી, ખુશી ચંદ્રે સૌના હૈયે ભરી !……પાંચમી……(૨)
ચોથા વર્ષમાં પ્રવેશ કરતા, “સુરેશ ચંદ્ર મિલન”કાવ્યરૂપે પ્રગટ કર્યું,
અનેક કાવ્ય-પોસ્ટ દ્વારા ચંદ્રે તો એનું હૈયું ખોલ્યું,
“ટુંકી વાર્તા”અને “સુવિચારો” પ્રગટ કરી,જીવન શીખ ધરી,
બસ, અનેક પોસ્ટોમાં ચંદ્રે તો એની પ્રાણધારા સૌના અંતરે ભરી !……પાંચમી……(૩)
“અનામી”કેટેગોરીમાં અનેક વિચારો ચંદ્ર બ્લોગ પર પ્રગટ કરે,
“તંદુરસ્તી”ની પોસ્ટો દ્વારા દેહની સંભાળ સમજ સૌને કહે,
“ચંદ્ર વિચારધારા” નામની નવી કેટેગોરી શરૂ કરી,
ચંદ્રે તો ચંદ્રપૂકારની મહેક અર્પી, જ્ઞાન ગંગામાં તરવા, સૌને તકો દીધી !…..પાંચમી……(૪)
“ટુંકી વાર્તાઓ” તો બોથકથારૂપે બાળ વાર્તાઓ હતી,
“સમાજ પરિવર્તન”ના વિચાર મનમાં લઈ, નવી વાર્તાઓ પ્રગટ કરી,
ચંદ્ર હૈયે આનંદ વહેતો રહ્યો અને ઓકટોબર ૨૦૧૨નો માસ પુરો થયો,
ત્યારે, પાંચ સમાજ સુધારાના સંદેશા વાંચવાનો લ્હાવો વાંચકોને દીધો !……પાંચમી……(૫)
હવે, ૨૨મી નવેમ્બર ૨૦૧૨નો શુભ દિવસ છે આજે,
અને, તમે વાંચો છો, ચંદ્રપુકારની એનીવર્સરીની પોસ્ટ આજે,
તમ કૃપાથી, ૬૦૦૦થી વધુ પ્રતિભાવો છે ચંદ્ર ભાગ્યમાં,
નમ્રભાવે સૌનો આભાર દર્શાવતા, ચંદ્ર હૈયું છે પ્રભુસ્મરણમાં !…….પાંચમી……(૬)
કાવ્ય રચનાઃ તારીખ, ઓકટોબર,૧૮, ૨૦૧૨                   ચંદ્રવદન
બે શબ્દો…
આજ પાંચ વર્ષ પુરા કરી, છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરતા ખુબ જ આનંદ થાય છે.
અત્યાર સુધીમાં કુલ્લે ૧૫૦૦૦ થી વધુ સંખ્યામાં વાંચકો “ચંદ્રપૂકાર” પર પધારી, ૬૦૦૦થી
વધુ પ્રતિભાવો આપ્યા.
વાંચકો અને એમના પ્રતિભાવો દ્વારા જ મને શક્તિ અને પ્રેરણાઓ મળે છે.
આજે, સૌને “આભાર” દર્શાવતા, હું વિનંતી કરૂં છું કે તમો સૌ ફરી ફરી મારા બ્લોગ પર
જરૂરથી પધારતા રહેશો.
હવે…..
આ છઠ્ઠા વર્ષમાં “સમાજ સુધારા”ની થોડી બીજી વાર્તાઓ અને “માનવ તંદુરસ્તી”ની બીજી
થોડી પોસ્ટો પ્રગટ કરીશ. સાથે “કાવ્ય પોસ્ટો” તેમજ “સુવિચારો” વિગેરે હશે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today Chandrapukar completes 5years & is entering the 6th year in its journey as a Blog of the Gujarati Blog Jagat.
I feel so happy at this Event of the 5th ANNIVERSARY.
During the last 5 years, you had read more than 380 POSTS which the KAVYO (Poems), SUVICHARO (Words of Wisdom). TUNKI VARTAO ( Short Stories) and even the UNCATEGORISED Posts with my VICHARDHARA ( Thoughts).
I had introduced the Posts on MANAV TANDURASTI ( Human Health) and even had the VIDEO CLIPS from my BHAJANS (Devotional Songs).
After initial BALVARTAO (Childeren’s Stories) with the MESSAGE, recently I had published the SAMAJ PARIVARTAN ( Change in the Existing Society ) to bring the AWARENESS for the NEED for the CHANGE to accomodate the MODERN SOCIETY.
In the 6th year as I continue the MESSAGE of the CHANGE with more of the VARTAO, I inend to publish Poems & Suvicharo & even more Posts on HUMAN HEALTH.
I hope you will VISIT my Blog & encourage me with your COMMENTS.
Dr. Chandravadan Mistry

નવેમ્બર 22, 2012 at 1:18 એ એમ (am) 46 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 396,657 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930