પત્ની અને પતિ સંવાદ !

માર્ચ 25, 2011 at 11:00 એ એમ (am) 23 comments

 

પત્ની અને પતિ સંવાદ !

પત્ની કહે પતિનેઃ “વાત કહું હું એક.
  
સાંભળજોને તમે જે હું કહું તે જ !”
  
પતિ કહેઃ”સાંભળી વાતો તારી, જીવન મારૂં વહે,
  
ના કેમ સાંભળું તું જે મુજને કહે ?”
 
“જગમાં  શા કારણે મળ્યા હશે આપણે,
 
‘ને શા કારણે બન્યા પતિ-પત્ની આપણે ?
 
મન મારૂં મુજવણોમાં છે આ પ્રષ્ન સાથે,
 
કહોને નાથ, કે શાન્તી મુજને મળે ,”
 
પતિ ગંભીર બની, પત્નીને કહેઃ
 
“વ્હાલી મારી,શાને આવી ચિન્તાઓ કરે ?
 
પુર્વ જન્મે કોણ, એ કાંઈ ના જાણું,
 
છ્તાં, આ જન્મે માનવ થાતા પ્રભુ ઉદારતા ગણું,
 
ગયા જન્મના પુન્ય પ્રતાપે કે આ જન્મ કારણે,
 
થયું એકબીજાને મળવાનું પ્રભુ ઈચ્છા કારણે,
 
હવે પછીના જન્મની ચિન્તાઓ છોડી દેજે,
 
જે થવાનું હશે તે પ્રભુ ઈચ્છાથી જ બનશે,
 
ચિન્તા-મુક્ત રહી, કરીશૂ કર્તવ્ય પાલન આ જીવનમાં,
 
પુરૂષ્રાથ, પ્રભુશ્રધ્ધાનો  સહારે, જીવીશું આ જગમાં,
 
અરે, પ્યારી, મ્રુત્યુનો ડર કદી ના રાખીશ તું,
 
મ્રુત્યુ પછી શું વિચારો એવા કદી ના લાવીશ તું, “
 
  નથી પતિ શબ્દો હવે, અને છે શાન્તી બહાર હવામાં,
પતિ પત્ની મિલન નિહાળી,છે શાન્તી ચંદ્ર  હૈયામાં !
 
કાવ્ય રચના….તારીખ માર્ચ,૧૭,૨૦૧૧            ચંદ્રવદન
 
 

બે શબ્દો…

૧૭મી માર્ચ એટલે ગુરૂવારનો દિવસ….અને વળી, “સેઈન્ટ પેત્રીક્સ”નો શુભ દિવસ.
 
પ્રજ્ઞાજુબેન વ્યાસનો ઈમેઈલ આવ્યો..એમાં ફોટાઓ હતા…..એક સ્ત્રી-પુરૂષનું પુતળું !
જાણે સ્ત્રી પુરૂષને કંઈક કહી રહી હતી.
 
મારા મનમાં વિચાર આવ્યો કે આ પતિ અને પત્ની હોય શકે !
 
બસ, આ વિચાર સાથે રહી..એક “વાર્તાલાપ”ની કલ્પના કરી.
અને આ રચના શક્ય થઈ !
 
સૌને આ ગમે એવી આશાઓ !
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 

 

 
 
FEW  WORDS…
 
Today’s Post is a Kavya…written after a Statue of a WOMAN & MAN ( assume as the HUSBAND and WILFE) as the attachment to an Email.
 
It is a Conversation between a Wife & a Husband!
 
A question is raised by the Wife …Why they are on this Earth as the Husband & the Wife ?
The Husband gave a lenghy reply in which he tells her that “it must be as per the Wish of the God”..& that she must not bothered with any thought and do the duty on this Earth without “the worries of the Future”.
The Kavya (Poem) ends by the Husband & the Wife hugging each other.
Hope you like this Post.
Dr. Chandravadan Mistry
 

Entry filed under: કાવ્યો.

હોલ ઈન ધ ક્લાઉડ ! નાઈલ નદી અને ઈજીપ્તના સબંધો !

23 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  માર્ચ 25, 2011 પર 12:04 પી એમ(pm)

  વાહ
  ખૂબ સુંદર શીલ્પ
  અને રચના માણતા અનેક પ્રસંગો ગુંજી ઊઠ્યા!
  આપણા બે નું મિલન – મુગ્ધા અવસ્થા..મદ્યાન અવસ્થા…સંધ્યાકાળની માધુર્ય અવસ્થાના સ્મરણો !.વડિલોની શીખ તેના અહમ ને ઠેસ પહોંચાડીશ નહીં…એ હતાશ થાય ત્યારે આશા દે જે ..એ ઝડપ થી ચાલે ત્યારે સંયમ ની બ્રેક મારજે…એને જરુર પડે છે ૠજુતા ની..એનાથી પોશજે..
  અને તને જોજે તુ એક મ્રુદુ વેલી સાથે પ્રેમ કરી રહ્યો છે..એ બહુ નાજુક છે ..એ સંવેદનની બંસરી છે..ને લાગણી ની સિતાર છે..મૃદુ ફુંક વડે બન્સી બજે. મૄદુ હાથ વડે સિતાર બજે..લાગણી પર ક્ઠૂરાઘાત ન કરીશ..એક્વાર મુરજાવા માંડશે તો પછી નહીં પાંગરે..અને આપણ બન્નેને એકબીજાની અવગણના નાકરશો..એક્બીજાવિના અધુરાં છો..તમેપ્રેમ પ્રવાહ જોડતા કિનારા.
  વાસ્તવિક ભૂમી પર આ આદાન-પ્રદાન ની પ્રક્રિયામાં કઈંક પામ્યા છીએ..
  અને તારી આ વાત કેમ ભૂલાય?. સમજદારીનો સરવાળો, અપેક્ષાઓની બાદબાકી, સહકારનો ગુણાકાર અને શંકાઓનો ભાગાકારનાં સૂત્રને આધારે આપણે જીવન જીવ્યા ! તને યાદ છે પ્રથમ મિલન બાદના સ્નેહી મિત્રો વચ્ચે આ ગીત ગાયલું ત્યારે તારો આશ્ચર્ય પ્રસન્નતાવાળો ચહેરો યાદ આવે છે.
  પે’લો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ,
  પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ.
  દુજો પહોરો રેનરો, વધીઆ નહેસનેહ,
  ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ.
  ત્રીજો પહોરો રેનરો, દીવડા શાખ ભરે,
  ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે.
  ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ,
  ધણ સંભાળે કંચવો, પિયુ સંભાળે પાગ!
  પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર,
  રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણ હાર.
  છઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર,
  તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર.
  સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય,
  પિયુજી લાવે અંબફળ, ધણ ઘોળે પિયુ ખાય.
  આઠમો પહોરો દિવસરો, ચડી દીવડલે વાટ,
  ધણ મરકે પિયુ હસે, ફેર બિછાવે ખાટ.
  હવે આપણે આગળ પાછળ તેની ઈચ્છા પ્રમાણે છૂટા થઈશું તો પણ તે સહજ સ્વીકારવાની સમજ સાથે …

  જવાબ આપો
  • 2. P U Thakkar  |  માર્ચ 26, 2011 પર 10:05 એ એમ (am)

   અદભૂત….

   એ હતાશ થાય ત્યારે આશા દે જે ..
   એ ઝડપ થી ચાલે ત્યારે સંયમ ની બ્રેક મારજે…
   એને જરુર પડે છે ૠજુતા ની..એનાથી પોષજે..

   અને તને જોજે તું એક મ્રુદુ વેલી સાથે પ્રેમ કરી રહ્યો છે..
   એ બહુ નાજુક છે ..
   એ સંવેદનની બંસરી છે..ને લાગણી ની સિતાર છે..
   મૃદુ ફુંક વડે બન્સી બજે. મૄદુ હાથ વડે સિતાર બજે..
   લાગણી પર ક્ઠૂરાઘાત ન કરીશ..
   એક્વાર મુરઝાવા માંડશે તો પછી નહીં પાંગરે..

   અને આપણ બન્નેને એકબીજાની અવગણના નાકરશો..
   એક્બીજાવિના અધુરાં છો..
   તમેપ્રેમ પ્રવાહ જોડતા કિનારા.

   પ્રજ્ઞાજુબેન, આવી સરસ વાત કહેવા બદલ આભાર…

   જવાબ આપો
 • 3. ભરત ચૌહાણ  |  માર્ચ 25, 2011 પર 1:41 પી એમ(pm)

  ખૂબજ સુંદર સંવાદ છે
  સંસાર જીવનમાં કાયમ સારો સંવાદ પતિ-પત્ની વચ્ચે રચાય તે ખૂબજ જરૂરી હોય છે

  જવાબ આપો
 • 4. સુરેશ જાની  |  માર્ચ 25, 2011 પર 2:15 પી એમ(pm)

  ભાવ તો સરસ છે, અપનાવવા
  આનાથી વિરૂદ્ધ સંવાદ જાણવા હા.દ. પર પધારજો !!!

  જવાબ આપો
  • 5. chandravadan  |  માર્ચ 25, 2011 પર 2:36 પી એમ(pm)

   Sureshbhai, Thanks for this Comment…..and thanks for your Guidance as a “true friend”.
   DR. CHANDRAVADAN

   જવાબ આપો
 • 6. ishvarlal r. mistry  |  માર્ચ 25, 2011 પર 5:09 પી એમ(pm)

  Very nice poem about Husband and Wife, like mentioned we come together by God”s wish and donot worry about future, keeep doing what you have to do in this life and we will depart as God’s wish.Let us live happily as Husband and wife. It is very important.

  Ishvasrbhai R. Mistry.

  જવાબ આપો
 • 7. Dilip Gajjar  |  માર્ચ 25, 2011 પર 7:13 પી એમ(pm)

  સુંદર સંવાદ છે કવિતાનો ..પતિ પત્નીનો ..આજકાલ પાંચ મિનીટ પણ સંવાદ નથી રહેતો પરિણામે વૈમનસ્ય સરજાય તેમાં આશ્ચર્ય નથી ..

  જવાબ આપો
 • 8. Capt. Narendra  |  માર્ચ 25, 2011 પર 8:56 પી એમ(pm)

  મધુર ભાવનું આ સરળ કાવ્ય ગમ્યું.
  જીવનસંધ્યાના ઓળામાં પતિ-પત્નીના આ સંવાદનું ગાંભીર્ય ખુબ જચ્યું.

  જવાબ આપો
 • 9. Ramesh Patel  |  માર્ચ 26, 2011 પર 2:16 એ એમ (am)

  સંસારની મહા કથાના આ બે પાત્રોની સંવાદિતા જ પ્રભુ ચરણે રમવા પ્રેરે છે.
  સરસ ભાવો વ્યક્ત થયા છે.સુશ્રી પ્રગ્ય્નજુ બહેનની વાત પણ સરસ ભાવોથી વહી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 10. DR.Kamlesh Prajapati  |  માર્ચ 26, 2011 પર 7:06 એ એમ (am)

  Kaka
  Both the poem are very good. HOLE IN CLOUD and PATI ane Patni. It is wonderful creation by you. I dont know how you got the idea immediately and write down some thing. I believe that some extra hidden creativity you got from GOD>
  THANKS

  જવાબ આપો
 • 11. Arvind Adalja  |  માર્ચ 26, 2011 પર 8:19 એ એમ (am)

  સરસ કાવ્ય ! પતિ-પત્નીના સંવાદે સંસારનું ગાંભીર્ય વ્યકત કર્યું. અભિનંદન !

  જવાબ આપો
 • 12. P U Thakkar  |  માર્ચ 26, 2011 પર 10:14 એ એમ (am)

  આ જીવન સતત જ છે. તેમાં આ દેહને ક્યાંક મૃત્યુ તો આવવાનું જ.

  ભલેને જીવન સતત રહે. આત્મા સતત રહે.

  પણ આ ભૌતિક જગત અને આપણા ‘સરાઉન્ડીંગ’ તો આ દેહના મૃત્યુ પછી ગુમાવવાના જ ને?

  જ્યારે મૃત્યુ આવશે ત્યારે આ બધાનો વિયોગ સાલશે તો ખરો જ ને ?

  જ્યારે ખરેખર મૃત્યુ થતું હશે ત્યારે શું થતું હશે તે તો ભગવાન જાણે.

  પણ તે વખતે આ બધુ ગુમાવવું પડશે; એવો વિચાર અત્યારે આવવો તો સ્વાભાવિક જ છે ને ?

  પતિ-પત્નિએ છૂટા પડવાનું આવશે જ. બંને એક સાથે તો જવાના નથી. એ સજા તો ભોગવવાની જ.

  દુનિયા બનાનેવાલે કાહેકો દુનિયા બનાઇ ? કાહે બનાયે તૂને માટીકે પૂતલે? —પ્રીત પણ આપી અને વિયોગ પણ….

  આ સચ્ચાઇ જ છે..ચંદ્રવદનભાઇ આપ દ્વારા રચિત આ સંવાદ ઘણું બધુ કહી જાય છે.

  જવાબ આપો
  • 13. chandravadan  |  માર્ચ 26, 2011 પર 1:19 પી એમ(pm)

   સ્નેહી પ્રવિણભાઈ,

   આમ તો તમારી વાટ જોતો હતો….અને મનમાં શ્રધ્ધા હતી કે તમે આવશો.

   તમે પધારી, આ પોસ્ટ માટે બે પ્રતિભાવો આપ્યા..અને આગળ પ્રગટ થયેલી

   પોસ્ટ માટે પણ એક પ્રતિભાવે….સુંદર શબ્દો માટે ખુબ ખુબ આભાર !

   તમારા શબ્દોમાં તમારા ઉંડા વાંચન તેમજ ભક્તિના દર્શન થાય છે.

   મારૂં ભાષાજ્ઞાન અલ્પ..ફક્ત હ્રદયના ભાવો શબ્દોમાં મુકવા મારા પ્રયાસો રહે છે.

   તમોને મારૂં લખાણ ગમ્યું તે મારા માટે ખુબ જ છે…..અને તમે પધારી અન્ય

   પ્રતિભાવો વાંચતા, પ્રજ્ઞાજુબેનના પ્રતિભાવ માટે પણ “બે શબ્દો” લખ્યા તે માટે પણ

   આભાર !

   ફરી જરૂર પધારજો !

   >>>>ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 14. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  માર્ચ 26, 2011 પર 2:05 પી એમ(pm)

  nice…….. liked it . may be ……
  જન્મોજન્મના ઋણાનુબંધ કોઈ હશે,
  તેથી તારીને મારી સાચી યારી હશે.
  સુંદર સ્નેહભરી પ્રીતી નિરાળી હશે,
  નિર્મળ પ્રેમે સંગની વૃત્તિ સુહાની હશે. ……….. continue reading on …
  https://piyuninopamrat.wordpress.com/2011/02/11/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8/

  જવાબ આપો
 • 15. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  માર્ચ 26, 2011 પર 5:41 પી એમ(pm)

  ડૉ.ચન્દ્રવદન સાહેબ

  ખુબજ સરસ સંવાદ છે, સાહેબ

  પતિ અને પત્ની તો સંસારરૂપી રથના બે પૈડા છે, સાહેબ

  કિશોરભાઈ

  જવાબ આપો
 • 16. Bina  |  માર્ચ 26, 2011 પર 7:27 પી એમ(pm)

  ખુબજ સરસ સંવાદ છે નો ખુબજ સરસ સંવાદ છે

  જવાબ આપો
 • 17. અશોક મોઢવાડીયા  |  માર્ચ 27, 2011 પર 11:06 એ એમ (am)

  “ચિન્તા-મુક્ત રહી, કરીશૂ કર્તવ્ય પાલન આ જીવનમાં,
  પુરૂષ્રાથ, પ્રભુશ્રધ્ધાનો સહારે, જીવીશું આ જગમાં,”

  વાહ ! વાહ ! સાહેબ. આ સુંદરભાવ સૌના દાંપત્યમાં પ્રક્ટે તેવી અભ્યર્થના.

  જવાબ આપો
 • 18. sapana  |  માર્ચ 28, 2011 પર 2:44 એ એમ (am)

  રથના બે પૈડા છે પતિ પત્નિ અને આવાં સંવાદો અથવા થોડાં ફેર્ફાર કરીને સંવાદો દરેકના જીવનમાં થતા હોય છે

  અરે, પ્યારી, મ્રુત્યુનો ડર કદી ના રાખીશ તું,

  મ્રુત્યુ પછી શું વિચારો એવા કદી ના લાવીશ તું, “
  હા ક્યારેક બસ થાય આ સાથ આમ છૂટી જશે…અને મોતના વિકરાળ પંજામાં બેમાથી એક ઝડપાશે…મારી બહેન એકલી થૈ ગઈ અલ્લાહ પાસે દુઆ કરુ કે મને પહેલા ઉઠાડજે..
  સપના

  જવાબ આપો
 • 19. pravinshah47  |  માર્ચ 28, 2011 પર 2:33 પી એમ(pm)

  પતિ-પત્નીના પ્રેમની સરસ વાત
  પ્રવીણ શાહ

  જવાબ આપો
 • 20. પરાર્થે સમર્પણ  |  માર્ચ 29, 2011 પર 4:36 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  થોડો મોડો પડ્યો છું પ્રતિભાવમાં તો માફ કરશો .

  પુરૂષ્રાથ, પ્રભુશ્રધ્ધાનો સહારે, જીવીશું આ જગમાં,

  અરે, પ્યારી, મ્રુત્યુનો ડર કદી ના રાખીશ તું,

  મ્રુત્યુ પછી શું વિચારો એવા કદી ના લાવીશ તું, “

  નથી પતિ શબ્દો હવે, અને છે શાન્તી બહાર હવામાં,

  પતિ પત્ની મિલન નિહાળી,છે શાન્તી ચંદ્ર હૈયામાં

  રથના બે પૈડા નો રસમય સવાદ કાવ્ય રસમાં ઝર્યો છે
  સાથે પ્રજ્ઞાજુ બહેન અને આદરણીય દાવડા સાહેબના અતિ
  મહત્વના અભિપ્રાય ખુબ જ સુંદર છે.

  જવાબ આપો
 • 21. Valibhai Musa  |  માર્ચ 31, 2011 પર 6:12 એ એમ (am)

  સરસ મજાના શિલ્પની પસંદગી! ! પૂર્વ અને પુન: એવા જન્મોની વાતને અવગણીને વર્તમાનમાંજ જીવનનો આનંદ માણવાની ભાવના આ પંક્તિમાં પ્રગટ થાય છે :

  “ચિન્તા-મુક્ત રહી, કરીશૂ કર્તવ્ય પાલન આ જીવનમાં,
  પુરૂષ્રાથ, પ્રભુશ્રધ્ધાનો સહારે, જીવીશું આ જગમાં”

  તમારી નિખાલસતા તમારી પ્રત્યુત્તર કોમેન્ટના આ શબ્દોમાં પ્રગટે છે.:

  “મારૂં ભાષાજ્ઞાન અલ્પ..ફક્ત હ્રદયના ભાવો શબ્દોમાં મુકવા મારા પ્રયાસો રહે છે”

  કાવ્ય મીમાંસાની વાત કરીએ તો કોઈ કાવ્યોમાં શબ્દ હોય છે, પણ ભાવનો અભાવ વર્તાતો હોય છે; તો વળી ક્યાંક માત્ર ભાવ જ હોય, યોગ્ય શબ્દોની ઉણપ વર્તાતી હોય છે. પરંતુ, તમારી રચનાઓમાં ભાવ તો ભારોભાર ભરેલો હોય છે જ,પણ સાથે સાથે શબ્દચમત્કૃતિ પણ જોવા મળે છે.

  આવી ભાવવાહી સરસ રચનાઓ આપતા રહેશો. ધન્યવાદ.

  જવાબ આપો
 • 22. praheladprajapati  |  એપ્રિલ 1, 2011 પર 12:55 એ એમ (am)

  બહીજ સરસ ,
  ચંદ્રવદન ભાઈ, પત્ની નાં પ્રેમની,અને ફરજ ની ,આહુતિ વાચવા મળી

  અર્ધાગીના સહારે જ આ જીવન પથ કપાય છે
  અદ્રશ્ય,સેવાનું,જ્ઞાન ,તેની ઘેર હાજરીમો થાય છે

  જવાબ આપો
 • 23. chandravadan  |  એપ્રિલ 1, 2011 પર 12:12 પી એમ(pm)

  સૌ પધારેલા મહેમાનો,

  આ પોસ્ટ માટે કુલ્લે ૨૨ પ્રતિભાવો મળ્યા, અને તેમાંથી મારા પ્રતિભાવો બાદ કરતા,
  કુલ્લે ૧૯ પ્રતિભાવો…અને એક વ્યક્તિ તરફથી( પ્રવિણભાઈ ઠક્કર ) તરફથી બે ગણતા, કુલ્લે
  ૧૭ વ્યક્તિઓ તરફથી “બે શબ્દો” જાણવા મળ્યા…સાથે સાથે, ૯ મહેમાનોએ “LIKE”ક્લીક કરી,
  તેમાંથી એક મહેમાન ( શકીલ મુનશી )એ પ્રતિભાવરૂપી શબ્દો લક્યા ના હતા…
  પણ હું તો સૌ મહેમાનોને “આભાર” દર્શાવવાની આ તક લી રહ્યો છું.
  તો….પ્રજ્ઞાજુબેન વ્યાસ….પ્રવિણભાઈ ઠક્કર…..ભરત ચૌહાન….સુરેશ જાની…..ઈશ્વરભાઈ મિસ્રી….
  કેપ્ટન નરેન્દ્ર…..રમેશભાઈ પટેલ….કમલેશ પ્રજાપતિ…..અરવિન્દભાઈ અડાલજા….પારૂ ક્રુષ્ણકાન્ત….
  કિશોરભાઈ પટેલ…..બીના ત્રિવેદી…..અશોક મોઢવાડીયા…..સપનાબેન….ડો. પ્રવિણ શાહ….
  ગોવિન્દભાઈ પટેલ..વલીભાઈ મુસા……પ્રહલાદભાઈ પ્રજાપતિ……..અને ના ભુલાય શકીલભાઈ મુનશી.
  સૌને મારા આનંદભર્યા “આભાર”.
  અને જરૂરથી ફરી પધારી “બે શબ્દો” ભર્યો ઉત્સાહ આપવા વિનંતી !
  >>>ચંદ્રવદન

  Thanks to all who had read this Post….and those who had taken the time to post their Comments for this Post !
  Dr. Chandravadan Mistry

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,822 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: