“ખુલ્લી આંખનાં સપનાં”ની કહાણી

નવેમ્બર 7, 2010 at 7:51 પી એમ(pm) 12 comments

 

with sign
“ખુલ્લી આંખનાં સપનાં”ની કહાણી
સુનો સુનો ઓ સાહિત્યકારો !
સુનો સુનો ઓ કાવ્યપ્રેમીઓ !
આ છે “ખુલ્લી આંખનાં સપના”ની કહાણી,
ધીરજ રાખી સાંભળજો, આ રે કહાણી !……..(ટેક)
“ખુલ્લી આંખનાં સપનાં” છે એક પુસ્તક ન્યારી,
રચનાકાર બનુમા વિજાપુરા છે “સપના” પ્યારી,
ગઝલો અને કાવ્યો છે એના પાને પાને,
વાંચી વાંચનાર ખુબ આનંદ હૈયે લાવે !……સુનો સુનો….(૧)
માતપિતા, પતિ-દીકરો છે સપના-યાદમાં,
“મહક”,”સિરાજ”,”અહમદ” “બેદાર”અને”ક્રુષ્ણ”, “દિલીપ” સાથમાં,
છે “લતા”, “તુરાબ”, સાથે છે પતિ શરીફ અને દીકરો શબ્બીર,
આ સૌના હૈયેથી વહે છે શબ્દોરૂપી ‘વખાણ-નીર કબીર “!……સુનો સુનો….(૨)
વેબસાઈટની વાતો કરી, અનેકને આભાર આપી,
શબ્દોરૂપી “સપના પ્રસ્તાવના” પુરી કરી,
લાવે સપના અનુક્રમણીકાના પાને સૌને,
કુલ્લે એંસી રચનાઓ અર્પણ કરી છે સૌને !…….સુનો સુનો…..(૩)
“લીલી ડાળ”નામે જેની શરૂઆત છે સાજી,
“પ્રીતનું પાન” રૂપી યાદ કરે એ તાજી,
“ગીત લખું “નામે કંઈક છે સપના- શબ્દો,
અને, “શ્યામના સપના”માં રંગે શ્રી ક્રુષ્ણને સપના-શબ્દો !….સુનો સુનો…..(૪)
“તારા વગર”રચનામાં સપના તો  વિચારો કરે,
“કુંડાળા થયા”માં આંસુઓ સપના નયને વહે,
“કારણ”માં કારણો શોધતી સપના છે બાવરી,
“મજબૂર તું પણ છે”કહી સપના થઈ સાવરી !…..સુનો સુનો…..(૫)
“શહેર છે”માં દીલ એનું ખુલ્લુ કરી,
“હેડકી”માં એના ભાવો શબ્દોમાં લખી,
“ધડકન વધે”ના કાવ્યમાં હ્રદયવિચારો જાણ કરી,
“કોને છે ખબર”માં પ્રશ્ર્નો અન્યને પૂછી શાંતિ માણી !…..સુનો સુનો….(૬)
“સ્મરણો લાવશે”માં હવા, ફુલ, સાંજ અને રાતને સમાવી,
“કણી”ના કાવ્ય-સ્વરૂપમાં પડછાયાને સમાવી,
“પાનખર”ના વિચારે સપનાનું જીવન જગતમાં વહે,
અને, “નાટક”કાવ્યમાં એ તો માનવીઓને ચેતવણી ધરે !….સુનો સુનો….(૭)
“મારા માનીતા પપ્પા”ને કાવ્યમાં યાદ કરતા,
“રટણ કર્યું ?”ના પ્રશ્ર્ને પ્રભુ સાથે વાતો કરતા,
“સગપણ રહ્યું ના”કાવ્યમાં વેદનાઓ ભરી,
“અપકાર છે”માં ગુનાઓની કબુલાત કરી !…..સુનો સુનો…..(૮)
“ઈદનો ચાંદ”કાવ્યમાં ખુદાની વાટ જોતા,
“ઈદ છે” કાવ્ય ઉચ્ચારમાં રામ-અલ્લાહને નિહાળતા,
“પહેરા હોય છે”કાવ્યશબ્દોમાં શોધ્યા ઈશ્વરને ભુખ્યા બાળમાં,
“સ્પર્શી લઉં છું”કાવ્ય રચી સપના છે પ્રભુના હાથમાં !…..સુનો સુનો….(૯)
“ખુદાને”માનવભાષામાં કંઈક સમજવા પ્રયાસો કરી,
“સહી ક્યાં છે “ના કાવ્યમાં પોતે જ ખુદાને શોધી રહી,
“ફળી ગઈ”કાવ્યમાં ભુલો સુધારવા જાતા,અધર્મમાં એ ભળી
“શ્વાસમાં”ના શબ્દો લખી સૌથી છુટી એ પડી !….સુનો સુનો…..(૧૦)
“અવકાશ છે”ના કાવ્યમાં પ્રેમ મીઠાશ ભરી,
“બંધાતી જાઉં છું “કહી, પ્રેમ સબંધે બંધાતી,
“ખબર પડે ના”કાવ્યે ખુદાના ગુંણલા ગાતી,
“નામ છે “કાવ્ય-શબ્દોમાં જગતમાં જીવવા સપનાને ચાવી મળી !…..સુનો સુનો ….(૧૧)
“મારા સમ છે” કહી સપના એનો સંગાથ માંગે,
અને, “ધારા સુધી”કાવ્ય-શબ્દોમાં ઈશારાઓ કરે,
“લૂટ્યું છે” કહી, કિસ્મતનો વાંક  નિહાળી,
“ગળતી હશે”રચનામાં એણે યાદમાં આશાઓ ભરી !…..સુનો સુનો….(૧૨)
“આકાર ક્યાં છે ?” પ્રશ્ર્નરૂપી રચનામાં પ્રભુને પુછતા,
“એક વાત કહું? “પ્રશ્ર્નરૂપી જવાબમાં સમજણ એની કહેતા,
“કબર મળશે”ના વિચારે, કોઈનો સાથ માંગી રહી,
“ચાહત થાય ના” કાવ્યમાં મહોબતના શબ્દોમા સપનાને શાંતી હતી !….સુનો સુનો…(૧૩)
“ભુલાવું શું ?”રચનામાં હ્રદય-આતમાની વાત કરતા,
“પ્રેમની તારી નજર”કરી સપના પ્રેમ ઝરણે ન્હાતા,
“આજના દિવસે”માં મિત્રતાના ભાવો પ્રગટ કરી,
“ખળખળ થયું”માં પ્રેમ્ઝરણામાંથી સપના નદી બની !…સુનો સુનો….(૧૪)
“સપના”નામે કાવ્ય રચના લખે તો હોય શક્ય ખુલ્લી આંખે,
અને, વિરહની પળોમાં તો જરૂર “વરસાદ ગાજે”,
“હીંચકો”નામની રચનામાં એ હીંચકે ઝુલે,
એક બીજાને શોધવા, “સંતાકૂકડી”રમત કાવ્ય-શબ્દોમાં રમે !….સુનો સુનો…(૧૫)
“શબ્દોના મહેલ”માં રહી,કાવ્યને સપનું બનાવી,
“ઈશ્વરની શોધ”માં કુદરતને જગતમાં નિહાળી,
“ઘર ઘર રમીએ”માં બચપણની યાદ તાજી કરી,
“એક નામ”લોહી કે બરફમાં લખી, સપનાએ ફરી ખુશી અનુભવી !…સુનો સુનો….(૧૬)’
જે “જડી બુટ્ટી”બોટલમાં સપનાએ રાખી એ હતી પ્રેમની,
“સ્વર્ગ અને નરક”કહાણી છે દેહ અંદર અને બહારની,
“ભવિષ્ય” શું હશે એવું વર્ણન કર્યું કાવ્ય શબ્દોમાં,
અવિશ્વાસ તોડવાની સમજ મુંકી “કાચની દીવાલ”માં !….સુનો સુનો…..(૧૭)
“પરફેક્ટ સ્ત્રી”ના કાવ્યે બધા જ સ્ત્રી સ્વરૂપો નિહાળી,
“માત્રુ સ્પર્શ”કાવ્યે બચપણની યાદ તાજી કરી,
“પ્રિતમ સ્પર્શ”કાવ્યે જીવનસાથીને યાદ કરી,
“પુત્ર સ્પર્શ”કાવ્યમાં દીકરાના આવકારની માત-ખુશી હતી !…..સુનો સુનો….(૧૮)
“એક ઓરડો આપો”કાવ્યમાં કલમ, કાગળ, પ્રેમ અને કલ્પનાની માંગણી,
ખુશીઓ અને દુઃખોના ઢગલારૂપે સપના શબ્દો હતા “શાણી કાગડી”,
“ઢોંગી”માં હાથની રેખા વાંચવાની વાત હતી,
“અનિશ્વિંત સપના” પ્રભુની સહાય માંગતી જગતની સપના હતી !…સુનો સુનો….(૧૯)
“સ્વપ્ન”કાવ્યમાં માંગ્યું ખુબ જ શબ્દ-વિચારોમાં,
“કણ કણમાં તું ” રચના કરી, શોધી રહી એ પ્રભુને કણ કણમાં,
“મોબાઈલ”માં પ્રભુ અવાજ સાંભળવા આતુરતા બતાવી,
“તારી યાદ”માં કુદરતની દુનિયા નિહાળી, સપના શબ્દોથી ભીંજાઈ !…સુનો સુનો….(૨૦)
“યાદોના મોતી”માં અવગુણો ફેંકી, ગુણ ભરેલા મોતી વીણી,
“યાદ”કાવ્યમાં છે સપના અશ્રુઓ ભીની,
“મોત” ને સ્વજનોમાં નિહાળી ખુદાની પાયે પડી,
“એક સ્ત્રી”ના પતિની દુરતામાં રૂદન કરતી સપના વ્યાકુળ હતી !….સુનો સુનો….(૨૧)
“છેલ્લું ડગલું “કાવ્યમાં મોતને મંજીલ ગણી,
“અમીવર્ષા”માં સુના આંગણના મહેકની વાત કહી,
“દોડતા માણસો”માં જગતના માનવીઓની વાત હતી,
“કાંટાળો માર્ગ”માં સપના તો પ્રીતના પંથે સાહેબા સાથે હતી !….સુનો સુનો ….(૨૨)
“શબ્દો”માં પ્રેમ-પુષ્પોરૂપી શબ્દો ભરી,
“હૈયાની વાત”કાવ્યે સપનાએ હૈયું હલકું કરી,
“યાદ ના લાવજો”કાવ્યે ખુશ રહેવાનો સંદેશો સૌને દઈ,
અંતે, પ્રેમનું બળતું “કોડીયું” બની, સપના તો હંમેશ સપના રહી !….સુનો સુનો….(૨૩)
કાવ્ય રચના…ઓગસ્ટ ૧૮, ૨૦૧૦              ચંદ્રવદન

બે શબ્દો…

સપનાએ “ખુલી આંખનાં સપનાં” નામે એક ગઝલોની બુક જુન, ૨૦૧૦માં પ્રગટ કરી…એનો આનંદ મે સપનાના આજ નામના બ્લોગ પર દર્શાવ્યો……અને ત્યારબાદ, સપનાએ એ પ્રગટ કરેલી બુક મને પ્રસાદીરૂપે પોસ્ટથી મોકલી. એ વાંચી ખુબ જ આનંદ થયો. અનેક સુંદર ગઝલોથી ભરપુર આ પુસ્તક વિષે હું કેવી રીતે કહું ??….આ સવાલ મનમાં થયો !….પ્રભુ પ્રેરણાથી બધી જ ગઝલોના નામો ચુંટી એક રચના કરી….આ શક્ય થયાને થોડો સમય થઈ ગયો. ત્યારે “હેલ્થ”ની પોસ્ટ પ્રગટ કરી રહ્યો હતો એથી નિર્ણય લીધો કે જ્યારે  આ “હેલ્થ”ની પોસ્ટો પુરી થાય ત્યારબાદ, આ રચના મારા બ્લોગ પર હશે….તો, આજે તમે એ વાંચી રહ્યા છો. ….પણ ખરો આનંદ તો તમે પુરી ગઝલો વાંચો ત્યારે જ હોય શકે !
આ પુસ્તક વેચાતી મળી શકે છે …ભારતમાં “ડીસટ્રીબ્યુટર” અમદાવાદમાં છે જેનો ટેલીફોન છે>>>>૦૭૯. ૨૨૧૧૦૦૮૧.
આ પુસ્તક માટે વધુ માહિતી માતે સપનાબેનનો ઈમેઈલ છે….sapana53@hotmail.com
અને હા, હવે આ પોસ્ટ વાંચી, તમે કાઈ કહેશો ?
અછંદ રચનાનો સ્વીકાર કરી, વાંચી તમે “બે શબ્દો” લખશો તો એ વાંચી મારા હૈયે ખુશી હશે !
>>>ચંદ્રવદન 

FEW  WORDS

Today is the Day  for the Publication of this Post !
By the time the Posts on HEALTH were completed, I came to Australia….Now, in November 2010 I am able to publish this Poem in Gujarati, informing you all of the Book of Gazals that was published by SAPANA from U.S.A. in June 2010.
Some of you had known about this book from Sapana’s Blog OR from another Blogs. Or….may be some of you had the opportunity to read this book.
I hope you read this Post. Your view as your COMMENT appreciated !

DR. CHANDRAVADAN  MISTRY

Advertisements

Entry filed under: કાવ્યો.

દિવાળી ઉત્સવ ! નરેન્દ્રભાઈને અંજલી !

12 ટિપ્પણીઓ Add your own

  • 1. Ramesh Patel  |  નવેમ્બર 7, 2010 પર 8:50 પી એમ(pm)

    સપના બેન વિશેની આ બ્લોગ પોષ્ટ સુંદર અને ભાવ ભરી છે. દિવાળીના ઉમંગને બેવડાવતી
    સરસ કાવ્ય રચના કવિત્ત્વ શક્તિનું ઘણું બધુ સરસ રીતે નિરુપણ કરે છે. સપનાબેનની ગઝલોમાં પોતિકો અંદાજ છે અને માણવી ગમે તેવી છે.ખૂબ ખૂબ અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 2. sapana  |  નવેમ્બર 7, 2010 પર 11:03 પી એમ(pm)

    પ્રિય ચંદ્રવદનભાઈ,
    હું વિસ્મયતામાં ડૂબી ગઈ છું.આજની આ પોષ્ટ વાંચીને..મારાં મનનું અને મારી ગઝલોનું પૃથકરણ મારાં કરતાં પણ સરસ રીતે કર્યુ છે.તામારાં ગીતે મારી ગઝલો ને આવરી લીધી છે.આભાર માનીને એની મહ્ત્તા ઓછી નહી કરું.તમારી બુક ભક્તિભાવના ઝરણા વાંચુ છું..તમારી લેખનશક્તિ પર અને ભાવના ઉપર ખરેખર ગર્વ કરવાં જેવો છે..ગુજરાતીઓએ..મારાં બધાં મિત્રોને આમંત્રણ આપીશ આ બ્લોગમાં આવી ને પ્રતિભાવ આપવાં માટે !!તમારી હેલ્થની ટિપ્સ તો લાજવાબ હોય છે….
    સપના

    જવાબ આપો
  • 3. pragnaju  |  નવેમ્બર 8, 2010 પર 12:10 એ એમ (am)

    બહુ સુંદર ગઝલો બદલ અભિનંદન

    આમા વધુને વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ

    જવાબ આપો
  • 4. Harnish Jani  |  નવેમ્બર 8, 2010 પર 1:00 પી એમ(pm)

    ડોક્ટર સાહેબ-બહુ સુંદર રસ દર્શન- પુસ્તક વાંચવાની ઇચ્છા થઇ- હવે તમે તમારા બ્લોગમાં નવા પુસ્તકોનો પરિચય કરાવવાનો રાખો-

    જવાબ આપો
  • 5. Dilip Gajjar  |  નવેમ્બર 9, 2010 પર 5:56 એ એમ (am)

    ખુબ જ ભાવસભર અભિવ્યક્તિ છે આ પોષ્ટ્માં…કાવ્ય્માં અગાઘ વર્ણન..
    સપનાજીની ગઝલો તાજગીસભર છે..ગુજરાતી મહેક છે અને વિવિધભાવોથી ભરપુર છે..મને’ખુલી આંખના પુસ્તક’ આ પુસ્તક સર્જન માં ભાગીદાર થવા મળ્યું તે મારુ સદ્ભાગ્ય છે ..તેઓ સારા વિચાર અને ગુણો ધરાવનાર સન્સકારી ઉમદા વ્યક્તિત્વના છે..
    તેમને પુનઃ અભિનન્દ્ન.

    જવાબ આપો
  • 6. Capt. Narendra  |  નવેમ્બર 9, 2010 પર 11:17 એ એમ (am)

    વાહ, જેટલો પરિચય સુંદર એટલી જ સુંદર ગઝલની પંક્તિઓ! સૌંદર્યની ખાણનો દરવાજો ખોલવા માટે અાપનો હૃદયપૂર્વક આભાર.

    જવાબ આપો
  • 7. pravina  |  નવેમ્બર 9, 2010 પર 9:37 પી એમ(pm)

    Very nice Gazals, keep up the good work Sapana

    જવાબ આપો
  • 8. himanshupatel555  |  નવેમ્બર 10, 2010 પર 1:29 એ એમ (am)

    ખુબ જ ચીવટ પૂર્વક તમે પુસ્તકની નોંધ લીધી છેઅને તે પણ કાવ્યાત્મક, તમારો પ્રયત્ન બહુ જ ગમ્યો.

    જવાબ આપો
  • 9. અક્ષયપાત્ર/Axaypatra  |  નવેમ્બર 10, 2010 પર 6:44 પી એમ(pm)

    આપની કદરદાની અને સપનાની ગઝલો બેઉ લાજવાબ છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ આપને અને સપનાબેનને.

    જવાબ આપો
  • 10. Valibhai Musa  |  નવેમ્બર 18, 2010 પર 6:52 એ એમ (am)

    મુરબ્બીશ્રી ચન્દ્રવદનભાઈ,

    “‘ખુલ્લી આંખનાં સપનાં’ની કહાણી” એક મનનીય રચના છે.

    આમેય સપનાજીનો ‘ખુલ્લી આંખનાં સપનાં’ ગઝલસંગ્રહ એક મુલ્યવાન જણસ સમાન તો છે જ અને તેને આપે ગીફ્ટ આર્ટિકલના આકર્ષક પેકીંગની જેમ પોતાની કાવ્ય રચનામાં સમાવિષ્ટ કરીને એક નજરાણાની જેમ વાંચકો સામે પેશે ખિદમત કરેલ છે તે બદલ આપને ધન્યવાદ.

    આપની આ કાવ્યમાંની કવનશૈલીએ મારા એક ભ્રમને દૂર કર્યો છે. અન્ય મારા જેવા કેટલાયના બાલ્યકાળમાં એક કોયડાએ સૌને ગૂંચવ્યા હશે કે ‘બીજ પહેલું કે વૃક્ષ પહેલું?’ બસ આવો જ મૂંઝવતો અન્ય એક કોયડો મારા અનુસ્નાતકના અભ્યાસકાળે એટલે કે ચાલીસેક વર્ષ પહેલાં મારા મનમાં ઘર કરી ગએલો, જ્યારે અમારા ગુજરાતીના વિદ્વાન અધ્યાપકશ્રીએ ‘ગદ્ય પહેલું કે પદ્ય પહેલું?’ ના પ્રશ્નનો પ્રત્યુત્તર આપેલો કે ‘પદ્ય પહેલું!’. વળી, આટલેથી ન અટકતાં એમણે તો એટલા સુધી કહેલું કે લોકો પોતાના વ્યાવહારિક વાતચીતના પ્રસંગોમાં પણ પદ્યનો જ ઉપયોગ કરતા, ત્યારે એ વાત ગળે ઊતરી ન હતી. મૂંઝવણનું કારણ એ કે કોઈ સામાન્ય વક્તા પોતાના મનના ભાવોને પદ્યમાં કેવી રીતે અસરકારક રીતે વ્યક્ત કરી શકે!

    બસ, આટલાં વર્ષો બાદ ચન્દ્રવદનભાઈ આપની આ રચના થકી મારી એ મૂંઝવણનું સમાધાન થઈ ગયું!

    વળી સવિશેષ આનંદ તો એ બાબતે છે કે સપનાબહેનનાં કેટલીક ગઝલોનાં શીર્ષકોને એવી આબેહૂબ રીતે આપે પોતાની કાવ્ય પંક્તિઓમાં ગૂથ્યાં છે કે તેના માટે તો ‘બેમિસાલ’ શબ્દ પ્રયોજીએ તો પણ એ અપર્યાપ્ત જ રહે!

    ફરી એક વાર ધન્યવાદ આપ સપનાબહેન અને ચન્દ્રવદનભાઈ ઉભયને.

    સ્નેહાધીન,

    -વલીભાઈ

    જવાબ આપો
    • 11. chandravadan  |  નવેમ્બર 18, 2010 પર 10:22 પી એમ(pm)

      વલીભાઈ,

      ઘણા સમય બાદ, તમે “ચંદ્રપૂકાર” પર પધારી, “ખુલ્લી આંખના સપના”ની પોસ્ટ માટે “બે શબ્દો” લખ્યા તે માટે ખુબ ખુબ આભાર !

      તમોએ તમારી “મૂજવણ સમાધાન”દર્શાવી, મને જે “ધન્યવાદ”આપ્યો તે મેં તમારા “આશીર્વાદ/શુભેચ્છા”રૂપે સ્વીકાર કર્યો છે !

      ખરૂં કહું તો સપનાબેનના શબ્દોને વીણીને મેં ફરી પ્રગટ કર્યા છે…એથી, એ “ધન્યવાદ”ના હક્કદાર ખરેખર સપનાબેન જ છે !

      આ પ્રમાણે મેં જવાબરૂપે લખ્યું……અને પ્રગટ કરતો હતો અને નીચે સપનાબેને “પ્રતિભાવ” વાંચ્યો !

      મારી વાચા બંધ થઈ ગઈ !

      સપનાબેને લખ્યું કે “પતિ દંગ”થઈ ગયા હતા….શરીફભાઈને મારા વંદન !

      જગતમાં માનવીને જે “ઉપકાર” મળે તેનો “દાતાર” ફક્ત એક જ છે…એ છે પ્રભુ !… હું એવા ઉપકાર માટે યોગ્ય છું કે નહી એ હુ ના જાણું

      પણ….જો થોડો હક્કદાર હોય શકું તો એના ભાગીદારો છે……વલીભાઈ તમે….અને સપનાબેને ..અને શરીફભાઈ. !

      તમે સૌએ મને ઘણો જ “ઉત્સાહ” આપ્યો છે….ભાષા-લખાણમાં થતી મારી ભુલોને ના ગણી, મારા “હ્રદયભાવો”સ્વીકારી મને “બે શબ્દો”

      લખતા રહ્યા છો. આભાર !>>>>>>>>>ચંદ્રવદન

      જવાબ આપો
  • 12. sapana  |  નવેમ્બર 18, 2010 પર 9:17 પી એમ(pm)

    ચંદ્રવદનભાઈ તથા વલીભાઈમ
    આપનો ખૂબ ખૂબ આભાર!વલીભાઈ તમારી વાત સાવ સાચી છે..મારી એક એક ગઝલ વણીને જે કાવ્ય ચંદ્રવદનભાઈ બનાવ્યું એ બેમિસાલ છે એના માટે ચંદ્રવદનભાઈની ઉપકારી રહીશ,,મારાં પતિ પણ વામ્ચીને દંગ રહી ગયાં અને મને કહે તારાં કરતાં તો ચંદ્રવદનભાઈએ વધારે મહેનત કરી…આભાર..
    સપના

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 175 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 272,662 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: