ચંદ્રભજન મંજરી (૮)….પ્રભુભરોસો ! …અને જુલાઈ ૪, ૨૦૧૦

July 7, 2010 at 2:08 pm 33 comments

 
 
 
 
 
 
 
 
 
 
 
 
Image and video hosting by TinyPic
 
 
 
 
 Image and video hosting by TinyPic
                      પ્રભુ ભરોસો
 
રાખો….
  
   હાં રે વ્હાલા, રાખો રે,
 
   પ્રભુજી પર ભરોસો રાખો રે….(ટેક)
 
ખાધી…..
 
   હાં રે વ્હાલા, ખાધી રે,
 
   પ્રભુજીએ વિદુરની ભાજી ખાધી રે,
 
                              રાખો… (૧)
પુર્યા….
 
   હાં રે વ્હાલા, પુર્યા રે,
 
   પ્રભુજીએ દ્રૌપદીના ચીર પુર્યા રે,
 
                                  રાખો… (૨)
પીધા….
 
   હાં રે વ્હાલા, પીધા રે,
 
   પ્રભુજીએ મીરાનાં ઝેર હળાહળ પીધા
 
                                    રાખો…(૩)
ચુકવી…
 
    હાં રે વ્હાલા, ચુકવી રે,
 
    પ્રભુએ મહેતા નરસૈયાની હુંડી ચુકવી રે,
 
                                     રાખો… (૪)
બુજાવી….
 
     હાં રે વ્હાલા, બુજાવી રે,
 
       પ્રભુજી એ ચંદ્રનાં દીલડાની આગ બુજાવી રે,
 
                                      રાખો… (૫)
કાવ્ય રચના
 
સપ્ટેઁમ્બર ૨૧,૧૯૮૮
 
 
 

બે શબ્દો…

આજનો દિવસ એટલે શુક્રવાર, જુલાઈ,૨,૨૦૧૦નો શુભ દિવસ !….આજે જેઠ વદ,છેઠ (૬)૨૦૬૬નો શુભ દિવસ !
 
શા કારણે ?
 
આજે મારી ચોથી અને નાની દીકરી રૂપાના લગ્નનો “ગ્રહશાંતેક”નો શુભ દિવસ !……અને આવે રવિવાર જુલાઈ,૪,૨૦૧૦…અને જેઠ વદ, સાતમ(૭) એટલે મારી દીકરી રૂપાના લગ્નનો શુભ દિવસ !
 
આજનો દિવસ, અને રવિવારનો દિવસ મારા તેમજ મારા પત્ની કમુ માટે ખુબ જ આનંદના દિવસો !
 
આવી શુભ ઘડી માટે પ્રથમ તો પ્રભુજીને પાડ !…..અને,  અમારા બન્નેના માતા-પિતાઓ અને પુર્વજોના યાદ કરી, એમના આશિર્વાદો લેવાની શુભ ઘડી !
 
પ્રભુની ક્રુપા વગર કંઈ જ શક્ય નથી ! એવી મારી શ્રધ્ધા છે !……એથી, આ શુભ દિવસોને “પ્રભુ-પ્રસાદી”રૂપે નિહાળી, અમે પ્રભુને અંતરની પ્રાર્થના કરીએ કે…..”હે, પ્રભુ ! દીકરીના લગ્નનું આ અમારૂં કર્તવ્ય-પાલનરૂપી કાર્ય તું સારી રીતે પાર પાડજે !”…અને, પ્રભુ પાર પાડશે જ !…અને, એ માટે, અમે અનેક જાણી, અજાણી વ્યક્તિઓની “શુભેચ્છાઓ”ના પણ આભારીત છીએ !…અમારી વ્હાલી દીકરી રૂપા હંમેશા આનંદમાં રહે એવી અમારી પ્રાર્થના !
 
આવા, આનંદભર્યા દિવસે, “ચંદ્રપૂકાર”પર ભજનરૂપી પોસ્ટ હોય તો કેવું  ?
 
બસ, આ વિચાર સાથે, મારી પ્રગટ કએલી વિડીઓ કેસેટ “ચંદ્ર ભજનમંજરી”માંથી  છેલ્લું ભજન આજે એક વિડીઓ-પોસ્ટરૂપે મુંકતા, મારા હૈયે ખુબ જ ખુશી છે !……આજની પોસ્ટે  “પ્રભુભરોસો”નામે રચના છે,.જે પ્રભુ-પ્રેરણાથી જ તારીખ સેપ્ટેમ્બર, ૨૧, ૧૯૮૮ના દિવસે શક્ય થઈ હતી..જેને મેં મારી પ્રગટ કરેલી પુસ્તિકા “ભક્તિભાવના ઝરણા”માં મુકી હતી……..આજે, આ રચનાને પ્રસાદીરૂપે પીરસતા, હું મારા જ શબ્દો ફરી નિહાળૂં છું …..વિદુરજી….દ્રૌપદી….મીરા….અને નરસીહ મહેતાની યાદ તાજી થાય છે, અને બધા જ શબ્દોમાં મને મારી જ “પ્રભુશ્રધ્ધા”ના દર્શન થાય છે….અને, આજે સૌ માટે મારો એક જ સંદેશો છે>>>

તમે રાખો રે ભરોસો પ્રભુજી પર !

આશા છે કે મારા મારા આ કાવ્યરૂપી શબ્દોને જે સુર/સંગીત મળ્યું તે સાંભળી તમો સૌના હૈયે આનંદ હશે !,,,,અને,  આશા એટલી કે તમો પણ “ભક્તિપંથે” વ્ળો, અને તમ-જીવનને સુગંધીત બનાવો !
 
>>>>>ચંદ્રવદન.
 
FEW WORDS,….
 
Today it is JULY 7th 2010………This Post was prepared & was to be published on JULY, 4th 2010…..BUT, it is published today. I had been very busy with the preparation of  my youngest daughter RUPA to VIRAL. Thus, MISTRY & SHAH FAMILIES are united.
I was wondering how I can express my HAPINESS of this Event……then I remembered the last Bhajan of CHANDRABHAJANMANJARI…..PRABHU-BHAROSO……My heart danced with JOY ……And , you are now viewing this BHAJAN as a Post !
As this Post is published after the WEDDING of RUPA…..I express my JOY as with the GRACE of GOD the WEDDING EVENT was concluded WELL !!!
I hope you enjoy this Post !
 
CHANDRAVADAN

Entry filed under: ભજનો. Tags: .

૨૦૧૦ના વર્ષનો જુલાઈ મહિનો ! પરમેશ્વરની શોધ

33 Comments Add your own

  • 1. pragnaju  |  July 7, 2010 at 2:35 pm

    “તમે રાખો રે ભરોસો પ્રભુજી પર !
    આશા છે કે મારા મારા આ કાવ્યરૂપી શબ્દોને જે સુર/સંગીત મળ્યું તે સાંભળી તમો સૌના હૈયે આનંદ હશે !,,,,અને, આશા એટલી કે તમો પણ “ભક્તિપંથે” વ્ળો, અને તમ-જીવનને સુગંધીત બનાવો !”
    સુંદર વાત..સુંદર ભજન –ભાવવાહી ગાયકી
    .બીજી રીતે જોઈએ તો દરેક સંબંધ ભરોસા ઉપર જ નભે છે. આપણે અંગત વાત એવી વ્યક્તિને જ કરીએ છીએ જેના ઉપર આપણને ભરોસો હોય છે. ભરોસો ન હોવા જેવી વેદના બીજી કોઈ નથી. તમે ભરોસો ન મૂકી શકો તો પ્રેમ પણ ન કરી શકો. જે કોઈના ઉપર ભરોસો નથી મૂકી શકતો એ માણસ પોતે જ ડરતો રહેતો હોય છે. ભરોસો તૂટવાના ભયથી તમે જો કોઈ પર ભરોસો મૂકતા ડરતા હો તો સમજવું કે તમને તમારી જાત ઉપર જ ભરોસો નથી.

    Reply
  • 2. dhavalrajgeera  |  July 7, 2010 at 2:37 pm

    આવી શુભ ઘડી માટે પ્રથમ તો પ્રભુજીને પાડ !…..અને, અમારા બન્નેના માતા-પિતાઓ અને પુર્વજોના યાદ કરી, એમના આશિર્વાદો લેવાની શુભ ઘડી !
    Dear Chandra and Family,

    daughter RUPA married to VIRAL. Thus, MISTRY & SHAH FAMILIES are united.
    Stay connected and keep shining.

    Blessing from Geeta and Rajendra And Trivedi Parivar.

    Reply
  • 3. Capt. Narendra  |  July 7, 2010 at 3:11 pm

    આપનું સાદું, સરળ ભાવગીત ગમ્યું. જુના જમાનામાં એક મિત્રને ઘેર સાંભળેલું મરાઠી ભાવગીત “હરિ તો ભક્તિનો ભૂખ્યો છે,” યાદ આવી ગયું.
    દીકરીને સાસરે વળાવ્યા પછી હૃદયમાં ખાલીપો આવે તે સ્વાભાવિક છે. તેને ભક્તિ અને પ્રેમથી ભરી, તેના ભાવ રૂપે આ ભક્તિગીત અવતર્યું લાગે છે. અભિનંદન!

    Reply
  • 4. Valibhai Musa  |  July 8, 2010 at 2:21 am

    સ્નેહીશ્રી ચન્દ્રવદનભાઈ, કમુબેન અને પરિવાર સદસ્યો,

    અભિનંદન.

    હું અને મારાં કુટુંબીજનો રૂપા અને વિરલનાં શુભ લગ્ન બદલ મુબારકબાદી પાઠવીએ છીએ. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ઉભયનું લગ્નંજીવન સુખમય અને આબાદ બની રહો.

    જુલાઈ આખો માસ ચેરિટીના એક શુભ કાર્ય અર્થે અમારા ક્ટુંબ માટે વ્યસ્તતાપૂર્ણ હોઈ અમે અભિનંદન અભિવ્યક્ત કરવામાં મોડા પડ્યા છીએ તે બદલ ક્ષમાયાચના કરીએ છીએ.

    આપ સૌ પરિવારજનોનો કુશળતાપ્રાર્થી,

    વલીભાઈ અને કુટુંબીજનો

    Reply
  • 5. shivshiva  |  July 8, 2010 at 3:36 am

    sundar shabdo chhe.

    Reply
  • 6. Ishvarlal R. Mistry  |  July 8, 2010 at 4:01 am

    Daughter Rupa Viral what a very nice couple and congractulations to both families.Mistry & Shah family are united.Stay connected all the time.Keep the sat Pedhi sabanth best wishes.It was a very nice wedding ,met lots of friends enjoyed it very much.

    Ishvarbhia R Mistry & Family.

    Reply
  • 7. Ramesh Patel  |  July 8, 2010 at 5:19 pm

    જીવન યાત્રામાં પ્રભુ ક્રુપાથી ,મંગલ પ્રસંગો
    નિયતિના વિધાન પ્રમાણે ઘર આંગણે આનંદ
    આપવા પધારે છે અને સહભાગી બનાવે છે.
    આપના પરિવારના આ આનંદને આપે ભક્તિસભર
    રીતે ઝીલ્યો એ સૌને લાગણિસભર બનાવી ગયો.
    નવદંપતિને મંગલ કામનાઓ સાથે શુભાશિષ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 8. Thakorbhai & Parvatiben Mistry  |  July 8, 2010 at 7:51 pm

    Although we were unable to attend the wedding ceremonies of Rupa & Viral, we felt to be there when we saw some video clips of ceremonies sent to us by Padmaben of LA. Our heartiest blessings and good luck to newly weds Rupa and Viral.
    Thakobhai & Parvatiben

    Reply
  • 9. Varsha & Kirit Shah  |  July 8, 2010 at 9:29 pm

    પ્રિય ચંદ્રવદનભાઈ અને કમુબેન:
    વિરલ અને રૂપના લગ્ન ખુબજ સરસ રીતે અને નિર્વિઘ્ને થયા એમાં પ્રભુની કૃપા નહીતો બીજું શું કહેવાય?
    સામાજિક રીતે રૂપા સાસરે જરૂર આવી છે એવું કહેવાઈ,પરંતુ અમારી દ્રષ્ટીએ રૂપા દીકરી થઈને બીજા માતા-પિતાના ઘરે આવી છે.
    ચિ. વિરલ અને અ.સોં રૂપા નું લગ્ન જીવન ખુબજ શુખમય અને આનંદિત બને એ માટે આપણા બધાનો સહયોગ રહે એવી અંતરની અભિલાષા અને પ્રભુને પ્રાથના.

    Reply
  • 10. પટેલ પોપટભાઈ  |  July 8, 2010 at 11:37 pm

    મા.શ્રી ચન્દ્રવદનભાઈ બહેન શ્રી કમુબહેન પરિવાર,

    માંગલિક પ્રસંગે આપ સૌને અમારા સૌના અભિનંદન.

    ચિ. રૂપા અને વિરલને શુભાષિશ. પ્રત્યેક ક્ષણે લગ્નજીવન મંગલમય બની રહે.

    “બધા જ શબ્દોમાં મને મારી જ “પ્રભુશ્રધ્ધા”ના દર્શન થાય છે”
    “વિદુરજી..દ્રૌપદી..મીરા..અને નરસીહ મહેતાની યાદ તાજી થાય છે. ”
    સુંદર ભક્તિ કાવ્ય.

    Reply
  • 11. Dilip Gajjar  |  July 9, 2010 at 5:14 pm

    શ્રી ચન્દ્રવદનભાઈ, આપનું રજુ કરેલું ભજન સાંભળ્યુ સરળ શબ્દોમાં ખુબ જ ભાવથી ગવાયેલુ છે..અને આપને ઘરે માંગલિક પ્રસન્ગ માટે પણ ખુબ અભિનનંદન…આપની દિકરીનું જીવન સુખી આનન્દમય બની રહે તે જ શુભેછ્છા અંતરથી ઉઠે છે હુ ભારતથી જુલાઈમાં પાછો આવી ગયો છું હવે આપની પોષ્ટ વાંચીશ અને પ્રતિભાવ પણ આપીશ..સપનાજીનો સંગ્રહ પ્રિન્ટ કરાવી આવ્યો..જેનું મુખ્પૃષ્ઠ આપ જોઈ શકશો…

    Reply
  • 12. chandravadan  |  July 9, 2010 at 8:13 pm

    This is an EMAIL RESPONSE from JAYANT MISTRY>>>>

    Flag this messageRe: Fw: NEW POST…..BHAJANThursday, July 8, 2010 10:07 PMFrom: View contact detailsTo: “chadravada mistryThanks! that was very soothing to listen to. Jayant.

    Reply
  • 13. KALA VALLABH  |  July 10, 2010 at 11:06 pm

    This is an EMAIL RESPONSE from KALA VALLABH>>>>

    om: “Kala Vallabh” View contact detailsTo: “Chandravadan Mistry”Namaste Bhai and Bhabi,

    I am sure all the wedding ceremonies for your daughter went well.my family and I wish the bridal couple all the very best in their future life together. May the almighty give them strenght to build their new family on a strong foundation.It was nice to talk to you on that day.Whenever you in Atlanta please contact us. My namaste to bhabi.
    Regards
    Kala

    Reply
  • 14. chandravadan  |  July 10, 2010 at 11:13 pm

    This is an EMAIL RESPONSE from BALUBHAI LAD of PRAJAPATI ASHRAM of NAVSARI>>>>>

    From: “president prajapati ashram, navsari” >View contact detailsTo: “chandravadan doctor”Dear Dr.Chandravadanbhai & Kamuben
    Marriage of Rupaben is on 4th July 2010.
    Heaven’s choicest blessing may bestow upon the newly married couple.
    Roopa & Viral
    Best Luck

    Balubhai & Family
    Trustee Mandal of P.V.A. Navsari
    Trustee Mandal of Aniben Ratanji Charitable Trust
    Staff & Student of P.V.A. @ Navsari, Vidya Nagar

    Reply
  • 15. chandravadan  |  July 10, 2010 at 11:18 pm

    This is the EMAIL RESPONSE of NALIN MEHTA of AHMEDABAD, GUJARAT INDIA>>>>>

    Flag this messageBlessingsSaturday, July 3, 2010 6:26 PMFrom: “Nalin Mehta” View contact detailsTo: “Chandravadan Mistry” >May God shower all the Blessings on the
    Newly Married Couple-All the best
    nalin-ansuya & family

    Reply
  • 16. chandravadan  |  July 10, 2010 at 11:23 pm

    This is an EMAIL RESPONSE to the Post from CHANDRASHEKHAR BHATT>>>>>>

    Flag this messageRE: NEW POST…..BHAJANWednesday, July 7, 2010 12:52 PMFrom: “Chandrashekhar Bhatt” View contact detailsTo: “‘chadravada mistry'” >Bhai chandravadan and sau Kamuben:

    Last weekend’s auspicious event to get Sau Rupa into hr new staege of life went quite well and all the planning was very good. Please tell kartikbhia mehta that he was a prime factor in getting the events lined up. We all enjoyed all the events and wish that sau Rupa ful enjoy her new life. If you are now relaxed, you can visit us and unwind a little. Were you able to take all the guests back to Lancaster on Monday morning? I did leave my phone no. with kartikbhai in case of need.

    Sarath’s yog camp is in September [9/24- 9/26] I hope this you both can join. Just relax and rest. Jay shri Krushna!!!!!!

    Reply
  • 17. chandravadan  |  July 10, 2010 at 11:31 pm

    This is an EMAIL RESPONSE with BLESSINGS from POPATBHAI PATEL & FAMILY from SINGAPORE>>>>>

    RE: ASHIRVADMonday, July 5, 2010 2:20 AMFrom: “Popatbhai Patel” View contact detailsTo:
    Dear Chandravadanbhai & Smt. Kamuben,

    We wish you a Hearty Congratulations on this
    “Mangal Prasang”
    in your family.

    Please convey to
    Chi. RUPA Chi. JAMAI
    our best wishes + ASHIRVAD

    We wish them a Very Happy and a Prosperous Life.
    May God Bless them with health, wealth and prosperity.

    “Prabhutama paglaa mandta navyugal ne amara ashish”

    With very Best Wishes,
    Surekhaben and Popatbhai Patel

    Reply
  • 18. chandravadan  |  July 10, 2010 at 11:35 pm

    This is an EMAIL with BLESSINGS from RAJENDRA & GEETA TRIVEDI>>>>>>

    Flag this messageDear Rupa and Dear Viral wedding.Sunday, July 4, 2010 6:45 PMFrom: “Dr. Rajendra Trivedi, M.D.”View contact detailsTo: “‘chadravada mistry'”

    Dear Chandravadan,

    We have received the invitation for your daughters wedding.

    Mistry family must be busy celebrating the sacred union of Dear Rupa and Dear Viral.
    Our congratulations to the newly weds-and God Bless Them.
    Thank you for inviting us.
    Warm Regards,

    Geeta and Rajendra

    Reply
  • 19. chandravadan  |  July 10, 2010 at 11:44 pm

    This was the EMAIL RESPONSE to the POST from BALUBHAI MISTRY of COVENTRY>>>>

    Flag this messageJust to say helloTuesday, July 6, 2010 1:11 PMFrom: “Budhiabhai Mistry” View contact detailsTo: “chadravada mistry” Jai Sri Krishna

    Dear Chandravadan and Kamuben

    First congratulation on your wedding anniversary and God bless you both for happy and healthy life. I will pray for you both.
    I hope Rupa and Viral wedding ceremony goes very well. You and Kamuben must be very tired preparing all the arrangement since long time. Sorry we could not come but I was praying to God for couple and giving our blessing. I have posted the card and blessing letter, hope you must have received it by now.
    Give our regards to all

    Balubhai/Jasuben

    Reply
  • 20. chandravadan  |  July 11, 2010 at 2:34 am

    A portion of the EMAIL RESPONSE of THAKORBHAI MISTRY of UK is posted as the COMMENT>>>>>>>>>>>>

    FW: Rupa & Viral’s weddingSaturday, July 10, 2010 3:03 PMFrom: “Thakorbhai Mistry” View contact detailsTo: “Chandravadan Mistry” >Chandravadanbhai & Kamu

    By now you must have had comlete rest after Rupa’s wedding. I saw some clips on U-Tube of Rupa & Viral’s engagement & wedding. Please visit – http://shahalbum.com/index.html to see U-Tube video clips.

    ……………………….

    I am fine.

    With warmest regards

    Thakorbhai

    REPLY>>>>
    Thokorbhai,
    Thanks !
    The video clip you saw were of the PHOTOS of the Post-Engagemement Party at NEW ORLEANS, LOUISIANA USA .
    We will post the Wedding Photos later on !!
    Chandravadan

    Reply
  • 21. chandravadan  |  July 11, 2010 at 3:40 am

    This is the EMAIL of SURESHBHAI JANI with the BLESSINGS to RUPA & VIRAL>>>>>

    Sorry – mistake in third line

    આજે વિરલ સંગ પાની મૂકતી, સૌભાગ્યના દેશમાં

    2010/6/25 Suresh Jani

    Dear CM
    I have posted a letter today to your daughter at your address. In case it is lost, I reproduced the Mangalashtak I wrote

    છંદ – શાર્દૂલવિક્રીડિત
    (રાગ – યા કુન્દેન્દુતુષારહારધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા )
    ————————–
    લેન્કેસ્ટર સ્થિત ચન્દ્રભાઈ-કમુની ગુણે રૂપા દીકરી

    ફાર્માસિસ્ટ ભણી, સ્વતંત્ર રળતી, ‘એલે’ મહીં શાનથી

    આજે વિરલ સંગ પાની મૂકતી, સૌભાગયના દેશમાં

    થાજો મંગળ, દ્રવ્ય- સુખ મળજો; વાડી લીલી વિલસો

    ‘એલે’ – LA

    Reply
    • 22. સુરેશ જાની  |  July 12, 2010 at 1:44 am

      ચાલો અહીં મૂકી દીધું તે સારું કર્યું. કાયમી યાદ.

      Reply
  • 23. અરવિંદ અડાલજા  |  July 11, 2010 at 8:15 am

    શ્રી ચન્દ્રવદનભાઈ
    આપની પુત્રી રુપા અને વિરલનું દાંપત્ય જીવન આવનારા દિવસોમાં ફાલે ફુલે અને જીવનની તમામ ખુશીઓ બંનેને મળી રહે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાથના સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે
    સ-સ્નેહ
    અરવિંદ

    Reply
  • 24. Shashikant Mistry  |  July 11, 2010 at 8:31 am

    Dear Chandravadanbhai and Kamuben,

    From all accounts, the wedding Rupa and Viral was a great success.We had hoped to be present at the wedding but could not make it. However we were thinking of them and family on that day.
    May their marriage be as successful as yours and may they remain happy, healthy and peaceful during their entire married life bringing joy to both Mistry and Shah families, now and always.
    May God’s grace always be with them.

    With all best wishes.

    Shashibhai, Nimuben and family.

    Reply
  • 25. Vishvas  |  July 11, 2010 at 1:04 pm

    જય શ્રીકૃષ્ણ કાકા,

    મારા તથા મન અને અમારા સમગ્ર પરિવાર તરફથી બેન રુપાને લગ્નજીવનની ખુબ ખુબ શુભકામનાઓ.તથા આપને પણ લગ્નની વર્ષગાંઠની ખુબ ખુબ શુભેચ્છાઓ.વળી મારો જન્મદિન પણ ૨૧મી જૂને જ ગયો.
    હમણાં હમણાં મેડિકલ અને પેરામેડિકલની પ્રવેશ સમિતિમાં પણ ડેપ્યુટેશન થયેલ હોવાથી સમય જ નથી મળતો, તો વહેલાસર શુભકામના ન પાઠવવા બદલ ક્ષમા પ્રાર્થી છું, વળી આશા છે કે અમે મોકલાવેલ શુભકામનારૂપી દીપક આપને સમયસર પહોંચી ગયો હશે.

    આપનો ડો.હિતેશ ચૌહાણ અને મન

    Reply
  • 26. અક્ષયપાત્ર/Axaypatra  |  July 11, 2010 at 4:34 pm

    આપનું ભક્તિમય જીવન અને આપની પુત્રીનું દાંપત્યજીવન અખંડિત રહો તેવી શુભેચ્છાઓ !

    Reply
  • 27. Suresh Jani  |  July 11, 2010 at 10:10 pm

    I am very very late in blessing the newly weds. Kindly convey belated wishes from this DADA.
    I hoppe the Mangalashtakl I had sent was received in time.

    Reply
    • 28. chandravadan  |  July 11, 2010 at 11:00 pm

      Sureshbhai…..YOU ARE NOTLATE !
      Your MANGLASHTAK was received via MAIL ..and via EMAIL….Your Email was posted as your COMMENT ( Comment No. 21 here )
      THANKS !!!!
      CHANDRAVADAN (CM)

      Reply
  • 29. pallavi  |  July 12, 2010 at 8:04 am

    Chandravadanbhai,
    Dikari Roopa na lagna na khub khub Abhinandan!
    Ane nav dampati ne khub khub Shubhechha!
    Ppallavi Parivar.

    Reply
  • 30. chandravadan  |  July 15, 2010 at 2:35 pm

    This is an EMAIL RESPONSE to this Post ! from ARUN & HANSA LAD>>>>

    Re: Fw: NEW POST…..BHAJANWednesday, July 14, 2010 9:21 PMFrom: ” arun.lad>View contact detailsTo: Chandravadanbhai

    Congratulation on your happy anniversary June 23rd 2010
    and thank you for invite us on your daughter marriedge

    Arun and Hasu

    Reply
  • 31. વિશ્વદીપ બારડ  |  July 15, 2010 at 9:35 pm

    pleaseaccept our heartily congratulation fro your daughter.
    good wishes to her.please see my poem that i wrote on my daughter’s wedding..
    મેરી બગિયા મેં એક નન્હી સી પરી બનકર વહ જીવન મેં બહાર લાઈ થી,
    છોડકર આજ બાબુલ કા દેશ, જા રહી હૈ આજ અપને પ્રિયા કે દેશ.

    ભર દિયા થા તૂને પ્યાર કા સાગર, જબ બાબુલ કે આંગન મેં ખેલતી થી,
    જાકર અપને પિયા કે દેશ , સ્વૅગ સે ભી સુન્દર ઉસે સજા દેના.

    મેરી દુઆયે હરદમ તેરે સાથ હૈં, તેરે સુહાગ કા સિંદૂર સૌ સાલ રહે,
    પિયા કે દેશમેં તુજે એસા પ્યાર મિલે કિ ઈસ બાબુલ કી કભી ન યાદ આયે.

    અભી ભી યાદ હૈં તેરી પ્યાર ભરી પપ્પી સે મેરે સારે દિન ખુશી સે ગુજરતે થે,

    ઘર પર આતે હી અપની ગુડિયા કો દેખકર સારી થકાન દૂર હો જાતી થી.

    આજ બહુત મૈં ખુશ હૂં ક્યોં કિ મેરી લાડલી ને ચાહા વહી વર ઉસે મિલે,
    સાજન કે સ્વરુપ મેં આજ રાજીવ મિલા, જૈસે સરિતા અપને સાગર સે મિલે.

    ક્યાં દે સકતા હૂં મેં તુજે આજ ? મેરે સારે જીવન કી પૂંજી તૂ હી તો હૈં,
    મૈં તો બાબુલ જો ઠહરા, દિલસે દુઆયે દેકર આજ બિદાઈ મૈ કર દૂગા.

    મમતા કી પૂંજી મિલી હૈ તુજે “મા” સે અપને પરિવાર મેં બાંટતે રહના,
    હર કદમ સંભલ સંભલ કર ઉઠાના, બસ અપને બાબુલ કી લાજ રખના.

    આશિષ કે દો શબ્દ કહના ચાહૂંગા, મગર કુછ ન કહ શકુ તેરી બિદાઈ પર ,
    બસ મેરી આંખ પર એક નજર કર લેના, દો શબ્દ તૂં અપને આપ હી પઢ લેના.

    (૧૯૯૭ માં દિકરીની વસ્મી વિદાય સમયે લખેલ કાવ્ય)

    Reply
    • 32. chandravadan  |  July 15, 2010 at 10:10 pm

      Vishwadeepbhai,
      Your comment is welcome !
      Your song for your Daughter at her Wedding included in your Comment is the “nicest gift” for my daughter,Rupa !
      મેરી બગિયા મેં એક નન્હી સી પરી બનકર વહ જીવન મેં બહાર લાઈ થી,
      છોડકર આજ બાબુલ કા દેશ, જા રહી હૈ આજ અપને પ્રિયા કે દેશ………The staring lines.& then…..
      આશિષ કે દો શબ્દ કહના ચાહૂંગા, મગર કુછ ન કહ શકુ તેરી બિદાઈ પર ,
      બસ મેરી આંખ પર એક નજર કર લેના, દો શબ્દ તૂં અપને આપ હી પઢ લેના…..& these ending Lines tell a LOT !
      Thanks !

      Reply
  • 33. vijayshah  |  July 16, 2010 at 12:48 pm

    visjvadeepbhaainu aa kaavyame maari dikarina merejmaa vaanchyu hatuane shrotaaone te vakhate aankhmaa aansu aavyaa hataa
    rupa ane viral jindaginaa raste shreshTha paamashe tevi shradhdha Che kaaran tamaraa jeva mat pitana sanskarno vaaraso chhe.
    Praying god to get best…in her life…

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,514 hits

Disclimer

July 2010
M T W T F S S
« Jun   Aug »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: