ભક્તિના સતભાવોના દર્શન

August 1, 2012 at 7:46 pm 15 comments

ભક્તિના સતભાવોના દર્શન !
આઠ સતભાવોથી જીવન ઉજ્જવળ કરજો,
ચંદ્ર અરજી એવી સમજી, તમ જીવનમાં આગેકુચ કરજો !……(ટેક)
 
પ્રથમ, માનવ દેહમાં પ્રભુજીને બીરાજજો,
પ્રભુજીને હૈયે રાખી, હ્રદયભાવો છલકાવજો,
જે થકી…. ભક્તિના આઠ સતભાવો જીવને આવશે !…..આઠ….(૧)
 
પ્રભુનામે ઉભા થયેલા દેહ-વાળોને જાણો,
અને, થર થર ધ્રુજતા દેહને તમે પહેચાણો,
ત્યારે….પ્રથમ બે સતભાવોને સમજી જાઓ !…. આઠ….(૨)
 
પ્રભુભક્તિમાં કંઠેથી શબ્દો અટકી, મુખડે ના આવે,
અને, ભક્તિભાવના અર્શુ જો નયને આવે,
ત્યારે….બીજા બે સતભાવોને સમજી જાઓ !…આઠ….(૩)
 
લોહી વિના ભક્તિરંગે સફેદ ચહેરો જો બને,
અને, પ્રભુઆનંદમાં જો તમે નૃત્ય કરે,
ત્યારે….ઔર બે સતભાવો પ્રગટ્યા એવું જાણો !…..આઠ….(૪)
 
મનને કેદી કરી, માનવ દેહ મૌન રહે,
અને, અંતે મૃછીત હાલતે પ્રભુ નિહાળે,
ત્યારે….આઠ સતભાવોના દર્શન કર્યા એવું તમે માનો !…આઠ….(૫)
 
કાવ્ય રચનાઃ તારીખ જુલાઈ,૩૦, ૨૦૧૨                     ચંદ્રવદન
બે શબ્દો…
આજે, સવારે “ટીવી એશિયા” પર જગતગુરૂ કૃપાલુજી મહારાજના ભક્ત સ્વામી મુક્દાનંદજી ને સાંભળતો હતો…એઓ અંગ્રેજીમાં “નારદ ભક્તિ” વિષે કહી રહ્યા હતા. એ સમયે એમણે “આઠ સરભાવો”નો ઉલ્લેખ કર્યો….થોડું પેપર પર લખી લીધું….કાંઈક ભુલાઈ ગયું….પણ મે મારી સમજ પ્રમાણે આઠ ભાવો નીચે મુજબ ગણ્યા>>>
(૧) શરીર પરના વાળો ભાવમાં ઉભા થવા !
(૨) શરીર ભાવથી ધ્રુજવા લાગે !
(૩) પ્રભુ ગુણલાના શબ્દો કંઠે અટકી જઈ મુખે ના પહોંચી શકે !
(૪) નયને ભાવભર્યા આંસુંઓ વહે !
(૫) લોહી વગર ભાવોથી ભરપુર બનેલો સફેદ ચહેરો !
(૬) પ્રભુ-આનંદમાં નૃત્ય ભાવ !
(૭) પ્રભુભાવોથી મૌન થઈ જવું !
(૮) અંતે…ભક્તિભાવોથી ભરપુર થઈ “બેભાન” થઈ જાવું !
આપણે ઈતિહાસ તરફ નજર કરીએ તો….આવા ભાવોના દર્શન અનેક પ્રભુભક્તોમાં જોવા મળે છે !
બસ….મારી સમજ પ્રમાણે, મેં આ  આઠ ભાવોને એક રચના સ્વરૂપે પ્રગટ કર્યા છે.
તમોને આ રચના ગમે, એવી આશા !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Poem in Gujarati based on my sseing a Program on TV on the DEVOTION to GOD.
As you go DEEP in your Divine Devotion, you can feel the presence of God in “many ways”.
These 8 feelings are expressed in this Poem
Hope you like the Post.
Dr. Chanddravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

મૈત્રીભાવનું ઝરણું ! પ્રભુજન તો એ જ રે !

15 Comments Add your own

 • 1. pragnaju  |  August 1, 2012 at 8:52 pm

  ખૂબ સુંદર દર્શનનું મધુરુ કાવ્ય

  ગુણમાહાત્મ્યાસક્તિ રૂપાસક્તિ પૂજાસક્તિ સ્મરણાસક્તિ દાસ્યાસક્તિ સખ્યાસક્તિ વાત્સલ્યસક્તિ કાન્તાસક્તિ આત્મનિવેદનાસક્તિ તન્મયતાસક્તિ પરમવિરહાસક્તિ રૂપા એકધા અપિ એકાદશધા ભવતિ
  પણ પ્રેમારૂપ ભક્તિ… એકાંત ભક્ત જ શ્રેષ્ઠ છે.
  આવા અનન્ય ભક્ત કણ્ઠાવરોધ, રોમાઞ્ચ અને અશ્રુ યુક્ત નેત્રોથી પરસ્પર સમ્ભાષણ કરતા તેના કુળને અને પૃથ્વીને પવિત્ર કરે છે.
  – આવા ભક્ત તીર્થોને સુતીર્થ, કર્મોને સુકર્મ, અને શાસ્ત્રોને સત્-શાસ્ત્ર કરી દે છે. કારણ કે તે તન્મય છે.
  આવા ભક્તના આવિર્ભાવ જોઇને) પિતરગણ પ્રમુદિત થાય છે, દેવતા નાચવા લાગે છે, અને આ પૃથ્વી સનાથા થઇ જાય છે.
  આવા ભક્તમાં જાતિ, વિદ્યા, રૂપ, કુળ, ધન, અને ક્રિયાદિનો કોઇ ભેદ નથી.
  કારણ કે બધા ભક્ત ભગવાનના જ છે
  ભક્તે વાદ-વિવાદ નહી કરવો જોઇએ.
  કારણ કે વાદ-વિવાદમાં બાહુલ્યનો અવકાશ છે અને તે અનિયત છે. (વિવાદ ભક્તિ માટે નથી, પ્રતિષ્ઠા માટે હોય છે.)
  (પ્રેમા ભક્તિની પ્રાપ્તિ માટે) ભક્તે શાસ્ત્રોનું મનન કરતું રહેવું જોઇએ અને એવા કર્મ પણ કરવા જોઇએ જેનાથી ભક્તની વૃદ્ધિ થાય.
  – સુખ, દુઃખ, ઇચ્છા, લાભ, વગેરેનો (પૂર્ણ) ત્યાગ થઇ જાય એવા કાળની રાહ જોયા વિના અડધી ક્ષણ પણ (ભજન વિના) વ્યર્થ કાઢવી જોઇએ નહી.
  પ્રેમા ભક્તિના સાધકે) અહિંસા, સત્ય, શૌચ, દયા, આસ્તિકતા આદિ આચરણીય સદાચારોનું ભલીભાઁતિ પાલન કરવું જોઇએ.
  દરેક સમયે, સર્વભાવથી નિશ્ચિંત થઇને (ફક્ત) ભગવાનના જ ભજન કરવા જોઇએ.
  એ ભગવાન (પ્રેમપૂર્વક) કીર્તિત થવાથી તુરંત જ પ્રકટ થાય છે અને ભક્તોને તેમનો અનુભવ કરાવી દે છે.
  ત્રણેય (કાયિક, વાચિક, માનસિક) સત્યોમાં (અથવા ત્રણેય કાળોમાં સત્ય ભગવાનની) ભક્તિ જ શ્રેષ્ઠ છે, ભક્તિ જ શ્રેષ્ઠ છે.
  આટલું હ્રુદયસ્થ કરી ભક્તિ કરવાથી ભાવ સહજતાથી પ્રગટ થાય છે

  Reply
 • 2. Vinod R. Patel  |  August 1, 2012 at 9:05 pm

  ભગવાનની ભક્તિમાં તલ્લીન થઇ ગાંડા ઘેલા લાગતા ઘણા ભક્તોની કથાઓ આપણે વાંચીએ છીએ.

  સ્વામી રામ કૃષ્ણ પરમહંસ પ્રભુ સાથે એક તાર જોડાતાં બેભાન થઈને નીચે
  પડી જતા હતા.એમ વાંચેલું.

  સાચા ભક્તના લક્ષણો આપના કાવ્યમાં સરસ ગુંથી લીધાં છે.

  એક ભાવ સભર કાવ્યનો રસાસ્વાદ કરાવવા બદલ આપનો આભાર,ચન્દ્રવદન ભાઈ

  Reply
 • 3. dhavalrajgeera  |  August 1, 2012 at 10:17 pm

  weekly-info

  Hope you like to listen to NARAD BHAKTI Darshan….

  ——————————————————————————–
  From: Jagadguru Kripaluji Yog [mailto:shailee@jkyog.org]
  Sent: Monday, July 30, 2012 10:04 AM
  To: rmtrivedi@comcast.net
  Subject: JKYog weekly-info

  Reply
  • 4. DR. CHANDRAVADAN MISTRY  |  August 3, 2012 at 7:03 pm

   Rajendrabhai,
   Thanks for posting this LINK to the Lectures of Swami Mukundanandji.
   These are really very nicely narrated i English for the “better understanding” of the Hindu Philosophy and also for the Spirtual upliftment of All….the lectures can reach the “Younger Generation” and can bring out CHANGES within the Yougsters, I think !
   Dr. Chandravadan Mistry

   Reply
 • 5. Ramesh Patel  |  August 1, 2012 at 11:26 pm

  અંદરથી પ્રગટતી અને પરમતત્ત્વમાં લીન થવા થનગનતી એ પરમ ક્ષણોને
  આપે હૃદયથી ઝીલી વ્યક્ત કરી છે. ભગવદચીંતનનો સાર..સુંદર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. પરાર્થે સમર્પણ  |  August 2, 2012 at 12:04 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  રથમ, માનવ દેહમાં પ્રભુજીને બીરાજજો,
  પ્રભુજીને હૈયે રાખી, હ્રદયભાવો છલકાવજો,
  જે થકી…. ભક્તિના આઠ સતભાવો જીવને આવશે !…..આઠ….(૧)
  અષ્ઠ ભાવના દર્શન આપે કાર્ય અને કાવ્ય દ્વારા અમને કરાવી દીધા.

  કોમ્પ્યુટરમાં ખામીના કારણે સંદેશ પાઠવવામાં મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરશો.

  Reply
 • 7. Ishvarlal R. Mistry  |  August 2, 2012 at 6:19 am

  Very nice poem , Make God your career and everything can be achieved , nicely said in your post , worth remembering in our life , to reach goal of one’s life .God is your protector.

  Ishvarbhai.

  Reply
 • 8. Bhajman Nanavaty  |  August 2, 2012 at 7:27 am

  Very nice poem. Totally surrender thyself to the divinity.

  Reply
 • આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  ભક્તિના આઠ ભાવ આપે રચનામાં જે વણી લીધાં તે વિષે પ્રાત:સ્મરણીય શ્રી શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ વિશે જાણ્યું છે, જેઓ ને ભાવ સમાધી આપોઆપ સદા લાગતી જોવા મળેલ…

  સુંદર રચના !

  Reply
 • 10. hemapatel  |  August 2, 2012 at 12:28 pm

  સુંદર રચના.

  Reply
 • 11. સુરેશ  |  August 2, 2012 at 12:51 pm

  ભાવની સરસ અભિવ્યક્તિ.

  Reply
 • 12. sapana  |  August 2, 2012 at 11:08 pm

  પ્રભુભક્તિમાં કંઠેથી શબ્દો અટકી, મુખડે ના આવે,
  અને, ભક્તિભાવના અર્શુ જો નયને આવે,
  ત્યારે….બીજા બે સતભાવોને સમજી જાઓ !…આઠ…
  ખૂબ મધૂર ભક્તિભાવનું ગીત

  Reply
 • 13. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  August 3, 2012 at 4:17 pm

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

  ભક્તિના જુદા જુદા આઠ ભાવો આપે સરસ રીતે સમજાવ્યા સાહેબ

  આપનું દિલ પ્રભુના દિલ સાથે ભક્તિભાવથી જોડાયેલ છે.

  Reply
 • 14. Dilip Gajjar  |  August 3, 2012 at 5:38 pm

  પ્રભુભક્તિમાં કંઠેથી શબ્દો અટકી, મુખડે ના આવે,
  અને, ભક્તિભાવના અર્શુ જો નયને આવે,
  ત્યારે….બીજા બે સતભાવોને સમજી જાઓ !…આઠ….(૩)
  Khub j sunder bhavkibhavbharyu kaavy chhe..gamyu.

  Reply
 • 15. DR. CHANDRAVADAN MISTRY  |  August 4, 2012 at 12:24 am

  This was an Email Response to this Post>>>>>

  NEW POST….ભક્તિના સતભાવોના દર્શન !

  FROM: Vasant Mistry
  TO: Doctor Chandravadan Mistry

  Friday, August 3, 2012 7:19 AM

  નમસ્તે ચંદ્રવદનભાઈ,

  ઘણા સમય બાદ તમારી કવિતા વાંચી ગણો અન્નંદ થયો. તમરી પીસ્રેલી વાનગીઓ વાન્ચુસું પણ પ્રતિસાદ નાં અપૈશાકવા બદલ ક્ષમા યાચના.

  કવિતા નો સંગ્રહ કરી એક પુસ્તક ના રૂપ માં પ્રશિધ કરો તો દેશ માં પણ લોકો ની લાભ મળે.

  કમુબેન ને હમારા યાદ અને નમસ્તે.
  I tried to write in Gujarati but when I read i found there is few mistakeswhich i hope you will mend it and read it.Is there nay plan to go Bharat?
  It is doubtfull whether we will be able to go this year due to Nirmala’s knee problem. We are waiting for the letter from specialist so far not.
  Kind regards.
  Nirmala and vasant
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>\Vasantbhai, Thanks for your Email.
  I am happy to know that you liked the Poem.
  Your suggestion to have ALL Kavya Posts of Chandrpukar is noted.
  God willing, may a Book is published of all the Kavya Collection in the Future.
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

August 2012
M T W T F S S
« Jul   Sep »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: