શેઠનો કૂતરો

નવેમ્બર 29, 2007 at 3:18 એ એમ (am) 7 comments

kutaro.jpg     

            

              એક મોટા શહેરમાં એક આલિશાન બંગલો હતો. બંગલાને ફરતે સુંદર ફુલોથી ભરપુર બાગ હતો. જે બંગલાની સુંદરતા દીપાવતો હતો. એક ધનવાન વેપારી એનો માલિક હતો. બંગલામાં વેપારીનો પરિવાર હતો…સાથે, અનેક નોકર-ચાકરો અને એક કૂતરો.‘શેઠનો પ્યારો’ તરીકે સૌ કોઈ કૂતરાની ઓળખાણ આપતા.

             આ કૂતરો પણ ઘણાં વર્ષોથી બંગલે હતો. એક નાનું બચ્ચું હતું ત્યારે મોટી કિંમતે વેપારી બંગલે લાવ્યો હતો. કૂતરા પ્રત્યે શેઠને ઘણો પ્યાર હતો. પ્રેમથી ખાવાનુ આપ્યુ અને કૂતરો મોટો થઈ ગયો તેમ છતાં એને પ્યાર મળતો રહ્યો. કૂતરાને આમ કોઈ જાતની તકલીફ ન હતી.

              દરરોજ કૂતરો બંગલામાં રહેતા માણસોને નિહાળતો રહ્યો. સૌના મોજશોખ આનંદ નિહાળતો . કૂતરો રાત અને દિવસ બંગલાની ચોકી કરતો. જ્યારે પણ માલિક બોલાવતો એ તરત હુકમનુ પાલન કરતો. માલિકના એક ઈશારાને એ તરત સમજી જતો. બંગલામાં રહેતા બાળકો અને નોકરો પણ કૂતરાને પ્રેમથી બોલાવતા.

               એક દિવસ કૂતરો બહાર બેઠોબેઠો વિચારે ચડ્યો. એ માલિક અને એમના પરિવારનાં મોજશોખને યાદ કરવા લાગ્યો. જેમજેમ બંગલે વિતાવેલ દિવસો યાદ કરતો ગયો તેમતેમ એને એના જીવન પર નફરત થવા લાગી. એને મનમાં થયુ : “મારે શા માટે હુકમનુ પાલન કરવુ? હું કેમ મારી ઈચ્છા પ્રમાણે બધુ ન કરી શકું ? અરે મારે શા માટે બંગલાની ચોકી કરવી… ? બસ, આટલા વિચારોમાં ડુબી એ તો પ્રભુને પૂછવા લાગ્યો, ઓ પ્રભુ, શા માટે તમોએ મને કૂતરો બનાવ્યો ? મારો શો ગુનો કે મને આવો ઉતમ મનુષ્ય જન્મ ન મળ્યો ?

                બસ, આટલું મનમાં વિચાર્યુ ત્યાંતો કૂતરાને કંઈક ‘દિવ્ય દર્શન‘ થયા. એની નજર સામે એનો પુર્વજન્મ ખુલ્લો થઈ ગયો. એણે નિહાળ્યું કે પુર્વજન્મમાં એ એક ધનવાન શેઠ હતો. અને એના ઘરે એક કૂતરો હતો. એણે પોતાને ધનવાન શેઠ સ્વરૂપે કૂતરાને ખીજાતો, મારતો નિહાળ્યો. રડતો રડતો કૂતરો શેઠનું કામ કરતો ગયો અને અંતે પુણ્યનું ભાથુ લઈ ગુજરી ગયો. શેઠ પણ પાપોનું ભાથુ લઈ ગુજરી ગયો. આ બંન્નેના મરણના દર્શન સાથે કૂતરાને ભાન થયું કે આ જીવનમાં થયેલ શેઠ એ પુર્વ જન્મનો કૂતરો. આ જ્ઞાન સાથે કૂતરાનો અંધકાર દૂર થઈ ગયો.

                  કૂતરો ફરી શાંત વાતાવરણમાં બંગલાની બહાર બેઠો હતો ત્યારે ફરી એના મનમાં વિચાર આવ્યા: “મારા પુર્વજન્મનુ જાણી મને મારા આ અવતારનું રહસ્ય મળી ગયુ…..અને, મારા પુર્વજન્મના વર્તનની સરખામણીમાં આ જન્મે આટલો બધો પ્રેમ મને જે મળી રહ્યો છે એમાં પ્રભુની દયા છે. આ સ્વીકાર સાથે એણે પ્રભુ શરણું લઈ લીધુ.

                  વહેલી સવારે કૂતરો એના શેઠ પાસે દોડી ગયો અને વ્હાલથી ચાટવા લાગ્યો. એના મસ્તકે શેઠનો પ્રેમભર્યો હાથ ફર્યો અને એ આનંદથી નાચવા લાગ્યો.

 

Advertisements

Entry filed under: ટુંકી વાર્તાઓ.

તળાવની માછલી સુવિચાર

7 ટિપ્પણીઓ Add your own

 • 1. JAYANTI N. CHAMPANERIA  |  ઓગસ્ટ 3, 2008 પર 2:41 પી એમ(pm)

  I am very happy on reading all poems and short stories.

  જવાબ આપો
 • 2. પ્રવિણ શાહ  |  ઓગસ્ટ 3, 2008 પર 4:55 પી એમ(pm)

  ……ત્યાંતો કૂતરાને કંઈક ‘દિવ્ય દર્શન‘ થયા……

  nice story, heart touching story

  જવાબ આપો
 • 3. NATHUBHAI MISTRY  |  ઓગસ્ટ 3, 2008 પર 5:20 પી એમ(pm)

  Present life is ruled by karma of the previous birth. Karm of the current janma will deteremine the next birth and there after.

  Its so true .

  Happy friendship day.

  જવાબ આપો
 • 4. Suresh Jani  |  ઓગસ્ટ 3, 2008 પર 7:57 પી એમ(pm)

  Very nice story. Give more and more such stories.

  જવાબ આપો
 • 5. Nagindas  |  ઓગસ્ટ 3, 2008 પર 8:01 પી એમ(pm)

  Good story. Reminds me of my childhood.

  જવાબ આપો
 • 6. vinod K prajapati  |  ઓગસ્ટ 4, 2008 પર 6:45 એ એમ (am)

  Happy freinfaship day

  જવાબ આપો
 • 7. devika dhruva  |  ઓગસ્ટ 4, 2008 પર 12:19 પી એમ(pm)

  આવું દિવ્ય દર્શન બધાને થાય તો જગત કેવું શાંત અને સુખી થઇ જાય ?
  સરસ વાર્તા….

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    ડીસેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: