એક પાણીનું ટીપુ

નવેમ્બર 29, 2007 at 2:57 એ એમ (am) 3 comments

paninutipu.jpg

વહેલી સવાર હતી, અને એક ફુલના છોડના પાન પર એક પાણીનું ટીપુ હતું…એ

પાણીનું ટીપુ વિચાર કરે : ” હું કોણ ?” જગત પરનું બધું એણે નિહાળ્યુ. વાવ – કુવાઓ અને

તળાવો તેમજ ઝરણા – નદીઓ અને સરોવરો નિહાળી કહેવા લાગ્યું કે : ” આ બધા મારા લીધે છે.” મોટા સમુદ્રો અને મહાસાગર તરફ આંગળી કરી ગર્વથી કહેતું રહ્યુ કે : ” આ પણ મારૂ જ સ્વરૂપ છે .” જગત પરની સર્વ વનસ્પતિ, જીવજંતુ અને પ્રાણીઓમાં પાણીનો અંશ છે એવું દર્શાવી એણે એવો દાવો કર્યો કે : ” આ બધા તો મારી ક્રુપાથી જીવી રહ્યા છે.” જગતના માનવીઓ કરતાં પણ એણે એની કિંમત વધુ ગણી અને એના ગર્વની સીમા ન રહી. હવે તો એ આકાશ તરફ જોવા લાગ્યું, અને બોલ્યું : ” આ બધા વાદળો મારા લીધે, અને હું જ મેઘરૂપે જમીન પર વરસુ. હું જો જમીન પર ન આવું તો સૌનો નાસ જરૂર….અરે, હું જ સૌનો પ્રાણ છું.”

        પોતે ઇશ્વર છે એવું માની, હવે એ પાણીનું ટીપું ગર્વથી નાચવા લાગ્યું. એણે ઉપર આકાશમાં, સવારના સુરજને નિહાળ્યો….તેમજ, રાત્રીના ચંદ્ર, તારલા અને ગ્રહો વિષે વિચારી, ગર્વમાં સ્નાન કરી કહેવા લાગ્યું : ” આ સર્વ પણ મારા લીધે નભી રહ્યા છે.” અરે, અંતે એ પાણીનું ટીપું બોલ્યું : ” આ અખિલ બ્રહ્માંડ મારે લીધે જ છે !” આવા મહાભ્રમના ચક્કરમાં પાણીનું ટીપુ હતું ત્યારે અચાનક પવન આવ્યો. ફુલના છોડ પરનું પાન હાલ્યું, અને પાણીનું ટીપું નીચે પડવા લાગ્યું. પડતાં પડતાં જ્યારે સુરજના તેજમાં પીગળતું હતુ ત્યારે ગળગળતા સ્વરે એ પાણીનું ટીપુ કહી ગયુ : ” હું તો પ્રભુનુ બનાવેલુ એક રમકડુ હતુ. અજ્ઞાનતાનાં અંધકારમાં રહી મેં અતિ ગર્વ કર્યો હતો. પ્રભુ મને માફ કરો…”

 

Advertisements

Entry filed under: ટુંકી વાર્તાઓ.

સ્વાગત તળાવની માછલી

3 ટિપ્પણીઓ Add your own

  • 1. સુરેશ  |  જાન્યુઆરી 3, 2008 પર 4:13 પી એમ(pm)

    બહુ જ સરસ અભીવ્યક્તી. આપણે પણ પાણીના ટીપા જેવા ક્ષુદ્ર છીએ. આપણામાં પણ આ વાત વીનમ્રતા લાવે. બહુ જ ગમ્યું.

    આમ લખતા જ રહો.

    જવાબ આપો
  • 2. સુરેશ  |  જાન્યુઆરી 3, 2008 પર 4:15 પી એમ(pm)

    પાણીના જીવન વીશે એક સજીવારોપણ ભરી કથા વાંચવા ભલામણ છે –

    http://gadyasoor.wordpress.com/2008/01/03/life_2/

    જવાબ આપો
  • 3. pragnaju  |  ઓગસ્ટ 3, 2008 પર 8:09 પી એમ(pm)

    સુરજના તેજમાં પીગળતું હતુ ત્યારે ગળગળતા સ્વરે એ પાણીનું ટીપુ કહી ગયુ : ” હું તો પ્રભુનુ બનાવેલુ એક રમકડુ હતુ. અજ્ઞાનતાનાં અંધકારમાં રહી મેં અતિ ગર્વ કર્યો હતો. પ્રભુ મને માફ કરો…”
    આપણે જ્ઞાનને પ્રકાશ કહ્યો છે…સૂરજ આવે એટલે પ્રકાશ- અંધકાર દૂર થાય અને અહીં સાથે અહંકાર પણ ગળવા માંડે,સરસ વાત
    યાદ આવે છે શારદે માની પ્રાર્થના—તેના વગર અજ્ઞાનતા દૂર ન થાય્
    હે શારદે મા !હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)
    તુ સ્વર્ગ કી દેવી, યે સંગીત તુજ સે,
    હર શબ્દ તેરા હે, હર ગીત તુજ સે,
    હમ હે અકેલે, હમ હે અધૂરે..
    તેરી શરણ હમ, હમેં તાર દે મા..
    હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

    મુનિઓને સમજી, ગુણીઓને જાની,
    વેદોં કી ભાષા, પુરાનોં કી બાની,
    હમ ભી તો સમજેં, હમ ભી તો જાનેં,
    વિદ્યાકા હમકો અધિકાર દે મા,
    હે શારદે મા ! હે શારદે મા !અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)
    તું શ્વેતવર્ણી, કમલ પે બિરાજેં,
    હાથોં મેં વિણા, મુકુટ સર પે રાજે,
    મનસે હમારેં મિટાદે અંધેરા,
    હમકો ઉજાલોં કા સંસાર દે મા,
    હે શારદે મા !હે શારદે મા !અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 272,520 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    ડીસેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: