Posts filed under ‘સુવિચારો’

સુવિચારો ઃ માનવીનું હ્રદય !

સુવિચારો ઃ માનવીનું હ્રદય

(૧) મન કે બુધ્ધિથી ભલે વિચારો જન્મે, પણ અંતે તો હ્રદય દ્વારા જ પવિત્રતાના પંથે માનવ સફર હોય શકે !

(૨) ખરા હ્રદયભાવભરી પ્રાર્થના એ જ ખરી પ્રાર્થના, જે પ્રભુને પહોંચે કારણ કે માનવી ત્યારે સત્યના પંથે હોય !

(૩) કદી જીવન સફરમાં માનવીએ હ્રદયના ઉંડાણમાં ડુબકી ના મારી, તો જાણજો કે એના માનવ જન્મે એનો ઉધ્ધાર ના થયો !

(૪) આત્મા કયાં છે ? એવા સવાલ સાથે દેહમાં નિહાળો તો કદાચ માનવીને એના આત્માના દર્શન એના હ્રદયમાં જ થઈ શકે !

તારીખ ઃ મે,૨,૨૦૧૫                                   ચંદ્રવદન

 

બે શબ્દો…

હ્રદય વિષે વિચારતો હતો.

અને મનમાં અનેક વિચારો આવ્યા.

મંથન કરતા, ચાર વિચારો “માખણ”જેમ તરતા નજરે પડ્યા.

બસ….આ જ વિચારો “સુવિચારો” કે “ચંદ્રસુવિચારો”રૂપે પ્રગટ કર્યા છે.

તમો પણ વાંચી મનન કરજો…સૌમાં ખજાનો ભર્યો જ છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 FEW WORDS…

Today’s Post is titled “SUVICHARO” meaning “PEARLS (THOUGHTS) of WISDOM”

The TOPIC is HEART ( Human Heart )

One Thought is “Even when the thoughts are born by the MIND or BRAIN, it is the HEART that leads to the PATH of PURITY”

One must PRAY with the HEART….try to LOOK DEEP into the HEART..and may be you can find the SOUL in your HEART.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

મે 21, 2015 at 9:08 પી એમ(pm) 7 comments

સુવિચારો……દાન !

 

 

 

સુવિચારો……દાન !

(૧) દાન એટલે હ્રદયભાવભર્યું, નિસ્વાર્થ, અન્યને ભલા માટે થતું કાર્ય.

(૨)તરસ્યાને પાણી, ભુખ્યાને અન્ન, ગરીબ,દુઃખી કે દર્દીને હ્રદયભાવ સાથે સેવા કરવી એ મહાદાન છે !

(૩) જુગારી કે કુટેવોભર્યા માનવી બચાવી લેવાનો પગલા દાનરૂપે કહેવાય પણ એને નાણાકીય મદદ કરી, અને એની ટેવને વધારવી એ દાન નહી પણ ગુના બરાબર કહેવાય.

(૪) દાન સાથે માનની અપેક્ષા કે નામના મેળવવાની આશાઓ એટલે દાન મહિમાનું મુલ્ય ઓછુ કરવાની વાત થઈ.

(૫) “દાન કરવું છે” એ વિચાર એ ઉત્તમ વિચાર, અને એવા વિચારને નિસ્વાર્થે યોગ્ય રીતે “અમલમાં મુકવું” એ જ એક સતકર્મ.

(૬)  કોઈ ચીજ આપી સહકાર કરવો એ જ દાન એ ખોટું છે..હું કહું હ્રદયભાવભારી “સેવા” એ જ ખરેખર અતી મુલ્યવાન દાન કહી શકાય !

……ચંદ્રવદન

આ રહ્યા “સુવિચારો”ભર્યા ચંદ્રવિચારો !

 

FEW WORDS…

SUVICHAR = WORDS of WISDOM.

The TOPIC is DAN= DONATION.

A TRUE Donation must be from the HEART without the SELFISHNESS/EGO with the INTENT to be be GOOD to the OTHER BEING.

SEVA = SERVICE. A Service to the Mankind can be viewed as a type of DONATION of the TIME to better the LIVES of OTHERS in NEED.

Hope you can read my THOUGHTS in GUJARATI.

Dr. Chandravadan Mistry.

 

ફેબ્રુવારી 19, 2015 at 1:43 પી એમ(pm) 8 comments

સુવિચારો…..ઈશ્વર

 

Colorful yoga man vector

 

pranama

 

સુવિચારો…..ઈશ્વર 

(૧)ઈશ્વર ખરેખર છે કે કલ્પના છે, એવા વિચારો ફક્ત માનવી જ કરી શકે !

(૨) “ઈશ્વર નથી જ” કે “ઈશ્વર છે જ !” કહેનાર પણ માનવી સિવાય બીજું કોઈ ના હોય શકે !

(૩) ભલે ઈશ્વરમાં ના માનનાર પોતાને “નાસ્તિક”રૂપે ઓળખ આપતા ગર્વ લેય છે…પણ, સત્યપંથે ચાલતા એ ખરેખર તો ઈશ્વર તરફ જ અજાણતામાં પગલા ભરે છે ….ઘણીવાર, નાસ્તિકરૂપે ઓળખ આપનારો સાચો પ્રભુનો ભક્ત હોય છે.

(૪) પ્રભુમાં હું માનું કહેતા કહેતા “આસ્તિક” અનેકવાર અસત્યનો પંથ લેય છે ત્યારે એ અજાણતામાં “નાસ્તિક” કરતા પણ બુરો બને છે !

(૫) વિજ્ઞાનમાં માનો તો ઈશ્વર એટલે “પરમ શક્તિ”…..ધર્મમાં માનો તો ઈશ્વર એટલે “પરમ સત્ય”.

     કોઈ પણ રીતે માનવી ઈશ્વરથી છુટો હોય જ ન શકે ….એ સ્વતંત્ર છે અને વાણીથી એને જે કહેવું હોય તે કહી શકે છે.

 

ચંદ્રવિચારો….તારીખ, સેપ્ટેમ્બર,૨૦,૨૦૧૪

 

FEW WORDS…

Suvichar (Words of Wisdom) on ISHVAR(GOD).

As a HUMAN….you CANNOT DISASSOCIATE from the CREATOR or GOD.

If you believe in the RELIGION….then ISHVAR or GOD is the ETERNAL TRUTH.

If you believe in the SCIENCE…then ISHVAR or GOD is the ABSOLUTE ENERGY.

A HUMAN is FREE to express even the DENIAL of GOD…but He CANNOT be SEPARATED from the CREATOR.

Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 24, 2014 at 12:04 એ એમ (am) 6 comments

સુવિચારો…..મનુષ્યવાણી !

 

 

 

 

સુવિચારો…..મનુષ્યવાણી !

 

(૧) મીઠી વાણી દ્વારા અસત્યને સાંભળવા બદલે કડવી વાણી દ્વારા સત્યને જાણનાર જ ખરો જ્ઞાની કહેવાય.

 

(૨) મીઠી વાણીમાં વખાણો સાંભળવા કરતા કડવી વાણીની ટીકાઓ સાંભળવી એ જ યોગ્યતા કહેવાય.

 

(૩) સંસારમાં માનવીઓ છે ભાત ભાતના…કોઈ કહે મીઠી વાણી, કોઈ કહે કડવી વાણી…ભલે બધું જ સાંભળીએ  પણ સત્યને પારખી જે કોઈ આગેકુચ કરે એજ ખરો સંસારનો માનવી.

 

(૪)તમે તમારી વાણી પર કાબુ રાખો.જે કંઈ કહેવું હોય તે મિઠાશ સાથે જ કહો કે સમજાવો…અને, જો એવું ના આવડતું હોય તો મૌન રહો !

 

(૫) તમે જો કોઈની ટીકા કરવા મો ખોલો તે પહેલા તમે તમારા અંતરઆત્માને જરા પૂછી લેશો તો તમે તમારી જ કરેલી ભુલો જાણતા તમે ટીકા કરવા છોડી દેશો !

 

(૬) વાણીના શબ્દો, મનના વિચારો અને હ્રદયની ભાવનાઓ સાથે અંતર-આત્માનું મિલન થાય, ત્યારે અસત્ય કદી પણ પ્રગટી ના શકે એ જ સનાતન સત્ય છે !

 

લેખન તારીખ ઃ ડીસેમ્બર,૨,૨૦૧૩                                   ચંદ્રવદન

 

બે શબ્દો…

આજની પોસ્ટ છે “સુવિચારો” !

એ વિચારો છે “મનુષ્યની વાણી” વિષે.

શબ્દોથી બનેલી “વાણી” ….એક તીર જેમ બહાર આવતા પાછી ખેંચી શકાતી નથી, એ હંમેશા ધ્યાનમાં લેવાનું છે.

એથી જ, જે કાંઈ કહો તેમાં “મિઠાશ” ભરો…કડવાશથી દુર રહો….અન્યનું “ભલુ” થાય એવી ઈચ્છા રાખો.

આજની પોસ્ટ ગમી ?

ઘણા લાંબા સમય બાદ “સુવિચાર”ની પોસ્ટ દ્વારા “ચંદ્રવાણી” છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is on the WORDS of WISDOM or SIVICHARO.

The Subject is the SPEECH of the HUMANS.

It is nice to say sweetly….say the truth.

If your speech is nasty, you hurt others….If you are not able to say sweetly it will better that you keep your silence.

This is the message !

Dr. Chandravadan Mistry

 

 

ઓગસ્ટ 12, 2014 at 12:01 પી એમ(pm) 14 comments

સુવિચારઃ પ્રભુ શરણું !

સુવિચારઃ પ્રભુ શરણું !

શરણાગતી ભાવે, પ્રભુ સનમુખે મળે,

મોહમાયા ત્યાગી, માનવ પ્રભુને પામે !

………………………………………

જે કોઈ સ્વાર્થરૂપી “હુંપદ” ત્યાગે,

વહી હ્રદયે પ્રભુશરણાગતી આવે !

…………………………………….

જે જગમાં થાય, તે પ્રભુ ઈચ્છાથી રે થાય,

એસી સમજ જો આવે, તો મોહમાયા રે છુટ જાય !

ચંદ્રવદન

વિચારો..તારીખ ઃ એપ્રિલ,૫,૨૦૧૩

FEW WORDS…

Today’s Post is  the SUVICHARO meaning the PEARLS of WISDOM.

The Topic is the SURREND to GOD.

The true REJECTION of the EGO is needed to reach GOD.

That’s the MESSAGE !

Dr. Chandravadan Mistry

જૂન 4, 2013 at 5:49 પી એમ(pm) 9 comments

સુવિચારો !…મોહમાયા ત્યાગ, પ્રભુશરણું !

સુવિચારો !
મોહમાયા ત્યાગ, પ્રભુશરણું !
 
(૧) મોહમાયામાં અટવાયેલો માનવી છું….અને અપુર્ણ છું.
 
(૨) એવી અપુર્ણતામાં, કર્મયોગનો કેદી સ્વરૂપે એક ક્ર્મચારી !
 
(૩) ભલે, કર્મ કર્તા હું રહું, પણ “સ્વાર્થ”ભાવનો ત્યાગ કરવા મારો પ્રયાસ રહે !
 
(૪) સ્વાર્થ ત્યાગ સાથે કાર્યો કરતા, પરિણામો પ્રભુ ચરણે ધરતા શીખતો રહું, એવી આશા હૈયે રહે !
 
(૫) હું પોતે અને કર્મો મારા પ્રભુને સમરપીત કરતા, ભવસાગર હું તો તરતો રહું !
 
 
 
ડો. ચંદ્રવદન
લેખન તારીખઃ નવેમ્બર,૧૨,૨૦૧૨
બે શબ્દો…
આજનો સુવિચાર છે…”મોહમાયા અને પ્રભુ શરણું “.
અહી એક જ સંદેશો છે…માનવી તરીકે જન્મ એટલે અણમોલ ઘડી. એ જીવનમાં પ્રભુને સમજી, ભજી, એની અંદર જ લીન થઈ પ્રભુની અંદર જ “એક” થઈ જવા માટે તક છે, એ તક જો ચુક્યા તો જન્મ જન્મોના ફેરા જ છે !
ગમ્યું ?
જાણાવશો !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a SUVICHAR meaning GOOD THOUGHT or the WORDS of WISDOM.
The Message is The WORLDLY ATTRACTIONS & the SURRENDER to the DIVINE.
The warning here is : To be born as a HUMAN is most PRECIOUS, and it is the ONLY OPPORTUNITY for the SALVATION…and that Salvation is by the TOTAL SURRENDER to GOD or the DIVINE with the TOTAL FAITH.
I hope you like this Message !
Dr. Chandravadan Mistry.

મે 9, 2013 at 1:09 પી એમ(pm) 9 comments

સુવિચારો !…હું અને તું (યાને પ્રભુ !)

 leave thoughts on god
સુવિચારો !
હું અને તું (યાને પ્રભુ !)
(૧)”હું હું “કરતા, જીવન વહી ગયું, અને ,માનવ જન્મ મીઠ્યા ગયો
કારણ કે પ્રભુને કદી ખરેખર જાણી ના શક્યો !
 
(૨) “હું” જ્યારે ગાયબ થયો ત્યારે ફક્ત “તું” જ રહ્યો.
પ્રભુ, તું જ એક છે એવી સમજ મુજને મળી, તો, જીવનયાત્રા મારી સફળ બની !
 
(૩) માનવ રહ્યો હું તો, કર્મ કરવું એ જ મારી ફરજ…એ અદા કરતા. કર્મ-પરિણામનો ત્યાગ કરતા, પ્રભુ શરણું મળ્યું મુજને !
 
(૪)શ્રધ્ધાના સથવારે, પ્રભુશરણાગતી મેળવી તો, “હું ” જ ના રહ્યો, અને રહ્યો ફક્ત પ્રભુ મારો !
 
 
ડો. ચંદ્રવદન
લેખન તારીખઃ નવેમ્બર,૧૨,૨૦૧૨
 
બે શબ્દો…
આજની પોસ્ટ એટલે “હું” અને “તું” ! અહી તું એટલે પ્રભુ.
મોહમાયા પર વિજય એટલે સ્વાર્થ વગરના કર્મો/વિચારો.
આ પ્રમાણે શક્ય થાય ત્યારે માનવીએ પ્રભુને ખરેખર જાણી એનું શરણું સ્વીકારી લીધું હોય એવી હાલત હોય !
અંતે તો, આ જ માનવ જન્મનો હેતુ છે !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is “SUVICHAR”, meaning the “PEARL of WISDOM”.
The topic is “I” and “YOU”…you meaning GOD.
If “I” can disappear, then “YOU” (GOD) only remains.
The message is DESSOVE your EGO and the Path to LIBERATION or the GOD REALISATION is certain.
DR. CHANDRAVADAN MISTRY

માર્ચ 13, 2013 at 12:39 એ એમ (am) 13 comments

સુવિચારો !……માફી”

leave thoughts on god

સુવિચારો !
માફી”
(૧) માફી એ માનવીની મહા મુલ્યવાન ચીજ છે !
(૨) હ્રદય ખોલી, અંતરકરણના દરિયામાં ડુબકી મારી માફી માંગવી એ જ ખરી માફી કહેવાય !
(૩) જ્યારે થયેલી ભુલો માટે માફી શબ્દોમાં કહેવામાં આવે ત્યારે એના મુળ દેહની ઉંડાણમાં હોવા જોઈએ !
(૪) જ્યારે માફી અંતરકરણના દરિયામાં સ્નાન કરી કહેવામાં આવે ત્યારે “બદલો લેવાની ભાવના” પીગળી જાય છે અને એ માફી “શુધ્ધ” હોય !
આથી, ચંદ્ર કહે…..
ઓ, માનવ ! પ્રભુએ ભેટ આપેલી ચીજ માફીને હ્રદય દ્વારો ખોલી જાણ, તારા આત્માને સાંભળ, અને ઉદારતા રાખી, અન્ય તરફ તારો પ્રેમ જાગૃત કર !
એ જ તારૂં જીવન સફળ કરશે !
આ ભવસાગર તો જ તું તરી શકશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post of “SUVICHAR” is after several TUNKI VARTA Posts.
Now..this Post will be followed by Kavyo….ANAMI or Uncategorised Post Etc.
The Post here on FORGIVENESS.
This is a VIRTUE that the HUMANS possess.
The FORGIVENESS that come from the HUMAN HEART has the REAL VALUE…..MERE WORDS have NO meaning !
DR. CHANDRAVADAN MISTRY

જાન્યુઆરી 30, 2013 at 3:00 પી એમ(pm) 16 comments

સુવિચારો !…..માનવ સ્વભાવ !

 

સુવિચારો !…..માનવ સ્વભાવ !

            (ચંદ્રસુવિચારો )

કોઈ કહે માનવી જન્મે છે ત્યારથી જ એ એના “સ્વભાવ” સાથે આ ધરતી પર આવે છે !
કોઈ કહે માનવી એના માતાપિતાના લોહી સબંધે કઈક લાવે, અને સમયના વહેણમાં એનો સ્વભાવ બદલાય છે !
હું કહું કે…..

માનવ સ્વભાવ એક બાળક છે, કઈક લોહીમાંથી પ્રાપ્ત કરે છે, અને સંજોગો અને વાતાવરણના આધીન એમાં પરિવર્તન આવે છે, અને અંતે, જે સ્થીર ગતીમાં વહે તે જ એનો માનવ પહેચાનરૂપી સ્વભાવ !

….ચંદ્રવદન

તારીખ ઃ ડીસેમ્બર, ૧૦, ૨૦૧૧

બે શબ્દો…

આ “સુવિચારો”રૂપી પોસ્ટનું મનન કરો !
ગીતા વાંચન પ્રથમ થાય ત્યારે એક “સમજ”…ફરી વાંચન થાય ત્યારે, વળી “બીજી સમજ”.
એ પ્રમાણે…..મારો વિચાર મારી વિચારધારા છે.
તમારી આ “સ્વભાવ”ની સમજ કંઈક અલગ હોય શકે….તમે એ શબ્દોમાં પ્રગટ કરો, તો એ વાંચી મને આનંદ થશે.
જો આ પ્રમાણે કઈક શક્ય થાય તો…..અહી “જ્ઞાનગંગા”  વહેશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW  WORDS…
Today’s “Words of Wisdom” Post is about the “Diversified Human Feelings” for the Others.
The “goodness” OR ” badness” within have the “fight”….and eventully the “settled staus” is the RECOGNITION JEWEL or the “PERSONAL IDENTITY” of that Person.
The Birth trends in the Childhood may be playing a ROLE…the Environmental Circumstances also play a ROLE, I think !
You AGREE or DISAGREE ???
If you DISAGREE…I will love to read the different point of VIEW as your COMMENT.
SO….Will you post a Comment ?
Even is you AGREE, I welcome your COMMENTS.
Dr. Chandravadan Mistry.

એપ્રિલ 10, 2012 at 8:39 પી એમ(pm) 14 comments

સુવિચારો !…મનઃ માણસ, કે માનવી !

સુવિચારો !

(ચંદ્રસુવિચારો)

મનઃ માણસ, કે માનવી !

માણસ કોણ ?
(૧) માનવતા વિનાનું પ્રાણી એ જ માણસ !
(૨) અસ્થીર મન સાથે અને માનવતા વગર જે સંસારમાં રહે તે જ માણસ.
માનવી કોણ ?
(૧) જે માનવતાથી ભરપુર હોય તે માનવી.
(૨) મનને જે કેદી કરી, સ્થીરતા સાથે સંસારમાં જીવવાનો  પ્રયાસ કરતો રહે એ જ માનવી.
,,,,,,,ચંદ્રવદન

બે શબ્દો…

આ વિચાર મને ઓકટોબર,૨૬,૨૦૧૧ના સાંજે સુતા પહેલા આવ્યો હતો.
એ દિવસ તે દિવાળીનો શુભ દિવસ !
પર સૌ મનન કરો !
કાંઈ નવું કહ્યું નથી..પણ સરળતાથી સમજાય એવી અહી આશા છે.
જો સમજાય તો કાંઇક અમલ પણ થાય !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS
This is the Post of Suvichar….meaning “The Pearl of Wisdom”.
The Topic is “Human Being & the Humanity within”.
One filled with the HUMANITY is the TRUE HUMAN BEING.
One without the Love & Compassion for the Others is like an ANIMAL on this Earth.
Hope you like this Message !
Dr. Chandravadan Mistry

 

માર્ચ 29, 2012 at 1:10 પી એમ(pm) 11 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031