Posts filed under ‘વ્યક્તિ પરિચય/મિત્રતા’

વ્યક્તિ પરિચય ઃમિત્રતા (૧૬) …પુરુસોત્તમ કે. દાવડા (પીકે)

Mr.P.K.Davda

વ્યક્તિ પરિચય ઃમિત્રતા (૧૬) …પુરુસોત્તમ કે. દાવડા (પીકે)

મિત્રતાનું ફુલ

પુરૂસોત્તમ પ્યારે મિત્રતાના ભાવે,

કહું એમને “પીકે” પ્રેમના ભાવે,…….(ટેક)

 

 

હતો તું મંબઈમાં અમેરીકામાં જાણ્યું એવું,

એક દિવસ ફોન પર વાતો કરવાનું જો થયું,

વાતો કરી આનંદીત હૈયું ચંદ્ર અને પીકે નું હતું

ત્યારે, પ્રથમ ચર્ચા કરેલી તે તુજને યાદ છે ?….પુરૂસોત્તમ….(૧)

 

 

ફોનથી મળવાની પહેલ એ તારી હતી,

ફ્રીમોન્ટથી ફોન કરી, વાતો એવી તેં કરી,

૨૦૧૨માં મુંબઈ છોડી અમેરીકા આવવાની એ વાતો હતી,

એવી ફોન ચર્ચા કર્યાની વાત તે તુજને યાદ છે ?…..પુરૂસોત્તમ…(૨)

 

 

ફોન પર વાતો ફરી ફરી કરતા,

બ્લોગો પર વિચારો દર્શાવતા રહ્યા,

અને, મિત્રતાના “ફુલો” ખીલતા રહ્યા,

એવી મિત્રતાભરી હાલત થઈ તે તુંજને યાદ છે ?…..પુરૂસોત્તમ…..(૩)

 

 

હવે, દાવડાવાણી તો બ્લોગજગતે સૌ સાંભળે,

ચંદ્ર પણ સાંભળી, હૈયે ખુબ જ આનંદ ભરે,

એવા આનંદ થકી, “મિત્રતાનું ફુલ” ખીલે,

એવી ફુલ મહેક પીકે કે ચંદ્ર ના કદી ભુલે !….પુરૂસોત્તમ…..(૪)

 

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૧, ૨૦૧૩                ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે કાવ્યરૂપે મેં મારી પીકે દાવડા સાથે થયેલી મિત્રતા વિષે કહ્યું.

જે પ્રમાણે મેં “પીકે”ને જાણ્યા તે ટુંકમાં કાવ્યરૂપે કહ્યું.

તેમ છતાં, મારે થોડું વધું કહવું છે.

એઓ મુંબઈ શહેરના રહીશ છે, અને ભારતમાં એમનું મુખ્ય જીવન ગયું છે.

એ દરમ્યાન, “વાંચન” અને “અનુભવો” ના વારસાથી એમણે એમના જીવનમાં “જ્ઞાનગંગા”ના દર્શન કર્યા છે. અને, આજે એઓ ઈમેઈલો દ્વારા એ જ્ઞાન-નીરને છલકાવે છે.

એઓ “સિધ્ધાંતવાદી” છે. પણ, “મિત્રતા”ની શોધમાં એ હંમેશ રહે છે. એથી જ, ૨૦૧૨માં અમેરીકા આવી સ્થાયી થયા ત્યારે એઓ જુના મિત્રોને યાદ કરતા, નવા મિત્રો માટે આશાઓ રાખતા હતા…અને, અહીંની એમની સફરમાં હું એમને ફોન દ્વારા મળ્યો…અને ધીરે ધીરે, અમે બે નજીક આવ્યા. આજે હું ગર્વથી કહું છું કે “પીકે” મારા મિત્ર છે.

હું મિત્રતાને હ્રદયભાવથી સ્વીકારૂં છું..અને “પીકે” નો ભાવ પણ હ્રદયના ઉંડાણમાંથી જ છે.

આના ઉદારણે તો છે એમણે મારા જીવન વિષે લખેલી “ચાલીશા”….જે કોઈને ફરી વાંચવી હોય તેઓ નીચેની “લીન્ક” ક્લીક કરી વાંચી શકે છે>>>

https://chandrapukar.wordpress.com/2013/04/23/chandra-chalisa-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%a1%e0%aa%be-%e0%aa%b0%e0%aa%9a%e0%ab%80%e0%aa%a4-%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%9a/

 

આ પોસ્ટ દ્વારા મેં અમારી “મિત્રતા” વિષે લખ્યું.

તમે વાંચ્યું.

તો, જે વાંચ્યું તે ગમ્યું ?

જરા પ્રતિભાવરૂપે કહેશો ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is a Poem in Gujarati about my FRIENDSHIP with P.K. DAVDA.

He had come to settle down in America in 2012.

While with his family who had settled here earlier at Fremont,California, he was in Fremont which is in the North.

One phone contact & then many “Blog Meeetings” and more phone contacts and now we are FRIENDS.

This is the story.

I hope you enjoyed this Post.

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 24, 2013 at 8:37 પી એમ(pm) 8 comments

વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર

વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર

વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર

એક દિલીપની વાત !

 

કહાણી દિલીપ ગજ્જરની ચંદ્રે જે આજે કહે,

એમાં, જે જાણ્યું હતું એ જ ચંદ્ર સૌને કહે !…..(ટેક)

 

ગુજરાતના કલોદ ગામના ગુજ્જર કુટુંબે જન્મ મળે,

શાન્તા ‘ને હરગોવિન્દ નામે માતા પિતા મળે,

એવા દિલીપની આ વાત રહી !……કહાણી….(૧)

 

અમદાવાદમાં કોલેજ અભ્યાસ પુર્ણ કરે,

ચિત્રો દોરવા સાથે ગ્રાફીક કળા હાંસીલ કરે,

એવા દિલીપની આ વાત રહી !…..કહાણી…(૨)

 

લગ્નગ્રન્થીએ ઈંગલેન્ડ દેશ નો હક્ક મળે,

લેસ્ટર શહેરમાં રહેતા, સંસારી જીવન વહે,

એવા દિલીપની આ વાત રહી !..કહાણી…(૩)

 

સાહિત્યપ્રેમમાં ગઝલરૂપી દિલીપ શબ્દો વહે,

“લેસ્ટર ગુર્જરી”નામે એક સુંદર બ્લોગ બને,

એવા દિલીપની આ વાત રહી !….કહાણી….(૪)

 

બ્લોગ જગતે ફરતા, ચંદ્ર તો “લેસ્ટર ગુર્જરી” પધારે,

દિલીપ શબ્દો દ્વારા દિલીપ હ્ર્દયને હવે ચંદ્ર જાણે,

એવા દિલીપની આ વાત રહી !..કહાણી….(૫)

 

ઈમેઈલ ‘ને ફોનથી દિલીપ ચંદ્ર મળી મળતા રહે,

એક ઓળખાણમાંથી “મિત્રતા”નું ફુલ ખીલી ખીલતું રહે,

એવા દિલીપની આ વાત રહી !…કહાણી….(૬)

 

૨૦૧૧માં ચંદ્ર તો ઈંગલેન્ડ દીકરી ઘરે,

એવી સફરમાં ચંદ્ર દિલીપને મળી ભટે,

એવા દિલીપની આ વાત રહી !..કહાણી…(૭)

 

બે અજાણ વ્યક્તિઓ કેમ મિત્રો બને ?

એનું રહસ્ય તો ફક્ત પ્રભુ જ જાણી શકે !

એવા સવાલમાં દિલીપ-ચંદ્રની આ વાત રહી !…કહાણી….(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન ૫,૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો…

 

દિલીપ ગજ્જર એટલે ઈંગલેન્ડના લેસ્ટર શહેરના રહીશ.

એમના જીવન વિષે હું શું લખી શકું ?

એમના બ્લોગ “લેસ્ટર ગુર્જરી” પર એમના કાવ્ય શબ્દોમાં એમનો “આત્મ પરિચય” સુંદર રીતે જણાવ્યો છે. એ વાંચતા, એમના જીવન વિષે જાણી શકાય છે,.તો, ત્યાં જઈ વાંચવા માટે નીચેની “લીન્કઃ છે>>

http://leicestergurjari.wordpress.com/self-introduction/

 

આ પોસ્ટ દ્વારા, એક કાવ્ય “એક દિલીપની વાત” દ્વારા દિલીપભાઈના જીવન વિષે થોડી ઝલક આપવાનો આ મારો પ્રયાસ છે.

દિલીપભાઈને પહેલા જાણતો ના હતો.

એમના બ્લોગ પર જતા, એમના હ્રદયભાવો એમની રચનાઓમાં જાણ્યા.

ત્યારબાદ, ખુશ થઈ ઈમેઈલથી સંપર્ક…ફોનથી વાતો, અને ૨૧૧માં રૂબરૂ મળવાનો લ્હાવો મળ્યો.

એમને વધુ જાણી શક્યો.

૨૦૧૨માં જ્યારે ફરી મુલાકાત થઈ ત્યારે એમના આગ્રહથી મેં મારા જ પુસ્તક “ભક્તિભાવના ઝરણા”માંથી એક કાવ્ય વાંચન કર્યું..જે એમણે એમના બ્લોગ પર વીડીયો ક્લીપ રૂપે પ્રગટ કર્યું તેથી ખુબ જ ખુશી થઈ…તમે પણ એ ફરી નિહાળી/સાંભળી શકો છો…એ માટે “લીન્ક” છે>>>

http://leicestergurjari.wordpress.com/2012/12/24/%e0%aa%b9%e0%aa%9c%e0%ab%81-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af-%e0%aa%a8%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a5%e0%aa%af%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b/

 

એમણે અનેક કાવ્ય રચનાઓને “સુર સંગીત” આપ્યું છે.

પ્રભુની ઈચ્છા હશે તો કોઈક મારા કાવ્યને “સુર સંગીત” આપવાની ઘડી અમારા ભાગ્યમાં લખાય હશે !

આજની આ મિત્રતા ખીલતી રહે….એની મહેક હંમેશા રહે, એવી અંતરની આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post “VYAKATI PARICHAY (15)…DILIP GAJJAR” is about my FRIENDSHIP with DILIP GAJJAR.

First came to know Dilipbhai after visiting his Blog “LEICESTER GURJARI”

I was impressed with his expression of his thoughts as KAVYO.

Later on, I came to know him as a PAINTER and also witnessed his ability to give SUR SANGEET ( Voice/Music) to the Poems.

After many Emails & Phone contacts I personally met Dilipbhai & his Family in 2011,and  2012.

I had just wriitten as I feel Dilipbhai in my Heart.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

ઓગસ્ટ 12, 2013 at 12:29 એ એમ (am) 19 comments

વ્યક્તિ પરિચય-મિત્રતા (૧૪)…વિનોદ પટેલ

વ્યક્તિ પરિચય-મિત્રતા (૧૪)…વિનોદ પટેલ

વ્યક્તિ પરિચય-મિત્રતા (૧૪)…વિનોદ પટેલ

 

વિનોદ મારી નજરે !

 

રહે જે સાન ડીઆગો,કેલીફોર્નીઆમાં તે છે વિનોદ પટેલ એક,

જેના વિષે કહેતા, બને આ કાવ્ય “વિનોદ મારી નજરે” એક,…..(ટેક)

 

૧૯૩૭માં જન્મેલા ગુજરાતના ડાંગરવા ગામના વતની,

કોલેજ અભ્યાસ કરી, એલ.એલ.બી.પરિક્ષા જેણે પાસ કરી,

કંપનીઓમાં સેવા કરતા, ૧૯૯૪માં નિવૃત્તિ જેણે લીધી,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !…..રહે જે…..(૧)

 

ભાગ્યમાં છે એક સંસ્કારી પત્ની કુસુમ નામે,

બે પુત્રો અને એક પુત્રીરૂપે સંતાન સુખ છે એમને,

નિવૃત્ત જીવન કાજે ૧૯૯૪માં અમેરીકા  જે આવે,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !…રહે જે….(૨)

 

૧૯૯૨માં અકાળ પત્ની મૃત્યુ વિધાતાએ ભાગ્યમાં લખી,

ત્યારે, સંતાનોને નિહાળી,મીઠી પત્ની યાદ એમણે હૈયે ભરી,

સાહિત્ય પ્રેમી  વિનોદની જીવન સફર ચાલું રહી,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !…રહે જે….(૩)

 

ગુજરાતી વાંચન ‘ને સાહિત્ય રસ એમનો ખીલતો રહ્યો,

૨૦૧૧માં “વિનોદ વિહાર”નામે એક બ્લોગ કર્યો,

સુંદર પ્રવૃત્તિઓમાં વિનોદવિચારધારાનો લાભ સૌએ લીધો,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !…રહે જે….(૪)

 

“વિનોદ વિહાર”માં જઈ, ચંદ્ર ખુશીભર્યા પ્રતિભાવો લખે,

ઈમેઈલથી પહેલા, ‘ને પછી ફોનથી ચંદ્ર વિનોદને જાણે,

મળ્યા નથી,છતાં આજે ચંદ્ર-વિનોદ મિત્રતા ખીલતી રહે,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !..રહે જે….(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ જુન,૯,૨૦૧૩           ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

આજની પોસ્ટ છે વ્યક્તિ “પરિચય- મિત્રતા (૧૪)…વિનોદ પટેલ”.

એક કાવ્યરૂપે મેં વિનોદભાઈ વિષે લખ્યું..અને હવે મારી જાણ પ્રમાણે વધુ લખી રહ્યો છું.

વિનોદભાઈ રેવાભાઈ પટેલનું જન્મ સ્થાન છે ગુજરાતના મહેસાણા જીલ્લાનું “ડાંગરવા”ગામ. કોલેજ અભ્યાસ કરી, એલ.એલ.બી, ની ડીગ્રી મેળવી. અને કંપનીઓમાં નોકરી કરી સેવા આપી, અને ૧૯૯૨માં નિવૃત્તિ લીધી.૧૯૯૨માં અમેરીકામાં ટુંક સમય માટે હતા ત્યારે અચાનક પત્ની કુસુમબેનનું મૃત્યુ થયું.એમના જીવનમાં કુસુમબેનનો ફાળો અગત્યનો હતો. માતા પિતાની સેવા કરવા જીવન અર્પણ કરી દીધું હતું અને સંતાનોને સારા સંસ્કારો કુસુમબેન તરફથી જ મળ્યા હતા. સંતાનો અમેરીકામા સ્થાયી હતા, અને એમણે ૧૯૯૪માં અમેરીકા આવવાનો નિર્ણય લીધો અને આજે કેલીફોર્નીઆના સાન ડીયાગો શહેરમાં રહે છે.

વિનોદભાઈના સાહિત્ય પ્રેમ સાથે ગુજરાતી વાંચન ઘણું છે. ૨૦૧૧માં “વિનોદ વિહાર” નામે બ્લોગ શરૂ કર્યો.આ બ્લોગના માધ્યમે એમણે એમની ઉંચી વિચારધારા પ્રગટ કરી છે. મેં પણ એમના બ્લોગ પર જઈ આનંદ જ અનુભવ્યો છે. મારી એમના બ્લોગની મુલાકાતો કારણે ઈમેઈલથી કોન્ટાક થયો….અને ત્યારબાદ, ફોનથી વાતો કરતા મેં વિનોદભાઈને વધુ જાણ્યા. આવી ઓળખાણમાંથી થઈ છે અમારી મિત્રતા.આ મિત્રતાનું ફુલ ખીલતું રહે એવી મારી આશા…અને પ્રભુની કૃપા હશે ત્યારે એક દિવસ જરૂર અમે બન્ને મળીશું.

જે કોઈને વિનોદભાઈ વિષે વધુ જાણવું હોય તેઓ એમના બ્લોગ પર આ નીચેની “લીન્ક” થઈ જઈ શકે છે>>>

http://vinodvihar75.wordpress.com/about/

 

આ પોસ્ટ અનેક વાંચે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post “VYAKATI PARCHAY (14)…..VINOD PATEL”.

It is a Kavya in which I had tried to tell about the life of VINODBHAI R. PATEL who presently is residing at San Diego, California.

He was born at DANGARVA village of MEHSANA DIST. of GUJARAT. After getting his Education, Vinodbhai got the Degree of L.L.B. After serving in the Companies, he retired in 1992.In 1992, his wife died and he was saddened but made the decision to be in America close to his children.

Vinodbhai is well read in the Gujarati Sahitya (Literature) & in 2011 he expressed his views in his Blog “VINOD VIHAR”

One can know more of him by visiting his Blog with the LINK given in this Post.

I consider myself fortunate to have known Vinodbhai,whom I call as “my Friend”.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

ઓગસ્ટ 1, 2013 at 12:01 એ એમ (am) 13 comments

વ્યક્તિ પરિચય..મિત્રતા (૧૩)…..ગોવિન્દ પટેલ

go2

વ્યક્તિ પરિચય..મિત્રતા (૧૩)…..ગોવિન્દ પટેલ

ગોવિન્દ કહાણી !

ગોવિન્દ પટેલને યાદ કરૂં છું આજે,

જાણ્યું તે જ કહું છું હું સૌને આજે !……(ટેક)

 

ગુજરાતના જેસવા નામે એક ગામ જો,

ત્યાં,”ગોવિન્દ” નામે એક બાળ જન્મે જો,

વહે ગોવિન્દ જીવન,ભાઈઓ અને બેનો સંગે જો,

કહું છું એ ગોવિન્દ કહાણી જો !…….ગોવિન્દ….(૧)

 

સુરજબા અને ઈશ્વરભાઈ એના માત પિતા જો,

મળે પ્રેમ અને ઉચ્ચ સંસ્કારો ગોવિન્દને જો,

બની એક શાળા શિક્ષક, કરે એ તો જનસેવા જો,

કહું છું એ ગોવિન્દકહાણી જો !……ગોવિન્દ…..(૨)

 

અમેરીકાના કેલીફોર્નીઆ પ્રાન્તે ગોવિન્દ સ્થાયી જો,

બ્લોગ જગતે “સ્વપ્ન જેસરવાકર”ઉપનામે જો,

બ્લોગ જગતે ચંદ્ર ગોવિન્દ વિષે જાણે જો,

કહું છું એ ગોવિન્દ કહાણી જો !……ગોવિન્દ….(૩)

 

ચંદ્ર ગોવિન્દ તો બ્લોગ જગતે મળતા રહે જો,

ઓળખાણ એવી, મિત્રતા બની જાય જો,

પ્રભુકૃપાથી જ આવું શક્ય થાય જો,

કહું છું એ ગોવિન્દ કહાણી જો !…..ગોવિન્દ….(૪)

 

ચંદ્ર ગોવિન્દને મળ્યો નથી, તો શું થયું ?

હ્રદયભાવથી મળ્યા ‘ને મળતા રહીએ એ જ ખરૂં,

એવી વિચારધારામાં ચંદ્ર હૈયું રહે આનંદભર્યું જો,

કહું છું ગોવિન્દ કહાણી જો !…ગોવિન્દ…..(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ, માર્ચ,૫,૨૦૧૩            ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

આજની “એક પરિચય-મિત્રતા”ની પોસ્ટ છે ગોવિન્દભાઈ પટેલ વિષે.

ગોવિન્દભાઈને બ્લોગ જગતમાં અનેક જાણે છે.

એઓ ૧૯૯૦માં અમેરીકા આવી,કેલીફોર્નીઆના લોસ એન્જીલીસ શહેરના વિસ્તારે સ્થાયી થયા છે.

એ પહેલા એમનું જીવન ગુજરાતમાં ગયું હતું.

અભ્યાસ પુર્ણ કરી શાળા શિક્ષક તરીકે નોકરી કરી એમણે ગુજરાતમાં સેવા આપી નિવૃત્ત થઈ અમેરીકા આવ્યા.

ભારતમાતા તેમજ ગુજરાત માટે એમનો પ્રેમ ખુબ જ ઉંડો છે.

અમેરીકામાં રહી જન્મભુમી તેમજ દેશને કદી ભુલ્યા નથી….શાળાઓમાં બાળકો માટે બુકો અને અન્ય સહકાર…ભારતના ધ્વજો બનાવી અનેક શાળાઓમાં આપ્યા. એમની માતા સુરજબાની યાદમાં શાળા અને દાન સહકાર.

બ્લોગ જગતે પ્રથમ “પરાર્થે સમર્પણ”નામના બ્લોગ દ્વારા એમની વિચારધારા સૌએ જાણી..ત્યારબાદ, બીજો બ્લોગ ” ગોદડિયો ચોરો” શરૂ કર્યો. આ બે બ્લોગ પર જતા, તમે ગોવિન્દભાઈ વિષે વધુ જાણી શકો છો>>>>

http://swapnasamarpan.wordpress.com/

http://godadiyochoro.wordpress.com/

 

હું ગોવિન્દભાઈને કેવી રીતે જાણું ?

એમના બ્લોગ પર જઈ, મેં પ્રતિભાવો આપ્યા. એઓ પણ મારા બ્લોગ પર આવી, પ્રતિભાવો આપ્યા.

મારા સ્વભાવ પ્રમાણે, મને એમના વિષે વધુ જાણવાની ઈચ્છા થઈ..ઈમેઈલો બાદ ફોનથી વાતો….અને અમે બન્ને એકબીજાથી નજીક આવ્યા…..અને એક ઓળખાણ “મિત્રતા”રૂપે ખીલી. સમય વહી ગયો, અને અમે બંને કેલીફોર્નીઆમાં જ હોવા છતાં રૂબરૂ મળ્યા નથી. પ્રભુ ઈચ્છા હશે ત્યારે એ મુલાકાત થશે.

બ્લોગ જગતમાં અનેક ગોવિન્દભાઈને જાણતા હશો..કોઈક જે નથી જાણતા,તેમને વિનંતી છે કે આ પોસ્ટ વાંચી,આપેલી “લીન્કો” આધારે એમના બ્લોગ પર જઈ એમને વધુ જાણો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is “Vyakti Parichay-Mitra (13)…GOVINDBHAI PATEL

I had known of Govindbhai while surfing on the Gujarati Blogs.

He was born in a small village JESAVA of Gujarat. After the education, he served as a School Teacher and after the Retirement came to America in 1990 and now residing in California.

While in California, he expressed his thoughts on his Blog which was enjoyed by many.Later on, he had started another Blog “GODADIYO CHORO” One can visit these 2 Blogs & know more about him.

After posting comments on his Blog, I communicated with the Emails & then by Phone. I came closer to him…Thus our FRIENDSHIP !

I had not met him personally..but may be God’s Grace, we will meet one day.

His love for INDIA (Bharat) and Gujarat is very deep. He had sent donations to the Schools & other places of Gujarat, including INDIAN FLAGS for the Community use. My VANDAN to him !

With the LINKS provided one can visit his Blogs & know him better.

Dr. Chandravadan Mistry

જુલાઇ 13, 2013 at 3:28 એ એમ (am) 13 comments

વ્યક્તિ પરિચય …મિત્રતા (૧૨)…ડો. રાજેન્દ્ર ત્રિવેદી

Dr. Rajendra M. Trivedi  M.D.

વ્યક્તિ પરિચય …મિત્રતા (૧૨)…ડો. રાજેન્દ્ર ત્રિવેદી

રાજેન્દ્ર ત્રિવેદી મળ્યા મિત્રરૂપે !

ગુજરાતી વેબ જગતે થાય ઓળખાણો ઘણી,

એવી ઓળખાણોમાં ડો. રાજેન્દ્ર ત્રિવેદીની મિત્રતા મુજને મળી !  (ટેક)

 

મિત્ર સુરેશ જાનીને મળતા, રાજેન્દ્ર વિષે મેં જાણ્યું,

એક શાળામાં આ બે વ્યક્તિઓ સાથે હતા એ જાણ્યું,

એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે!…….ગુજરાતી….(૧)

 

“તુલસીદળ” પર જતા, રાજેન્દ્ર પિતાને જાણ્યા,

શારદા અને મુળશંકર નામે રાજેન્દ્ર માતા પિતાને જાણ્યા,

એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે !….ગુજરાતી……(૨)

 

“હાસ્યદરબાર”ના બ્લોગ પર હતી રાજેન્દ્ર સુરેશની જોડી,

મુખડે હાસ્ય લાવી, વંદન કર્યા મેં તો બન્નેને બે હાથો જોડી,

આટલું કરતા, આનંદ ચંદ્ર હૈયે વહે !…..ગુજરાતી….(૩)

 

ભારતમાં ડોકટર બની, ચાકોસ્લોવીઆની સફર રાજેન્દ્રએ કરી,

મગજના ડોકટર બની, અમેરીકામાં રાજેન્દ્ર સેવાઓ ઘણી હતી,

એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે !….ગુજરાતી…..(૪)

 

રીટાયર થઈ પણ, અનેક પ્રવૃત્તિઓમાં રાજેન્દ્ર જીવન વહે,

એવી રાજેન્દ્ર સફરમાં જીવનસાથી “ગીતા”નો સાથ મળે,

એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે !…..ગુજરાતી….(૫)

 

કાવ્ય રચનાઃ તારીખ, માર્ચ,૪,૨૦૧૩                ચંદ્રવદન

બે શબ્દો…

ડો. રાજેન્દ્ર ત્રિવેદીનો પરિચય બ્લોગ જગત દ્વારા જ થયો છે.

હજુ એક બીજાને મળ્યા નથી.”તુલસીદળ” અને “હાસ્યદરબાર” પર જઈ પોસ્ટો વાંચી મેં અનેકવાર પ્રતિભાવો આપ્યા.

ત્યારબાદ, ઈમેઈલથી ચર્ચાઓ કરી.

ત્યારબાદ, ફોનથી વાતો થઈ….અને એક ઓળખાણને મિત્રતાનું સ્વરૂપ મળ્યું.

જ્યારે ફોન પર વાતો થતી ત્યારે એમના પરિવારના અન્ય વિષે ચર્ચાઓ શક્ય થઈ…આ પ્રમાણે, હું એમના પત્ની ગીતાબેન ભાઈઓ અને બેનો વિષે જાણી શક્યો.

ભક્તિભાવથી ભરપુર માતા-પિતા તરફથી એમને સંસ્કારો મળેલા તેના દર્શન થયા કરે છે…..આંધળાજનો માટે સારવાર માટે એક સંસ્થા “બ્લાઈન્ડ પીપલ્સ અસોસીએશન”નામે ગુજરાતમાં ચાલે છે તેની સાથે એઓ જોડાયલા છે. આવી સેવા માટે આનંદ છે.

રાજેન્દ્રભાઈ બે વાર કેલીફોર્નીઆ એમના ભાઈને ત્યાં આવ્યા….પણ અમે એકબીજાને મળી ના શક્યા. જ્યારે પ્રભુ ઈચ્છા હશે ત્યારે મળીશું.

મળીશું કે નહી, પણ અમારી મિત્રતા ખીલતી રહે એવી આશાઓ !

જે કોઈને રાજેન્દ્રભાઈ વિષે વધુ જાણવું હોય તેઓ નીચેની “લીન્ક” દ્વારા એમના બ્લોગો પર જઈ શકો છો>>>

http://dhavalrajgeera.wordpress.com/hasy_darbar/

http://tulsidal.wordpress.com/

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

It is my pleasure to publish this Post.

Knowing Dr. Rajendra Trivedi via the Gujarati WebJagat was of the Best thing …and this resulted into many Emails & Phone contacts.

As I visited his Blog Tulsidal  and also the HASYADARBAR, I had the opportinities to post my Comments there. He vistited my Blog Chandrapukar & often had Comments with Links to the wonderful Informations via the VIDEO.

As 2 Doctors we are ONE..as 2 Humans we are ONE….ONENESS in our FRIENDSHIP.

Many of you know Rajendrabhai. You may know him MORE via his BLOGS (Links are on Gujarati Section)

 

Dr. Chandravadan Mistry

જુલાઇ 3, 2013 at 1:08 પી એમ(pm) 14 comments

વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૧ )….રમેશભાઈ પટેલ

વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૧  )….રમેશભાઈ પટેલ

રમેશ કહું કે આકાશદીપ કહું ?

રમેશ કહું કે આકાશદીપ કહું ?

નામ ન કહું અને ફક્ત મિત્ર કહું ?

 

બ્લોગ જગતે જાણ્યા છે તમોને,

શા માટે મેં જાણ્યા હતા તમોને ?

 

સર્જેલી આ દુનિયામાં સૌ પ્રભુ રમકડા છે,

બે વ્યક્તિ બંધાય હ્રદયભાવે એ જ મિત્રતા છે,

 

આકાશદીપ શબ્દોમાં ચંદ્ર નિહાળે મિત્ર રમેશને,

એવી યાદમાં, રૂબરૂ મળ્યાની ખુશી છે હંમેશા ચંદ્રને !

 

કાવ્ય રચના ઃ તારીખઃ માર્ચ,૩,૨૦૧૩          ચંદ્રવદન

બે શબ્દો…

રમેશભાઈ પટેલ એટલે કેલીફોર્નીઆ પ્રાન્તના લોસ એજીલીસ શહેરના વિસ્તારના “કોરોના”ના રહીશ.

એમની પ્રગટ કરેલી કાવ્ય રચનાઓ તો સૌએ વાંચી આનંદ માણ્યો હશે જ !

એમણે “આકાશદીપ” નામે બ્લોગ શરૂ કર્યો તે પહેલા અન્યના બ્લોગોમાં એમની રચનાઓ વાંચવાનો લ્હાવો મળ્યો, અને મેં એમનો ફોન મેળવી, ચર્ચાઓ કરી. આ પ્રમાણે થઈ હતી અમારી મિત્રતા.”

જ્યારે એમણે એમની બુક “ત્રિપથગા”નું વિમોચન   “રીવરસાઈડ”ના મંદિરે રાખ્યું ત્યારે નવેમ્બર ૨૦૦૦માં મને આમંત્રણ મળતા હું ત્યાં ગયો, અને રમેશભાઈને રૂબરૂ મળી શક્યો…એ સમયે, ટેક્ષસાસથી સુરેશભાઈ જાની પણ હાજર હતા એથી એમને પણ મળી આનંદ થયો. આ મુલાકાત બાદ સુરેશભાઈના માર્ગદર્શને એમનો “આકાશદીપ” બ્લોગ શરૂ કર્યો.

એ મારી રીવરસાઈડની ટ્રીપ સમયે એમની પત્ની તેમજ દીકરી અને એના પરિવારને પણ મળવાનો લ્હાવો મળ્યો.

રમેશભાઈનો જન્મ ગુજરાતના “મહીમા” ગામે થયો હતો….અભ્યાસ કરી એંજીનીઅરીંગની ડીગ્રી મેળવી સરકારી નોકરી સ્વીકારી ગુજરાત રાજ્યમાં સેવા આપી, અને નિવૃત્ત થઈ અમેરીકા સ્થાયી થયા. એમનો પ્રેમ કાવ્ય રચનાઓ કરી, એમનો હ્રદયભાવ પ્રગટ કરવાનો રહ્યો…એ માટે એમનો બ્લોગ એક બારી છે. કાવ્યોરૂપી શબ્દો બ્લોગમાં ગુંજે છે અને તેને માણવા અનેક એમના બ્લોગ પર પધારે છે.મને પણ ત્યાં પોસ્ટો વાંચી આનંદ મળે છે.

આ અમારી “મિત્રતા”નું ફુલ મહેકતું રહે એવી પ્રભુને પ્રાર્થના.

મેં તો રમેશભાઈના જીવન વિષે એક ઝલક આપી છે. પણ, તમારે વધુ જાણવું હોય તો નીચેની લીન્કથી એમના બ્લોગ પર જવા વિનંતી>>>>

http://nabhakashdeep.wordpress.com/

 

અને, રમેશભાઈ વિષે આ પોસ્ટ પ્રગટ કરૂં તે પહેલા, મેં એક પોસ્ટ દ્વારા એમના વિષે થોડું લખ્યું હતું એ તમો નીચેની “લીન્ક” દ્વારા વાંચી શકો છો>>>>

 https://chandrapukar.wordpress.com/2009/11/30/%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6%e0%aa%ad%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%ad%e0%aa%bf%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a8/

આશા છે આ પોસ્ટ તમો સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Rameshbhai Patel is well known in the Gujarati WebJagat.

He is also known as “AKASHDEEP” under which he ceates his Poems in Gujarati.

As of 2000 he has his own Blog & one can visit his Blog by the Link provided above in the Gujarati script.

You will love him for his “Poetic Creations” and if you meet him or know hin you will like him as a a “nice” individual.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

જૂન 19, 2013 at 12:15 એ એમ (am) 14 comments

વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૦)…..ઊર્મી

 
 
 

વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૦)….. ઊર્મી 

 
 

ઊર્મીસાગરને તો સૌ જાણે !

ઊર્મીસાગરને તો સૌ જાણે ! …..(ટેક)
  
“ચંદ્રપૂકાર”બનતા, બ્લોગ્જગતે ચંદ્ર રમે,
  
“ઊર્મીસાગર” અને “ગાગરમાં સાગર”બ્લોગો એ નિહાળે,
  
પ્રતિભાવો એમાં મુકતા, ખુશી છે એને !
  
યાદ છે ઊર્મી તને એ ?…….ઊર્મીસાગરને તો…(૧)
  
અરે, એકવાર ઊર્મી-બાળકાવ્યની ખુશીમાં ,
  
લખ્યું કંઈક થોડા ઊર્મી-શબ્દો ચુંટી, હ્રદયભાવમાં,
  
તો, “આ છે થયું ખોટું “કહે સખી જયશ્રી પ્રેમભાવમાં,
  
યાદ છે ઊર્મી તને એ ?……ઊર્મીસાગરને તો….(૨)
  
“બે સહેલીનો સંવાદ”કાવ્ય લખી, ઊર્મી-યાદ ભરી,
 
એક પ્રતિભાવે “ચંદ્રપૂકાર”માં મુકી, ઊર્મી ચંદ્ર-માર્ગદર્શક બની,
 
“લાબું લખાણ પોસ્ટરૂપે કોઈ ના વાંચશે” ઊર્મી-સલાહ હતી
 
યાદ છે ઊર્મી તને એ ?…..ઊર્મીસાગરને તો…(૩)
 
“ગુજરાતી સાહિત્ય પરિષદ”ની પોસ્ટ વાંચતા, ઊર્મીને વધુ જાણી,
 
 એને એક માતા, એક પત્ની  સ્વરૂપે જાણી,
 
બાંધ્યો છે ઊર્મીએ સ્નેહસંબંધ મુજને “કાકા” કહી !
 
યાદ છે ઊર્મી તને એ ?…..ઊર્મીસાગરને તો…..(૪)
 
 
કાવ્ય રચના..તારીખ માર્ચ ૨૯. ૨૦૧૦           ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

આજે તમે નારીઓ વિષેની આ છેલ્લી પોસ્ટ વાંચો છો !
 
 
http://urmi.wordpress.com/
અને….
www.urmisaagar.com
અને…..
http://urmisaagar.com/saagar/
 
અંતે મારે આટલું જ કહેવું છે>>>>>>
 
ઊર્મીસાગર નામે એંણે ગુજરાતી વેબ-જગતના અનેકના દીલો જીતી લીધા છે …..ગુજરાતી સાહિત્યનું પીસરી, એણે અનેકમાં “સાતિત્ય-પ્રેમ” જાગ્રુત કર્યો છે !….મને  “કાકા” કહી, માન આપ્યું તે કદી ભુલાશે નહી, અને એ મારી દીકરી-સમાન એક “ભત્રીજી” છે , જેણે મારૂ દીલ જીતી લીધું છે !
એ હંમેશા સુખી આનંદીત અને તંદુરસ્ત રહે એવી પ્રાર્થનાઓ…અને, એના બ્લોગો દ્વારા અનેકને “મહેક” મળતી રહે !
 
ચંદ્રવદન.
 
 
FEW  WORDS…
 
Today it is JUNE, 19th 2010…it is a day before the FATHER’S DAY !
Today you are  viewing this Post…it is on URMI or URMISAGAR.
Urmi’s contrbution to the GUJARATI WEBJAGAT is measured by her activity on her Blogs & also her involvement with OTHER BLOGS.
 
HAPPY FATHER’S DAY to ALL !
 
CHANDRAVAAN
 

જૂન 19, 2010 at 7:11 પી એમ(pm) 15 comments

વ્યક્તિ પરિચય…મિત્રતા (૯)……જયશ્રીબેન ભક્ત.

 
 

વ્યક્તિ પરિચય…મિત્રતા (૯)……જયશ્રીબેન ભક્ત.

 
 

ગુજરાતી બ્લોગજગતના જયશ્રીને કોણ ના જાણે ?

ગુજરાતી બ્લોગજગતના જયશ્રીને કોણ ના જાણે ?….(ટેક )
  
૨૦૦૭માં વિજયભાઈ શાહ સહકારે “ચંદ્રપૂકાર”બનતા,
  
ખુશીમાં અનેક બ્લોગોની મુલાકાતો લેતા,
  
જયશ્રીબેનના “ટહુકો”પર પહોંચતા,
  
ગીતો વાંચી, સાંભળી, ખુશ હતો હું !
  
અરે, આ જ છે એ જયશ્રી !…….ગુજરાતી બ્લોગજગતના…(૧)
  
વિજયભાઈ પણ કહે, “બ્લોગજગતે જયશી-સલાહો હોય સારી”,
  
પ્રતિભાવ મારો “ટહુકો”પર મુકવા હતી હવે ઈચ્છા મારી,
  
એક પ્રતિભાવ ટહુકો પર કરતા, જયશ્રી ચંદ્રપૂકારમાં પધારી,
 
જયશી-અભિન્દન મળ્યાથી ખુશ હતો હું !……ગુજરાતી બ્લોગજગતના….(૨)
 
“ચંદ્ર”વેસ્માનો, અને બારડોલી રહીશ છે જયશ્રી,
 
“વેસ્મા તો મારૂં જોયેલું અને જાણેલું “કહે જયશ્રી,
 
અને, ઈમેઈલ કરી, મુજને “કાકા”કહે જયશ્રી,
 
એવા સ્નેહસંબંધનમાં ખુશ હતો હું !…..ગુજરાતી  બ્લોગજગતના……(૩)
 
મળ્યો અમિત જીવનસાથી સ્વરૂપે, હવે જયશ્રી એકલી નથી !
 
૨૦૦૯માં પહેલી વેડીંગ એનીવસરીની શુભેચ્છાઓ મીં કહી,
 
લોસ એન્જીલીસથી દુર જયશ્રી, છ્તાં જયશ્રી હૈયે ખુશી હતી ,
 
બસ, એટલું જાણી ખુશ હતો હું !…..ગુજરાતી બ્લોગજગતેના….(૪)
 
 
કાવ્ય રચના,,,તારીખ માર્ચ, ૨૭,૨૦૧૦            ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

 
એક વિસ્તારના , એક ભાષા બોલનારાનો ભેટો જ્યારે પણ થાય ત્યારે એક અનોખો આનંદ હૈયે વહે  છે.
હું જયશ્રીને રૂબરૂ મળ્યો તો નથી…પણ, બ્લોગ જગતે  ગુજરાતી ભાષાને દિપાવવા જયશ્રીનો ફાળો અમુલ્ય છે !..એણે જુના તેમજ નવા ગુજરાતી ગીતોને પોસ્ટોરૂપે મુક્યા…સાથે ઓડીઓથી એમાં “સુર” મુક્યો…..જે વાંચી, સાંભળી, અનેક ખુશ થયા. “ટહુકો”બ્લોગે નામના મેળવી…જયશ્રીબેનને પણ સૌ જાણવા લાગ્યા….જ્યારે જયશ્રીએ  ગુજરાતી વેબ્જગતમા શરૂઆત કરી ત્યારે ગણાય તેવા થોડા બ્લોગો હતા…આજે તો અનેક ગુઅરાતી બ્લોગો છે ..સૌના નામો જાણવા અસંભવ છે. આથી, જયશ્રી જે શક્ય કર્યું તે માટે એને વંદન છે મારા !
 
 
એક નામથી ઓળખાણ…..પ્રથમ મિત્રતાનો ભાવ….અને અંતે  કાકા-ભત્રીજીરૂપી સ્નેહ સંબંધ !….આવું કોણે કર્યું ? …જરૂર પ્રભુએ જ કર્યું !
 
તમારે જો જયશ્રીબેન ભક્તને વધુ જાણવા હોય તો એમના બ્લોગ “ટહુકો”ની મુલાકાત લેવી જ જોઈએ..એ માટે “લીન્ક” (LINK) છે>>>>>
 
http://tahuko.com/
 
અંતે મારે આટલું જ કહેવું છે…>>>>
 
ગુજરાતી બ્લોગ-જગતમાં મિત્રતાના અમી ઝરણે જયશ્રીનો પરિચય થયો…..અને એણે એની ઉદારતાથી મને કાકા કહી માન આપ્યું , તે કદી મારાથી ભુલાશે નહી !…અને, પ્રભુને પ્રાર્થના કરૂં કે  જયશ્રી અમિતની જોડી હંમેશા સહીસલામત રાખે, અને એમનું જીવન આનંદભર્યું રહે….અને નોકરી/કામો કરતા કરતા, પ્રભુ જયશ્રીને સમય આપે કે એ “ટહુકો”માં નવી નવી પ્રસાદીઓ પીરસતી રહે !
 
ચંદ્રવદન.
 
 
 
FEW WORDS
 
Today you are reading a New Post….It is on JAYSHREE BHAKTA
Well, Jayshree has earned her name in the Gujarati BlogJagat with her Blog “TAHUKO” which had become popular with the Gujarati GEET/KAVYO.BHAJANS with the written Scripts & with the AUDIO/VIDEO attachments…..The Visitors to the TAHUKO were happy to hear the Geets/Kavyo/Bhajans.
I was the ONE who had visited Tahuko & was impressed !

You may know Jayshree better by visiting her Blog TAHUKO by this LINK>>>

 
http://tahuko.com/
 
 
CHANDRAVADAN

જૂન 14, 2010 at 3:28 પી એમ(pm) 17 comments

વ્યક્તિ પરિચય…મિત્રતા (૮)……રેખાબેન સિંધલ.

 
 
 rekha
 

વ્યક્તિ પરિચય…મિત્રતા (૮)……રેખાબેન સિંધલ.

 
 
 

રેખાબેન સિંધલ કોણ ?

રેખાબેન સિંધલ કોણ હશે ?
 
પુછો એવું, તો તમે એ જાણવું પડશે !…….(ટેક )
 
“ચંદ્રપૂકાર”કર્યા બાદ, હું તો હતો બ્લોગ જગતે,
 
અનેક બ્લોગો પર હતું “રેખા સિંધલ”નામ અનેક પ્રતિભાવે,
 
કોણ હશે ? ક્યાં હશે ? પ્રશ્ર્નો એવા મારા મનમાં રમે,
 
હાલત એવી હતી મારી !……….રેખાબેન…….(૧)
 
“ચંદ્રપૂકાર” પર મહેમાન બની રેખાબેન આવી ગયા,
 
પ્રતિભાવે “સુંદર શબ્દો” પ્રસાદી મુકી ગયા,
 
ઈમૅઈલ એડ્રેસ એમનો આપી ગયા,
 
હાલત બદલાય છે મારી !……રેખાબેન……(૨)
 
ધીરજ ખોઈ, કર્યો એક ઈમેઈલ રેખાબેનને,
 
જવાબ તરત આપ્યો  રેખબેને,
 
અનેક ઈમેઈલોમાં ખુશીઓ ભરી અમે !
 
હાલત હવે ખુશીભરી હતી મારી !…..રેખાબેન…..(૩)
 
જાણ્યો “અક્ષય પાત્ર”નામે બ્લોગ એમનો,
 
અમેરીકાના “ટેનેસી”ના રહીશરૂપે વાંચ્યો પરિચય એમનો,
 
કાવ્યો કે લેખો વાંચી, આનંદ મળ્યો મુજને
,
હાલત સ્નેહસંબંધે બંધાયેલી હતી મારી !…..રેખાબેન…(૪)
 
આવા સ્નેહસંબંધની યાત્રામાં, મળી એક બેન ભાઈને,
 
આવા સ્નેહસંબંધમાં ખીલે “ભાઈ-બેન”નું પુષ્પ જગતમાં,
 
અને, આવા સ્નેહસંબંધ માટે વંદન છે પ્રભુજીને !
 
હાલત આવી ખુશીઓ ભરીમાં રહી, , ચંદ્ર ન્રુત્ય કરે !
 
 
 કાવ્ય રચના તારીખ…માર્ચ, ૨૬, ૨૦૧૦          ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ દ્વારા તમે રેખાબેન સિંધલ વિષે જાણી રહ્યા છો !
તમે ઉપર પ્રગટ કરેલી “કાવ્ય” લખાણ દ્વારા રેખાબેન વિષે થોડું તો જાણ્યું !
રેકાબેનનું નામ એમણે બ્લોગો પર આપેલા પ્રતિભાવો વાંચતા પ્રથમ જાણ્યું …..અને પછી, હું એમના બ્લોગ “અક્ષય પાત્ર”પર જઈ, એમની પોસ્ટો વાંચી એમને વધુ જાણ્યા…..અને, રેખાબેન પણ મારા બ્લોગ “ચંદ્રપૂકાર”પર આવી એમના પ્રતિભાવો મુક્યા………ત્યારબાદ,  એમને ઈમેઈલો કરવાનો લ્હાવો મળ્યો.
હું જેમ જેમા રેખાબેનને વ્હધુ જાણતો ગયો…તેમ તેમ હું એમની નજીક જવા લાગ્યો…..એક બ્લોગર “મિત્ર”ભાવે નિહાળતા, એક “નાની બેન” સ્વરૂપે નિહાળતો થયો…અને જવાબરૂપી  ઈમેઈલોમાં એમણે મને “એક ભાઈ ” તરીકે માન આપ્યું !….આ રહી અમારો “ભાઈ-બેન”ના સ્નેહસંબંધની શરૂઆત…જે ધીરે ધીરે વધુ અને વધુ ખીલતી રહી છે !
આવા પવિત્ર સંબંધે બંધાયા બાદ, જે પરિચયરૂપે જાણ્યું તે……
રેખાબેન સિંધલ અત્યારે યુ.એસ.એ.ના “ટેનેસી” રાજ્યના રહીશ છે….એઓ અમેરીકામાં ૨૦ વર્ષથી વધૂ સમયથી અમેરીકામા પરિવાર સાથે સ્થાયી છે….અને, એમના વિષે કાંઈ વધુ લખું તે પહેલા, એમના બ્લોગ પર એમણે જ લખેલા શબ્દો મુકું છું >>>>
 
માઈક્રોબાયોલોજી અને શિક્ષણમાં સ્નાતક થયા પછી ગણિત-વિજ્ઞાનની શિક્ષિકા તરીકે કાર્ય કર્યું છે અને પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકની મદદનીશ તરીકે પણ કાર્ય કર્યું છે. ઘણા વર્ષો સુધી મેડિકલ લેબોરેટરીમાં ટેકનિશીયન તરીકે કામ કરેલ છે. સાથે સાથે ફૂલટાઈમ કૌટુંબિક જવાબદારીઓમાં ત્રણ પુત્રીઓની માતા અને ભારતીય પત્નીની રસોડા દ્વારા પતિને રીઝવવાની પ્રથા…..આ બધા આનંદ વચ્ચે ક્યારેક ક્યારેક કલમ ઉપાડીને લીટીઓ તાણ્યાનો આનંદ પણ માણ્યો છે. સામાજિક સંસ્થાઓમાં સ્વૈચ્છીક સેવાઓ આપતા રહેવાનો સતત પ્રયત્ન કરતી રહી છું. નેતાગીરી સ્વભાવ સાથે વણાયેલી છે એમ સૌ કહેતા હોય છે એટલે માનવું પડે છે બાકી ભાવપ્રદેશમાં કેડી કંડારવાની હજુ બાકી છે.
હવે શક્તિના પૂર ઓસરવા લાગ્યા છે ત્યારે કલમનો ટેકો વધુ યાદ આવે છે. અને એ ટેકે ટેકે આગળનો પંથ સરળ બને એવા પ્રયત્નમાં વાચકોનો સથવારો મળશે તો આ આનંદયાત્રા વધુ માણી શકાશે. એમ માનીને આ બ્લોગ શરૂ કર્યો છે. દેશ છોડ્યાને 2008માં વીસ વર્ષ થયા. હાલ યુ.એસ.એ.ના ટેનેસી રાજ્યમાં રહું છું. જન્મ વેરાવળ(સોમનાથના દ્વારે) 1956માં માર્ચની પહેલી તારીખે અને મૃત્યુ અમેરીકામાં થાય એવું ઈચ્છું છું કારણ કે આ ભૂમિ સાથે હવે વધારે માયા બંધાઈ ગઈ છે.
 
રેખાબેન સાહિત્ય પ્રેમી છે,…અને, સમય સમયે ગુજરાતી તેમજ અંગ્રેજી માં સુંદર લેખો લખી એઓ એમના બ્લોગ પર પ્રગટ કરે છે…અને, કોઈવાર “કાવ્યો”રચનાઓ પણ પ્રસાદીરૂપે બ્લોગ પર મુકે છે…..આવો રસ હોવા છતાં, એઓ પ્રથમ એક “ભારતીય નારી”તરીકે ગૌરવ અનુભવે છે, અને સંસારમાં રહી, “કર્તવ્ય-પાલન”ને ધર્મ માની, જીવનમાં આગેકુચ કરે છે ……એમના વિચારો એમના “પોસ્ટરૂપી લખાણ”માં જાણી, તેમજ  એમના “ઈમેઈલો”માં એમનો ઉંડો “લાગણીબાવ” નિહાળી, હું આટલું કહી શકું છું ….>>>”રેખાબેન, સત્યના પંથે ચલનારા દયા, લાગણીઓ ભરપુર નારી છે !”….એમણે જ એમના બ્લોગ પર  “ડીપ્રેસન” વિષે એક લેખ પ્રગટ કર્યો હતો….એમાં એમના જીવનમાં જે સહન કર્યું , સારવાર લીધી, અને જે સફળતા મેળવી એનું વર્ણન કરી, અનેક આવી માંદગી માટે સમજ-માર્ગદર્શન અનેકને આપ્યું  ….ખુલ્લા દીલે આવું પ્રગટ કરવું એ કંઈ સહેલું નથી !…..એમને એ માટે મારા વંદન ! 
રેખાબેન વિષે જે મેં જાણ્યું તે જ લખ્યું છે….પણ, તમારે એમના વિષે વધુ જાણવું હોય તો તમારે એમના બ્લોગ “અક્ષય પાત્ર” પર જવું જોઈએ, અને તે માટે “લીન્ક” (LINK) છે>>>>>
 
http://axaypatra.wordpress.com/
 
અંતે મારે આટલું જ કહેવું છે>>>>
 
રેખાબેનનું જીવન ચિન્તાઓ મુક્ત રહે, આનંદભર્યું રહે…..અને એમની ઈચ્છાઓ પ્રભુ પુર્ણ કરે, અને એમને તંદુરસ્તી બક્ષે !..બસ, આટલી જ એક ભાઈની એક બેન માટે પ્રાર્થના !
 
ચંદ્રવદન.
 
 
FEW  WORDS…
 
Today you are reading a Post on another individual…..and it is on REKHABEN SINDHAL of U.S.A.
Some of you know her.
She has her own Blog AXAYPATRA.
I have written this Post on Rekhaben, as I had known by reading the Posts on her Blog …& also by reading her comments on her other Blogs.
Then there were Email Contacts with her……and I was closer to her…..and I regarded her as my younger sister and she respected me as her brother.
You can know more about her by visiting her Blog by the LINK>>>>

 
 
Thanking you all in advance for reading this Post.
Your COMMENTS are welcome !
 
CHANDRAVADAN

 

જૂન 10, 2010 at 12:40 પી એમ(pm) 18 comments

વ્યક્તિ પરીચય…મિત્રતા (૭)…નિતાબેન કોટેચા.

 

વ્યક્તિ પરીચય…મિત્રતા (૭)…નિતાબેન કોટેચા.

 
 
 

મિત્રતાના ભાવે નિહાળી, બેન છે મારી !

મિત્રતાના ભાવે નિહાળી, બેન છે મારી !…..(ટેક)
 
ગુજરાતી બ્લોગોની સફરોમાં,
 
હતો હું “ટહૂકો” કે “ઊર્મીસાગર” બ્લોગોમાં.
 
નામ નિતા કોટેચા વાંચ્યું પ્રતિભાવોમાં,
 
એવી ઓળખાણ પ્રભુએ જ કરી હશે !……મિત્રતા….(૧)
 
“મનના વિચારો” બ્લોગ પર જાતા, હતો આનંદ ચંદ્ર-હૈયે,
 
“ચંદ્રપૂકાર”પર નિતા-પ્રતિભાવો વાંચી, હતો આનંદ ચંદ્ર-હૈયે,
 
“ચંદ્ર-હૈયા” જેવો આનંદ જરૂર હશે નિતા-હૈયે,
 
આવી આનંદની ઘડીઓ પ્રભુએ જ કરી હશે !…..મિત્રતા….(૨)
 
હવે, તો, બ્લોગ-મુલાકાતો સિવાય ઈમેઈલથી સંર્પક હતો,
 
અરે, એડ્રેસ-ફોન જાણી, ચંદ્ર તો નિતાબેન નજીક હતો,
 
આવા “ઓળખાણરૂપી પુષ્પ”માં સ્નેહભાવ ખીલતો હતો !
 
આવી સ્નેહ-સબંધ ઘડીઓ પ્રભુએ જ કરી હશે !….મિત્રતા…(૩)
 
ચંદ્રે હ્રદયભાવો ખુલ્લા કરી, હ્રદય એનું હલકું કર્યું
,
રૂબરૂ મળવાની આશાઓ ભરી, હ્રદય એનું ફરી ભર્યું,
 
કહો  માયા કે પ્રેમભાવ એને તમે !
 
આવી ચંદ્ર-હાલત પ્રભુએ જ કરી હશે !….મિત્રતા….(૪)
 
 
તારીખ…માર્ચ ૨૦, ૨૦૧૦              ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ છે નિતાબેન કોટેચા વિષે !
 
તમે પ્રશ્ર્ન કરશો કે ….”કેવી રીતે તમે નિતાબેનને જાણો છો ?”
 
આ સવાલના જવાબરૂપે તમે ઉપર પ્રગટ કરેલા કાવ્ય દ્વારા થોડું તો જાણ્યું જ છે !
 
તેમ છતાં, આ “બે શબ્દો”ના લખાણ દ્વારા હું કંઈક વધુ કહેવા માંગુ છું .
 
પ્રથમ……તમે જાણ્યું કે ૨૦૦૭માં “ચંદ્રપૂકાર”નો જન્મ થયો….હું તો આનંદમાં ગુજરાતી
 
 બ્લોગજગતમાં અનેક બ્લોગોની મુલાકાતો લઈ, જુદી જુદી પોસ્ટો વાંચતો…અને સાથે
 
 સાથે એ પોસ્ટો પર મુકાયેલા પ્રતિભાવો પણ વાંચતો…..અનેકવાર, નામ હતું “નિતા
 
 કોટેચા” !…..એ પ્રતિભાવો દ્વારા મેં જાણ્યું કે નિતાબેનનો પણ એક બ્લોગ હતો…અને એનું
 
 નામ હતું “મનના વિચારો “……આટલું જાણતા, મારૂ હૈયું મને તરત એમના બ્લોગ પર
 
 લઈ ગયું…..જુની પોસ્ટો વાંચી….અને એક પોસ્ટ પર મેં મારો પ્રતિભાવ મુક્યો…..અને
 
 નિતાબેનને મારા બ્લોગ “ચંદ્રપૂકાર”પર પધારવા આમંત્રણ આપ્યું …..અને, થોડા જ
 
 દિવસમાં નિતાબેન “ચંદ્રપૂકાર”પર હતા. એમના પ્રથમ પ્રતિભાવ વાંચી મેં મારા હૈયે
 
 આનંદ અનુભવ્યો….એમના મળેલા ઈમેઈલ દ્વારા એમને “આભાર” પાઠવવાની તક
 
 મળી…..પછી તો, એમણે મારા બ્લોગની અનેક મુલાકાતો લીધી…..અને મે પણ એમના
 
 બ્લોગની મુલાકાતો લીધી. અનેક ઈમેઈલો પણ એક્બીજાને થયા.
 
 
નિતાબેનની પોસ્ટોમાં એમના વિચારો જાણ્યા…..એમના પ્રતિભાવોમાં એમના વિચારો
 
 જાણ્યા……અને, એમના ઈમેઈલો દ્વારા એમના વિચારો જાણ્યા……હું હવે નિતાબેનને વધુ
 
 જાણતો હતો, વધૂ ઓળખતો હતો…….મારૂં મન મને કહે..”નિતાબેન ખુબ જ
 
 લાગણીઓભર્યા વ્તક્તિ છે !”….અને, મારા હૈયાની પણ એવી જ પૂકાર હતી !
 
મેં નિતાબેનને મારી એક “નાની બેન” સ્વરૂપે નિહાળ્યા…એમણે પણ મને એક “મોટા
 
 ભાઈ” કહી માન આપ્યું !
 
જ્યારે વ્યક્તિ હ્રદયમાં ખરી ઉંડી લાગણીઓ રાખે ત્યારે, કોઈ સાથે “સખી “બની આનંદ
 
 અનુભવે…..જ્યારે સખીનું વર્તન એવૂં હોય કે હૈયે ખુબ દુ”ખ થાય….એવી જ એક
 
 ઘટનાના કારણે નારાજ થઈ નિતાબેન વિચારોમાં રહી, એમના બ્લોગ પર પોસ્ટો પણ
 
 ના મુકતા ત્યારે સુરેશભાઈ જાની તેમજ અન્ય તરફથી ફરી “ઉત્સાહ” રેડાયો…..અને,
 
 ત્યારે મારા પણ “ઉત્સાહ”ભર્યા શબ્દો ઈમેઈલઓથી હતા !…..ફરી એમનો બ્લોગ “મનના
 
 વિચારો “નવી પોસ્ટો સાથે “પ્રસાદીઓ” આપતો હતો. એ નિહાળી મારા હૈયે આનંદ હતો !
 
નિતાબેને ગુજરાતીમાં અનેક ટુંકી વાર્તાઓ લખી હતી….એમની કોઈક વાર્તાને “એવોર્ડ”
 
 પણ મળ્યું છે….અને જાન્યુઆરી ૨૦૧૦માં “મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય એકાડેમી” દ્વારા
 
 એક  ટુંકી વાર્તાઓનું પુસ્તક “મનન” પ્રગટ કર્યું ,,,,,ત્યારે એમના હૈયે તો ખુખી…..અને,
 
 મારા હૈયે પણ ખુખી….નિતાબેનને એ માટે ખુબ જ “અભિનંદન” !
 
 
એ પુસ્તક કવર છે……
 
 
હવે નિતાબેન વિષે શું લખું ?
 
નિતાબેન મુંબઈના ઘાટકોપર વિસ્તારના રહીશ છે….એઓ પરિવાર સાથે સુખી
 
 છે….દીકરીઓ માટેનો એમનો પ્રેમ ઉંડો છે…એમનું ભણતાર એજ એમની
 
 પ્રાર્થના….એમનો ગુજરાતી સાહિત્ય પ્રેમ પણ ઉંડો છે …..મેં તો જે જાણ્યું તે જ
 
 લખ્યું …..તમે નિતાબેનને વધુ જાણવા હોય તો જરૂરથી એમના બ્લોગ “મનના
 
 વિચારો”ની મુલાકાત લેશો ….એથી મને પણ આનંદ થશે !…..અને, જો શક્ય હોય તો
 
 એમની પ્રગટ કરેલ પુસ્તક “મનન” વાંચશો તો જરૂરથી એમના “વિચારો” તમે જાણી,
 
 નિતાબેનને ખરેખર જાણશો !
 
અને, એમના બ્લોગ પર જવા માટેની “લીન્ક” (LINK) છે>>>>
 
http://neeta-kotecha.blogspot.com/
 
તમે “ચંદ્રપૂકાર”પર પધારી આ પોસ્ટ વાંચી તે માટે આભાર !…જો તમે તમારા “ભાવો”
 
 પ્રતિભાવરૂપે મુકશો તો વાંચી “આનંદભર્યો આભાર ” !
 
 
ચંદ્રવદન.
 
 
FEW WORDS
 
Today you are reading a Post on another women….it is on NEETABEN KOTECHA of MUMBAI, INDIA.
How do I know her ?
Well, she is a BLOGGER…& has her own Blog “MANna VICHARO”.
As I surfed on the different Blogs of the GUJARATI WEBJAGAT, I came to know her by reading her COMMENTS on different Blogs & also by reading the POSTS on her Blog.
As I read her comments & her Posts, I realised that she is an individual with “deep feelings for others in her heart”…..She is very emotional too !….And, as i communicated with her via EMAILS, I was closer to her …I saw her as my “younger sister” and she respected me as her “brother”.
Neetaben had written many “short stories” (TUNKI VARTAO) in Gujarati…and one of her “vaarta” selected as one of the best and she received an Award fot that. She had also published a Book of “Tunki Vartao” in Gujarati entitled “MANAN”.
If you wish to visit her Blog, then the LINK is>>>>>
 
http://neeta-kotecha.blogspot.com/
 
I hope you enjoy reading this Post !
 
CHANDRAVADAN MISTRY

જૂન 4, 2010 at 2:13 એ એમ (am) 19 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031