Posts filed under ‘તંદુરસ્તિ/હેલ્થ..Health’

માનવ તંદુરસ્તી (૩૩) ઃએલોપથી મેડીસીન કે આર્યુવેદિક સારવાર સાથે અન્ય ઉપચારો

 

 

 

 

 

 

File:Ayurveda humors.svg

Homeopathic remedy Rhus toxicodendron, derived from poison ivy.

    ALL PICTURES via GOOGLE SEARCH

 

માનવ તંદુરસ્તી (૩૩) ઃએલોપથી મેડીસીન કે આર્યુવેદિક સારવાર સાથે અન્ય ઉપચારો

 

પક્ષિમ જાણકારી સાથે સંકળાયેલ સારવારનો પ્રચાર એટલે “એલોપથી” સારવારની વાત અનેક તંદુરસ્તી પોસ્ટો દ્વારા થઈ. કોઈક પોસ્ટમાં ઓલટનેટીવ સારવારના ઉલ્લેખ સાથે મેં આર્યુવેદીક સારવાર વિષે થોડા શબ્દો કહ્યા હતા.

આજે, “માનવ તંદુરસ્તી”ના પોસ્ટરૂપે આપણે ત્રણ નામકરણે ચર્ચાઓ કરીશું. આ ત્રણ મુખ્ય સારવારના પંથો છે>>>>

(૧) એલોપથી મેડીકલ સારવાર

(૨) આર્યુવેદીક સારવાર

(૩) હોમીઓપેથીક સારવાર

એલોપથી સારવાર ઃ

મેડીકલ કોલેજોમાં મેડીકલ ડીગ્રી કોર્સરૂપી ભણતર એ જ “એલોપથી” સિધ્ધાંતો પર ઘડાયેલ રોગોનું જ્ઞાન અને એવા રોગોના ઈલાજરૂપે સમજાવેલી સારવાર.

તો, એલોપથી મેડીસીન એટલે શું ?

એલોપથી સારવાર એટલે અત્યારે વિશ્વમાં સૌ કોઈને પ્રથમ ઈલાજરૂપે આપતી દવાઓ, જેમાં શરીર પર અસર કરે તેવા તત્વો હોય અને જેના કારણે રોગોએ કરેલી અસરો પર લાભ થતા દર્દીને રાહત મળે. દાખલા તરીકે બેકટેરીઅલ જંતુઓ શરીરમાં પ્રવેશ કરતા તાવ આવે….તો તાવને ઉતારવા આપેલી “ટાઈલેનોલ” કે “એસ્પ્રીન”ને આપણે એલોપથી દવા કહી શકીએ….સાથે જો “એન્ટીબાયોટીક્સ” આપી, શરીરમાં પ્રવેશ કરેલા જંતુઓનો નાશ કરીએ તો એવી “એન્ટીબાયોટીક્સ” દવાઓ પણ “એલોપથી” સારવાર કહેવાય.

પક્ષિમના ભણતરમાં થયેલી “રીસર્ચ”ના કારણે અનેક નવી નવી દવાઓ થઈ ચુકી છે અને ભવિષ્યમાં અનેક થશે.

આવી સારવારમાં દર્દીને થતા તાવ, દુઃખાવો, ઉલટી, ઉધરસ, વિગેરે અસરોરૂપી ચિન્હો પર ધ્યાન આપવામાં આવે છે….અને એની સાથે શરીરની અંદર ખરાબ અસર લાવનાર ધાતુ/કેમીકલ કે જંતુઓ વિગેરેનો નાશ કરવા બીજી દવાઓ આપવાનો નિર્ણય હોય છે. પણ રોગ થવાનું મુખ્ય કે મૂળ કારણ શોધવાનો પ્રયાસ ઓછો હોય છે….આથી, જે કંઈ સારૂં થાય તે ફરી પણ રોગરૂપે હોય શકે.

પણ….આવી એલોપથી સારવારથી રાહત જલ્દી હોય શકે છે.

આટલી જલ્દી સારી અસર થાય તેની સાથે એવી સારવાર દ્વારા થતી બુરી અસરો(Side Effects)ને પણ શરીર પર પડવાની સંભવતા ખુબ જ વધી જાય છે. એવી બુરી અસરોના કારણે શરૂ કરેલ ઈલાજને બંધ કરવાની ઘડી પણ અનુભવવી પડે છે.

હવે અંતે, “એલોપથી” શબ્દ કોણે અને ક્યારે શરૂ કર્યો ?

૧૮૧૦માં ડો. સેમુઅલ હાનેમન (Dr. Samuel Hahaimann ) નામના વ્યક્તિએ પહેલીવાર એ સમયે રોગની જાણકારી બાદ, એને નાશ કરવા કે અટકાવવા દવાઓ માટે જે જુદી રીતે કામ કરે તેવા યાને “એન્ટી” (ANTI ) કેમીકલો વાપરી સારવારનો સિધ્ધાંતરૂપી પાયો હતો, આ શબ્દ યાને “એલોપથી” નામ આપ્યું. આ ડોકટરે જ “હોમીઓપથી”( )સારવારની શરૂઆત કરી હતી, જેમાં સિધ્ધાંત હતો “જે પદાર્થોથી રોગ કે રોગના ચિન્હો નજર પડે તેને એવા જ પ્રકારના પદાર્થો આપી રોગનો ઈલાજ કરવાનો હોય” યાને “લાઈક ક્યોર લાઈક” (Like Cures Like ).

 

(૨) આર્યુવેદીક સારવાર

આર્યુવેદીક શબ્દ હિન્દી કે સંસ્કૃત ભાષામાંથી છે.

અને એથી, આ નામની રોગોની સારવાર ભારતમાં હજારો વર્ષોથી ચાલી રહેલી સારવાર છે.

હિન્દુ ગ્રંથોના વેદો (Vedas )માં આવી સારવારનો ઉલ્લેખ છે.

અસલ ઋષીમુનીઓએ સંશોધન કરી, વનસ્પતીમાં રહેલા ગુણકારી તત્વોની જાણકારી કરી, લોકોને રોગો માટે ઈલાજ કરવા શરૂઆત કરી.

આજે તો, એ જુના સિધ્ધાંત આધારીત એવી જાણકારી અન્યને મળતી રહે એવા ભાવે આર્યુવેદીક કોલેજો પણ ભારતમાં છે.

અને, જ્યારે રોગ હોય અને દવાની જરૂરત હોય ત્યારે જંગલોમાંથી વનસ્પતીઓ વિગેરે લાવી કે આગળ ભેગી કરેલી ચીજો દ્વારા મલમ, ચુરણ કે પીવાની દાવા ગોળીરૂપે આપવાની પ્રથા હતી તેની જગાએ આર્યુવેદીક દવાઓ મોટા પાયે કરવા ફેક્ટરીઓ પણ છે..જેવી કે “ઝન્ડુ ફારમસી” (Zandu Pharmacy ) તેમજ અનેક નામોથી બનતી દવાઓ.

પણ, આર્યુવેદીક સારવાર કે દવાઓનો સિધ્ધાંત શું ?

પ્રકૃતિ સાથે માનવીનો સબંધ યાને “જીવ”નો સબંધ પાંચ તત્વો સાથે જોડાયેલો છે. આ પાંચ તત્વો છે>>>

(i) જમીન

(ii) પાણી

(iii) અગ્નિ

(iv) વાયુ

(v) આકાશ

આ પાંચ તત્વો સમતોલનમાં રહે ત્યારે જીવ યાને માનવ તંદુરસ્ત રહે છે.

જ્યારે, આ સમતોલનનો ભંગ થાય ત્યારે ખરાબ અસર શરીર પર પડે યાને કે રોગ થાય.

વનસ્પતીમાં સમાયેલ તત્વો કે કુદરતી ધાતુઓ કે કેમીકલ તત્વોના ઉપચારો દ્વારા ફરી “બેલન્સ” અવસ્થા હોય શકે.

એનો અર્થ એટલો કે રોગ નાબુદ થઈ માનવી ફરી તંદુરસ્ત હોય શકે.

અનેક અનુભવો સાથે અસલના ઋષીઓએ આ વિજ્ઞાનરૂપી જાણકારીને ત્રણ તત્વોરૂપી સિધ્ધાંત પાયામાં નિહાળી>>>

() વાયુ અને આકાશ એક સાથે યાને વાટ

() અગ્નિ અને પાણી એક સાથે એટલે પીત કે બાઈલ

(૩) પાણી અને ધરતી કે જમીન એક સાથે એટલે “કફ”

આ પ્રમાણે ત્રણ તત્વોરૂપી “દોષ” પ્રમાણમાં હોય ત્યારે માનવી તંદુરસ્ત…અને જ્યારે સમતોલન ના હોય ત્યારે ના તંદુરસ્ત યાને રોગી.

આવી વિચારધારા સાથે આર્યુવદીક સારવાર રોગના મુખ્ય કે મૂળ કારણની જાણકારી મેળવી રોગને જડમૂળથી નાબુદ કરવાના પંથે હોય છે.

આવા પંથે, દવાઓ વિગેરેની અસરો ધીરે ધીરે થાય છે. ત્યારે એની સરખામણીમાં એલોપથી દવાઓથી રોગના ચિન્હો જલ્દી સારા થતા જણાય છે…પણ એવી રોગરૂપી સારવાર બાદ, એવો રોગ ફરી હુમલો કરી શકે છે.

આ જાણકારી દ્વારા એટલી સમજ થઈ છે કે હંમેશ રોગરૂપી બિમારીઓ યાને “ક્રોનીક” બિમારીઓ (Chronic Illnesses ) દાખલારૂપે “આસ્થમા” (Asthma ) આર્યુવેદીક દવાઓથી કાયમ નાબુદ થયાનું આજે જાણમાં છે.

આર્યુવેદીક દવાઓ ધીરે અસર કરે પણ આ સારવારમાં ખરાબ અસરો ઓછી કે નજીવી હોય છે.

 

(૩) હોમીઓપથી સારવાર

“હોમીઓપેથી” શબ્દ ગ્રીક શબ્દોમાંથી બનેલો છે.

“હોમોઈઓસ” (Homoios ) એટલે અંગ્રેજી “લાઈક”(Like ) અને “પાથોસ” એટલે અંગ્રેજીમા “સફરીંગ” (Suffering ).

આથી આ સારવારનો સિધ્ધાંત છે ” લાઈક ક્યોર્સ લાઈક ” (Like cures like )

જેનો અર્થ થાય જેનાથી રોગ થયો હોય તે સમયે સારવારરૂપે એવો જ પદાર્થ પાણીમાં કે દારૂ કે પ્રવાણી તત્વમાં ઓછા પ્રમાણમાં આપવામાં આવે તો એનાથી રોગ નાબુદ થઈ શકે.

આવી સારવારનો પ્રચાર કરનાર હતા ડો. સેમયુઅલ હાહનેમાન, અને ૧૭૯૬માં એવા નામે આ સારવાર વિષે શરૂઆત કરી હતી.

અત્યારના મેડીકલ જાણકારો અને એલોપથીના ચાહકોએ એવી દવાઓ પર રીસર્ચ કર્યા બાદ જાહેર કર્યું હતું કે આવી સારવાર અને પ્લસેબો (Placebo ) યાને કોઈ કેમીકલ વગરની દવાની અસર એક સરખી હોય અને આથી હોમીઓપથી સારવારને ગુણકારી માનવા માટે ઈનકાર કરે છે. કોઈકવાર આરસેનીક જેવા ધાતુ તત્વો નજીવા પ્રમાણે દવારૂપે આપના કેસો સાથે પોઈઝનસ અસર યાને ઝેરી અસર થયાના બનાવો જાણવા મળ્યા છે. આ કારણે આવી દવાઓ માટે કાયદાઓ ઘડાયા છે.

આટલું કહ્યા બાદ, મારે એટલું કહવું છે કે આજે પણ એક “ઓલટરનેટીવ”(Alternative ) સારવાર તરીકે લોકો અજમાવવા તૈયાર છે.

 

અંતે સારરૂપે મારે આટલું કહેવું છે>>>>

આજના મોર્ડન યુગમાં “એલોપથી” મેડીસીને એના પુરાવા સાથે આપેલી સારવાર, અને એવી સારવારથી દર્દીઓને જલ્દી રાહત હોવાના કારણે લોકોને ગમતી ટ્રીટમેન્ટ બની ગઈ છે. વળી, એમનો પ્રચાર પણ ખુબ જ છે. સાથે સાથે યુગમાં નવા બનતા ડોકટરો આ જ એલોપથી દવાના જાણકારીવાળા હોવાના નાતે, આવી સારવાર દર્દીઓ માટે પ્રથમ સારવાર બની રહી છે. આવી સારવાર સાથે ટીબી જેવા રોગો નાબુદ થયાનું સૌ કોઈ જાણે છે. પોલીઓ કે સ્મોલપોક્ષ જેવા ભયાનક રોગો નાબુદ કરી જનતાને એક ખુશીભરી કહાણી આપી છે.

પણ….આવા લાભો સાથે એવી દવાઓ દ્વારા થતી ખરાબ અસરો યાને “સાઈડ ઈફેક્ટસ” (Side Effects) અને કોઈકવાર મૃત્યુ થયાના દાખલાઓ પણ નજરે પડે છે.આના કારણે, એલોપથી ડોકટરો જયારે એમની સારવારમાં નિસફળતા નિહળતા, હર્બલ (Herbal ) કે આર્યુવેદીક સારવાર તરફ નજર કરી એવી સારવારથી થતા લાભોનો સ્વીકાર કરવા લાગ્યા. આજે તેના કારણે આર્યુવેદીક દવાઓને ગુણકારી ના ગણવાની ભુલને સુધારી એવી આર્યુવેદીક દવાઓ પર રીસર્ચ કરવા તૈયાર થયા છે. આજે આર્યુવેદીક સારવારનો એક “ઓલટરનેટીવ થરાપી” રૂપે સ્વીકાર છે ….આ ખુશીની વાત છે.

આટલું લખી, હું આ પોસ્ટને વિરામ આપું છું.

પણ….આર્યુવેદીક દવાઓ અને સારવાર વિષે વધુ કહેવાની ઈચ્છા રહે છે તે બીજી પોસ્ટરૂપે જાણીશું.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Health Post is about the GENERAL DISCUSSIONS about the Modernly popular ALLOPATHY Therapy and the ALTERNATVE THERAPY eg ARYUVEDIC & HOMEOPATHIC Therapies.

The ALLOPATHY treatment bases its notion on the fact that those substances that have OPPOSITE effects to the substnces that cause the DISEASES can give the RELIEF or CURE those Diseases.

The Principle on which the ARYUVEDIC Treatment is founded is that the HEALTH is a BALANCED STATE of the HUMAN BODY…and the DISEASE is a result of the IMBALANCE in that STEADY STATE. The Treatment is guided by the use of the MEDICINES & other methods to re-establish that HARMONY & thus trying to attack the ROOT CAUSE of the Disease.

The HOMEOPATHY Treatment is based on the Principle of the LIKE CURES LIKE….So, the Therapy involves the ingestion of the substance diluted in SMALL Amounts can modify the disease process & eventually cures it. But, there are some events of Arsenic Poisoning when that element was involved as the Therapy….Some who believe in the beneficial effects of the Therapy had defended this Therapy.

For those interested in knowing more of these Therapies can go on the LINKS below>>>>

(1)

http://en.wikipedia.org/wiki/Allopathic_medicine

(2)

http://en.wikipedia.org/wiki/Ayurveda

 

(3)

http://en.wikipedia.org/wiki/Homeopathy

 

I hope you like this Post on the health.

 

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

મે 14, 2014 at 1:55 પી એમ(pm) 5 comments

માનવ તંદુરસ્તી ( ૩૨) તંદુરસ્તી પર શરીર,મન અને આધ્યાત્મિક જ્ઞાનની અસર

 

 

Kundalis

    PRAGNAJUBEN VYAS’s BLOG…Thanks for the Picure !

The MIND at thee HIGHEST LEVEL of UNDERSTANDING as seen by the Diagramatic Illustration

 

માનવ તંદુરસ્તી ( ૩૨) તંદુરસ્તી પર શરીર,મન અને આધ્યાત્મિક જ્ઞાનની અસર

 

માનવી સ્વરૂપ પ્રભુએ અદભુત ઘડ્યું છે.

એક પ્રાણી તરીકે ઉચ્ચ સ્થાન કારણ કે માનવી જ મનથી વિચારો કરે…વિચારો કર્યા બાદ સમજી કે ખોટું સમજી એ અમલમાં મુકે કે ના મુકે.

આવી સ્વતંત્રતા છે !

જ્યારે વિચારો યોગ્ય કે શુધ્ધ હોય ત્યારે મનને જરૂર શાંતી/આનંદનો અનુભવ થાય છે.

આવી વિચારધારામાં માનવી એની અંદર ખોજ કરે છે….એવી ખોજમાં એ મન/શરીરની બહાર વિશ્વમાં હોય…જેને “યુનીવર્સ” ( UNIVERSE) કહેવામાં આવ્યું છે.

આ પ્રમાણે માનવી એની વિચારધારામાં રહે ત્યારે કંઈક એવો અનુભવ થાય જેમાં “દિવ્ય શક્તિ”ના દર્શન થાય…આવી સફર એ જ “આધ્યાત્મિકતા”.

આટલું કહી, મારે નીચે મુજબ કહેવું છે >>>

માનવ શરીરના બંધારણ વિષે તમોએ અનેક “માનવ તંદુરસ્તી” પોસ્ટો દ્વારા જાણ્યું છે.

માનવને એક “જીવ”રૂપે નિહાળતા તરત જ સવાલ ઉભો થાય ઃ આ જીવરૂપી તંત્ર કેવી રીતે ચાલી શકે ? આવા સમયે, અનેક પોસ્ટો દ્વારા તમે જુદી જુદી સીસ્ટમો દ્વારા જુદા જુદા કાર્યો થાય છે એવું જાણી થોડો સંતોષ પણ થાય. જેટલું જાણ્યું છે તેને ફરી યાદ કરતા એક જ વિચાર રહે ઃ પ્રભુની આ તો અદભુત કારીગીરી છે !”

માનવનો સ્વભાવ ના જાણેલું જાણવા ઈચ્છાઓ રાખે છે …અને, એ એની “બુધ્ધિ” તરફ વળે છે.

આવા સમયે બુધ્ધિના માર્ગદર્શને “મેડીકલ સાયન્સ ” (MEDICAL SCIENCE )નો જન્મ થતા માનવી નવી નવી શોધો તરફ વળે છે.

બુધ્ધિ યાને બ્રેઈન તો શરીરમાં જોઈ શકે પણ મનનો તો ફક્ત અનુભવ કે કલ્પના જ કરી શકે છે.

એવી કલ્પનામાં રહી મગજના કયા ભાગમાં મનના વિચારો જન્મે છે જનમ્યા બાદ કયા વિભાગમાં યાદશક્તિ યાને “મેમોરી” (MEMORY) રૂપે રહે છે તેની શોધમાં રહે છે.

જે આંખોથી જોઈ શક્યો તેવું શરીરનું બંધારણ યાને “એનાટોમી” (ANATOMY ) તેમજ જે આંખેથી જોવાતું ના હતું તે માટે “માઈક્રોસ્કોપ”ની શોધ કરી “સુક્ષ્મ” નિહાળી જ્ઞાન વધારી એણે થોડો આનંદ અનુભવ્યો.

જુદા જુદા અંગો કેમ કાર્ય કરે એવા વિચારે સાયન્સ ( SCIENCE) શક્ય થયું તે જ “ફીઝીઓલોજી” (PHYSIOLOGY ) .

રોગો હોય ત્યારે અંગોની તપાસ કરતા જે જાણ્યું તે જ્ઞાન તે જ “પેથોલોજી” (PATHOLOGY)

આ બધું તો “એનાટોમી” રૂપે નિહાળી કરવામાં એને સફળતા ઘણી જ મળી.

પણ જ્યારે “મન” વિષે સવાલ આવ્યો ત્યારે એ હાતાશ તો ના થયો.

વિચારો કરતા માનવી કે કોઈ પ્રાણી પર પ્રયોગ કે “એક્ષ્પેરીમેન્ટ” (EXPERIMENT ) કરી મન અને વિચારો વિષે એ વધુ જાણતો ગયો. ડીએનએ (DNA) અને જીન્સ (GENES) અને ક્રોમોઝોમ્સ (CHROMOSOMES ) કુલ્લે ૨૩ જાણી ૨૩મી જોડી પર “એક્ષ”(X ) અને “વાઈ” (Y ) કેવી રીતે છે તે પરથી સ્ત્રી અને પુરૂષનું બંધારણની જાણ થાય છે.

આજે મેડીકલ સાયન્સ આ ક્ષેત્રે વધારે જાણકારી દર્શાવે છે.

અહી, સાયન્ટીસ્ટ જુના વિચારોને ધ્યાનમાં લેવા લાગ્યો

ઋષી મુનીઓ ખરેખર તો ” ફીલોસોફર્સ” (PHILOSOPHER ) કહેવાય….મનમાં “કોન્સીઅસ” અને “સબકોન્સીઅસ” તેમજ મનના વિસ્તાર બહાર જઈ “કોસમીક” (COSMIC )પદે પણ મનની અસર છે એવી વિચારધારા પુરાણોના ચિંતકોએ આપેલી તે તરફ શોધને વણાંક આપે છે.

આજે, ધ્યાન યાને “મેડીટેશન”ના લાભો સાયન્સ પણ ગણાવવા લાગ્યું છે

જે પ્રમાણે મન માટે વિચારધારા બદલાવી, તે પ્રમાણે શરીરને યોગ (Yoga) દ્વારા લાભોને પણ સાયન્સ માનવા તૈયાર છે.

હવે…રહી “આધ્યામ્કિતા”ની પંથના અસરની વાત.

દિવ્ય શક્તિ છે એવો સ્વીકાર….એની દ્વારા શુધ્ધ વિચારો…શુધ્ધ વિચારો દ્વારા “પોઝીટિવ એનરજી” ( POSITIVE ENERGY) અને એના કારણે શરીર તેમજ મનની શાંતી અને આનંદ અને અંતે માનવ તંદુરસ્તી જળવાય રહે કે જે બગડી હોય તે સુધરે છે.

આ પ્રમાણે…મન…શરીર બન્ને એકબીજાને સહાય કરે છે

આજે માનવ “ક્લોનીંગ ” કરી કુદરતને એક નવી “ચેલેન્જ” ( CHALLANGE) આપી રહ્યો છે.

હવે પછી ભવિષ્યમાં શું હશે તેની કલ્પના કરવી અસંભવ છે.

એટલું તો જરૂર ખરૂં કે માનવ જ એકવાર મહાશક્તિશાળી હતો..મન પર કાબુ કરી શકતો હતો. આજે એવી શક્તિ નથી પણ ભવિષ્યમાં એવી અદભુત શક્તિ પણ એની પાસે હોય શકે !

મારે અંતે એટલું જ કહેવું છે કે……આ પોસ્ટ દ્વારા માનવ શરીર વિષે જે મારે ઈચ્છા હતી તે પુર્ણ થાય છે.

હવે, ભવિષ્યમાં “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો “ડોકટરપૂકાર” નામકરણે હશે….એવી પોસ્ટો અત્યાર સુધીમાં ૧૦ છે..જે કોઈએ રોગો વિષે જણવા સવાલો કર્યા હતા તે આધારીત હતી.

તો…આ પોસ્ટ દ્વારા જે પુર્ણ થયું તેની સાથે હું સૌને મારૂં હ્રદય ખોલી “આભાર” દર્શાવું છું કે સૌએ બ્લોગ પર પધારી આ પોસ્ટો વાંચવા સમયનો ભોગ આપ્યો…ફરી મળીશું !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Health Post is about the BODY, MIND and the INFUENCE of the SPIRITUALIY on the HEALTH.

The MIND plays an important role in the Human Life & wellbeing is well known & accepted by the Medical Science.

The Role of the SPRITUALTY or even the RELIGION is debated….and the MODERN thinkers are ACCEPING it .

The EASTERN culture stressed the MIND’s CALMNESS….and therefore it gave the importance to MEDITATION and stated its beneficial effects on the HEALTH. As the extension of this Meditation is the concept of PURE THINKING or POSITIVE THOGHTS….and then the finally linking it to SPIRITUALITY.

The RELIGIOUS thinking or HIGHER PHILOSOPHICAL thinking engages the MIND towards the Creator and some HIGHER ENERGY. Here often the Question of the FAITH is brought about. This is similar to one’s trusting his/her DOCTOR or the MEDICINES given as the TREATMENT. The FAITH or the TRUST leads to the POSITIVE THOUGHTS and this leads to GOOD HEALTH.

Human Being is a CREATION of the GOD who will always for NEWER things….and thus the HEALTH RESEARCHES will continue. More understanding of GENES Etc, will lead to newer CURES for the Humans. The Future is unknown.

Hope you like this Post !

 

Dr. Chandravadan Mistry

મે 13, 2014 at 12:39 એ એમ (am) 4 comments

માનવ તંદુરસ્તી (૩૧ ) માનવ શરીરનું મન કે માનસીક તંત્ર

 

 

 

413px-RobertFudd17Jh.png

Brain chrischan 300.gif

 

 

 

Selective serotonin reuptake inhibitor
Drug class
Serotonin (5-HT).svg

Use Depression anxiety disorders, and some personality disorders.
Biological target Serotonin transporter
ATC code N06AB
External links
MeSH D017367
AHFS/Drugs.com Drug Classes
Consumer Reports Best Buy Drugs

 

SSRI’s are a CLASS of ANTIDEPRESSANT MEDICATION

ALL PICTURES & DIAGRAMS via GOOGLE SEARCH

 

 

માનવ તંદુરસ્તી (૩૧ ) માનવ શરીરનું મન કે માનસીક તંત્ર

 

આપણે અત્યાર સુધી તંદુરસ્તીની પોસ્ટો વાંચી તેમાં માનવ શરીરના બંધારણમાં કોઈ આકારના દર્શન થયા.

પણ જ્યારે “મન” યાને “માઈન્ડ” (Mind ) ની વાત આવે ત્યારે આપણે માનવીના મગજ યાને “બ્રેઈન” (Brain ) તરફ તરત જ નજર કરીએ અને ત્યાં મન છે એવું કહીએ. આનું કારણ એટલું જ કે મનનું કાર્યને પુર્ણતા આપવા માટે મગજની અને સાથે જોડયેલ નર્વસ સીસ્ટમની જરૂરત પડે છે.

મન એટલે વિચારો બનાવવાની એક ફેક્ટરી.

વિચારોનો જન્મ થાય…વિચારોમાંથી બીજા વિચારો…અને એક વિચાર કે વિચારોનું મૃત્યુ પણ ત્યાં જ.

મન સ્વભાવે સ્થીર નથી.

મન સાથે હ્રદયનું જોડવું …એ શરીરમાં નજરે આવતા હ્રદયને નિહાળી ત્યાં “ભાવો”નો જન્મ થતો હશે એવો વિચાર કે કલ્પના છે.

પણ જ્યારે મનની સાથે “આત્મા યાને “સોલ” (Soul )નું જોડાણ કરવું એમાં પ્રાણરૂપી શક્તિના દર્શન હોય છે ..અહીં, શરીરમાં નજરે આવતો કોઈ અંગની વાત નથી.

આ બધી ચર્ચાઓ કરતા આ પોસ્ટરૂપે મન વિષે ઉલ્લેખ કરી મનના રોગો વિષે થોડું સમજીએ.

આ વિષયમાં પ્રવેશ કરતા પહેલા, વિજ્ઞાનરૂપે બે નામો જાણી જરા સમજીએ>>>

(૧) “સાઈકોલોજી” (PSYCOLOGY )

“સાઈકોલોજી” એટલે એવું જ્ઞાન જેમાં મન અને મન દ્વારા થતા વિચારો અને એની સાથે નજરે આવતા માનવ સ્વભાવો યાને “બીહેવીએરો” (Behaviour )ની જાણકારી મેળવવી.આવા જ્ઞાનની શોધમાં માનવ “ફીલોસોફી” (Philosophy ) રૂપે ઉચ્ચ વિચારોના પંથે હોય છે અને જગતમાં એવા માનવીઓ “ફીલોસોફર્સ” (Pholosopher ) નામે ઓળખાય છે.

(૨) સાઈક્રાટ્રી ( PSYCHIATRY)

જ્યારે મેડીકલ ડોકટર મન અને મનના રોગો પારખવાનું શીખી એની સારવાર માટે જ્ઞાન ત્યારે એણે “સાઈક્રાટ્રી”ના વિષયે જાણકારી મેળવી અને એ પોતે “સાઈક્રાઈસ્ટ ” નામે ઓળખાય છે

 

માનસીક રોગો >>>

આ રોગો જુદા જુદા હોય છે પણ બે વિભાગોમાં આપણે સૌને નિહાળી શકીએ.

(A) એન્ગઝાઈટી ડીસઓર્ડરો

(૧) એન્ગઝાઈટી સ્ટેટ અને પેનીક એટેક ( Anxiety & Panic Attack )

(૨) પરસનાલીટી ડીસઓર્ડર( Personality Disorder )

(૩) મુડ ડીસઓર્ડર (Mood Disorder )

(૪) સાઈકોટીક ડીસઓર્ડર (Pshycotic Disorder )

(૫) ઈમપલસીવ કંટ્રોલ અને એડીક્શન ડીસઓર્ડર ( Impulssive & Addiction Disorder )

 

(B) ડીપ્રેસીવ ડીસઓર્ડર્સ

(૧) મેજોર ડીપ્રેસન Major Depression)

(૨) ક્રોનીક ડીપ્રેસન(Chronic Depression )

(૩) બાઈપોલર ડીપ્રેસન અને

મેનીક ડીપ્રેસન (Bipolar & Manic Depression)

આ બધા રોગોની સારવાર માટે પ્રથમ રોગીની સાથે વાતો કરી અને એના વર્તનને સમજી પારખ યાને ડાયાગ્નોસીશ ( ) કરવો અગત્યનું છે.

રોગ જણ્યા બાદ, એની પુર્ણ સારવાર માટે નીચેનું ધ્યાનમાં લેવાનું રહે છે>>>

(૧) રોગીની પુરી તપાસ જે થકી અન્ય કોઈ કારણો હોય તે બાદ કરી શકાય (Exclude other Diseases that show similar Symptoms)

(૨) વ્યક્તિગત કે ગ્રુપ કાઉસીલીંગ (Counseling)

(૩) દવાઓરૂપી સારવાર Medical Therapy)

(૪) સાઈકોલોજીકલ સપોર્ટ અને રીહેબીલીટેશન (Psycological Support & Rehabilitation )

(૫) સોસીઅલ અને સ્પીરીચ્યુઅલ સપોર્ટ( Social &Spiritual Support )

(૬) થોડા થોડા સમયે રોગીની ફરી તપાસ અને કેમ કરે છે તે જાણવાની ફરજ

ઉપર મુજબ અનેક રોગો છે.

બાળકોમાં પણ જુદા જુદા રોગો જાણવા મળે છે. બાળકોમાં ખાસ કરીને “એન્ગઝાઈટી”ને લગતા રોગો જાણવા મળે છે.

કોઈવાર માનસીક રોગો થાય ત્યારે શરીરમાં કોઈ બીજો રોગ કે હોરમોન બરાબર ના હોવાના કારણે રોગના ચિન્હો જોવા મળે છે..એનું હંમેશા ધ્યાનમાં લેવું અગત્યનું રહે છે. દાખલારૂપે ઃ સ્ત્રીઓમાં ઉમર થાય અને “મેનોપોઝ” ( Menopause) નો સમય આવે ત્યારે ડીપ્રેસન જેવું કે કોઈવાર એન્ગક્ઝાઈટી જેવું જોવા મળે ત્યારે “ઈસ્ટ્રોજન”(Estrogen ) દવારૂપે આપતા સારૂં થઈ જાય છે.

ઘણીવાર ડોકટરી દવાઓ કરતા રોગીને ધ્યાનથી સાંભળતા, એની સાથે સહાનુભુતી સાથે વાતો કરતા ડીપ્રેસન જેવું અટકી શકે છે..અહીં ડોકટરે સમયનો ભોગ આપવાની જરૂરત રહે છે.

મન, માનસીક રોગોની આ પોસ્ટ સારરૂપે>>>>>

મન અને માનસીક રોગો વિષે લખવું કે લખીને સમજાવવું સહેલું નથી તેમ છતાં થોડી સમજ આપવા મારો પ્રયાસ છે.

માનસીક રોગોની જાણકારી વધી છે.

એની સાથે એની સારવાર માટે નવી દવાઓ પણ શોધાય છે.અનેક દવાઓમાં શરીરની અંદર બનતા “ન્યુરોટ્રાનસમીટરો” (Neurotransmitters ) જેવા કે ડોપામીન (Dopamine ) સેરોટોનીન (Serotonin ) અને નોરએપીનેફ્રીન (Norepinephine)ની અસર સામે કામ કરનાર કેમીકલ એજન્ટો ( Chemical Agents) દવારૂપે આપવામાં આવે છે.દાખલારૂપે ઃ”સીલેકટીવ સેરોટોનીન રીઅપટેઈક ઈન્હીબીટર્સ (Selective Sreotonin Reuptake Inhibitors ) જેને ટુંકામાં ( SSRRI) નામે ઓળખ છે આ બ્રાન્ડ નીચે અનેક દવાઓ અપાય છે.

માનસીક રોગોના કારણો અનેક છે પણ કોઈવાર હોરમોનલ રોગ કે અન્ય રોગોની અસરરૂપે આવા ” એન્ઝાઈટી કે ડીપ્રેસનના ચિન્હો હોય શકે એથી આવા રોગો નથી એ ધ્યાનમાં લેવું અગત્યનું છે.

માનસીક રોગોની સારવાર સમયે દર્દી સાથે વાતો કરવા માટે સમય કાઢવો જરૂરીત છે…પુર્ણ ઈલાજ કરતા ઘણો સમય વહી જાય એથી થોડા થોડા સમયે દર્દીની ફરી તપાસ કરવી યોગ્ય કહેવાય.

ઘણીવાર પરિવારના અન્યનો ફાળો રોગ નાબુદ કરવા ઘણો જ કામ આવે તે કદી ભુલવું નહી.

ચાલો, સરળ ભાષામાં ટુંકાણમાં માનસીક બિમારી અને એની સારવાર વિષે કહ્યું …વધુ જાણવા માટે ડોકટરી સલાહો યોગ્ય રહેશે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Health Post is about  MIND & MENTAL DISEASES.

There are CHEMICAL TRANSMITTERS which play important role in the NORMAL functions…and any ABNORMALITY can cause the IMBALANCE and the MENTAL DISEASE.

There are ANXIETY & DEPRESSION related illnesses.

Recent research has given many DRUGS for the TREATMENT.

This Post is just for the BASIC understanding only.

If you wish to know more, then the LINK is>>>>

http://en.wikipedia.org/wiki/Mental_disorder

Hope you like this Post.

 

Dr. Chandravadan Mistry

 

મે 12, 2014 at 12:43 પી એમ(pm) 9 comments

માનવ તંદુરસ્તી (૩૦) હ્યુમન એમ્રીઓલોજી ( EMBRYOLOGY)

 

At left is an embryo 4 weeks after fertilization (i.e. 6 weeks LMP). At right is a fetus 8 weeks after fertilization (i.e. 10 weeks LMP).

A human embryo that has become a fetus is attached to the placenta. Approximately 12 weeks after fertilization

 

Incredible Photos: A Child is BornAt 18 Weeks how the Human Fetus Appears

 

 

Incredible Photos: A Child is BornAt 36 weeks…& in 4 more Weeks ready to Come out to see the World

 

ALL PICURES by GOOGLE SEARCH

The VISUAL HUMAN FETUS DEVELOPMENTS at the DIFFEREN STAGES by the Photography of Swedish Photographer LENNARD NIELSSON

 

If you can not see ALL PHOTOS….Please SEE @ Pragnaben Vyas’s Blog Post @

http://niravrave.wordpress.com/2014/04/29/swedish-photographer-lennart-nilsson-spent-12-years-of-his-life-taking-pictures/

 

Swedish photographer Lennart Nilsson spent 12 years of his life taking pictures…


Developing in the womb. These incredible photographs were taken with conventional cameras with macro lenses, an endoscope and scanning electron microscope. Nilsson used a magnification of hundreds of thousands and “worked” right in the womb. His first photo of the
human foetus was taken in 1965.
1Incredible Photos: A Child is Born
Sperm in the fallopian tube

 

Incredible Photos: A Child is Born
The egg cell

 

Incredible Photos: A Child is BornWill they have a date?


Incredible Photos: A Child is Born

The fallopian tube
Incredible Photos: A Child is Born
Two sperms are contacting with the egg cell


Incredible Photos: A Child is Born

The winning sperm
Incredible Photos: A Child is Born
Sperm

Incredible Photos: A Child is Born

The sperm 5-6 days.
The clump has developed into a blastocyst, containing many more cells,
and has entered the womb
9Incredible Photos: A Child is Born8 days.
The human embryo is attached to a wall of the uterus
Incredible Photos: A Child is Born
The brain starts to develop in the human embryo

Incredible Photos: A Child is Born

24 days.
The one-month-old embryo has no skeleton yet.
There is only a heart that starts beating on the 18th day

Incredible Photos: A Child is Born4 weeks

Incredible Photos: A Child is Born

4.5 weeks

Incredible Photos: A Child is Born

5 weeks: Approximately 9 mm.
You can now distinguish the face with holes for eyes, nostrils and mouthIncredible Photos: A Child is Born
40 days.
Embryonic cells form the placenta.
This organ connects the embryo to the uterine wall allowing nutrient uptake,
waste elimination and gas exchange via the woman’s blood supply Incredible Photos: A Child is BornEight weeks.
The rapidly-growing embryo is well protected in the foetal sacIncredible Photos: A Child is Born10 weeks.
The eyelids are semi-shut. They will close completely in a few daysIncredible Photos: A Child is Born16 weeks.
The foetus uses its hands to explore its own body and its surroundingsIncredible Photos: A Child is BornThe skeleton consists mainly of flexible cartridge.
A network of blood vessels is visible through the thin skinIncredible Photos: A Child is Born18 weeks: Approximately 14 cm.
The foetus can now perceive sounds from the outside world

Incredible Photos: A Child is Born19 weeksIncredible Photos: A Child is Born20 weeks: Approximately 20 cm.
Woolly hair, known as lanugo, covers the entire headIncredible Photos: A Child is Born24 weeksIncredible Photos: A Child is Born26 weeksIncredible Photos: A Child is Born6 months.
There are still 8-10 weeks ahead, so the little human is getting ready to leave the uterus.
It turns upside down because it will be easier to get out this wayIncredible Photos: A Child is Born
36 weeks. The child will see the world in 4 weeks

 

 

માનવ તંદુરસ્તી (૩૦) હ્યુમન એમ્રીઓલોજી (HUMAN EMBRYOLOGY )

 

એકવાર માનવ સ્વરૂપ બની જાય અને માતાના ઉદરમાંથી બહાર આવી જીવી શકે એવી હાલતે હોય ત્યારે માનવીને બાળ સ્વરૂપે જન્મ મળે.

પણ એ પહેલા માતાના શરીરમાં શું શું થયું હોય તે જાણવાની ઈચ્છા સૌને જ હોય.

આ વિષયે જાણકારી એટલે એનું નામ કહેવાય “હ્યુમન એમબ્રીઓલોજી” (Human Embryology )

તમોએ જીન્સ (Genes ) તેમજ ડીએનએ (DNA ) નુ જાણી, એટલું સમજ્યા કે માનવી કેવો હશે એની માહિતી “જીન્સ” રૂપે ચોક્કસ થઈ ચુકી હોવા એવા “માર્ગદર્શન”નો અમલ કેવી રીતે થાય તે સમજવું અગત્યનું બની જાય છે.

તો…ચાલો આપણે “એમબ્રીઓલોજી”ના વિષયમાં પ્રવેશ કરીએ.

માનવ શરીરનું માતાના દેહમાં થતું ઘડતર યાને “હ્યુમન એમબ્રીઓલોજી”>>>

પુરૂષના વિર્ય અને સ્ત્રીના ઈંડાનું મિલન થાય ત્યારે જ એમાંથી એક સેલરૂપી જે બને તેને “એમબ્રીઓ” કહેવાય છે. અહીં એક સેલનું વિભાજન થતા અનેક બને અને એમાંથી અંતે માનવ શરીરનો આકાર ધરાવતું જે બને તેને “ફીટસ” ( ) નામે ઓળખ છે.

સાયન્ટીસ્ટ અને ફોટોગ્રાફીના મિલન દ્વારા જુદા જુદા સમયે માનવ દેહનો કેવો આકાર હોય તે જાણી કુદરતની અદભુત કળાનો ખ્યાલ આવે છે.

જુદા સમયે કેવું તેનું વર્ણન નીચે મુજબ છે>>>>

 

(૧) ૧-૩ અઠવાડીયે

વિર્ય અને ઈંડાના મિલન બાદ, ૫-૭ દિવસોમાં “બ્લાસ્ટોમીઅર” (Blastomere ) ગર્ભસ્થાનની અંદરના ભાગે ચોંટી જાય અને ત્યાંથી “અમબીલીકલ કોર્ડ” (Umbilical Cord ) બને છે.

આ પ્રમાણે એક જગાએ રહી નવા નવા ફેરફારો થઈ શકે છે…આથી, ગ્રભસ્થાનની બહાર આવવાનું અશક્ય બને છે.

 

(૨) ૪-૫ અઠવાડીએ

ત્યારબાદ, મગજના ભાગનો આકાર સાથે હ્રદયનું બનવું અને પછી હાથો અને પગોરૂપી આકારો. મગજના ભાગેથી લાંબા આકારમાંથી નર્વસ સીસ્ટમ સાથે સ્પાઈનલ કોર્ડ બને છે.

 

(૩) ૬-૮ અઠવાડીએ

હવે આ આકારે હલવું શક્ય બને છે…આંખો…પેટ અંદરના આંતરડા વિગેરે બનતા જાય છે.

 

(૪) ૯ અઠવાડીયા પછી તે ૪૦ અઠવાડીએ માનવ દેહરૂપે જન્મ થાય તે દરમ્યાન.

પ્રથમ અઠવાડીયામાં જે પ્રમાણે ઘડતર થયું હોય તે માતાની બહાર જીવીત ના રહી શકે.

લગભગ ૨૮ અઠવાડીયા તરફ એ કદાચ કારણોસર બહાર આવે યાને “પ્રીમેચ્યુર” (Premature )આવે તો પણ જીવી શકે એવી સંભવતા વધે છે. આવા સમયે ફીટસને “વાયેબલ” ( Viable) કહેવામાં આવે છે.

૪૦ અઠવાડીયા પહેલા જન્મ લેતા “પ્રીમેચ્યુર” બાળકને અસલ જુના જમાનામાં જીવીત રાખવું કઠીણ હતું પણ આજની “ટેકનોલોજી” (Technolgy )ના કારણે આ સહેલું થઈ ગયું છે…..હોસ્પીતાલમાં અનેક આવા બાળકો જીવી મોટા થયાના દાખલાઓ છે.

 

“એમબ્રીઓલોજી” નો વિષય સારરૂપે>>>>

એક સ્ત્રી અને એક પુરૂષ માનવ દેહરૂપી બે જીવો.

એકનું “ઈંડુ” અને એકનું “વિર્ય”.

બંનેના મિલન દ્વારા એક “ફરટીલાઈઝ્ડ એગ”.(Fertilized Egg )

આવું એક ઈંડુ ગર્ભસ્થાનમાં ચોંટી એક જગાએ સ્થીર રહી શકે ત્યારે એના “પ્લાસેન્ટા” રૂપી જોડાણના કારણે પોષણ કરી શકે અને એમાં જુદા જુદા ફેરફારો શક્ય બને અને અંતે માનવ એક બાળ સ્વરૂપે જગતના દર્શન કરવા તૈયાર થઈ શકે છે.

આ અદભુત કુદરતની કળાની જાણકારી એ જ “એમબ્રીઓલોજી”.

આ સરળ ભાષામાં સમજ !

આ વિષયને વિગતે જાણવો હોય તો તમો ઈનટરનેટ કે તમારા ડોકટરને પૂછી શકો છો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Health Post is about “HUMAN EMBRYOLOGY.

This is to give the UNDERSTANDING of how from a FERTILIZED EGG, the Human EMBRYO is formed & eventually  the HUMAN shape takes place with the different systems formed at the different weeks. The actual formation is better understood with the pictures with this Post.

For  those interested to know MORE, can click on the LINK  below>>>>

http://www.org/wiki/Embryology

The purpose of this Post was to give BASIC knowledge of the HUMAN DEVELOPMENT in Gujarati.

Hope you like this Post.

 

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

 

મે 10, 2014 at 12:12 એ એમ (am) 4 comments

માનવ તંદુરસ્તી (૨૯) ….સ્ટેમ સેલ્સ અને જેનેટિક્સ

 

HUMAN CELL showing the NULEUS & MITOCHONDRIA

 

 

UNDIFFERANTIATED TOTIPOTENT to PLURIPOTENT CELLS leading to

 UNIPOTENT DIFFERETIATED CELLS of Different Systems

The Structure of DNA

DOUBLE HELIX STRUCTURE of DNA & the GENE

 

4 Base Fragment Chemical Make-Up of DNA

માનવ તંદુરસ્તી (૨૯) ….સ્ટેમ સેલ્સ અને જેનેટિક્સ

આ વિષય પર ખુબ જ ચર્ચાઓ થઈ રહી છે.

પણ, એ વિષે વિગતે કહેવું એટલે ઘણા જ ઉંડાણમાં જવું પડે.

તેમ છતાં, સરળ ભાષામાં કંઈક સમજ આપવા પ્રયાસ કર્યો છે.

સ્ટેમ સેલ (STEM CELL )

પ્રથમ, સવાલ કે “સ્ટેમ સેલ” શું છે ?

૧૯૫૦/૧૯૬૦માં જ્યારે્ બલ્ડના કેન્સર માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાની શરૂઆત થઈ ત્યારે મેરોમાં જે સેલ્સો જુદા જુદા લોહીના સેલ્સ બને તેવા “મલ્ટીપોટેન્ટ” (Multipotent )સેલ્સને “સ્ટેમ સેલ્સ”નું નામ આપવામાં આવ્યું.

આ રહ્યા “એડલ્ટ સ્ટેમ સેલ્સ” (Adult Sem Cell) )

એ સિવાય, માનવ “એમ્બ્રીઓ” (Embryo ) માં રહેલા સેલ્સ હોય તેમાંથી શરીરના જુદા જુદા સેલ્સ બની શકવાની શક્તિ હોય….આ સેલ્સો “પ્લુરીપોટેન્ટ” (Pleuripotent )સેલ્સ કહેવાય….આ રહ્યા “એમ્બ્રીઓનીક” સ્ટેમ સેલ્સ.

તો, જે સેલ્સ અન્ય સેલ્સરૂપે બની શકે એવા સેલ્સને “સ્ટેમ સેલ્સ” (Stem Cell ) કહેવાય અને તે બે નામે છે>>>

(૧) એડલ્ટ સ્ટેમ સેલ્સ (Adult Sem Cell )

(૨) એમ્બ્રીઓનીક સ્ટેમ સેલ્સ (Embryonic Sem Cell )

પ્રથમ બોનમેરો ( Bone Marrow)માંથી જ એડલ્ટ સ્ટેમ સેલ્સ મળતા અને લોહીના રોગોની સારવાર માટે વપરાતા..ત્યારબાદ, ચરબી યાને એડીપોસ ટીસ્યું ( Adipose Tissue) ઉમબીલીકલ કોર્ડ (Umbilical Cord ) લીવર ( Liver) ચામડી, મસલ્સ ( Muscles) વિગેરે અનેક અંગોમાંથી એડલ્ટ સ્ટેમ સેલ્સ શોધ્યા છે.

આજે તમો સ્ટેમ સેલ્સ વિષે વધુ સાંભળો છો કારણ કે એને વાપરી અનેક રોગોના ઈલાજો તરફ માનવીની દોડ છે.

 

જીન્સ(GENES ) શું ?

આ સવાલનો જવાબ આપવો કઠીણ છે.

એક રીતે કહું તો જીવીત પ્રાણી કે જંતુનો એક પાયારૂપી આધાર.

એક જીવના યુનીટ (Unit ) એક સેલ ( Cell) ને ગણો.

એની અંદર ન્યુક્લીઅસ (Nucleus ) હોય.

અહીં જે તત્વ છે તેમાં “ડીએનએ” (DNA) કહી શકાય.

એક ડાયાગ્રામરૂપે “ડીએનએ” ને “ડબલ હેલીક્ષ” (Double Helix ) સ્વરૂપે નિહાળવામાં આવ્યું છે.

એમાં જે ચાર “અમીનો એસીડ્સ” (Amino Acids ) છે તેના નામો છે>>>

(૧) આડેનીન (Adenine )

(૨) સાયટોસીન (Cytosine )

(૩) ગુઆનીન (Guanine )

(૪) થાઈમીન (Thymine )

આ ચાર જુદી જુદી જગાએ રહેતા જુદા જુદા સ્વરૂપી શક્તિ હોય .

સેલની અંદર ન્યુલ્કીઅસ સિવાય “મિટોકોન્ડીઆ” હોય અને ત્યાં પણ “ડીએનએ” હોય.

આ પ્રમાણે અનેક શરીરમાં જીન્સ હોય

એક જીનને ફરી અંદરથી નિહાળતા, જોડમા રહે એવા શરીરમાં ૨૩ “ક્રોમોઝોમ્સ” ( Chromosomes) છે.

આમાં ૨૨ જોડ સિવાય એક જોડ જેમાં “એક્સ”( X) કે “વાય” (Y ) ક્રોમોઝોમ્સ હોય….જો એ જોડમાં બે “એક્સ” હોય તો એ સ્ત્રી સ્વરૂપ અને એની જગાએ એક “એક્સ” અને બીજો સાથે “વાય” હોય તો એ પુરૂષ સ્વરૂપ હોય.

આજે સાયન્ટીસ્ટો માનવીના જીન્સ પર શોધો કરી રહ્યા છે અને રોગોના કારણો શોધી રહ્યા છે. ઘણું શોધાયું છે પણ ઘણું શોધવાનું બાકી છે.

આ વિષયે ચર્ચા કરતા, “ક્લોનીંગ” વિષે કહેવું યોગ્ય હશે.

“ક્લોનીંગ” (CLONING ) શબ્દનો અર્થ થાય કે એક જીવમાથી જેનેટીક મટીરીઅલ લઈ બીજા જીવના મટીરીઅલ સાથે જોડી નવો જીવ બનાવવો.

“ડોલી” ( Doli) નામના ઘેટાના બચ્ચાનો જન્મ થયેલ તે વિષે વિશ્વ જાણે છે..અહીં, એક ઘટાના શરીરમાથી અંગના જીન લઈ બીજા ઘેટાના જીન સાથે જોડી, એક “એમબ્રીઓ” કર્યો અને તેને કોઈ બીજા ઘેટામાં મુકી બાળઘેટું જનમ્યું તે જ હતી “ડોલી”.

આ પ્રમાણે માનવી એની શોધની સફરમાં ઘણો જ સાહસી બની ગયો છે…અને ભવિષ્યમાં ક્લોનીંગ કરી માનવી પોતાને જ બનાવવા સ્વપ્ના સેવી રહ્યો છે. હજું તો એ થયું નથી તે પહેલા જ કદાચ મનમાં પોતે “ભગવાન” જ છે એવી કલ્પના પણ કરી રહ્યો હોય !

 

આ “સ્ટેમ સેલ્સ અને જેનેટીક્સ”નો વિષય સારરૂપે>>>

માનવનું શરીર અનેક જુદા જુદા “સેલ્સ”રૂપે બનેલું છે.

એક સેલમાં એક “ન્યુક્લીઅસ”(Nucleus ) અને તેમાં છે “ડીએનએ”(DNA ) જેમાં રહે છે “જીન” (GENE )રૂપી ભંડાર.

આ જીનને સુક્ષ્મરૂપે નિહાળતા, “ડબલ હેલીક્ષ” સ્વરૂપ જાણવા મળે ..અને એમાં ચાર “અમીનો એસીડ્સ” જુદી જુદી જગાએ રહેતા જુદા જુદા વંશવેલાના પ્રતિકો બને છે.

જ્યારે માનવી એક “એમબ્રીઓ” સ્વરૂપે હોય ત્યારે એક ઈંડા સાથે વિર્યનું મિલન થઈ ચુક્યું હોય..અને ત્યારબાદ, એક સેલમાંથી વિભાજન થતા અનેક સેલ્સો અને એ રહ્યો પ્રથમ “સ્ટેમ સેલ) અને એકવાર માનવ સ્વરૂપે જન્મ મળે ત્યારબાદ, માનવ શરીરે બોનમેરોમાં “મલટીપોટેન્શીએલ” સેલ્સમાંથી લોહીના જુદા જુદા સેલ્સો બને એ રહ્યો “એડલ્ટ સ્ટેમ સેલ” નો એક દાખલો…એવી જાણકારી બાદ, અમબીલીકલ કોર્ડ,અને અન્ય અંગોમાંથી પણ સ્ટેમ સેલ્સ મેળવવાની વાત સૌએ જાણી.

આજે “સ્ટેમ સેલ્સ” દ્વારા અનેક રોગોને સમજવા પ્રયાસો છે.

અને એવી સફર સાથે “ક્લોનીંગ”ની ચર્ચાઓ થઈ રહી છે.

ભવિષ્યમાં શું નવું હશે તે અત્યારે કોણ કહી શકે ?

આ અલ્પ સમજ તમોને આપી છે.

તમો ઈનરનેટના માધ્યમે કે ડોકટરને પૂછી આ વિષયે વધુ જાણી શકો છો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Health Topic is about the STEM CELL.

A STEM CELL is a MULTIPOTENT CELL which can generate into OTHER CELLS.

There  are 2 types>>>

(1) EMBRYONIC Stem Cell, when it is taken from the Embryonic tissue.

(2) ADULT Stem Cell when it is from Adult Eg those in Blood/Bone Marrow.

To know MORE about the Stem Cell, please click on the LINK below>>>>

http://en.wikipedia.org/wiki/Stem_cell

You will have a better understanding of it in English.

GENES in BODY

The understanding of the DNA/RNA and the GENES is complex and one who desires to have MORE understanding can do by clicking on the LINK below>>>>

 

Hope you like this Health Post.
Dr. Chandravadan Mistry

 

 

 

મે 9, 2014 at 1:45 એ એમ (am) 7 comments

માનવ તંદુરસ્તી (૨૮) …લીવર અને એનું કામ

 

 

PHOTO by GOOGLE ..LIVER as LOCATED in the HUMAN BODY

 

 

PHOTO by GOOGLE ..LIVER as LOCATED in the HUMAN BODY as the DIAGRAM)

 

 

માનવ તંદુરસ્તી (૨૮) …લીવર અને એનું કામ

 

લીવર (Liver ) એ માનવ શરીર માટે એક અગત્યનું “ઓરગન” (Organ ) છે.

લીવરના કાર્યો દ્વારા માનવ જીવીત રહી શકે છે.

(A)એના કાર્યોમા છે>>>

(૧) ખોરાકમાંથી બનતા ત્રણ તત્વો ( પ્રોટીન, કારબોહાઈડ્રેટ, અને ફેટ યાને ચરબી )ના અંતીમ નાનામાં નાના પ્રદાર્થો ( અમીનો એસીડ્સ, ગ્લુકોસ અને ફેટી એસીડ્સ) ને ડાઈજેસ્ટીવ ટ્રેક્ટ (Digestive Tract ) માંથી લઈ શરીરના જુદા જુદા ભાગે લોહીના ભ્રમણ દ્વારા પહોંચાડે છે.

 

(૨) ઈનસુલીન તેમજ અન્ય હોર્મોન્સની અસર પડે તેમાં ભાગ ભ્જવે છે.

 

(૩) જ્યારે બહારના પ્રદાર્થો કે અન્ય રીતે શરીરમાં ટોક્ષીન્સ ( Toxins) ભેગા થાય ત્યારે એવા પ્રદાર્થોને શરીરને હાની ના પહોંચાડે એવી બનાવી શરીરની બહાર નીકળી જાય એવું શક્ય કરે છે.

 

(૪) લોહીના “ક્લોટીંગ ફેક્ટરો” માટે પણ અગત્યનો ફાળો આપે છે

 

(૫) જ્યારે માનવી માના ગર્ભસ્થાનમાં હોય ત્યારે લોહીના તત્વો બની શકે એવો ફાળો ભજવે છે.

 

( B)લીવરનું બંધારણ એક ઓરગનના આકારે તેમજ માઈક્રોસ્કોપ દ્વારા સુક્ષ્મ રીતે >>>

 

લીવર જે પ્રમાણે આંખોથી નિહાળી શકાય તે પ્રમાણે એક મોટું ઓરગન છે જેને તમો ૩ નામે ઉલ્લેખ કરી શકો છો

(૧) જમણી બાજુનો મોટો લોબ (Right Larger Lobe )

(૨) ડાબી બાજુએ આવેલ નાનો લોબ ( Smaller Left Lobe)

(૩) એની સાથે જડાયેલ નીચેના ભાગે આવેલ “ગોલ બ્લેડર” (Gall Bladder ) અને “બીલીઅરી સીસ્ટમ ( Biliary System)

આ વર્ણનમાં આમ જોઈએ તો ગોલ બ્લેડર એક જુદું ઓરગન છે પણ લીવરના કાર્ય આધારે જ લીવરમાં બનેલા “બાઈલ” (Bile ) ને આંતરડા સાથે જોડાણ હોવાના કારણે ટોક્ષીનરૂપી બાઈલને શરીર બહાર પહોંચાડે છે.

ઉપર મુજબ, વર્ણન કરી આપણે સુક્ષ્મ સ્વરૂપે નિહાળવા પ્રયાસ કરીએ.

લીવર અનેક લીવર સેલ્સ યાને “હેપાટોસાઈટ્સ” (Hepatocytes ) થી બનેલું નજરે આવે છે. અનેક સેલ્સોથી વચ્ચેથી બીલીઅરી કેનાકુલાઈ (Biliary Canaliculli ) દ્વારા પ્રવાણી બાઈલ (Bile ) વહે છે.

અંદરના ભાગે નાની નાની બ્લડ કેપીલરીઓ (Blood Cappillaries ) દ્વારા લોહીનું ભ્રમણ અંતે “વૈન અને આરટરીઓ” (Veins & Arteries) દ્વારા હ્રદયની પાસે જઈ ફરી અન્ય જગાએ જઈ શકે છે.

લીવરને લોહી બે સીસ્ટમો દ્વારા મળે છે જેના નામો છે >>>

(૧) સીસ્ટમીક સરક્યુલેશન (SYSTEMIC BLOOD CIRCULATION )

(૨) પોરટલ સરક્યુલેશન (PORTAL BLOOD CIRCULATION )

અહીં પોરટલ સરક્યુલેશન ફક્ત લીવરની જરૂરત માટે જ હોય છે.

 

એક સારરૂપે લીવરને ફરી જાણો >>>>

 

આ પોસ્ટ દ્વારા મેં તમોને લીવર આંખે કેવું દેખાય તેનો ખ્યાલ આપ્યો.

અને એની સાથે સુક્ષ્મ રીતે એનું કેવું બંધારણ છે તેનો થોડો ખ્યાલ આપ્યો.

આવા વર્ણન સાથે લીવર માનવ શરીર માટે અનેક કાર્યો કરી માનવીને જીવીત રાખે છે…એના વગર “ટોક્ષીન્સ” ( TOXINS) યાને ઝેરી પ્રદાર્થો શરીરમાં જ રહી નુકશાન પહોંચાડી શકે છે.

જે મેં શબ્દોમાં વર્ણન કર્યું તેની સાથે પ્રગટ કરેલા પીકચરો દ્વારા તમોને લીવર વિષે સારી સમજ પડી હશે એવી આશા છે.

આ ટુંકાણમાં સરળ ભાષામાં સમજાવવા મારો પ્રયાસ છે…અહીં વિગતે કહેવું અશક્ય છે.

જે કોઈને વધુ જાણવું હોય તેઓ ઈનટરનેટ પર જઈ જાણી શકો છો…એ સિવાય, પોતાના ડોકટરને પૂછી લીવર વિષે જાણી શકે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS

Today’s Health Post is on LIVER & ITS FUNCTION in the Human Body.

The mention of the Liver was done already in the old Health Post on the DIGESTIVE SYSTEM.

Here reason of publishing this Post is to give more detailed information about this VERY IMPORTANT ORGAN because of its FUNCTIONS.

When the Human is being formed in the Mother’s Womb, it acts as the FACTORY for BLOOD CELLS formation.

In the ADULT Human Body, the LIVER is the organ with the DUAL BLOOD supply namely :

(1) Systemic Circulation

(2) Portal Circulation.

Along with Metabolosm on several substances of the body Eg Cholestrol, occurs in the Liver.

The EXCRETION  & DETOXIFICATION of the substances harmful to the Body is done by the Liver.

Thus the Liver plays a most important role in the sustaining, protection of the Human Body.

Any injury to Liver Cells lead to diseases which can be fatal.

It is not possible to narrate in details, but I hope this simple understanding will be appreciated.

 

Dr. Chandravadan Mistry

 

 

 

મે 8, 2014 at 2:01 એ એમ (am) 9 comments

માનવ તંદુરસ્તી (૨૭)…લોહી અને લોહીમાં રહેલા સુક્ષ્મ તત્વો

 

 

Blood as it circulates in the ARTERIES & VEINS

 

Blood Smear showing RED CELLS with few WHITE CELLS

 

 

 White Cells in the Blood (Different Types)
ALL PICTURES in this Post are via GOOGLE SEARCH

માનવ તંદુરસ્તી (૨૭)…લોહી અને લોહીમાં રહેલા સુક્ષ્મ તત્વો

 

 

 

તમે મસલો વિષે જાણ્યું.

આ પ્રમાણે તમો માનવ શરીરને વધુ જાણતા થયા.

હાર્ટ અને લોહીના ભ્રમણ વિષે આગળ પોસ્ટ વાંચી હતી એટલે આ વિષયે તો તમોને થોડું જ્ઞાન છે.

તો, આજે આ પોસ્ટ શા માટે ?

લોહીને તમોએ “ભ્રમણ” કેમ કરે તે જાણ્યું..પણ, એ લોહી કેવી રીતે બનેલું છે તે વિગતે જાણ્યું નથી.

તો આ પોસ્ટ દ્વારા એવી સમજ આપવા માટે આ મારો પ્રયાસ છે.

લોહી ( Blood) ઃ

લોહી એટલે શરીરમાં વહી રહેલો એક પ્રવાણી તત્વ.

એ રંગે લાલ છે.

એવો લાલ રંગ ફક્ત માનવીઓમાં જ નહી પણ અન્ય જીવીત પ્રાણીઓમાં પણ એવો જ લાલ રંગ.

માઈક્રોસ્કોપ દ્વારા નિરક્ષણ કરીએ તો આપણે નીચેના વિભાગોમાં જોઈ શકીએ છે.

(૧) જુદી જુદી જાતના જુદા જુદા આકારોમાં સુક્ષ્મ “સેલ્સ”.

પણ, આ બધાને બારીકી રીતે જોતા આપણે ત્રણ જાતના સેલ્સોરૂપી ઓળખ આપી શકીએ>>>

(A) લાલજેવા સેલ્સો યાને “રેડ સેલ્સ” ( Red Cells)

(B) કલર વગરના સેલ્સો યાને “વાઈટ સેલ્સ”(White Cells)

આ સેલ્સ અનેક આકારના હોય અને જુદા જુદા કાર્યો કરે અને એમના નામો છે>>>

(એ) ગ્રન્યુલોસાઈટ્સ (Granulocytes )

અંદર રહેલા ગ્રેન્યુઅલ્સના કારણે નામો છે>>>>

(!) ન્યુટ્રોફીલ (Neurophils )

(!!) બેસોફીલ્સ (Basophils )

(!!!) ઈઓસીનોફીલ્સ (Eosinophils)

(બી)મોનોસાઈટ્સ (Monocytes )

(સી)લિમ્ફોસાઈસ (Lymphocytes )

(C) નાનામાં નાના સેલ્સ “પ્લેઈટ્લેટ” (Platelets )

 

(૨) પ્રવાણી તત્વ જેમાં બધા સેલ્સો તરે તેનું નામ છે પ્લાઝમા ( Plasma)

આ પ્રવાહી તત્વ દ્વારા અનેક” ઈલેક્ટ્રોલાઈટ્સ” (Electrolytes ) તેમજ “હોર્મોન્સ”, “વાઈટામીન્સ” (Hormones & Vitamins ) અને ખોરાકમાથી બનેલા અંતીમ પ્રદાર્થો તેમજ “એન્ટીબોડીઝ” (Antibodies) અને લોહીને કઠણ કરતા “ક્લોટીંગ ફેકટરો ( Clotting Factors) શરીરના સર્વ જગાએ પહોંચી અંગોને પોષણ આપી શકે છે.

 

જુદા સેલ્સના જુદા જુદાના કાર્યો >>>>

 

(A) રેડ સેલ્સ ( Red Cells)

આ સેલ્સમાં “આયન” (Iron ) રૂપી ધાતું પ્રોટીન સાથે રહી “હીમોગ્લોબીન” ( Hemoglobin) નામે પ્રદાર્થ બને છે…આ હોવાના કારણે “લાલ” રંગ મળે છે. આ તત્વ કારણે લોહીમાં “ઓક્ષીજન” (Oxygen ) યાને “પ્રાણવાયુ” અંગોને મળી શકે અને સૌ ભાગો જીવીત રહી શકે….આ હીબોગ્લોબીન દ્વારા જ “કારબન ડાયોક્ષાઈડ” (Carbon Dioxide ) ત્યાં બંધાય જુદી જુદી જગાએથી ફરી હ્રદયમાં અને અંતે ફેફસાઓમાં અને ત્યાં શુધ્ધ થઈ પ્રાણવાયુ અન્ય જગાએ લઈ જવાનું શક્ય બને છે.

 

(૨) વાઈટ સેલ્સ ( White Cells)

જે “ગ્રેન્યુલોસાઈટ્સ” કહેવાય તેઓ કોઈ જંતુ અંદર પ્રવેશ કરી હુમલો કરે તે પહેલા એનો નાસ કરવા દોડી જાય છે…જ્યારે “બેકટેરીઆ” જેવા જંતુઓ હોય ત્યારે “ન્યુટ્રોફીલ્સ”વધારે સંખ્યામાં ત્યાં પહોંચે છે.

જ્યારે “એલરજી” જેવો પ્રહાર હોય તે સમયે “એઓનોસીફીલ” વધુ સંખ્યામાં હોય.

જો ઈનફેકશન (Infection ) કોઈ કાયમ રહે તેવું હોય યાને “ક્રોનીક” (Chronic ) હોય ત્યારે “લીમફોસાઈટ્સ” (Lymphocyts ) વધુ સંખ્યામાં જોવા મળે છે

“મોનોસાઈટ્સ” (Monocytes)પણ એની જરૂરત પ્રમાણે રક્ષણનું કાર્ય કરે છે.

 

(૩)પ્લેઈલેટ્સ (Platelets )

આ નાનામાં નાના જુદા જુદા આકારરૂપી સેલ્સ છે.

આ સેલ્સ અને પ્લાઝમાં રહેલા “ક્લોટીંગ ” (Clotting Factors ) તત્વો સાથે મળતા જે જગાએથી લોહી શરીર બહાર જઈ રહ્યું હોય તેને અટકાવે છે. શરીરના અંદર પણ કોઈ ભાગે લોહી નળીઓની બહાર જવા માંગે ત્યારે રોકે છે.

આ સેલ્સો સંખ્યામાં ઓછા હોય કે એ ખરાબ બંધારણે હોય ત્યારે “બ્લીડીંગ”ના રોગો હોય શકે છે.

 

(B )પ્રવાહી તત્વ યાને પ્લાઝમા (Plasma )

સેલ્સોને બાદ કરતા લોહીને પ્રવાણી તત્વ તરીકે નિહાળી શકાય.

આ પ્રવાહી તત્વનું નામ છે “પ્લાઝમા”

જો આ “પ્લાઝમા”માંથી “ક્લોટીંગ તત્વો” બાદ કરીએ ત્યારે જે રહે તેનું નામ છે “સીરમ” (Serum ).

પ્લાઝમાના માધ્યમે શરીરના રક્ષણ માટે “એન્ટીબોડીઝ” તેમજ લોહી વહેતું અટકાવવાના “ક્લોટીંગ ફેક્ટરો” અને “હોરમોન્સ” તેમજ શરીરના પોષણ માટે જરૂરીત પ્રોટીન/કારબોહાઈડ્રેસ/ ફેટ્સના નાના તત્વો અને વાઈટામીન્સનું ભ્રમણ થાય અને એ પ્રમાણે શરીરના સર્વ ભાગે જરૂરત પુરી થઈ શકે છે.

 

 

એક સારરૂપે લોહી વિષેનું જ્ઞાન ઃ

આ પોસ્ટ દ્વારા વિગતે બધુ તો નહી જ કહી શકાય, પણ સરળ ભાષામાં થોડી સમજ આપવા માટે આ મારો પ્રયાસ છે.

તો…તમે જાણ્યું કે માનવીનું લોહીને રંગ કેમ લાલ….અને વધુમાં જાણ્યું કે લોહી જીવતા જુદા જુદા સેલ્સ સાથે પ્રવાહી તત્વ પ્લાઝમા તત્વથી બનેલું છે.

અને પોસ્ટ વાંચી, તમોને પુરો ખ્યાલ આવ્યો કે પ્રભુએ જે પ્રમાણે લોહી બનાવ્યું તેમાં બધા જ તત્વોની જરૂરત છે.

આવી સમજ દ્વારા તમો તમારા શરીરને વધુ જાણી શકો છો. લોહી માનવ શરીર માટે અગત્યનું છે એવું જાણી ટેસ્ટો દ્વારા સેલ્સ ( રેડ, વાઈટ અને પ્લેઈલેટ )નું પ્રમાણ યોગ્ય છે નહી એવું જાણી, યોગ્ય સારવાર સમયસર ચાલુ કરી શકો છો.

જે શબ્દોમાં મેં વર્ણન કર્યું તેમાં પુરી સમજ ના પડી હોય તો સાથે પ્રગટ કરેલા પીકચરો દ્વારા વધુ સમજી શકશો એવી આશા છે.

એ સિવાય મારી એક જ વિનંતી કે તમો તમારા ડોકટર સાથે ચર્ચાઓ કરી જેની સમજ ના પડી હોય તે તેમજ અન્ય મહિતી મેળવી શકો છો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

FEW WORDS…
Today’s Health Post is about BLOOD & UNDERSTANDING of how it is made up in the Body.
In the previously published  Health Post you were mad aware of the HEART  & the CIRCULATION.
Now after the Post on the Musculo-Sketetal System, I have given you the details that>>>
There are CELLS (Red & White and Platelets.
These flow in the liquid medium called PLASMA It is the Plasma that carries the Hormones, Nutrients,Antibodies Etc. which are essential for the functioning of the Human Body. The System of Arteries & Veins and the Lymaphatics circulate this essential BLOOD to ALL parts of the Body.
The RED CELLS are essential for OXYGEN SUPPLY to Body.
The WHITE CELLS are for the DEFENCE of the Body & as per the shape & granules within they are involved in the different protective situations.
The PLATELETS are mainly for the COAGUALATION of the Blood. The Circulating Coagulation Factors & Platelets CLOG the SITE to prevent the Blood fro

m flowing out of the System

This protective function can sometimes lead to narrowing of the Arteries at the sites of the damage or the injury.
Please REFER to the DIAGRAMS & PICTURES for better understanding.
Hope you like this Post.
Dr. Chandravadan Mistry

 

 

મે 7, 2014 at 12:22 પી એમ(pm) 10 comments

Older Posts Newer Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 366,519 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031