ઝરણા-1

                                                          

                                               ભક્તિભાવના ઝરણા

ચંદ્રમન ના વિચારો ચંદ્ર હૈયામાંથી ઉભરાય ચંદ હસ્તે શબ્દોમાં કાગળ પર પથરાતાં જે કંઇ શક્ય થયુ તેજ ભક્તિભાવના ઝરણા નામકરણે કાવ્ય-સંગ્રહ પુસ્તિકા સ્વરૂપે પ્રગટ કર્યો છે.

-ડો.ચંદ્રવદન

શ્રી ખોડીયાર માત સ્મરણ

                                           અને

                                          વંદના

પ્રથમ દેવાધીદેવ શ્રી ગણેશનું સ્મરણ કરી,
ખોડીયાર માત, તમોને વંદન કરૂ હું,
આ પ્રાર્થના મારી સ્વીકારી લેજે,
માત, તુજમાં સર્વ પ્રભુ શક્તિ નિહાળુ હું,
બસ, નામ તારૂ લઇને,

આ ‘ભક્તિભાવના ઝરણા’ પુસ્તિકા પ્રભુજીને અર્પણ કરૂ હું.

શ્રી વિષણુ ભગવાન ને વંદના

ઓ અંતરયામી, ઓ પરમેશ્વર, કે વિષ્ણુ તને કહું,
પણ છે તું એક,
બ્રહમા,શંકર તુંજમાં વસે,જે સર્જે સંહારે,
શ્રીક્ર્ષ્ણ અવતારે, રણછોડરાયજી, શ્રી નાથજી,
અને, નામો દીધા તને અનેક,

શ્રી રામ અવતારે, રામ નામ છે એક,
જેના ગુણલાં ગાય છે અનેક,
વ્હાલા, વિષ્ણુપ્રભુજી, બધુ જ છે તારૂ,
તો તને શું રે આપુ ?

ભક્તિભાવના ઝરણા તુંજને અર્પણ કરતાં,
હું નથી કહેતો કે તને કંઇ રે આપુ,
પ્રેમથી સ્વીકારજે આ પુસ્તિકા,
વિનંતી એટલી છે મારી,

ચંદ્રની આશા પુરી કરજે,
પછીતો મરજી તારી,

કાવ્ય રચના                                                    ડૉ.ચંદ્રવદન

ઓગષ્ટ ૧૬, ૨૦૦૦

બે શબ્દો ભરી પ્રસ્તાવના

આ જગતમાં માનવ જન્મ ઘણોજ દુર્લભ છે.મને માનવ જન્મ મળ્યો એ માટે હું પોતાને ભાગ્યશાળી સમજું છુ પણ,પ્રશ્ન થાય છે કે માનવ જન્મ મને કેમ મળ્યો ? જ્ઞાની પુરૂષો કહી ગયા એ પ્રમાણે પુર્વજન્મમાં કંઈક પુણ્યકર્મો-સતકર્મો કર્યા હશે તેના પરિણામે આ દુર્લભ અવતાર મળ્યો હશે.તો, અહીં ફરી એક સવાલ ઉભો થાય છેઃ પુર્વજન્મમાં હું કોણ હતો ? જ્ઞાની પુરૂષો આ બારે જુદાજુદા મતો આપી ગયા છે – કોઈકે કહ્યું કે માનવથી નીચા પદના અનેક અવતારોમાંથી પસાર થયા બાદ અંતે માનવ અવતારની પ્રાપ્તી થાય છે.તો, કોઈકે કહ્યુંકે માનવજન્મ પુર્વ જન્મે હતો અને પુર્વજન્મમાં પુર્ણતાં કે મુક્તિ મેળવવાનું કાર્ય અધુરૂ રહ્યું અને એ કારણે કરી જગતમાં માનવ સ્વરૂપે આવવું પડ્યું.આ બે વિચારો વચ્ચે કંઈક સત્ય હશે !એ પરમ સત્ય તો પ્રભુજ જાણે.

જગતના સર્જનહાર પરમેશ્વરે માનવીને સર્વ જીવોમાં શ્રેષ્ઠ પદવી અને સ્વતંત્રતા સહીત અપાર શક્તિ બક્ષી.પુર્વજન્મ કે ભવિષ્યના જાણવા માટે થોડી કમી રાખી. હા, કંઈક સંતો કે કોઈને એવી શક્તિનું દાન આપ્યું.ભુતકાળ કે પુર્વજન્મ બધુ ભુલવી પ્રભુએ બીજો અવતાર આપ્યો…આ એક પ્રભુ ઈચ્છા રહી ! એજ પ્રમાણે સ્વીકાર કરવો રહ્યો. ભવિષ્યનો આધાર માનવી પર રહે છે.માનવીયે એનું ભવિષ્ય કેવું બનાવવું એ વર્તમાન પર નભે છે.વર્તમાનમાં રહી, પોતાનું કર્તવ્ય સમજીને, માનવીએ કર્મ કરવાનું છે આ પ્રમાણે જગતમાં સતકર્મ કરવાની તક પ્રભુએ માનવીને આપી. આ તક ઘણીજ અણમોલ છે.જીવનની એકએક પળ ઘણીજ કિંમતી છે.જીવનમાં સતકર્મનું ભાથુ ભરવા માટેજ મળી છે.સતકર્મ એટલે પ્રભુને ગમે તેવું કરવું…જે દ્વારા પ્રભુભક્તિમાં લીન થાવું…જે દ્વારા પ્રભુ સાથે એક બની જવું.મારા જીવનમાં પ્રભુભક્તિના બીજ બચપણમાં જ રોપાયા. થોડા ઉગ્યા તે ફુલો થયા , થોડા ઉગી છોડ થઈ કરમાયા..કરમાયેલાંને ફરી ભક્તિભાવનું નીર પીવડાવી જીવીત રાખી ફરી ફુલો માટે આશા બાંધી. કેટલાક બીજ અત્યારે દેહરૂપી ખેતરમાં ઉગ્યા વગર પડી રહ્યાં છે. હું તો ફક્ત એક કર્તવ્ય કે પાણી-ખાતર આપી એક સુંદર બાગ બનાવવાનો. આ પ્રમાણે, હું જીવનની સફર કરતો કરતો , પુણ્યની ખેતી કરવાનો પ્રયાસ કરી રહ્યો છુ… કે જેથી હું પ્રભુને સમજી શકુ…એની નજીક પહોંચી શકું.હજુ અપુર્ણ છુ.અને પ્રભુશ્રધ્ધા દ્વારા હું મારા જીવનમાં શક્તિ મેળવી લઉ છુ.

આ મારી જીવન સફરમાં પ્રભુને મેં ઘણીવાર યાદ કર્યા…ઘણીવાર  કંઈક  લખવા પ્રયાસ કર્યા…ઘણીવાર વિચારતો જ રહ્યો,તો કોઈવાર વિચારો શબ્દ બન્યા,તો કોઈવાર શબ્દો કાવ્ય-સ્વરૂપે કાગળ પર પથરાય ગયા.જે શક્ય થયું તેને કોઇએ કાવ્ય કહ્યું તો, કોઇએ કહ્યું કે બરાબર લખ્યુ જ નથી અને વધુમાં ઉમેર્યું કે લખાણમાં ગુજરાતી ભાષાનું ઉચ્ચ જ્ઞાન નથી. અન્યનાં ગમે તેવા વિચારો અભિપ્રાયો હોય (અને સૌ ને પોતાનો અભિપ્રાય આપવાનો હક્ક છે.) તો પણ હું પરવા કરતો નથી કારણકે હું ખુદ જાણુ છુ કે મેં તો ફક્ત પ્રભુ સાથે વાત કરી છે.જે કંઇ શક્ય થયું તે ખરેખર પ્રભુ- ઇચ્છા અને પ્રભુ-પ્રેરણા પ્રતાપે છે. મેં મારું હૈયું ખોલી ભાવથી લખ્યું અને જે લખ્યું તે મારા હૈયામાથી ઉભરાતા ઝરણાઓ બરાબર છે.એથીજ ભક્તિભાવના ઝરણાં નામકરણે આ પુસ્તિકા પ્રગટ કરી છે.

ગુજરાતી ભાષાનું મારૂ જ્ઞાન અધુરું છે.હૈયાના ઉભરાતા વિચારોને યોગ્ય શબ્દ-સ્વરૂપ આપવા માટે મારી પાસે શક્તિ નથી.તેમ છતાં, મીરાબાઈ, નરસિહ મહેતા, કબીર તેમજ અન્ય ભક્તોના ભજનો-કાવ્યો વાંચુ કે સાંભળુ ત્યારે એક કે અનેક શબ્દો કે પછી એક વાક્ય કે વાક્યો મારા માટે પ્રેરણારૂપ બની જાય…કોઈકવાર નાના મોટા ગુજરાતી લેખો વાંચતા થોડા શબ્દો કે લખાણ મારા હૈયામાં ગુંજી ઉઠી મને પ્રેરણા આપે છે.કોઈવાર, કોઈની સાથે વાત કર્યા બાદ કે પછી જગતમાં બનેલી ઘટના યાદ કરતાં, હું પ્રભુની યાદ હૈયે લાવી કાવ્ય-પ્રેરણા મેળવું છુ. આથી, મારી અપૂર્ણતા ને પૂર્ણતા આપનાર અનેક વ્યક્તિઓ છે અને, એથી જ હું ફરી કહુ છુ કે જે મેં લખ્યુ તે ખરેખર તો અનેકના આશીર્વાદો અને પ્રભુક્રુપાના પરિણામ રૂપે છે. આ પુસ્તિકાના લખાણમાં ફક્ત મેં મારૂ હૈયુ ભર્યુ છે.

આ કાવ્ય-સંગ્રહ માં થોડા કાવ્યો ગુજરાત પ્રજાપતિ સમાજના મુખપત્રક  પ્રજાપતિ, અખિલ ગુજરાત પ્રજાપતિ  સમાજના મુખપત્રક વિશ્વ નિર્માતા પ્રજાપતિ, શ્રી લાડ પ્રજાપતિ સેવા સમાજ,મુંબઈના મુખપત્રક પ્રજાપતિ સંદેશ તેમજ મુંબઈથી પ્રગટ થતાં અગ્નિચક્ર લોસ એંજીલીસ, કેલીફોર્નીયાથી પ્રગટ થતું માસિક ગુજરાતી જગત તેમજ અન્ય પુસ્તકો પ્રગટ થઈ ચુક્યા છે. થોડા પ્રભુભક્તિનાં કાવ્યો મારીજ પ્રગટ કરેલી ત્રિવેણી સંગમમાંથી ફરી ચુંટી લીધા છે. આથી આ પુસ્તિકામાં પીરસેલ કાવ્યોમાંથી કોઈક કાવ્યો વાંચકો ફરી વાંચશે. આશા છે કે આ પુસ્તિકા દ્વારા ભક્તિભાવનાં ઝરણાં સૌ વાંચકોના હૈયામાંથી ઉભરી આવે. બસ, આટલું શક્ય થશે તો મને એક અનોખો આનંદ થશે.

કાવ્યો કે લેખોને એક પુસ્તિકા સ્વરૂપે પ્રગટ કરવાનું કાર્ય સહેલું નથી એ એક હકીકત છે. મુંબઈથી પ્રગટ થતાં અગ્નિચક્ર ના શ્રી વિનોદભાઇ ખિમજીભાઇ પ્રજાપતિ તેમજ વિશ્વભારતી પ્રકાશન દ્વારા મને ફરી ઉતેજન મળ્યું અને મેં આગળ સર્જેલાં કાવ્યો ફરી સારી રીતે પાકા લખાણમાં લખવાની પ્રેરણા મળી. શ્રી વિનોદભઐને તેમજ વિશ્વભારતી પ્રકાશનને પ્રથમ આભાર. કાવ્ય-સંગ્રહને પુસ્તિકા રૂપે પ્રગટ કરવાની જવાબદારી મુદ્રક સાંઇ પ્રિન્ટર્સના કાર્યક્ર્તાઓએ લીધી અને સુંદર લે-આઊટ અને પ્રિન્ટમાં એક પુસ્તિકા સ્વરૂપ આપ્યું  એથી એ સૌ નો આભારી છું.પ્રભુના આશિર્વાદ સહીત માત-પિતા અને વડીલોની શુભેચ્છાઓ અને આશિર્વાદો તેમજ જાણી-અજાણી અનેક વ્યક્તિઓની શુભેચ્છાઓ દ્વારા મળેલ પ્રેરણા- ઉતેજનથી આ પુસ્તિકા પ્રગટ કરવાનું કાર્ય સારી રીતે પૂર્ણ થયુ છે, અને હું સૌ નો આભાર દર્શાવુ છુ.

ભક્તિભાવના ઝરણા નામકરણૅ જે પુસ્તિકા તમો સૌના હર્તે મુકી છે તે તમો પ્રસાદી રૂપે સ્વીકારશો અને કોઇક ભૂલો હોય તો ક્ષમા કરશો, અવી મારી નમ્ર વિનંતી અંતે મારે એટલું જ કહેવું છેઃ-

                          ભક્તિભાવના ઝરણા ચંદ્ર હૈયામાંથી વહી ગયા

                       એ પવિત્ર નીર સૌ પીએ, ઝરણા જો વહી રહ્યા.

સૌ ને જયજલારામ સહીત જય શ્રી ક્રષણ                       ડો.ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી

                                          ખોડીયાર માત

આવજો રે, આવજો રે,
મારી ખોડીયાર માત સંગ રમવાને,
તમો આવજો રે, તમો આવજો રે… (ટેક)

મારી માતા છે સોહામણી,
એની સુંદરતાથી તમો અંજાય જાશો નહી…આવજો આવજો રે,(૨)

મારી માતા છે દયાનો સાગર,
એની દયા છે અપરંપાર…આવજો આવજો રે…
મારી માતા છે મમતાની નાવ,
અની નાવડીમાં કરો તમે ભવપાર…આવજો રે આવજો રે…

મારી માતા છે દુઃખીયાના સાથી,
માતક્રુપા એવી દુઃખડા હોય રે  ક્યાંથી ? આવજો રે આવજો રે…

આજ શરદ પુનમની છે રાત,
ચંદ્ર રમે છે માતાની સાથ…આવજો રે આવજો રે…

કાવ્ય રચના

તારીખ ઓક્ટોબર-૧૯૮૭

ખોડીયાર માત રંગ

રંગ લાગ્યો, રંગ લાગ્યો,

ખોડીયાર માત, મને તારો રે રંગ લાગ્યો  (ટેક)

તું છે મારી માવડી,

ભવપાર તરવાની રે નાવડી,

રંગ લાગ્યો…(૧)

આ છે સંસાર- સાગર,

તરવો છે,લઇ તારો રે મારગ,

રંગ લાગ્યો…(૨)

માતા તારી ક્રુપા છે અપરંપાર,

ચંદ્ર કહે, લૈ શરણું તારૂ,હું તો તરીશ આ રે ભવસાર

રંગ લાગ્યો…(૩)

કાવ્ય રચના

માર્ચ ૩૦, ૧૯૮૮

જગ સાગર

પ્રભુજી,હાથ પકડ રે મારો,

જગ લાગે તબ મુજને પ્યારો,

પ્રભુજી, હાથ પકડ રે મારો…(ટેક)

વ્રુંદાવનમાં કાના તમો રાસ જ રમતાં,

ગોપ-ગોપીઓ અને સહુને તમો બહુ ગમતાં,

પ્રભુજી…બન્યો હું આજ તુજ ગોપ રે રમતાં રમતાં

પ્રભુજી, હાથ પકડ રે… (૧)

પિતા દશરથ કાજે રામજી તમો ચાલ્યાં રે વનમાં,

સીતા-લક્ષમણે દીધો તમોને સાથ રે વનમાં,

પ્રભુજી…બન્યો હું આજ ભક્ત હનુમાન રે મારા મનમાં

પ્રભુજી, હાથ પકડ રે.. (૨)

થયું પાંડવ કૌરવનું એક યુધ્ધ રે મોટું,એ યુગમાં,

તમો બન્યા હતા રે સારથી, એ નથિ ખોટું આ યુઓગમાં,

પ્રભુજી…બન્યો હું આજ તુજ અર્જુન રે આ જગમાં

પ્રભુજી, હાથ પકડ રે.. (૩)

ચંદ્ર કહે, આ જગ સાગર તરતા તરતા,

મુખે હોય રામ નામ રે મરતા મરતા,

કાવ્ય રચના

ઓગસ્ટ ૧૯, ૧૯૮૮

માન સરોવરનો હંસલો

માનસરોવરમાં મારો હંસલો ખોવાયો,

હું તો બની ગયો એકલવાયો,એકલવાયો… (૧)

સરોવરની પાળે ને આંબાની ડાળે,

કોયલ કરે છે કુહુકુ કુહુકુ મધ્ય કાળે,

પણ…ઓ…જી મારો હંસલો ના રે હાલ્યો

માનસરોવરમાં… (૨)

પ્રભુભક્તિનુ લીધું છે બીડુ,

માન સરોવરનું પાણી રે પીધું,

પણ…ઓ…જી, મારો હંસલો ભક્તિ સંદેશો ના રે લાવ્યો,

માનસરોવરમાં… (૩)

ચંદ્ર કહે, શોધી રહ્યો છું મારો હંસલો આજે,

વ્હાલા મારા, એ તો તારા રે દર્શન કાજે,

માનસરોવરમાં…

કાવ્ય રચના

ઓગસ્ટ ૧૯, ૧૯૮૮

દોલતની આગ

મારા ઘરમાં આગ લાગી ઓ રે, પ્રભુજી,

બુઝાવી દયો એ આગને, ઓ રે પ્રભુજી ઓ રે પ્રભુજી…(ટેક)

મેરી ભુખ કાજે તેં તો દીધો રે રોટલો,

મેરે મનમે હૈ આનંદ કેટલો !

લેકીન દોલત નામે અબ આગ લગી,

પ્રભુજી, બુઝાવી દ્યો એ આગને અભી…મારા ઘરમાં… (૧)

રહેને કે લીયે સુંદર ઘર હૈ ન્યારૂ,

હર દિન પ્રભુનામ લાગે મુજને પ્યારૂ,

લેકીન દોલત નામે અબ આગ લગી,

પ્રભુજી, બુઝાવી દ્યો એ આગને અભી…મારા ઘરમાં… (૨)

મેરે ભાગ્ય મેં લીખી દીકરીઆ ચાર,

ઉંનકો પ્યાર દેકર,હંકારીશ મુજ જીવન નૈયા ઈસ ભવપાર,

લેકીન દોલત નામે અબ આગ લગી,

પ્રભુજી, બુઝાવી દ્યો એ આગને અભી…મારા ઘરમાં… (૩)

મોહમાયાથી મુક્ત રહી, હું તો કરતો મુજ કામ,

લગન લાગિઇ છે તેરી, ઓ મેરે ઘનશ્યામ,

લેકીન દોલત નામે અબ આગ લગી,

પ્રભુજી, બુઝાવી દ્યો એ આગને અભી…મારા ઘરમાં…  (૪)

ચંદ્ર કહે આ કહાની છે મારી,

પ્રભુ માંગુ છું સહાય એક તારી, મારા ઘરમાં… (૫)

કાવ્ય રચના

ઓગસ્ટ ૧૯, ૧૯૮૮

વિધાતાનો ખેલ

વિધીના લેખ લલાટે ;

એ તો થાય, થાય થાય…(ટેક)

રાજા દશરત મ્રુગીયા રમવા જાય,

શ્રવણ પાણી લેવા જાય,

દશરથ બાણે શ્રવણ પ્રાણ જાય જાય જાય

વિધીના લેખ… (૧)

કૈકેય વચન જ માંગે, ઓ માય !

વચન કારણે રામ તો વનમાં જાય,

રામ હસ્તે રાવણ વધ થાય, થાય થાય

વિધીના લેખ… (૨)

સીતા-રામજી વનમાં રહી અયોધ્યા જાય,

સીતા માત પર લોક શંકા રે થાય,

રામજીને છોડી સીતાજી ચીતાએ જાય,જાય જાય

વિધીના લેખ.. (૩).

ચંદ્ર કહે, આ સંસારને હું ના જાણું,

હું તો મારા ગીરધરને પહેચાણુ,

વિધીના લેખ … (૪)

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૧, ૧૯૮૮

          પ્રભુ નામ કી ધૂન

પ્રભુ નામ કી ધૂન રે લાગી, ઓ ગીરધારી,

મેરે કો પ્રભુ નામ કી ધૂન રે લાગી…(ટેક)

નરર્સીંહ મહેતા કો યહી ધૂન લાગી,

ઔર મીરા બન ગઈ બાવરી,

પ્રભુ નામ કી ધૂન … (૧)

સુરદાસ યહી ધૂન મેં ખોયા ખોયા,

ઔર સંત કબીરા રોયા રોયા,

પ્રભુ નામ કી ધૂન … (૨)

યહી ધૂન મેં ઘને ગુણ ગાયા,

ઔર વીરપૂર મેં જલીયાએ રામ-અમીરસ પાયા,

પ્રભુ નામ કી ધૂન … (૩).

ચંદ્ર કહે યહી ધૂનકી પ્યાસ હૈ મેરે દીલમેં,

સ્વીકારી લ્યો યહ દાસકો પ્રભુજી તેરે દીલમેં

પ્રભુ નામ કી ધૂન … (૪)

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૨, ૧૯૮૮

પ્રભુજી ને અરજી

અરજી લઈને આવ્યો રે પ્રભુજી,

અરજી મારી સાંભળો ને ઓ રે પ્રભુજી…(ટેક)

પહેલી અરજી તમે સાંભળો રે(૨)

સૌનું કરજો કલ્યાણ, ઓ રે રઘુરાય(૨)

અરજી લઈને… (૧)

બીજી અરજી તમે સાંભળો રે(૨)

દેજો સૌને પ્રેમ અપાર, ઓ રે રઘુરાય(૨)

અરજી લઈને… (૨)

ત્રીજી અરજી  (૨)

દુ:ખ ન હોય સૌ જીવજંતુ પ્રાણીસમાન, ઓ રે રઘુરાય(૨)

અરજી લઈને… (૩)

ચોથી અરજી તમે સાંભળો રે(૨)

સૌના મુખડે હોય પ્રભુજીનું નામ, ઓ રે રઘુરાય(૨)

અરજી લઈને… (૪)

ચંદ્ર કહે, છેલ્લી રે આ અરજી મારી  તમે સાંભળો રે

તારી ભક્તિમાં કર દે મુજને પાગલ ઓ રે રઘુરાય(૨)

અરજી લઈને.. (૫)

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૩,૧૯૮૮

પેલો પોપટ

અરે, પેલો પોપટ ઉડી રે જાય,

ખાલી પીંજરૂ રહી રે જાય,

ખાલી પીંજરૂ રહી રે જાય…(ટેક)

અરે આ કાયા છે પોપટ જૈસી,

આ જગમાં એ રહેશે કૈસી,

અરે પેલો પોપટ… (૧)

અરે આ લીલી લીલી પોપટ કાયા,

એમાં દેખુ છું હું તો માયા,

અરે પેલો પોપટ… (૨)

અરે, દુર ઉડી રહ્યો છે પોપટ મારો,

કેવો થઈ રહ્યો છે આ હાલ રે મારો,

અરે પેલો પોપટ… (૩)

અરે ચંદ્ર કહે, પોપટ મારો નથી પીંજરેમાં આજે,

એ તો ઉડી રહ્યો પ્રભુજી તમને મળવાને કાજે

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૫,૧૯૮૮

ગોકુળ અષ્ઠમીનો દિવસ

ગોકુળ અષ્ઠમી રે આજે, ગોકુળ અષ્ઠમી રે આજે,

બન્યો હું તો ગાંડો ઘેલો કાના, તેરે કાજે (ટેક)

શ્રાવણ માસ ને અષ્ઠમીની રે રાત,

આજ કાનાના જન્મની બની ગઈ રે વાત,

ગોકુળ અષ્ઠમી રે… (૧)

કાનાના જન્મ સમયે ચમત્કાર રે હોય,

ઓઢી ચાદર નિંદરની જેલમાં સૌએ,

બાલરૂદન નું ન જાણે કોઈ,

ગોકુળ અષ્ઠમી રે… (૨)

મેઘ ઘમઘમ વરસે ને વાસુદેવ જમના

ઓળંગે રાખી ટોપલી માથે,

શેષ નાગની છત્રછાયા લઈ,

કાનો નીકળે નદીની બહારે,

ગોકુળ અષ્ઠમી રે… (૩)

મારો કાનો છે હવે ગોકુળીયા ગામે રે,

એતો હસી રહ્યો છે માત-જશોદાની સાથે રે,

ગોકુળ અષ્ઠમી રે… (૪)

ચંદ્ર કહે, કાનો આવ્યો છે જગમાં લીલા રે કરવા,

પ્રેમથી હાલરડું ગાજો તમે, આ ભવસાગર તરવા,

ગોકુળ અષ્ઠમી રે…(૫)

કાવ્ય રચના

સપ્ટેઁમ્બર ૩,૧૯૮૮

પ્રભુ ભરોસો

રાખો….

હાં રે વ્હાલા, રાખો રે,

પ્રભુજી પર ભરોસો રાખો રે….(ટેક)

ખાધી…..

હાં રે વ્હાલા, ખાધી રે,

પ્રભુજીએ વિદુરની ભાજી ખાધી રે,

રાખો… (૧)

પુર્યા….

હાં રે વ્હાલા, પુર્યા રે,

પ્રભુજીએ દ્રૌપદીના ચીર પુર્યા રે,

રાખો… (૨)

પીધા….

હાં રે વ્હાલા, પીધા રે,

પ્રભુજીએ મીરાનાં ઝેર હળાહળ પીધા

રાખો…(૩)

ચુકવી…

હાં રે વ્હાલા, ચુકવી રે,

પ્રભુએ મહેતા નરસૈયાની હુંડી ચુકવી રે,

રાખો… (૪)

બુજાવી….

હાં રે વ્હાલા, બુજાવી રે,

પ્રભુજી એ ચંદ્રનાં દીલડાની આગ બુજાવી રે,

રાખો… (૫)

કાવ્ય રચના

સપ્ટેઁમ્બર ૨૧,૧૯૮૮

કાનો કાળો

કાનો કાળો, કાનો કાળો,

એ તો મુજને લાગે વ્હાલો, લાગે વ્હાલો … (ટેક)

કાગ હી કાલા,

કોયલ બી કાલી કાલી,

ફીર બી, મૈને કોયલરૂપે જોયો કાનો કાળો,

કાનો કાળો … (૧)

રાતબી કાલી,

નિંદરબી કાલી કાલી,

ફીરબી, નિંદરમેં મૈને ચંદ્રમારૂપે જોયો કાનો કાળો,

કાનો કાળો … (૨)

ઉસકા બાલ બી કાલા,

નયના બી કાલી કાલી,

ફીર બી, બસ નયનોં સે જોયો કાનો કાળો

કાનો કાળો …(૩)

ચંદ્ર કહે મૈ બી કાલા,

કાના બી કાલા કાલા

ફીર ભેદ ન રહા, દોનો કાલા કાલા,

કાનો કાળો … (૪)

કાવ્ય રચના

સપ્ટેઁમ્બર ૨૬,૧૯૮૮

                 પ્રભુ લીલા

ઓ ગીરધર બલીહારી, ઓ ગીરધર, બલીહારી,

કૈસી હૈ તેરી લીલાં, ઓ ક્રુષ્ણમુરારી …………….  (ટેક)

બાદલ બરસે બન કર પાની, બન કર પાની,

મેરે દીલમેં પ્યાસ હૈ ગીરધારી તારી, ગીરધારી તારી,

ઓ ગીરધર… (૧)

બનમેં  એક આગ લાગી, એક આગ લાગી,

મેરૂ દીલડું ખુબ જલે, ઓ ગીરધારી, ઓ ગીરધારી,

ઓ ગીરધર… (૨)

અંધેરી યહ રાતલડી, અંધેરી યહ રાતલડી,

મેરી કાયા થરથર દ્રુજે, ઓ ગીરધારી, ઓ ગીરધારી,

ઓ ગીરધર… (૩)

ચંદ્ર કહે, તેરી લીલા, હું ના જાણુ- ૨ ઓ ગીરધારી,

અબ તો દયા કરી, યહ ભવસાગરસે પાર કર દે,

ઓ ગીરધર… (૪)

કાવ્ય રચના

સપ્ટેઁમ્બર ૨૬,૧૯૮૮

માનવ જીંદગી

યહ જીંદગી, યહ જીંદગી,

બરબાદ ક્યું કરે યહ જીંદગી,- ૨ …;; (ટેક)

કાયા કાચી મારી કેરી, જાણ લે ઓ મુરખ,

પલમાં થાશે એ ધૂરધાણી, જાણ લે ઓ મુરખ,

જીંદગી બરબાદ ક્યું કરે ? ઓ મુરખ ,

પ્રભુ મારગ પે ચલ, પ્રભુ મારગ પે ચલ ઓ માનવી,

યહ જીંદગી…(૧)

આ જલમાં દિન બીત ગયે અનેક, ઓ મુરખ,

અબ તો પ્રભુભજન કરી લે, ઓ મુરખ,

જીંદગી બરબાદ ક્યું કરે ? ઓ મુરખ,

પ્રભુ મારગ પે ચલ, પ્રભુ મારગ પે ચલ ઓ માનવી,

યહ જીંદગી…..(૨)

માનવ જન્મ મળ્યો છે અણમોલ, ઓ મુરખ,

છોડીદે અભિમાન ને ભજીલે તું પ્રભુનામ ઓ મુરખ,

જીંદગી બરબાદ ક્યું કરે ? ઓ મુરખ,

પ્રભુ મારગ પે ચલ, પ્રભુ મારગ પે ચલ ઓ માનવી,

યહ જીંદગી…….(૩)

ચંદ્ર કહે, પ્રભુનામ અબતો જપી લે, ઓ માનવી,

થાશે બેડો પાર, ઓ માનવી,

જીંદગી બરબાદ મત કર, ઓ માનવી,

પ્રભુ મારગ પે ચલ, પ્રભુ મારગ પે ચલ ઓ માનવી,

યહ જીંદગી……. (૪)

કાવ્ય રચના

સપ્ટેઁમ્બર ૨૬,૧૯૮૮

પ્રભુ નગરી

પ્રભુ, નગરી જોવી તારી,

કર દે આશા પુરી મારી,

પ્રભુ, નગરી જોવી તારી ………(ટેક)

સાંજ સવારે મુજ અંખીયા ઢુંઢ રહે તુજ નગરી,

નીર બહે અંખીઓસે, ફીર બી ના દેખું તુજ નગરી,

પ્રભુ નગરી…. (૧)

રાત્રીકો ચાંદલીયા પ્રકાશે ફીર ઢુંઢ તુજ નગરી,

બનુ ચાંદલીયા સંગે ઉદાસી, ન દેખકર તુજ નગરી,

પ્રભુ નગરી…. (૨)

ઠંડીમાં મુજ કાયા થરથર ધ્રુજે,

હું તો ભૂલો પડ્યો છું વનમાં, ઔર મનમાં કંઈ ન સૂજે,

પ્રભુ નગરી…. (૩)

ચંદ્ર કહે નગરી દેખને કી આશ જ મારી,

કર દે પુરી, ઓ ગીરધારી ઓ ગીરધારી…

પ્રભુ નગરી…. (૪)

કાવ્ય રચના

ઓક્ટોબર ૧,૧૯૮૮

પ્રભુધામનું તેડુ 

આવ્યું, આવ્યું, પ્રભુધામનું રે તેડુ,

તમો ના કરશો આનાકાની, પ્રભુનામનું તેડુ રે આવ્યું

….(ટેક)

હે માનવ, કેમ ભૂલે છે તું ભાન ?

આવશે તેડું અચાનક, કેમ રહે અજ્ઞાન ?

આવ્યું આવ્યું…. (૧)

ધન,દોલત કામ ન આવે, સમજી લે ઓ મુરખ,

ન કામ આવે સગા-સબંધીઓ, સમજી લે ઓ મુરખ,

આવ્યું આવ્યું….. (૨)

પુન્ય કર્યા કામ રે આવશે, ઓ માનવ,

માટે છોડ અભિમાન ને ધર લે પ્રભુનામ, ઓ માનવ,

આવ્યું આવ્યું….. (૩)

ચંદ્ર કહે, અબ તો ભજી લે તું હરિનું નામ,

ભક્તિનું આ ભાથુ આવશે રે કામ,

આવ્યું આવ્યું….. (૪)

કાવ્ય રચના

ઓક્ટોબર ૧,૧૯૮૮

પ્રભુનામ પે નાચું રે

નાચું રે, નાચું રે,

હું તો પ્રભુનામ પે નાચું રે,….. (ટેક)

હરદિન મુખ પે પ્રભુનું નામ,

ઔર નહી હૈ બીજું કામ,

મારે તો જાઉં છે પ્રભુ કે ધામ, પ્રભુ કે ધામ,

પાગલ બનકર નાચું રે,… નાચું રે…(૧)

દૌલત વૈભવ છોડ દીયા,

સગા સંબંધી બી છોડ દીયા,

મનસે મેં તો પ્રભુજી પાયા, પ્રભુજી પાયા,

સાધુ બનકર નાચું રે,… નાચું રે…   (૨)

આ જગમાં મુજકો કોઈ કામ ન રહે,

પ્રભુભજન કરકે સબજો મુજકો મળે,

પ્રભુભક્ત બન કર ચંદ્ર નાચે રે..નાચે રે.. (૩)

કાવ્ય રચના

ઓક્ટોબર ૪,૧૯૮૮

હું તો ચાકર તારો

હું તો ચાકર તારો, ઓ ગીરધારી,

મુજપર દયા કરો ઓ બલીહારી ….(ટેક)

આ જગમાં હું તો એક બાળ છું તારો,

આ રાત-દિવસના અંધારામાં, રસ્તો બતાવને મારો,

હું તો ચાકર તારો … (૧)

આ સંસાર- સાગરમાં ઠોકર ખાય રહી આ કાયા મારી,

દયા કરી હંકારોને, આ જીવન નૈયા મારી…

હું તો ચાકર તારો …  (૨)

કરી છે ભૂલો અનેક, ઓ નાથજી મારા,

માફ કરી પ્રભુજી, પકડોને હાથજ મારા,

હું તો ચાકર તારો …  (૩)

જો આ જગમાં હું જો રહુ,

કર દે તુજ ભક્તિમાં પાગલ, હું તો તુજને કહું,

હું તો ચાકર તારો …   (૪)

ચંદ્ર કહે, મારો પ્રભુજી છે, પ્યારો પ્યારો,

જન્મોજન્મ હું તો ચાકર તારો, ચાકર તારો,

હું તો ચાકર તારો …    (૫)

કાવ્ય રચના

ઓક્ટોબર ૧૯,૧૯૮૮

પથ્થર કેમ ફેંકી દીધો?

પથ્થર ફેંકતાં ફેંકી દીધો,

અરરર, આ શું થયું ?

પથ્થર કેમ ફેંકી દીધો?…(ટેક)

કાચના હૈયા પર એ તો પડ્યો,

હૈયાના ટૂકડા કરી નીચે પડ્યો,

અરરર, આ શું થયું ?

પથ્થર કેમ ફેંકી દીધો?… (૧)

દીલમાં ઘા એવો થયો,

કે, હું તો લોહીલુહાણ થઈ ગયો

અરરર, આ શું થયું ?

પથ્થર કેમ ફેંકી દીધો?…  (૨)

પથ્થર ફેંકતાં કેમ વિચાર ન કર્યો,

કે આજ હું જો પસ્તાય રહ્યો,

અરરર, આ શું થયું ?

પથ્થર કેમ ફેંકી દીધો?…   (૩)

ચંદ્ર કહે પથ્થર ન ફેંકવો હતો મારે,

સ્વીકારી રહ્યો છું ભૂલ મારી આજે,

હવે, ક્ષમા કરી પ્રભુજી દેજો આશરો મુજને.

કાવ્ય રચના

ઓક્ટોબર ૨૮ ,૧૯૮૮

જપુ રે જમના તીરે

જપુ રે જમના તીરે, હું તો ગીરધર તારૂ નામ,

હવે નથી રે મારે આ જગમાં બીજું કામ…. (ટેક)

અરે, પેલા વડની છાયામાં મોહન મોરલી બજાવે,

હાં રે એ તો ગોપીઓના હૈયા હલાવે,

જપુ રે…. (૧)

અરે, ગોપીઓ વિનવી રહે જશોદામાતને,જોડી હાથ રે,

હાં રે, કહેજો કહેજો કાનાને કે રમે રાસ હમરી સાથ રે,

જપુ રે….(૨)

અરે, જમના તીરે ગીરધર મારો રમે છે પ્રેમથી રાસ રે,

હાં રે, મથુરાની ગલીગલીમાં છે મારા વ્હાલાની વાત રે,

જપુ રે…. (૩)

અરે, હું તો ઘરમાં છું મારા ગીરધર પાસે રે,

હાં રે, જમના તીરે લાવી, વ્હાલો મારો રાસ રમે મુજ સંગે રે,

જપુ રે…. (૪)

કાવ્ય રચના

ઓક્ટોબર ૨૮ ,૧૯૮૮

આંસુ ભર્યુ જીવન

આંસુ ભર્યુ આ  જીવન મારૂ,

કેમ કરી વિતાવું આ  જીવન મારૂ ? … (ટેક)

ડગલે ને પગલે સામનો દુ:ખડાનો હું કરતો,

પ્રભુ, નામ તારૂ લઈને હું તો ભક્તિ ભાથું રે ભરતો,

આંસુ ભર્યુ આ  જીવન… (૧)

કાયા મારી બની ગઈ ધૂળધાણી,

પ્રભુ નામ તારૂ લઈને મેં તો દુનિયા સારી જાણી

આંસુ ભર્યુ આ  જીવન… (૨)

દીલડું મારૂ ઘાયલ ને છે જીવન સાગર ખારો,

પ્રભુ નામ તારૂ લઈને મેં તો જગ આ જીત્યો સારો,

આંસુ ભર્યુ આ  જીવન… (૩)

લોહીલુહાણ થઈ છે આ મારી કાયા,

પ્રભુ નામ તારૂ લઈને મેં તો છોડી બધી માયા,

આંસુ ભર્યુ આ  જીવન… (૪)

આજ મુજ જીવનમાં નથી આંસુ, એવું ચંદ્ર કહે,

પ્રભુ, મળી તારા નામમાં પરમ શાંતિ મુજને હવે,

આંસુ ભર્યુ આ  જીવન… (૫)

કાવ્ય રચના

જુન ૫, ૧૯૮૯

ઘાયલ દીલ

દીલ છે ઘાયલ,

રાત અંધેરી,

આ….પાગલ મનડું મારું,

ઢુંઢી રહ્યું છે હૈયું તારું હૈયું તારું…. (ટેક)

બારીસ બરસે,

બીજલી ગરજે,

આ… ઠંડી કાયા મારી,

થરથર ધ્રુજી શોધે હૈયું તારું હૈયું તારું

દીલ છે ઘાયલ…. (૧)

ચંદ્રમાં ચમકે,

તારલીયા પલકે,

આ…દુર ગગનમાં નયના મારા,

ભાન ભુલી ન દેખી શકી હૈયું તારું હૈયું તારું

દીલ છે ઘાયલ…. (૨)

ચંદ્ર કહે, આ અદભુત દુનિયા મારી,

દેખ પ્રભુ, આ છે હાલત મારી

કાવ્ય રચના

જુન ૧૨, ૧૯૮૯

મારૂ સ્વપ્નુ

સ્વપ્ન મારૂ તે કેવુ ?

પલભર રહીને એ તો ઉડી ગયું….. (ટેક)

સ્વપને રાજપાટ ને બન્યો હું બાદશાહ એક,

આંખ ખોલતાં થઈ ગયો હું રંક એક,

સ્વપ્ન મારૂ… (૧)

સ્વપને રાજ મહેલો જોયા ઘણા,

મનની ઝુપડીમાંથી મહેલો મેં ખોયા ઘણા,

સ્વપ્ન મારૂ.. (૨)

સ્વપને આશાઓ મારી ઘણી,

કિંતુ, હૈયે ભરી મેં નિરાશા ઘણી,

સ્વપ્ન મારૂ.. (૩)

ચંદ્ર કહે, હું અનેક સ્વપનોમાં રહું,

પ્રભુ દયા તારી કે આજીવન ભવસાગર ને તરતો રહું,

સ્વપ્ન મારૂ.. (૪)

કાવ્ય રચના

જુન ૧૪, ૧૯૮૯

આ દુનિયા

આ દુનિયા, ઘણી અદભુત, ઘણી અદભુત,…. (ટેક)

કાગડો કાગડીને પુછે: “હું કેમ કાળો ?”

કાગડી કહે, “જુઓ નાથ ના કરો શોક ને મારૂ માનો,

દુનિયાના અંધકારમાં સર્વ માનવી કાળા,

કાળા હમો શરીરે પણ નથી દીલડે હમો કાળા,”

આ દુનિયા…. (૧)

હંસલો હંસલી ને પુછે:”હું કેમ આટલો સફેદ ?”

હંસલી કહે: “જુઓ નાથ છે ગર્વ તમારો એમાં સહેજ,

નયને ધોળા શું કામના ? રાખવા હ્રદય ધોળા

હમો સફેદ કાયામાં રહી,રાખીશું દીલડાં અમારા ધોળા.”

આ દુનિયા…. (૨)

અંતે કાચબો કાચબીને પુછે: “દુનિયામાં આ શું થઈ રહ્યું ?”

કાચબી કહે: “જુઓ નાથ તમો છો એથી મારે કહેવું રહ્યું

અરે, આ બધા છે દુનિયામાં જીવન જીવનના ખેલ.”

એથી ચંદ્ર કહે:

“ખેલ રમતાં રમતાં ધોજો તમે જીવનનાં મેલ”

આ દુનિયા…. (૩)

કાવ્ય રચના

જુન ૨૬, ૧૯૮૯

જય મોહન પ્યારા

                      (આરતી)

જય મોહન પ્યારા, જય મોહન પ્યારા,

ભાવથી આરતી કરીયે હમો,

ઓ મોહન પ્યારા, ઓ મોહન પ્યારા….. (ટેક)

તું છે આભ, ચાંદલીઓ ને તારા,

ભાવથી ભક્તિ કરતા(૨) હાથ પકડ ને અમારા

જય મોહન….. (૧)

તું છે પ્રાણ અને શક્તિ અમારી,

હૈયે નામ જ તારું લેતાં(૨) પાર કરોને નૈયા અમારી

જય મોહન….. (૨)

તું છે પાવન પરમેશ્વર જ્ઞાની,

મનમાં ભજન તારું રે ભજતાં(૨) દયા કરોને દાસ તમારા

જય મોહન…. (૩)

ચંદ્ર કહે ભાવભરી હમ આરતીનો હોય પ્રભુ સ્વીકાર,

મોહન તારૂ નામ જ લેતાં(૨) સફળ હોય અમ અવતાર

જય મોહન…. (૪)

કાવ્ય રચના

જુન ૨૮, ૧૯૮૯

          પ્રભુ નામ કી ધૂન

પ્રભુ નામ કી ધૂન રે લાગી, ઓ ગીરધારી,

મેરે કો પ્રભુ નામ કી ધૂન રે લાગી…(ટેક)

નરર્સીંહ મહેતા કો યહી ધૂન લાગી,

ઔર મીરા બન ગઈ બાવરી,

પ્રભુ નામ કી ધૂન … (૧)

સુરદાસ યહી ધૂન મેં ખોયા ખોયા,

ઔર સંત કબીરા રોયા રોયા,

પ્રભુ નામ કી ધૂન … (૨)

યહી ધૂન મેં ઘને ગુણ ગાયા,

ઔર વીરપૂર મેં જલીયાએ રામ-અમીરસ પાયા,

પ્રભુ નામ કી ધૂન … (૩).

ચંદ્ર કહે યહી ધૂનકી પ્યાસ હૈ મેરે દીલમેં,

સ્વીકારી લ્યો યહ દાસકો પ્રભુજી તેરે દીલમેં

પ્રભુ નામ કી ધૂન … (૪)

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૨, ૧૯૮૮

પ્રભુજી ને અરજી

અરજી લઈને આવ્યો રે પ્રભુજી,

અરજી મારી સાંભળો ને ઓ રે પ્રભુજી…(ટેક)

પહેલી અરજી તમે સાંભળો રે(૨)

સૌનું કરજો કલ્યાણ, ઓ રે રઘુરાય(૨)

અરજી લઈને… (૧)

બીજી અરજી તમે સાંભળો રે(૨)

દેજો સૌને પ્રેમ અપાર, ઓ રે રઘુરાય(૨)

અરજી લઈને… (૨)

ત્રીજી અરજી  (૨)

દુ:ખ ન હોય સૌ જીવજંતુ પ્રાણીસમાન, ઓ રે રઘુરાય(૨)

અરજી લઈને… (૩)

ચોથી અરજી તમે સાંભળો રે(૨)

સૌના મુખડે હોય પ્રભુજીનું નામ, ઓ રે રઘુરાય(૨)

અરજી લઈને… (૪)

ચંદ્ર કહે, છેલ્લી રે આ અરજી મારી  તમે સાંભળો રે

તારી ભક્તિમાં કર દે મુજને પાગલ ઓ રે રઘુરાય(૨)

અરજી લઈને.. (૫)

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૩,૧૯૮૮

પેલો પોપટ

અરે, પેલો પોપટ ઉડી રે જાય,

ખાલી પીંજરૂ રહી રે જાય,

ખાલી પીંજરૂ રહી રે જાય…(ટેક)

અરે આ કાયા છે પોપટ જૈસી,

આ જગમાં એ રહેશે કૈસી,

અરે પેલો પોપટ… (૧)

અરે આ લીલી લીલી પોપટ કાયા,

એમાં દેખુ છું હું તો માયા,

અરે પેલો પોપટ… (૨)

અરે, દુર ઉડી રહ્યો છે પોપટ મારો,

કેવો થઈ રહ્યો છે આ હાલ રે મારો,

અરે પેલો પોપટ… (૩)

અરે ચંદ્ર કહે, પોપટ મારો નથી પીંજરેમાં આજે,

એ તો ઉડી રહ્યો પ્રભુજી તમને મળવાને કાજે

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૫,૧૯૮૮

ગોકુળ અષ્ઠમીનો દિવસ

ગોકુળ અષ્ઠમી રે આજે, ગોકુળ અષ્ઠમી રે આજે,

બન્યો હું તો ગાંડો ઘેલો કાના, તેરે કાજે (ટેક)

શ્રાવણ માસ ને અષ્ઠમીની રે રાત,

આજ કાનાના જન્મની બની ગઈ રે વાત,

ગોકુળ અષ્ઠમી રે… (૧)

કાનાના જન્મ સમયે ચમત્કાર રે હોય,

ઓઢી ચાદર નિંદરની જેલમાં સૌએ,

બાલરૂદન નું ન જાણે કોઈ,

ગોકુળ અષ્ઠમી રે… (૨)

મેઘ ઘમઘમ વરસે ને વાસુદેવ જમના

ઓળંગે રાખી ટોપલી માથે,

શેષ નાગની છત્રછાયા લઈ,

કાનો નીકળે નદીની બહારે,

ગોકુળ અષ્ઠમી રે… (૩)

મારો કાનો છે હવે ગોકુળીયા ગામે રે,

એતો હસી રહ્યો છે માત-જશોદાની સાથે રે,

ગોકુળ અષ્ઠમી રે… (૪)

ચંદ્ર કહે, કાનો આવ્યો છે જગમાં લીલા રે કરવા,

પ્રેમથી હાલરડું ગાજો તમે, આ ભવસાગર તરવા,

ગોકુળ અષ્ઠમી રે…(૫)

કાવ્ય રચના

સપ્ટેઁમ્બર ૩,૧૯૮૮

પ્રભુ ભરોસો

રાખો….

હાં રે વ્હાલા, રાખો રે,

પ્રભુજી પર ભરોસો રાખો રે….(ટેક)

ખાધી…..

હાં રે વ્હાલા, ખાધી રે,

પ્રભુજીએ વિદુરની ભાજી ખાધી રે,

રાખો… (૧)

પુર્યા….

હાં રે વ્હાલા, પુર્યા રે,

પ્રભુજીએ દ્રૌપદીના ચીર પુર્યા રે,

રાખો… (૨)

પીધા….

હાં રે વ્હાલા, પીધા રે,

પ્રભુજીએ મીરાનાં ઝેર હળાહળ પીધા

રાખો…(૩)

ચુકવી…

હાં રે વ્હાલા, ચુકવી રે,

પ્રભુએ મહેતા નરસૈયાની હુંડી ચુકવી રે,

રાખો… (૪)

બુજાવી….

હાં રે વ્હાલા, બુજાવી રે,

પ્રભુજી એ ચંદ્રનાં દીલડાની આગ બુજાવી રે,

રાખો… (૫)

કાવ્ય રચના

સપ્ટેઁમ્બર ૨૧,૧૯૮૮

કાનો કાળો

કાનો કાળો, કાનો કાળો,

એ તો મુજને લાગે વ્હાલો, લાગે વ્હાલો … (ટેક)

કાગ હી કાલા,

કોયલ બી કાલી કાલી,

ફીર બી, મૈને કોયલરૂપે જોયો કાનો કાળો,

કાનો કાળો … (૧)

રાતબી કાલી,

નિંદરબી કાલી કાલી,

ફીરબી, નિંદરમેં મૈને ચંદ્રમારૂપે જોયો કાનો કાળો,

કાનો કાળો … (૨)

ઉસકા બાલ બી કાલા,

નયના બી કાલી કાલી,

ફીર બી, બસ નયનોં સે જોયો કાનો કાળો

કાનો કાળો …(૩)

ચંદ્ર કહે મૈ બી કાલા,

કાના બી કાલા કાલા

ફીર ભેદ ન રહા, દોનો કાલા કાલા,

કાનો કાળો … (૪)

કાવ્ય રચના

સપ્ટેઁમ્બર ૨૬,૧૯૮૮

                 પ્રભુ લીલા

ઓ ગીરધર બલીહારી, ઓ ગીરધર, બલીહારી,

કૈસી હૈ તેરી લીલાં, ઓ ક્રુષ્ણમુરારી …………….  (ટેક)

બાદલ બરસે બન કર પાની, બન કર પાની,

મેરે દીલમેં પ્યાસ હૈ ગીરધારી તારી, ગીરધારી તારી,

ઓ ગીરધર… (૧)

બનમેં  એક આગ લાગી, એક આગ લાગી,

મેરૂ દીલડું ખુબ જલે, ઓ ગીરધારી, ઓ ગીરધારી,

ઓ ગીરધર… (૨)

અંધેરી યહ રાતલડી, અંધેરી યહ રાતલડી,

મેરી કાયા થરથર દ્રુજે, ઓ ગીરધારી, ઓ ગીરધારી,

ઓ ગીરધર… (૩)

ચંદ્ર કહે, તેરી લીલા, હું ના જાણુ- ૨ ઓ ગીરધારી,

અબ તો દયા કરી, યહ ભવસાગરસે પાર કર દે,

ઓ ગીરધર… (૪)

કાવ્ય રચના

સપ્ટેઁમ્બર ૨૬,૧૯૮૮

માનવ જીંદગી

યહ જીંદગી, યહ જીંદગી,

બરબાદ ક્યું કરે યહ જીંદગી,- ૨ …;; (ટેક)

કાયા કાચી મારી કેરી, જાણ લે ઓ મુરખ,

પલમાં થાશે એ ધૂરધાણી, જાણ લે ઓ મુરખ,

જીંદગી બરબાદ ક્યું કરે ? ઓ મુરખ ,

પ્રભુ મારગ પે ચલ, પ્રભુ મારગ પે ચલ ઓ માનવી,

યહ જીંદગી…(૧)

આ જલમાં દિન બીત ગયે અનેક, ઓ મુરખ,

અબ તો પ્રભુભજન કરી લે, ઓ મુરખ,

જીંદગી બરબાદ ક્યું કરે ? ઓ મુરખ,

પ્રભુ મારગ પે ચલ, પ્રભુ મારગ પે ચલ ઓ માનવી,

યહ જીંદગી…..(૨)

માનવ જન્મ મળ્યો છે અણમોલ, ઓ મુરખ,

છોડીદે અભિમાન ને ભજીલે તું પ્રભુનામ ઓ મુરખ,

જીંદગી બરબાદ ક્યું કરે ? ઓ મુરખ,

પ્રભુ મારગ પે ચલ, પ્રભુ મારગ પે ચલ ઓ માનવી,

યહ જીંદગી…….(૩)

ચંદ્ર કહે, પ્રભુનામ અબતો જપી લે, ઓ માનવી,

થાશે બેડો પાર, ઓ માનવી,

જીંદગી બરબાદ મત કર, ઓ માનવી,

પ્રભુ મારગ પે ચલ, પ્રભુ મારગ પે ચલ ઓ માનવી,

યહ જીંદગી……. (૪)

કાવ્ય રચના

સપ્ટેઁમ્બર ૨૬,૧૯૮૮

પ્રભુ નગરી

પ્રભુ, નગરી જોવી તારી,

કર દે આશા પુરી મારી,

પ્રભુ, નગરી જોવી તારી ………(ટેક)

સાંજ સવારે મુજ અંખીયા ઢુંઢ રહે તુજ નગરી,

નીર બહે અંખીઓસે, ફીર બી ના દેખું તુજ નગરી,

પ્રભુ નગરી…. (૧)

રાત્રીકો ચાંદલીયા પ્રકાશે ફીર ઢુંઢ તુજ નગરી,

બનુ ચાંદલીયા સંગે ઉદાસી, ન દેખકર તુજ નગરી,

પ્રભુ નગરી…. (૨)

ઠંડીમાં મુજ કાયા થરથર ધ્રુજે,

હું તો ભૂલો પડ્યો છું વનમાં, ઔર મનમાં કંઈ ન સૂજે,

પ્રભુ નગરી…. (૩)

ચંદ્ર કહે નગરી દેખને કી આશ જ મારી,

કર દે પુરી, ઓ ગીરધારી ઓ ગીરધારી…

પ્રભુ નગરી…. (૪)

કાવ્ય રચના

ઓક્ટોબર ૧,૧૯૮૮

પ્રભુધામનું તેડુ 

આવ્યું, આવ્યું, પ્રભુધામનું રે તેડુ,

તમો ના કરશો આનાકાની, પ્રભુનામનું તેડુ રે આવ્યું

….(ટેક)

હે માનવ, કેમ ભૂલે છે તું ભાન ?

આવશે તેડું અચાનક, કેમ રહે અજ્ઞાન ?

આવ્યું આવ્યું…. (૧)

ધન,દોલત કામ ન આવે, સમજી લે ઓ મુરખ,

ન કામ આવે સગા-સબંધીઓ, સમજી લે ઓ મુરખ,

આવ્યું આવ્યું….. (૨)

પુન્ય કર્યા કામ રે આવશે, ઓ માનવ,

માટે છોડ અભિમાન ને ધર લે પ્રભુનામ, ઓ માનવ,

આવ્યું આવ્યું….. (૩)

ચંદ્ર કહે, અબ તો ભજી લે તું હરિનું નામ,

ભક્તિનું આ ભાથુ આવશે રે કામ,

આવ્યું આવ્યું….. (૪)

કાવ્ય રચના

ઓક્ટોબર ૧,૧૯૮૮

પ્રભુનામ પે નાચું રે

નાચું રે, નાચું રે,

હું તો પ્રભુનામ પે નાચું રે,….. (ટેક)

હરદિન મુખ પે પ્રભુનું નામ,

ઔર નહી હૈ બીજું કામ,

મારે તો જાઉં છે પ્રભુ કે ધામ, પ્રભુ કે ધામ,

પાગલ બનકર નાચું રે,… નાચું રે…(૧)

દૌલત વૈભવ છોડ દીયા,

સગા સંબંધી બી છોડ દીયા,

મનસે મેં તો પ્રભુજી પાયા, પ્રભુજી પાયા,

સાધુ બનકર નાચું રે,… નાચું રે…   (૨)

આ જગમાં મુજકો કોઈ કામ ન રહે,

પ્રભુભજન કરકે સબજો મુજકો મળે,

પ્રભુભક્ત બન કર ચંદ્ર નાચે રે..નાચે રે.. (૩)

કાવ્ય રચના

ઓક્ટોબર ૪,૧૯૮૮

હું તો ચાકર તારો

હું તો ચાકર તારો, ઓ ગીરધારી,

મુજપર દયા કરો ઓ બલીહારી ….(ટેક)

આ જગમાં હું તો એક બાળ છું તારો,

આ રાત-દિવસના અંધારામાં, રસ્તો બતાવને મારો,

હું તો ચાકર તારો … (૧)

આ સંસાર- સાગરમાં ઠોકર ખાય રહી આ કાયા મારી,

દયા કરી હંકારોને, આ જીવન નૈયા મારી…

હું તો ચાકર તારો …  (૨)

કરી છે ભૂલો અનેક, ઓ નાથજી મારા,

માફ કરી પ્રભુજી, પકડોને હાથજ મારા,

હું તો ચાકર તારો …  (૩)

જો આ જગમાં હું જો રહુ,

કર દે તુજ ભક્તિમાં પાગલ, હું તો તુજને કહું,

હું તો ચાકર તારો …   (૪)

ચંદ્ર કહે, મારો પ્રભુજી છે, પ્યારો પ્યારો,

જન્મોજન્મ હું તો ચાકર તારો, ચાકર તારો,

હું તો ચાકર તારો …    (૫)

કાવ્ય રચના

ઓક્ટોબર ૧૯,૧૯૮૮

પથ્થર કેમ ફેંકી દીધો?

પથ્થર ફેંકતાં ફેંકી દીધો,

અરરર, આ શું થયું ?

પથ્થર કેમ ફેંકી દીધો?…(ટેક)

કાચના હૈયા પર એ તો પડ્યો,

હૈયાના ટૂકડા કરી નીચે પડ્યો,

અરરર, આ શું થયું ?

પથ્થર કેમ ફેંકી દીધો?… (૧)

દીલમાં ઘા એવો થયો,

કે, હું તો લોહીલુહાણ થઈ ગયો

અરરર, આ શું થયું ?

પથ્થર કેમ ફેંકી દીધો?…  (૨)

પથ્થર ફેંકતાં કેમ વિચાર ન કર્યો,

કે આજ હું જો પસ્તાય રહ્યો,

અરરર, આ શું થયું ?

પથ્થર કેમ ફેંકી દીધો?…   (૩)

ચંદ્ર કહે પથ્થર ન ફેંકવો હતો મારે,

સ્વીકારી રહ્યો છું ભૂલ મારી આજે,

હવે, ક્ષમા કરી પ્રભુજી દેજો આશરો મુજને.

કાવ્ય રચના

ઓક્ટોબર ૨૮ ,૧૯૮૮

જપુ રે જમના તીરે

જપુ રે જમના તીરે, હું તો ગીરધર તારૂ નામ,

હવે નથી રે મારે આ જગમાં બીજું કામ…. (ટેક)

અરે, પેલા વડની છાયામાં મોહન મોરલી બજાવે,

હાં રે એ તો ગોપીઓના હૈયા હલાવે,

જપુ રે…. (૧)

અરે, ગોપીઓ વિનવી રહે જશોદામાતને,જોડી હાથ રે,

હાં રે, કહેજો કહેજો કાનાને કે રમે રાસ હમરી સાથ રે,

જપુ રે….(૨)

અરે, જમના તીરે ગીરધર મારો રમે છે પ્રેમથી રાસ રે,

હાં રે, મથુરાની ગલીગલીમાં છે મારા વ્હાલાની વાત રે,

જપુ રે…. (૩)

અરે, હું તો ઘરમાં છું મારા ગીરધર પાસે રે,

હાં રે, જમના તીરે લાવી, વ્હાલો મારો રાસ રમે મુજ સંગે રે,

જપુ રે…. (૪)

કાવ્ય રચના

ઓક્ટોબર ૨૮ ,૧૯૮૮

આંસુ ભર્યુ જીવન

આંસુ ભર્યુ આ  જીવન મારૂ,

કેમ કરી વિતાવું આ  જીવન મારૂ ? … (ટેક)

ડગલે ને પગલે સામનો દુ:ખડાનો હું કરતો,

પ્રભુ, નામ તારૂ લઈને હું તો ભક્તિ ભાથું રે ભરતો,

આંસુ ભર્યુ આ  જીવન… (૧)

કાયા મારી બની ગઈ ધૂળધાણી,

પ્રભુ નામ તારૂ લઈને મેં તો દુનિયા સારી જાણી

આંસુ ભર્યુ આ  જીવન… (૨)

દીલડું મારૂ ઘાયલ ને છે જીવન સાગર ખારો,

પ્રભુ નામ તારૂ લઈને મેં તો જગ આ જીત્યો સારો,

આંસુ ભર્યુ આ  જીવન… (૩)

લોહીલુહાણ થઈ છે આ મારી કાયા,

પ્રભુ નામ તારૂ લઈને મેં તો છોડી બધી માયા,

આંસુ ભર્યુ આ  જીવન… (૪)

આજ મુજ જીવનમાં નથી આંસુ, એવું ચંદ્ર કહે,

પ્રભુ, મળી તારા નામમાં પરમ શાંતિ મુજને હવે,

આંસુ ભર્યુ આ  જીવન… (૫)

કાવ્ય રચના

જુન ૫, ૧૯૮૯

ઘાયલ દીલ

દીલ છે ઘાયલ,

રાત અંધેરી,

આ….પાગલ મનડું મારું,

ઢુંઢી રહ્યું છે હૈયું તારું હૈયું તારું…. (ટેક)

બારીસ બરસે,

બીજલી ગરજે,

આ… ઠંડી કાયા મારી,

થરથર ધ્રુજી શોધે હૈયું તારું હૈયું તારું

દીલ છે ઘાયલ…. (૧)

ચંદ્રમાં ચમકે,

તારલીયા પલકે,

આ…દુર ગગનમાં નયના મારા,

ભાન ભુલી ન દેખી શકી હૈયું તારું હૈયું તારું

દીલ છે ઘાયલ…. (૨)

ચંદ્ર કહે, આ અદભુત દુનિયા મારી,

દેખ પ્રભુ, આ છે હાલત મારી

કાવ્ય રચના

જુન ૧૨, ૧૯૮૯

મારૂ સ્વપ્નુ

સ્વપ્ન મારૂ તે કેવુ ?

પલભર રહીને એ તો ઉડી ગયું….. (ટેક)

સ્વપને રાજપાટ ને બન્યો હું બાદશાહ એક,

આંખ ખોલતાં થઈ ગયો હું રંક એક,

સ્વપ્ન મારૂ… (૧)

સ્વપને રાજ મહેલો જોયા ઘણા,

મનની ઝુપડીમાંથી મહેલો મેં ખોયા ઘણા,

સ્વપ્ન મારૂ.. (૨)

સ્વપને આશાઓ મારી ઘણી,

કિંતુ, હૈયે ભરી મેં નિરાશા ઘણી,

સ્વપ્ન મારૂ.. (૩)

ચંદ્ર કહે, હું અનેક સ્વપનોમાં રહું,

પ્રભુ દયા તારી કે આજીવન ભવસાગર ને તરતો રહું,

સ્વપ્ન મારૂ.. (૪)

કાવ્ય રચના

જુન ૧૪, ૧૯૮૯

આ દુનિયા

આ દુનિયા, ઘણી અદભુત, ઘણી અદભુત,…. (ટેક)

કાગડો કાગડીને પુછે: “હું કેમ કાળો ?”

કાગડી કહે, “જુઓ નાથ ના કરો શોક ને મારૂ માનો,

દુનિયાના અંધકારમાં સર્વ માનવી કાળા,

કાળા હમો શરીરે પણ નથી દીલડે હમો કાળા,”

આ દુનિયા…. (૧)

હંસલો હંસલી ને પુછે:”હું કેમ આટલો સફેદ ?”

હંસલી કહે: “જુઓ નાથ છે ગર્વ તમારો એમાં સહેજ,

નયને ધોળા શું કામના ? રાખવા હ્રદય ધોળા

હમો સફેદ કાયામાં રહી,રાખીશું દીલડાં અમારા ધોળા.”

આ દુનિયા…. (૨)

અંતે કાચબો કાચબીને પુછે: “દુનિયામાં આ શું થઈ રહ્યું ?”

કાચબી કહે: “જુઓ નાથ તમો છો એથી મારે કહેવું રહ્યું

અરે, આ બધા છે દુનિયામાં જીવન જીવનના ખેલ.”

એથી ચંદ્ર કહે:

“ખેલ રમતાં રમતાં ધોજો તમે જીવનનાં મેલ”

આ દુનિયા…. (૩)

કાવ્ય રચના

જુન ૨૬, ૧૯૮૯

 

જય મોહન પ્યારા

                      (આરતી)

જય મોહન પ્યારા, જય મોહન પ્યારા,

ભાવથી આરતી કરીયે હમો,

ઓ મોહન પ્યારા, ઓ મોહન પ્યારા….. (ટેક)

તું છે આભ, ચાંદલીઓ ને તારા,

ભાવથી ભક્તિ કરતા(૨) હાથ પકડ ને અમારા

જય મોહન….. (૧)

તું છે પ્રાણ અને શક્તિ અમારી,

હૈયે નામ જ તારું લેતાં(૨) પાર કરોને નૈયા અમારી

જય મોહન….. (૨)

તું છે પાવન પરમેશ્વર જ્ઞાની,

મનમાં ભજન તારું રે ભજતાં(૨) દયા કરોને દાસ તમારા

જય મોહન…. (૩)

ચંદ્ર કહે ભાવભરી હમ આરતીનો હોય પ્રભુ સ્વીકાર,

મોહન તારૂ નામ જ લેતાં(૨) સફળ હોય અમ અવતાર

જય મોહન…. (૪)

કાવ્ય રચના

જુન ૨૮, ૧૯૮૯

                                    પ્રભુના મારગડા

                        એ…જી પ્રભુ દર્શન કરવાં હોય તો

તમે ભક્તિ વધારો રે, તમે ભક્તિ વધારો રે,

હો…જી તમે મનની માયા છોડો રે,

અરે, તમે મનની માયા છોડો રે….(ટેક)

એ…જી પ્રભુ મારગમાં જાઉં હોય તો,

સાધુ સંતોને પુછજો રે,

હા…જી સાધુ સંતોને પુછજો રે,

તમે એ મારગડે ચાલો રે,

અરે…હા,તમે એ મારગડે ચાલો રે…

એ…જી પ્રભુ દર્શન….. (૧)

એ…જી સંત દર્શન કરવા હોય તો,

ગુરૂ ચરણે પડવુ રે,

હા…જી ગુરૂ ચરણે પડવુ રે

તમે એ મારગડે ચાલો રે,

અરે…હા, તમે એ મારગડે ચાલો રે…

એ…જી પ્રભુ દર્શન….. (૨)

એ…જી પ્રભુના દાસ ચંદ્રજી,

બોલ્યા તે તમે સાંભળો જી,

હા…જી બોલ્યા તે તમે સાંભળો જી

તમે એ પ્રભુ મારગડે ચાલો રે,

અરે…હા, તમે એ પ્રભુ મારગડે ચાલો રે…

એ…જી પ્રભુ દર્શન…. (૩)

કાવ્ય રચના: ઓક્ટોબર ૧૭,૧૯૯૦

પંચામ્રુત પ્રસાદી

ઓ રે પ્રભુજી, તને શુ રે આપું, તને શુ રે આપું ?

ખોટ નથી તને કાંઈ, છતાં અરજ છે કે

તને કઈ રે આપું, તને શુ રે આપું…. (ટેક)

સાકર બની આ શેરડી કુચી,

મધ કર્યુ માખીએ ફુલો ચુસી,

દુધ-દહીં અને ઘી છે કામધેનુ ખુશી,

પાંચનુ બન્યુ આ પંચામ્રુત,

પાંચનુ બન્યુ આ પંચામ્રુત…

ઓ રે પ્રભુજી… (૧)

આ સર્જેલી દુનિયા છે તારી,

જેમાં જે કંઈ મળ્યું મને, એ ક્રુપા તારી,

તારૂજ પંચામ્રુત હવે તને આપી રહ્યો છું,

તારૂજ પંચામ્રુત હવે તને આપી રહ્યો છું…

ઓ રે પ્રભુજી… (૨)

પંચામ્રુત ભલે તારું ઓ રે પ્રભુજી,

એમાં ભાવથી ભર્યો છે પ્રેમ જ મારો ઓ રે પ્રભુજી,

બસ એટલુંજ મારૂ કહે દાસ તમારો,

બસ એટલુંજ મારૂ કહે દાસ તમારો…

ઓ રે પ્રભુજી… (૩)

સ્વીકારજો પ્યારભર્યું પંચામ્રુત આટલુ, ઓ રે પ્રભુજી

તને પણ કંઈક આપી શક્યો, ચંદ્ર માનશે આટલુ

ઓ રે પ્રભુજી… (૪)

કાવ્ય રચનાઃ નવેમ્બર ૧૯,૧૯૯૦

 હૈયાના બોલ

                       મુખથી ઘણું તું બોલે

પણ શાને હૈયુ ના ખોલે ?

હૈયામાં ભરી છે ખાણ,

એની કિંમત તું જાણ, એની કિંમત તું જાણ…(ટેક)

ચંચળ તારૂ છે મનડું,

કેનમ સ્થીર રાખીશ એ મનડું,

મુખથી ઘણું તું બોલે… (૧)

લઈ પ્રભુ નામનો તાર,

બાંધજે મનડાને તું એક વાર,

મુખથી ઘણું તું બોલે… (૨)

કેદી મનડાનો હવે રસ્તો છે એક,

હૈયામાં રહી બનવું એને વિવેક,

મુખથી ઘણું તું બોલે… (૩)

હૈયામાં પ્યાર જે ભર્યો

વિવેક મનડુ એ પીતો રહ્યો,

મુખથી ઘણું તું બોલે… (૪)

હવે હૈયાના દ્વાર તું ખોલ,

અને મુખડેથી તું બોલ,

મુખથી ઘણું તું બોલે… (૫)

ચંદ્ર કહે ફીકર છે તને શાની ?

હવે બની છે પ્યારભરી એ તારી વાણી,

મુખથી ઘણું તું બોલે… (૬)

કાવ્ય રચનાઃ નવેમ્બર ૨૨, ૧૯૯૦

નદી કે પાર

મારૂ હૈયુ હરખાય,

મારે તો જાવુ છે નદી કે પાર, નદી કે પાર…(ટેક)

જાઉં નદીયામાં ડુબકી મારી,

કે જાઉ પેલી પાર નાવડી લાવી,

મારૂ હૈયુ હરખાય… (૧)

વળી, થાય કે જાઉ સુરંગ ખોદી,

કે જાઉં નદીએ પુલ બાંધી,

મારૂ હૈયુ હરખાય… (૨)

એ…જી હું તો……

મનડાથી ડૂબકી મારી,

હૈયાની હોડી હંકારી,

નયનાથી સુરંગ ખોદી,

ભક્તિથી પુલજ બાંધી,

નદીયા પેલી પાર પહોંચ્યાનો આનંદ,

હૈયે લાવું હૈયે લાવું

મારૂ હૈયુ હરખાય … (૩)

ચંદ્ર કહે, આ પાર આ દુનિયા અજાણ’

પેલી પારે કર લે પ્રભુ પહેચાન,

મારૂ હૈયુ હરખાય… (૪)

કાવ્ય રચનાઃ

ડીસેઁમ્બર ૧, ૧૯૯૦

મારૂ કાવ્ય

પ્રભુ પ્રેરણા થકી કાવ્ય લખવું છે મારે,

કાવ્ય મારૂ ગનમશે યા નાહી, એની ચિંતા નથી મારે,

બસ, કાવ્ય લખવું છે મારે (2) …(ટેક)

ભકત પ્રભુભક્તીમાં પાગલ બને,

સંસારની ચિંતા નથી જેને,

બસ, ભક્તી કરવી છે એને (2)

પ્રભુ પ્રેરણા થકી… (૧)

સંન્યાસી પ્રભુશોધમાં પાગલ બને,

સંસારની માયા નથી જેને,

બસ, સન્યાસ પાલન કરવો છે એને (2)

પ્રભુ પ્રેરણા થકી … (૨)

જ્ઞાની સત્ય જાણી પાગલ બને,

સંસારના જુઠ્ઠાણા સાથે સંબંધ નથી જેને,

બસ, સત્ય આચરણ કરવું છે એને (2)

પ્રભુ પ્રેરણા થકી… (૩)

ચંદ્ર કહે, કાવ્યમાં ભાવનાઓ ભરી મારી,

કંઈક ભુલો હશે તો એ બધી છે મારી,

પ્રભુ પ્રેરણા થકી… (૪)

કાવ્ય રચનાઃ

ડીસેઁમ્બર ૧૦, ૧૯૯૦

જીવન ચિંતા

હું માનવી ભુલોથી ભર્યો

એ હકીકત જાણું છતાં

કેમ લાચાર બન્યો, કેમ લાચાર બન્યો ?…(ટેક)

નથી પસીનો લાવી કામ કર્યું,

માંદગી પહેલાં કે પછી,

કેમ આવું જીવન મારૂ રહ્યું ? (2)

હું માનવી… (૧)

ખાવાનો શોખ ઘણો રાખ્યો,

વજન વધ્યું જાણ્યું છતાં,

કેમ દેહનો જરા ખ્યાલ ન આવ્યો ? (2)

હું માનવી… (૨)

ચંદ્ર કહે, આ બધી બેદરકારી કે આળસ ગણો,

લઈ પ્રભુ સહારો, છું હું ચિંતામુક્ત એટલું જાણો તમો,

હું માનવી…  (૩)

કાવ્ય રચનાઃ

ડીસેઁમ્બર ૧૧, ૧૯૯૦

પ્રભુ ફુલવાડી

દુનિયા છે પ્રભુ ફુલવાડી, જેમાં ભર્યા ફુલો અનેક

ફુલો ચુંટી ચુંટી કરવો છે મારે હાર એક,

ઓ પ્રભુજી, કરવો છે મારે એક હાર એક…(ટેક)

ગુલાબ ફુલો તો અતી સુંદર,

છે ગલગોટા પીળા વાડી અંદર’,

સફેદ મોગરા ફુલો સોહામણાં,

ભુલવા કેમ ચંપા-ચમેલી ફુલો રળીયામણાં ?

સુંદર ફુલો વીણી વીણી,

હાર બન્યો છે ફુલો વીણી વીણી,

દુનિયા છે… (૧)

સુંદર શોભેતો છે ફુલહાર,

જેમાં મહેકતા ભરી અપાર,

ફુલો વીણતાં વીણતાં, લાગ્યા કાંટા ને લોહી વહી ગયું,

વેદના ભલે થઈ, હાર નિહાળી દીલડું મારૂ હર્ષથી

ભરપુર રહ્યું

દુનિયા છે… (૨)

ચંદ્ર કહે, પ્રભુ ફુલવાડીમાં છે બધા પુણ્યરૂપી ફુલો,

ફુલો ચુંટી, પ્રભુને હાર અર્પણ કરવાનું કેમ તમે ભુલો?

દુનિયા છે… (૩)

કાવ્ય રચનાઃ

ડીસેઁમ્બર ૧૧, ૧૯૯૦

આ મારી હાલત

આ હાલત મારી તો કેવી ?

ટૂટે ખીલોના જેવી ટુટે ખીલોના જેવી…(ટેક)

આળસનું બગાસુ આવ્યું સવારે,

નીંદ ભરી નયના વેદનાથી પુકારે,

આ હાલત મારી…. (૧)

રાત્રીએ નીંદ વગર પ્રકાશ હું જોઉં,

દિવસે અંધકાર કેમ હું શોધુ ?

આ હાલત મારી… (૨)

દુ:ખોની નદીઓ વહી જ્યારે,

મદીરાનો સાથે મેં લીધો કેમ ત્યારે ?

આ હાલત મારી…. (૩)

પ્રભુશ્રધ્ધા નહીં જરા હૈયા મહી,

તો, માનવી હું છુ કહી કેમ વાતો કરી ?

આ હાલત મારી…. (૪)

ચંદ્ર કહે, જાગ રે ઓ માનવી હવે તું,

લઈ પ્રભુનામ, ભર દે ટુટે ખીલોનેમે પ્રાણ અબી તું.

કાવ્ય રચનાઃ

ડીસેમ્બર ૧૮,૧૯૯૦

લેજે તો નામ શ્રીરામનુ

લેજે તો,

એ…જી…લેજે તો નામ શ્રી રામનું,

એ…જી…વ્હાલા લેજે તો નામ શ્રી રામનું,

એ…જી…વ્હાલા લેજે નાહી કાંઈ બીજુરે…

લેજે તો નામ શ્રી રામનું ….(૧)

લેજે તો મુખડે એકજ નામ શ્રીરામનું,

એ…જી…વ્હાલા,લેજે મુખડે શ્રીરામનું,

એ…જી…વ્હાલા લેજે નાહી કંઈ બીજુ રે,

લેજે તો નામ શ્રી રામનું… (૨)

લેજે તો મુખડે એકજ નામ શ્રીરામનું,

એ….જી…વ્હાલા લેજે હૈયે શ્રીરામનુ,

એ…જી…વ્હાલા  લેજે નાહી હૈયે કાંઈ બીજુ રે,

લેજે તો નામ શ્રીરામનું…. (૩)

ચંદ્ર કહે, એ…જી…વ્હાલા, રામ નામ લેતા લેતા રે,

હોય પુરા મારા જન્મ-મરણ ના ફેરા રે…

લેજે તો નામ શ્રીરામનું…. (૪)

કાવ્ય રચના

જાન્યુઆરી ૧૨,૧૯૯૧

હાય, હવે શું રે થાશે ?

માટીનું બેડલુ નીચે પડ્યું,

ટુકડા થયા ને બેડલુ ના રહ્યુ,

એ…જે પાણી પીવા બેડલુ ના રહ્યું, ના રહ્યુ,

હાય હવે શુ રે થાશે ?… (૧)

ઝાડ કુહાડે નીચે પડ્યુ,

ટુકડા થયા ને ઝાડ ના રહ્યુ,

એ…જી ફળો ખાવા ઝાડ ના રહ્યુ, ના રહ્યુ,

હાય હવે શુ રે થાશે ?… (૨)

એક રમકડું નીચે પડ્યુ,

ટુકડા થયા ને રમકડું ના રહ્યુ,

એ…જી બાળક માટે રમકડું ના રહ્યુ,ના રહ્યુ,

હાય હવે શુ રે થાશે ?… (૩)

ચંદ્ર કહે, નીચે પડ્યુ તે બધુ ભાંગશે,

મુખે પ્રભુનામ હશે તો પુણ્ય તમોને લાગશે.

કાવ્ય રચના

જાન્યુઆરી ૨૨,૧૯૯૧

                      કાવ્ય એકસો એકાવન

આ છે કાવ્ય એકસો એકાવન,

લખી મારૂ જીવન થયું છે પાવન….(ટેક)

આગળ લખી યાદ ભરી કહાની,

હતી મારી કે કોઈની કહાની,

લખવાનું ભાગ્ય મારૂ,હર્ષ કેટલો, આ બધું જાણી,

આ છે કાવ્ય …. (૧)

આગળ દીધી સ્વર્ગસ્થોને શ્રધ્ધાંજલી

હતી મારા અંતરની એ અંજલી,

લખવાનું ભાગ્ય મારૂ,હર્ષ કેટલો,પ્રસાદીરૂપે અર્પણ કરી,

આ છે કાવ્ય …. (૨)

આગળ લખી જગત સર્જન કહાની,

જગતમાં જે જોયું એની એ કહાની,

લખવાનું ભાગ્ય મારૂ,હર્ષ કેટલો,જગતપિતાના વખાણ કરી,

આ છે કાવ્ય …. (૩)

આગળ લખી પ્રભુપ્રિતની કહાણી,

હ્રદયદ્વાર ખુલ્લા કરી લખી એ કહાની,

લખવાનું ભાગ્ય મારૂ,હર્ષ કેટલો,પ્રભુ દર્શન કરી,

આ છે કાવ્ય …. (૪)

ચંદ્ર કહે, આગળ મેં લખ્યુ ઘણું એ હું જાણું,

છતાં, પ્રભુપ્રેરણાથી લખતો રહી,ફક્ત એટલું હું જાણુ,

કાવ્ય રચના:

જાન્યુઆરી ૨૩,૧૯૯૧

નિર્મળ પાણી

નિર્મળ પાણી, નિર્મળ પાની,

ધરતીનું આ નિર્મળ પાણી…(ટેક)

ધરતી પર આ વહેતું નિર્મળ પાણી,

સર્જનહારે બનાવ્યું આ નિર્મળ પાણી,

રહેશે સૌના પ્રાણ જગતમાં એ જાણી,

ખુશી બહુજ હૈયે મેં તો આણી,

નિર્મળ પાણી… (૧)

રીમઝીમ રીમઝીમ વરસે મેઘ પાણી,

ટીપે ટીપે વહી જાય ધરતી પર સે પાણી,

દોડી બનશે એક ઝરણું એ જાણી,

ખુશી બહુજ હૈયે મેં તો આણી,

નિર્મળ પાણી… (૨)

અનેક ઝરણાં-સંગમનું એ પાણી,

બન્યું નદીનું વહેતું પાણી,

અંતે મળશે સાગર તાતને જાણી,

ખુશી બહુજ હૈયે મેં તો આણી,

નિર્મળ પાણી… (૩)

ધરતી પર મહાસાગરનુ આ પાણી,

સુર્યકિરણે થઈ ગયું વાદળ પાણી,

બનશે મેઘ ફરી એ જાણી,

ખુશી બહુજ હૈયે મેં તો આણી,

નિર્મળ પાણી… (૪)

ચંદ્ર કહે, ફરી ધરતી પર હશે નીરમલ પાણી,

પ્રભુનામે એને પીતાં પીતાં,મુજ જીવન પાત્ર સફળ થઈ જાણી,

ખુશી બહુજ હૈયે મેં તો આણી,

નિર્મળ પાણી… (૫)

કાવ્ય રચના:

જાન્યુઆરી ૨૩,૧૯૯૧

ભજનના ભરોસે

ભજનનાં ભરોસે તમે રહેશો,

અંતરે પ્રભુનામ તમે લેજો-(2)…(ટેક)

આ કાયા તારી કાચી, લે આ સત્ય તું જાણી,

થાશે પલભરમાં માટી, આ છે અમ્રુતવાણી,

એ…જી ભજન વીના જીવન તારૂ થાશે ધુળધાણી-(2)

ભજનનાં ભરોસે….

અરે, જીવડાં, આત્મા તારો અમર જાણી,

જન્મ મરણ ની ચિંતા છોડી દે ઓ પ્રાણી,

એ…જી ભજન વીના જીવન તારૂ થાશે ધુળધાણી-(2)

ભજનનાં ભરોસે….

આ માનવજન્મ અણમોલ મળ્યો જાણી,

મુખે રાખજે નામ મોહન-ગીરધારી,

એ…જી ભજન વીના જીવન તારૂ થાશે ધુળધાણી-(2)

ભજનનાં ભરોસે….

ચંદ્ર કહે, આ સંસારની મોહમાયા છોડી,

તમો હરિભજનમાં મનડુ લેજો રે જોડી

એ…જી ભજન વીના જીવન તારૂ થાશે ધુળધાણી-(2)

ભજનનાં ભરોસે….

કાવ્ય રચના

માર્ચ ૩, ૧૯૯૧

પુષ્પ અને માનવ

પ્રભાત થયું ને નીંદ નયન છોડી ચલી,

સ્નાન કરી ફરી મને સ્ફુર્તિ મળી,

બહાર સુર્ય કિરણોએ ધર્તીપર ચાદર ફેલી,

એ સાથ એક સુંદર પુષ્પ કલી ખીલી,

પુષ્પ મહેક સાથ એક ભમરો આવી પડ્યો,

ગુનગુન કરી, ચુસી અમ્રુત એ તો ઉડી ગયો,

પુષ્પે આશાઓ વીના કંઈક દીધું,

કર્યું એવું, છતાં મુખડુ હસતું રહ્યુ,

ચંદ્ર કહે, શીખજે શીખજે કંઈક આ પુષ્પ પાસે ઓ માનવી,

દેજે દેજે કંઈક આ દુનિયામાં, ઓ માનવી.

કાવ્ય રચના

માર્ચ ૧૧, ૧૯૯૧

ભજો રે મન

ભજો રે મન શ્રીક્રુષ્ણ મોરારી,

આ જગમાં તારી છે એક બલીહારી…..(ટેક)

દુર્લભ માનવ જન્મ તને મળ્યો,

આ ભવસાગર તરવા એ તો મળ્યો,

ભજો રે મન…. (૧)

જો, અમર આત્મા લઈને તમો ફરો,

તો, જન્મ મરણથી શાને તમે ડરો,

ભજો રે મન…. (૨)

સગાસ્નેહીઓ સંગે બાંધી તે પ્રિતી,

રાખજે, મનવા, હરી સંગે એવી પ્રિતી

ભજો રે મન … (૩).

ચંદ્ર કહે, ભજન કીર્તનમાં સ્નાન કરી

લેજે તું આ ભવસાગર તરી,

ભજો રે મન …. (૪)

કાવ્ય રચના

માર્ચ ૧૩, ૧૯૯૧

ભક્તિનું ગાડુ

મેં તો જોડ્યું ભક્તિનું ગાડુ રે,તમો બેસવા આવો,

એનું નથી રાખ્યું કશુ ભાડુ રે, તમે બેસવાને આવો….

હરિનામથી બન્યુ, મારૂ એ ગાડુ,

સાથે હરિશક્તિના બળદો એને બાંધુ,

એક આશા રાખુ તમારી, તમો બેસવાને આવો,

મેં તો જોડ્યું … (૧)

હજુ જીવન મારગ ઘણો રે બાકી,

તમો થાક્યા છો ચાલી ચાલી,

ગાડામાં બેસવાની અરજ છે મારી, તમો બેસવાને આવો,

મેં તો જોડ્યું …. (૨)

ભક્તિના ગાડાની પાસે છો તમો,

ન બેસો તો મુરખ છો તમો,

સાંભળજો આ પુકાર મારી, તમો બેસવાને આવો,

મેં તો જોડ્યું … (૩)

ચંદ્ર કહે, એ…જી છે આ જગમાં ભક્તિનુ ગાડું રે મારૂ,

તમો બેસીને કરજો જીવન સફળ તમારૂ,

મેં તો જોડ્યું …. (૪)

કાવ્ય રચના

માર્ચ ૧૫, ૧૯૯૧

ગગન દ્વાર

ગગનનાં દ્વાર ખોલ, ઓ ગગનમાં રહને વાલા,

આ જગતના માનવી સંગે તું બોલ,

ઓ દયા કરનેવાલા….(ટેક)

માનવી મનડુ મારૂ, અતી ચંચલ રહ્યું,

નથી હાથમાં રહેતુ કે ન માને કહ્યું,

ઓ, પ્રભુજી, પુકાર મારી સાંભળી,

ગગન દ્વાર દે જો તમે ખોલી…

ગગનનાં દ્વાર…. (૧)

સંસારની માયાનો કેદી હું બન્યો,

બધે અંધકાર હું દેખી રહ્યો,

ઓ પ્રભુજી, પુકાર મારી સાંભળી,

ગગન દ્વાર દે જો તમે ખોલી…

ગગનનાં દ્વાર… (૨)

જતમાં જીવન જીવવા પ્રયાસો હું કરૂ,

એમાં પણ ભૂલો ઘણી હું કરૂ,

ઓ પ્રભુજી, પુકાર મારી સાંભળી,

ગગન દ્વાર દે જો તમે ખોલી…

ગગનનાં દ્વાર… (૩)

ચંદ્ર કહે, હવે ગગન દ્વારે હું આવી પડ્યો,

ઓ પ્રભુજી, શરણુ તારૂ હું માંગી રહ્યો,

ગગનનાં દ્વાર… (૪)

કાવ્ય રચનાઃ

એપ્રિલ ૧૮, ૧૯૯૧

રામાયણ પાત્ર

રામાયણ ની રામકથા છે વ્હાલી,

મુખે રામનામની પ્યાલી,

ભજો રામહરિ ભજો રામહરિ…..(ટેક)

રામાયણમાં સીતાજી મારે થાવું,

મારે રામજી-છાયામાં રહેવું,

એ…જી અંત સમય જ્યારે આવે…

પ્રાણ છોડતાં, મુખે રામજી મારા આવે,

રામાયણ ની…. (૧)

રામાયણમાં લક્ષ્મણજી મારે થાવું,

મારે રામજી-સેવામાં રહેવું,

એ…જી અંત સમય જ્યારે આવે,

પ્રાણ છોડતાં, મુખે રામજી મારા આવે,

રામાયણ ની…. (૨)

રામાયણમાં ભરતજી મારે થાવું,

રામજી કાજે ત્યાગી જીવન અપનાવી રહેવું,

એ…જી અંત સમય જ્યારે આવે,

પ્રાણ છોડતાં, મુખે રામજી મારા આવે,

રામાયણ ની…. (૩)

રામાયણમાં હનુમાનજી મારે થાવું,

પરમભક્ત રામજી કેરા મારે થાવું,

એ…જી અંત સમય જ્યારે આવે,

પ્રાણ છોડતાં, મુખે રામજી મારા આવે,

રામાયણ ની…. (૪)

ચંદ્ર કહે, કદી જો પાત્ર એક રામાયણનો બની શકું

માનીશ સફળ જીવન મારૂ થયું.

કાવ્ય રચનાઃ

એપ્રિલ ૧૦, ૧૯૯૧

બાળ કાનો

બહુ રે ગમે બહુ રે ગમે બાળ કાનો,

ભાઈ, મને બહુરે ગમે……(ટેક)

જન્મ ધર્યો એણે દેવકી માત કુખે,

જેલ છોડી કરી મૂર્છીત સૌને,

એ…જી ઓ, દેવકીનંદન કાના,

જોઈ જાદું તારૂ હરખાય હૈયુ મારૂ,

બહુ રે ગમે…. (૧)

મૈયા જશોદા ગોદે કાનો લાડ રે કરે,

ચોરી માખણ એતો મુખડું રે ભરે,

એ…..જી ઓ, નટખટ કાના

જોઈ બચપણ તારૂ હરખાય હૈયું મારૂ,

બહુ રે ગમે…. (૨)

ગોપીઓ સંગે ગોકુળમાં કાનો રમે,

રાસ રમતાં રમતાં રાધા કેરૂ હૈયું હરે,

એ…જી ઓ, પ્રિતમ કાના

જોઈ જીવન તારૂ, હરખાય છે હૈયું મારૂ,

બહુ રે ગમે….. (૩)

વ્રુંદા તે વનમાં ઘેનુ ચારે કનૈયો ગોપ સંગે,

નાચે સૌ એની મીઠી મોરલીના સુરે,

એ…જી ઓ, મુરલીધર કાના,

જોઈ મુખડું તારૂ હરખાય છે હૈયું મારૂ,

બહુ રે ગમે… (૪)

કહે ચંદ્ર, બસ, હું તો બાળકાના ને જોતો રહું,

વળી, કહાની એની સહુને કહેતો રહું,

બહુ રે ગમે… (૫)

કાવ્ય રચનાઃ

એપ્રિલ ૧૮, ૧૯૯૧

અરે, ઓ રઘુનંદન

જય રઘુનંદન, જય રઘુનંદન,

સ્વીકારો વંદન મારા, અરે ઓ રઘુનંદન….(ટેક)

ચૌદ વર્ષ વનવાસ સ્વીકારી,

રાખી રઘુકુળ લાજ પિતા-વચન નીભાવી,

જય રઘુનંદન…. (૧)

અહલ્યાજીને ઉકકારો દીધો,

મૈયા શબરી કેરો પ્રેમજી પીધો,

જય રઘુનંદન…. (૨)

હનુમાનને પરમ ભક્ત બનાવી,

દીધી મિત્રતા સુગ્રીવને ગલે લગાડી,

જય રઘુનંદન…. (૩)

લંકાનંદન રાવણને સંહારી,

ફરી શાંતિ જગમાં આણી,

જય રઘુનંદન…. (૪)

ચંદ્ર રઘુનંદન ચરણે પડી,

વંદન કરે છે ઘડી ઘડી,

જય રઘુનંદન…. (૫)

કાવ્ય રચનાઃ

એપ્રિલ ૧૮, ૧૯૯૧

મીરા થાવુ

મીરા થાવું, મીરા થાવુ,

મીરા બની હું તો પ્રભુજી, ગુણલા તારા રે ગાવું

ગુણલા તારા રે ગાવું…(ટેક)

રાણાજીનો મહેલ છોડી,

મીરા ગીરધર પાસે દોડી,

એ…જી વ્હાલા મીરા એ વિષનો પ્યાલો લીધો

પ્રભુનામ ધરી હળાહળ એણે પીધો,

મીરા થાવું…. (૧)

મોહન નામે મીરા નાચી,

નગરી નગરી ફરી પહોંચી કાશી,

એ…જી વ્હાલા, મીરા તો બન ગઈ મોહન દાસી,

પ્રભુ સેવામાં લોકલાજ નાહી એણે રાખી,

મીરા થાવું…. (૨)

મીરા હૈયે મોહન ગીરધારી,

અખીયાં એની પ્રિતમ દર્શન પ્યાસી,

એ…જી વ્હાલા, મીરા પ્રભુ સંગે પ્રેમ કરી,

તજીઓ સંસાર એણે, મોહનને સ્વામી બનાવી,

મીરા થાવું….(૩)   

ચંદ્ર કહે, મીરા જેવું પાગલપન આ છે મારૂ,

દયા કરી, પ્રભુ દેજે મુજને શરણુ એક તારૂ

કાવ્ય રચના

એપ્રિલ ૧૯, ૧૯૯૧

                              નરસૈયા રે થાવું

નરસૈયો રે થાવું,નરસૈયા રે થાવું,

નરસૈયો બની આશા એકજ મારી,

મારે જોવો છે નરસૈયાનો સ્વામી….(ટેક)

દામોદર કુંડે, નાહી વ્હેલી સવારે,

નરસૈયો તો ભજતો પ્રભુનામ પ્રભાતે,

નરસૈયાના ભજનો ફરી સાંભળી,

મેં આજે યાદ એની હૈયે જગાડી,

 નરસૈયો રે થાવું…. (૧)

તોડી નાત-જાતના બંધનો,નરસૈયો ભજે શ્રી હરી,

થાય કસોટી ભક્તિ-શ્રધ્ધા કેરી, ત્યારે સહારે દોડે શ્રી હરી,

અરે, ઓ શામળાંશા શેઠ બની,

નરસૈયાની હુંડી સ્વીકારી,

નરસૈયો રે થાવું….(૨)

શ્રીક્રુષ્ણ સંગે પ્રિતી બાંધી,

નરસૈયો ભજતો રહે એનો સ્વામી,

‘ભણે નરસૈયો’ ભજને ભજને બોલી,

દીધી શીખ જગને એણે, આત્મદ્વાર ખોલી,

નરસૈયો રે થાવું…. (૩)

ચંદ્ર કહે, હું તો નરસૈયાના સ્વામીને ભજતો રહું,

વળી, નરસૈયાની ભક્તિના ગુણલા ગાતો રહું,

કાવ્ય રચના

એપ્રિલ ૨૨, ૧૯૯૧

                          કબીર રે થાવુ !

કબીર રે થાવું,

મારે તો કબીર રે થાવું,

કબીર બનીને હું તો રામરસ સબકો પાઉં,

હું તો રામરસ સબકો પાઉં….(ટેક)

કબીર ને તો સંસારી મારગડા લીધાં,

હરીનામ લઈ સબ કામો કીધા,

એ…જી મનુષ્ય અવતારનો ભેદ રે જાણી,

કબીરે પ્રભુભક્તિ પહેચાણી…

કબીર રે થાવું….. (૧)

ફકીરો સંગે કબીરે લીધી ફકીરી,

જગતની પરવા નાહી કીધી,

એ…જી ભવસાગરનો ભેદ રે જાણી,

કબીરે જગને દીધી એક ચેતવણી…

કબીર રે થાવું….. (૨)

કાચી માટીની આ માનવ કાયા તે કેવી ?

એ તો પલમાં તુટે રે એવી,

એ…જી જ્ઞાન-ગરીબી હ્રદયે રાખી,

કબીરે નિહાળ્યા હતા વૈકુંઠવાસી….

કબીર રે થાવું….. (૩)

“સુનો ભાઈ સાધુ” ભજને ભજને બોલી કબીરા ગયા જગ છોડી,

ઔર કબીરા સંગે પ્રીતી જોડી, ચંદ્રે તો રામધૂન મચાવી,

કાવ્ય રચના

એપ્રિલ ૨૨, ૧૯૯૧

ખોડીયાર માતાની આરતી

હું તો આરતી કરૂ ખોડીયાર માતા તણી,

હું તો આરતી કરૂ ખોડીયાર માતા તણી…(ટેક)

માં સાંભળ્યો તારા ઝાંઝરનો ઝંણકાર,

માં, જોયો તારા વસ્ત્રોનો શણગાર,

આરતી કરતો શરણે આવ્યો છું, ઓ માતા મારી,

સ્વીકારજે પ્રેમભરી આ આરતી રે મારી,

હું તો આરતી કરૂ…. (૧)

માં, તને ધર્યું પ્રેમથી શ્રીફળ પ્યારૂ,

માં, તને ફલો સહીત દીધુ હૈયુ મારૂ,

આરતી કરતો શરણે આવ્યો છું, ઓ માતા મારી,

સ્વીકારજે પ્રેમભરી આ આરતી રે મારી,

હું તો આરતી કરૂ…. (૨)

માં,તું છે દુ:ખભંજન ને સંકટ હરણારી,

માં, તું છે આ સંસારમાં શક્તિ રે મારી,

આરતી કરતો શરણે આવ્યો છુ, ઓ માતા મારી,

સ્વીકારજે પ્રેમભરી આ આરતી રે મારી,

હું તો આરતી કરૂ….. (૩)

માત આરતી કરતો કંદ્ર હવે ઉભો છે દવાર તારે,

સ્વીકારી માતા દર્શન દેજે, એટલી વિનંતી કરવી છે મારે

કાવ્ય રચના

એપ્રિલ ૨૩, ૧૯૯૧

માતા, સ્વીકારી લ્યો આરતી હમારી

માતા પ્રેમથી પુજન હમો તો કરીયે,

માતા પ્રેમથી આરતી હમો તો કરીયે,

માતા સ્વીકારી લ્યો આ આરતી હમારી,

જય જય ખોડીયાર માતા હમારી,માતા હમારી…(ટેક)

પુજન સાથે પ્રથમ, ગણપતિ વંદન,

મન હૈયે છે તું માવડી પરદુ:ખભંજન,

આરતી તારી રે ગાતા ગાતા,

વંદન કરીએ ઓ રે માતા,

માતા પ્રેમથી…(૧)

પુજન કરતા મુખડું જોયું તારૂ,

દર્શન કરી હૈયું હરખાયું હમારૂ,

આરતી તારી રે ગાતા ગાતા,

વંદન કરીએ ઓ રે માતા,

માતા પ્રેમથી… (૨)

પુજન માં ફુલો સાથે શ્રીફળ રે દીધુ,

ચુદડી ઓઢાવી ચરણે સ્પર્શ રે કીધું,

આરતી તારી રે ગાતા ગાતા,

વંદન કરીએ ઓ રે માતા,

માતા પ્રેમથી…(૩)

ચંદ્ર પડ્યો છે માત ચરણ તારા,

માતા, સ્વીકારી લેજે તું વંદન હમારા

કાવ્ય રચના

એપ્રિલ ૨૩, ૧૯૯૧

ખોડીયાર માતાને પ્રેમ પ્રસાદી

જમવા પધારો, જમવા પધારો,

જમવા પધારો ઓ મારી ખોડીયાર માત જો,

મેં તો ભાવે પીરસી છે પ્રેમ પ્રસાદી જો….. (ટેક)

ભાત ભાતના ફળો લાવી,

શ્રીફળ મુક્યુ મેં સાથે જો,

મેં તો ભાવે પીરસી છે પ્રેમ પ્રસાદી જો….

જમવા પધારો… (૧)

થાળી ભરી સાકર લાવી,

તુલસીપત્રો મુક્યા મેં સાથે જો,

મેં તો ભાવે પીરસી છે પ્રેમ પ્રસાદી જો….

જમવા પધારો… (૨)

રંગબેરંગી મીઠાઈઓ લાવી,

સુકો મેવો મુક્યો મેં સાથે જો,

મેં તો ભાવે પીરસી છે પ્રેમ પ્રસાદી જો….

જમવા પધારો… (૩)

ચંદ્ર કહે રહી અંતર હૈયે મારા,

પ્રેમથી જમજો, ઓ માતા રે મારા..

જમવા પધારો… (૪)

કાવ્ય રચના

એપ્રિલ ૨૩, ૧૯૯૧

ખોડીયાર માતાજી ની ધૂનો

જય ખોડીયાર માતા, જય ગોવિંદ હરી,

જય ગોવિંદ હરી, જય ગોવિંદ હરી,

જય માતા મેરી, જય માતા મેરી….

જય જય ખોડીયાર માતા, ઓ મારી માવડી,

પાયે લાગું તને, ઓ મારી માવડી,

પાયે લાગું, પાયે લાગું, ઓ મારી માવડી,

જય જય ખોડીયાર માતા, ઓ મારી માવડી…

જય જય ખોડીયાર, ઓ મારી માવડી,

જય જય ખોડીયાર, ઓ મારી માવડી,

દયાળુ, ઓ મારી માવડી,

જય જય ખોડીયાર, ઓ મારી માવડી,

દુ:ખ ભંજન, ઓ મારી માવડી,

જય જય ખોડીયાર, ઓ મારી માવડી,

જય જય ખોડીયાર, ઓ મારી માવડી.

કાવ્ય રચના

એપ્રિલ ૨ ૪, ૧૯૯૧

જગત પાલનહાર

ઓ જગતનાં પાલનહાર, ઓ રે પ્રભુજી,

દેખ જરા તું, ઓ જગ તારણહાર ઓ રે પ્રભુજી…(ટેક)

આ જગમાં માનવી માનવી નથી રહ્યો,

અનેક ભૂલો એ તો કરી રહ્યો,

એની ભૂલોથી વનો બળે,

એના કારણે અનેક પ્રાણીઓ મરે,

અરે, દીનદયાળુ, ઓ રે પ્રભુજી,

હવે તો માનવીને કંઈક સમજાવ, ઓ રે પ્રભુજી…

આ જગતના… (૧)

આ જગમાં માનવી મુરખ બન્યો કેવો ?

માનવી મટી બન્યો એ તો જનાવર કહેવાય તેવો,

અજ્ઞાનતાના અંધકારમાં એ તો ફુલી રહ્યો,

ચોરી લુટફાટ કરી એ તો કુદી રહ્યો,

અને, દીલડે પ્રેમનો છાટોં પણ ખુટી ગયો,

અરે, દીનદયાળુ, ઓ રે પ્રભુજી,

હવે તો માનવીને કંઈક સમજાવ, ઓ રે પ્રભુજી…

આ જગતના… (૨)

ચંદ્ર કહે, માનવી કરી રહ્યો જગત સંહાર,

બનાવી અમાનવીનો માનવી, પ્રભુ તું આ જગને ઉગાર.

કાવ્ય રચના

એપ્રિલ ૨૭ , ૧૯૯૧

ખોડીયાર માત ગરબે રમે

ગરબે રમે, ગરબે રમે,

મારી ખોડીયાર માતા ગરબે રમે…(ટેક)

ગરબે રમતા રમતા…

મા, તારી ઝાંઝરનો ઝંણકાર મને બહુ રે ગમે,

મારી ખોડીયાર માતા ગરબે રમે

ગરબે રમે…. (૧)

ગરબે રમતા રમતા..

મા, તારા વસ્ત્રોનો શણગાર મને બહુ રે ગમે,

મારી ખોડીયાર માતા ગરબે રમે

ગરબે રમે…. (૨)

ગરબે રમતા રમતા..

મા, તારુ મુખડુ સોહામણુ મને બહુ રે ગમે,

મારી ખોડીયાર માતા ગરબે રમે

ગરબે રમે…. (૩)

ગરબે રમતા રમતા..

મા, તારી ચુંદડી મને બહુ રે ગમે,

મારી ખોડીયાર માતા ગરબે રમે

ગરબે રમે…. (૪)

ચંદ્ર તો ગરબે રમતો રહે,

અને, ખોડીયાર માત દર્શન કરતો રહે,

ગરબે રમે… (૫)

કાવ્ય રચના

એપ્રિલ ૨૭ , ૧૯૯૧

માત-પુજાનો શુભ દિવસ

આજે શુભ દિવસ આવ્યો,

માતાની પુજાનો દિવસ રે આવ્યો,

આજે શુભ દિવસ આવ્યો ….(ટેક)

પુજા માટે હું તો દ્રવ્ય-સામગ્રી લાવું,

વળી વહેલો વહેલો પુજારી બોલાવું,

એ…જી હૈયે અતી આણ6દ આવે,

ભાવથી માતાને પુજા કરવી છે મારે…

આજે શુભ દિવસ … (૧)

માતાની મુર્તિ પુજા રે કરતા,

માતાને નિહાળુ દર્શન ભાવ રે ભરતા,

એ….જી હૈયે અતી આનંદ આવે,

ભાવથી માતાને પુજા કરવી છે મારે…

આજે શુભ દિવસ… (૨)

માતાનું આનંદમય સ્વરૂપ જોઈ,

વ્યાકુળતામાં મે તો સ્થીરતા રે ખોઈ,

એ….જી હૈયે અતી આનંદ આવે,

ભાવથી માતાને પુજા કરવી છે મારે…

આજે શુભ દિવસ… (૩)

ચંદ્ર કહે, મેં તો ભાવથી પુજા કરી,

માતાના ચરણે પડી.

કાવ્ય રચના

એપ્રિલ ૨૭ , ૧૯૯૧

દીલ ખોલી દાન

અરે ભાઈ, દાન આપો, દાન આપો,

દીલ ખોલી તમો દાન આપો, દાન આપો…

દાન આપો નાનું કે મોટું,

અહંકાર સાથે આપો તો એ થાશે ખોટું,

અરે ભાઈ દાન આપો, દાન આપો

દીલ ખોલી તમો દાન આપો, દાન આપો… (૧)

લક્ષ્મી જો તમ ઘર રે આવી,

મોટેરુ દાન કરવા તક તમોને પ્રભુએ રે આપી,

અરે ભાઈ દાન આપો, દાન આપો

દીલ ખોલી તમો દાન આપો, દાન આપો… (૨)

ગરીબ જો ભાવથી એક પૈસો રે આપે,

લાખો દાન કર્યાનો મહિમા એ તો પામે,

અરે ભાઈ દાન આપો, દાન આપો

દીલ ખોલી તમો દાન આપો, દાન આપો… (૩)

ચંદ્ર કહે, જે કોઈ શક્તિ પ્રમાણે ભાવથી દાન આપે,

પ્રભુ સ્વીકારે પ્રેમથી એને, આપેલુ ના કાંઈ નકામુ જશે.

કાવ્ય રચના

એપ્રિલ ૨૭ , ૧૯૯૧

ખોડીયાર માતાના ગરબા ગાવા

મારે તો ખોડીયાર માતાના ગરબા ગાવા (2)…(ટેક)

આંગણે આસોપાલવનાં તોરણ બંધાવ્યા (2)

મારે તો ખોડીયાર માતાના ગરબા ગાવા (2)… (૧)

ઘરમાં દિપકો પ્રગતાવ્યા (2)

મારે તો ખોડીયાર માતાના ગરબા ગાવા (2)… (૨)

ફળીયે માટલી મુકી સોહામણી (2)

મારે તો ખોડીયાર માતાના ગરબા ગાવા (2)… (૩)

નવરાત્રીની રાતો રળીયામળી (2)

મારે તો ખોડીયાર માતાના ગરબા ગાવા (2)… (૪)

નવનવ દિવસો માતાને નામે ગાવું (2)

મારે તો ખોડીયાર માતાના ગરબા ગાવા (2)… (૫)

દશેરાને દિવસે માતાને પાયે લાગુ (2)

મારે તો ખોડીયાર માતાના ગરબા ગાવા (2)… (૬)

ચંદ્ર કહે ગરબા ગાવાનો આનંદ છે મારો,

ક્રુપા કરજે તું સૌને ઓ માતા,

વિનંતી કરે છે આ બાળ તમારો.

કાવ્ય રચના

એપ્રિલ ૨૭ , ૧૯૯૧

સત્યનારાયણ ભગવાનને થાળ

પ્રેમથી વિનવું સત્યનારાયણ દેવ રે,

ભાવથી જમવા પધારો, વાર કરો છો તમો કેમ રે ?

હૈયે પ્રેમભરી કથા કરી,

મેં તો હવે કરી છે તમ ભોજન થાળી,

પ્રેમથી વિનવું…. (૧)

કેળનું લીલું પાન ધરી,

મેં તો પીરસ્યો છે શીરો પ્રેમ ભરી

પ્રેમથી વિનવું…. (૨)

મીઠું પંચામ્રુત છે પ્યાલી,

મેં તો સાથે મુક્યો સુકો મેવો ને શાકપુરી,

પ્રેમથી વિનવું…. (૩)

તુલસી પાન અર્પણ તમોને કરી,

મેં તો લાવી દીધા તાજા ફળો ખાવા જરી,

પ્રેમથી વિનવું… (૪)

ઠંડુ પાણી છે પ્યાલું ભરી,

મેં તો રાખ્યો છે મુખવાસ, ભુલશો ના આવી લેજો હરી,

પ્રેમથી વિનવું…. (૫)

હવે તમે પ્રભુ જમવા પડધારો વહેલા વહેલા,

આવી ભાવથી જમજો તમે, ચંદ્ર અરજ આટલી,

કાંઈ રહ્યું નથી બીજુ કહેવા.

પ્રેમથી વિનવું…. (૬)

કાવ્ય રચના

મે ૬,૧૯૯૧

 મનડું કેમ કર્યું ?

મનડું કેમ કર્યું ? મનડું કેમ કર્યું ?

પ્રભુ તારા આ સર્જેલાં જગમાં,

મનડું કેમ કર્યું એ હું ના જાણુ,

એ હું ના જાણુ….(ટેક)

જગમાં જન્મ જ લેતાં,

માતા-પિતાને હું જાણુ,

સાથે, ભાઈ-બેન, પત્નિ-સંતાનો પહેચાણુ,

અરે, સગા સ્નેહીઓને પણ જાણુ,

એ બધું જાણી, હું તો મનડુ મારૂ મનાવુ,

મનડું કેમ કર્યુ…. (૧)

જગમાં મોટો થતા,

જ્ઞાની પુરૂષો હું જાણું,

સાથે, સાધુ-સંતો અને વડીલોને પહેચાણુ,

અરે, મારા ગુરુજીને પણ જાણું,

એ બધું જાણી, હું તો મનડુ મારૂ મનાવુ,

મનડું કેમ કર્યુ…. (૨)

જગમાં કંઈક જ્ઞાની બની,

સૌ માનવીઓને હું જાણું,

સાથે, પ્રાણીઓ જીવજંતુની આત્મ શક્તિ પહેચાણું,

એ બધું જાણી, હું તો મનડુ મારૂ મનાવુ,

મનડું કેમ કર્યુ…. (૩)

ચંદ્ર કહે, એ બધુ હું જાણુ,

જેથી અંતે પ્રભુજીને હું પહેચાણુ,

અરે, માનવ મનડું કેમ કર્યુ ?

એ હવે હું તો જાણુ, એ હવે હું તો જાણુ…. (૪)

કાવ્ય રચના

મે ૧૦,૧૯૯૧

સંસારના સંબંધો

મારા મારા જેને માની રહ્યા છો,

મારા નથી તલભાર,

પણ પુછ્યુ હ્રદયને જ્યારે,

તો એજ હતા મારા યાર.. (૧)

કહે આ સંસારના રૂણ સંબંધો,

એ તો છે બધા ખોટા,

પણ, એ સંબંધોમાં,

તમે રાખજો પ્રભુના ફોટા…(૨)

આથી કહેવું છે મારે,

સંસારના સંબંધો ના તમે છોડો,

પણ, ભાવે પ્રભુ નામ,

તમે એમાં જોડો… (૩)

ચંદ્ર કહે, આ સંસારમાં રહી,

ભક્તોએ તો પ્રભુ સંગે વાતો કરી,

તો, સંસારનો ભેદ સમજી લેજો,

તમો સંસારે સ્નેહ સંબંધો બાંધી લ્યોને

કાવ્ય રચના

મે ૨૦,૧૯૯૧

માનવી કંઈક વિચારજે

અરે, માનવી જીવન જગતમાં તું વિતાવજે,

પણ, કંઈક કરવા પહેલાં તું વિચારજે(2)…(ટેક)

પ્રભુજી પાસે આંખ તને મળી છે કંઈક જોવા,

એ તો સૌનું સુખજ જોવા,

એ…જી કદી દુ:ખ દર્શન જો હોય,

દુ:ખભંજન વિચાર કેમ ના હોય ?

અરે માનવી.. (૧)

પ્રભુજી પાસે મુખ તને મળ્યું છે કંઈક કહેવા,

એ તો સારૂ સારૂ કહેવા,

એ…જી કદી માઠા શબ્દ નિકળે તે પહેલાં,

એ મુખ બંધ કરવા વિચાર કેમ ના હોય ?

અરે માનવી.. (૨)

પ્રભુજી પાસે હાથો તને મળ્યા છે કંઈક કરવા,

એ તો પુન્ય કામો જ કરવા,

એ…જી કદી ખોટું કડવું લખતા પહેલા

એ હાથોના બંધન કાજે વિચાર કેમ ના હોય ?

અરે માનવી.. (૩)

પ્રભુજી પાસે મન તને મળ્યુ છે કંઈક વિચારવા,

એ તો સૌનુ શુભ વિચારવા,

એ…જી કદી મન ચંચળ બને તે પહેલાં,

એ મનને કેદી કરવા વિચાર કેમ ના હોય ?

અરે માનવી.. (૪)

ચંદ્ર કહે બુધ્ધી મળી છે ઓ માનવી તુજને,

એ તો પ્રભુપંથે જરૂર લાવે રે તુજને.

કાવ્ય રચના

મે ૨૨,૧૯૯૧

મારા ફળીયે ખોડીયાર માત

એ…મારે ફળીયે ખોડીયાર માત આવે રે લોલ,

પગે એના ઝાંઝરડા વાગે રે લોલ,

એ…મારે ફળીયે ખોડીયાર માત આવે રે લોલ… (૧)

એ…હું તો વહેલી વહેલી ઘર બહાર આવી રે લોલ,

માતાના દર્શન સાથે થઈ ખુશી રે લોલ,

એ…મારે ફળીયે ખોડીયાર માત આવે રે લોલ…  (૨)

એ…માતાના માથે ચુદડી શોભે રે લોલ,

હું તો માતાનું મુખડું જોઈ નાચુ રે લોલ,

એ…મારે ફળીયે ખોડીયાર માત આવે રે લોલ… (૩)

એ…માતા ઝાંઝરનો ઝણકાર કરી ચાલી રે લોલ,

હુ તો માતા સંગે હાલી રે લોલ,

એ…મારે ફળીયે ખોડીયાર માત આવે રે લોલ… (૪)

ચંદ્ર કહે મેં તો માતાના ગુણલાં ગાયા રે લોલ,

તમો પણ એના ગુણલાં ગાવો રે લોલ,

એ…મારે ફળીયે ખોડીયાર માત આવે રે લોલ… (૫)

કાવ્ય રચના

મે ૨૫,૧૯૯૧

જમના તીરે કાનો રમે !

જમના તીરે ગોપ સંગે કાનો રમે,

એ તો રમતો રમતો મારૂ હૈયું હરે,મારૂ હૈયુ હરે….(ટેક)

રમતાં રમતાં દડો જમનામાં રે જાય,

દડાને કોણ હવે લેવા રે જાય,

જમના તીરે…. (૧)

દડો લેવા નથી કોઈ રે તૈયાર,

મુંઝવણ અતી સૌ બાળ હૈયે રે થાય,

જમના તીરે…. (૨)

દડો ફેંકનાર ને સૌ રે ખીજવાય,

અને, કાનો છાનો છાનો હસતો રે જાય,

જમના તીરે….(૩)

કાનાએ દડો લાવવા લીધી રે બાજી,

એ જાણી સૌ બાળ-ગોપો તો બની ગયા રે રાજી,

જમના તીરે…. (૪)

કાનો ના દેખાય ફરી અને સમય તો વહી રે જાય,

જશોદા મૈયાને શું કહીશુ, એવી ચિંતા ઘણી રે થાય,

જમના તીરે….(૫)

કાનો જમના મૈયાની ગોદમાં શું રે કરતો હશે ?

એવા વિચારો સિવાય સાથીદારો બીજું શું રે કરે ?

જમના તીરે…. (૬)

જમનાની ગોદમાં દડો તો કાળીનાગ રે પાસે,

નાગણ પાસે કાનો દડો રે માગે,

જમના તીરે…. (૭)

નાગણ કહે હમો સ્વામીને ના રે જગાડીએ,

જાગશે તને મારશે તો મબાળહત્યા હમોને રે લાગશે,

જમના તીરે…. (૮)

કાનો તો નાગને જગાડવા હઠ રે પકડે,

નાગણ હઠ છોડાવવા કાનાને વિનંતીઓ રે કરે,

જમના તીરે… (૯).

કાનો હઠ ના છોડે રે જ્યારે,

નાગણ નાગને જગાડે છે ત્યારે,

જમના તીરે…. (૧૦)

કાનાએ કાળીનાગ સંગે યુધ્ધ રે કર્યું,

અંતે નાગની હાર,પરિણામ એવું રે આવ્યું,

જમના તીરે…. (૧૧)

નાગણ અપરાધ કાજે ક્ષમા રે માંગે,

શેષનાગને કાનો તો આયુષ્ય રે આપે,

જમના તીરે…. (૧૨)

દડો લઈ કાનો જમના બહાર રે આવે,

સૌના હૈયે એ તો અતી આનંદ રે લાવે,

જમના તીરે… (૧૩).

ચંદ્ર કહે, જમના કિનારે રમવાનો કાનાએ વ્હાલા લીધો,

અને મારા વ્હાલાને “કાળીનાગ નાથીઓ” નો બીરદ લીધો,

જમના તીરે…. (૧૪)

કાવ્ય રચના:

જુન ૨, ૧૯૯૧

રૂદન કરવા હવે ફૂરસદ નથી

જીંદગી તો જીવવી રહી,

રૂદન કરવા હવે ફૂરસદ નથી…..(ટેક)

ગરીબી તો પ્રેમથી સ્વીકારી,

છતાં અમીરોએ ઠોકર મારી,

આવી જીંદગી જીવતા,

મારી હાલત પર એક હસી આવી,

રૂદન કરવાં હવે ફૂરસદ નથી,

જીંદગી તો…. (૧)

ભુખે પેટે નોકરી સ્વીકારી,

છતાં, અમીરોએ ઠોકર મારી,

આવી જીંદગી જીવતા,

મારી હાલત પર એક હસી આવી,

રૂદન કરવાં હવે ફૂરસદ નથી,

જીંદગી તો…. (૨)

બે હાથ રહ્યા મારા ખાલી,

છતાં એમાં અમીરોએ ફકત નિરાશા ભરી,

આવી જીંદગી જીવતા,

મારી હાલત પર એક હસી આવી,

રૂદન કરવાં હવે ફૂરસદ નથી,

જીંદગી તો…. (૩)

નિરાશા-ભર્યું જીવન પણ સ્વીકારી લીધું,

છતાં, અમીરોએ અપમાન કરી દીલ ઘાયલ કર્યું,

આવી જીંદગી જીવતા,

મારી હાલત પર એક હસી આવી,

રૂદન કરવાં હવે ફૂરસદ નથી,

જીંદગી તો…. (૪)

હૈયું મારૂ ઘાયલ થયું ભલે,

જીવનની વેદનામાં ફક્ત ભક્તિ-નીર મુજને મળે,

જે નીરમાં ‘ચંદ્ર’ સ્નાન કરતો રહે,

અમીરોને વંદન કરી એ તો હરિને મળે,

જીંદગી તો…. (૫)

કાવ્ય રચના:

જુન ૭,૧૯૯૧

સંસારનો ગીતા પાઠ

જરૂર નથી સંન્યાસની તને,

ગીતા પાઠ મળશે સંસારમાં તને……. (ટેક)

ગીતાપાઠમાં કર્તવ્ય-પાલન રહ્યું,

શ્રી ક્ર્ષ્ણે જેને પાને પાને કહ્યું,

કર્તવ્ય-પાલન આવું સંસારમાં તે જો કર્યું

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૧)

જન્મ લેતાં,માત-પિતા મળ્યા તને,

સેવા કરી, તેં રાજી કર્યા એમને,

જે થકી કર્તવ્ય-પાલન તેં કર્યું,

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૨)

પરણતા તને પત્નિ મળી,

પતિરૂપે ફરજો તે તો બજાવી,

જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૩)

સંતાનો પ્રભુક્રુપાથી મળ્યા તને,

પિતારૂપી પ્યાર આપી રહ્યો તું જેને

જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૪)

જગમાં મનુષ્ય દેહ મળ્યો તને,

માનવી બની તેં સ્નેહબંધને બાંધી દીધા સૌને,

જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૫)

સંસારી થઈને સંસારમાં રહેવુ, એજ નિર્ણય તારો,

કિંતુ, કર્તવ્ય-પાલન કરતા, કર્મ પ્રભુને અર્પણ એજ ધર્મ તારો,

જો જીવન તારૂ આવું રહ્યુ, તો ચંદ્ર કહે ગીતાપાઠ તે તો,

શીખી લીધો…જરૂર નથી….(૬)

કાવ્ય રચના:

જુન ૮,૧૯૯૧

નાનો એક બાળક

નાનો એક બાળક,

જોઈ છે મને શું રે થતુ હશે એને?…..(ટેક)

નાનો એક બાળક,

એના મુખડે હસી,

જરૂર, એના દિલડે દુનિયાની ખુશી,

નાનો એક બાળક…. (૧)

નાનો એક બાળક,

એ તો આનંદથી રમે,

એ દ્રશ્ય કોને ન ગમે ?

નાનો એક બાળક… (૨)

નાનો એક બાળક,

પ્રેમ છે એના હૈયે,

જે પ્રગટ સૌને કરતો રહે,

નાનો એક બાળક… (૩)

નાનો એક બાળક,

જે કંઈ એ કહે,

એમાં ફક્ત નિર્દોષતા વહે,

નાનો એક બાળક… (૪)

મારે તો થાવુ નાના એક બાળક જેવુ,

પ્રભુજી, ચંદ્રે તો તને એટલુંજ કહેવુ.

કાવ્ય રચના:

જુન ૯,૧૯૯૧

મારા હ્રદયના પ્રભુજી

પ્રભુજી, મારા હ્રદયના આંગણે ક્યારે આવશો તમે ?

પ્રભુજી, મારા હ્રદય આંગણે આવી,

ક્યારે હ્રદયદ્વાર માંરા ખોલશો તમે ?

પ્રભુજી મારા હ્રદયદ્વાર ખોલી,

ક્યારે હ્રદયમાં બિરાજશો તમે ?

પ્રભુજી મારા હ્રદયમાં બિરાજી,

ક્યારે આપની ક્રુપા વરસાવશો તમે ?

ચંદ્ર કહે, પ્રભુજી તમે તો મારા હ્રદયમાં આવી ગયા,

હવે હંમેશા હ્રદયમાં રહેશો તમે,

બસ આટલી દયા કરજો તમે.

કાવ્ય રચના: જુલાઈ ૪,૧૯૯૧

બાળ હું તો તારો !

પ્રભુજી, બાળ હું તો તારો,

દે જે મુજને એક સહારો….(ટેક)

આ માનવ જન્મ છે મારો,

એનો ઉપકાર છે તારો,

દીનદયાળુ ઓ રે પ્રભુજી,

કરજે દયા ઓ રે પ્રભુજી…..

પ્રભુજી, બાળ…. (૧).

સંસારમાં ના દેખી શકુ કિનારો,

ભુલો પડ્યો છે આ બાળ તમારો,

દીનદયાળુ ઓ રે પ્રભુજી,

બતાવજે મારગડો, ઓ રે પ્રભુજી….

પ્રભુજી બાળ….. (૨)

આ જગમાં ના આવે કાંઈ આરો,

લાચાર છે આ બાળ રે તારો,

દીનદયાળુ, ઓ રે પ્રભુજી,

પકડજો હાથ જ મારો, ઓ રે પ્રભુજી…

પ્રભુજી બાળ….. (૩)

ચંદ્ર કહે, આટકી વિનંતી સાંભળજે, દીનદયાળુ ઓ રે પ્રભુજી,

શરણ તારૂ દેજે, આ બાળ છે દાસ તમારો, ઓ રે પ્રભુજી,

પ્રભુજી, બાળ…..(૪)

કાવ્ય રચના

જુલાઈ ૪,૧૯૯૧

પ્રભુ-કલ્પના

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ !

ચતુરભુજ વિષ્ણુ કહું,

હે જટાધારી શંકર કહું ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૧)

મીરાના ગીરધારી કહું,

કે નરસૈયાના સ્વામી કહું ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૨)

તુલસી-કબીરના રામ કહું,

કે સુરદાસના ક્રષ્ણ કહું ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૩)

ધરતીના નદી-પર્વત કહું,

કે ઠંડી પવનની લહેરે કહુ ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૪)

ગગનનાં સુર્યદેવ કહુ,

કે ચંદ્ર-તારલા કહુ ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૫)

ચંદ્ર જીવી રહ્યો છે આ કલ્પના સાથે,

આતુર છે મનડું એનું, પ્રભુ તારા દર્શન કાજે.

કાવ્ય રચના

જુલાઈ ૪,૧૯૯૧

બાળ રામજી નાચે

ધૂમક ધૂમક બાણ રામજી નાચે,

એ જોઈને મારા હૈયે આનંદ આવે, આનંદ આવે….(ટેક)

રામજી નાચે અને પલમાં દૂરજ ભાગે,

દોડે રાજા દશરથ પકડવા કાજે,

પણ…રામજી તો હાથ ના આવે…

ધૂમક ધૂમક…. (૧)

રામજી નાચે અને પલમાં એ તો માતાની નજીક આવે,

દોડે રાણી કૌશલ્યા પકડવા કાજે,

પણ…રામજી તો હાથ ના આવે…

ધૂમક ધૂમક….. (૨)

રામજી નાચી થાક્યા હોય એવો ભાસ કરે,

રાજા દશરથ દોડીને પકડી એને બાહોમાં મુકે,

પણ…ત્યારે ચાંદો લાવી દેવા રામજી હઠ કરે…

ધૂમક ધૂમક…. (૩)

રામજી નાચી ફરી, અતિ રૂદન કરે,

કૌશલ્યાજી રામજીને લઈ છાતીએ ચાંપે,

એ…જી…થાળમાં પાણી મુકી રામજીને ચાંદોરે આપે,

ધૂમક ધૂમક…. (૪)

અરે અતિ ખુશ છે બાળ રામજી મારો હવે,

દ્રશ્ય એવું નિહાળી, ચંદ્ર તો ધૂમક ધૂમક નાચે હવે.

કાવ્ય રચના: જુલાઈ ૪,૧૯૯૧

મોહન મારા

મોહન મારા, મોહન મારા,

મોહન, હું તો તને નારે જાવા દઉ,

નારે જાવા દઉ…(ટેક)

મોહન, તુજ ને ઘરમાં હું તો રાખુ,

ઘરમાં તારી પ્રેમપુજા રે કરૂ,

મોહન, હું તો તને નારે જાવા દઉ,નારે જાવા દઉ

મોહન મારા… (૧)

મોહન, તુજ ચરણે પુષ્પો હું તો રાખુ,

ઘરમાં ભાત-ભાતની રસોઈઓ રે કરૂ,

મોહન, હું તો તને નારે જાવા દઉ, નારે જાવા દઉ

મોહન મારા… (૨)

મોહન, તારે કાજે ગાદી તકીયા હું તો લાવુ,

ઘરમાં સુવા માટે પોચુ આસન કરૂ,

મોહન, હું તો તને નારે જાવા દઉ, નારે જાવા દઉ

મોહન મારા… (૩)

ચંદ્રના મનડે છે મોહનપ્યારો,

હવે લાગે છે, આ સંસાર ખારો,

મોહન મારા… (૪)

કાવ્ય રચના

જુલાઈ ૪,૧૯૯૧

જય મોહન પ્યારાની આરતી

જય મોહન પ્યારા, જય મોહન પ્યારા,

આરતી કરૂ છું, ઓ નટવર લાલા(2)….(ટેક)

દેવકી કુળે મથુરામાં પ્રભુજી પધારે,

વાસુદેવજી તો ગોકુળીએ લાવે,

એ…જી ધન્ય છે ધરતી…

એ….જી ધન્ય છે ધરતી, જ્યાં પ્રભુજીએ જન્મ જ લીધો

જય મોહન…. (૧)

માત જશોદાજી કાનાને અતી વ્હાલ કરે,

નંદજીના હૈયેથી અતી આનંદ વહે,

એ…જી ધન્ય છે ગોકુળીયુ ગામ…

એ…જી ધન્ય છે ગોકુળીયુ ગામ, જ્યાં બાળ-પ્રભુજી રે રમે

જય મોહન…. (૨)

જગમાં લીલા પ્રભુજી તારી,

દુ:ખીઓના છે તું બલીહારી,

એ…જી ધન્ય છે માનવ,

એ…જી ધન્ય છે માનવ, જેણે ભાવથી પ્રભુપુજન રે કીધું

જય મોહન…. (૩)

ચંદ્ર કહે, ભાવથી કરૂ હું આરતી તારી,

મોહન, સ્વીકારજે આ આરતી મારી,

જય મોહન…. (૪)

કાવ્ય રચના

જુલાઈ ૫,૧૯૯૧

ફૂલોની મહેફીલ

અરે, આ તો ફૂલોની મહેફીલ રહી,

જ્યાં વાતો અનેક થઈ રહી,…. (ટેક)

એક ગુલાબ ફૂલ ગર્વથી કહે,

“હું તો રાજ મહેલે ગયો હતો,

મુજ સુંદરતા નિહાળી, રાજા અતિ ખુસીશી હતો”

અરે આ તો…. (૧)

એવું સાંભળી, ચંપાનુ ફૂલ મલકાતું કહે,

“રાજ મહેલ મેં પણ જોયો હતો,

રાણીની વેણીમાં ભાગ મારો હતો,”

અરે આ તો…. (૨)

ચુપચાપ બધુ બાસમાસી ફૂલ સાંભળી રહે,

અભિમાનથી ગુલાબ ચંપા જે ને કહે,

“બાસમાસી, કેમ બોલતા નથી ?

કહેવાને કાઈ વાતો નથી ?”

અરે આ તો…. (૩)

ત્યારે નમ્રતાથી બાસમાસી કહે,

“મંદિરે જાઉં મારે, રાજમહેલો મને નહી કામના,

વંદન કરી પ્રભુચરણો પડુ, જપુ મંત્રો હરિનામના”

અરે આ તો…..(૪)

ચંદ્ર કહે, મહેફીલે અભિમાન ભ્ર્યું હોય જ્યાં,

નથી રૂપ કે મહેકની કિંમત રહી ત્યાં,

અરે આ તો….(૫)

કાવ્ય રચના: જુલાઈ ૫,૧૯૯૧

પ્રભુજી પ્રાણલો મારો

પ્રભુજી, તું રે પ્રાણલો મારો,

તારા વિના આ દેહલો છે નકામો (2)……(ટેક)

માટીની આ કાયા મારી,

એમાં તું જો ના હોય…

તો, એ મારી નકામી,

પ્રભુજી તું રે…… (૧)

મારા મનડે તેજ છે તારૂ,

એમાં તું જો ના હોય…

તો, એ ચંચળ મનડુ નકામુ,

પ્રભુજી તું રે…… (૨).

મુજ હૈયામાં નામ એક જ તારૂ,

એમાં તું જો ના હોય….

તો, એ હૈયું નકામુ,

પ્રભુજી તું રે….. (૩)

મુજ શ્વાસો-શ્વાસો છે રામજી મારા,

એમાં તું જો ના હોય…

તો, એ શ્વાસો નકામા,

પ્રભુજી તું રે….(૪)

ચંદ્ર કહે, મારા કાને પ્રભુનામના સુર વહે,

પ્રભુ દર્શન કાજે, હવે નયના મારી તલસી રહે.

કાવ્ય રચના

જુલાઈ ૬,૧૯૯૧

સ્વરગમાં પણ આવું થાય ખરૂ ?

કહે સૌ અમેરીકામાં સ્વર્ગ રહ્યું,

અમેરીકામાં રહેતા, મનડું મારૂ પુછી રહ્યુ,

સ્વર્ગમાં પણ આવું થાય ખરૂ ? (2)……(ટેક)

સુરજ પ્રકાશે દિવસ હસતો રહે,

ઠંડા પવનની લહેરે વહેતી રહે,

અ…ર…ર..આ શું રે થયું ?

અચાનક વંટોરીયાને કેમ દર્શન દેવું પડ્યું ?

સ્વર્ગમાં પણ આવું થાય ખરૂ ? (2)

કહે સૌ,… (૧).

ચાંદલીયા પ્રકાશે રાતલડી હસતી રહે,

શાંત વાતાવરણમાં તારલીયા પ્રકાશી રહે,

અ…ર…ર… આ શું રે થયું ?

અચાનક ધરતીકંપને કેમ પધારવુ પડ્યુ ?

સ્વર્ગમાં પણ આવું થાય ખરૂ ? (2)

કહે સૌ,… (૨)

રાત-દિવસ ગગનમાંથી મેઘ વરસતો રહે,

ધરતી પર મીઠી ઠંડક કરતો રહે,

અ…ર…ર… આ શું રે થયુ ?

અચાનક નદીઓને કેમ રેલરૂપી સ્વરૂપ લેવું પડ્યુ ?

સ્વર્ગમાં પણ આવું થાય ખરૂ ? (2)

કહે સૌ,…. (૩)

ચંદ્ર કહે, ઓ માનવી, સ્વર્ગ સ્વર્ગ તું જે કહે,

એ સ્વર્ગ તો તારા દીલમાં રહે.

કાવ્ય રચના: જુલાઈ ૬,૧૯૯૧

પલભર પ્રભુ દર્શન

ઓ રે પ્રભુજી મારા, ઓ રે પ્રભુજી મારા,

કરવા છે દર્શન પ્રભુજી તારા (2)…..(ટેક)

અરે, દેખી આ દુનિયા રે તારી,

અહી તો હર ચીજ છે આની-જાની,

એ ચીજો મારે શી કામની ? (2)

માટે, અરજ છે એક મારી,

પલભર દર્શન કાજ, હશે દયા એક તારી,

ઓ રે પ્રભુજી… (૧)

અરે, અહીં તો માયાજાળ છે તારી,

સ્નેહ-બંધનોમાં વહે આ જીંદગી મારી,

એ જીંદગી મારે શી કામની ? (2)

માટે, અરજ છે એક મારી,

પલભર દર્શન કાજ, હશે દયા એક તારી,

ઓ રે પ્રભુજી… (૨)

અરે, હવે તો થાશે મારી જીંદગી રે પુરી,

તુંજ દર્શન વીના એ જીંદગી રહેશે અધુરી,

આવી માનવ જીંદગી શી કામની ? (2)

માટે, ચંદ્ર-અરજ પ્રભુજી તમે સાંભળો,

દયા કરી દર્શન દેવા તમે વ્હેલા આવજો,

ઓ રે પ્રભુજી…. (૩)

કાવ્ય રચના

જુલાઈ ૨૭,,૧૯૯૧

પ્રભુજી ને વંદન

અરે, ઓ જગ સર્જનહાર, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧)

અરે, ઓ જગન્નનાથ, વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૨)

અરે, ઓ પરમાત્મા વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૩)

અરે, ઓ અંતરયામી, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૪)

અરે, ઓ સર્વશક્તિમાન, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૫)

અરે, ઓ પાલનહાર, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૬)

અરે, ઓ દયાસાગર, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૭)

અરે, ઓ દુ:ખભંજના, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૮)

અરે, ઓ સર્વવ્યાપી, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૯)

અરે,ઓ વ્હાલા,વિષ્ણુ-મહેશ તુંહી એક,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૦)

અરે,ઓ રામ ક્રષ કે ખુદા સહી,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા…. (૧૧).

અરે,ઓ દેવ દાનવ કે માનવ તુંહી,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૨)

અરે,ઓ પશુપક્ષી કે વ્રુક્ષમાં વસનાર તું,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૩)

અરે,ઓ પાણી પથ્થર કે માટી એ બધું તું,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા…. (૧૪)

અરે,ઓ જગમાં જોયું નાજોયુ,સર્વમાં તું જ છે, વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૫)

અરે,ઓ સકળ બ્રહ્માંડમાં તુજ એક તુંજ એક,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૬)

ચંદ્ર કહે, ભલે તું તો કરતો રહ્યો,

ભક્તોને સહાય તું તો કરતો રહ્યો

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા,

વંદન સ્વીકારજો મારા…. (૧૭)

કાવ્ય રચના

જુલાઈ ૨૮,૧૯૯૧

જલીયા, લાજ મારી તેંતો રાખી

મારા હૈયાની પુકાર સાંભળી,

જલીયા, લાજ મારી તેં તો રાખી(2)….(ટેક)

ભણતા, ભણતા નાની ચીજો માટે,

બોલાવ્યો મેં તો તને સહાયતા કાજે,

એ…જી…આ બાણ સહારે આવી,

જલીયા, લાજ મારી તેં તો રાખી (2)

મારા હૈયાને…. (૧)

મોટો થયો છતાં, બાળ હું તો રહ્યો તારો,

ગોરૂજી કહી, હાથ મેં તો પકડી લીધો છે તારો,

એ…જી… આ શિષ્ય સહારે આવી,

જલીયા, લાજ મારી તેં તો રાખી (2)

મારા હૈયાને…. (૨)

ગઈ કાલે લક્ષ્મી માટે જરૂરત હતી મારી,

દાસ બની, કરી પ્રાર્થના, નામ તારૂ હૈયે ધરી,

એ…જી… આ ભકતને સહારે આવી,

જલીયા, લાજ મારી તેં તો રાખી (2)

મારા હૈયાને…. (૩)

ચંદ્ર કહે, હું તો જલીયા નામે જીવી રહ્યો,

અને, જલીયા નો મહીમા સૌને કહે તો રહ્યો,

મારા હૈયાને…. (૪)

કાવ્ય રચના

ઓગસ્ટ ૫, ૧૯૯૧

                   આજે જે થયું !

આજે જે થયું એની કોને ખબર હતી ?

એથી જે પ્રભુ કરે એમાં ખુશી હતી….(ટેક)

સવારે ઉઠતાં, કમુ બેડમાં નથી,

એ તો નીચે વાડામાં હતી,

બારીમાંથી નજર મેં કરી,

તો જોયું, સ્વીમીંગ પુલની સાફસુફી થઈ રહી,

હવે પછી શું થશે એની કોઈને ખબર ન હતી,

આજ જે થયું…. (૧)

સવારની ચાહની વાટ જોતાં,

ઘરમાં છાપું વાંચતા,

અચાનક કમુની બુમ સાંભળી,

રૂપા સાથે બહાર હું દોડી ગયો,

જે જોયું એની કોઈને ખબર ન હતી,

આજ જે થયું…. (૨)

પુલમાં ક્લોરીન નાંખતા,

ક્લોરીન ગયું કમુની આંખમાં,

રૂપા નારાજ બની,

મારા મોખડે શબ્દો નથી,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

આજ જે થયું…. (૩).

કમુ ઘરમાં રે આવી,

પાણીથી આંખ ધોતી રહી,

વંદના બેટી ડોક્ટર પાસે જવા કહે,

મારૂ ડોક્ટર પણું છુપાયું રહે,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

આજ જે થયું….. (૪)

પોઈજન સેંન્ટરે મેં ફોન કર્યા,

ઈલાજ જાણી કંઈક સંતોષ થયો,

છતાં ફારમસીમાં જઈ,

આંખની દવા લાવવી રહી,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

આજ જે થયું….. (૫)

કમુ દુ:ખ સહન કરતી રહી,

દીલ દુભાય પણ મુખે શબ્દો નથી,

આંખે દવા મુકી જ્યારે,

કંઈક ઠંડક થઈ ત્યારે,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

આજ જે થયું….. (૬)

સમય વહેતો રહે,

આંખની દર્દ-પીડા ઓછી રહે,

કમુની દ્રષ્ટિને કંઈ ઈજા નથી

એવું જાણી, ખુશી સૌને હતી,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

આજ જે થયું….. (૭)

આ એક દુ:ખભરી ઘટના બની,

જે કુટુંબી-પ્રેમ સહીત સૌને નિકટ લાવી,

અરે, પ્રભુને યાદ કરવાની એક તક મળી,

એથી, ચંદ્ર કહે જે થયું એમાં પ્રભુ ઈચ્છા હતી,

અઅજ જે થયું… (૮)

કાવ્ય રચના

જુલાઈ ૨૮, ૧૯૯૧

જલીયા, નામની લગની

લગની લાગી રે, લગની લાગી,

જલીયા લગની લાગી છે તારા રે નામની (2)….(ટેક)

સવારે ઉઠતાં, મારા મનડે નામ જ તારૂ,

એ પછી, કર્યું કામજ મારૂ,

એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની

લગની લાગી રે…. (૧)

ભોજન કરતાં પહેલા, મારા મુખે નામ જ તારૂ,

એ પછી ખાધુ અન્ન જ મારૂ,

એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની

લગની લાગી રે…. (૨)

સાંજે સુતા પહેલાં, મારા હૈયે નામ જ તારૂ,

એ પછી, પોઢે આ દેહ પીંજર મારૂ,

એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની

લગની લાગી રે…. (૩)

ચંદ્ર જાગતા જાગતા જલીયાનું નામ જપે,

વળી,નિંદર-સ્વપને જલીયાના દર્શન કરતો રહે,

લગની લાગી રે… (૪)

કાવ્ય રચના

ઓગસ્ટ ૭ , ૧૯૯૧

                    પ્રભુ પ્યારા

પ્રભુ પ્યારા પ્રભુ પ્યારા,

વંદન સ્વીકારજો મારા (2)….(ટેક)

સુંદર મુખડુ જોતા તારુ,

હરખાયું મનડું મારૂ….

પ્રભુ પ્યારા…. (૧)

શોભે પુષ્પો કંઠે તારા,

શોભે કુંડળ કાને તારા….

પ્રભુ પ્યારા…. (૨)

પ્રેમથી દર્શન તરતા તારા,

ગુણલા હું તો ગાવું તારા…

પ્રભુ પ્યારા… (૩)

માગ્યુ એવું તમે આપી,

કર્યા હમોને તમે રાજી…

પ્રભુ પ્યારા…(૪)

ચંદ્ર તો પ્રભુ ચરણે પડે,

સાથે એ તો વંદન કરતો રહે….

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૧, ૧૯૯૧

દયા કરો મેરે સ્વામી

દયા કરો, દયા કરો,

દયા કરો મેરે સ્વામી….

આજ રોજ ફરી દયા કરી,

સુણજો પુકાર આ મારી…

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

અરે ઓ સ્વામી વિશ્વતણા,

ઉપકાર મેં તો જોયા ઘણાં,

આજ રોજ ફરી દયા કરી,

સંકટ લેજો હણી….

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

અરે ઓ સ્વામી, છે આ દુનિયા તારી,

હર જીવોના આપ જ રક્ષણકારી,

આજ રોજ ફરી દયા કરી,

લેજો એક જીવને ઉગારી,

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

અરે ઓ સ્વામી, જીવવાની આશાઓ એની,

ના તોડો એ જીવન દોરી એની,

આજ રોજ ફરી દયા કરી,

દેજો સૌને આનંદ, કુંજવિહારી…

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

દયા કરો, દયા કરો, મેરે સ્વામી,

દાસ ‘ચંદ્ર’ વિનવે તુજને અંન્તર્યામી…

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૧, ૧૯૯૧

આ કાયા

આ કાયા દીધી તારી, એ નથી મારી,

કાયામાં મુક્યો તે આતમ જીવડો, એ ચાલ જરૂર તારી,

પ્રભુ, શા માટે આ બધું કર્યુ,

કારણ કંઈ નથી સમજાતું મને….(ટેક)

મુખડુ મારૂ હસતું રહે,

વળી, એ જ મુખડું ક્રોધીત બને,

પ્રભુ, શા માટે એવું બને ? (2)

આ કાયા….. (૧)

હસતા હસતા, નયના આનંદ સહીત ચમકે,

ક્રોધથી એ જ નયના અંગારા જેમ બને,

પ્રભુ, શા માટે એવું બને ? (2)

આ કાયા….. (૨)

કાનથી મીઠુ સાંભળી, હૈયુ નાચી ઉઠે,

ક્રોધમાં એ જ કાને કડવા શબ્દો સાંભળવા મળે,

પ્રભુ, શા માટે એવું બને ? (2)

આ કાયા….. (૩)

સતકર્મના પંથે, હાથોથી કંઈક પુન્ય કાર્યો થયા ખરા,

ક્રોધમાં એ જ હાથે પાપો થયા ઘણા મારા,

પ્રભુ, શા માટે એવું બને ? (2)

આ કાયા….. (૪)

જગતમાં જે થઈ રહ્યુ, ચંદ્રને કાંઈ નથી સમજાતુ,

પ્રભુજી, હવે તો કારણ એનું કહેવું રહ્યુ.

કાવ્ય રચના

ડીસેમ્બર ૧, ૧૯૯૧

                   હું કોણ ?

હું કોણ ? હું કોણ ?

હું કોણ એની ખબર નથી,

હું તો જગતમાં કાંઈ નથી,

“તું” છે તો “હું” છુ અહીં,

“તું જ એક, તું જ એક” એવું કહીશ જગમાં અહી,

હું કોણ ? હું કોણ ?

હું કોણ એની ખબર નથી… (૧)

આ જગમાં નથી કાંઈ “મારૂ”

“જે છે” તે બધુંજ છે”તારૂ”

“મારૂ છે” કહેવા અધીકાર મુજને નથી,

તો, થયું બધુ “તારૂ” ન રહ્યુ કાંઈ “મારૂ”,

કહીશ હવે હું, “બધુ તારૂ બધુ તારૂ”

હું કોણ ? હું કોણ ?

હું કોણ એની ખબર નથી… (૨)

ચંદ્ર કહે, થયુ આત્મજ્ઞાન મુજને હવે,

પ્રભુના અંશરૂપે “હું” પણ “તું” જ છે,

આથી “તું” અને “હું” એક જ છે,

“હું” હવે નથી જ રહ્યો,

“હું પણ” નો ગર્વ મારો ભાગી ગયો,

જેમ,દુધમાં સાકર પીગળી દુધમાં મળે,

અને “હું કોણ” નો ભેદ અંતે મુજને જડે.

કાવ્ય રચના

ડીસેમ્બર 3૧, ૧૯૯૧

મેઘ વરસે, મેઘ વરસે

મેઘ વરસે, મેઘ વરસે….(ટેક)

આપ આવો ક્યાંથી ? એવું ધરતી પુછે,

ત્યારે મેઘ કંઈ:

વાદળીઓ મને લાવે, મને લાવે,

પુછો વાદળીઓ કેમ મુજને લાવે?…મેઘ વરસે… (૧)

ધરતી વાદળીઓને પ્રશ્ન કરે,

આપ આવો ક્યાંથી? જરા કહોને મને,

સમુદ્રમાંથી હું તો બની

પુછો સમુદ્રને કેમ મુજને કરી ?… મેઘ વરસે…. (૨)

ધરતી સમુદ્રને પ્રશ્ન કરે,

વાદળીઓ કેમ તમે બનાવી ?

સુર્ય તેજે એ તો બની,

સુર્યદેવને તમે પુછો જરી…..      મેઘ વરસે…. (૩)

ધરતી સુર્યદેવને પ્રશ્ન કરે,

વાદળીઓ કેમ તમે બનાવી ?

સુર્યદેવ ત્યારે હસીને કહે,

અરે, ધરતીમાતા, અરે ધરતીમાતા મારી,

બધુંજ થયુ છે તમારે કાજે, ઓ માત મારી,

તાપ આપી તને ઘણી તપાવી,

મેઘ લાવી તને જરા ઠંડક આપી,

જે થકી અન્ન-પાણી અને જીવીત જીવો બધા

તારા જ હર્ષ માટે જાણે સૌ હતા સદા,.. મેઘ વરસે… (૪)

સાંભળી બધુ, ધરતીમાતા જ્યારે શાંત હતા,

ત્યારે માતાને ચંદ્ર-શબ્દો આવા હતા,

મેઘને મેઘદેવ કે સુર્યને સુર્યદેવ કહો,

પ્રભુ:શક્તિ સ્વરૂપે પ્રભુજી જાણી એમને સ્વીકારો,

એવો સ્વીકાર કરતા, ઓ માત મારી,

સમાય જાઓ પ્રભુમાં તમો, ઓ માત મારી,

બસ, હવે ચંદ્ર ધરતી પર નાચે,

અને સૌને પ્રભુશક્તિના રંગ થી રંગે.

કાવ્ય રચના:

માર્ચ ૨૬,૧૯૯૨

પ્રભુ હું બાળ તારો

પ્રભુ હું બાળ તારો,

પકડ જે તું હાથ મારો….(ટેક)

આવી ગયો છું હું પાસ તારી,

સંભાળ તું રાખજે મારી,

ક્રુપા કરી, સંભાળજે હવે તું,

બસ, આટલું માંગી રહ્યો છુ ઓ રે પ્રભુજી…

પ્રભુ, હું બાળ તારો…. (૧)

જીવનમાં તઈ ભુલો ઘણી મારી,

છતાં ખીજ ના હતી તારી,

ક્ષમા કરી માર્ગ દેજે હવે તું,

બસ, આટલું માંગી રહ્યો છુ ઓ રે પ્રભુજી…

પ્રભુ, હું બાળ તારો…. (૨)

સંસારની માયાજાળમાં હું તો ફસાયો,

છટકવા રસ્તો મુજને નથી મળતો,

દયા કરી, ઉગારી લે જે, હવે તું,

બસ, આટલું માંગી રહ્યો છુ ઓ રે પ્રભુજી…

પ્રભુ, હું બાળ તારો…. (૩)

પ્રભુએ પ્રેમથી ચંદ્રનો હાથ પકડી લીધો હવે,

ચંદ્ર-માંગ પુરી થઈ, નથી રહી મુંજવણ હવે.

કાવ્ય રચના:

માર્ચ ૨૮,૧૯૯૨

સમય

નથી મને કોઈ બંધન, સમય છુ હું,

વર્તમાન, ભુતકાળ અને ભવિષ્યનું પણ જાણુ હું,

હું તો સમય, હું તો સમય…(ટેક)

રામાયણ, મહાભારત અને અનેક યુધ્ધો સમાયા મુજમે,

રામ ઔર ભરી નદીનો વહી મુજમે,

કથા મારી સાંભળી, જગતને જાણીલે,

બીજું શું કહુ તુજને ?

નથી મને…. (૧)

હરીશચંદ્ર, દશરથ અને જનક જેવા રાજાઓ થઈ ચાલીગયા,

મહાન વ્યક્તિ સ્વરૂપે જીવી એ સૌ જગત છોડી ગયા,

એ સૌ આજે ના રહ્યા, છતાં, હું તો રહ્યો અને રહીશ બસ,

એટલુ કહીશ તુજને,

નથી મને ..(૨)

વ્યાસ-વાલમીકી કે વિશ્વમિત્ર રૂપે ઋષિમુનીઓ તું જાણ,

પ્રભુચિંતન કરી, ગયાન-ગંગામાં એ સૌએ કર્યુ સ્નાન,

મારી નજરમાં એમનુ જીવન વહી ગયુ,

માનવી, હવે તો પહેચાન મુજને,

બીજુ કાંઈ કહેવુ નથી

નથી મને .. (૩)

આજે સમય છે, જરૂર કાલે પણ સમય હશે,

છોડી ચિંતા સમયની, ચંદ્ર તો પ્રભુભજન કરતો રહે.

કાવ્ય રચના:

એપ્રિલ ૨૦, ૧૯૯૨

વ્હાલા આજની ઘડી તું રહીજા

વ્હાલા આજની ઘડી તું રહીજા,

અરે ઓ વ્હાલા, આજની ઘડીતું રહીજા,

મારી સંગે મારી સંગે…(ટેક)

આસોપાલવના પાન જ લાવી,

વ્હાલા, મેં તો બાંધ્યા તોરણલા તારા કાજે,

વળી, આંગણીએ પુર્યો સોહામણો સાથીઓ રે આજે,

વ્હાલા આજની ઘડી તું રહીજા,

અરે ઓ વ્હાલા… (૧)

લીલુડા વાંસ વઢાવી,

વ્હાલા, મેં તો આસન કીધું તારા કાજે,

વળી, નવા ગાદલીયા મુક્યા રે આજે,

વ્હાલા આજની ઘડી તું રહીજા,

અરે ઓ વ્હાલા… (૨)

જળ જમુનાના લાવી,

વ્હાલા મેં તો ભર્યા બેડુલા તારા કાજે,

વળી, રાંધ્યા ભાત-ભાતના ભોજન રે આજે,

વ્હાલા આજની ઘડી તું રહીજા,

અરે ઓ વ્હાલા… (૩)

મારા ઘરમાં ભર નીંદરમા સુતા રહેજો તમે, ઓ મારા વ્હાલા,

સંગે બેસી, તમ સેવા કરતા ચંદ્રને અતી આનંદ મળશે,

વ્હાલા, આજની ઘડી તું રહીજા,

અરે ઓ વ્હાલા… (૪)

કાવ્ય રચના:

એપ્રિલ ૨૩, ૧૯૯૨

શ્વાસે શ્વાસે રામ વસે !

મારા શ્વાસે શ્વાસે રામ વસે,

મારે તિરથનું શું કામ રે, મારે તિરથનું શું કામ રે…(ટેક)

કાશી તિરથ, એવું કોઈ કહે,

દ્વારીકા તિરથ એવું કોઈ કહે,

એ..જી…જ્યારે શ્વાસે શ્વાસે રામ વસે,

તિરથ તો એના તનમાં રે…

મારા શ્વાસે…. (૧).

ગંગા મૈયા પવિત્ર, એવું અનેક કહે,

જમુના મૈયા પવિત્ર એવુ અનેક કહે,

એ…જી…જ્યારે શ્વાસે શ્વાસે રામ વસે,

પવિત્રતા તો એના હૈયે રે…

મારા શ્વાસે…. (૨)

કરી તિર્થયાત્રા, પ્રભુદર્શન સૌ કરે,

જઈ મંદિરે, પ્રભુદર્શન સૌ કરે,

એ…જી…જ્યારે શ્વાસે શ્વાસે રામ વસે,

પ્રભુજી તો છે એનાં ઘરમાં રે…

મારા શ્વાસે…. (૩)

શ્વાસ શ્વાસ પ્રભુ સ્મરણ જે કોઈ કરે,

ચંદ્ર કહે, હરિક્રુપા એને જરૂર મળે,

મારા શ્વાસે….(૪)

કાવ્ય રચના:

એપ્રિલ ૨૩, ૧૯૯૨

ક્રુષ્ણ કનૈયા ચોર

ચોર, ચોર,આ ક્રુષ્ણ કનૈયો તો ચોર રે ચોર રે,

છુપાયો છે એ તો હૈયે તારા,

હૈયું તારુ ખોલ રે ખોલ રે,…(ટેક)

વિત્યું બચપન એનું માખણ ચોરી,

એણે રાખી પ્રેમજળમાં ગોપીયો સૌ ગોરી,

હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૧)

મોરલીએ મીઠી મીઠા ગીત વગાડી,

કરી એણે હૈયા ની ચોરી, અતી હેત રે આણી,

હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૨)

એની આંખોમાં પ્રીત રહી અતી ન્યારી,

દીલડાં ચોરે, મનડા ચોરે, પણ એ તો લાગે બહુ પ્યારી,

હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૩)

મુખડું એનું મનોહર, કે લોકો એના ગુણલા ગાવા રે લાગે,

ભક્તોના મનડા ચોરી, એ તો સૌને ગાંડા બનાવે,

હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૪)

ચંદ્ર કહે, જે કાંઈ મારા કાનને ભાવે રે ભજશે,

પાયે લાગતા, મારો વ્હાલા, પાપો એના રે હરશે,

ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૫)

કાવ્ય રચના

એપ્રિલ ૨૪, ૧૯૯૨

 આવી હાલત મારી

“પ્રભુ પ્રાર્થના પ્રસાદી” ની પુસ્તિકા આજે આવી,

મારા હૈયામાં એ તો અતી આનંદ લાવી,

અતી આનંદ લાવી !….(ટેક)

પુસ્તિકા ખોલતાં ‘આમુખ’ પ્રથમ મેં વાંચ્યુ,

જે માસીભાઈ ‘કેશવે’ એક કાવ્ય સહીત લખ્યુ,

વાંચી, મારૂ હૈયું ગળગળુ થયુ,

કિંન્તુ, આવી હાલત થાય મારી, એ કંઈ સારૂ થયું ?

એ વિષે હું ના જાણુ કે હું ના કહી શકુ,

પ્રભુ પ્રાર્થના પ્રસાદી… (૧).

પુસ્તિકા મળે એ પહેલાં વેસ્માથી આવ્યો એક પત્ર,

જેના શબ્દો જગદીશે લખ્યા હતા,

‘કેશવ મામાએ’ ‘આમુખ’ સરસ લખ્યુ એવા એ શબ્દો હતા,

કિંન્તુ, આવી હાલત થાય મારી, એ કંઈ સારૂ થયું ?

એ વિષે હું ના જાણુ કે હું ના કહી શકુ,

પ્રભુ પ્રાર્થના પ્રસાદી…. (૨)

‘આમુખ’ તો મેં વાંચી લીધુ આજે,

એક ભાઈની કલમે લખ્યુ ઘણુ, મારાજ માટે,

એક પલભર માટે હૈયુ મારૂ ગર્વ ચાખે,

કિંન્તુ, આવી હાલત થાય મારી, એ કંઈ સારૂ થયું ?

એ વિષે હું ના જાણુ કે હું ના કહી શકુ,

પ્રભુ પ્રાર્થના પ્રસાદી…. (૩)

પુસ્તિકા મેં તો પુર્ણ વાંચી ખરી,

મારાજ કાવ્યો મારી નજરે આવ્યા ફરી,

હવે, ‘પ્રભુભક્તિ’ મેં મારા હૈયે ભરી,

આવી ચંદ્રહાલત જે થઈ, એ જ કંઈ સારૂ થયુ,

એટલુ જરૂર હું તો સૌને કહુ, સૌને કહુ !

પ્રભુ પ્રાર્થના પ્રસાદી…(૪)

કાવ્ય રચના

એપ્રિલ ૨૯, ૧૯૯૨

એક દિપક

એક દિપક પ્રગટાવવો છે; એક દિપક પ્રગટાવવો છે !

પ્રભુનામનો એક દિપક પ્રગટાવવો છે મારે ! …(ટેક)

દિપક પ્રકાશ મળશે મને, દિપક પ્રકાશ મળશે મને,

એક પ્રભુભક્તિનો પ્રકાશ મળશે મને,

એક દિપક પ્રગટાવવો… (૧)

એવો પ્રકાશ, જ્યારે મળશે મને, એવો પ્રકાશ, જ્યારે મળશે મને,

અંધકાર દુનિયાનો રહેશે નહી,

એક દિપક પ્રગટાવવો… (૨)

રહુ સંસારમાં હું તો ભલે,રહુ સંસારમાં હું તો ભલે,

મોહમાયા આ સંસારની મુજને પકડે નહી,

એક દિપક પ્રગટાવવો… (૩)

મારા હ્રદયમાં પ્રેમગંગા વહે, મારા હ્રદયમાં પ્રેમગંગા વહે,

જીવનમાં કર્તવ્યપાલન કરવા મુજને શક્તિ મળે,

એક દિપક પ્રગટાવવો… (૪)

મ્રુત્યુ પછી મારૂ શું રે થશે, મ્રુત્યુ પછી મારૂ શું રે થશે

એવા વિચારનો ડર હવે નથી,

એક દિપક પ્રગટાવવો…. (૫)

આ છે બ્રહ્મજ્ઞાન એવું જ્ઞાનીઓએ કહ્યું,

આ છે બ્રહ્મજ્ઞાન એવું જ્ઞાનીઓએ કહ્યું,

જે થકી જીવન મારૂ પુર્ણ પ્રકાશીત થયું,

એક દિપક પ્રગટાવવો… (૬)

આ સંસારમાં ચંદ્રન્ઉં જીવન વહે,

ભક્તીરસથી ચંદ્ર જને પાવન કરે !

કાવ્ય રચના

મે ૨૬, ૧૯૯૨

તું છે એક જ મારો

એ…જી…વ્હાલા, તું છે એક જ મારો,

તારા વિના આ જગ લાગે ખારો,

આ જગ લાગે ખારો ! …(ટેક)

સંસારી માયા, બંધનો બાંધે,

સગા સંબંધીઓ, પણ આશાઓ રાખે,

ચંચળમનડું મારૂ, ક્યાં ક્યાં ભાગે, ક્યાં ક્યાં ભાગે,

એ…જી…વ્હાલા અંત સમય જ્યારે આવે…

કોઈ નથી સંગાથે,

એ…જી…વ્હાલા તું છે… (૧)

વિતી ગઈ છે યુવાની મારી,

સમજ વિનાની છે સાધના મારી,

પ્રભુભક્તિ માટે, છે એક જરૂરત મારી (2)

એ…જી…વ્હાલા, ઘડપણ જ્યારે આવે,

કંઈક ભક્તિનું ભાથુ હોય સંગાથે,

એ….જી….વ્હાલા તું છે.. (૨)

મોંઘેરો માનવ જન્મ મુજને તે દીધો, ઓ રે હરી,

આવો અવસર ન આવે ફરી રે ફરી,

લેવું મારે પ્રભુ, ધ્યાન તારૂ, હૈયે પ્રેમભરી (2)

એ….જી…વ્હાલા,ચંદ્ર કહે એકજ વાત સહી,

હું તો શરણું સ્વીકાર તારૂ કહેતા હરિ રે હરિ,

એ….જી….વ્હાલા તું છે…. (૩)

કાવ્ય રચના

મે ૨૭, ૧૯૯૨

મારૂ કહ્યું માનો !

અરે, તમે શું રે કરો ? શું રે કરો ?

અભિમાનમાં કેમ તમે ફુલ્યા કરો ફુલ્યા કરો ? ….(ટેક)

ધન-દોલતને છોડો,

સગા-સંબધીઓ ને પણ છોડો,

અરે…ઓ, આ જગની માયામાંતમે ક્યારે પડો ?

મારૂ કહ્યું માની, તમે જરા પ્રભુથી તો ડરો !

અરે તમે શું….. (૧)

મારૂ મારૂ છોડો,

મોહમાયા ને પણ છોડો,

અરે….ઓ, આ જગમાં તમે કંઈક પુન્ય તો કરી લો,

મારૂ કહ્યું માની, તમે જરા પ્રભુજીને તો પકડો,

અરે તમે શું… (૨).

ગુરૂ સેવા જરૂર કરજો,

સંત સેવા પણ કરજો,

અરે…ઓ, આ જગમાં રહી, તમે હરિને કંઈક ભજો,

મારૂ કહ્યું માની, તમે જરા પ્રભુજીને તો પકડો,

અરે તમે શું…. (૩)

ચંદ્ર કહે, મારૂ કહ્યું માની, કંઈક જો કરશો તમે,

તો, અભિમાન તમારૂ ઓગળી જશે,

એટલું જાણી લેજો તમે.

કાવ્ય રચના

મે ૨૭, ૧૯૯૨

હરિ નામનો વેપાર

કરૂ હું તો હરિનામનો વેપાર, હરિનામનો વેપાર…(ટેક)

હરિનામની દુકાન મારી, એમાં ભર્યા હરિનામનો રે માલ,

હું તો કરુ રાત-દિવસ હરિનામનો વેપાર,

હરિનામની ચીજ રે વેચું, છે નામો એના હજાર,

કરુ હું તો… (૧)

કોઈ કહે રામ જ એને,

કોઈ કહે, ક્રુષ્ણ-કનૈયો જ એને,

ભલે નામો હોય હજાર, હરિ એકજ માર,

સૌ કોઈ જાણે એને,

કરું હું તો… (૨)

નથી દુકાને હીરા માણેક કે મોતી,

નથી દુકાને ઝવેરાત કે સોના-રૂપા ચાંદી,

ભલે, ચીજો હોય હજાર,મેં તો હરિનામની ચીજ રે વેચી

કરુ હું તો…. (૩)

ચંદ્ર કહે, તમે વેપાર કરતા કરતા, ભજી લ્યોને શ્રીહરિ,

જો જો આવો અવસર ચુકશો, એના આવે ફરી ફરી,

કરું હું તો…. (૪)

કાવ્ય રચના

મે ૨૭, ૧૯૯૨

ચેતીને ચાલો !

ચેતીને ચાલો સંસારમાં,

પલભરમાં તેડુ રે આવશે,

માનવી, પડ્યો તું શું વિચારમાં ?….(ટેક)

કાગળની નાવડી છે આ કાયા રે તારી,

પાપો થકી એ તો થઈ છે ભારી,

પલભરમાં ડુબશે આ કાયા તારી,

કેમ થાશે ભવપાર આ નૈયા તારી ?

ચેતીને ચાલો… (૧)

શીલ-સંતોષના તમે બખ્તર રે પહેરજો,

અને, કામ-ક્રોધ તમે છોડી રે દેજો,

પલભરમાં તરસે આ કાયા તારી,

ભવપાર કરવા માટે, આ રહી એક ચાવી,

ચેતીને ચાલો…. (૨)

ચંદ્ર કહે, હરિનામમના હલેસા મારી તું નૈયા હંકારજે,

પલભરમાં પ્રભુજી મારા, તને ભવપાર રે ઉતારશે

કાવ્ય રચના

મે ૨૮, ૧૯૯૨

જપો જલારામ

જપો જલારામ, જપો જલારામ,

અરે, તમે જપો જલારામ, જપો જલારામ,

એ નામ સિવાય, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

તમો વહેલી સવારે જપજો એને,

તમો રાત્રીએ પણ ના ભુલશો એને,

અરે, તમો હરદિન જપો જલારામ, જપો જલારામ

એ નામ સિવાય મારે બીજું કાંઈ ના કામ,

અરે ભાઈ, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

જપો જલારામ… (૧)

તમો મુખેથી ભજશો એને,

તમો હૈયે પણ રાખજો એને,

અરે, તન-મનથી જપો જલારામ, જપો જલારામ,

અરે ભાઈ, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

જપો જલારામ… (૨)

તમો કહેજો બાપા એને,

તમે કહેજો જલીયો એને,

અરે, તમો ભાવથી જપો જલારામ, જપો જલારામ

અરે ભાઈ, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

જપો જલારામ…  (૩)

ચંદ્ર કહે, જેના અંતરમા જલારામ વસે,

પરચો બતાવી, જલો મારો સંકટ એના દુર કરે !

જપો જલારામ… (૪)

કાવ્ય રચના

જુન ૬, ૧૯૯૨

જય બજરંગબલીની આરતી

જય બજરંગબલી, જય બજરંગબલી,

ઓ ભક્તજનોના દેવા,

પ્રેમભરી આ આરતી હમારી-(2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

જય બજરંગબલી….. (૧)

પવનપુત્ર આપ કહેવાય,

રામના આપ રખવાયા,

દયા કરો, ઓ હનુમંત દેવા,

પ્રેમભરી આ આરતી હમારી- (2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

જય બજરંગબલી…. (૨)

આપ જ સીતામૈયાના રૂદન હરનારા,

આપ જ યુધ્ધમેં લક્ષ્મણજી ને પ્રાણ દેનારા,

દયા કરો, ઓ હનુમંત દેવા,

પ્રેમભરી આ આરતી હમારી- (2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

જય બજરંગબલી…. (૩)

રામ વસે તુજ હૈયે મે,

તું તો રહે મુજ હૈયે મે,

ક્રુપા કરો, ઓ હનુમંત દેવા,

પ્રેમભરી આ આરતી હમારી- (2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

જય બજરંગબલી…. (૪)

પ્રેમથી ચંદ્ર વિનવે તમોને, ઓ હનુમંત દેવા,

ક્રુપા કરી, સ્વીકારી લેજો આ આરતી હમારી,

ઓ હનુમંતદેવા.

જય બજરંગબલી…. (૫)

કાવ્ય રચના

જુન ૬, ૧૯૯૨

નસીબે લખ્યુ એવુ ?

નસીબે લખ્યુ એવું કે મારે રમા ઘરે રાત રહેવું…(ટેક)

નીતા ની પાર્ટી દિનેશબાઈને ઘરે મુજને લાવે,

પાર્ટી બાદ ઘરે પાછા જવા આશાઓ મુજ હૈયે આવે,

કિંન્તુ નથી જાણતો વિધાતાએ કાલ માટે શું રે લખ્યુ ?

નસીબે લખ્યુ… (૧)

નિર્ણય કર્યો કે રમાઘરે રાત્રી ને જાઉં

મુજ ઘરે વહેલી સવારે,

ખબર ન હતી કે ધરતીકંપ જગાડશે,

મુજને વહેલી સવારે,

શું વિધાતાએ મારા જીવનમાં લખ્યુ હશે એવું ?

નસીબે લખ્યુ… (૨)

કરતા સવારે નાસતો, મીઠી પ્રભુધૂન મે તો સાંભળી,

હૈયુ પાવન કરવા, જાણે તક મુજને મળી,

સમજાતું નથી, પ્રભુએ કે વિધાતાએ આવું લખ્યુ,

નસીબે લખ્યુ…. (૩)

“નસીબમાં જે હશે તે થશે” એવા સુત્રે આશાઓ

મત બાંધ ઓ માનવી,

ચંદ્ર કહે, લઈ પ્રભુનામ, જીવન સફર કરીલે,

ઓ માનવી,

નસીબે લખ્યુ…. (૪)

કાવ્ય રચના

જુન ૨૮, ૧૯૯૨

 કર હરિનામનો વેપાર

કર હરિનામનો વેપાર, ખોટો છે આ જગ વેપાર

કર હરિનામનો વેપાર, કર હરિનામનો વેપાર….(ટેક)

વસ્તુ ખરીદી માટે, પૈસા જગ તો માંગે,

પ્રભુનામ કાજે દામ કાંઈનના લાગે,

માટે, ઓ, રે મનવા, કર તું હરિનામનો વેપાર,

કર હરિનામનો વેપાર…. (૧)

જગમાં ચીજો વેચી રહે ઓછુ તુજ સંગે,

પ્રભુનામ વેપારે, ના કંઈ ઓછુ ને રહે ઘણું તુજ સંગે,

માટે, ઓ, રે મનવા, કર તું હરિનામનો વેપાર,

કર હરિનામનો વેપાર…. (૨)

જગમાં વેપાર કરતા, તું કરશે પાપો અનેક,

હરિનામના વેપાર, તું કરશે પુન્યો અનેક,

માટે, ઓ, રે મનવા, કર તું હરિનામનો વેપાર,

કર હરિનામનો વેપાર…. (૩)

ચંદ્ર કહે, કરી હરિનામ નો વેપાર,

તરી જાને ભવપાર તું મનવા !

કર હરિનામનો વેપાર…. (૪)

કાવ્ય રચના: જુલાઈ ૩, ૧૯૯૨

                  

વ્રુંદાવનમા મોરલીઓ નાચે

વ્રુંદાવનમાં મોરલીઓ નાચે રે, નાચે રે….(ટેક)

બંસી મધુરી કાનો વગાડે,

બંસી સુરે એતો વનડું જગાડે,

અરે…બંસી સુરે ઢેલ ઘેલી બને, ઘેલી બને,

એ ઢેલ દેખી,

મોરલીયા નાચે રે નાચે,

વ્રુંદાવનમાં મોરલીઓ…. (૧)

રાસ રમવા કાનો આવે,

ગોપીઓ સંગે એતો રાસ રમે,

અરે…રાસ દેખી ઢેલ ઘેલી બને, ઘેલી બને,

એ ઢેલ દેખી,

મોરલીયા નાચે રે નાચે,

વ્રુંદાવનમાં મોરલીઓ…. (૨)

વ્રુંદાવનમાં કાનાને રાધા મળે,

વ્રુંદાવનમાં મોરલીને ઢેલ મળે,

એ દ્ર્શ્ય દેખી, ચંદ્ર ઘેલો બને, ઘેલો બને,

વ્રુંદાવનમાં મોરલીઓ…. (૩)

કાવ્ય રચના

જુલાઈ ૫,૧૯૯૨

ગોવિંદ ગુણલા ગાવુ

ગોવિંદ ગુણલા ગાવું, ગોવિંદ ગુણલા ગાવુ,

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) ….(ટેક)

અરે, વ્હેલી સવારે,

સ્નાન કરીને ગોવિંદ ગુણલા ગાવું

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૧)

અરે…દિવસે,

કામ જ કરતા, ગોવિંદ ગુણલા ગાવું,

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) … (૨)

અરે… સાંજે,

સુતા પહેલાં, ગોવિંદ ગુણલા ગાવું

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૩)

અરે રાત્રીએ,

નિંદરમાં ગોવિંદ ગુણલા ગાવું

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૪)

રાત-દિવસ ચંદ્ર તો ગોવિંદ ગુણલા ગાસે,

ગોવિંદ ગુણલા ગાતા જીવન એનું પુરૂ થાશે,

ગોવિંદ ગુણલા ગાવું – (2)…. (૫)

કાવ્ય રચના

જુલાઈ ૫,૧૯૯૨

આંબા ડાળે કોયલ

આબા ડાળે કોયલ બેસી,

રટે રામનું નામ રટે રામનું નામ…(ટેક)

વહેલી સવારે એ કોયલડીનું ‘કુહુકુહુ’ છે અતી મીઠુ,

એના હર શબ્દોમાં ચાખ્યુ રામનામ રે મીઠુ,

એ…જી ભલે, કોયલડીના દેખાણી,

મેં તો સુણી એક રામજપનની વાણી,

આબાં ડાળે…. (૧)

સુર્યપ્રકાશે કોયલડી તો કાળી કાળી લાગે,

જાણે પ્રભુભક્તિમાં, એતો પ્યારી પ્યારી લાગે,

એ…જી ભલે, કોયલડી છે કાળી રંગે,

મેં તો જોયા રામજી એની સંગે,

આંબા ડાળે…..(૨)

રાત્રીએ ના દેખી શકુ એ કોયલડી પ્યારી પ્યારી,

મીઠા સુરોમાં ફરી રામનામ સંભળાવે,

એ કોયલડી પ્યારી પ્યારી,

એ…જી કોયલડી ના દેખાણી,

મેં તો રામધૂન મુજ હૈયે રે આણી,

આંબા ડાલે…. (૩)

હવે કોયલ સુરો તો ચંદ્ર કાને ગુંજી રહે,

ઔર, રામનામધૂન મેં જીવન એનુ વહે !

કાવ્ય રચના

જુલાઈ ૧૩, ૧૯૯૨

અપૂર્ણ આત્મા મારો

અપૂર્ણ આત્મા છે મારો કેવો,

સ્વીકારજે તું મુજને, જેવો હું છુ તેવો !

પ્રભુજી, આ છે પ્રાર્થના મારી, પ્રાર્થના મારી…(ટેક)

ગ્રહસ્થ જીવન જીવવુ છે મારે,

વળી, બ્રહ્મચારી પણ થાવુ છે મારે,

સાચો બ્રહ્મચારી તો દીલનો રહ્યો…

એવો બ્રહ્મચારી થાવું છે મારે,

અપૂર્ણ આત્મા… (૧)

સંસારમા રહેવુ છે મારે,

વળી, સંન્યાસી પણ થાવુ છે મારે,

સાચો સંન્યાસી તો દીલનો રહ્યો…

એવો સંન્યાસી થાવું છે મારે,

અપૂર્ણ  આત્મા… (૨)

કર્મ કંઈક કરવુ છે મારે,

વણી, યોગી પણ થાવુ છે મારે,

સાચો યોગી તો દીલનો રહ્યો…

એવો યોગી થાવું છે મારે,

અપૂર્ણ આત્મા…  (૩)

માનવસેવા કરવી છે મારે,

વણી, પ્રભુભક્ત પણ થાવુ છે મારે,

સાચો પ્રભુભક્ત તો દીલનો રહ્યો…

એવો પ્રભુભક્ત થાવુ છે મારે,

અપૂર્ણ આત્મા…  (૪)

બે કર જોડી, ચંદ્ર હવે વિનંતી કરે તમોને,

દીલડું ખોલી, સ્વીકારજે પ્રાર્થના પ્રભુજી,

બીજુ શું કહુ તમોને ?

કાવ્ય રચના

જુલાઇ ૧૮,૧૯૯૨

પ્રભુ ભજન કર !

પ્રભુભજન કર, પ્રભુભજન કર,

મોહમાયા છોડી દઈને, તું ભજન કર,

તું ભજન કર ઓ ઓ માનવી…(ટેક)

મોટા મોટા મહેલો દેખી,

નાનીસી  ઝુપડીને, તું ભુલીશ ના, તું ભુલીશ ના,

અરે, તું ભજન કર ! તું ભજન કર !

પ્રભુજી ભજન કર…. (૧)

હીરા માણેક મોતી છોડી,

ધરતી માતાને, તું ભુલીશ ના, તું ભુલીશ ના

અરે, તું ભજન કર ! તું ભજન કર !

પ્રભુજી ભજન કર….(૨)

સંસારી સગપણ નો પ્રેમજ આખી,

પ્રભુજી ને તું ભુલીશના, તું ભુલીશ ના,

અરે, તું ભજન કર ! તું ભજન કર !

પ્રભુજી ભજન કર….(૩)

જલા ગુરૂ પ્રતાપે ચંદ્ર કહે, સાંભળજે તું મુજ વાણી,

પ્રભુ ભજન વગર આ જીવન છે ધૂરધાળી,

અરે, તું ભજન કર ! તું ભજન કર !

પ્રભુજી ભજન કર…. (૪)

કાવ્ય રચના

જુલાઇ ૧૮,૧૯૯૨

       

            જપ, જપ, જપો રામનું નામ

જપ, જપ, જપો રામનુ નામ,

રામનામ લેકર, કર તું ભવસાગર રે પાર,

જપો રામનું નામ જપો રામનું નામ…(ટેક)

તેં કાશી દેખી, મથુરા દેખી,

જોયા તિરથો અનેક,

તિર્થયાત્રા કી છે એક આશા તારી,

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

જપ, જપ જપો… (૧)

તું ઉંચે ઉંચે મંદિર દેખે,

દેખી મુર્તિયો અનેક,

પ્રભુભજનકી છે એક આશા તારી,

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

જપ, જપ જપો… (૨)

તું સાધુ દેખે, સંતો દેખે,

દેખે ભક્તજનો અનેક,

સબસે પ્રેમ સગાઈકી છે એક આશા તારી,

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

જપ, જપ જપો… (૩)

સમજ ન પાયે તું પાપ કરે કે પુન્ય કરે,

તું કરે છે કર્મો અનેક,

કર્તવ્ય-પાલન કી છે એક આશા તારી

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

જપ, જપ જપો… (૪)

ચંદ્ર તો રામજપ કર્મ મેં ખોયો ખોયો,

પ્રભુ, તેરે દર્શન કે લીએ અતી રોયો

કાવ્ય રચના

જુલાઇ ૧૯,૧૯૯૨

                         પ્રભુજી મુજને ના સતાવો

પ્રભુજી મુજને ના સતાવો,

હવે, તો સહારે તમે આવો,

પ્રભુજી, નારે સતાવો, નારે સતાવો…(ટેક)

મારા અંગે વસ્ત્રો છે અતી મેલા,

ભરી સભામાં દ્રૌપદીને વસ્ત્રો આપી સહાય કરી તમે કેવી !

પ્રભુજી આજ આવીને વસ્ત્ર મુજને પહેરાવો !

પ્રભુજી મુજને ના સતાવો…. (૧)

મેં તો મીઠાઈ મેવા રે ખાધા,

વિદુરજી ની ભાજી ખાઈ ક્રુપા કરી તમે કેવી !

પ્રભુજી, આજ આવીને ભોજન કરાવો !

પ્રભુજી મુજને ના સતાવો…. (૨)

મેં તો દવા પરેજી ઘણી કીધી,

ઝેર પીતી મીરાબાઈને ઉગારી તમે કેવી !

પ્રભુજી, આજ આવીને અમ્રુત મુજને પીવડાવો !

પ્રભુજી મુજને ના સતાવો… (૩)

મેં તો માનવ રૂપે ભોલો અનેક કીધી,

યુધ્ધમાં અર્જુનજીને જ્ઞાનભરી ગીતા દેધી તમે કેવી !

પ્રભુજી, આજ આવીને જ્ઞાન એવું મુજને આપો !

પ્રભુજી મુજને ના સતાવો…. (૪)

ચંદ્ર તો નર રૂપે છે દાસ તમારો,

પ્રભુજી, નારાયણ રૂપે તમે એને ઉગારો.

કાવ્ય રચના

જુલાઇ ૧૯,૧૯૯૨

રામમાં વિષ્ણુ દર્શન

પ્રભુજી એ દર્શન દીધા, પ્રભુજી એ દર્શન દીધા,

અરે ભાઈ, પ્રભુજી એ મુજને દર્શન દીધા…(ટેક)

મુજ હૈયામાં હતી એક છબી તમારી,

મેં તો એક મનોહર મુખડુ રે જોયુ,

અરે એક આશા પુરી થઈ મારી,

પ્રભુજી એ દર્શન…. (૧)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો માથે મુગટ સોહામણો રે જોયો,

અરે એક આશા પુરી થઈ મારી,

પ્રભુજી એ દર્શન…. (૨)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો હાથમાં ધનુષ રૂપાળુ રે જોયુ,

અરે એક આશા પુરી થઈ મારી,

પ્રભુજી એ દર્શન…. (૩)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો કાને કુંડળ સોનેરી જોયા,

અરે એક આશા પુરી થઈ મારી,

પ્રભુજી એ દર્શન…. (૪)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો ગળે પુષ્પમાળા રે જોઈ,

અરે એક આશા પુરી થઈ મારી,

પ્રભુજી એ દર્શન… (૫).

ચંદ્ર તો નિત્ય આવુ દર્શન કરતો રહે,

અને, વિષ્ણુસ્વરૂપે પ્રભુજી નિહાળી વંદન કરતો રહે.

કાવ્ય રચના

જુલાઇ ૧૯,૧૯૯૨

ઓ રે, પ્રભુજી, તમને શું રે કહુ ?

ઓ રે, પ્રભુજી, ઓ રે પ્રભુજી, તમને શું રે કહુ ?

હું તો એક વિનંતી કરૂ, હું તો એક વિનંતી કરૂ (ટેક)

પ્રભુજી, ગર્વ અભિમાન હમારા હરો

દયા-પ્રેમ હમ હૈયે ભરો,

આવી એક વિનંતી છે મારી,

ઓ દીન દયાળુ, માંગુ છુ એક ક્રુપા તમારી,

ઓ રે પ્રભુજી… (૧)

પ્રભુજી, સ્વાર્થ-લાલચ હમારી હરો,

ભક્તિ ભાવ હમ હૈયે ભરો,

આવી એક વિનંતી છે મારી,

ઓ દીન દયાળુ, માંગુ છુ એક ક્રુપા તમારી,

ઓ રે પ્રભુજી… (૨)

પ્રભુજી, આ સંસારમાં મોહ-માયા હરો,

એક છબી તમારી હમ હૈયે ભરો,

આવી એક વિનંતી છે મારી,

ઓ દીન દયાળુ, માંગુ છુ એક ક્રુપા તમારી,

ઓ રે પ્રભુજી… (૩)

પ્રભુજી, માંગ્યુ તેવુ તે હમ હૈયે ભર્યુ,

હવે ” હું પણ” હમારૂ નથી રહ્યુ,

આવા નવલા પ્રકાશે ચંદ્ર-જીવન વહે,

પ્રભુજી સંગે રહી એ બીજુ કોઈ ના કહે.

કાવ્ય રચના

જુલાઇ ૨૧ ,૧૯૯૨

                 

             ભુલો ઘણી છે મારી

ભુલો ઘણી છે મારી,

પ્રભુજી, આ જીવનમાં ભુલો ઘણી છે મારી…(ટેક)

કંઈક ખોટુ મેં જોયુ,

એ ખોટુ જોવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

ભુલો ઘણી છે… (૧)

કંઈક ખોટુ મેં સાંભળ્યુ,

એ ખોટુ સાંભળવાની ભુલ છે મારી

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

ભુલો ઘણી છે… (૨)

કંઈક ખોટુ મેં ખાધુ-પીધુ,

એ ખોટુ ખાવા-પીવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

ભુલો ઘણી છે… (૩)

કંઈક ખોટુ મેં કામ કર્યુ,

એ ખોટુ કામ કર્યાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

ભુલો ઘણી છે… (૪)

કંઈક ખોટુ મેં પક્ડ્યુ,

એ ખોટુ પકડવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

ભુલો ઘણી છે… (૫)

કંઈક ખોટુ મેં સ્વપને લાવ્યુ,

એ ખોટુ સ્વપને લાવવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

ભુલો ઘણી છે…  (૬)

ચંદ્ર કહે, જલાગુરૂ પ્રતાપે, સાંભળજો મેરે ભાઈ,

હરિ ગોદ અપનાવી મેં તો જીવન નૈયા ચલાવી !

કાવ્ય રચના

જુલાઇ ૨૩, ૧૯૯૨

પ્રભુજી, એક જ તું છે સહારો

પ્રભુજી, એક જ તું છે સહારો,

કોઈ નથી રે સાથી જગમાં મારો…(ટેક)

પિતાજી મુજને છોડે,બધુ મુજ પર છોડે,

જ્યારે મમતાની છાયામાં હું છુપાયો,

તો, મમતા છોડે છે મુજને,

હવે, મમતા વિના હું ખોવાયો, પ્રભુજી એકજ… (૧)

સંસારી થાતા મુજને પત્ની મળી,

પ્રાણથી વ્હાલી એને મેં તો કરી,

જીવન મારૂ પુર્ણ મારી પત્ની કરે,

જ્યારે પત્નીની છાયામાં હું છુપાયો,

તો, સમજાયુ કે પત્ની પૂર્ણતાથી ના જાણે મુજને,

હવે, પત્ની સાથ વિના હું ખોવાયો,

પ્રભુજી એકજ… (૨)

પુત્રીઓ ચાર છે મારી,

સૌ હૈયે છે ઘણી વ્હાલી,

જીવન મારૂ એ સૌમાં વહે,

જ્યારે સંતાનોની પૂંજીમાં હું છુપાયો…

તો, સંતાનોના અભિપ્રાય શુ રે હશે,

એ ના સમજાયો મુજને

હવે ફરી આ જીવનમાં હું ખોવાયો,

પ્રભુજી એકજ… (૩)

ચંદ્ર તો એક માનવ સ્વરૂપે જગમાં રહે,

પ્રભુ ભક્તિમાં એનુ જીવન વહે,

જ્યારે પ્રભુછાયામાં એ છુપાયો…

તો મળ્યો સહારો એને મોહન ગીરધારીનો,

હવે જગમાં ચંદ્ર નથી ખોવાયો, નથી ખોવાયો

પ્રભુજી એકજ… (૪)

કાવ્ય રચના

સપ્ટેમ્બર ૪, ૧૯૯૨

                 આ જીંદગી નથી તારી

આ જીંદગી નથી તારી, નથી તારી,

“મારૂ મારૂ” કહી જીદ કરે છે શાની, કરે છે શાની ?

ના આવે કોઈ સાથમાં…

જાણી આવુ, ના રહેજે તું ગુમાનમાં…(ટેક)

અરે, ઓ દેહ રૂપ કેરૂ અભિમાન શાને કરે ?

પલભરમાં પ્રાણ તારો રે જાશે,

કાયા તારી અહીં રે રહી જાશે,

એ ના આવે સાથમાં, ના રહેજે તું ગુમાનમાં…

આ જીંદગી નથી….(૧)

અરે, ઓ…ધન દોલતનો લોભ શાને કરે ?

ઉંચા ઉંચા મહેલો તુટી રે જાશે,

પૈસો-ઝવેરાત તારૂ અહી રે રહી જાશે,

એ ના આવે સાથમાં, ના રહેજે તું ગુમાનમાં…

આ જીંદગી નથી…. (૨)

અરે, ઓ… સંસારનો મોહ શાને કરે ?

સગા સ્નેહીઓ જેને તું રે કહે,

સૌ તો અહીં રે રહી જાશે,

એઓ ના આવે સાથમાં, ના રહેજે તું ગુમાનમાં…

આ જીંદગી નથી… (૩)

અરે, ઓ…ચંદ્ર કહે પ્રભુ ભક્તિ શાને ભુલે ?

ભક્તિ કરતાં કંઈક પુન્ય જો થાશે,

એજ આવશે સાથમાં,

બસ, એટલુ રાખજે તું ધ્યાનમાં

આ જીંદગી નથી…. (૪)

કાવ્ય રચના

સપ્ટેમ્બર ૭, ૧૯૯૨

મારા હ્રદયની વાત

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?

મનડું ગુંચવાય છે,

હૈયુ મુંજાય છે,

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૧)

કોઈને કહીશ તો કહેશે સ્વાર્થ છે મારો

મનડુ હવે મુજાય છે,

હૈયુ હવે ગભરાય છે

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૨)

વાત મારા હ્રદયમાં રાખી મુકીશ તો,

કાંઈ અર્થ નથી, કાંઈ અર્થ નથી,

મનડુ હવે ખીજાય છે,

હૈયુ હવે રીસાય છે,

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૩)

મારા હ્રદયની વાત પ્રભુને કહુ એવો વિચાર આવે,

મનડુ હવે મલકાય છે,

હૈયુ હવે હરખાય છે,

ચંદ્ર કહે, હ્રદયની વાત પ્રભુને કરતા,

જીવનનો ભાર દુર થાય છે,દુર થાય છે

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૪)

કાવ્ય રચના

નવેમ્બર ૨,૧૯૯૨

ક્યાં છે પ્રભુ તું ?

ક્યાં છે, ક્યાં છે ? ક્યાં છે, પ્રભુ તું ?

શોધી રહ્યો, શોધી રહ્યો પ્રભુજી તને હું…(ટેક)

કોઈ કહે સ્વર્ગમાં તું તો રહે,

કોઈ કહે ત્રિલોકમાં તું તો રહે,

સ્વર્ગ કે ત્રિલોકની ખબર નથી મુજને,

છતાં, તારી જ જરૂરત છે મુજને,

ક્યાં છે, ક્યાં છે ?… (૧)

કોઈ કહે આકાશમાં તું તો રહે,

કોઈ કહે પ્રુથ્વી પર તું તો રહે,

આકાશ ને પ્રુથ્વીનું ભલે હું જાણુ,

છતાં, શોધવુ તને એટલુ જ હું જાણુ,

ક્યાં છે, ક્યાં છે ?…. (૨)

કોઈ કહે તીર્થધામે તું તો રહે,

કોઈ કહે મંદિરે તું તો રહે,

તિર્થધામો અને મંદિરો મેં જોયા અનેક,

છતાં, હજુ પણ શોધી રહ્યો તને એક,

ક્યાં છે, ક્યાં છે ?… (૩)

કોઈ કહે સર્વ જીવોમાં તું તો રહે,

કોઈ કહે આત્મા રૂપે દેહમાં તું તો રહે,

આવી જ્ઞાન જ્યોત દ્વારા ચંદ્રની આંખો ખુલે,

હવે તો, મારા જ આત્મામાં તું તો મુજને મળે !

ક્યાં છે, ક્યાં છે ?… (૪)

કાવ્ય રચના

નવેમ્બર ૪, ૧૯૯૨

આ છે જીવનનૈયા મારી

આ છે જીવનનૈયા મારી,

એતો રામનામ સહારે રે ચાલી….(ટેક)

મુજ જીવનમાં મુજવણો ઘણી આવે,

હૈયે દુ:ખ ઘણું એ તો લાવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

આ છે જીવન… (૧)

મુજ જીવનમાં સુખ-સગવડો ઘણી આવે,

હૈયે આનંદ ઘણો એ તો લાવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

આ છે જીવન… (૨)

મુજ જીવનમાં સગા-સંબધીઓ આવે,

હૈયે કર્તવ્ય-પાલનની ફરજો એ તો લાવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

આ છે જીવન… (૩)

મુજ જીવનમાં વર્તમાન કાળે કર્મ કરવાની તકો ઘણી આવે

હૈયે ભવિષ્યનો ડર એ તો લાવે,

એવા સમયે મારા મુખદે પ્રભુનામ રે આવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

આ છે જીવન… (૪)

ચંદ્ર કહે, મોતનો ડર હવે નથી મુજને રહ્યો,

પ્રભુનામ થકી ભવસાગર મેં તો પાર કર્યો.

આ છે જીવન… (૫)

કાવ્ય રચના

નવેમ્બર ૧ ૪, ૧૯૯૨

એક કમળ

પ્રભાતિયું થયુ,

સુર્ય કિરણે એક કમળ ખીલ્યુ.

કમળ સરોવરમાં હતુ,

સુર્ય કિરણે એ હસતું હતુ.

લીલા બે પાન વચ્ચે કમળ હતુ,

સુર્ય કિરણે એ ગુલાબી હતુ.

સરોવરમાં કમળ મહેકી રહ્યું,

સુર્ય કિરણે કમળ શોભી રહ્યુ.

ઉડી ગુંજી, એક ભમરો કમળ પર બેઠો,

સુર્ય કિરણે એ વ્હાલથી ચુંબન કરતો રહ્યો,

ભમરો તો કમળ અમીરસ પીતો રહ્યો,

સુર્ય કિરણે કમળ પ્રેમથી ભમરો ખુશી હતો,

ધીરે ધીરે સમય તો વહી ગયો,

સુર્ય કિરણો, છતાં સાંજનો સમય થઈ ગયો.

હવે રાત્રી છતાં, કમળને નીંદ કેવી !

સુર્ય કિરણો ન હતા, છતાં હતી કમળ- જાગ્રુતી કેવી

બીજા માટે કમળે બધુ જ અર્પણ કરી દીધુ

કમળ જેવા થાજો, તમે મળશે હરિ,

એટલુ ચંદ્રે કહી દીધુ !

કાવ્ય રચના

નવેમ્બર ૧ ૪, ૧૯૯૨

પ્રભુ, તારા અને મારામાં ફરક રહ્યો

પ્રભુ, તારા અને મારામાં ફરક છે,

ફરક છે છતાં, પ્રભુ,તારા જેવું થાવુ છે મારે,

આટલુજ સૌને કહેવુ છે મારે……. (ટેક)

પ્રભુ, તું છે હીરલો, અને હું પથ્થર રહ્યો,

એકજ તત્વનાં બન્યા, છતાં, તારા અને મારામાં

ફરક રહ્યો,

હીરલો થાવુ છે મારે,

બસ, આટલુજ સૌને કહેવું છે મારે

પ્રભુ તારા…. (૧)

પ્રભુ, તું છે પ્રકાશ, અને હું અંધકાર રહ્યો,

એકજ ઘટના, છતાં, તારા અને મારામાં ફરક રહ્યો,

પ્રકાશ થાવું છે મારે,

બસ, આટલુજ સૌને કહેવું છે મારે

પ્રભુ તારા…. (૨)

એક આત્મા રૂપે તું તો મુજમાં છુપાયો,

તારા અને મારામાં હવે ના કાંઈ ફરક રહ્યો,

પરમાત્મા સ્વરૂપે તું તો મુજને મળ્યો,

બસ, આટલુજ સૌને કહી, ચંદ્ર તો હરિ ચરણે પડ્યો,

પ્રભુ તારા…. (૩)

કાવ્ય રચના

નવેમ્બર  ૧૯,૧૯૯૨

મારા દીલમાં શું છે ?

મારા દીલમાં શું છે, કોઈ જાણે ખરૂ ?

દીલડામાં રહી જશે, તો હું શું રે કરૂ ?….(ટેક)

કંઈક કહેવા પ્રયત્નો કર્યા,

તો, લોકોએ મુજને પાગલ કર્યો,

મારા દીલમાં… (૧)

મૌન જ્યારે હું રહ્યો,

તો, અભિમાની મુજને ગણ્યો,

મારા દીલમાં… (૨)

બુમો પાડી હઠીલો બન્યો,

તો, માર મુજને પડ્યો,

મારા દીલમાં…(૩)

દીલડું ગુંગળાય ગયુ,

તો, કાવ્ય લખી દીલડું હલકુ કર્યુ,

મારા દીલમાં.. (૪)

.

દીલડે હવે ના કંઈ રહ્યુ,

હવે તો, સૌએ ચંદ્રદીલડુ જાણી લીધુ,

મારા દીલમાં… (૫)

દીલનો ભાર હલકો થયો,

તો..જીવન અંધકાર પણ દુર થયો,

મારા દીલમાં… (૬)

દીલમાં જે રહ્યુ તે બધુ પ્રભુ જાણે,

હવે તો ચિંતા નથી, કોઈ જાણે કે ન જાણે,

મારા દીલમાં… (૭)

કાવ્ય રચના

નવેમ્બર  ૧૯,૧૯૯૨

            જીંદગીની સફર

શી ખબર છે, કાલે શું થાશે,

જીંદગીની સફર છે,

શી ખબર છે, ક્યારે એનો અંત આવશે?…(ટેક)

મંઝીલ ઘણી દુર છે,

હજી તો, સફરની શરૂઆત થઈ,

અને, ફક્ત થોડા દિવસોની જીંદગી વહી ગઈ,

શી ખબર છે… (૧)

ચિંતાઓ ઘણી મસ્તકે રહી,

જે થકી, સફરનો રસ્તો મળતો નથી,

અને, જીવનમાં સફળતા મળતી નથી,

શી ખબર છે…(૨)

હિંમતનો સહારો જો લઈ લીધો,

હવે, કિનારો જરૂર મળશે,

અને હૈયે વિજયનો આનંદ થશે,

શી ખબર છે…(૩)

જીંદગી જીવવાની આવી જો મળી ગઈ,

ચંદ્રે વિજય આનંદ પ્રભુને અર્પણ કરી દીધો,

કાલની ચિંતા એને નથી, ભાર જો પ્રભુએ લીધો,

શી ખબર છે… (૪)

કાવ્ય રચના

નવેમ્બર ૨૦,૧૯૯૨

કમુ-શક્તિ

આ સંસારી જીવનમાં જીવનસાથી છે પત્નિ મારી,

આ જીવન સફરમાં એ તો છે શક્તિ મારી,

કાવ્ય લખવામાં પ્રભુ પ્રેરણા જરૂર મળી મુજને,

કિંતુ, એ પ્રેરણા દિપક જલતો રાખવા, પત્નિ કમુ નામે

શક્તિ મળી મુજને,

એક એક કાવ્ય લખાણે, જે ચંદ્ર-શક્તિ વહી,

એમાં જરૂર કમુ-શક્તિ હતી, જો આજે આ પુસ્તિકા બની

ડૉ. ચંદ્રવદન

કાવ્ય રચના

ઓક્ટોબર ૧૧, ૨૦૦૦

સંપુર્ણ

                   

  

આજ અને કાલ

અરે, ઓ માનવી, આજ અને કાલનુ અંતર તું જાણ,

કાલનો ભરોસો નથી, છતાં આજ તું કંઈ કરતો નથી…(ટેક)

આજ ઓ માનવી, જીવન તું અભિમાનમાં જીવી રહે,

કાલે મ્રુત્યુ કોનુ એનુ તું કાંઈ કહી ના શકે,

તો, જીવનમાં અભિમાન શાને કરે, શાને કરે ?

અરે ઓ માનવી… (૧)

આજે ઓ માનવી સુખ વૈભવ છે તારો,

કાલે રાજાને પણ રંક થવાનો છે વારો,

તો, જીંદગીમાં કંઈક મેળ્વ્યાનું અભિમાન શાને કરે ?

અરે ઓ માનવી… (૨)

આજે ઓ માનવી, અતી સુંદર કાયા તુજને મળી,

કાલે રોગથી એ તો પીડાશે એની ખબર ખરી ?

તો, જીંદગીમાં સુંદરતાનું અભિમાન શાને કરે ?(2)

અરે ઓ માનવી… (૩)

ચંદ્ર કહે, તારી અભિમાન ભરી અજ્ઞાનતા છોડી,

માનવી, તું જરા સત્યને જાણ,

આજે જે થયુ એતો બધુ પ્રભુએ કર્યું, એવું તું જાણ,

કાલ જે થશે એમાં રહી પ્રભુક્રુપા ઘણી, એવું તું જાણ.

કાવ્ય રચના

મે ૩૧ ,૧૯૯૧

સંસારના સાત પગથિયા

પહેલુ પગથિયું આ સંસારે બાળરૂપે

મમતાનો પ્રેમ પીતા પીતા મોટો હું તો થાઉં..

બીજું પગથિયું આ સંસારર યુવાન રૂપે,

શાળામાં જ્ઞાન લેતાં લેતાં મોટો હું તો થાઉં..

ત્રીજું પગથિયું આ સંસારે પુરૂષરૂપે,

ધંધો કંઈક કરતાં કરતાં મોટો હું તો થાઉ…

ચોથું પગથિયું આ સંસારે સંસારીરૂપે,

પત્નિને પ્યાર દેતા દેતા મોતો હું તો થાઉ…

પાંચમુ પગથિયું આ સંસારે પિતારૂપે,

સંતાનોને છાયા દેતા દેતા મોટો હું તો થાઉ…

છઠ્ઠુ પગથિયુ આ સંસારે વ્રુધ્ધાવસ્થારૂપે,

માનવતા ને જાણતાં જાણતાં મોતો હું તો થાઉ…

અરે ઓ માનવી….

આમ જીવન તારૂ વહી ગયું,

છતાં એ તને કાંઈ ભાન ના થયું,

જાગરે ઓ માનવી અબ ઘડી,

નહિતર પ્રભુભજન

તક વહી રે ગઈ,

આથી જ પ્રેમથી ચંદ્ર કહે :

સંસારના હર પગથીયે લેજે હરિનામ,

ભાવથી પ્રભુને ભજશે તો થાશે તારૂ કામ,

પહેલે પગથીયે મમતા તારી હરિ ગુણ ગાશે,

નાનેરા બાળ હૈયે તો એ બધું જાશે,

બીજે પગથીયે હરિબીજ ઉગશે જ્યારે,

પ્રભુજ્ઞાન થાશે તને યુવાનીમાં ત્યારે,

ત્રીજા પગથીયે કરતા રે પેટે પૂજા

ભુલીશ ના કદી પ્રભુતણી પૂજા,

ચોથે પગથીયે ભલે કરે તું પત્નિ પ્રેમ,

છતાં ઝરતો રહે તું હૈયે પ્રભુ કેરો પ્રેમ,

પાંચમે પગથીયે બાળકોને પ્રેમ દેજે,

શિખવી તેમને જરૂર પ્રેમે પ્રભુનામ લેજે,

છઠ્ઠે પગથીયે બનીશ તું રે ખરો માનવ,

પ્રભુદર્શન કરતો રહેજે હૈયે સૌ માનવ,

સાતમે પગથીયે માયા સંસારની છોડી,

ભવસાગર પાર કરવા દેજે મને હરિભજને જોડી,

સાત પગથીયાં પ્રભુ ગુણલામાં જો જાશે,

નિશ્ચય તારો જીવડો તો વૈકુંઠે રે જાશે !

કાવ્ય રચના : મે ૨૯,૧૯૯૧

વ્હેલા પધારજો રે લોલ

એ…જી વ્હાલા મારા ગોકુળીયાના નંદ કિશોર રે,

શોધે છે તમોને નરનાર રે લોલ,

તમો વ્હેલા પધારજો રે લોલ (2)….(ટેક)

એ…જી માતા જશોદાજી તમોને બોલાવે જો,

શોધી રહ્યું તમોને ગોકુળીયું ગામ રે,

તમો વ્હેલા પધારજો રે લોલ (2)

એ…જી વ્હાલા…. (૧)

એ…જી નંદજી ગોકુળીયાની ગલી ગલીએ દોડે જો,

શોધી શોધી સૌ બને વ્યાકુળ રે લોલ,

તમો વ્હેલા પધારજો રે લોલ (2)

એ…જી વ્હાલા…. (૨)

એ…જી ગોપીઓ વ્રુંદાવનમાં દોડે જો,

શોધી શોધી ગોપીઓ તો થાકી રે લોલ,

તમો વ્હેલા પધારજો રે લોલ (2)

એ…જી વ્હાલા…. (૩)

એ…જી ગામવાસીઓ તો જમના તીરે હવે આવ્યા જો,

શોધી શોધી સૌની ધીરજ હવે ખુટી રે લોલ,

તમો વ્હેલા પધારજો રે લોલ (2)

એ…જી વ્હાલા…. (૪)

ચંદ્ર કહે, હવે તમો વ્હેલા પધારજો રે, ઓ મારા શ્યામ

દયા કરી દર્શન દેજો રે, ઓ મારા ઘનશ્યામ.

કાવ્ય રચના

જુન ૧,૧૯૯૧

                       હરિ, તને શુ રે આપુ ?

હરિ તને શું રે આપું ?

જે છે તે બધુ રે તારૂ,

નથી કાંઈ રે મારૂ,

હરિ તને શું રે આપું ?…(ટેક)

હરિ, હું તો એક પ્રેમજ આપું,

જેને કહી શકું કંઈકજ મારૂ,

છતાં, એ પણ ખરેખર છે તારૂ….

હરિ તને શું રે…. (૧)

હરિ, હું તો એક પુષ્પ રે આપું,

એમાં પ્રેમભર્યો એ જ કૈઈક મારૂ,

છતાં, એ પુષ્પ તો ખરેખર છે તારૂ…

હરિ તને શું રે… (૨)

હરિ, હું તો એક ભોજન થાળ રે આપું,

એમાં પ્રેમભર્યો એ જ કંઈક મારૂ,

છતાં, એ ભોજન તો ખરેખર છે તારૂ…

હરિ તને શું રે…(૩)

હરિ, હું તો દુ:ખીઆને કંઈક સહાય રે આપું,

એમાં પ્રેમભર્યો એ જ કંઈક મારૂ,

છતાં, એ કાર્ય તો ખરેખર છે તારૂ…

હરિ તને શું રે… (૪)

ચંદ્ર કહે, આ માનવ જન્મ છે મારો, એવું કંઈક રે જાણુ,

છતાં, હું તો એક ભક્ત છે તારો, એટલુ જ ખરેખર જાણુ.

કાવ્ય રચના: જુન ૧,૧૯૯૧

શોધું છુ ભગવાન

હું તો શોધુ છુ ભગવાન,

કોઈ મને કહેશે, ક્યાં છે રે ભગવાન ?

ક્યાં છે રે ભગવાન ? ….(ટેક)

વ્હેલી સવારે ઘર-મંદિરે હું તો બેસુ,

રંગબેરંગી પ્રભુ ચિત્રો હું દેખુ,

સુંદર પ્રભુમૂર્તિ પણ દેખુ,

મનડું મારૂ પ્રશ્ન કરે,

કોને એ પ્રભુજી કહે ?

હું તો શોધુ છુ…(૧)

તિર્થોની યાત્રાએ હું તો જાઉં,

મંદિરો તો છે મહેલો જેવા,

પ્રભુમૂર્તિ જોવા માનવો દોડે કેવા ?

મનડું મારૂ નથી સંતોષ ને ફરી પ્રશ્ન કરે,

કોને એ પ્રભુજી કહે ?

હું તો શોધુ છુ… (૨)

જગમાં ફરી ફરી ને થાકી હું તો બેસી જાઉં,

એવી ઘડીયે મુજ હૈયાના દ્વારો ખુલે,

મનડું મારૂ હર્ષથી બોલી ઉઠે,

ભગવાન તો છે અહીં, ભગવાન તો છે અહીં,

હું તો શોધુ છુ…(૩)

ચંદ્ર કહે, મનડુ મારૂ છે હવે અતી સંતોષી,

તમ હૈયે પ્રભુદર્શન કરી લ્યોને, થાશે તમોને પણ ખુશી ખુશી.

કાવ્ય રચના: જુન ૨ ,૧૯૯૧

ભક્તો ભજન કરે, ઓ હરિ તારા

ભક્તો ભજન કરે, ઓ હરિ તારા,

સૌ ભાવથી ભજન કરે, ઓ હરિ તારા,

હો…જી…હો…સૌ ભજન કરે તારા,

ઓ મારા વ્હાલા, ઓ મારા વ્હાલા….(ટેક)

મીરાંબાઈએ ભજન તારા કીધા,

ભજન કરતાં કરતાં, એણે ઝેર હળાહળ પીધાં,

હો..જી..હો.. ઝેર હળાહળ પીધાં ઓ મારા વ્હાલા,

ઓ મારા વ્હાલાં,

ભક્તો ભજન કરે… (૧)

નરસીંહ મહેતાએ ભજન તારાં કીધા,

ભજન કરતાં કરતાં એણે શેઠ પ્રભુજીને કરી દીધા,

હો..જી…હો શેઠ પ્રભુજીને કરી દીધા, ઓ મારા વ્હાલા,

ઓ મારા વ્હાલા

ભકતો ભજન કરે…. (૨)

કબીરજીએ ભજન તારાં કીધા,

ભજન કરતાં કરતાં, એણે પ્રાણ છોડી દીધા,

હો..જી…હો પ્રાણ છોડી દીધા, ઓ મારા વ્હાલા,

ઓ મારા વ્હાલા,

ભકતો ભજન કરે… (૩)

સુરદાસજીએ ભજન તારા કીધા,

ભજન કરતાં કરતાં એણે પ્રભુજીને અંતર નયને દીઠાં

હો…જી…હો પ્રભુજીને અંતર નયને દીઠા,ઓ મારા વ્હાલા,

ઓ મારા વ્હાલા,

ભકતો ભજન કરે…. (૪)

અરે… આ જગમાં ભક્તો તો ભજન કરતાં રહે,

એવી ભક્તિમાં ‘ચંદ્ર’ જીવનભર તરતો રહે,

હો…જી…હો ‘ચંદ્ર’ જીવનભર તરતો રહે,

ઓ મારા વ્હાલા, ઓ મારા વ્હાલા,

ભકતો ભજન કરે…(૫)

કાવ્ય રચનાઃજુન ૩, ૧૯૯૧

જમના તીરે કાનો રમે !

જમના તીરે ગોપ સંગે કાનો રમે,

એ તો રમતો રમતો મારૂ હૈયું હરે,મારૂ હૈયુ હરે….(ટેક)

રમતાં રમતાં દડો જમનામાં રે જાય,

દડાને કોણ હવે લેવા રે જાય,

જમના તીરે…. (૧)

દડો લેવા નથી કોઈ રે તૈયાર,

મુંઝવણ અતી સૌ બાળ હૈયે રે થાય,

જમના તીરે…. (૨)

દડો ફેંકનાર ને સૌ રે ખીજવાય,

અને, કાનો છાનો છાનો હસતો રે જાય,

જમના તીરે….(૩)

કાનાએ દડો લાવવા લીધી રે બાજી,

એ જાણી સૌ બાળ-ગોપો તો બની ગયા રે રાજી,

જમના તીરે…. (૪)

કાનો ના દેખાય ફરી અને સમય તો વહી રે જાય,

જશોદા મૈયાને શું કહીશુ, એવી ચિંતા ઘણી રે થાય,

જમના તીરે….(૫)

કાનો જમના મૈયાની ગોદમાં શું રે કરતો હશે ?

એવા વિચારો સિવાય સાથીદારો બીજું શું રે કરે ?

જમના તીરે…. (૬)

જમનાની ગોદમાં દડો તો કાળીનાગ રે પાસે,

નાગણ પાસે કાનો દડો રે માગે,

જમના તીરે…. (૭)

નાગણ કહે હમો સ્વામીને ના રે જગાડીએ,

જાગશે તને મારશે તો મબાળહત્યા હમોને રે લાગશે,

જમના તીરે…. (૮)

કાનો તો નાગને જગાડવા હઠ રે પકડે,

નાગણ હઠ છોડાવવા કાનાને વિનંતીઓ રે કરે,

જમના તીરે… (૯).

કાનો હઠ ના છોડે રે જ્યારે,

નાગણ નાગને જગાડે છે ત્યારે,

જમના તીરે…. (૧૦)

કાનાએ કાળીનાગ સંગે યુધ્ધ રે કર્યું,

અંતે નાગની હાર,પરિણામ એવું રે આવ્યું,

જમના તીરે…. (૧૧)

નાગણ અપરાધ કાજે ક્ષમા રે માંગે,

શેષનાગને કાનો તો આયુષ્ય રે આપે,

જમના તીરે…. (૧૨)

દડો લઈ કાનો જમના બહાર રે આવે,

સૌના હૈયે એ તો અતી આનંદ રે લાવે,

જમના તીરે… (૧૩).

ચંદ્ર કહે, જમના કિનારે રમવાનો કાનાએ વ્હાલા લીધો,

અને મારા વ્હાલાને “કાળીનાગ નાથીઓ” નો બીરદ લીધો,

જમના તીરે…. (૧૪)

કાવ્ય રચના:

જુન ૨, ૧૯૯૧

રૂદન કરવા હવે ફૂરસદ નથી

જીંદગી તો જીવવી રહી,

રૂદન કરવા હવે ફૂરસદ નથી…..(ટેક)

ગરીબી તો પ્રેમથી સ્વીકારી,

છતાં અમીરોએ ઠોકર મારી,

આવી જીંદગી જીવતા,

મારી હાલત પર એક હસી આવી,

રૂદન કરવાં હવે ફૂરસદ નથી,

જીંદગી તો…. (૧)

ભુખે પેટે નોકરી સ્વીકારી,

છતાં, અમીરોએ ઠોકર મારી,

આવી જીંદગી જીવતા,

મારી હાલત પર એક હસી આવી,

રૂદન કરવાં હવે ફૂરસદ નથી,

જીંદગી તો…. (૨)

બે હાથ રહ્યા મારા ખાલી,

છતાં એમાં અમીરોએ ફકત નિરાશા ભરી,

આવી જીંદગી જીવતા,

મારી હાલત પર એક હસી આવી,

રૂદન કરવાં હવે ફૂરસદ નથી,

જીંદગી તો…. (૩)

નિરાશા-ભર્યું જીવન પણ સ્વીકારી લીધું,

છતાં, અમીરોએ અપમાન કરી દીલ ઘાયલ કર્યું,

આવી જીંદગી જીવતા,

મારી હાલત પર એક હસી આવી,

રૂદન કરવાં હવે ફૂરસદ નથી,

જીંદગી તો…. (૪)

હૈયું મારૂ ઘાયલ થયું ભલે,

જીવનની વેદનામાં ફક્ત ભક્તિ-નીર મુજને મળે,

જે નીરમાં ‘ચંદ્ર’ સ્નાન કરતો રહે,

અમીરોને વંદન કરી એ તો હરિને મળે,

જીંદગી તો…. (૫)

કાવ્ય રચના:

જુન ૭,૧૯૯૧

સંસારનો ગીતા પાઠ

જરૂર નથી સંન્યાસની તને,

ગીતા પાઠ મળશે સંસારમાં તને……. (ટેક)

ગીતાપાઠમાં કર્તવ્ય-પાલન રહ્યું,

શ્રી ક્ર્ષ્ણે જેને પાને પાને કહ્યું,

કર્તવ્ય-પાલન આવું સંસારમાં તે જો કર્યું

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૧)

જન્મ લેતાં,માત-પિતા મળ્યા તને,

સેવા કરી, તેં રાજી કર્યા એમને,

જે થકી કર્તવ્ય-પાલન તેં કર્યું,

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૨)

પરણતા તને પત્નિ મળી,

પતિરૂપે ફરજો તે તો બજાવી,

જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૩)

સંતાનો પ્રભુક્રુપાથી મળ્યા તને,

પિતારૂપી પ્યાર આપી રહ્યો તું જેને

જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૪)

જગમાં મનુષ્ય દેહ મળ્યો તને,

માનવી બની તેં સ્નેહબંધને બાંધી દીધા સૌને,

જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૫)

સંસારી થઈને સંસારમાં રહેવુ, એજ નિર્ણય તારો,

કિંતુ, કર્તવ્ય-પાલન કરતા, કર્મ પ્રભુને અર્પણ એજ ધર્મ તારો,

જો જીવન તારૂ આવું રહ્યુ, તો ચંદ્ર કહે ગીતાપાઠ તે તો,

શીખી લીધો…જરૂર નથી….(૬)

કાવ્ય રચના:

જુન ૮,૧૯૯૧

નાનો એક બાળક

નાનો એક બાળક,

જોઈ છે મને શું રે થતુ હશે એને?…..(ટેક)

નાનો એક બાળક,

એના મુખડે હસી,

જરૂર, એના દિલડે દુનિયાની ખુશી,

નાનો એક બાળક…. (૧)

નાનો એક બાળક,

એ તો આનંદથી રમે,

એ દ્રશ્ય કોને ન ગમે ?

નાનો એક બાળક… (૨)

નાનો એક બાળક,

પ્રેમ છે એના હૈયે,

જે પ્રગટ સૌને કરતો રહે,

નાનો એક બાળક… (૩)

નાનો એક બાળક,

જે કંઈ એ કહે,

એમાં ફક્ત નિર્દોષતા વહે,

નાનો એક બાળક… (૪)

મારે તો થાવુ નાના એક બાળક જેવુ,

પ્રભુજી, ચંદ્રે તો તને એટલુંજ કહેવુ.

કાવ્ય રચના:

જુન ૯,૧૯૯૧

મારા હ્રદયના પ્રભુજી

પ્રભુજી, મારા હ્રદયના આંગણે ક્યારે આવશો તમે ?

પ્રભુજી, મારા હ્રદય આંગણે આવી,

ક્યારે હ્રદયદ્વાર માંરા ખોલશો તમે ?

પ્રભુજી મારા હ્રદયદ્વાર ખોલી,

ક્યારે હ્રદયમાં બિરાજશો તમે ?

પ્રભુજી મારા હ્રદયમાં બિરાજી,

ક્યારે આપની ક્રુપા વરસાવશો તમે ?

ચંદ્ર કહે, પ્રભુજી તમે તો મારા હ્રદયમાં આવી ગયા,

હવે હંમેશા હ્રદયમાં રહેશો તમે,

બસ આટલી દયા કરજો તમે.

કાવ્ય રચના: જુલાઈ ૪,૧૯૯૧

બાળ હું તો તારો !

પ્રભુજી, બાળ હું તો તારો,

દે જે મુજને એક સહારો….(ટેક)

આ માનવ જન્મ છે મારો,

એનો ઉપકાર છે તારો,

દીનદયાળુ ઓ રે પ્રભુજી,

કરજે દયા ઓ રે પ્રભુજી…..

પ્રભુજી, બાળ…. (૧).

સંસારમાં ના દેખી શકુ કિનારો,

ભુલો પડ્યો છે આ બાળ તમારો,

દીનદયાળુ ઓ રે પ્રભુજી,

બતાવજે મારગડો, ઓ રે પ્રભુજી….

પ્રભુજી બાળ….. (૨)

આ જગમાં ના આવે કાંઈ આરો,

લાચાર છે આ બાળ રે તારો,

દીનદયાળુ, ઓ રે પ્રભુજી,

પકડજો હાથ જ મારો, ઓ રે પ્રભુજી…

પ્રભુજી બાળ….. (૩)

ચંદ્ર કહે, આટકી વિનંતી સાંભળજે, દીનદયાળુ ઓ રે પ્રભુજી,

શરણ તારૂ દેજે, આ બાળ છે દાસ તમારો, ઓ રે પ્રભુજી,

પ્રભુજી, બાળ…..(૪)

કાવ્ય રચના

જુલાઈ ૪,૧૯૯૧

પ્રભુ-કલ્પના

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ !

ચતુરભુજ વિષ્ણુ કહું,

હે જટાધારી શંકર કહું ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૧)

મીરાના ગીરધારી કહું,

કે નરસૈયાના સ્વામી કહું ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૨)

તુલસી-કબીરના રામ કહું,

કે સુરદાસના ક્રષ્ણ કહું ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૩)

ધરતીના નદી-પર્વત કહું,

કે ઠંડી પવનની લહેરે કહુ ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૪)

ગગનનાં સુર્યદેવ કહુ,

કે ચંદ્ર-તારલા કહુ ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૫)

ચંદ્ર જીવી રહ્યો છે આ કલ્પના સાથે,

આતુર છે મનડું એનું, પ્રભુ તારા દર્શન કાજે.

કાવ્ય રચના

જુલાઈ ૪,૧૯૯૧

બાળ રામજી નાચે

ધૂમક ધૂમક બાણ રામજી નાચે,

એ જોઈને મારા હૈયે આનંદ આવે, આનંદ આવે….(ટેક)

રામજી નાચે અને પલમાં દૂરજ ભાગે,

દોડે રાજા દશરથ પકડવા કાજે,

પણ…રામજી તો હાથ ના આવે…

ધૂમક ધૂમક…. (૧)

રામજી નાચે અને પલમાં એ તો માતાની નજીક આવે,

દોડે રાણી કૌશલ્યા પકડવા કાજે,

પણ…રામજી તો હાથ ના આવે…

ધૂમક ધૂમક….. (૨)

રામજી નાચી થાક્યા હોય એવો ભાસ કરે,

રાજા દશરથ દોડીને પકડી એને બાહોમાં મુકે,

પણ…ત્યારે ચાંદો લાવી દેવા રામજી હઠ કરે…

ધૂમક ધૂમક…. (૩)

રામજી નાચી ફરી, અતિ રૂદન કરે,

કૌશલ્યાજી રામજીને લઈ છાતીએ ચાંપે,

એ…જી…થાળમાં પાણી મુકી રામજીને ચાંદોરે આપે,

ધૂમક ધૂમક…. (૪)

અરે અતિ ખુશ છે બાળ રામજી મારો હવે,

દ્રશ્ય એવું નિહાળી, ચંદ્ર તો ધૂમક ધૂમક નાચે હવે.

કાવ્ય રચના: જુલાઈ ૪,૧૯૯૧

મોહન મારા

મોહન મારા, મોહન મારા,

મોહન, હું તો તને નારે જાવા દઉ,

નારે જાવા દઉ…(ટેક)

મોહન, તુજ ને ઘરમાં હું તો રાખુ,

ઘરમાં તારી પ્રેમપુજા રે કરૂ,

મોહન, હું તો તને નારે જાવા દઉ,નારે જાવા દઉ

મોહન મારા… (૧)

મોહન, તુજ ચરણે પુષ્પો હું તો રાખુ,

ઘરમાં ભાત-ભાતની રસોઈઓ રે કરૂ,

મોહન, હું તો તને નારે જાવા દઉ, નારે જાવા દઉ

મોહન મારા… (૨)

મોહન, તારે કાજે ગાદી તકીયા હું તો લાવુ,

ઘરમાં સુવા માટે પોચુ આસન કરૂ,

મોહન, હું તો તને નારે જાવા દઉ, નારે જાવા દઉ

મોહન મારા… (૩)

ચંદ્રના મનડે છે મોહનપ્યારો,

હવે લાગે છે, આ સંસાર ખારો,

મોહન મારા… (૪)

કાવ્ય રચના

જુલાઈ ૪,૧૯૯૧

જય મોહન પ્યારાની આરતી

જય મોહન પ્યારા, જય મોહન પ્યારા,

આરતી કરૂ છું, ઓ નટવર લાલા(2)….(ટેક)

દેવકી કુળે મથુરામાં પ્રભુજી પધારે,

વાસુદેવજી તો ગોકુળીએ લાવે,

એ…જી ધન્ય છે ધરતી…

એ….જી ધન્ય છે ધરતી, જ્યાં પ્રભુજીએ જન્મ જ લીધો

જય મોહન…. (૧)

માત જશોદાજી કાનાને અતી વ્હાલ કરે,

નંદજીના હૈયેથી અતી આનંદ વહે,

એ…જી ધન્ય છે ગોકુળીયુ ગામ…

એ…જી ધન્ય છે ગોકુળીયુ ગામ, જ્યાં બાળ-પ્રભુજી રે રમે

જય મોહન…. (૨)

જગમાં લીલા પ્રભુજી તારી,

દુ:ખીઓના છે તું બલીહારી,

એ…જી ધન્ય છે માનવ,

એ…જી ધન્ય છે માનવ, જેણે ભાવથી પ્રભુપુજન રે કીધું

જય મોહન…. (૩)

ચંદ્ર કહે, ભાવથી કરૂ હું આરતી તારી,

મોહન, સ્વીકારજે આ આરતી મારી,

જય મોહન…. (૪)

કાવ્ય રચના

જુલાઈ ૫,૧૯૯૧

ફૂલોની મહેફીલ

અરે, આ તો ફૂલોની મહેફીલ રહી,

જ્યાં વાતો અનેક થઈ રહી,…. (ટેક)

એક ગુલાબ ફૂલ ગર્વથી કહે,

“હું તો રાજ મહેલે ગયો હતો,

મુજ સુંદરતા નિહાળી, રાજા અતિ ખુસીશી હતો”

અરે આ તો…. (૧)

એવું સાંભળી, ચંપાનુ ફૂલ મલકાતું કહે,

“રાજ મહેલ મેં પણ જોયો હતો,

રાણીની વેણીમાં ભાગ મારો હતો,”

અરે આ તો…. (૨)

ચુપચાપ બધુ બાસમાસી ફૂલ સાંભળી રહે,

અભિમાનથી ગુલાબ ચંપા જે ને કહે,

“બાસમાસી, કેમ બોલતા નથી ?

કહેવાને કાઈ વાતો નથી ?”

અરે આ તો…. (૩)

ત્યારે નમ્રતાથી બાસમાસી કહે,

“મંદિરે જાઉં મારે, રાજમહેલો મને નહી કામના,

વંદન કરી પ્રભુચરણો પડુ, જપુ મંત્રો હરિનામના”

અરે આ તો…..(૪)

ચંદ્ર કહે, મહેફીલે અભિમાન ભ્ર્યું હોય જ્યાં,

નથી રૂપ કે મહેકની કિંમત રહી ત્યાં,

અરે આ તો….(૫)

કાવ્ય રચના: જુલાઈ ૫,૧૯૯૧

પ્રભુજી પ્રાણલો મારો

પ્રભુજી, તું રે પ્રાણલો મારો,

તારા વિના આ દેહલો છે નકામો (2)……(ટેક)

માટીની આ કાયા મારી,

એમાં તું જો ના હોય…

તો, એ મારી નકામી,

પ્રભુજી તું રે…… (૧)

મારા મનડે તેજ છે તારૂ,

એમાં તું જો ના હોય…

તો, એ ચંચળ મનડુ નકામુ,

પ્રભુજી તું રે…… (૨).

મુજ હૈયામાં નામ એક જ તારૂ,

એમાં તું જો ના હોય….

તો, એ હૈયું નકામુ,

પ્રભુજી તું રે….. (૩)

મુજ શ્વાસો-શ્વાસો છે રામજી મારા,

એમાં તું જો ના હોય…

તો, એ શ્વાસો નકામા,

પ્રભુજી તું રે….(૪)

ચંદ્ર કહે, મારા કાને પ્રભુનામના સુર વહે,

પ્રભુ દર્શન કાજે, હવે નયના મારી તલસી રહે.

કાવ્ય રચના

જુલાઈ ૬,૧૯૯૧

સ્વરગમાં પણ આવું થાય ખરૂ ?

કહે સૌ અમેરીકામાં સ્વર્ગ રહ્યું,

અમેરીકામાં રહેતા, મનડું મારૂ પુછી રહ્યુ,

સ્વર્ગમાં પણ આવું થાય ખરૂ ? (2)……(ટેક)

સુરજ પ્રકાશે દિવસ હસતો રહે,

ઠંડા પવનની લહેરે વહેતી રહે,

અ…ર…ર..આ શું રે થયું ?

અચાનક વંટોરીયાને કેમ દર્શન દેવું પડ્યું ?

સ્વર્ગમાં પણ આવું થાય ખરૂ ? (2)

કહે સૌ,… (૧).

ચાંદલીયા પ્રકાશે રાતલડી હસતી રહે,

શાંત વાતાવરણમાં તારલીયા પ્રકાશી રહે,

અ…ર…ર… આ શું રે થયું ?

અચાનક ધરતીકંપને કેમ પધારવુ પડ્યુ ?

સ્વર્ગમાં પણ આવું થાય ખરૂ ? (2)

કહે સૌ,… (૨)

રાત-દિવસ ગગનમાંથી મેઘ વરસતો રહે,

ધરતી પર મીઠી ઠંડક કરતો રહે,

અ…ર…ર… આ શું રે થયુ ?

અચાનક નદીઓને કેમ રેલરૂપી સ્વરૂપ લેવું પડ્યુ ?

સ્વર્ગમાં પણ આવું થાય ખરૂ ? (2)

કહે સૌ,…. (૩)

ચંદ્ર કહે, ઓ માનવી, સ્વર્ગ સ્વર્ગ તું જે કહે,

એ સ્વર્ગ તો તારા દીલમાં રહે.

કાવ્ય રચના: જુલાઈ ૬,૧૯૯૧

પલભર પ્રભુ દર્શન

ઓ રે પ્રભુજી મારા, ઓ રે પ્રભુજી મારા,

કરવા છે દર્શન પ્રભુજી તારા (2)…..(ટેક)

અરે, દેખી આ દુનિયા રે તારી,

અહી તો હર ચીજ છે આની-જાની,

એ ચીજો મારે શી કામની ? (2)

માટે, અરજ છે એક મારી,

પલભર દર્શન કાજ, હશે દયા એક તારી,

ઓ રે પ્રભુજી… (૧)

અરે, અહીં તો માયાજાળ છે તારી,

સ્નેહ-બંધનોમાં વહે આ જીંદગી મારી,

એ જીંદગી મારે શી કામની ? (2)

માટે, અરજ છે એક મારી,

પલભર દર્શન કાજ, હશે દયા એક તારી,

ઓ રે પ્રભુજી… (૨)

અરે, હવે તો થાશે મારી જીંદગી રે પુરી,

તુંજ દર્શન વીના એ જીંદગી રહેશે અધુરી,

આવી માનવ જીંદગી શી કામની ? (2)

માટે, ચંદ્ર-અરજ પ્રભુજી તમે સાંભળો,

દયા કરી દર્શન દેવા તમે વ્હેલા આવજો,

ઓ રે પ્રભુજી…. (૩)

કાવ્ય રચના

જુલાઈ ૨૭,,૧૯૯૧

પ્રભુજી ને વંદન

અરે, ઓ જગ સર્જનહાર, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧)

અરે, ઓ જગન્નનાથ, વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૨)

અરે, ઓ પરમાત્મા વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૩)

અરે, ઓ અંતરયામી, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૪)

અરે, ઓ સર્વશક્તિમાન, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૫)

અરે, ઓ પાલનહાર, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૬)

અરે, ઓ દયાસાગર, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૭)

અરે, ઓ દુ:ખભંજના, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૮)

અરે, ઓ સર્વવ્યાપી, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૯)

અરે,ઓ વ્હાલા,વિષ્ણુ-મહેશ તુંહી એક,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૦)

અરે,ઓ રામ ક્રષ કે ખુદા સહી,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા…. (૧૧).

અરે,ઓ દેવ દાનવ કે માનવ તુંહી,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૨)

અરે,ઓ પશુપક્ષી કે વ્રુક્ષમાં વસનાર તું,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૩)

અરે,ઓ પાણી પથ્થર કે માટી એ બધું તું,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા…. (૧૪)

અરે,ઓ જગમાં જોયું નાજોયુ,સર્વમાં તું જ છે, વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૫)

અરે,ઓ સકળ બ્રહ્માંડમાં તુજ એક તુંજ એક,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૬)

ચંદ્ર કહે, ભલે તું તો કરતો રહ્યો,

ભક્તોને સહાય તું તો કરતો રહ્યો

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા,

વંદન સ્વીકારજો મારા…. (૧૭)

કાવ્ય રચના

જુલાઈ ૨૮,૧૯૯૧

જલીયા, લાજ મારી તેંતો રાખી

મારા હૈયાની પુકાર સાંભળી,

જલીયા, લાજ મારી તેં તો રાખી(2)….(ટેક)

ભણતા, ભણતા નાની ચીજો માટે,

બોલાવ્યો મેં તો તને સહાયતા કાજે,

એ…જી…આ બાણ સહારે આવી,

જલીયા, લાજ મારી તેં તો રાખી (2)

મારા હૈયાને…. (૧)

મોટો થયો છતાં, બાળ હું તો રહ્યો તારો,

ગોરૂજી કહી, હાથ મેં તો પકડી લીધો છે તારો,

એ…જી… આ શિષ્ય સહારે આવી,

જલીયા, લાજ મારી તેં તો રાખી (2)

મારા હૈયાને…. (૨)

ગઈ કાલે લક્ષ્મી માટે જરૂરત હતી મારી,

દાસ બની, કરી પ્રાર્થના, નામ તારૂ હૈયે ધરી,

એ…જી… આ ભકતને સહારે આવી,

જલીયા, લાજ મારી તેં તો રાખી (2)

મારા હૈયાને…. (૩)

ચંદ્ર કહે, હું તો જલીયા નામે જીવી રહ્યો,

અને, જલીયા નો મહીમા સૌને કહે તો રહ્યો,

મારા હૈયાને…. (૪)

 

કાવ્ય રચના

ઓગસ્ટ ૫, ૧૯૯૧

                   આજે જે થયું !

આજે જે થયું એની કોને ખબર હતી ?

એથી જે પ્રભુ કરે એમાં ખુશી હતી….(ટેક)

સવારે ઉઠતાં, કમુ બેડમાં નથી,

એ તો નીચે વાડામાં હતી,

બારીમાંથી નજર મેં કરી,

તો જોયું, સ્વીમીંગ પુલની સાફસુફી થઈ રહી,

હવે પછી શું થશે એની કોઈને ખબર ન હતી,

આજ જે થયું…. (૧)

સવારની ચાહની વાટ જોતાં,

ઘરમાં છાપું વાંચતા,

અચાનક કમુની બુમ સાંભળી,

રૂપા સાથે બહાર હું દોડી ગયો,

જે જોયું એની કોઈને ખબર ન હતી,

આજ જે થયું…. (૨)

પુલમાં ક્લોરીન નાંખતા,

ક્લોરીન ગયું કમુની આંખમાં,

રૂપા નારાજ બની,

મારા મોખડે શબ્દો નથી,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

આજ જે થયું…. (૩).

કમુ ઘરમાં રે આવી,

પાણીથી આંખ ધોતી રહી,

વંદના બેટી ડોક્ટર પાસે જવા કહે,

મારૂ ડોક્ટર પણું છુપાયું રહે,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

આજ જે થયું….. (૪)

પોઈજન સેંન્ટરે મેં ફોન કર્યા,

ઈલાજ જાણી કંઈક સંતોષ થયો,

છતાં ફારમસીમાં જઈ,

આંખની દવા લાવવી રહી,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

આજ જે થયું….. (૫)

કમુ દુ:ખ સહન કરતી રહી,

દીલ દુભાય પણ મુખે શબ્દો નથી,

આંખે દવા મુકી જ્યારે,

કંઈક ઠંડક થઈ ત્યારે,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

આજ જે થયું….. (૬)

સમય વહેતો રહે,

આંખની દર્દ-પીડા ઓછી રહે,

કમુની દ્રષ્ટિને કંઈ ઈજા નથી

એવું જાણી, ખુશી સૌને હતી,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

આજ જે થયું….. (૭)

આ એક દુ:ખભરી ઘટના બની,

જે કુટુંબી-પ્રેમ સહીત સૌને નિકટ લાવી,

અરે, પ્રભુને યાદ કરવાની એક તક મળી,

એથી, ચંદ્ર કહે જે થયું એમાં પ્રભુ ઈચ્છા હતી,

અઅજ જે થયું… (૮)

કાવ્ય રચના

જુલાઈ ૨૮, ૧૯૯૧

 

જલીયા, નામની લગની

લગની લાગી રે, લગની લાગી,

જલીયા લગની લાગી છે તારા રે નામની (2)….(ટેક)

સવારે ઉઠતાં, મારા મનડે નામ જ તારૂ,

એ પછી, કર્યું કામજ મારૂ,

એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની

લગની લાગી રે…. (૧)

ભોજન કરતાં પહેલા, મારા મુખે નામ જ તારૂ,

એ પછી ખાધુ અન્ન જ મારૂ,

એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની

લગની લાગી રે…. (૨)

સાંજે સુતા પહેલાં, મારા હૈયે નામ જ તારૂ,

એ પછી, પોઢે આ દેહ પીંજર મારૂ,

એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની

લગની લાગી રે…. (૩)

ચંદ્ર જાગતા જાગતા જલીયાનું નામ જપે,

વળી,નિંદર-સ્વપને જલીયાના દર્શન કરતો રહે,

લગની લાગી રે… (૪)

કાવ્ય રચના

ઓગસ્ટ ૭ , ૧૯૯૧

 

                    પ્રભુ પ્યારા

પ્રભુ પ્યારા પ્રભુ પ્યારા,

વંદન સ્વીકારજો મારા (2)….(ટેક)

સુંદર મુખડુ જોતા તારુ,

હરખાયું મનડું મારૂ….

પ્રભુ પ્યારા…. (૧)

શોભે પુષ્પો કંઠે તારા,

શોભે કુંડળ કાને તારા….

પ્રભુ પ્યારા…. (૨)

પ્રેમથી દર્શન તરતા તારા,

ગુણલા હું તો ગાવું તારા…

પ્રભુ પ્યારા… (૩)

માગ્યુ એવું તમે આપી,

કર્યા હમોને તમે રાજી…

પ્રભુ પ્યારા…(૪)

ચંદ્ર તો પ્રભુ ચરણે પડે,

સાથે એ તો વંદન કરતો રહે….

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૧, ૧૯૯૧

દયા કરો મેરે સ્વામી

દયા કરો, દયા કરો,

દયા કરો મેરે સ્વામી….

આજ રોજ ફરી દયા કરી,

સુણજો પુકાર આ મારી…

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

અરે ઓ સ્વામી વિશ્વતણા,

ઉપકાર મેં તો જોયા ઘણાં,

આજ રોજ ફરી દયા કરી,

સંકટ લેજો હણી….

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

અરે ઓ સ્વામી, છે આ દુનિયા તારી,

હર જીવોના આપ જ રક્ષણકારી,

આજ રોજ ફરી દયા કરી,

લેજો એક જીવને ઉગારી,

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

અરે ઓ સ્વામી, જીવવાની આશાઓ એની,

ના તોડો એ જીવન દોરી એની,

આજ રોજ ફરી દયા કરી,

દેજો સૌને આનંદ, કુંજવિહારી…

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

દયા કરો, દયા કરો, મેરે સ્વામી,

દાસ ‘ચંદ્ર’ વિનવે તુજને અંન્તર્યામી…

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૧, ૧૯૯૧

આ કાયા

આ કાયા દીધી તારી, એ નથી મારી,

કાયામાં મુક્યો તે આતમ જીવડો, એ ચાલ જરૂર તારી,

પ્રભુ, શા માટે આ બધું કર્યુ,

કારણ કંઈ નથી સમજાતું મને….(ટેક)

મુખડુ મારૂ હસતું રહે,

વળી, એ જ મુખડું ક્રોધીત બને,

પ્રભુ, શા માટે એવું બને ? (2)

આ કાયા….. (૧)

હસતા હસતા, નયના આનંદ સહીત ચમકે,

ક્રોધથી એ જ નયના અંગારા જેમ બને,

પ્રભુ, શા માટે એવું બને ? (2)

આ કાયા….. (૨)

કાનથી મીઠુ સાંભળી, હૈયુ નાચી ઉઠે,

ક્રોધમાં એ જ કાને કડવા શબ્દો સાંભળવા મળે,

પ્રભુ, શા માટે એવું બને ? (2)

આ કાયા….. (૩)

સતકર્મના પંથે, હાથોથી કંઈક પુન્ય કાર્યો થયા ખરા,

ક્રોધમાં એ જ હાથે પાપો થયા ઘણા મારા,

પ્રભુ, શા માટે એવું બને ? (2)

આ કાયા….. (૪)

જગતમાં જે થઈ રહ્યુ, ચંદ્રને કાંઈ નથી સમજાતુ,

પ્રભુજી, હવે તો કારણ એનું કહેવું રહ્યુ.

કાવ્ય રચના

ડીસેમ્બર ૧, ૧૯૯૧

                   હું કોણ ?

હું કોણ ? હું કોણ ?

હું કોણ એની ખબર નથી,

હું તો જગતમાં કાંઈ નથી,

“તું” છે તો “હું” છુ અહીં,

“તું જ એક, તું જ એક” એવું કહીશ જગમાં અહી,

હું કોણ ? હું કોણ ?

હું કોણ એની ખબર નથી… (૧)

આ જગમાં નથી કાંઈ “મારૂ”

“જે છે” તે બધુંજ છે”તારૂ”

“મારૂ છે” કહેવા અધીકાર મુજને નથી,

તો, થયું બધુ “તારૂ” ન રહ્યુ કાંઈ “મારૂ”,

કહીશ હવે હું, “બધુ તારૂ બધુ તારૂ”

હું કોણ ? હું કોણ ?

હું કોણ એની ખબર નથી… (૨)

ચંદ્ર કહે, થયુ આત્મજ્ઞાન મુજને હવે,

પ્રભુના અંશરૂપે “હું” પણ “તું” જ છે,

આથી “તું” અને “હું” એક જ છે,

“હું” હવે નથી જ રહ્યો,

“હું પણ” નો ગર્વ મારો ભાગી ગયો,

જેમ,દુધમાં સાકર પીગળી દુધમાં મળે,

અને “હું કોણ” નો ભેદ અંતે મુજને જડે.

કાવ્ય રચના

ડીસેમ્બર 3૧, ૧૯૯૧

મેઘ વરસે, મેઘ વરસે

મેઘ વરસે, મેઘ વરસે….(ટેક)

આપ આવો ક્યાંથી ? એવું ધરતી પુછે,

ત્યારે મેઘ કંઈ:

વાદળીઓ મને લાવે, મને લાવે,

પુછો વાદળીઓ કેમ મુજને લાવે?…મેઘ વરસે… (૧)

ધરતી વાદળીઓને પ્રશ્ન કરે,

આપ આવો ક્યાંથી? જરા કહોને મને,

સમુદ્રમાંથી હું તો બની

પુછો સમુદ્રને કેમ મુજને કરી ?… મેઘ વરસે…. (૨)

ધરતી સમુદ્રને પ્રશ્ન કરે,

વાદળીઓ કેમ તમે બનાવી ?

સુર્ય તેજે એ તો બની,

સુર્યદેવને તમે પુછો જરી…..      મેઘ વરસે…. (૩)

ધરતી સુર્યદેવને પ્રશ્ન કરે,

વાદળીઓ કેમ તમે બનાવી ?

સુર્યદેવ ત્યારે હસીને કહે,

અરે, ધરતીમાતા, અરે ધરતીમાતા મારી,

બધુંજ થયુ છે તમારે કાજે, ઓ માત મારી,

તાપ આપી તને ઘણી તપાવી,

મેઘ લાવી તને જરા ઠંડક આપી,

જે થકી અન્ન-પાણી અને જીવીત જીવો બધા

તારા જ હર્ષ માટે જાણે સૌ હતા સદા,.. મેઘ વરસે… (૪)

સાંભળી બધુ, ધરતીમાતા જ્યારે શાંત હતા,

ત્યારે માતાને ચંદ્ર-શબ્દો આવા હતા,

મેઘને મેઘદેવ કે સુર્યને સુર્યદેવ કહો,

પ્રભુ:શક્તિ સ્વરૂપે પ્રભુજી જાણી એમને સ્વીકારો,

એવો સ્વીકાર કરતા, ઓ માત મારી,

સમાય જાઓ પ્રભુમાં તમો, ઓ માત મારી,

બસ, હવે ચંદ્ર ધરતી પર નાચે,

અને સૌને પ્રભુશક્તિના રંગ થી રંગે.

કાવ્ય રચના:

માર્ચ ૨૬,૧૯૯૨

પ્રભુ હું બાળ તારો

પ્રભુ હું બાળ તારો,

પકડ જે તું હાથ મારો….(ટેક)

આવી ગયો છું હું પાસ તારી,

સંભાળ તું રાખજે મારી,

ક્રુપા કરી, સંભાળજે હવે તું,

બસ, આટલું માંગી રહ્યો છુ ઓ રે પ્રભુજી…

પ્રભુ, હું બાળ તારો…. (૧)

જીવનમાં તઈ ભુલો ઘણી મારી,

છતાં ખીજ ના હતી તારી,

ક્ષમા કરી માર્ગ દેજે હવે તું,

બસ, આટલું માંગી રહ્યો છુ ઓ રે પ્રભુજી…

પ્રભુ, હું બાળ તારો…. (૨)

સંસારની માયાજાળમાં હું તો ફસાયો,

છટકવા રસ્તો મુજને નથી મળતો,

દયા કરી, ઉગારી લે જે, હવે તું,

બસ, આટલું માંગી રહ્યો છુ ઓ રે પ્રભુજી…

પ્રભુ, હું બાળ તારો…. (૩)

પ્રભુએ પ્રેમથી ચંદ્રનો હાથ પકડી લીધો હવે,

ચંદ્ર-માંગ પુરી થઈ, નથી રહી મુંજવણ હવે.

કાવ્ય રચના:

માર્ચ ૨૮,૧૯૯૨

સમય

નથી મને કોઈ બંધન, સમય છુ હું,

વર્તમાન, ભુતકાળ અને ભવિષ્યનું પણ જાણુ હું,

હું તો સમય, હું તો સમય…(ટેક)

રામાયણ, મહાભારત અને અનેક યુધ્ધો સમાયા મુજમે,

રામ ઔર ભરી નદીનો વહી મુજમે,

કથા મારી સાંભળી, જગતને જાણીલે,

બીજું શું કહુ તુજને ?

નથી મને…. (૧)

હરીશચંદ્ર, દશરથ અને જનક જેવા રાજાઓ થઈ ચાલીગયા,

મહાન વ્યક્તિ સ્વરૂપે જીવી એ સૌ જગત છોડી ગયા,

એ સૌ આજે ના રહ્યા, છતાં, હું તો રહ્યો અને રહીશ બસ,

એટલુ કહીશ તુજને,

નથી મને ..(૨)

વ્યાસ-વાલમીકી કે વિશ્વમિત્ર રૂપે ઋષિમુનીઓ તું જાણ,

પ્રભુચિંતન કરી, ગયાન-ગંગામાં એ સૌએ કર્યુ સ્નાન,

મારી નજરમાં એમનુ જીવન વહી ગયુ,

માનવી, હવે તો પહેચાન મુજને,

બીજુ કાંઈ કહેવુ નથી

નથી મને .. (૩)

આજે સમય છે, જરૂર કાલે પણ સમય હશે,

છોડી ચિંતા સમયની, ચંદ્ર તો પ્રભુભજન કરતો રહે.

કાવ્ય રચના:

એપ્રિલ ૨૦, ૧૯૯૨

વ્હાલા આજની ઘડી તું રહીજા

વ્હાલા આજની ઘડી તું રહીજા,

અરે ઓ વ્હાલા, આજની ઘડીતું રહીજા,

મારી સંગે મારી સંગે…(ટેક)

આસોપાલવના પાન જ લાવી,

વ્હાલા, મેં તો બાંધ્યા તોરણલા તારા કાજે,

વળી, આંગણીએ પુર્યો સોહામણો સાથીઓ રે આજે,

વ્હાલા આજની ઘડી તું રહીજા,

અરે ઓ વ્હાલા… (૧)

લીલુડા વાંસ વઢાવી,

વ્હાલા, મેં તો આસન કીધું તારા કાજે,

વળી, નવા ગાદલીયા મુક્યા રે આજે,

વ્હાલા આજની ઘડી તું રહીજા,

અરે ઓ વ્હાલા… (૨)

જળ જમુનાના લાવી,

વ્હાલા મેં તો ભર્યા બેડુલા તારા કાજે,

વળી, રાંધ્યા ભાત-ભાતના ભોજન રે આજે,

વ્હાલા આજની ઘડી તું રહીજા,

અરે ઓ વ્હાલા… (૩)

મારા ઘરમાં ભર નીંદરમા સુતા રહેજો તમે, ઓ મારા વ્હાલા,

સંગે બેસી, તમ સેવા કરતા ચંદ્રને અતી આનંદ મળશે,

વ્હાલા, આજની ઘડી તું રહીજા,

અરે ઓ વ્હાલા… (૪)

કાવ્ય રચના:

એપ્રિલ ૨૩, ૧૯૯૨

શ્વાસે શ્વાસે રામ વસે !

મારા શ્વાસે શ્વાસે રામ વસે,

મારે તિરથનું શું કામ રે, મારે તિરથનું શું કામ રે…(ટેક)

કાશી તિરથ, એવું કોઈ કહે,

દ્વારીકા તિરથ એવું કોઈ કહે,

એ..જી…જ્યારે શ્વાસે શ્વાસે રામ વસે,

તિરથ તો એના તનમાં રે…

મારા શ્વાસે…. (૧).

ગંગા મૈયા પવિત્ર, એવું અનેક કહે,

જમુના મૈયા પવિત્ર એવુ અનેક કહે,

એ…જી…જ્યારે શ્વાસે શ્વાસે રામ વસે,

પવિત્રતા તો એના હૈયે રે…

મારા શ્વાસે…. (૨)

કરી તિર્થયાત્રા, પ્રભુદર્શન સૌ કરે,

જઈ મંદિરે, પ્રભુદર્શન સૌ કરે,

એ…જી…જ્યારે શ્વાસે શ્વાસે રામ વસે,

પ્રભુજી તો છે એનાં ઘરમાં રે…

મારા શ્વાસે…. (૩)

શ્વાસ શ્વાસ પ્રભુ સ્મરણ જે કોઈ કરે,

ચંદ્ર કહે, હરિક્રુપા એને જરૂર મળે,

મારા શ્વાસે….(૪)

કાવ્ય રચના:

એપ્રિલ ૨૩, ૧૯૯૨

            

ઝરણા -3

 

       ભક્તિભાવના ઝરણા -3

ક્રુષ્ણ કનૈયા ચોર

 

ચોર, ચોર,આ ક્રુષ્ણ કનૈયો તો ચોર રે ચોર રે,

છુપાયો છે એ તો હૈયે તારા,

હૈયું તારુ ખોલ રે ખોલ રે,…(ટેક)

વિત્યું બચપન એનું માખણ ચોરી,

એણે રાખી પ્રેમજળમાં ગોપીયો સૌ ગોરી,

હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૧)

મોરલીએ મીઠી મીઠા ગીત વગાડી,

કરી એણે હૈયા ની ચોરી, અતી હેત રે આણી,

હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૨)

એની આંખોમાં પ્રીત રહી અતી ન્યારી,

દીલડાં ચોરે, મનડા ચોરે, પણ એ તો લાગે બહુ પ્યારી,

હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૩)

મુખડું એનું મનોહર, કે લોકો એના ગુણલા ગાવા રે લાગે,

ભક્તોના મનડા ચોરી, એ તો સૌને ગાંડા બનાવે,

હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૪)

ચંદ્ર કહે, જે કાંઈ મારા કાનને ભાવે રે ભજશે,

પાયે લાગતા, મારો વ્હાલા, પાપો એના રે હરશે,

ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૫)

કાવ્ય રચના

એપ્રિલ ૨૪, ૧૯૯૨

આવી હાલત મારી

 

“પ્રભુ પ્રાર્થના પ્રસાદી” ની પુસ્તિકા આજે આવી,

મારા હૈયામાં એ તો અતી આનંદ લાવી,

અતી આનંદ લાવી !….(ટેક)

પુસ્તિકા ખોલતાં ‘આમુખ’ પ્રથમ મેં વાંચ્યુ,

જે માસીભાઈ ‘કેશવે’ એક કાવ્ય સહીત લખ્યુ,

વાંચી, મારૂ હૈયું ગળગળુ થયુ,

કિંન્તુ, આવી હાલત થાય મારી, એ કંઈ સારૂ થયું ?

એ વિષે હું ના જાણુ કે હું ના કહી શકુ,

પ્રભુ પ્રાર્થના પ્રસાદી… (૧).

પુસ્તિકા મળે એ પહેલાં વેસ્માથી આવ્યો એક પત્ર,

જેના શબ્દો જગદીશે લખ્યા હતા,

‘કેશવ મામાએ’ ‘આમુખ’ સરસ લખ્યુ એવા એ શબ્દો હતા,

કિંન્તુ, આવી હાલત થાય મારી, એ કંઈ સારૂ થયું ?

એ વિષે હું ના જાણુ કે હું ના કહી શકુ,

પ્રભુ પ્રાર્થના પ્રસાદી…. (૨)

‘આમુખ’ તો મેં વાંચી લીધુ આજે,

એક ભાઈની કલમે લખ્યુ ઘણુ, મારાજ માટે,

એક પલભર માટે હૈયુ મારૂ ગર્વ ચાખે,

કિંન્તુ, આવી હાલત થાય મારી, એ કંઈ સારૂ થયું ?

એ વિષે હું ના જાણુ કે હું ના કહી શકુ,

પ્રભુ પ્રાર્થના પ્રસાદી…. (૩)

પુસ્તિકા મેં તો પુર્ણ વાંચી ખરી,

મારાજ કાવ્યો મારી નજરે આવ્યા ફરી,

હવે, ‘પ્રભુભક્તિ’ મેં મારા હૈયે ભરી,

આવી ચંદ્રહાલત જે થઈ, એ જ કંઈ સારૂ થયુ,

એટલુ જરૂર હું તો સૌને કહુ, સૌને કહુ !

પ્રભુ પ્રાર્થના પ્રસાદી…(૪)

કાવ્ય રચના

એપ્રિલ ૨૯, ૧૯૯૨

એક દિપક

 

 

એક દિપક પ્રગટાવવો છે; એક દિપક પ્રગટાવવો છે !

પ્રભુનામનો એક દિપક પ્રગટાવવો છે મારે ! …(ટેક)

દિપક પ્રકાશ મળશે મને, દિપક પ્રકાશ મળશે મને,

એક પ્રભુભક્તિનો પ્રકાશ મળશે મને,

એક દિપક પ્રગટાવવો… (૧)

એવો પ્રકાશ, જ્યારે મળશે મને, એવો પ્રકાશ, જ્યારે મળશે મને,

અંધકાર દુનિયાનો રહેશે નહી,

એક દિપક પ્રગટાવવો… (૨)

રહુ સંસારમાં હું તો ભલે,રહુ સંસારમાં હું તો ભલે,

મોહમાયા આ સંસારની મુજને પકડે નહી,

એક દિપક પ્રગટાવવો… (૩)

મારા હ્રદયમાં પ્રેમગંગા વહે, મારા હ્રદયમાં પ્રેમગંગા વહે,

જીવનમાં કર્તવ્યપાલન કરવા મુજને શક્તિ મળે,

એક દિપક પ્રગટાવવો… (૪)

મ્રુત્યુ પછી મારૂ શું રે થશે, મ્રુત્યુ પછી મારૂ શું રે થશે

એવા વિચારનો ડર હવે નથી,

એક દિપક પ્રગટાવવો…. (૫)

આ છે બ્રહ્મજ્ઞાન એવું જ્ઞાનીઓએ કહ્યું,

આ છે બ્રહ્મજ્ઞાન એવું જ્ઞાનીઓએ કહ્યું,

જે થકી જીવન મારૂ પુર્ણ પ્રકાશીત થયું,

એક દિપક પ્રગટાવવો… (૬)

આ સંસારમાં ચંદ્રન્ઉં જીવન વહે,

ભક્તીરસથી ચંદ્ર જને પાવન કરે !

કાવ્ય રચના

મે ૨૬, ૧૯૯૨

તું છે એક મારો

 

એ…જી…વ્હાલા, તું છે એક જ મારો,

તારા વિના આ જગ લાગે ખારો,

આ જગ લાગે ખારો ! …(ટેક)

સંસારી માયા, બંધનો બાંધે,

સગા સંબંધીઓ, પણ આશાઓ રાખે,

ચંચળમનડું મારૂ, ક્યાં ક્યાં ભાગે, ક્યાં ક્યાં ભાગે,

એ…જી…વ્હાલા અંત સમય જ્યારે આવે…

કોઈ નથી સંગાથે,

એ…જી…વ્હાલા તું છે… (૧)

વિતી ગઈ છે યુવાની મારી,

સમજ વિનાની છે સાધના મારી,

પ્રભુભક્તિ માટે, છે એક જરૂરત મારી (2)

એ…જી…વ્હાલા, ઘડપણ જ્યારે આવે,

કંઈક ભક્તિનું ભાથુ હોય સંગાથે,

એ….જી….વ્હાલા તું છે.. (૨)

મોંઘેરો માનવ જન્મ મુજને તે દીધો, ઓ રે હરી,

આવો અવસર ન આવે ફરી રે ફરી,

લેવું મારે પ્રભુ, ધ્યાન તારૂ, હૈયે પ્રેમભરી (2)

એ….જી…વ્હાલા,ચંદ્ર કહે એકજ વાત સહી,

હું તો શરણું સ્વીકાર તારૂ કહેતા હરિ રે હરિ,

એ….જી….વ્હાલા તું છે…. (૩)

કાવ્ય રચના

મે ૨૭, ૧૯૯૨

મારૂ કહ્યું માનો !

 

અરે, તમે શું રે કરો ? શું રે કરો ?

અભિમાનમાં કેમ તમે ફુલ્યા કરો ફુલ્યા કરો ? ….(ટેક)

ધન-દોલતને છોડો,

સગા-સંબધીઓ ને પણ છોડો,

અરે…ઓ, આ જગની માયામાંતમે ક્યારે પડો ?

મારૂ કહ્યું માની, તમે જરા પ્રભુથી તો ડરો !

અરે તમે શું….. (૧)

મારૂ મારૂ છોડો,

મોહમાયા ને પણ છોડો,

અરે….ઓ, આ જગમાં તમે કંઈક પુન્ય તો કરી લો,

મારૂ કહ્યું માની, તમે જરા પ્રભુજીને તો પકડો,

અરે તમે શું… (૨).

ગુરૂ સેવા જરૂર કરજો,

સંત સેવા પણ કરજો,

અરે…ઓ, આ જગમાં રહી, તમે હરિને કંઈક ભજો,

મારૂ કહ્યું માની, તમે જરા પ્રભુજીને તો પકડો,

અરે તમે શું…. (૩)

ચંદ્ર કહે, મારૂ કહ્યું માની, કંઈક જો કરશો તમે,

તો, અભિમાન તમારૂ ઓગળી જશે,

એટલું જાણી લેજો તમે.

કાવ્ય રચના

મે ૨૭, ૧૯૯૨

હરિ નામનો વેપાર

 

કરૂ હું તો હરિનામનો વેપાર, હરિનામનો વેપાર…(ટેક)

હરિનામની દુકાન મારી, એમાં ભર્યા હરિનામનો રે માલ,

હું તો કરુ રાત-દિવસ હરિનામનો વેપાર,

હરિનામની ચીજ રે વેચું, છે નામો એના હજાર,

કરુ હું તો… (૧)

કોઈ કહે રામ જ એને,

કોઈ કહે, ક્રુષ્ણ-કનૈયો જ એને,

ભલે નામો હોય હજાર, હરિ એકજ માર,

સૌ કોઈ જાણે એને,

કરું હું તો… (૨)

નથી દુકાને હીરા માણેક કે મોતી,

નથી દુકાને ઝવેરાત કે સોના-રૂપા ચાંદી,

ભલે, ચીજો હોય હજાર,મેં તો હરિનામની ચીજ રે વેચી

કરુ હું તો…. (૩)

ચંદ્ર કહે, તમે વેપાર કરતા કરતા, ભજી લ્યોને શ્રીહરિ,

જો જો આવો અવસર ચુકશો, એના આવે ફરી ફરી,

કરું હું તો…. (૪)

કાવ્ય રચના

મે ૨૭, ૧૯૯૨

ચેતીને ચાલો !

 

 

ચેતીને ચાલો સંસારમાં,

પલભરમાં તેડુ રે આવશે,

માનવી, પડ્યો તું શું વિચારમાં ?….(ટેક)

કાગળની નાવડી છે આ કાયા રે તારી,

પાપો થકી એ તો થઈ છે ભારી,

પલભરમાં ડુબશે આ કાયા તારી,

કેમ થાશે ભવપાર આ નૈયા તારી ?

ચેતીને ચાલો… (૧)

શીલ-સંતોષના તમે બખ્તર રે પહેરજો,

અને, કામ-ક્રોધ તમે છોડી રે દેજો,

પલભરમાં તરસે આ કાયા તારી,

ભવપાર કરવા માટે, આ રહી એક ચાવી,

ચેતીને ચાલો…. (૨)

ચંદ્ર કહે, હરિનામમના હલેસા મારી તું નૈયા હંકારજે,

પલભરમાં પ્રભુજી મારા, તને ભવપાર રે ઉતારશે

કાવ્ય રચના

મે ૨૮, ૧૯૯૨

જપો જલારામ

 

જપો જલારામ, જપો જલારામ,

અરે, તમે જપો જલારામ, જપો જલારામ,

એ નામ સિવાય, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

તમો વહેલી સવારે જપજો એને,

તમો રાત્રીએ પણ ના ભુલશો એને,

અરે, તમો હરદિન જપો જલારામ, જપો જલારામ

એ નામ સિવાય મારે બીજું કાંઈ ના કામ,

અરે ભાઈ, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

જપો જલારામ… (૧)

તમો મુખેથી ભજશો એને,

તમો હૈયે પણ રાખજો એને,

અરે, તન-મનથી જપો જલારામ, જપો જલારામ,

અરે ભાઈ, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

જપો જલારામ… (૨)

તમો કહેજો બાપા એને,

તમે કહેજો જલીયો એને,

અરે, તમો ભાવથી જપો જલારામ, જપો જલારામ

અરે ભાઈ, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

જપો જલારામ…  (૩)

ચંદ્ર કહે, જેના અંતરમા જલારામ વસે,

પરચો બતાવી, જલો મારો સંકટ એના દુર કરે !

જપો જલારામ… (૪)

કાવ્ય રચના

જુન ૬, ૧૯૯૨

જય બજરંગબલીની આરતી

 

જય બજરંગબલી, જય બજરંગબલી,

ઓ ભક્તજનોના દેવા,

પ્રેમભરી આ આરતી હમારી-(2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

જય બજરંગબલી….. (૧)

પવનપુત્ર આપ કહેવાય,

રામના આપ રખવાયા,

દયા કરો, ઓ હનુમંત દેવા,

પ્રેમભરી આ આરતી હમારી- (2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

જય બજરંગબલી…. (૨)

આપ જ સીતામૈયાના રૂદન હરનારા,

આપ જ યુધ્ધમેં લક્ષ્મણજી ને પ્રાણ દેનારા,

દયા કરો, ઓ હનુમંત દેવા,

પ્રેમભરી આ આરતી હમારી- (2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

જય બજરંગબલી…. (૩)

રામ વસે તુજ હૈયે મે,

તું તો રહે મુજ હૈયે મે,

ક્રુપા કરો, ઓ હનુમંત દેવા,

પ્રેમભરી આ આરતી હમારી- (2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

જય બજરંગબલી…. (૪)

પ્રેમથી ચંદ્ર વિનવે તમોને, ઓ હનુમંત દેવા,

ક્રુપા કરી, સ્વીકારી લેજો આ આરતી હમારી,

ઓ હનુમંતદેવા.

જય બજરંગબલી…. (૫)

કાવ્ય રચના

જુન ૬, ૧૯૯૨

નસીબે લખ્યુ એવુ ?

 

નસીબે લખ્યુ એવું કે મારે રમા ઘરે રાત રહેવું…(ટેક)

નીતા ની પાર્ટી દિનેશબાઈને ઘરે મુજને લાવે,

પાર્ટી બાદ ઘરે પાછા જવા આશાઓ મુજ હૈયે આવે,

કિંન્તુ નથી જાણતો વિધાતાએ કાલ માટે શું રે લખ્યુ ?

નસીબે લખ્યુ… (૧)

નિર્ણય કર્યો કે રમાઘરે રાત્રી ને જાઉં

મુજ ઘરે વહેલી સવારે,

ખબર ન હતી કે ધરતીકંપ જગાડશે,

મુજને વહેલી સવારે,

શું વિધાતાએ મારા જીવનમાં લખ્યુ હશે એવું ?

નસીબે લખ્યુ… (૨)

કરતા સવારે નાસતો, મીઠી પ્રભુધૂન મે તો સાંભળી,

હૈયુ પાવન કરવા, જાણે તક મુજને મળી,

સમજાતું નથી, પ્રભુએ કે વિધાતાએ આવું લખ્યુ,

નસીબે લખ્યુ…. (૩)

“નસીબમાં જે હશે તે થશે” એવા સુત્રે આશાઓ

મત બાંધ ઓ માનવી,

ચંદ્ર કહે, લઈ પ્રભુનામ, જીવન સફર કરીલે,

ઓ માનવી,

નસીબે લખ્યુ…. (૪)

કાવ્ય રચના

જુન ૨૮, ૧૯૯૨

કર હરિનામનો વેપાર

 

કર હરિનામનો વેપાર, ખોટો છે આ જગ વેપાર

કર હરિનામનો વેપાર, કર હરિનામનો વેપાર….(ટેક)

વસ્તુ ખરીદી માટે, પૈસા જગ તો માંગે,

પ્રભુનામ કાજે દામ કાંઈનના લાગે,

માટે, ઓ, રે મનવા, કર તું હરિનામનો વેપાર,

કર હરિનામનો વેપાર…. (૧)

જગમાં ચીજો વેચી રહે ઓછુ તુજ સંગે,

પ્રભુનામ વેપારે, ના કંઈ ઓછુ ને રહે ઘણું તુજ સંગે,

માટે, ઓ, રે મનવા, કર તું હરિનામનો વેપાર,

કર હરિનામનો વેપાર…. (૨)

જગમાં વેપાર કરતા, તું કરશે પાપો અનેક,

હરિનામના વેપાર, તું કરશે પુન્યો અનેક,

માટે, ઓ, રે મનવા, કર તું હરિનામનો વેપાર,

કર હરિનામનો વેપાર…. (૩)

ચંદ્ર કહે, કરી હરિનામ નો વેપાર,

તરી જાને ભવપાર તું મનવા !

કર હરિનામનો વેપાર…. (૪)

કાવ્ય રચના: જુલાઈ ૩, ૧૯૯૨

                  

વ્રુંદાવનમા મોરલીઓ નાચે

 

વ્રુંદાવનમાં મોરલીઓ નાચે રે, નાચે રે….(ટેક)

બંસી મધુરી કાનો વગાડે,

બંસી સુરે એતો વનડું જગાડે,

અરે…બંસી સુરે ઢેલ ઘેલી બને, ઘેલી બને,

એ ઢેલ દેખી,

મોરલીયા નાચે રે નાચે,

વ્રુંદાવનમાં મોરલીઓ…. (૧)

રાસ રમવા કાનો આવે,

ગોપીઓ સંગે એતો રાસ રમે,

અરે…રાસ દેખી ઢેલ ઘેલી બને, ઘેલી બને,

એ ઢેલ દેખી,

મોરલીયા નાચે રે નાચે,

વ્રુંદાવનમાં મોરલીઓ…. (૨)

વ્રુંદાવનમાં કાનાને રાધા મળે,

વ્રુંદાવનમાં મોરલીને ઢેલ મળે,

એ દ્ર્શ્ય દેખી, ચંદ્ર ઘેલો બને, ઘેલો બને,

વ્રુંદાવનમાં મોરલીઓ…. (૩)

કાવ્ય રચના

જુલાઈ ૫,૧૯૯૨

ગોવિંદ ગુણલા ગાવુ

ગોવિંદ ગુણલા ગાવું, ગોવિંદ ગુણલા ગાવુ,

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) ….(ટેક)

અરે, વ્હેલી સવારે,

સ્નાન કરીને ગોવિંદ ગુણલા ગાવું

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૧)

અરે…દિવસે,

કામ જ કરતા, ગોવિંદ ગુણલા ગાવું,

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) … (૨)

અરે… સાંજે,

સુતા પહેલાં, ગોવિંદ ગુણલા ગાવું

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૩)

અરે રાત્રીએ,

નિંદરમાં ગોવિંદ ગુણલા ગાવું

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૪)

રાત-દિવસ ચંદ્ર તો ગોવિંદ ગુણલા ગાસે,

ગોવિંદ ગુણલા ગાતા જીવન એનું પુરૂ થાશે,

ગોવિંદ ગુણલા ગાવું – (2)…. (૫)

કાવ્ય રચના

જુલાઈ ૫,૧૯૯૨

 

આંબા ડાળે કોયલ

આબા ડાળે કોયલ બેસી,

રટે રામનું નામ રટે રામનું નામ…(ટેક)

વહેલી સવારે એ કોયલડીનું ‘કુહુકુહુ’ છે અતી મીઠુ,

એના હર શબ્દોમાં ચાખ્યુ રામનામ રે મીઠુ,

એ…જી ભલે, કોયલડીના દેખાણી,

મેં તો સુણી એક રામજપનની વાણી,

આબાં ડાળે…. (૧)

સુર્યપ્રકાશે કોયલડી તો કાળી કાળી લાગે,

જાણે પ્રભુભક્તિમાં, એતો પ્યારી પ્યારી લાગે,

એ…જી ભલે, કોયલડી છે કાળી રંગે,

મેં તો જોયા રામજી એની સંગે,

આંબા ડાળે…..(૨)

રાત્રીએ ના દેખી શકુ એ કોયલડી પ્યારી પ્યારી,

મીઠા સુરોમાં ફરી રામનામ સંભળાવે,

એ કોયલડી પ્યારી પ્યારી,

એ…જી કોયલડી ના દેખાણી,

મેં તો રામધૂન મુજ હૈયે રે આણી,

આંબા ડાલે…. (૩)

હવે કોયલ સુરો તો ચંદ્ર કાને ગુંજી રહે,

ઔર, રામનામધૂન મેં જીવન એનુ વહે !

કાવ્ય રચના

જુલાઈ ૧૩, ૧૯૯૨

અપૂર્ણ આત્મા મારો

 

અપૂર્ણ આત્મા છે મારો કેવો,

સ્વીકારજે તું મુજને, જેવો હું છુ તેવો !

પ્રભુજી, આ છે પ્રાર્થના મારી, પ્રાર્થના મારી…(ટેક)

ગ્રહસ્થ જીવન જીવવુ છે મારે,

વળી, બ્રહ્મચારી પણ થાવુ છે મારે,

સાચો બ્રહ્મચારી તો દીલનો રહ્યો…

એવો બ્રહ્મચારી થાવું છે મારે,

અપૂર્ણ આત્મા… (૧)

સંસારમા રહેવુ છે મારે,

વળી, સંન્યાસી પણ થાવુ છે મારે,

સાચો સંન્યાસી તો દીલનો રહ્યો…

એવો સંન્યાસી થાવું છે મારે,

અપૂર્ણ  આત્મા… (૨)

કર્મ કંઈક કરવુ છે મારે,

વણી, યોગી પણ થાવુ છે મારે,

સાચો યોગી તો દીલનો રહ્યો…

એવો યોગી થાવું છે મારે,

અપૂર્ણ આત્મા…  (૩)

માનવસેવા કરવી છે મારે,

વણી, પ્રભુભક્ત પણ થાવુ છે મારે,

સાચો પ્રભુભક્ત તો દીલનો રહ્યો…

એવો પ્રભુભક્ત થાવુ છે મારે,

અપૂર્ણ આત્મા…  (૪)

બે કર જોડી, ચંદ્ર હવે વિનંતી કરે તમોને,

દીલડું ખોલી, સ્વીકારજે પ્રાર્થના પ્રભુજી,

બીજુ શું કહુ તમોને ?

કાવ્ય રચના

જુલાઇ ૧૮,૧૯૯૨

પ્રભુ ભજન કર !

 

પ્રભુભજન કર, પ્રભુભજન કર,

મોહમાયા છોડી દઈને, તું ભજન કર,

તું ભજન કર ઓ ઓ માનવી…(ટેક)

મોટા મોટા મહેલો દેખી,

નાનીસી  ઝુપડીને, તું ભુલીશ ના, તું ભુલીશ ના,

અરે, તું ભજન કર ! તું ભજન કર !

પ્રભુજી ભજન કર…. (૧)

હીરા માણેક મોતી છોડી,

ધરતી માતાને, તું ભુલીશ ના, તું ભુલીશ ના

અરે, તું ભજન કર ! તું ભજન કર !

પ્રભુજી ભજન કર….(૨)

સંસારી સગપણ નો પ્રેમજ આખી,

પ્રભુજી ને તું ભુલીશના, તું ભુલીશ ના,

અરે, તું ભજન કર ! તું ભજન કર !

પ્રભુજી ભજન કર….(૩)

જલા ગુરૂ પ્રતાપે ચંદ્ર કહે, સાંભળજે તું મુજ વાણી,

પ્રભુ ભજન વગર આ જીવન છે ધૂરધાળી,

અરે, તું ભજન કર ! તું ભજન કર !

પ્રભુજી ભજન કર…. (૪)

કાવ્ય રચના

જુલાઇ ૧૮,૧૯૯૨

       

 

 

            જપ, જપ, જપો રામનું નામ

 

જપ, જપ, જપો રામનુ નામ,

રામનામ લેકર, કર તું ભવસાગર રે પાર,

જપો રામનું નામ જપો રામનું નામ…(ટેક)

તેં કાશી દેખી, મથુરા દેખી,

જોયા તિરથો અનેક,

તિર્થયાત્રા કી છે એક આશા તારી,

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

જપ, જપ જપો… (૧)

તું ઉંચે ઉંચે મંદિર દેખે,

દેખી મુર્તિયો અનેક,

પ્રભુભજનકી છે એક આશા તારી,

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

જપ, જપ જપો… (૨)

તું સાધુ દેખે, સંતો દેખે,

દેખે ભક્તજનો અનેક,

સબસે પ્રેમ સગાઈકી છે એક આશા તારી,

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

જપ, જપ જપો… (૩)

સમજ ન પાયે તું પાપ કરે કે પુન્ય કરે,

તું કરે છે કર્મો અનેક,

કર્તવ્ય-પાલન કી છે એક આશા તારી

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

જપ, જપ જપો… (૪)

ચંદ્ર તો રામજપ કર્મ મેં ખોયો ખોયો,

પ્રભુ, તેરે દર્શન કે લીએ અતી રોયો

કાવ્ય રચના

જુલાઇ ૧૯,૧૯૯૨

                         પ્રભુજી મુજને ના સતાવો

 

પ્રભુજી મુજને ના સતાવો,

હવે, તો સહારે તમે આવો,

પ્રભુજી, નારે સતાવો, નારે સતાવો…(ટેક)

મારા અંગે વસ્ત્રો છે અતી મેલા,

ભરી સભામાં દ્રૌપદીને વસ્ત્રો આપી સહાય કરી તમે કેવી !

પ્રભુજી આજ આવીને વસ્ત્ર મુજને પહેરાવો !

પ્રભુજી મુજને ના સતાવો…. (૧)

મેં તો મીઠાઈ મેવા રે ખાધા,

વિદુરજી ની ભાજી ખાઈ ક્રુપા કરી તમે કેવી !

પ્રભુજી, આજ આવીને ભોજન કરાવો !

પ્રભુજી મુજને ના સતાવો…. (૨)

મેં તો દવા પરેજી ઘણી કીધી,

ઝેર પીતી મીરાબાઈને ઉગારી તમે કેવી !

પ્રભુજી, આજ આવીને અમ્રુત મુજને પીવડાવો !

પ્રભુજી મુજને ના સતાવો… (૩)

મેં તો માનવ રૂપે ભોલો અનેક કીધી,

યુધ્ધમાં અર્જુનજીને જ્ઞાનભરી ગીતા દેધી તમે કેવી !

પ્રભુજી, આજ આવીને જ્ઞાન એવું મુજને આપો !

પ્રભુજી મુજને ના સતાવો…. (૪)

ચંદ્ર તો નર રૂપે છે દાસ તમારો,

પ્રભુજી, નારાયણ રૂપે તમે એને ઉગારો.

કાવ્ય રચના

જુલાઇ ૧૯,૧૯૯૨

રામમાં વિષ્ણુ દર્શન

 

પ્રભુજી એ દર્શન દીધા, પ્રભુજી એ દર્શન દીધા,

અરે ભાઈ, પ્રભુજી એ મુજને દર્શન દીધા…(ટેક)

મુજ હૈયામાં હતી એક છબી તમારી,

મેં તો એક મનોહર મુખડુ રે જોયુ,

અરે એક આશા પુરી થઈ મારી,

પ્રભુજી એ દર્શન…. (૧)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો માથે મુગટ સોહામણો રે જોયો,

અરે એક આશા પુરી થઈ મારી,

પ્રભુજી એ દર્શન…. (૨)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો હાથમાં ધનુષ રૂપાળુ રે જોયુ,

અરે એક આશા પુરી થઈ મારી,

પ્રભુજી એ દર્શન…. (૩)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો કાને કુંડળ સોનેરી જોયા,

અરે એક આશા પુરી થઈ મારી,

પ્રભુજી એ દર્શન…. (૪)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો ગળે પુષ્પમાળા રે જોઈ,

અરે એક આશા પુરી થઈ મારી,

પ્રભુજી એ દર્શન… (૫).

ચંદ્ર તો નિત્ય આવુ દર્શન કરતો રહે,

અને, વિષ્ણુસ્વરૂપે પ્રભુજી નિહાળી વંદન કરતો રહે.

કાવ્ય રચના

જુલાઇ ૧૯,૧૯૯૨

ઓ રે, પ્રભુજી, તમને શું રે કહુ ?

 

ઓ રે, પ્રભુજી, ઓ રે પ્રભુજી, તમને શું રે કહુ ?

હું તો એક વિનંતી કરૂ, હું તો એક વિનંતી કરૂ (ટેક)

પ્રભુજી, ગર્વ અભિમાન હમારા હરો

દયા-પ્રેમ હમ હૈયે ભરો,

આવી એક વિનંતી છે મારી,

ઓ દીન દયાળુ, માંગુ છુ એક ક્રુપા તમારી,

ઓ રે પ્રભુજી… (૧)

પ્રભુજી, સ્વાર્થ-લાલચ હમારી હરો,

ભક્તિ ભાવ હમ હૈયે ભરો,

આવી એક વિનંતી છે મારી,

ઓ દીન દયાળુ, માંગુ છુ એક ક્રુપા તમારી,

ઓ રે પ્રભુજી… (૨)

પ્રભુજી, આ સંસારમાં મોહ-માયા હરો,

એક છબી તમારી હમ હૈયે ભરો,

આવી એક વિનંતી છે મારી,

ઓ દીન દયાળુ, માંગુ છુ એક ક્રુપા તમારી,

ઓ રે પ્રભુજી… (૩)

પ્રભુજી, માંગ્યુ તેવુ તે હમ હૈયે ભર્યુ,

હવે ” હું પણ” હમારૂ નથી રહ્યુ,

આવા નવલા પ્રકાશે ચંદ્ર-જીવન વહે,

પ્રભુજી સંગે રહી એ બીજુ કોઈ ના કહે.

કાવ્ય રચના

જુલાઇ ૨૧ ,૧૯૯૨

                 

 

             ભુલો ઘણી છે મારી

 

ભુલો ઘણી છે મારી,

પ્રભુજી, આ જીવનમાં ભુલો ઘણી છે મારી…(ટેક)

કંઈક ખોટુ મેં જોયુ,

એ ખોટુ જોવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

ભુલો ઘણી છે… (૧)

કંઈક ખોટુ મેં સાંભળ્યુ,

એ ખોટુ સાંભળવાની ભુલ છે મારી

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

ભુલો ઘણી છે… (૨)

કંઈક ખોટુ મેં ખાધુ-પીધુ,

એ ખોટુ ખાવા-પીવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

ભુલો ઘણી છે… (૩)

કંઈક ખોટુ મેં કામ કર્યુ,

એ ખોટુ કામ કર્યાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

ભુલો ઘણી છે… (૪)

કંઈક ખોટુ મેં પક્ડ્યુ,

એ ખોટુ પકડવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

ભુલો ઘણી છે… (૫)

કંઈક ખોટુ મેં સ્વપને લાવ્યુ,

એ ખોટુ સ્વપને લાવવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

ભુલો ઘણી છે…  (૬)

ચંદ્ર કહે, જલાગુરૂ પ્રતાપે, સાંભળજો મેરે ભાઈ,

હરિ ગોદ અપનાવી મેં તો જીવન નૈયા ચલાવી !

કાવ્ય રચના

જુલાઇ ૨૩, ૧૯૯૨

પ્રભુજી, એક જ તું છે સહારો

 

પ્રભુજી, એક જ તું છે સહારો,

કોઈ નથી રે સાથી જગમાં મારો…(ટેક)

પિતાજી મુજને છોડે,બધુ મુજ પર છોડે,

જ્યારે મમતાની છાયામાં હું છુપાયો,

તો, મમતા છોડે છે મુજને,

હવે, મમતા વિના હું ખોવાયો, પ્રભુજી એકજ… (૧)

સંસારી થાતા મુજને પત્ની મળી,

પ્રાણથી વ્હાલી એને મેં તો કરી,

જીવન મારૂ પુર્ણ મારી પત્ની કરે,

જ્યારે પત્નીની છાયામાં હું છુપાયો,

તો, સમજાયુ કે પત્ની પૂર્ણતાથી ના જાણે મુજને,

હવે, પત્ની સાથ વિના હું ખોવાયો,

પ્રભુજી એકજ… (૨)

પુત્રીઓ ચાર છે મારી,

સૌ હૈયે છે ઘણી વ્હાલી,

જીવન મારૂ એ સૌમાં વહે,

જ્યારે સંતાનોની પૂંજીમાં હું છુપાયો…

તો, સંતાનોના અભિપ્રાય શુ રે હશે,

એ ના સમજાયો મુજને

હવે ફરી આ જીવનમાં હું ખોવાયો,

પ્રભુજી એકજ… (૩)

ચંદ્ર તો એક માનવ સ્વરૂપે જગમાં રહે,

પ્રભુ ભક્તિમાં એનુ જીવન વહે,

જ્યારે પ્રભુછાયામાં એ છુપાયો…

તો મળ્યો સહારો એને મોહન ગીરધારીનો,

હવે જગમાં ચંદ્ર નથી ખોવાયો, નથી ખોવાયો

પ્રભુજી એકજ… (૪)

કાવ્ય રચના

સપ્ટેમ્બર ૪, ૧૯૯૨

                 આ જીંદગી નથી તારી

 

આ જીંદગી નથી તારી, નથી તારી,

“મારૂ મારૂ” કહી જીદ કરે છે શાની, કરે છે શાની ?

ના આવે કોઈ સાથમાં…

જાણી આવુ, ના રહેજે તું ગુમાનમાં…(ટેક)

અરે, ઓ દેહ રૂપ કેરૂ અભિમાન શાને કરે ?

પલભરમાં પ્રાણ તારો રે જાશે,

કાયા તારી અહીં રે રહી જાશે,

એ ના આવે સાથમાં, ના રહેજે તું ગુમાનમાં…

આ જીંદગી નથી….(૧)

અરે, ઓ…ધન દોલતનો લોભ શાને કરે ?

ઉંચા ઉંચા મહેલો તુટી રે જાશે,

પૈસો-ઝવેરાત તારૂ અહી રે રહી જાશે,

એ ના આવે સાથમાં, ના રહેજે તું ગુમાનમાં…

આ જીંદગી નથી…. (૨)

અરે, ઓ… સંસારનો મોહ શાને કરે ?

સગા સ્નેહીઓ જેને તું રે કહે,

સૌ તો અહીં રે રહી જાશે,

એઓ ના આવે સાથમાં, ના રહેજે તું ગુમાનમાં…

આ જીંદગી નથી… (૩)

અરે, ઓ…ચંદ્ર કહે પ્રભુ ભક્તિ શાને ભુલે ?

ભક્તિ કરતાં કંઈક પુન્ય જો થાશે,

એજ આવશે સાથમાં,

બસ, એટલુ રાખજે તું ધ્યાનમાં

આ જીંદગી નથી…. (૪)

કાવ્ય રચના

સપ્ટેમ્બર ૭, ૧૯૯૨

મારા હ્રદયની વાત

 

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?

મનડું ગુંચવાય છે,

હૈયુ મુંજાય છે,

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૧)

કોઈને કહીશ તો કહેશે સ્વાર્થ છે મારો

મનડુ હવે મુજાય છે,

હૈયુ હવે ગભરાય છે

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૨)

વાત મારા હ્રદયમાં રાખી મુકીશ તો,

કાંઈ અર્થ નથી, કાંઈ અર્થ નથી,

મનડુ હવે ખીજાય છે,

હૈયુ હવે રીસાય છે,

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૩)

મારા હ્રદયની વાત પ્રભુને કહુ એવો વિચાર આવે,

મનડુ હવે મલકાય છે,

હૈયુ હવે હરખાય છે,

ચંદ્ર કહે, હ્રદયની વાત પ્રભુને કરતા,

જીવનનો ભાર દુર થાય છે,દુર થાય છે

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૪)

કાવ્ય રચના

નવેમ્બર ૨,૧૯૯૨

ક્યાં છે પ્રભુ તું ?

 

ક્યાં છે, ક્યાં છે ? ક્યાં છે, પ્રભુ તું ?

શોધી રહ્યો, શોધી રહ્યો પ્રભુજી તને હું…(ટેક)

કોઈ કહે સ્વર્ગમાં તું તો રહે,

કોઈ કહે ત્રિલોકમાં તું તો રહે,

સ્વર્ગ કે ત્રિલોકની ખબર નથી મુજને,

છતાં, તારી જ જરૂરત છે મુજને,

ક્યાં છે, ક્યાં છે ?… (૧)

કોઈ કહે આકાશમાં તું તો રહે,

કોઈ કહે પ્રુથ્વી પર તું તો રહે,

આકાશ ને પ્રુથ્વીનું ભલે હું જાણુ,

છતાં, શોધવુ તને એટલુ જ હું જાણુ,

ક્યાં છે, ક્યાં છે ?…. (૨)

કોઈ કહે તીર્થધામે તું તો રહે,

કોઈ કહે મંદિરે તું તો રહે,

તિર્થધામો અને મંદિરો મેં જોયા અનેક,

છતાં, હજુ પણ શોધી રહ્યો તને એક,

ક્યાં છે, ક્યાં છે ?… (૩)

કોઈ કહે સર્વ જીવોમાં તું તો રહે,

કોઈ કહે આત્મા રૂપે દેહમાં તું તો રહે,

આવી જ્ઞાન જ્યોત દ્વારા ચંદ્રની આંખો ખુલે,

હવે તો, મારા જ આત્મામાં તું તો મુજને મળે !

ક્યાં છે, ક્યાં છે ?… (૪)

કાવ્ય રચના

નવેમ્બર ૪, ૧૯૯૨

આ છે જીવનનૈયા મારી

 

આ છે જીવનનૈયા મારી,

એતો રામનામ સહારે રે ચાલી….(ટેક)

મુજ જીવનમાં મુજવણો ઘણી આવે,

હૈયે દુ:ખ ઘણું એ તો લાવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

આ છે જીવન… (૧)

મુજ જીવનમાં સુખ-સગવડો ઘણી આવે,

હૈયે આનંદ ઘણો એ તો લાવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

આ છે જીવન… (૨)

મુજ જીવનમાં સગા-સંબધીઓ આવે,

હૈયે કર્તવ્ય-પાલનની ફરજો એ તો લાવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

આ છે જીવન… (૩)

મુજ જીવનમાં વર્તમાન કાળે કર્મ કરવાની તકો ઘણી આવે

હૈયે ભવિષ્યનો ડર એ તો લાવે,

એવા સમયે મારા મુખદે પ્રભુનામ રે આવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

આ છે જીવન… (૪)

ચંદ્ર કહે, મોતનો ડર હવે નથી મુજને રહ્યો,

પ્રભુનામ થકી ભવસાગર મેં તો પાર કર્યો.

આ છે જીવન… (૫)

કાવ્ય રચના

નવેમ્બર ૧ ૪, ૧૯૯૨

એક કમળ

 

પ્રભાતિયું થયુ,

સુર્ય કિરણે એક કમળ ખીલ્યુ.

કમળ સરોવરમાં હતુ,

સુર્ય કિરણે એ હસતું હતુ.

લીલા બે પાન વચ્ચે કમળ હતુ,

સુર્ય કિરણે એ ગુલાબી હતુ.

સરોવરમાં કમળ મહેકી રહ્યું,

સુર્ય કિરણે કમળ શોભી રહ્યુ.

ઉડી ગુંજી, એક ભમરો કમળ પર બેઠો,

સુર્ય કિરણે એ વ્હાલથી ચુંબન કરતો રહ્યો,

ભમરો તો કમળ અમીરસ પીતો રહ્યો,

સુર્ય કિરણે કમળ પ્રેમથી ભમરો ખુશી હતો,

ધીરે ધીરે સમય તો વહી ગયો,

સુર્ય કિરણો, છતાં સાંજનો સમય થઈ ગયો.

હવે રાત્રી છતાં, કમળને નીંદ કેવી !

સુર્ય કિરણો ન હતા, છતાં હતી કમળ- જાગ્રુતી કેવી

બીજા માટે કમળે બધુ જ અર્પણ કરી દીધુ

કમળ જેવા થાજો, તમે મળશે હરિ,

એટલુ ચંદ્રે કહી દીધુ !

કાવ્ય રચના

નવેમ્બર ૧ ૪, ૧૯૯૨

પ્રભુ, તારા અને મારામાં ફરક રહ્યો

 

પ્રભુ, તારા અને મારામાં ફરક છે,

ફરક છે છતાં, પ્રભુ,તારા જેવું થાવુ છે મારે,

આટલુજ સૌને કહેવુ છે મારે……. (ટેક)

પ્રભુ, તું છે હીરલો, અને હું પથ્થર રહ્યો,

એકજ તત્વનાં બન્યા, છતાં, તારા અને મારામાં

ફરક રહ્યો,

હીરલો થાવુ છે મારે,

બસ, આટલુજ સૌને કહેવું છે મારે

પ્રભુ તારા…. (૧)

પ્રભુ, તું છે પ્રકાશ, અને હું અંધકાર રહ્યો,

એકજ ઘટના, છતાં, તારા અને મારામાં ફરક રહ્યો,

પ્રકાશ થાવું છે મારે,

બસ, આટલુજ સૌને કહેવું છે મારે

પ્રભુ તારા…. (૨)

એક આત્મા રૂપે તું તો મુજમાં છુપાયો,

તારા અને મારામાં હવે ના કાંઈ ફરક રહ્યો,

પરમાત્મા સ્વરૂપે તું તો મુજને મળ્યો,

બસ, આટલુજ સૌને કહી, ચંદ્ર તો હરિ ચરણે પડ્યો,

પ્રભુ તારા…. (૩)

કાવ્ય રચના

નવેમ્બર  ૧૯,૧૯૯૨

મારા દીલમાં શું છે ?

 

મારા દીલમાં શું છે, કોઈ જાણે ખરૂ ?

દીલડામાં રહી જશે, તો હું શું રે કરૂ ?….(ટેક)

કંઈક કહેવા પ્રયત્નો કર્યા,

તો, લોકોએ મુજને પાગલ કર્યો,

મારા દીલમાં… (૧)

મૌન જ્યારે હું રહ્યો,

તો, અભિમાની મુજને ગણ્યો,

મારા દીલમાં… (૨)

બુમો પાડી હઠીલો બન્યો,

તો, માર મુજને પડ્યો,

મારા દીલમાં…(૩)

દીલડું ગુંગળાય ગયુ,

તો, કાવ્ય લખી દીલડું હલકુ કર્યુ,

મારા દીલમાં.. (૪)

.

દીલડે હવે ના કંઈ રહ્યુ,

હવે તો, સૌએ ચંદ્રદીલડુ જાણી લીધુ,

મારા દીલમાં… (૫)

દીલનો ભાર હલકો થયો,

તો..જીવન અંધકાર પણ દુર થયો,

મારા દીલમાં… (૬)

દીલમાં જે રહ્યુ તે બધુ પ્રભુ જાણે,

હવે તો ચિંતા નથી, કોઈ જાણે કે ન જાણે,

મારા દીલમાં… (૭)

કાવ્ય રચના

નવેમ્બર  ૧૯,૧૯૯૨

            જીંદગીની સફર

 

શી ખબર છે, કાલે શું થાશે,

જીંદગીની સફર છે,

શી ખબર છે, ક્યારે એનો અંત આવશે?…(ટેક)

મંઝીલ ઘણી દુર છે,

હજી તો, સફરની શરૂઆત થઈ,

અને, ફક્ત થોડા દિવસોની જીંદગી વહી ગઈ,

શી ખબર છે… (૧)

ચિંતાઓ ઘણી મસ્તકે રહી,

જે થકી, સફરનો રસ્તો મળતો નથી,

અને, જીવનમાં સફળતા મળતી નથી,

શી ખબર છે…(૨)

હિંમતનો સહારો જો લઈ લીધો,

હવે, કિનારો જરૂર મળશે,

અને હૈયે વિજયનો આનંદ થશે,

શી ખબર છે…(૩)

જીંદગી જીવવાની આવી જો મળી ગઈ,

ચંદ્રે વિજય આનંદ પ્રભુને અર્પણ કરી દીધો,

કાલની ચિંતા એને નથી, ભાર જો પ્રભુએ લીધો,

શી ખબર છે… (૪)

કાવ્ય રચના

નવેમ્બર ૨૦,૧૯૯૨

કમુ-શક્તિ

 

આ સંસારી જીવનમાં જીવનસાથી છે પત્નિ મારી,

આ જીવન સફરમાં એ તો છે શક્તિ મારી,

કાવ્ય લખવામાં પ્રભુ પ્રેરણા જરૂર મળી મુજને,

કિંતુ, એ પ્રેરણા દિપક જલતો રાખવા, પત્નિ કમુ નામે

શક્તિ મળી મુજને,

એક એક કાવ્ય લખાણે, જે ચંદ્ર-શક્તિ વહી,

એમાં જરૂર કમુ-શક્તિ હતી, જો આજે આ પુસ્તિકા બની

ડૉ. ચંદ્રવદન

કાવ્ય રચના

ઓક્ટોબર ૧૧, ૨૦૦૦

સંપુર્ણ

                                 

13 ટિપ્પણીઓ Add your own

 • 1. vijayshah  |  નવેમ્બર 20, 2007 પર 1:54 એ એમ (am)

  અભિનંદન ડોક્ટર સાહેબ !
  વેબ પેજ ઉપર આપના આગમને અમારી શત શત શુભકામનાઓ!
  પ્રભુ ને પ્રાર્થના કે આપ ઘણું લખો અને
  સમગ્ર વિશ્વમાં આપના હ્રદય ભાવો પ્રસરે..ગુંજે અને
  વેબ ઉપર આવનારી દરેક વાચક વ્યક્તિ પ્રભુને ભાવપુર્વક વંદે…
  આપના ભક્તિભાવની સરિતામાં ભાવ પુર્વક ડુબકી મારી આનંદીત થાય..

  જવાબ આપો
 • 2. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 26, 2007 પર 6:13 પી એમ(pm)

  BHAKTIBHAVNA ZARNA WRITEUP FOR THIS WEBSITE IS CONTINUED BUT VIJAYBHAI THIS FIRST COMMENTS BY YOU MEAN A LOT TO ME…I LOOK FORWARD TO YOUR MARGDARSHAN ….THANKS.

  જવાબ આપો
 • 3. સુરેશ જાની  |  નવેમ્બર 29, 2007 પર 2:29 પી એમ(pm)

  આજે જ આ બ્લોગની ખબર પડી. ખુબ ખુબ અભીનંદન.

  જવાબ આપો
 • 4. Dr.Shashikant Mistry  |  ડિસેમ્બર 1, 2007 પર 5:58 પી એમ(pm)

  My heartfelt congratulations to you ,Chandravadanbhai ,for your very informative website expressing well your emotions, ideas and feelings coming from the heart. Keep up your creative work and it will reach many of your admirers through this wonderful blog

  જવાબ આપો
 • 5. Dilip Patel  |  માર્ચ 24, 2008 પર 11:26 પી એમ(pm)

  અરે ભાઈ, દાન આપો, દાન આપો,
  દીલ ખોલી તમો દાન આપો, દાન આપો…
  દાન આપો નાનું કે મોટું,
  અહંકાર સાથે આપો તો એ થાશે ખોટું,
  અરે ભાઈ દાન આપો, દાન આપો
  દીલ ખોલી તમો દાન આપો, દાન આપો… (૧)

  લક્ષ્મી જો તમ ઘર રે આવી,
  મોટેરુ દાન કરવા તક તમોને પ્રભુએ રે આપી,
  અરે ભાઈ દાન આપો, દાન આપો
  દીલ ખોલી તમો દાન આપો, દાન આપો… (૨)

  દાન આપવાની ઉમદા સેવામાં જો અહંકારનું તાન ભેગું થાય તો બધુંજ આપણને આપનારા ભગવાન આગળ આપણું માન શું રહેવાનું?
  અહંકારના ભાર નીચે આપવાથી આવતો આનંદ અધકચરો જ રહેવાનો.

  ભક્તિભાવનાં આ ઝરણામાં અહંકાર ઓથે તરવાને બદલે તરણા બનીને આપણે વહી શકીએ અને સદ્ ભાવની સ્થૂળતા સાધીને ‘સ્વ’ભાવની સૂક્ષ્મતા સહી શકીએ એજ હો સ્તુતિ ને એજ હો સાધના.

  શુભકામનાઓ સહ,
  દિલીપ ર. પટેલ
  http://www.pateldr.wordpress.com

  જવાબ આપો
 • 6. Ramchandra Prajapati  |  ઓગસ્ટ 17, 2008 પર 5:27 એ એમ (am)

  Dr. Chandravadan Mistry Ji, (Guruji)

  You are a Great person in the world due to your thought. i am your Student and give us an Oppournity to share your Knowledge with us.

  Haro Om !!!
  Jay Shree Krishna !!!!

  જવાબ આપો
 • 7. vinod K Prajapatri  |  જાન્યુઆરી 14, 2009 પર 11:06 એ એમ (am)

  Happy Birthday to our Sister Respected KAMUBEN>>>>>>>>>>>

  જવાબ આપો
 • 8. vinod K Prajapatri  |  જાન્યુઆરી 14, 2009 પર 11:08 એ એમ (am)

  Shri Ramchandra Prajapati will contact you. his web-site is prajapati4prajapati.com
  Vinod K Prajapati

  જવાબ આપો
 • 9. Sharad Shah  |  એપ્રિલ 23, 2010 પર 5:07 પી એમ(pm)

  પ્રિય ચંન્દ્રવદનભાઈ,
  પ્રેમ્;
  ગોરા કુંભાર પ્રજાપતિ કુળમા જનમ્યા હતા અને પરમાત્માને પામી શક્યાતા. બહુ ઓછા પ્રજાપતિ મિત્રો ગોરાકુંભાર વિષે જાણે છે. કદાચ જાણતા પણ હોયતો પણ તે ક્યાં જનમ્યાતા, ક્યારે જનમ્યાતા, કોને પરણ્યાતા ને ક્યારે મરી ગયા તેથી અધિક બહૂ ઓછા લોકોને ખબર છે. ગોરાકુંભાર, રઈદાસ, કબીર, ઇનાયતશાહ જેવા કેટલાય સંતો કીચડમા ખીલેલા કમળો છે અને માનવજાત માટે એક અદભૂત મિશાલ છે. રામ, ક્રિષ્ણ, મહાવીર કે બુદ્ધ તો રાજ ઘરાનામા પેદા થયા અને ખિલ્યા તેમા બહુ નવાઈની વાત નથી. ગોરાકુંભાર તમારા મારા જેવા અનેક જીવો માટે એક આશાનુ કિરણ છે.
  શેષ શુભ;
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ શાહ.

  જવાબ આપો
 • 10. P.K.Davda  |  જાન્યુઆરી 24, 2013 પર 1:08 એ એમ (am)

  ડૉક્ટર સાહેબ,
  ઈશ્વરે તમારી અંદર રહેલી ભક્તિ અને શ્રધ્ધા વ્યક્ત કરવા જ જાણેકે આ બ્લોગની રચના કરવા તમને પ્રેરણા આપી છે. અમને સૌને એમા સહભાગી બનાવવા માટે ધન્યવાદ.

  જવાબ આપો
 • 12. ભક્તિભાવનાં ઝરણાં | સૂરસાધના  |  ઓક્ટોબર 7, 2014 પર 2:52 પી એમ(pm)

  […] એમની ઘણી બધી આવી રચનાઓ અહીં માણો. […]

  જવાબ આપો
 • 13. La' Kant  |  ઓક્ટોબર 9, 2014 પર 9:57 એ એમ (am)

  ” ભક્તિભાવના ઝરણા” વહેતા રહે અને “પ્રભુ” રીજે તો બસ ! એ તો ભાવનો ભૂખ્યો છે ને?
  -લા’ કાંત / ૯-૧૦-૧૪

  જવાબ આપો

vinod K Prajapatri ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: