શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ !

જુલાઇ 16, 2015 at 2:25 પી એમ(pm) 12 comments

7844e-floweranimation

શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ !

વિશ્વાસ પર જગ નભે ત્યારે તમે શું કહો ?

એવા વિશ્વાસને શ્રધ્ધા કહો કે અંધશ્રધ્ધા કહો ?…………(ટેક)

 

પતિ પત્ની પર ‘ને પત્ની પતિ પર વિશ્વાસ કરે,

એવા વિશ્વાસે, બંનેનું જીવન જગમાં વહે,

એ જ યોગ્ય છે, એવું સંસાર સૌને કહે !……………………..(૧)

 

ભણતરે ડીગ્રી મેળવી, એક ડોકટર બને,

ડોકટરી સલાહો પર દર્દીઓ વિશ્વાસ કરે,

એ જ યોગ્ય છે, એવું સંસાર સૌને કહે !……………………(૨)

 

જ્યોતિષ વિધ્યા જાણી, એક જ્યોતિશ બને,

જ્યોતિષ સલાહો પર લોકો વિશ્વાસ કરે,

એ જ યોગ્ય છે, એવું સંસાર સૌને કહે !…………………(૩)

 

પ્રભુશક્તિ અપાર છે એવું અનેક માને,

એવા વિશ્વાસે, માનવીઓ ભક્તિપંથ અપનાવે,

એ જ યોગ્ય છે, એવું સંસાર સૌને કહે ! ……………….(૪)

 

અખિલ સંસાર જ વિશ્વાસ પર નભે,

ત્યારે, ભાગ્ય કે પુરૂષાર્થનું શું થશે ?

એવા વિચારે માનવી મનને પૂછી રહે,

વિશ્વાસમાં શ્રધ્ધા કે અંધશ્રધ્ધા સમજવી કેમ ?…………(૫)

 

મંત્રો કે તાવીજ તરફ દોડી પુરૂષાર્થ ના છોડો,

પ્રભુશ્રધ્ધા રાખી, પુરૂષાર્થ પંથે કર્મ કરતા રહો,

એવા અચળ વિશ્વાસે અંધશ્રધ્ધાઓ દુર હશે,

ત્યારે જ ખરી શ્રધ્ધાના દર્શન જરૂર થશે !…………..(૬)

 

માનવીમાં માનવતા નિહાળી, વિશ્વાસ રાખ્યો એ શ્રદ્ધા,

માનવીની અમાનવતાના કેદી થતા જન્મે અંધશ્રધ્ધા,

પ્રભુ નામે શક્તિ પર અટળ વિશ્વાસ જો કર્યો હોય,

એવી પ્રભુશ્રધ્ધામાં પ્રારભ નમતા, પુરૂષાર્થે સફળતા જ હોય !……(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ ઓક્ટોબર,૨૬,૨૦૧૪                           ચંદ્રવદન

 

બે શબ્દો…

“અખંડ આનંદ” નો એપ્રિલ,૨૦૧૪નો અંક.

પાન ૩૮થી ૪૩ પર “મારી શ્રધ્ધા અને તમારી અંધશ્રધ્ધા” નામે લેખ.

એના લેખક છે ડો. દિનકર જોષી.

લેખ વાંચી આ રચના થઈ.

આશા છે કે તમોને ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

The Post is on he understanding  of the FAITH.

What is the REAL Faith in the DIVINITY ?

An attempt is made to explain this with a POEM in Gujarati.

The Poem is based on an Article (LEKH) by Dr. Dinkar Joshi.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Misty

 

Entry filed under: કાવ્યો.

માનવ દેહ અને આત્મા ! પ્રભુભજન ના ગાઈ શકું !

12 ટિપ્પણીઓ Add your own

 • 1. Purvi Malkan  |  જુલાઇ 16, 2015 પર 3:00 પી એમ(pm)

  આપની બધી જ વાતો સાચી, પણ ડોકટરો  સારું કહેતાં હોય કે સાચું કહેતાં હોય પણ મારો વિશ્વાસ તેમનાં પરથી ડગમગી ગયો છે, તેથી તેમને હું શ્રધ્ધા ય કહી શકતી નથી , ને અંધશ્રધ્ધાયે કહી શકતી નથી.  પણ મારી  જે પરિસ્થિતી છે તે પરિસ્થિતિ કેવળ અહીં જ નહીં ઈન્ડિયામાં યે જોવા મળે છે, તેથી એક સમયે કહેવાતું કે વૈદ્ય -(ડોક્ટરો) માં નારાયણ જુઓ જે તમને પોતાની ચિકિત્સાથી નવજીવન આપે છે તે ઉક્તિનો કોઈ અર્થ નથી. આ પ્રત્યુત્તર બ્લોગ ઉપર ન મૂકશો, કારણ કે હું નથી ઇચ્છતી કે ડોકટરો પરની બીજા કોઇની શ્રધ્ધા ખંડિત થાય.  પૂર્વી. 

  જવાબ આપો
  • 2. chandravadan  |  જુલાઇ 16, 2015 પર 8:17 પી એમ(pm)

   Purvi,
   Thanks for your Comment.
   You expressed you ANUBHAV.
   You are right in what you said.
   But….Do not put ALL in as ALL SAME.
   I will personally say MORE as a KAVYA on an Email.
   Dr. Chandavadan ( Uncle)

   જવાબ આપો
 • 3. રીતેશ મોકાસણા  |  જુલાઇ 16, 2015 પર 3:17 પી એમ(pm)

  બહુ સરસ વિવેચન સાથેનું કાવ્ય; શ્રધ્ધા અંધ-શ્રધ્ધા વિષે કહી જાય છે.

  જવાબ આપો
 • 4. P.K.Davda  |  જુલાઇ 17, 2015 પર 4:51 એ એમ (am)

  શ્રધ્ધા ઉપર જ મોટાભાગના દુનિયાના વ્યહવાર ચાલે છે. નામી કંપનીનો માલ સારો જ હશે, એવી શ્રધ્ધાને લીધે લોકો પેકૅટ્માં બંધ સામાન લઈ જાય છે અને ઘરે જઈ પેકેટ ખોલે છે. અંધશ્રધ્ધા મોટે ભાગે ધર્મ અને કર્મકાંડ જેવી બાબતમાં જોવા મળે છે.

  જવાબ આપો
 • 5. Vinod R. Patel  |  જુલાઇ 17, 2015 પર 5:46 એ એમ (am)

  ડોક્ટર અને એની સારવાર ઉપર દર્દી ને જો શ્રધા હોય તો એ જલ્દી સાજો થાય છે એમ કહેવાય છે.

  પ્રભુ પર શ્રધ્ધા વિશેની મારી એક કાવ્ય રચના

  શ્રધ્ધા !

  કોઈ કાર્ય, કોઈ પ્રશ્ન ,એવો કઠિન નથી જીવનમાં,

  જેને હું ને મારો પ્રભુ ભેગા મળી, ઉકેલી ના શકીએ .

  પ્રભુ કૃપા સાથે મનમાં જો હોય પુરુષાર્થની ભાવના,

  મુશ્કેલ કામ પણ સરળ બની જાય ,એમાં નવાઈ ના.

  —વિનોદ પટેલ

  જવાબ આપો
 • 6. સુરેશ  |  જુલાઇ 17, 2015 પર 12:17 પી એમ(pm)

  વિશ્વાસ પર જગ નભે ત્યારે તમે શું કહો ?
  અમારી પર વિશ્વાસ રાખો. તમારું કલ્યાણ કરી દેશું !!

  જવાબ આપો
 • 7. pravina Avinash kadakia  |  જુલાઇ 17, 2015 પર 12:35 પી એમ(pm)

  માનવીમાં માનવતા નિહાળી, વિશ્વાસ રાખ્યો એ શ્રદ્ધા,
  માનવીની અમાનવતાના કેદી થતા જન્મે અંધશ્રધ્ધા,
  પ્રભુ નામે શક્તિ પર અટળ વિશ્વાસ જો કર્યો હોય,
  એવી પ્રભુશ્રધ્ધામાં પ્રારભ નમતા, પુરૂષાર્થે સફળતા જ હોય !……(૭)

  very nice

  જવાબ આપો
 • 8. ishvarlal R. Mistry  |  જુલાઇ 17, 2015 પર 5:22 પી એમ(pm)

  Chandravadanbhai. you have very nicely expressed on your poem Shradha ,and Undthshradha, this Sansar goes very well if you have Shradha, simple my thoughts Shradha is in us ,but we have to realize it. like when we go to sleep at nite ,we have shradha (faith that we are going to wake up) tomorrow .etc. Being positive pushes to overcome obstacles in life. Unshradha is not good but it is according to one’s belief their thoughts.Spiritual knowledge Bhakti ,Santsamagan for our Munjvan in life.is the way according to my thoughts.
  Thankyou for sharing your thoughts and understanding.like it and helps in life. Like others comments also.
  Ishvarlal.

  જવાબ આપો
 • 9. chandravadan  |  જુલાઇ 17, 2015 પર 7:10 પી એમ(pm)

  This was an Email Response>>>

  શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ

  Yashumati Raksha Patel

  To Chandravadan Mistry Today at 10:48 AM

  ખુબ સરસ રચના……….ઘણી ગમી!

  રક્ષા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Raxaben,
  Abhar.
  Chandravadan

  જવાબ આપો
 • 10. samir r dholakia  |  જુલાઇ 18, 2015 પર 1:08 એ એમ (am)

  WAAAAAAAAAH WAAAAAH JUST SUPERB.

  જવાબ આપો
 • 11. chandravadan  |  જુલાઇ 18, 2015 પર 8:17 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સ

  shirish dave

  To Chandravadan Mistry Today at 3:54 AM

  Excellent
  >>>>>>>>>>>>…………………………………>>>>>>>>>>>>>>
  Shirishbhai,
  Abhar
  C.Mistry

  જવાબ આપો
 • 12. nabhakashdeep  |  જુલાઇ 21, 2015 પર 6:26 પી એમ(pm)

  રે રે શ્રધ્ધા ગત થઈ પછી કોઈ કાળે ના આવે….સમય સમયે પરીક્ષા ને તાજવે તોલાતા આપણે…વિશ્વાસે જ વહાણ હંકાય..પછી ચક્રવાત આવે તો નશીબ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,469 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: