માનવ દેહ અને આત્મા !

July 13, 2015 at 4:37 pm 9 comments

 

 

માનવ દેહ અને આત્મા !

“હું કોણ ?” માનવી એના મનમાં વિચારે,

એવા વિચારે, મન એને ભુતકાળમાં લાવે,

વ્રુધ્ધ બનેલો દેહ તે જ હું ?

કે પછી, યુવાનીમાં હતો એ હું ?

યુવાની નિહાળી, ખુશ એ બને,

“આ જ હું ! આ જ હું !” એ કહેતો રહે,

ત્યારે, બચપણની યાદ એને સતાવે,

નિર્દોષી જીવન “હુંપદ” ફરી લાવે,

અચાનક એ હતો નારી ગર્ભસ્થાનનો કેદી બને,

માનવ દેહરૂપે “એ જ હું ” કહેવાની આદત એને પડે,

ત્યાં, અચાનક બે જુદા જુદા જીવો એ નિહાળે,

નારીરૂપી ઈન્ડુ અને પુરૂષરૂપી વિર્ય એ નિહાળે,

એક નહી, બે જુદા જુદા જીવો એ  નિહાળે,

અચાનક મિલને “ઈન્ડા જેવા” આકારના દર્શને,

ફરી અદભુત એક નિહાળી “હું એ જ !” એ બોલે,

ત્યારે અંતર આત્મા જાગી જઈ, એને કહે ઃ

માનવ દેહરૂપી ઘરપિંજર છે ન્યારૂં,

શક્તિરૂપે આત્મારૂપી હું છું પ્રભુનું અંશ પ્યારૂં,

આત્મારૂપે શક્તિ તે જ ખરેખર છે તું,

માનવ દેહરૂપે પણ ક્ષણભર ખરેખર છે તું !

દેહરૂપે અંત છે જરૂર અહીં તારો,

પ્રભુઅંશી આત્મા રહે અમર તારો,

બે જીવઓમાંથી “એક” કરનાર છે પ્રભુજી એક,

નર અને નારીની રચનામાં છે પ્રભુઈચ્છા એક,

એક ઈચ્છા તે જ માનવ સર્જન કરવું ફરી ફરી,

માનવ અવતારે પ્રભુમાં સમાય જવાની છે ફક્ત એક ઘડી !

અરે માનવી ! ના કર વિભાજન આત્માનું તું,

માનવદેહ મોહ ત્યાગી,અમર આત્માને પહેચાણ તું !

કાવ્ય રચના ઃ તારીખ ઓક્ટોબર,૧૭, ૨૦૧૪                     ચંદ્રવદન

 

બે શબ્દો…

મારા મિત્ર પ્રવિણભાઈ શાસ્ત્રીનો એક ઈમેઈલ આવ્યો.

એ વાંચતા એમણે એમના બ્લોગ પર પ્રગટ કરેલી પોસ્ટોના લીસ્ટમાં “આત્મા વિભાજન” નામે પોસ્ટ હતી.

એ પોસ્ટ વાંચ્યા બાદ…પ્રભુપ્રેરણાથી એક કાવ્ય રચના થઈ તે જ આજે પોસ્ટરૂપે છે.

તમે પણ નીચેની “લીન્ક” દ્વારા એ “આત્મ વિભાજન” પોસ્ટ વાંચો>>>

 

https://pravinshastri.wordpress.com/2015/07/13/%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%85%e0%aa%96%e0%aa%82%e0%aa%a1-%e0%aa%85%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%ab%80-%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be

 

 

આશા છે કે તમોને પોસ્ટ ગમશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today is a Poem in Gujarati entitled ” MANAV DEH Ane ATMA”…meaning “HUMAN BODY & SOUL”

A MAN thinks that HE is the BODY…The Body is MORTAL while Soul is IMMORTAL.

What is immortal is ALWAYS there….& that is possible only as the PART of the CREATOR who is EVERLASTING.

Can Soul be DIVIDED ?

A HUMAN is created by the UNION of 2 LIVING ( Femail Egg & Male Sperm)….So 2 making ONE.

Can then the ATMA of the UNION be DIVIDED ?

This QUESTION is discussed as the POEM.

Hope you like this Post.

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ ) શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ !

9 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  July 13, 2015 at 5:49 pm

  આત્મા વિભાજન ,,, શરીર … આત્મા …

  અરે માનવી ! ના કર વિભાજન આત્માનું તું,
  માનવદેહ મોહ ત્યાગી,અમર આત્માને પહેચાણ તું !

  વિચાર દોહન માણ્યું

  Reply
 • 2. nabhakashdeep  |  July 14, 2015 at 12:18 am

  ડૉશ્રી ચંદ્રવદનભાઈ

  ચીંતનમય , સનાતન સતની અનુભૂતિ દેતી રચના. માનવ જન્મ થકી જ આત્મા અનાત્મા(પુદગલ)ના ભેદ પમાય છે..બીજી યોનીના અવતારો ફક્ત ભોગવટો જ છે.સંતશ્રી નરસિંહ મેહતાજી…એક આત્મ ના ચીંતવ્યો તો સર્વ સાધના જૂઠી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 3. SARYU PARIKH  |  July 14, 2015 at 9:57 pm

  સરસ વિચારો અને રચના.
  સરયૂ

  Reply
  • 4. chandravadan  |  July 15, 2015 at 3:38 am

   Saryuben,
   Thanks for picking up the typing mistakes in 3 lines.
   Thanks for your visit/comment for the Post.
   ChandravadanBhai

   Reply
 • 5. P.K.Davda  |  July 14, 2015 at 10:32 pm

  દેહ અને આત્મા એ અગમ-નિગમની વાતો છે. આત્માનું અર્થધટન બહુ અધરૂં છે. ગીતામાં શ્રી કૃષ્ણે ખૂબ પ્રયત્ન કર્યો છે આત્મા વિષે સમજ પાડવા માટે, પણ હું તો હજીસુધી દેહ અને આત્માને અલગ કરી સમજી શક્યો નથી.

  Reply
 • 6. pravinshastri  |  July 14, 2015 at 11:19 pm

  મારી “આત્મ વિભાજન” વાર્તા તો એક વિચાર મંથન જ હતું.
  આ સાથે સમય કાઢીને મારી આ લિન્ક પણ જરા જોઈ જજો https://pravinshastri.wordpress.com/2015/07/13/%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%85%e0%aa%96%e0%aa%82%e0%aa%a1-%e0%aa%85%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%ab%80-%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be/ સાથે સાથે મળેલી કોમેન્ટ પણ રસપ્રદ છે તમે તો ખૂબ જ થોડા શબ્દોમાં માનવ દેહ અને આત્માનો સંબધ સરસ રીતે વ્ય્ક્ત કર્યો.

  Reply
 • 7. ishvarlal R. Mistry  |  July 16, 2015 at 12:53 am

  Very good poem with meanng ,one has to understand ,like other comments.Atma is Amar ,body goes as ashes etc.
  Thank you for sharing good thoughts.
  Ishvarlal.

  Reply
 • 8. રીતેશ મોકાસણા  |  July 16, 2015 at 3:18 pm

  Very nice !!

  Reply
 • 9. puthakkar  |  July 21, 2015 at 4:21 pm

  Life voyage passes through hours, days, months and years..

  Even though we don’t feel time passing and don’t feel ourselves growing elder.

  why?

  Because, our body has births and deaths.

  While the SOUL has been for ages…

  our SOUL has neither birth nor death.

  SOUL is forever and ever.

  The SOUL has only L L I I F F E E and L L I I F F E E….

  Whatever we think that can become possible because the SOUL is in our body.

  When the SOUL is gone, this body has no value. In short, whatever we think, eat, listen and hear, and..and feel that is all due to SOUL in our body.

  So whatever we feel is being felt due to SOUL. And our all thinking, impressions, images in our mind is through our SOUL.

  Therefore with the impression of ever existing SOUL, we too feel ourselves ever existing and don’t feel having become older.

  Just as the SOUL is forever and ever, we are also forever and ever.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

July 2015
M T W T F S S
« Jun   Aug »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: