માનવની જગ-યાત્રા !

જુલાઇ 6, 2015 at 1:19 પી એમ(pm) 8 comments

 

7844e-floweranimation

માનવની જગ-યાત્રા !

માનવ જન્મ જો આણમોલ અને ભગવાનની ભેટ સમજો,

તો, શાને એના ઉધ્ધાર માટે તમે કાંઈ ના કરો ?……………..(૧)

 

માનો કે બચપણે મમતાના પ્રેમ દરિયે આનંદ માણ્યો,

તો, તરૂણાવસ્થામાં કંઈ વિચારી આશાઓના કિલ્લા કરો, …….(૨)

 

યુવાવસ્થામાં જોશ, ઝનુન અને સાહસ ખીલશે,

નિરાશાઓ હટાવી, આગેકુચ કરતા શીખયે,…………………..(૩)

 

પૌઢાવસ્થામાં જે કર્યું તે નિહાળી ખુશી અનુભવવી રહી,

કુટુંબ સિવાય અન્ય માટે કુરબાનીની ખુશીઓ હૈયે રહી………….(૪)

 

ઘડપણમાં પ્રભુ ભજીશું કે કાંઈ કરીશુંનો મંત્ર ખોટો રહ્યો,

અરે ! એ તો પાપ પુણ્યનો હિસાબ કરવાનો સમય રહ્યો,…………(૫)

 

 

મૃત્યુ સૌનું અચાનક કે સુખો સાથે દુઃખો જગમાં જરૂર આવશે,

એવા સમયે, દેહ છોડી આત્મા મેળવેલ પૂંજી સાથે  હશે………(૬)

 

સાત પેઢીના સંબંધોરૂપે જન્મ મરણના ફેરા જગમાં રહે,

છોડો સ્વર્ગ નરકની વાતો, પ્રભુમાં સમાય જાતા ના કોઈ ફેરા રહે,……(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન,૨૭,૨૦૧૫                   ચંદ્રવદન

 

બે શબ્દો…
 
એક દિવસ એક ઈમેઈલ.
એમાં જીવનરૂપી “વન”ના વર્ણનમાં ઉલ્લેખ હતો>>>
 
વનના સાત પગલા
 
(1)  જન્મ: એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
 
(2)  બચપન: મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે
જે ડૂબી શક્યો તે તરિયો છે.
 
(3)  તરુણાવસ્થા: કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે,
મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
 
(4)  યુવાવસ્થા: બંધ આંખોનું સાહસ છે, જોશછે, ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે, કૂરબાનીની આશાઓ છે, 
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
 
(5)  પ્રૌઢાવસ્થા: ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
 
(6)  ઘડપણ: વિતેલા જીવનનો સરવાળો છે
મારા આપણાનો વહેવાર છે, 
જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
 
(7)  મરણ-જીન્દગીની કિતાબ ખૂલશે
નાડીએ-નાડીએ કર્મ તૂટશે,
પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે
કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે
પોતાનાનો પ્યાર છૂટશે
સાત પગલા પૂરા થશે


 
બસ….આ વિચાર અને લખાણને કાવ્ય સ્વરૂપ આપવા આ મારો પ્રયાસ છે.
પોસ્ટરૂપે ગમ્યું ?
 
ડો. ચન્દ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
An Email with the Human Life viewed as 7 STAGES.
From that….my CREATION is this Poem in Gujarati.
Hope you like it !
Dr. Chandravadan Mistry

 

Entry filed under: કાવ્યો.

માનવ તંદુરસ્તી (૪૦) માનવ દેહના કાનો એટલે માનવીઓની સાંભળવાની શક્તિ હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં “મંડલ પુજા” ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY

8 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ  |  જુલાઇ 6, 2015 પર 3:02 પી એમ(pm)

  ચલતે રહો – રૂકો મત.

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  જુલાઇ 6, 2015 પર 3:05 પી એમ(pm)

  મનુષ્યજીવનના અલગ અલગ તબ્બકા બહુ સરસ રીતે રજૂ કર્યા છે. સમજીયે તો સુખ છે, ન સમજીયે તો તકલીફ છે.

  જવાબ આપો
 • 3. pravina Avinash kadakia  |  જુલાઇ 6, 2015 પર 4:33 પી એમ(pm)

  Everybody has to do this Yatra’ . Let’s make it enjoyable journey !

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  જુલાઇ 6, 2015 પર 5:02 પી એમ(pm)

  છોડો સ્વર્ગ નરકની વાતો, પ્રભુમાં સમાય જાતા ના કોઈ ફેરા રહે,

  સુંદર વિચાર દર્શન

  જવાબ આપો
 • 5. દાદીમા ની પોટલી  |  જુલાઇ 7, 2015 પર 2:15 પી એમ(pm)

  ખૂબજ સુંદર …

  જવાબ આપો
 • 6. chandravadan  |  જુલાઇ 8, 2015 પર 4:14 એ એમ (am)

  This was an Email Response>>>

  Re: NEW POST…. માનવની જગ-યાત્રા !
  Dharamshi Patel
  To Chandravadan Mistry Jul 6 at 8:02 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji>>>ABHAR>>>Dr.. Mistry

  જવાબ આપો
 • 7. ishvarlal R. Mistry  |  જુલાઇ 9, 2015 પર 5:33 એ એમ (am)

  Very nice post Chandravadanbai, nice 7 steps described in your poem and explanation.Pray to God to bear the pain of old age ,Hari om Namoshiwa.
  Ishvarlal.

  જવાબ આપો
 • 8. sapana53  |  જુલાઇ 11, 2015 પર 2:08 પી એમ(pm)

  ઘડપણમાં પ્રભુ ભજીશું કે કાંઈ કરીશુંનો મંત્ર ખોટો રહ્યો,

  અરે ! એ તો પાપ પુણ્યનો હિસાબ કરવાનો સમય રહ્યો,……ખૂબ સરસ કવિતા દરેક પંક્તિમા બોધ છે..એટલે જ ચંન્દ્રવદનભાઈ જ્ઞાનથી આપનો ચહેરો ઝળહળે છે

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,823 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: