પવિત્ર પીપળો અને એનું પાન !

જૂન 25, 2015 at 12:06 પી એમ(pm) 7 comments

 

 

 

 

પવિત્ર પીપળો અને એનું પાન !

હિન્દુ ધર્મપ્રેમી હૈયે પીપળો તો છે ખુબ જ પ્યારો,

કહું છું સૌને, શાને માટે પીપળો છે સૌનો પ્યારો !…………(ટેક)

 

દેવોના ભલા માટે શ્રી વિષ્ણુજી પીપળારૂપે થયાનું પૂરાણો કહે,

વિષ્ણુજીને પ્રિય પીપળો માની, હિન્દુઓ એની પૂજા કરે,

હૈયે એવી ભાવના હોય તો બીજું કાંઈ ના પૂછો મને !………(૧)

 

ભગવાન બુધ્ધને “જ્ઞાન પ્રકાશ” પીપળા ઝાડ તળે મળ્યાનું સૌ જાણે,

બૌધ ધર્મ-પ્રેમીઓ પીપળાને પવિત્ર ગણી ભાવથી પૂજન કરે,

હૈયે વિચાર આવો જોડી તમે પણ પીપળાને પવિત્ર ગણો !……(૨)

 

હિન્દુ ધર્મે પીપળા ફળમાં દેહ આત્માની સમજ વેદોમાં મળે,

ભાગવત ગીતા ઉપદેશે શ્રી કૃષ્ણ પોતાને સર્વ ઝાડોમાં પીપળો ગણે,

એવી ઉચ્ચ વિચારધારામાં રહી, પીપળામાં પ્રભુ દર્શન કરો !……(૩)

 

પીપળાના પાનો એવા જાણે દેવોભર્યા હવા વગર પણ હલે,

પીપળામાં જે તત્વ તે જ માનવીની કોસમીક શક્તિ બરાબર વિજ્ઞાન કહે,

એવું જાણી, મહત્વ એનું સમજી, પીપળાને માન ધરો !………(૪)

 

પીપળા પાનો દ્વારા તંદુરસ્તી એવું આર્યુવૈદીક જ્ઞાન કહે,

સાધુઓ પીપળા નીચે મનન કરે, ‘ને બ્રાહ્મણો જનોઈ પીપળાને અર્પણ કરે,

આટલું જાણી, અને પૂરાણોમાં સત્ય છે માની, પીપળાને નમન કરો !….(૫)

 

જે કંઈ વાંચી જાણ્યું એ જ ચંદ્રે આજે સૌને કહ્યું,

તમે એ માનો કે ના માનો, પણ વિચારો જે કહ્યું,

તો સત્યના દર્શન જરૂર થશે, આટ્લું જો તમે કર્યું !…………(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન,૧૭,૨૦૧૫               ચંદ્રવદન

 

બે શબ્દો…

એક ઈમેઈલ આવ્યો.

એમાં પીપળા વિષે લખાણ હતું….જે નીચે મુજબ હતું>>>

ધાર્મીક મહત્વ

હિંન્દુ ધર્મમાં

પીપળો વિષ્ણુને પ્રિય મનાય છે. અને તેની નીચે બેસીને શ્રાદ્ધાદિક કર્મ કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાન દેવોના કલ્યાણ માટે પીપળારૂપે પ્રકટ થયા એમ અથર્વણ મુનિનું પિપ્પલાદ મુનિ પ્રત્યે કથન છે. બધા દેવોશંકરનાં દર્શન કરવા ગયા. પ્રથમ તપાસ કરવા માટે અગ્નિ ભિક્ષુકના વેશે ગયેલો, ત્યારે દેવોએ ઉપહાસ કર્યો એમ જાણી પાર્વતીજીએ બધા દેવોને વૃક્ષ થઈ જવાનો શાપ આપ્યો. એથી બ્રહ્મા ખાખરા રૂપે, શંકર વડ રૂપે અને વિષ્ણુ પીપળા રૂપે થયા. તેમ બધા દેવતાઓ પીપળાને વિષે વાસ કરી રહ્યા. દેવાંગનાઓ લતારૂપે અને અપ્સરાઓ સુંગંધી પુપ્ષવાળી માલતી વગેરે લતા થઈ આ કથા સનત્કુમાર સંહિતામાં કાર્તિકમાહાત્મ્ય ખંડમાં વર્ણવી છે. વેદના કાળમાં સોમવલ્લીની પૂજા થતી હતી તેમ અત્યારે આ ઝાડમાં બ્રહ્માનો વાસ માની તેને પૂજ્ય ગણાય છે. કેટલાક ત્રણે દેવતાના વાસનું કહે છે. મુખ્યત્વે વિષ્ણુના કૃષ્ણાવતારનો વાસ છે. આ કારણને લીધે હિંદુ તેની પૂજા કરે છે. પાણી, સાકર, દૂધ, સિદૂર વડે તેને પૂજે છે. તેનો કોઈ પણ ભાગ હિંદુ કાપતા નથી. આ ઉપરાંત બ્રાહ્મણો જનોઇ ઉતારી પીપળાને અર્પણ કરે છે.

બૌદ્ધ ધર્મમાં

 

સિલોનમાં અનિરુદ્ધપુર શહેર નજીકમાં આવેલું બૌદ્ધિ ઝાડ જે મુખ્ય ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે.

બૌદ્ધ ધર્મમાં આ ઝાડને ઘણું પવિત્ર માનેલું છે. સિલોનમાં અનિરુદ્ધપુર શહેર નજીક એક પીપળાનું ઝાડ છે, જે ઈ.સ. પૂર્વે ૨૮૮માં વવાયું હતું. એમ કહેવાય છે કે જે ઝાડ નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા, તે ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે. જયારે ઈ.સ. ૧૮૮૭માં વાવાઝોડાથી આ ઝાડનું મુખ્ય થડ પડી ગયું. ત્યારે ત્યાંના બુદ્ધ ધર્મગુરુઓએ આ ઝાડના બધા પડી ગયેલ ભાગ એકઠા કરી વિધિ પ્રમાણે દાટયા હતા.

ઔષધિ તરીકે

આ વૃક્ષની છાલની રાખ પાણીમાં ઓગાળી, ગાળીને આપવાથી કોગળિયા વગેરે રોગને લીધે થતી ઊલટી બંધ થાય છે. પેપડી વિરેચક અને પાચક છે. મધની સાથે ખાવાથી દમ મટાડે છે. તેની છાલ ઘારાં અને પરુવાળાં અર્બુદ તથા ગૂમડાં રુઝાવે છે. કૂમળી શાખાઓનો રસ હેડકી, અક્ષુધા અને કોગળિયાનો અકસીર ઈલાજ છે. ખાસ કરીને આ ઝાડની છાલની ભૂકી ઔષધિ તરીકે આપવામાં આવે છે. ગુણમાં તે શીતળ, પિત્તહર અને કફઘ્ન છે. બાળકની આંચકી ઉપર પીપળાની વડવાઈ પાણીમાં ઘસીને પાવામાં આવે છે.
આ વાંચન કરી મેં મારી રચના કરી.
તો હવે તમોને મારી રચના ગમશે એવી આશા.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

A poem in Gujarati on the PEEPAL TREE  (PIPADO).

It is regarded as the HOLY Tree as per the HINDUS & BAUDHISTS.

It has the MEDICINAL VALUES.

With ALL these in the mind, I created the Poem in Gujarati.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

કાગડો અને કોયલ ગંગાકાકી મારા અમેરીકા પધાર્યા !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. મૌલિક રામી "વિચાર"  |  જૂન 25, 2015 પર 2:12 પી એમ(pm)

  તમારી રચના ખુબ સરસ છે. ઔષધી ની જાણકારી બહુ ઉપયોગી છે. મે સાંભળ્યુ છે કે પીપળા મા પિતૃ ઓ નો વાસ હોય છે.

  જવાબ આપો
 • 2. pravina Avinash kadakia  |  જૂન 26, 2015 પર 3:47 એ એમ (am)

  ડૉક્ટર સાહેબ આ વાંચવાનું ગમ્યું. એક નાનપણની મારી મમ્મી કહેતી હતી એ યાદ તાજી થઈ, પિપળાનું એક પીળું થઈ ગયેલું પાન જ્યારે ખરતું હતું ત્યારે તાજી ફુટેલી કળી ખિલખિલાટ હસી પડી. આ સાંભળતા ખરતાં પાને કહ્યું,.
  ” પિપળ પાન ખરંતા હસતી કુંપળિયા

  મુજવીતી તુજ વિતશે ધીરી બાપલિયા.”

  પ્રવિનાશ

  જવાબ આપો
 • 3. sapana53  |  જૂન 26, 2015 પર 4:34 એ એમ (am)

  nice info thanks

  જવાબ આપો
 • 4. ishvarlal R. Mistry  |  જૂન 26, 2015 પર 5:29 એ એમ (am)

  very nice poem Chandravadanbhai, something to remember,olden sayings had good meaning .

  Ishvarlal.

  જવાબ આપો
 • 5. chandravadan  |  જૂન 26, 2015 પર 1:17 પી એમ(pm)

  This was an Email Response>>>

  NEW POST….પવિત્ર પીપળો અને એનું પાન !
  Jun 25 at 7:41 PM
  Dharamshi Patel
  To Chandravadan Mistry Jun 25 at 7:43 PM
  Hari om,

  Waw

  Dharamshi
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  ABHAR
  C.Mistry

  જવાબ આપો
 • 6. Vinod R. Patel  |  જૂન 27, 2015 પર 8:26 પી એમ(pm)

  કવી વેણીભાઈ પુરોહિતની આ સુંદર રચના યાદ આવી ગઈ

  ભીંત ફાડીને પીપળો

  ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો,
  જીરણ એની કાયા,
  રે હો જીરણ એની કાયા:
  કાંકરી-ચૂનો રોજ ખરે ને
  ધ્રૂજે વજ્જર-પાયા,
  રે હો ધ્રૂજે વજ્જર-પાયા!

  પાંદડે પાંદડે તેજ ફરૂકે,
  મૂળ ઊંડેરા ઘાલે,
  રે હો મૂળ ઊંડેરા ઘાલે:
  ચોગમ આડા હાથ પસારી
  ગઢની રાંગે ફાલે,
  રે હો ગઢની રાંગે ફાલે!

  કોક કોડીલી પૂજવા આવે,
  છાંટે કંકુ-છાંટા,
  રે હો છાંટે કંકુ-છાંટા:
  સૂતરનો એક વીંટલો છોડી
  ફરતી એકલ આંટા,
  રે હો ફરતી એકલ આંટા!

  ભીંત પડી, પડ્યો પીપળો એક દી
  ડાળીયું સાવ સુકાણી,
  રે હો ડાળીયું સાવ સુકાણી:
  ચીરતો એનું થડ કુહાડો,
  લાકડે આગ મુકાણી,
  રે હો લાકડે આગ મુકાણી.

  જડને ટોડલે ચેતન મ્હોરે,
  પૂજવા આવે માયા,
  રે હો પૂજવા આવે માયા:
  લાખ કાચા લોભ-તાંતણે બાંધે,
  મનવા! કેમ બંધાયા?
  મારા મનવા! કેમ બંધાયા?

  -વેણીભાઈ પુરોહિત

  જવાબ આપો
 • 7. દાદીમા ની પોટલી  |  જૂન 29, 2015 પર 1:12 પી એમ(pm)

  ઉપયોગી અને રસપ્રદ માહિતી સાથે સુંદર રચના …

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

જૂન 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: