કાગડો અને કોયલ

June 23, 2015 at 2:37 am 9 comments

 

 

કાગડો અને કોયલ

એક ઝાડ પર એક કોયલ બેઠી હતી.

એ શાંતી જાળવી એ સવારનો આનંદ માણી રહી હતી.

દુરથી ઉડીને એક કાગડો એ જ ઝાડ પર નજીકની ડાળે બેઠો. એ જ્યારે ડાળ પર બેઠો ત્યારે ડાળ પણ હલવા લાગી.

 ડાળ હલતી હતી છતાં, કાગડાને સંતોષ ના થયો.

એ તો જોર જોરથી “કા, કા, કા “કરવા લાગ્યો.

સવારના શાંત વાતાવરણમાં ભંગ થયો.

ઝાડની બીજી ડાળે બેઠેલી કોયલ આ બધું જ નિહાતી હતી.

અચાનક કાગડાની નજર કોયલ પર પડી.

“કોયલ બેનજી, કેમ શાંત છો ?”કાગડાએ પૂછ્યું.

“મને શાંતી ગમે. બસ, આ ઝાડ પર બેસી શાંતી અનુભવી હું એનો આનંદ માણું” કોયલે જવાબરૂપે કાગડાને કહ્યું.

અને….સાથે પૂછ્યું “કાગડાભાઈ, તમારા અવાજથી શું બીજા ખુશ છે ?”

“હા ! હા ! કેમ નહી ?આટલો સુંદર સુર છે મારો !” કાગડાએ પોતાના વખાણ કરતા કહ્યું.

“ચાલો, આપણે હરિફાઈ કરીએ. તમે પહેલા તમારો સૂર સંભળાવો. ઝાડ નીચે માનવીઓ છે તે સાંભળશે” કોયલે કહ્યું.

કાગડો તો અભિમાનમાં ફુલાય “કા, કા, કા” કરવા લાગ્યો.

અને…નીચેથી માનવીઓએ ખીજમાં પથ્થરો ફેંક્યા. કાગડો શાંત થઈ ગયો.

ફરી વાતાવરણ શાંત થઈ ગયું.

કોયલે મોં ખોલ્યું અને મધુર સૂરે આ શાંત વાતાવરણને ભંગ કર્યું. માનવીઓ ઝાડ નીચે કોયલના મધુર સૂરે આનંદમાં હતા. કોઈએ પથ્થર ફેંક્યો નહી.

કાગડો આ દ્રશ્ય નિહાળી અચંબામાં હતો.

ધીરે ધીરે એનું અભિમાન પીગળી ગયું.

 સત્ય એની નજરે આવ્યું.

“ભલે, દેહરૂપે બંને કાળા પણ ખરૂં મુલ્ય તો દેહ ભીતર તમે કેવા છો તેના પર અંકાય છે. તમારો સ્વભાવ અને તમારી વાણીનું મુલ્ય ઉંચું છે. એ બંને તમારી ખરી ઓળખ આપે છે.”

કાગડાએ આવી સત્યની સમજમાં પોતાના અભિમાનને જાણ્યું.

કાગડો “કા, કા, કા” કર્યા વગર ઝાડની ડાળ છોડી આકાશે ઉડ્યો…..કોયલ તો ડાળ પર બેસી એના મધુર સૂરે સવારના સુરજ કિરણોને આનંદ આપી રહી.

વાર્તા લેખન ઃ તારીખ, જુન,૧૫,૨૦૧૫

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક “ટુંકી વાર્તા”.

એ વાર્તા છે એક “બાળ વાર્તા”….જેને તમો “બોધ વાર્તા” પણ કહી શકો.

આ કાગડા-કોયલ સંવાદ દ્વારા એક જ બોધરૂપી સંદેશો છે >>>

કોઈ પણ વ્યક્તિનું “બહાર”નું નિહાળી અભિપ્રાય ના આપો. જે “મુલ્ય” છે તે “અંદર” છે તેને જાણવા પ્રયાસ કરો. “મીઠી વાણી” સાથે સત્ય હોય ત્યારે જ “હ્રદયનો ભાવ” પ્રગટ કરી શકાય છે. “અંદર”નું જોવા માટે પ્રથમ “અભિમાન”નો ત્યાગ કરવો પડે છે.

બસ….વાર્તા દ્વારા આટલો જ સંદેશો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Short Story in Gujarati with the Title meaning “CROW & CACKOO ( Indian Koyal).

The CROW in its PRIDE thinks of his VOICE liked by ALL.

KOYAL invites him to a CONTEST.

When crow sings the persons threw the Stones.

When the Koyal sang in her SWEET VOICE…all were happy.

The CROW’s PRIDE melted & realised the TRUTH.

The Morale of this Story>>>

Externally both are BLACK & SAME..it is the INNER GOODNESS that gives the TRUE VALUE to an INDIVIDUAL. The SWEETNESS in the SPEECH with the TRUTH can only come from the DEPTH of the HEART. One is  JUDGED on what is INSIDE.

Hope you like this MESSAGE of the Story.

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: ટુંકી વાર્તાઓ.

દર વર્ષ વિશ્વમાં “ફાધર્સ ડે”નો ઉત્સવ ! પવિત્ર પીપળો અને એનું પાન !

9 Comments Add your own

 • 1. Purvi  |  June 23, 2015 at 4:30 am

  Bahu j sundar.

  Reply
 • 2. મૌલિક રામી "વિચાર"  |  June 23, 2015 at 4:58 am

  ખૂબ સરસ વાર્તા.. આમ તો છે એ બાળવાર્તા પણ ખરી જરૂર મોટા ઓ ને છે.

  Reply
 • 3. P.K.Davda  |  June 23, 2015 at 2:34 pm

  કોયલડી ને કાગ, વાને વરતાયે નહિં,
  જીભલડીનો જવાબ, સાચું સોરઠિયું ભણે.
  અને
  કાક શ્યામ, પિકઃ શ્યામ, કો ભેદ પિક કાક્યો?
  વગેરે વગરે અનેક દાખલા સાહિત્યમાં ઉપલબ્ધ છે.
  તમે સરસ દાખલો આપ્યો છે.

  Reply
 • 4. SARYU PARIKH  |  June 23, 2015 at 4:22 pm

  Very nice and good message.
  Saryu

  Reply
 • 5. Vinod R. Patel  |  June 23, 2015 at 6:10 pm

  આ વાર્તા એક સરસ બાળ કથા અને બોધકથા પણ છે. ગમી.

  આ વાંચી આ રચના મનમાં થઇ ગઈ ….

  કોયલ અને કાગડો રંગથી નહી ઓળખાય

  મોઢું ખોલે ત્યારે જ ખરી ઓળખ થઇ જાય.

  માનવીઓ પણ સમાજમાં હોય છે ઘણાય

  વાનમાં ભલે એક,ગુણમાં ભેદ જણાઈ જાય

  Reply
 • 6. chandravadan  |  June 23, 2015 at 9:49 pm

  This was an Email Response>>>

  Re: NEW POST……કાગડો અને કોયલ

  harnish jani

  To Chandravadan Mistry Today at 8:09 AM

  વાહ વાહ શું સરસ વિચાર કાવ્યમાં ગુંથ્યો છે!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Me Vichar Ek VARTAMa Gunthyo Chhe.
  Vichar Gamyo Teno Anand !
  Abhar for the Comment !
  Chandravadan

  Reply
 • 7. pravina Avinash kadakia  |  June 24, 2015 at 1:22 am

  काकः कृष्ण पिकः कृष्ण को भेद पिक काकयोः
  वसंत समये प्राप्ते काकः काक पिकः पिक.

  Reply
 • 8. દાદીમા ની પોટલી  |  June 24, 2015 at 3:59 pm

  સુંદર બોધકથા ! બાળવાર્તાઓ સાથે મોટેરાંઓ ને પણ બોધ લેવા જેવો તો ખરો જ !

  Reply
 • 9. chandravadan  |  June 24, 2015 at 7:52 pm

  This was an Email Response>>>

  e: NEW POST……કાગડો અને કોયલ
  Dharamshi Patel
  To Chandravadan Mistry Jun 23 at 7:59 PM
  Hari om

  Waw

  Dharamshi Limbani
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshibhai….Abhar>>>Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

June 2015
M T W T F S S
« May   Jul »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: