માનવ તંદુરસ્તી (૩૯).. જીવનશૈલી અને રોગ : આપણી તંદુરસ્તી અને નવયુગમાં થયેલ પરિવર્તનની અસરો વિષે…..એક ચર્ચા !

જૂન 17, 2015 at 1:13 પી એમ(pm) 7 comments

માનવ તંદુરસ્તી (૩૯)    જીવનશૈલી અને રોગ : આપણી તંદુરસ્તી અને નવયુગમાં થયેલ પરિવર્તનની અસરો વિષે…..એક ચર્ચા !

Overweight Man Pouring Ketchup on a Hamburger

The MODERN DIET with the FAST FOODS & ADDED CHEMICALS

The MODERN COMFORTS and LIMITED ACTIVITIES of LIFE

     માનવ તંદુરસ્તી (૩૯)    જીવનશૈલી અને રોગ : આપણી તંદુરસ્તી અને નવયુગમાં થયેલ પરિવર્તનની અસરો વિષે…..એક ચર્ચા !

આજની આ “માનવ તંદુરસ્તી”ની પોસ્ટના લેખનમાં એક ડોકટરી વિચારધારા નથી પણ એક માનવ તરીકે આ યુગના રોગોને નિહાળી એના કારણો શોધવાનો એક ” માનવ પ્રયાસ ” છે.

હું કાંઈ વધુ લખું તે પહેલા શ્રી દાવડાજીએ જે લેખ લખી એમની વિચારધારા દર્શાવી તે જ નીચે પ્રગટ કરૂં છું>>>>

 

જીવનશૈલી અને રોગ

આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાં મેલેરિયા, ટાઈફોઈડ, અને શીતળા જેવા રોગો અને કોલેરા અને પ્લેગ જેવા રોગચાળા અસ્તિત્વમાં હતા. વિજ્ઞાન અને દવાઓના ક્ષેત્રોમાં થયેલી શોધોને પરિણામે આ રોગો ઉપર સારો એવો કાબુ કરી લેવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ ચાર દાયકાઓથી આ રોગોનું સ્થાન હ્રદયરોગ, ડાયાબીટીસ, કેન્સર અને આરથ્રાઈટીસ જેવા રોગોએ લેવા માંડ્યું છે. આ આધુનિક રોગોને જીવનશૈલીના રોગો એવું ફેન્સી નામ આપવામાં આવ્યું છે.

છેલ્લી અર્ધી સદીમાં આપણી રોજીંદી પ્રવૃતિઓ અને ખાનપાનમાં મોટેપાયે ફેરફારો થયા છે. શહેરીકરણની ઝડપ વધી છે, ખેડુતોના દિકરા-દિકરીઓ ભણીગણીને શહેરોમાં નોકરીએ લાગ્યા છે. અગાઊ શહેરોમાં પણ નોકરીઓમાં શારીરિક શ્રમ કરવો પડતો હતો, કાપડની અને જ્યુટની મિલો, અન્ય સામાન બનાવવાનાં કારખાના વગેરેમાં મહેનત મજૂરી કરવી પડતી. વિજ્ઞાનની મદદથી હવે આવા કારખાનાઓમાં ઓટોમેશન આવી જવાથી તમારે મશીન પાસે ઊભા રહીને બધું બરાબર ચાલે છે કે નહિં, એટલું જોવાનું જ હોય છે. ઓફીસના કામો તો તદ્દન બેઠાડુ જ હોય છે. નાના નાના અંતરનું ચાલવાનું પણ લોકો ટાળે છે અને ટ્રામ, બસ, ટેક્ષીનો ઉપયોગ કરે છે. લીફટ્વાળા મકાનોમાં લોકો બે ત્રણ માળ ચઢવાનું પણ ટાળે છે.

અગાઉ જ્યારે મીક્ષી, ડીશવોસર, વેક્યુમ ક્લીનર અને વોશીંગમશીનો ન હતા ત્યારે ગૃહીણી શું શું શારીરિક કામો કરતી એનું અહીં વર્ણન કરવું જરૂરી નથી. આજે આધુનિક જીમ્સ પણ એ કસરતોની બરોબરી કરી શકે એમ નથી. ધોયેલાં કપડા ઝાટકીને દોરી ઉપર સૂકવતી સ્ત્રીઓને ક્યારે પણ Frozen Shoulder ની તકલીફનો સામનો ન કરવો પડતો.

બીજો મોટો બદલાવ આપણા ખાનપાનમાં આવ્યો છે. એક મધ્યમવર્ગી ગુજરાતીની થાળીમાં રોટલી, શાક, કઠોળ, દાળ અને ભાત તો હતા, સાથે આદુ, મરી, આથેલાં મરચાં, દહીં કે છાસ વગેરેનો સમાવેશ થતો. આમાં જરૂરી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વિટામીન મળી રહેતા. તળેલી અન મીઠી વાનગીઓ તહેવારો અને પ્રસંગો પૂરતી મર્યાદીત હતી. વચ્ચે વચ્ચે પાચનક્રીયાના અવયવોને આરામ આપવા અપવાસ એકટાણાં પણ ધાર્મિક માન્યતાઓ સાથે વણી લઈને કરવામાં આવતા. આજે શહેરોમાં પીઝા, વડાપાઉં, કેસેડિયા, એન્ચીલાડા, પાસ્તા વગેર જેવા ફાસ્ટ ફૂડ અને બાળકોમાં મેગી જેવા નૂડલ્સનું પ્રમાણ વધતું જાય છે. છાસની જગ્યા કોલ્ડડ્રીંકસે લઈ લીધી છે. તળેલી વસ્તુઓનો અને મીઠાઈઓનો વપરાસ વધ્યો છે. આ ફેરફારની અસર હવે ઝડપથી દેખાવા લાગી છે. ભારતમાં જે રીતે ડાયબીટીસ અને હ્રદયરોગનો ફેલાવો વધવા લાગ્યો છે એ આંકડા ચોંકાવી દે એવા છે,

અહીં બીજી એક વાત પણ કરી લઉં. પેઢીઓથી શાકાહાર કરનારાનું પાચનતંત્ર અને શરીરના કોષો આવા ખોરાકથી ટેવાયલા હોય છે. જ્યારે કોઈ આધુનિક દેખાવા, માંસાહાર શરૂ કરે ત્યારે એનું પાચનતંત્ર એને પચાવવામાટે સંપૂર્ણપણે તૈયાર હોતું  નથી, અને શરીરના કોષો પણ એમાંથી ઊર્જા મેળવતાં અચકાય છે. આ વિષયમાં મને બહુ જ્ઞાન ન હોવાથી વધારે લખતો નથી પણ લોજીકમાં બેસે એવી વાત છે એમ હું માનું છું.

આ જીવનશૈલીના બદલાવને લીધે થતા રોગોની રોકથામ માટે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કારણકે આ વિષય જીવન-મરણનો છે.

-પી. કે. દાવડા

 
બે શબ્દો…
તંદુરસ્તી વિષે લેખ છે શ્રી દાવડાજીનો.
એક અનુભવીએ સંસારમાં થયેલ અનુભવો વિષે લખ્યું.
અહીં “અસલ”ના યુગ સાથે સરખામણી છે “નવ યુગ”ની.
નવયુગે “સુવિધાઓ”ના કારણે માનવીઓ મહેનત-મજુરીથી થતા કામો ઓછા કરતા થયા. જેના કારણે “પરસેવો”લાવી જે કાર્યો કરતા તે છોડી દઈ “સરળતા”થી કાર્યો કરવાના કારણે શરીરને લાગુ પડતી “બુરી અસરો”નો સામનો કરવો પડે છે…જેમાં આ યુગના અનેક “રોગો”નો સમાવેશ થાય છે.
તો શું આ યુગે આ બધી જ સુવિધાઓનો ત્યાગ કરવો જોઈએ ?
હું કહું કે સુવિધાઓનો ઉપયોગ “ચતુરાય” સાથે કરવાની જરૂર છે.
આવી “ચતુરાય”મા છે જીવનમાં થોડા નિયમોનું પાલન>>>>
(૧) જે તમે ખાવો તેમાં “કેલોરી” યાને “શક્તિનું પ્રમાણ” હોય. જે આરોગ્યું તેની “કેલોરી” કસરત/અન્ય કાર્યોથી કેવી રીતે “બર્ન” યાને વાપરવી એનું વિચારવું.
 
(૨) જે ખોરાક ઘરે બનાવો એના પર તમે નિરક્ષણ કરી યોગ્ય ખોરાક ચુંટી શકો તો તમે બનતો પ્રયાસ કરો કે “બહારનું ખાવાનું” ઓછું થાય..એનો અર્થ એ નહી કે કોઈ દિવસ “બહાર”નું ખાધું તો ગુનો કર્યો.
 
(૩) આ યુગે “માનસીક” તણાવને ઓછું કરવા “મેડીટેશન” કે “યોગ”અપનાવો તો એ જરૂર તંદુરસ્તી જાળવવા સહાય કરશે જ !
 
ઉપર મુજબ પાલન કરવાથી “બધા જ રોગો” દુર થઈ જાય એ ખોટી માન્યતા છે.
પણ….ડાયાબીટીઝ જેવા “જેનેટીક”રોગોની અસર મોડી કે વૃધ્ધ અવસ્થામાં જોવા મળે….કેન્સર જેવા રોગોના કારણ ખોરાકમાં “કેમીકલ્સ” હોય તો ઘરનું સાદુ ખાવાથી એ થવા સંભવતા ઓછી થાય.
તમે આ નવ યુગે છો તો, શું કરવું કે ના કરવું એની જવાબદારી તમારી છે.
તંદુરસ્તી તમારા હાથોમાં પણ છે, એ કદી ના ભુલશો !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post on the HEALTH is UNIQUE.
It is based on the OBSERVATIONS of ONE PERSON ( P.K. DAVADA).
Mr. Davda has compared the the LIFESTYLE of the PAST to the PRESENT.
In doing so…he has pointed the DISADVANTAGES of the MODERN LIFE to our HEALTH.
As a DOCTOR, I had AGREED.
But….I have TRIED to tell the PUBLIC that it is YOU who can CHOOSE how you ACT/EAT keeping the HEALTH VALUE in the mind.
The Key to GOOD HEALTH is in YOUR HANDS.
Dr. Chandravadan Mistry

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

ચંદ્રનો પ્રજાપતિ જ્ઞાતિ-પ્રેમ પ્રકાશ પત્રોમાં ! દર વર્ષ વિશ્વમાં “ફાધર્સ ડે”નો ઉત્સવ !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. chandravadan  |  જૂન 17, 2015 પર 10:30 પી એમ(pm)

  This was an Email Response>>>

  Re: NEW POST….. માનવ તંદુરસ્તી (૩૯) જીવ

  Navin Banker

  To Chandravadan Mistry Today at 9:19 AM
  Thank you. Very nice.

  Navin Banker (713-818-4239)
  My Blog : navinbanker.gujaratisahityasarita.org
  Ek Anubhuti : Ek Ahesas.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Navinbhai,
  Thanks for your Comment.Glad you liked it !
  Chandravadan

  જવાબ આપો
 • 2. sapana53  |  જૂન 18, 2015 પર 8:47 એ એમ (am)

  આભાર સરસ જાણવા જેવું

  જવાબ આપો
 • 3. દાદીમા ની પોટલી  |  જૂન 18, 2015 પર 6:06 પી એમ(pm)

  ઉપયોગી માહિતી….નોંધ લેવા જેવી.

  જવાબ આપો
 • 4. Rajul Kaushik  |  જૂન 18, 2015 પર 7:54 પી એમ(pm)

  અત્યંત ઉપયોગી માહિતી.

  જવાબ આપો
 • 5. chandravadan  |  જૂન 19, 2015 પર 12:50 એ એમ (am)

  This was an Email Response>>>

  Re: NEW POST….. માનવ તંદુરસ્તી (૩૯) જીવનશૈલ

  Dharamshi Patel
  To Chandravadan Mistry Jun 17 at 7:49 PM
  Hari om,

  Waw

  Dharamshi Limbani
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dharamshiji,
  Abhar for Reading & the Comment.
  Chandravadan

  જવાબ આપો
 • 6. ishvarlal R. Mistry  |  જૂન 19, 2015 પર 6:14 પી એમ(pm)

  Very nice information Chandravadanbhai.Thankyou for sharing.
  Ishvarlal.

  જવાબ આપો
 • 7. chandravadan  |  જૂન 19, 2015 પર 10:58 પી એમ(pm)

  This was an Email Response from PURVI>>>

  y માનવ તંદુરસ્તી (૩૯).. જીવનશૈલી અને રોગ : આપણી તંદુરસ્તી અને નવયુગમાં થયેલ પરિવ
  Jun 18 at 6:00 PM
  Purvi Malkan
  To Chandravadan Mistry Today at 7:37 AM
  ખૂબ જાણકારી. આપની પોસ્ટ દ્વારા ખૂબ જાણવાનું મળે છે, અંકલજી. તોયે એક પ્રશ્ન અહીં મૂકું છું. અહીં આ ભૂમિ પર આપણે જાતે જ કામ કરવાનું હોય છે, કપડા સુકવવાનું છોડીને . ઇસ્ત્રી, વાસણ ધોવા-માંજવા, વેક્યૂમ ફેરવવું….ખભાનું કામ, ગાર્ડનિંગ કરવું, ખરીદી કરવા જવું…….તોયે અહીં સ્ત્રીઓને ખભાનો પ્રોબ્લેમ , વજનનો પ્રોબ્લેમ, આર્થરાઈટિસનો પ્રોબ્લેમ વધુ જોયો છે તો આ પ્રોબ્લેમો દૂર કેવી રીતે કરવા?
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  The Post talks about the “BAD FOODS eaten in the MODERN SOCIETY…..and some of the COMFORTS like CAR….TV Etc reduces the PHYSICAL ACTIVITIES which burn our ENERGY..thus the EXCESS FAT in the Body…and OTHER BAD EFFECTS of the CHEMICALS within the MODERN FOODS we consume.
  Your QUESTION lead to another DIRECTION.
  The LADIES ( and even Men) in this SOCIETY do work which in INDIA may be taken for granted as to be DONE by the SERVANTS in the House….then WHY so many DISEASES in this SOCIETY ??
  (1) WEIGHT GAIN…. Because of MORE CALORIES CONSUMED & LESS BURNED

  (2) ARTHRITIS …..Because of Weight Excess Esp of the Knees…There are some Arthritis ( Like Reumatoid) which in this Temperate Climate occur often & esp in the FEMALES.
  The SHOULDER Problems usually because of the the INFLAMATION ( Swelling) of the TISSUES around the Shoulders.
  If Soft Tissue >>>BURSITIS..MYOSITIS ( if the Muscles)…If MORE USE or TRAUMA >>>RESULT is the ARTHRITIS of the Shoulders.

  SOLUTIONS>>>

  (1) Eat RIGHT FOOD in RIGHT AMOUNT….and BURN your CALORIES

  (2) AVOID TOO PHYSICAL ACTIVITIES that lead to possible FALL and INJURIES

  (3) Protect your Body when COLD Weather with WARM Clothes

  (4) Eat HOME Foods when possible to AVOID the CHEMICALS being consumed from the PROCESSED FOODS.

  IF the ABOVE can not PREVENT these diseases, then if you are suffering get the ADVICES of your DOCTOR
  I hope I have answered your Question.
  Dr. Chandravadan Mistry ( Uncle)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

જૂન 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: