ચંદ્રનો પ્રજાપતિ જ્ઞાતિ-પ્રેમ પ્રકાશ પત્રોમાં !

June 15, 2015 at 12:32 am 19 comments

ચંદ્રનો પ્રજાપતિ જ્ઞાતિ-પ્રેમ પ્રકાશ પત્રોમાં !

પ્રજાપતિ જ્ઞાતિમાં જન્મ લઈ, ચંદ્ર તો પ્રજાપતિ કહેવાયો,

ઓળખ એવીમાં ગૌરવ લઈ,ચંદ્રે જ્ઞાતિ સમાજ સાથે પત્રવહેવાર કર્યો !……………(ટેક)

 

ગુજરાતના વેસ્મા ગામે જન્મ લઈ, બે પ્રજાપતિ ફળિયા કેમ પૂછતા,

એક કુંભારવાડમાંથી જ બે ફળિયા થયાની જ્ઞાન-પ્રાપ્તિ મળતા,

અંતે, ભુરિયા ફળિયાના પ્રજાપતિ પ્રેમ-નીરે ચંદ્ર સ્નાન કરતો રહ્યો !……………….(૧)

 

વેસ્મા નજીક નવસારી શહેરે શ્રી પ્રજાપતિ વિધ્યાર્થી આશ્રમ થયાનું જાણી,

બાળ અવસ્થા હોવા છતાં, આશ્રમ ઈતિહાસ જાણ્યા બાદ જ સંતોષ માની,

અંતે, આશ્રમ કાર્યકર્તાઓ સંગે પત્રો લખી, ચંદ્ર હૈયે આનંદ વહેતો થયો !……………(૨)

 

બાળપણે આફ્રીકામાં લુસાકા શહેરે પ્રજાપતિ સમાજ સંસ્થાનું જાણી ખુશી,

ગુજરાત અને મુંબઈમાં પ્રજાપતિ રહીશોનું જાણી હૈયે અમૃત-ઝરણા વહ્યાની ખુશી,

અંતે, પ્રજાપતિ જ્ઞાતિ પ્રેમ -કળીમાંથી ફુલ બની, જેનો આનંદ ચંદ્રને થયો !……..(૩)

 

કોલેજ અભ્યાસ કારણે આફ્રીકાથી ફરી ભારતની સફર ચંદ્રના ભાગ્યમાં રહે,

જે થકી, પ્રજાપતિ જ્ઞાતિ પ્રેમ ઝરણા વહી નદી બની, સાગર બની રહે,

અંતે, માતા સરસ્વતી કૃપાથી વિચારો શબ્દોમાં જન્મી, પત્રો બનતા રહે !………..(૪)

 

ફરી જ્યારે આફ્રીકામાં ડોકટરી કામ કરતા, પ્રજાપતિ જ્ઞાતિ પ્રેમ વધે,

એવા જ્ઞાતિ પ્રેમના ખજાના સાથે ચંદ્ર તો અમેરીકામાં સ્થાયી બને,

અને…અંતે,જ્ઞાતિમાં ઉચ્ચ શિક્ષણ ના હોવાના વિચારે ગરીબાય ‘ને અંધકારના દર્શન કરે !……(૫)

 

નવસારી આશ્રમ પછી, પ્રથમ અમદાવાદના ગુજરાત પ્રજાપતિ સમાજરૂપી સંસ્થાનું જાણ્યું,

ત્યારબાદ,અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ ‘ને મુંબઈના લાડ તેમજ સોરઠીઆ પ્રજાપતો સમાજોનું જાણ્યું,

અંતે, દક્ષિણ ગુજરાતની સર્વ નાની મોટી સંસ્થાઓ જાણી,પત્રો દ્વારા ચંદ્રહૈયાની વાતો સૌને કહી !……(૬)

 

શ્રી પ્રજાપતિ વિધ્યાર્થી આશ્રમ, બીલીમોરા ‘ને પ્રજાપતિ પ્રગતિ મંડળ વલસાડ વિષે જાણ્યું,

કિલ્લા પારડી, દેગામ, બારડોલી ‘ને સુરત પ્રજાપતિ સમાજરૂપી સંસ્થાઓ વિષે પણ જાણ્યું,

અંતે, પત્રોરૂપી વિચારધારા સાથે લેખો અને કાવ્યો મોકલી ચંદ્રે સૌના હ્રદયમાં પ્રવેશ કર્યો !………..(૭)

 

મુંબઈના વિનોદ પ્રજાપતિ દ્વારા,સૌરાષ્ટમાં દ્વારકા જુનાગઢ વિગેરે શહેરોના પ્રજાપતિજનોને જાણ્યા,

ગોદડભાઈ સાગરસણીયા દ્વારા પાલનપુરના પ્રજાપતિ સમાજને પણ નિકટથી જાણ્યો,

અંતે, સમાજરૂપી મુખપત્રકોમાં પ્રજાપતિ હિતનું કાવ્ય કે લેખરૂપે પ્રગટ કરી ચંદ્ર હૈયે આનંદ હતો !…………………(૮)

 

ચંદ્ર પત્રોમાં શિક્ષણ ઉત્તેજનનું કહી,ગરીબાય અને અંધકારોભરી રીતરિવાજો દુર કરવાની વાત હતી,

વળી સાથે જ્ઞાતિ એકતા સંપ અને પ્રેમ સાથે અંતરે “પ્રજાપતિ ગૌરવ” જગાડવાની વાત હતી,

અંતે, પ્રજાપતિ જ્ઞાતિમાં પ્રવૃત્તિરૂપી દર્શન હૈયે કરી,ચંદ્ર તો અમલ કરવાના વિચારોમાં હતો !……………………(૯)

 

જુદા જુદા સ્થાને મુંબઈ અને ગુજરાતમાં ટ્રોફી એવોર્ડ યોજનાઓમાં શિક્ષણ ઉત્તેજન માટે પ્રયાસો હતા,

જ્ઞાતિમાં રોગી, અનાથ, વિધવાઓ અને ગરીબોને સહાય આપવા માટે ઉત્સાહભર્યા કાર્યો અમલમાં હતા,

અંતે, જે કંઈ કરવાની પ્રેરણાઓ મળી, એમાં ચંદ્રે તો પ્રભુકૃપા જ નિહાળી અને હૈયે આનંદ હતો !………………(૧૦)

 

ફરી વેસ્માના ભુરીયા ફળિયે નજર કરતા, ૧૯૭૭માં બંધાયેલ “પ્રજાપતિ ભવન” ના દર્શન કરી,

ઉપર “મ્યુઝીઅમ લાઈબ્રેરી ક્લોક-ટાવર અને ગેસ્ટરૂમ”ના સ્વપ્નરૂપી દર્શન કરી,

અંતે, ૨૦૧૪માં પ્રજાપતિ ટ્રસ્ટ મંજૂરી સાથે ૨૦૧૫માં નવા બાંધકામથી ફળિયાને સુંદર નિહાળી ચંદ્ર ખુશ હતો !…….(૧૧)

 

જન્મ સ્થાને ખુશી અનુભવી, ચંદ્ર હવે પ્રજાપતિ જ્ઞાતિની તંદુરસ્તી માટે વિચારોમાં રહે,

દક્ષિણ ગુજરાતની સર્વ નાની મોટી પ્રજાપતિ સંસ્થાઓને એક છત્રે રાખવાના વિચારોમાં રહે,

અંતે, “દક્ષિણ ગુજરાત પ્રજાપતિ હેલ્થહેર ટ્રસ્ટ”નામે બનતા, ચંદ્ર હૈયે ખુશીના ઝરણા વહી રહે !………………….(૧૨)

 

દક્ષિણ ગુજરાતમાં પ્રજાપતિ સંસ્થાઓ બાળકોને શિક્ષણ માટે જે મદદ કરે તેની ખુશી છે,

પણ “તંદુરસ્તી” જેમ “શિક્ષણ માટે મોટી સ્કોલરશીપ”સહાયના વિચારો ચંદ્ર અત્યારે કરે છે,

અંતે, જ્યારે સર્વ પ્રજાપતિ ટ્રસ્ટ બનાવી એક છત્ર હેઠળ કાર્ય કરશે તેની વાટ આજે ચંદ્ર જોય છે !………………..(૧૩)

 

આ સંસારી જીવન સફરે ચંદ્રના ૭૧ વર્ષ પુરા છતાં એનું હૈયું આજે પણ પ્રજાપતિ પ્રેમથી ભરપુર છે,

હવે ભવિષ્ય કેટલું જીવન અર્પે તેથી ભલે અજાણ પણ પ્રભુકૃપાથી જ્ઞાતિ પ્રેમ ઝરણાઓ જરૂર વહેતા હશે,

અંતે, અંતિમ શ્વાસ સુધી ચંદ્ર મન-હૈયે ફક્ત જ્ઞાતિ ભલાના વિચારો હંમેશા હશે !…………………………………(૧૪)

 

જગતમાં માનવીઓ ભલે ગુજરાતી કે ભારતી કે પ્રજાપતિ હોય,

 અખિલ વિશ્વમાં અને સર્વ દેશોમાં જુદા જુદા રંગ કે ધર્મે ભલે હોય,

અંતે તો, સર્વમાં “માનવતા” એકની એક જે પ્રભુ વ્હાલી  તે જ ચંદ્રને પ્યારી હોય !……………………………(૧૫)

 

 કુળે જન્મ લેતા પ્રજાપતિ કહેવાયો, પણ દેહ ધારણ કરતા માનવ કહેવાયો,

ભલે, ચંદ્ર હૈયે પ્રજાપતિ પ્રેમ રહે,હ્રદયની વિશાળતામાં “માનવતા”નો ખજાનો પણ રહ્યો,

અંતે તો,પત્રો, કાવ્યો કે લેખોરૂપી વિચારધારામાં ફક્ત પ્રભુ જ બિરાજમાન રહી માર્ગદર્શક રહ્યો !…………….(૧૬)

 

કાવ્ય રચના ઃ તારીખ,મે,૧૭,૨૦૧૫                                ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

બે શબ્દો…

આજની પોસ્ટ કાવ્યરૂપી રચના છે.

પ્રજાપતિ જ્ઞાતિ મારો જે પ્રેમ છે એનું જ વર્ણન કર્યું છે.

મારાથી જ્ઞાતિ સહાય માટે જે કંઈ શક્ય થયું તેમાં મેં “પ્રભુકૃપા” જ નિહાળી છે.

જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી મારા હૈયે “જ્ઞાતિ પ્રેમ” કદી ના ઘટશે.

આશા છે કે આ રચના તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Post is a Poem in Gujarati expressing MY LOVE for PRAJAPATI GYATI( Community).

It also tell about the JOURNEY of MY LIFE and my INNER LOVE for the HUMANITY.

My COMMUNICATIONS with the COMMUNITY were via the LETTERS…then the PHONES/EMAILS.

This STORY tells my DESIRE to UPLIFT the SOCIAL STATUS of the PRAJAPATI….my ENCOURAGEMENTS for the EDUCATION with the DESIRE to REMOVE the POVERTY in the PRAJAPATI COMMUNITY.

Hope you enjoy the Poem.

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચંદ્ર-ખુશી ! માનવ તંદુરસ્તી (૩૯).. જીવનશૈલી અને રોગ : આપણી તંદુરસ્તી અને નવયુગમાં થયેલ પરિવર્તનની અસરો વિષે…..એક ચર્ચા !

19 Comments Add your own

 • 1. Purvi Malkan  |  June 15, 2015 at 12:43 am

  ચાણક્ય કહી ગયા છે કે વ્યક્તિને પોતાનાં નામનું, માતા-પિતાનું, કુળનું, વતનનું અને દેશનું અભિમાન હોવું જ જોઈએ. આપે તે વાત સિધ્ધ કરી છે.  આપની બૂક મળી નથી કદાચ નેક્સ્ટ વીકમાં મળી જશે. 

  Reply
  • 2. chandravadan  |  June 16, 2015 at 10:25 pm

   Purvi,
   Thanks for the comment.
   You got the Books…& you will read when possible…that’s nice !
   Uncle

   Reply
 • 3. P.K.Davda  |  June 15, 2015 at 1:43 pm

  બ્રહ્મા સૌથી પ્રખ્યાત અને સૌથી મોટા પ્રજાપતિ છે, એ સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શિવ કલ્યાણ કરે છે.

  Reply
  • 4. chandravadan  |  June 16, 2015 at 10:26 pm

   PK
   You always supported me with your comments for the Post.
   Thanks !
   CM

   Reply
 • 5. chandravadan  |  June 15, 2015 at 7:48 pm

  This was an Email Response>>>

  Re: NEW POST…..ચંદ્રનો પ્રજાપતિ જ્ઞાતિ-પ્ર

  Jay Gajjar

  To Chandravadan Mistry Today at 8:49 AM
  Dear Shree Chandravadanbhai,
  Thanks.
  Very nice.
  Where born is not important, how life is made is very important.
  You have made very good life.
  Enjoy it.

  JayGajjar
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jaybhai,
  Thanks for reading the Post & your Comment.
  Chandravadan

  Reply
 • 6. Vinod R. Patel  |  June 16, 2015 at 4:15 am

  ચંદ્ર મન-હૈયે ફક્ત જ્ઞાતિ ભલાના વિચારો હંમેશા હશે !

  સુંદર ભાવના , મારી શુભેચ્છાઓ

  Reply
  • 7. chandravadan  |  June 16, 2015 at 10:26 pm

   Vinodbhai,
   Abhar for your NICE WORDS.
   Chandravadan

   Reply
 • 8. રીતેશ મોકાસણા  |  June 16, 2015 at 9:03 am

  Uncle,
  Proud as Prajapati. Many things you wraped with this poem. Its nice and informative….

  Reply
  • 9. chandravadan  |  June 16, 2015 at 10:27 pm

   Ritesh,
   Thanks !
   Uncle

   Reply
 • 10. chandravadan  |  June 16, 2015 at 12:59 pm

  This was an Email Response>>>

  Kamlesh Prajapati

  To Chandravadan Mistry Jun 15 at 8:50 PM
  Kaka,
  Nice to hear you. Recent publication of poem is very nice. Sorry bcoz from from last few months out of touch via mail.
  regrards
  kamlessh
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kamlesh,
  Nice to read your Comment.
  Thanks !
  Kaka

  Reply
 • 11. chandravadan  |  June 16, 2015 at 1:04 pm

  This was an Email Response>>>

  BJ Mistry

  Today at 3:33 AM
  SENDIHG 78 PRAJAPATI RECEPIENTS.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Bhikhu,
  Reading my Kavya Post related to my Life as a Proud Prajapati, you are FORWARDING it to others in the Community.
  I thank you !
  ChandravadanBhai

  Reply
 • 12. chandravadan  |  June 16, 2015 at 1:30 pm

  This was an Email Response>>>

  Vasant Mistry

  To Doctor Chandravadan Mistry Today at 6:20 AM

  Namste Chandravadanbhai,

  Nice poem on your dedication to Prajaptis and specially Vesma.Congratulation .
  Carry on good work.
  May God bless you with health and long life.
  On 14th. June at our Sneh Milan I read out your message.It has given inspiration.Carry on giving encouragement to all of us.
  On the we seniors have invited two chief guests .Our president Jitendrabhai and secretary Hansaben.About 100 people attended . It was a very successful events.
  Navsari Prajapati Ashram has also end the message witch Dineshbhai secretary of Ashram read out.
  Kind regards.
  Vasant
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Vasantbhai,
  Glad you liked the Poem.
  Happy to know of the success @ the Meeting of the Seniors Prajapati.
  Thank for reading my message I sent via the Email.
  Chandravadan

  Reply
 • 13. Parbhubhai S. Mistry  |  June 16, 2015 at 2:19 pm

  મુ. ચંદ્રવદનભાઈ,
  નમસ્તે.
  તમારી પોષ્ટ વાંચી.
  તમારો જ્ઞાતિપ્રેમ અદ્ભુત છે..
  તમે ઋજુ હૃદયના માલિક છો, તમારી ઋજુતા શબ્દે શબ્દે ટપકતી અનુભવાય છે.તમે ખાસ્સી ઊંચી ઊડાન ભરી શક્યા છો કારણ કે તમે પ્રત્યેકને હૃદયપૂર્વક ચાહી શકો છો. હૃદયની ઊચ્ચ ભાવના એ તમારી મૂલ્યવાન સંપત્તિ છે. સ્નેહભરી લાગણીથી તમે સૌ જોડે સહજતાથી સંબંધ ઊભો કરી શકો છો.
  તમારી નમ્રતા અને લાગણીને સો સો સલામ.
  પરભુભાઈ એસ. મિસ્ત્રીના પ્રણામ

  Reply
  • 14. chandravadan  |  June 16, 2015 at 5:36 pm

   પરભુભાઈ,

   તમે પોસ્ટ વાંચી પ્રતિભાવરૂપે મારા વિષે “બે શબ્દો” કહ્યા…..ખુબ ખુબ આભાર.

   એક પ્રજાપતિ તરીકે “ગર્વ” લઈ જ્ઞાતિના ભલા માટે મારૂં હૈયું હંમેશા વિચારતું રહે એમાં હું “પ્રભુ કૃપા” નિહાળું છું.

   પ્રભુના માર્ગદર્શને જ ભવિષ્યમાં સફર કરૂં છું.

   જ્ઞાતિ-પ્રેમ અનેકમાં વધે એવી આશાઓ રાખું છું.

   તમે તેમજ પરિવારમાં સર્વે તંદુરસ્ત રહો એવી પ્રાર્થનાઓ.

   >>ચંદ્રવદન

   Reply
 • 15. chandravadan  |  June 16, 2015 at 10:22 pm

  This was an Email Response>>>

  jcmistry

  To emsons13

  I read it albeit slowly because I cannot read it fluently…basically it is your journey being born a Prajapati through the formative years in Vesma.

  Good bio in poetic form.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jayant,
  Your the 1st from the Family to respond.
  Glad you read slowly & took the time to Comment.
  Thanks !
  Nana

  Reply
 • 16. nabhakashdeep  |  June 17, 2015 at 3:40 am

  ડોશ્રી ચંદ્રવદનભાઈ…ચંદ્રસમ શિતળતાને જન સાગરને લહેરાવવાની આપની ભાવના.. વતન, માનવતાને જ્ઞાતિબંધુઓને આગળ લાવવાની ખેવના, સાચે જ અભિનંદનને પાત્ર છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
  • 17. chandravadan  |  June 17, 2015 at 1:06 pm

   Rameshbhai,
   Happy to read the nice words for me.
   Thanks for the comment.
   Chandravadan

   Reply
 • 18. ishvarlal R. Mistry  |  June 17, 2015 at 6:00 am

  Very nicely said in your poem, you have done a lot for Prajapti community,and your love of birth place admire it and wish you best of luck.God Bless you.

  Ishvarlal .

  Reply
  • 19. chandravadan  |  June 17, 2015 at 1:07 pm

   Ishvarbhai,
   You always visit my Blog & your comment appreciated.
   Chandravadan

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

June 2015
M T W T F S S
« May   Jul »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: