Archive for મે 28, 2015

હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં “પ્રાણપ્રતિષ્ઠા”નો ઉત્સવ

 

 

 

 

હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં “પ્રાણપ્રતિષ્ઠા”નો ઉત્સવ

“એન્ટેલોપ વેલી”નામે દક્ષિણ કેલીફોર્નીઆ સ્ટેટમાં એક વિસ્તાર છે, જેના બે મુખ્ય શહેરો છે (૧) લેન્કેસ્ટર  અને (૨) પામડેલ.

આ વિસ્તારે ૧૯૬૦ પછી અને ખાસ કરીને ૧૯૮૦ના સમયગાળામાં એનેક હિન્દુઓ સ્થાયી થઈ વસવાટ શરૂ કર્યો.

તેમ છતાં, આ વિસ્તારે એક પણ મંદિર ના હતું.

એવા સમયગાળામાં અનેક ધર્મ-પ્રેમીઓ લગભગ ૧૦૦ માઈલની ટ્રીપો કરી મંદિરો જઈ પ્રભુ-દર્શનની આશાઓ પુરી કરતા.

સૌના હૈયે એક જ વિચાર હતો “અહીં પણ એક મંદિર હોવું જોઈએ !”

૧૯૮૦ બાદ….આ વિચાર સૌના મનમાં “એક સ્વપના” રૂપે રહ્યો.

મારા મનમાં પણ એ જ વિચાર જાગૃત રહ્યો…..મને શ્રધ્ધા હતી કે “પ્રભુ-કૃપાથી એક દિવસ અહીં મંદિર હશે જ !”

૨૦૦૦ની સાલ શરૂ થઈ.

અહીં “ઈન્ડીયન કલચરલ એસોસીએશન”નામે સંસ્થા પણ હતી.

અને….એંતે ડો. અનિલ કુમારને પ્રભુપ્રેરણા મળી. અને એવી પ્રેરણા થકી એમણે પોતાની માલીકીની જમીન મંદિર માટે દાન આપવા નિર્ણય લીધો અને “અન્યને પ્રેરણા” આપી….અને આ માટે રસ જાગૃત રાખી એમણે અન્યને દાન સહકાર આપવા માટે પ્રેરણા આપી.

અને સર્વ મહેનતના ફળરૂપે જાન્યુઆરી,૧૪, ૨૦૧૩માં મંદિર બાંધકામ માટે લેન્કેસ્ટર શહેરે “ભૂમીપૂજન” થયું.

મંદિર બંધાતું રહ્યું.

અંતે …..મે ૨૦૧૫માં મુર્તિઓનું સ્થાપન બાદ, ૨૦મી મે, ૨૦૧૫થી ૨૪મી મે ૨૦૧૫ના દિવસોમાં “પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ”નું નક્કી થયું.

આ કાર્ય માટે મુખ્ય પૂજારી બેન્ગલોર શહેર નજીકના શંક્રાચાર્ય પીઠના આચાર્ય હતા. એમની સાથે  એમેરીકાથી જુદા જુદા શહેરોથી પધારેલ ૪ પંડિતો હતા. એમની સાથે હતા આ નવા મંદિરના પૂજારી (સીવમુર્તિજી ). આ પ્રમાણે ૫ પંડિતોએ આ પૂજા-ઉત્સવ માટે ભાગ લીધો હતો.

બુધવાર અને ૨૦મી મે ૨૦૧૫ ઃ

સવારે ૯ના સમયે, સ્વસ્તિ વચનમ, ગુરૂપ્રાર્થના, ગણેશ, અંબિકા પૂજા, મહાસંક્લપ, પુન્યહવાચનમ, દેવનંદી ગણપતિ હવન અને નવગ્રહ હવનનું કાર્ય પુર્ણ થયું.

એ બાદ બપોરના જમણરૂપી મહાપ્રસાદ.

 ત્યારબાદ,સાંજના ૬ કલાકે સ્થળશુધ્ધિ, અનકુરપના અને રક્ષગોહન હવન, સુદર્શનમ હવન અને વાસ્તુ હવનનું કાર્ય, અને અંતે પયસબલીદાન અને શુભવાક્યમની પૂજા.

એ બાદ,રાત્રીના ૯ પછી ભોજનરૂપી મહાપ્રસાદ.

ગુરૂવાર અને ૨૧મી મે, ૨૦૧૫

આ શુભ દિવસે પૂજાની શરૂઆત સવારે સાડા આઠ વાગે થઈ.

જેઓએ કળશ માટે દાન સહકારનો સંક્લપ લીધો હતો તે ૫૦ વ્યક્તિઓએ મંદિર પધારી, સંક્લપ માટે “કણકણબંધન” તેમજ જળ,ધાન્ય (ધન) અને સપ્તાધીવાસા પૂજામાં ભાગ લેવાની ઘડી હતી.

બપોરના ૧૨ બાદ ઃ 

ભોજનરૂપી મહાપસાદ.

સાંજના ૬ થી ૯ના સમયે  ઃ

“અધીવાસ હવન” અને “શિખરધીવાસ હવન”ની પૂજા સાથે વિવિધ પૂજાઓ

૯ કલાકના સમય બાદ ઃ

રાત્રીનું ભોજન યાને મહાપ્રસાદ.

શુક્રવાર અને ૨૨મી મે, ૨૦૧૫

સવારે ૪-૫ના સમયે “શાંતીપ્રાક્ષિત, પ્રતિસ્થા નદી સાધના, કળશવિધિ”હવનો સાથે વિષ્ણુનામોનું રટણ વિગેરે અનેક પૂજાઓ

બપોરના ૧૨ બાદ ઃ

બપોરનું મહાપ્રસાદરૂપી ભોજન

બપોરના ૧ પછી વિષ્ણુ સહસ્ત્ર નામ રટણ સંક્લપ અને શરૂઆત ( અનેકે જે માટે ભાગ લીધો )…..આવી શરૂઆત બાદ આ રટણ બીજા દિવસોએ ચાલુ રાખી કુલ્લે ૧૦૮ વાર કરવાનો સંક્લપ હતો.

સાંજના ૬-૯ના સમય દરમ્યાન અન્ય પૂજાઓ સાથે “પાલકી ઉત્સવ” હતો….વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની નાની મુર્તિઓ પાલકીમાં મુકી મંદિરના ફરતે ૩ પદક્ષિણા કરવામાં આવી. સૌએ પાલકી ઉંચવા માટે ભાગ લઈ આનંદ અનુભવ્યો.

સાંજના ૯ બાદ ઃ

મહાપ્રસાદરૂપી  ભોજન.

શનિવાર અને ૨૩મી મે, ૨૦૧૫

સવારે ૮થી ૧૨ના સમયમાં

એક અગત્યની પૂજારૂપે “રુદ્ર હવન” હતો.

બપોરના ૧૨ બાદ ઃ

બપોરના ભોજનરૂપે મહાપસાદ હતો.આ પ્રસાદ માટે ફાળો આપવાની તક અમારા પરિવારને મળી એ માટે મારા તેમજ પત્ની કમુના હૈયે ખુબ જ આનંદ હતો.

બપોર અને સાંજના સમયે ઃ

ભજન અને ભરત-નાટ્યમ વિગેરે નો કાર્યક્રમ હતો.

સાથે અનેક પૂજાઓ હતી ..તેમાં “કળશ-પૂજન” હતું

રાત્રીના ૯ના સમય બાદ ઃ

મહાપ્રસાદરૂપી ભોજન હતું.

રવિવાર અને ૨૪મી મે, ૨૦૧૫

આ શુભ દિવસે “મહાવિષ્ણુ હવન” અને “આધીવાસ હવન”સાથે કળશભિશેક વિગેરે પૂજાવિધિઓ હતી.

આ શુભ કાર્ય સાથે મંદિરનું ઉદઘાટન હતું.

બપોરના ૧૨ બાદ ઃ

જ્યારે પૂજાઓ પુર્ણ થઈ અને સૌએ આનંદ સાથે બપોરના ભોજનરૂપે મહાપ્રસાદ આરોગ્યો હતો.

અને….સાંજની “આરતી” માટે ભાગ લીધો હતો.

ઉપર મુજબ મેં ૫ દિવસના “મહોત્સવ”નું વર્ણન કર્યું.

 નવા મંદિરે થતી “પ્રાણપ્રતિષ્ઠા”પૂજામાં હાજરી આપી આનંદ મેળવાની ઘડી મારા જીવનમાં આ પ્રથમ હતી. મારા પત્ની કમુ માટે પણ આ પ્રથમ ઘડી હતી.

અમે બંને પોતાને “ભાગ્યશાળી” સમજીએ છીએ….કારણ કે આવી ઘડી કોઈકને જ મળે. તો, પ્રભુએ કરેલી “કૃપા” સમજીને હું પ્રભુનો પાડ માનું છું.

આ પ્રાણપ્રતિષઠાની પૂજાનું નક્કી કરવામાં આવ્યું તે પહેલા મે મહિનામાં જ શુભ દિવસોનું નક્કી કરી, મુર્તિઓની સ્થાપનાઓ થઈ હતી.

પ્રથમ મંદિરના મધ્યમમાં મોટી શ્રી વિષ્ણુ ભગવાનની મુખ્ય મુર્તિની સ્થાપના કરવામાં આવી.

ત્યારબાદ….શ્રી શીવ પરિવાર….શ્રી હનુમાન….શ્રી રામ પરિવાર….અને અંતે શ્રી રાધા-કૃષ્ણ.

મુખ્ય વિષ્ણુ-મુર્તિની બે બાજી ત્રણ ત્રણ ગોખલાઓ રાખ્યા છે તે પ્રમાણે કુલ્લે ૬ અન્ય મુર્તિઓ થાય તેમાંથી ૪ ઉપર મુજબ.

અને અંતે, ૨૦મી મે ૨૦૧૫ના દિવસે પૂજા શરૂ કરી, શ્રી ગણેશ અને શીવલીંગ સ્થાપન ૨૧મી મે ૨૦૧૫ થયું ( એક માતાની મુર્તિ ના આવી હતી એટલે માતાજીની મુર્તિનું સ્થાપન અને પ્રાણપ્રતિષ્ઠા પાછળથી થનાર છે )

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

In the past I had informed my Readers about a HINDU MANDIR  at LANCASTER of  the ANTELOPE VALLEY  Region of the SOUTHERN CALIFORNIA,U.S.A.

After the completion of the MANDIR CONSTRUCTION, and the installation of the MAIN Murti of VISHNU BHAGWAN, there were others Murti ( of GANESH, SHIV PARIVAR, HANUMAN, RAM PARIVAR and RADHA-KRISHNA, there was 5 days of PRANPRATISHTHA PUJA CEREMONY from 20th May 2015 till 24th May,2015.

These Ceremonies were done all the VEDIC RITUALS and the Main PRIEST was Shri SOMAIYAJI of the SHANKRACHARYA PITH close to BANGLORE. 4  other Priests of different  towns  of USA were there with the LOCAL MANDIR PRIEST by the name SIVAMURTY.

It was ONCE in a LIFETIME one is lucky to witness such an event. My wife & I along with OTHERS were LUCKY to be present for this EVENT.

One can go on the MANDIR WEBSITE below & know more at>>>

http://www.hindutempleav.org/the-temple.html

I hope you enjoyed this Post.

If you visit California, please VISIT our MANDIR and be BLESSED by the DIVINE.

Dr. Chandravadan Mistry

મે 28, 2015 at 1:59 પી એમ(pm) 17 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,435 hits

Disclimer

સંગ્રહ

મે 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031